Casual Dating Binsharati Sabandh Platonic Love books and stories free download online pdf in Gujarati

બિન શરતી અસ્થાયી ટૂંકા સબંધ

કેઝ્યુઅલ રિલેશન એટલે કે એવા સબંધો કે જેમાં જીવનભર સાથ નિભાવા ના કે લગ્ન કરવા ના વચન ના હોય, જેમાં બંને વ્યક્તિ ને એમને જયારે પણ યોગ્ય લાગે ત્યારે પરસ્પર સમજૂતી થી સબંધ પૂરો કરવાની સ્વતંત્રતા હોય.

આપણા સમાજ માં લોકો ને કેઝ્યુઅલ રિલેશન વિષે ખુબ ખોટી માન્યતા છે. આપણે અહીં લોકો એવું માને છે કે કેઝ્યુઅલ રિલેશન માં કોઈ લાગણી નું બોન્ડિંગ નથી હોતું, કોઈ પણ જાત ની લાગણી ના એટેચમેન્ટ વગર માત્ર સેક્સ માટે ૨ માણસો સબંધ બનાવે છે.

પણ હકીકતે કેઝ્યુઅલ રિલેશન માં એવું હોતું નથી. તમે પ્રેમ ના અલગ અલગ સ્વરૂપ તો જોયા જ હશે જેવા કે પતિ પત્ની નો પ્રેમ, માતા પિતા નો પ્રેમ , ભાઈ બહેન નો પ્રેમ, બેસ્ટ ફ્રેન્ડ નો પ્રેમ , જસ્ટ ફ્રેન્ડ નો પ્રેમ, દરેક સબંધ માં દરેક વ્યક્તિ માટે નો પ્રેમ અલગ અલગ હોય છે.  આ દરેક વ્યક્તિ અને સબંધ ના પ્રેમ કરતા પ્રેમિકા અને પ્રેમી નો પ્રેમ અલગ હોય છે, તો શું એની અર્થ એ થયો કે તમારા માતા પિતા કે ભાઈ બહેન તમને પ્રેમ નથી કરતા ?

એવી જ રીતે કેઝ્યુઅલ રિલેશન માં પણ એક ફીલીંગ , લાગણી અને બોન્ડિંગ હોય જ છે. બે પ્રેમી ની લાગણી કરતા અલગ લાગણી હોય છે પણ એ પણ એક લાગણી જ હોય છે. કેઝ્યુઅલ રિલેશન માં પણ બે વ્યક્તિ વચ્ચે એક સ્ટ્રોંગ કનેક્શન હોય છે, પણ પ્રેમ જેવું અટેચમેન્ટ નથી હોતું કે જે બંધનકર્તા બને.

કેઝ્યુઅલ રિલેશન માં કોઈ શરતો નથી હોતી, કોઈ બંધન નથી હોતું. બંને ને ફાવે ત્યાં સુધી કોઈ શરત કે નિયમ વગર જ્યાં સુધી બંને એક બીજા ને ખુશ રાખી શકે , જ્યાં સુધી બંને ને એક બીજા સાથે ફાવે અને જ્યાં સુધી એ સબંધ માં ગુંગળામણ ના થાય ત્યાં સુધી બંને એક બીજા સાથે સમય પસાર કરે. કોઈ માંગણીઓ, અધિકાર, શરતો કે નિયમો નહિ, એક સંપૂર્ણ સ્વતંત્રતા.

કેઝ્યુઅલ રિલેશન માં માત્ર સેક્સ જ હોય એવું જરૂરી નથી. કેઝ્યુઅલ રિલેશન માં એક આત્મીય મિત્રતા હોય છે. કેઝ્યુઅલ રિલેશન માં સેક્સ ને એક ફરજ , કે ઉપકાર કે પ્રેમ ની અભિવ્યક્તિ કે  પ્રેમ ના એકરાર તરીકે નહિ પણ સેક્સ વડે  એક કોસ્મિક (આધ્યાત્મિક) વિશ્વ માં એકબીજા ની ઉર્જા શેર કરવા માટે હોય છે.

