No Girls Allowed - 12 books and stories free download online pdf in Gujarati

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 12



કાર સીધી આકાશના જ ઘર પાસે રુકી.

" આ તો આકાશ તારું જ ઘર છે?" અનન્યા એ સવાલ કર્યો.

" હા તો તારું સરપ્રાઈઝ આકાશના ઘરે જ છે.." કિંજલે જવાબ આપતા કહ્યું.

કાર પાર્ક કરીને બધા નીચે ઉતર્યા. કિંજલે અનન્યાનો હાથ પકડી રાખ્યો અને આકાશની પાછળ પાછળ ચાલવા લાગી.

આકાશ બંધ રૂમની પાસે પહોંચી ગયો અને બોલ્યો.
" તો રેડી અનન્યા?"

" હા હું રેડી જ છું તું જલ્દી દરવાજો ખોલ ને!" અનન્યાથી હવે વધારે રાહ જોઈ શકે એમ નહોતી.

આકાશે દરવાજા ખોલતાની સાથે જ અનન્યા રૂમની અંદર પ્રવેશી. સામે જોયું તો 300 સ્પોર્ટ્સ ડ્રીંક એન્ડ સોફ્ટ ડ્રીંકની બોટલ પડી હતી. એમની ઉપરની દીવાલ પર મેજિક કંપનીનું મોટુ પોસ્ટર લગાવેલું હતું.

આ જોઈને અનન્યા બોલી. " આકાશ આ બધું શું છે?"

" પહેલા તું સોફા ઉપર આરામથી બેસ અને આ લે આ ડ્રીંક પી અને મને કહે કે આ ડ્રીંકનો સ્વાદ તને કેવો લાગ્યો?" આકાશે એક ડ્રીંકની બોટલ અનન્યાને આપી અને બીજી બોટલ કિંજલના હાથમાં ધરી.

ડ્રીંકના બે ઘૂંટ પીતા અનન્યા એ કહ્યું. " અમમમ...મસ્ત છે યાર!! આવું ડ્રીંક તો મેં આ પહેલા ક્યારેય નહિ પીધું..." અનન્યાનો જાણે બધો થાક અને ટેન્શન પલ ભરમાં છુમંતર થઈ ગયો.

" તો કેવો લાગ્યો મારો નવો બિઝનેસ?" આકાશ બોલ્યો.

" મિન્સ તું આ ડ્રીંકસનો બિઝનેસ કરવાનો છે?" અનન્યા ચોંકી ઉઠી.

" હા..કેમ આઈડિયા સારો નથી!"

" અરે ના યાર..મસ્ત આઈડિયા છે!..." અનન્યા આકાશના આ બિઝનેસથી ખૂબ ખુશ હતી. આ ખુશીનો લાભ ઉઠાવતા આકાશ બોલ્યો." અનન્યા મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે?"

આકાશનો ગંભીર ચહેરો જોઈને અનન્યા પણ ગંભીર થઈને બોલી. " શું વાત છે આકાશ? કોઈ પ્રોબ્લેમ છે?"

" અરે ના એવું કંઈ ચિંતા કરવા જેવું નથી.. બસ નાની અમથી એક પ્રોબ્લેમ છે જે તું જ સોલ્વ કરી શકે એમ છે.."

" હા બોલ મારાથી જે હેલ્પ થશે એ હું કરીશ..." અનન્યા પોતાનો રસ દાખવતા બોલી.

" અનન્યા આમ તો મારી પાસે માણસોની કોઈ કમી નથી પણ હું ચાહું છું કે તું મારી સાથે આ બિઝનેસમાં પાર્ટનરશિપ કરે..."

" હું અને બિઝનેસ પાર્ટનર? આકાશ તું પાગલ થઇ ગયો છે? મને બિઝનેસ વિશે કોઈ જાણકારી પણ નથી હું કઈ રીતે તારી સાથે બિઝનેસ કરી શકીશ?"

" તે બીબીએ કરેલું છે..."

