Gumraah - 36 books and stories free download online pdf in Gujarati

ગુમરાહ - ભાગ 36

ગતાંકથી...


"ભૂખી કૂતરી બચોલીયા ને ખાય ! આપને જ્યારે કંઈ મળ્યું નહિ ત્યારે હું જ સિક્કાવાળાની ટોળીના મદદગાર તરીકે પકડવા લાયક મળ્યો ?"

"એવું નથી .તને પકડવાથી જ એ લોકો પકડાશે, એવી મને ખાતરી છે."

"ઇન્સ્પેક્ટર ,ક્યાંક કાચું બાફો છો ! મારા પર આપ કયો આરોપ મૂકો છો ,એ તો કહો?"

હવે આગળ.....

" જે મોટી પેટી સૌભાગ્ય વિલામાંથી ગુમ થઈ છે, તેમાં તારો હાથ છે. ભોંયરામાં કબાટવાળા રહસ્યમય ,ભેદીરૂમની મને કરેલી વાત તદ્દન બનાવટી હતી. એવો કોઈ રૂમ ત્યાં નથી એ વિશે મેં ચોકસાઈથી તપાસ કરી છે. તું 'લોક સેવક'ના રિપોર્ટર તરીકે તારી જાતને ઓળખાવે છે ;પણ તારો રિપોર્ટ તો તું 'લોકસતા 'માં પ્રગટ કરાવે છે. આ તમામ બાબતો એવી છે કે જેથી અમારી નજરમાં તો તું શંકા ના દાયરામાં આવે છે.

ઇન્સ્પેક્ટરનું આ કેવું સાંભળીને પૃથ્વી ખુરશીમાં અક્કડ બેઠો અને ખડખડાટ હસવા લાગ્યો. ઇન્સ્પેક્ટરે કહ્યું : "તું એક પાગલ અને બેશરમ માણસ છે. હું તને પકડવા આવ્યો છું ; ત્યારે તને હસવું આવે છે ,એ શું ?"

"ઇન્સ્પેક્ટર સાહેબ ,આપની ઊંધી ગણતરીઓ ઉપર મને ખૂબ હસી લેવા દો."
"ઊંધી ગણતરીઓ ?"
"શક વગર ઊંધી ."
"
એ બધું તમે પકડ્યા પછી જોઈ લેવાશે. ચાલ તું સીધે સીધો મારી સાથે આવે છે કે પોલીસના સિપાઈઓને અહીં બોલાવું ?"ઇન્સ્પેક્ટર આમ કરીને ઉભો થયો.

પૃથ્વીને ઇન્સ્પેક્ટરના અજ્ઞાન ઉપર દયા આવી. સાચી રીતે તે પોલીસ ખાતા નો હિતેચ્છુ હતો અને તેની મદદ વડે બદમાશોને પકડવાની તેને ઈચ્છા હતી; આથી તેણે ઇન્સ્પેક્ટરનો શક દૂર કરવાનો નિર્ણય કર્યો .તેણે કહ્યું : "બેસો સાહેબ મેં આપની તમામ શંકાઓ ઓ દૂર કરવા ખુલાસો કરવાનું નક્કી કર્યું છે .આપ નથી જાણતા કે, હું 'લોક સેવક'નો એકલો માલિક છું."

"મને મૂર્ખ ન બનાવ."ઇન્સ્પેક્ટરે કહ્યું : " 'લોક સેવક' લાલ ચરણના ટ્રસ્ટીપણા આ નીચે છે, તેનો તંત્રી તો તે છે"

"લાલચરણને મેં કાઢી મૂક્યો છે. તેનું કારણ જ આ રિપોર્ટ છે કે જે માટે આપ શંકા લાવો છો. તેણે રિપોર્ટો ફેર બદલી કર્યા અને મારા મુખ્ય પ્રિન્ટરને ગુમ કર્યો છે."