હવે સવાલ આવશે કે સેક્સ વડે ઉર્જા કેવી રીતે શેર કરી શકાય ?  સેક્સ એ એક એવી ઉર્જા છે કે જેના કારણે મનુષ્ય નો જન્મ થઇ શકે છે, જીવન આપતી અને જીવન ને ચલાવતી ઉર્જા એ સેક્સ છે.  ઓશો એ આ જ વિષય પર એક આખું પુસ્તક લખ્યું છે - સંભોગ સે સમાધિ. જી હા, સંભોગ એક એવી ક્ષણ છે કે જેમાં સહજતા થી સમાધિ લાગી જાય છે. શ્રી રજનીશ ઓશો ને એક પત્રકારે પૂછેલું કે તમારા આશ્રમ માં તો સબંધો ની કોઈ ગરિમા જ નથી. સમાધિ કે મેડિટેશન ના નામે એક સ્ત્રી પોતાના પિતા ની હાજરી માં જ બીજા કોઈ પુરુષ જોડે નગ્ન થઇ ને સેક્સ કરતી હોય છે, એક પ્રેમી પોતાની પ્રેમિકા સિવાય બીજી કોઈ સ્ત્રી જોડે સંભોગ કરતો હોય છે.

જેનો જવાબ આપતા ઓશો કહે છે કે સેક્સ ને તમે જો તેના એબ્સોલ્યૂટ ફોર્મ માં સ્વીકારી શકો તો ઈર્ષ્યા , લોભ , લાલચ, દ્વેષ, અહંકાર, ઈગો જેવી હીન લાગણીઓ થી મુક્ત થઇ જાવ છો.  પુરુષ નો સૌથી મોટો ઈગો કે ઈર્ષા સેક્સ થી જોડાયેલી છે. પુરુષ માટે સૌથી કઠિન હોય તો એ છે કે પોતાની દીકરી કે પત્ની ને પોતાની હાજરી માં કોઈ બીજા પુરુષ સાથે સેક્સ કરતા જોવું. જો પુરુષ આ સ્થિતિ પણ સ્વીકારી શકે તો બીજી કોઈ ભાવના જેવી કે લોભ, લાલચ, દ્વેષ , અહંકાર, ઈગો એને બંધનકર્તા રહેતું નથી. જો આવી પરિસ્થિતિ પણ એમની શાંતિ ભંગ નથી કરી શકતું તો બીજું તો શું કરી શકવાનું.

એક સમય ના સૌથી વીર પુરુષ , શ્રેષ્ઠ યોદ્ધા એવા અર્જુન ની પત્ની તેના ભાઈઓ જોડે શેર થાતી હતી. એનામાં પોતાની પત્ની પોતાના ભાઈઓ જોડે શેર કરવાની સ્વીકૃતિ કે ફ્લેક્સિબિલિટી ક્યાંથી આવી હશે? કદાચ શ્રી રજનીશ ઓશો નો આ જ વિચાર એની પાછળ કામ કરતો હશે કે જે માણસ સેક્સ ને એના એબ્સોલ્યૂટ ફોર્મ માં સ્વીકારી શકે તેને લોભ, લાલચ, અહંકાર, ઈર્ષા, દ્વેષ, અભિમાન કે ઈગો જેવી લાગણી બંધનકર્તા રહેતી નથી.

મારા જ અનુભવ ની વાત કરું તો હા, હું ઘણા બધા કેઝ્યુઅલ રિલેશન માં રહ્યો છું ને રહું છું. ઘણા બધા એ મને એક કોમન સવાલ ઘણી બધી વાર પૂછ્યો છે કે તમને આટલા બધા કેઝ્યુઅલ પાર્ટનર કેવી રીતે મળી જાય છે?

