Prostitute books and stories free download online pdf in Gujarati

વેશ્યા

હમણાં એક સબંધી ના ઘરે બેસવા ગયા, બધા બેઠકરૂમ માં બેઠા હતા અને ટીવી પર ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ આવી રહ્યું હતું. ફિલ્મ જોતા જોતા એમના પંદર વર્ષ ના દીકરા એ સવાલ કર્યો કે પપ્પા રેડલાઈટ એરિયા એટલે શું ? અને એના પિતા એ જવાબ આપ્યો કે -

"બેટા, રેડ લાઈટ એરિયા એટલે એવી જગ્યા કે જ્યાં સ્ત્રી પોતાના શરીર નો વેપાર કરે."

મને એમની આ વ્યાખ્યા ખોટી લાગી. આ તરુણાવસ્થા માં બાળક ને સાચું જ્ઞાન ના મળે તો ઘણી બધી વસ્તુ કે વાત માટે બાળક ના મગજ માં ખોટી ઇમેજ બની જાય છે, અને એ ઇમેજ ના આધારે એ પોતાની આખી લાઈફ જીવે છે. તરુણાવસ્થા માં બનેલી ખોટી ઇમેજ એમ જલ્દી ક્યારેય જાતી નથી અને આપણે એ ઇમેજ ના આધારે આખી લાઈફ સાચું ખોટું નક્કી કરતા હોઈએ છીએ. એ બાળક વેશ્યા કે રેડ લાઈટ એરિયા વિષે આવી ખોટી સમજ દૃઢ ના કરી દે એટલે મને એ જ સમય એ બોલવું જરૂરી લાગ્યું.

મેં કહ્યું -

બેટા, જો રેડ લાઈટ એરિયા ની વ્યાખ્યા સ્ત્રી કે પુરુષ ના આધારે આપવી હોય તો રેડ લાઈટ એરિયા એટલે સ્ત્રી પોતાનું શરીર વેચે એ જગ્યા નહિ, પણ પુરુષ જ્યાં સ્ત્રી ની મજબૂરી ખરીદે એ જગ્યા.

પણ સાચી વ્યાખ્યા તો આ પણ નથી. ઘણા બધા સમાજવિદો એવું કહે છે કે જ્યારે થી માણસ એ સમાજ વ્યવસ્થા ચાલુ કરી ત્યારી વેશ્યા કે ગણિકાલય ની શરૂઆત થઇ છે અને વેશ્યા ના લીધે જ સમાજ સુરક્ષિત છે. સેક્સ માટે ના આવેગો કુદરતી છે અને દરેક વ્યક્તિ ને એ આવેગ સંતોષવા માટે યોગ્ય પાત્ર મળી જ રહે એ જરૂરી નથી. જો આ આવેગ સંતોષાય નહિ તો દબાવેલી સ્પ્રિંગ ડબલ ઉછળે એ સિદ્ધાંત મુજબ નદી નું પૂર નદી નો ડેમ તોડી દે એવી રીતે આવેગો નું પૂર સમાજ ના બધા બંધનો તોડી નાખે.

અને કોને કહ્યું કે માત્ર સ્ત્રી જ વેશ્યા હોય છે ? પુરુષ પણ વેશ્યા હોય છે જેને અંગ્રેજી માં ગિગોલો કહેવાય છે.

વેશ્યા ને આજ નો આધુનિક સમાજ કરતા આપનો પૌરાણિક સમાજ વધુ સારી રીતે સમજી શક્યો છે. પૌરાણિક સમય માં વેશ્યા ને નગર વધુ નો દરરજો આપવામાં આવતું હતું. નગરવધુ ની ઈજ્જત , રિસ્પેક્ટ ખુદ રાજા પણ કરતા હતા. સમાજ માં નગર વધુ નું એક માન, મોભો અને ઉચ્ચ દરજ્જો હતો. અને વેશ્યા બનાવ માટે ક્યારેય કોઈ સ્ત્રી સાથે બળજબરી કરવામાં નહોતી આવતી. સેક્સ ને એક કળા તરીકે જોવા માં આવતું, આ કળા નું સન્માન કરવા માં આવતું. પોતાના શરીર થી અને પોતાની કળા થી કોઈ વ્યક્તિ ને પૃથ્વી પર ના તમામ સુખ માં સૌથી સર્વોચ્ચ સુખ એ કામસુખ ના ચરામાનંદ ની અનુભૂતિ કરાવવી એ એક કળા થી વિશેષ હતું. જ્યાં કામસૂત્ર ની પૂજા થતી અને રાજાઓ અને રાજા ના યુવરાજ ને પણ આ કળા શીખવા એક સામાન્ય માણસ ની જેમ નગરવધુ પાસે જવું પડતું હતું.

આજે મોટા ભાગે વેશ્યા નું કામ કરતી સ્ત્રીઓ ને આ ધંધા માં બળજબરી થી લાવવા માં આવી હોય છે એટલે એવી માનસિકતા હોવી સ્વાભાવિક છે કે વેશ્યા મજબુર હોય છે પણ એ ૧૦૦% સત્ય નથી. દરેક વેશ્યા મજબૂરી થી જ એ કામ કરતી હોય એ જરૂરી પણ નથી. ઘણી સ્ત્રી એ કામ એમની પોતાની ચોઈસ થી કરે છે. અને એ કામ ની રિસ્પેક્ટ બીજા કામ જેટલી જ હોવી જોઈએ. એ પણ એક પ્રોફેશન જ છે. દરેક માણસ કંઈક મેં કઈંક વેચી ને જ પોતાનું પેટ ભરે છે. મજુર પોતાના શરીર ની શક્તિ વેચી ને કમાય છે, ગાયક પોતાનો અવાજ વેચી ને, નાયક પોતાની અભિનય કળા વેચી ને, ડોક્ટર , સીએ, કે વકીલ એમનો સમય અને જ્ઞાન વેચી ને, દરેક એ દરેક વ્યક્તિ કંઈક ને કંઈક વેચે છે જે એમના પોતાના શરીર થી જોડાયેલું જ છે. આ બધા રિસ્પેક્ટેબલ પ્રોફેશન ની જેમ જ વેશ્યા પણ એક પ્રોફેશન જ છે. એમનું પણ માન સન્માન જાળવવું જ જોઈએ.

હા, સ્ત્રી ની મજબૂરી નો લાભ ચોક્કસ ના ઉઠાવવો જોઈએ કે કોઈ પણ સ્ત્રી ને બળજબરી પૂર્વક આવું કામ ના જ કરાવવું જોઈએ, એ બંધ થવું જ જોઈએ. પણ જે પોતાની મરજી થી પોતાની આ કળા વેચે છે એને માન સન્માન અને આદર થી જોવા જોઈએ.

રેડ લાઈટ એરિયા એટલે એવી જગ્યા નહિ કે જ્યાં સ્ત્રી પોતાનું શરીર વેચે છે, પણ એવી જગ્યા કે જ્યાં સ્ત્રી પોતાની કળા વેચે છે. જેવી રીતે ગાયક, અભિનેતા કે અભિનેત્રી , કે સ્પોર્ટ્સમેન પોતાના શરીર ની મદદ થી પોતાની કળા વેચે છે એવી જ રીતે વેશ્યા પણ પોતાના શરીર ની મદદ થી પોતાની કળા જ વેચે છે.