"હેં ! એ વળી તું શું કહે છે?" ઇન્સ્પેક્ટરે પૂછ્યું.
પૃથ્વીએ રિપોર્ટ બદલની હકીકત ઇન્સ્પેક્ટરને કહી અને ઉમેર્યું : " હું અહી બેઠો છું તે દરમિયાન આપ જઈને મારા સહાયક તંત્રી મિ.ચીમનલાલને આ બાબતની હકીકત પૂછી આવો .લાલચરણને કેવી રીતે મારે ત્યાંથી જવું પડ્યું તે મિ. ચીમનલાલ આપણને સવિસ્તાર બધી જ હકીકત જણાવશે."

"મારે તેની પાસે જવાની જરૂર નથી અહીં તેને બોલાવ."

પૃથ્વી એ તરત ચીમનલાલને પોતાનાં ઓફિસમાં બોલાવ્યા. ઇન્સ્પેક્ટર એ તેને પ્રશ્ન પૂછ્યા અને તેણે લાલચરણ સાથેની પૃથ્વીની માથાકૂટ તેમજ રિપોર્ટ માટે કેવું કાવતરું થયું હતું તેની હકીકત કહી. 'લોક સેવક'ને તોડી પાડવાના લાલ ચરણના પ્રયત્નોની હવે ઇન્સ્પેક્ટરની ખાતરી થઈ અને તે ઠંડોગાર બની ગયો .ચીમનલાલના ગયા પછી તેણે પૃથ્વીને કહ્યું : "તારા ઉપરથી મારો છેલ્લો આક્ષેપ હું પાછો ખેંચી લઉં છું .પણ હજી બીજી બાબતોના ખુલાસા બાકી રહે છે તેનું શું છે ?"

"સાહેબ, આપ કેવા ભૂલકણા છો, એ બદલ ફરીથી પાછું મને હસવું આવે છે ."પૃથ્વી એ કહ્યું. "એ ભોંયરામાં જવાના બે રસ્તા છે, એ આપ કેમ ભૂલી જાવો છો ? એક વખત હું અને આપ કયે રસ્તેથી સર આકાશપુરા નાના મકાનમાં નીકળ્યા હતા?"

"ઓહ ! હવે મને સમજાયું. તું ત્યારે સર આકાશખુરાનાના ગાડૅનની ગટરને રસ્તે અંદર ગયેલો, બરાબર...."

"અને એ રસ્તે ભોંયરામાં જવું હોય તો શું મકાનના માલિકની પરવાનગી લેવી ન પડે કે ? જેટલી વાર ગટરમાંથી જવું હોય તેટલી વાત તેની પાસે જવું પડે કે નહિ?"

"હં..હં.હવે મારા ખ્યાલમાં આવ્યું .મિસ શાલીની પાસે તું એટલા માટે જતો હતો ;એમ ને ?"

"બેશક એટલા માટે જ."

ઇન્સ્પેક્ટર પૃથ્વી તરફ આશ્ચર્યથી જોઈ રહ્યો. પૃથ્વી એ કહ્યું : "સાહેબ ,હવે મારા વધુ ખુલાસો સાંભળો. આપ વીજળીના તારના દોરડા કાપતા હતા તે જ વખતે જ જો મારી સાથે આપ ભોંયરા માં આવ્યા હોત તો આપને હું બતાવત કે પહેલા રૂમની દિવાલમાં એક છુપી સ્વીચ છે અને તે સ્વીચ ચાલુ કરતા જ એક બારણું ખુલે છે .એ સ્વીચની જેને માહિતી ન હોય તે એમ જ માની લે કે, દિવાલમાં કોઈ રહસ્ય નથી."
"દિવાલનું બારણું ખુલ્યા પછી ક્યાં જવાય છે ?"

