No Girls Allowed - 15 books and stories free download online pdf in Gujarati

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 15



અનન્યા એ કોઈ પણ જાતનો સમય બગાડ્યા વિના જ બિઝનેસને ચલાવવા માટે કડી મહેનત કરવા લાગી ગઈ. પપ્પા તરફથી લીલી ઝંડી મળી હોવાથી તેમનો ઉત્સાહ બે ગણો વધી ગયો હતો. આકાશ અને અનન્યા પાસે વીસેક માણસોની ટીમ તૈયાર હતી. શરૂઆતના તબક્કામાં ઘંઘો નાના પાયે થતો હોવાથી તેમણે વધુ માણસો કામમાં ન ગોઠવ્યા. ડ્રીંકસ બનાવાનું કામ મશીનરીથી થતું હોવાથી કોઈ ખાસ બળ વાળું કામ આકાશને કે અનન્યાને ન કરવું પડ્યું. પરંતુ બિઝનેસમાં બળની જગ્યાએ કળની વધુ આવશ્યકતા હોય છે. અને એમાં આકાશ અને અનન્યા એ તો માસ્ટરી કરી રાખી હતી. સૌ પ્રથમ આકાશ અને અનન્યા એ આસપાસના વિસ્તારમાં આવેલા શોપ અને દુકાનોમાં ડ્રીંકસની વહેંચણી કરવાની શરૂઆત કરી. મેજિક ડ્રીંકસ શરીર માટે હાનિકારક નથી એ બાબતનું સરકાર તરફથી સર્ટિફિકેટ પણ લઈ લેવામાં આવ્યું હતું. જેથી દુકાનો અને મોલના માલિકો એ કોઈ પ્રકારની આનાકાની કર્યા વિના મેજિક ડ્રીંકસને પોતાના મોલમાં સામેલ કરી દીધા. થોડાક જ દિવસોમાં અનન્યા અને આકાશે તનતોડ મહેનત કરીને આસપાસના બધા દુકાનદારો અને સોડા શોપ ઉપર પોતાની ડ્રીંકસ પહોંચાડી દેવામાં આવી હતી. પ્રાથમિક રીતે સંપૂર્ણ કામ તો થઈ ગયું હતું પરંતુ અગ્નિપરીક્ષા હવે શરૂ થવાની હતી. કસ્ટમર તરફથી જો સંતુષ્ટનો ભાવ ન મળે તો આકાશ અને અનન્યા કરેલી બધી મહેનત અને રોકેલો અઢળક પૈસાની કોઈ કિંમત ન રહે. થોડાક દિવસોની રાહ જોયા બાદ અનન્યા અને આકાશે દરેક મોલ અને દુકાનો, સોડા શોપ પર જઈને ડ્રીંકસની વહેંચણી બાબતે રિપોર્ટ માંગ્યો. આ રીતે દરેક જગ્યાએથી વહેંચણીનો રિપોર્ટ પર નજર ફેરવતા આકાશ બોલ્યો." અનન્યા, જેટલી સફળતા ધારી હતી એટલી તો મળી પણ નથી અને ઊલ્ટામાં નિષ્ફળતા જ હાથ લાગી છે.."

" કેમ શું થયું? ડ્રીંકસ લોકોને પસંદ નથી આવી?"

" જ્યાં સુધી ડ્રીંકસ કોઈ લેશે જ નહિ ત્યાં સુધી એમને ડ્રીંકસના સ્વાદની ખબર કઈ રીતે પડશે? અનન્યા, હાલમાં માર્કેટમાં કેટલાય પ્રકારની સોડા વહેંચાય છે અને એમાં પણ નામચીન દસેક કંપનીની સોડાની તો તું વાત જ ના પૂછ!"

અનન્યા અને આકાશને સારી રીતે ખ્યાલ આવી ગયો હતો કે જો આ રીતે જ હાથ પર હાથ રાખીને બેસી રહીશું તો ધંધો થોડાક જ મહિનાઓમાં બંધ કરી દેવો પડશે. કારણ કે જ્યાં ખર્ચો વધી રહ્યો હતો ત્યાં ઈનકમ માત્ર શૂન્યની કિંમતે જ થતી હતી. કામ કરતા મજદુરોને સમયસર પગાર આવી દેવો પડતો હતો. જેથી ખર્ચો વધતાં આકાશની સેવીંગ કરેલી રકમ પણ ઘટવા લાગી હતી.