" હા મેં બીબીએ કરેલું છે પણ થિયરી અને પ્રેક્ટીકલમાં જમીન આસમાનનો ડીફરન્ટ હોય છે...અને એમ પણ મારી પાસે એટલી રકમ નથી કે આટલા મોટા બીઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકું.."

" અનન્યા મને તારા પૈસાની નહિ પણ તારા સાથની જરૂર છે, ઇન્વેસ્ટમેન્ટ માટે મારી પાસે ઓલરેડી સેવિંગ તૈયાર છે બસ મને જોઈએ છે તો એક એવું વ્યક્તિ કે જે સારી રીતે આ બિઝનેસનું મેનેજમેન્ટ કરી શકે, ટીમને માર્ગદર્શન આપી શકે અને મને પૂરો વિશ્વાસ છે કે તું આ બિઝનેસ માટે પરફેક્ટ છે.."

અનન્યા નું મન હા ના ના વિચારોમાં દોડી રહ્યું હતું. એક બાજુ મનમાં બિઝનેસને ચલાવવાનો ભરપુર ઉત્સાહ હતો ત્યાં બિઝનેસ એના લીધે નિષ્ફળ થઈ જશે એનો ડર પણ સતાવી રહ્યો હતો. આ મૂંઝવણ વચ્ચે આકાશ બોલ્યો.

" અનન્યા તું ઘરે જઈને આરામથી વિચાર કર.. મારે કોઇ જલ્દી નથી. એવું લાગે તો તું તારા ફેમિલી સાથે એક વખત ડિસ્કસ કરી લે....તને જે ઠીક લાગે એ મને ફોન ઉપર જવાબ આપી દેજે ઠીક છે?"

" હમમ.." અનન્યા એ ચિંતામાં જ હામાં માથુ ધુણાવી નાખ્યું.

અનન્યા ઘરે પહોંચી તો જાણવા મળ્યું કે રમણીક ભાઈ કોઈ કામથી બહાર ગયા છે. એકલા મમ્મી સાથે વાત કરવી અનન્યાને યોગ્ય ન લાગ્યું એટલે તેણે પોતાના કદમ રૂમ તરફ વાળ્યા.

રૂમની અંદર આટા ફેરા કરતી અનન્યા બિઝનેસ વિશે જ વિચાર કરી રહી હતી. અરીસામાં જોતી અનન્યા બોલી. " શું હું કોઈ બિઝનેસ માટે જ બની છું?" ખુદને એક લીડર તરીકે કલ્પના કરીને જવાબ શોધવા લાગી. બિઝનેસ ચલાવતા એમની સાથે શું શું બનશે એની એક પછી એક ઘટનાઓ વિચારવા લાગી. કલ્પનાઓમાં તો બિઝનેસ કરવો ખૂબ સહેલો જ લાગતો હોય છે પરંતુ હકીકતમાં બિઝનેસ કરવામાં તો એક આખી ઉંમર વીતી જતી હોય છે. અનન્યા પાસે કાબિલિયત ઘણી હતી એમાં કોઈ શંકા નહોતી પરંતુ આટલું મોટું ડીસીઝન એકલા હાથે તો ન લઈ શકાય! એટલા માટે અનન્યા એ નક્કી કર્યું કે ' મમ્મી પપ્પા જો હા પાડશે તો જ હું આ પાર્ટનર શીપમાં બિઝનેસ કરીશ...હા આ જ મારા માટે ઠીક છે..."

અનન્યા એ પોતાનો નિર્ણય ફેમિલી ઉપર છોડી દીધો. રમણીક ભાઈનો અવાજ સાંભળતા જ અનન્યા રૂમમાંથી નીચે દોડી આવી.

" અનુ તું આવી ગઈ...જો તારા માટે શું લાવ્યો છું..તારી મનપસંદ સ્ટ્રોબેરી..." રમણીક ભાઈ થેલીમાંથી સ્ટ્રોબેરીના બોક્સ કાઢતા બોલ્યા.