અને દર વખતે મારો એક જ જવાબ હોય છે કે હું જેવો છું એવો જ રહું છું. હું સારો દેખાવા માટે ખોટો ઢોંગ નથી કરતો કે સારી ઇમેજ બનાવ માટે ફેક પર્સનાલિટી ક્રિએટ નથી કરતો. લોકો પ્રેમ નું ખોટું નાટક કરે છે સેક્સ સુધી પહોંચવા માં , પણ મારુ માનવું છે કે એ તદ્દન ખોટું છે. તમને લાગણી નથી તો સામે વાળી વ્યક્તિ ની લાગણી જોડે રમવાનો તમને કોઈ જ અધિકાર નથી. ને પ્રેમ ના રસ્તે સેક્સ મેળવવા જશો તો ખુબ રાહ જોવી પડશે. પ્રેમ ના રસ્તે સેક્સ મેળવવા માં તમારે સૌથી પહેલા એ સાબિત કરવું પડશે કે તમારી લાગણી સાચી છે, એક સ્ત્રી લાગણી બાબતે ખુબ જ અસુરક્ષિત (ઈનસેકયોર) ફીલ કરે છે. એટલા માટે જયારે વાત પ્રેમ ની હોય ત્યારે સ્ત્રી ને જ્યાં સુધી પુરુષ ની લાગણી પર પુરે પૂરો વિશ્વાસ ના આવે ત્યાં સુધી સ્પર્શ પણ કરવા દેતી નથી કેમ કે જયારે આ વિશ્વાસ તૂટે ત્યારે સ્ત્રી પણ અંદર થી તૂટી જાય છે. એટલે પ્રેમ થી સેક્સ ના રસ્તો બહુ લાંબો છે, સેક્સ સુધી પહોંચતા ખુબ રાહ જોવી પડશે.

મને એવી છેતરપિંડી થી નફરત છે. હું પ્રેમ ના ખોટા નાટક નથી કરતો, હું શરૂઆત થી જ જે મન માં હોય એ જ વ્યક્ત કરવા માં માનું છું. મને કોઈના થી આકર્ષણ થાય તો હું એને પ્રેમ નું નામ નથી આપતો, શારીરિક આકર્ષણ છે એ જ કહું છું. કોઈ ના માટે સેક્સ ની ઈચ્છા કે આકર્ષણ થતું હોય તો હું એ જ કહું છું જે હું ફીલ કરું છું. જે સ્ત્રી ને એક રીતે સિક્યોર ફીલીંગ આપે છે કે આમ પ્રેમ નું નાટક નથી, જે છે એ વાસ્તવિક પ્રમાણિકતા છે. એટલે લાગણી સાચી છે કે ખોટી એ તપાસવામાં કે સાબિત કરવા માં ખોટો સમય બરબાદ નથી થતો.

સ્ત્રી ને એક વિશ્વાસ અને પ્રમાણિકતા મળે તો એ પોતાની પ્રમાણિકતા રજુ કરતા અચકાતી નથી. સ્ત્રી ને એવું વાતાવરણ અને વિશ્વાસ મળે કે જ્યાં એ પોતાની જાત સાથે પ્રામાણિક બની શકે તો એ એવું કહેતા અચકાતી નથી કે હા, મને પણ સેક્સ ગમે છે, મને પણ સેક્સ ની ઈચ્છા થાય છે કે મને પણ સેક્સ એન્જોય કરવું છે.

અને એવું બિલકુલ નથી હોતું કે કેઝ્યુઅલ રિલેશન માં માત્ર સેક્સ જ હોય છે. સેક્સ એ એક ઝરીયો છે બે માણસ ને એક કોસ્મિક વિશ્વ માં જોડાવા માટે નો, બે વ્યકતિ ના સબંધ ને ગાઢ બનાવાનો, બે માણસ વચ્ચે એક બોન્ડિંગ અને કનેક્શન બનાવવાનો. કેઝ્યુઅલ રિલેશન માં બે માણસ મળે એટલે સેક્સ થાય જ એવું જરૂરી નથી હોતું. ઘણી વાર એવું પણ થાય કે માત્ર ઓનલાઇન પરિચય હોય , પ્રમાણિકતા થી એક બીજા જોડે એક બીજા ની જાત ખુલી કરતા હોય , ક્યારેય મળેલા ના હોય અને પહેલી વાર મળે ત્યારે કોઈ ખાસ પ્રત્યનો કર્યા વગર સાહજિકતા થી બે માણસ વચ્ચે સેક્સ થઇ જાય અને એ સેક્સ થી એ બે માણસ વચ્ચે એક સ્ટ્રોંગ કોસ્મિક બોન્ડિંગ બની જાય છે.

પછી ઘણી વાર એવું પણ થાય કે સેક્સ ની કોઈ પણ એક્સપેક્ટેશન વગર એમ જ બે માણસ બે મિત્રો મળે એમ મળ્યા હોય અને અનાયાસે એમ જ સેક્સ થઇ જાય, આ સેક્સ એટલા માટે થાય કે બંને ને ગમ્યું હોય , પણ મળવાનો ઉદ્દેશ સેક્સ કરવા માટે જ મળવું એવું ના હોય.