Balidan Prem nu - 19 books and stories free download online pdf in Gujarati

બલિદાન પ્રેમ નુ.. - 19

વકીલ અનિકા મેમ ને ફોટોસ મીડિયા માં આપી દેવાની ધમકી આપી ને અનિકા મેમ પાસે મારા પપ્પા ને ખોટી રીતે ઓફિસ માં પૈસા ના ખોટા કેસ માં ફસાવડાવે છે અને ઓફીસ માં થી કઢાવી મૂકે છે.

જે મારા પપ્પા સહન નથી કરી શકતા અને મારા પપ્પા ને હાર્ટ એટેક આવ્યો હોય છે. તારા સુધી વકીલ પહોંચી ના શકે એટલે તને એ સમય એ અનિકા મેમ કામ થી બહાર મોકલી દે છે.

વકીલ ની નજર ક્યારે ની મારા રૂપ ઉપર હોય છે. જેના થી અનિકા મેમ અજાણ નથી રહી શકતા એટલે એ મારા પપ્પા ને હોસ્પિટલ માં દવા માટે પૈસા પણ આપવા નથી દેતો.

અનિકા મેમ ને પૈસા આપવા હોય છે પણ વકીલ ની બીક માં કઈ પણ નથી કરી શકતા...

વકીલ ના કહેવા પર એ મારા સામે શરત મૂકે છે કે એ મને પપ્પા ના ઈલાજ માટે ૧૦ લાખ આપે એના બદલા માં મારે તને છોડી દેવાનો...

અનિકા મેમ કહી ને જતા રહે છે. મને વિચારવા માટે એક દિવસ આપે છે. હું બધે જ ફરી લઉ છુ પણ ૧૦ લાખ લાવવા શક્ય નથી થતા મારા થી... કંટાળી ને હારી થાકી ને હુ એક મંદિર માં દર્શન કરવા ગઈ... રાત નો સમય હતો.. લગભગ રાત ના ૮ વાગ્યા હતા.. હું પાણી પીવા મંદિર ના પાછળ ના ભાગ માં ગઈ અને મેં ત્યાં અનિકા મેમ ને આત્મહત્યા કરતા જોયા...મેં એમનો હાથ પકડી ને એમને ટેકરી પર થી નીચે ઉતાર્યા... એ મારી સામે રડી પડ્યા... મેં એમને પાણી આપ્યું અને શાંત કર્યા... ત્યાર બાદ એમને ખુદ એમના મોઢે થી આ બધી હકીકત મને જણાવી...

એમને મને પોતાના ગળા નો હાર અને પોતાના હાથ ના બંને કંગન કાઢી ને આપી દીધા અને કહ્યુ કે આ ને વેચી ને હું મલ્હોત્રા ભાઈ નો ઈલાજ કરાવી દઉ પણ બસ કોઈ ને જણાવુ નહિ કે અનિકા મેમ એ મને હેલ્પ કરી છે..

એટલું બોલતા બોલતા નેહા ની આંખો માં પાણી આવી ગયા...


મલય નુ મગજ કામ કરતુ જાણે બંધ થઇ ગયુ હતુ. રાજ અને સોનિયા ના મોઢા પણ ખુલ્લા જ રહી ગયા..

જયારે અનિકા મેડમ આ શરત લઇ ને આવ્યા હતા હોસ્પિટલ ત્યારે રામુકાકા પણ જોડે હતા એટલે એમને ફક્ત એ જ જોયું જે વકીલ બતાવા માંગતો હતો. નેહા બોલી એટલે રામુકાકા ને પોતાના પર જ ગુસ્સો આવી રહ્યો હતો કે પોતાની માલકીન ને કેટલી ખોટી સમજી ને આટલા વર્ષો ખોટી ગાળો આપી...

આટલા થી વકીલ ના જીવ ને ચેન નહતુ પડ્તુ કે એને હોસ્પિટલ માં... હોસ્પિટલ માં નેહા ધ્રુસકે ધ્રુસકે રડી પડી...

મલય એ એને ઉભી કરી અને ગળે વળગાડી દીધી.. રામુકાકા એ બધા ને પાણી આપ્યુ...

હોસ્પિટલ માં શું નેહા? સોનિયા પૂછે છે.

એને હોસ્પિટલ માં મારા પપ્પા નું ખૂન કરાવી નાખ્યું અને જાહેર કરાવડાવી દીધુ કે મારા પપ્પા ને દિલ નો દોહરો પડ્યો હતો જેમાં મારા પપ્પા મરી ગયા.. નેહા બોલતા બોલતા રડી પડી...

આ વાત ની ખબર મને એક નર્સ દ્વારા થઇ જયારે એ વોર્ડબોય ને કહી રહી હતી..

તો તે એ સમય એ કમ્પ્લેઇન કેમ ના કરી? પોલીસ ની મદદ લેવાય ને? રાજ પૂછે છે.

પોલીસ આવી ને પણ શુ કરતા? ડૉક્ટર જે કહે એ કરતા ને? વકીલ એ મારા પપ્પા ની ઓક્સિજન ની પાઇપ ખેંચાઈ નાખવડાવી હતી. જેથી કોઈ ને શક ના રહે.

મે મારા પપ્પા નો ખૂન નો બદલો જાતે જ લેવાનો નિર્ણય કર્યો.. મારા પ્રેમ નું જે બલિદાન આપવુ પડ્યુ એનો બદલો... મારી સીધી સાદી ઝીંદગી ને નર્ક બનાઈ નાખી એનો બદલો...નેહા ની આંખો માં બદલા અંગારા ઉઠી રહ્યા હતા.. નેહા ની આંખો માં ક્રોધ છલકતો હતો...

મલય નેહા ને ભેટી પડ્યો... પણ તે ક્યારેય મારી કોન્ટેક્ટ કેમ ના કર્યો નેહા?

કેમ કે એ વકીલ ની નજર મારા પર જ ટકેલી હતી. એને મારા વિશ્વાસ ની જાળ માં ફસાવવા માટે આટલા વર્ષ હુ તારા થી દૂર રહી...

તુ ક્યાં રહેતી હતી? સોનિયા પૂછે છે.

નેહા ક્યાં હતી? કેવી રીતે લેશે એનો બદલો?

મલય ને જણાવશે?

મલય અને નેહા લગ્ન કરી શકશે?

જાણવા માટે વાંચતા રહો અને મને ફોલો કરો.

આપ નો અભિપ્રાય???

-DC