અનન્યા વધુ તેજ ગતિએ નીચે ઉતરી અને સ્ટ્રોબેરી ખાતા ખાતા બોલી. " વાવ...સ્ટ્રોબેરી તો મસ્ત છે..."

" અરે કડવી તું શું ત્યાં ઊભી છે આવ આવ સ્ટ્રોબેરી તો ખા..પછી કહેતી નહિ કે મારા ભાગમાં સ્ટ્રોબેરી જ નહિ આવી.."

કડવી બેન પણ સાથે સ્ટ્રોબેરી ખાવા લાગ્યા. બંનેને ખુશ ખુશાલ થતાં જોઈને અનન્યા એ પોતાની વાત રજૂ કરી.

" પપ્પા મમ્મી મારે તમારી સાથે એક જરૂરી વાત શેર કરવી છે..."

" હા બોલ.. શું વાત છે?"

" પપ્પા..મારો એક કોલેજનો ફ્રેન્ડ છે..." એટલું સાંભળતા જ કડવી બેન વચ્ચમાં કુદી પડ્યા " હાય રામ! તે છોકરો પણ પસંદ કરી લીધો! આ કંઈ ઉંમર છે લગ્ન કરવાની બેટા! નથી અમે છોકરાને જોયો કે નથી અમને એમના પરિવાર વિશે કોઈ ખબર...તું એકલી જ નિણર્ય કઈ રીતે લઈ શકે?"

" પણ મમ્મી તમે મારી પૂરી વાત તો સાંભળો.." અનન્યા ચિડાઈને બોલી.

" એ કડવી! તું તારું બે ઘડી મોં બંધ રાખ ને! જરા સાંભળ તો ખરા દીકરી શું કહેવા માંગે છે..બોલ બોલ.. દિકરી તું શું કહેતી હતી?" રમણીકભાઈ એ વાતને સંભાળી લીધી.

" તો હું એમ કહેતી હતી કે મારા કોલેજનો એક મિત્ર મને પોતાના બિઝનેસમાં પાર્ટનર બનાવવા માંગે છે.... ઇન્વેસ્ટમેન્ટ બઘું એ જ કરશે બસ કંપનીનું મેનેજમેન્ટ હું કરીશ મતલબ અમે બંને એકસાથે કંપનીને ચલાવીશું..."

" શેનો બિઝનેસ છે?"

" બીઝનેસ હજી શરૂ નથી કર્યો પણ અમે સોફ્ટ એન્ડ સ્પોર્ટ્સ ડ્રીંકસનો બિઝનેસ કરવાના છીએ... ડ્રીંકસ પણ ઓલરેડી તૈયાર જ છે..."

" હમમ..બિઝનેસ કરવા માટે લીડરમાં જે કાબેલિયત જોઈએ એ તારામાં નાનપણથી જ છે અને સાચું કહુ તો મારું પણ એક સપનું હતું કે તું કોઈ કંપનીની નોકર નહિ પરંતુ બિઝનેસ વુમન બને..."

" તો પપ્પા શું હું એ બિઝનેસ કરી શકું?"

" અનુ મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે કે તું જે વ્યક્તિ સાથે બિઝનેસ કરવા જઈ રહી છે એ છોકરો યોગ્ય જ હશે પરંતુ આટલો મોટો નિર્ણય લેતા પહેલાં મારે પણ થોડોક વિચાર કરવો પડે ને!...તો તું કાલ સુધી રાહ જો હું અને તારા મમ્મી વિચારીને તને કાલ જવાબ આપી દઇશું ઠીક છે? "

" ઓકે પપ્પા..." અનન્યા ત્યાંથી જતી રહી.

શું રમણીકભાઈ અનન્યાને બિઝનેસ કરવા માટે મંજૂરી આપશે? અને શું કારણ છે કે આકાશ અનન્યાને જ બિઝનેસ પાર્ટનર બનાવવા માંગે છે?

જાણવા માટે વાંચતા રહો. નો ગર્લ્સ અલાઉડ.

ક્રમશઃ