"એક ભેદી રહસ્યમય રૂમમાં એની અંદર વીજળીના કરંટ લાગે તેવા યંત્રો એક કબાટમાં ગોઠવેલા છે જેના હેન્ડલોમાં વિદ્યુત વીજળી પસાર થાય છે અને હેન્ડલ પકડતા જ કોઈના પ્રાણ ચાલ્યા જાય તેવી શક્તિ છે મને તેનો અનુભવ થયો હતો પણ આપે તારના દોરડા કાપી વીજળીનો પ્રવાહ બંધ કર્યો એટલે હું બચ્યો

હજી પણ આ રહસ્યમય રૂમ ત્યાં હશે કે
હોવો જ જોઈએ પરંતુ હું જીવતો તેમાંથી બહાર નીકળ્યો છું અને તેઓનો ભેદ જાણી ગયો છે એટલે જરૂર બદમાશો એ કંઈક નવું કાવતરું તૈયાર કર્યું હશે
એની કાંઈ ચિંતા નહીં હું એ વિશે તકેદારી રાખીશ

"હવે મારા ઉપર આપને કંઈ શંકા બાકી રહે છે ?"

"ના. પણ હવેથી હું તને મારી સાથે સામેલ રાખીશ નહિ ,એ ચોખ્ખું કહી દઉં છું .જો તું સમજદાર હોય તો આ બાબતમાં રસ લેવો છોડી દે. અમે પોલીસખાતા વાળાઓ અમારૂ ફોડી લઈશું .તમારા પ્રેસવાળાઓની મદદની અમને જરૂર નથી."

"સાહેબ, આપ કીર્તિ લોભી છો, એ મારાથી અજાણ્યું નથી. ભલે આપને ચાહે તેમ કરવા આપ છુટાં છો. પણ એટલું ભૂલશો નહિ કે અત્યાર સુધીમાં ટોળીના કાવતરાંની નાનામાં નાની બાબત પણ આ એક પ્રેસ વાળા ની મદદથી આપ શોધી શક્યા છો..."

"અને હવે ,"ઇન્સ્પેક્ટરે અધવચ્ચે કહ્યું, પ્રેસવાળાની મદદ સિવાય અમે કાંઈ જ નહીં કરી શકીએ એમ ન માનતો."

"મારી માન્યતાઓ શા કામની? હું તો સાચી હકીકતો ઉપર આધાર રાખનારો પ્રેસ વાળો છું. મને ખાતરી છે કે એવા પ્રેસવાળાની મદદ માગવા સરકાર અને સતા ને પણ આવવું જ પડે."

"સારું, સારું," ઇન્સ્પેક્ટરે ખુરશીમાંથી ઉભા થતા થતા કહ્યું : "એ બધા તારા તરંગી વિચારો છે !" તે બારણા તરફ જવા લાગ્યો એટલે પૃથ્વી એ પ્રશ્ન કર્યો : "સાહેબ, આપ મને હથકડી પહેરાવીને લઈ જવા માંગો છો કે ,ખુલ્લે હાથે ?!"

ઇન્સ્પેક્ટરે આના જવાબમાં ફક્ત સ્મિત કર્યું ;અને બારણા આગળ એક પડદો હતો તેને હાથથી પકડીને તેની સામે જોયા બાદ કહ્યું : " હોંશિયારી ! મારી સાથે તને કોઈ પણ હાલતમાં ક્યાંય લઈ જવો ન પડે એમ હું ઈચ્છું છું --"

પણ એ વાક્ય તે પૂરું કરે એટલામાં તો પૃથ્વી તેને ખુરશીમાંથી છલાંગ મારીને ઉઠ્યો અને તે પડદો તેણે એકદમ ઝડપથી ખેંચી લીધો.

ઇન્સ્પેક્ટર એક બાજુ હટી ગયો અને આશ્ચર્ય સાથે તેણે જોયું કે એક માણસ તે પડદા પાછળ છુપાઈને ઉભો હતો !તે માણસનો કાંડુ પકડીને પૃથ્વીએ એને પ્રશ્ન કર્યો : "બદમાશ, તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? અહીં શું કરતો હતો ?

કોણ હશે તે માણસ !?તે પૃથ્વીની ઓફિસમાં શું કરતો હશે ??આ રહસ્યને જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ.....
‌ક્રમશ..