" આકાશ તું ચિંતા ન કર..જરૂર આપણે કંઇક નવો રસ્તો નિકાળીશું...અને પછી તું જોજે ધંધો આપણો ટ્રેનની ઝડપે ચાલવા લાગશે..." અનન્યા એ માહોલને થોડોક હળવો કરવાનો પ્રયત્ન કર્યો.

" આજે નહિ તો કાલે કંઇક કરવું તો પડશે જ!, આમ કિસ્મતના ભરોસે બેસી રહેવાથી કંઇ નહિ થાય..ચલ તારે ઘરે જવાનું મોડુ થતુ હશે હું તને ઘરે ડ્રોપ કરી દવ છું..."

આકાશ પોતાની કારમાં અનન્યાને બેસાડીને ઘરે ડ્રોપ કરવા જતો રહ્યો. રસ્તામાં ન અનન્યા એ ધંધા વિશે વાત કરી ન આકાશે સામેથી કોઈ વાતની શરૂઆત કરી.

ઘર આવતા અનન્યા કારમાંથી નીચે ઉતરી અને બોલી.," ચલ બાય...કાલે સવારે મળ્યા.."

" અનન્યા..." આકાશે સાદ આપતા કહ્યું.

" બોલ.."

" તારે ત્યાં આવવાની જરૂર નથી...એમ પણ કઈ ખાસ કામ તો છે નહિ તો તું ઘરે થોડાક દિવસ આરામ કરી લે..જો એવું કોઈ અર્જન્ટ કામ હશે તો હું તને કોલ કરીને બોલાવી લઈશ.."

અનન્યા આકાશના ચહેરાના હાવભાવ જોઈને સમજી ગઈ હતી કે આકાશ એમને વધુ પરેશાન જોવા નહતો ઈચ્છતો.
" અત્યારે વાત ઉખેળીશ તો આકાશનું મૂડ વધુ ઓફ થઈ જશે, થોડાક દિવસો જવા દઈને વાત કહીશ તો આકાશ મારી વાતને બરોબર સમજશે..." મનમાં અનન્યા એ વિચાર કર્યો.

" ઓકે એઝ યુ વિશ..." અનન્યા એટલું કહીને પોતાને ઘરે જતી રહી. અને આકાશે પોતાની ગાડી ઘર તરફ વાળી.

એક તરફ અનન્યાને શરૂઆતના તબક્કામાં જ ધંધામાં નિષ્ફળતા હાથે લાગી રહી હતી ત્યાં આદિત્યને વર્ષો પછીના અનુભવ પછી ફરી એકવાર નિષ્ફળતાનો સ્વાદ ચાખવા મળી રહ્યો હતો. રાતે બનેલી એ કરુણ ઘટના બાદ આદિત્ય ફરી ઉભો થયો અને એક નવા નિશ્ચય સાથે પોતાની ઓફીસે દાખલ થયો. તેમણે તુરંત બધા સ્ટાફ સાથે જરૂરી મિટિંગ ગોઠવી અને એમાં પ્રેક્ટીકલી ક્લાઈન્ટને શું પ્રોબ્લેમ આવી રહી છે એના વિશે લાંબી ડિસ્કસ ચાલી. બે કલાકની મીટીંગમાં આદિત્યને જાણવા મળ્યું કે એમના કેટલાક સ્ટાફના લોકો મન લગાવીને કામ નથી કરી રહ્યાં તો ક્યાંક એડની શૂટિંગ દરમિયાન જે સ્થળ પસંદ કરવામાં આવી રહ્યું છે એ એડ સાથે બંધબેસતું જોવા નથી મળી રહ્યું. સમય સાથે એડ કરવાની સ્ટાઇલ પણ ચેન્જ કરવી આવશ્યક બની જતી હોય છે. જ્યારે આદિત્ય એડની જૂની સ્ટાઇલ સાથે જ શૂટિંગ કરતો અને એડ તૈયાર કરીને ક્લાઈન્ટને આપતો.

આદિત્ય એ પોતાનું કુરાફાતી દિમાગ કામે લગાડ્યું અને કંઇક નવીન ટ્રાય કરવા વિશે વિચાર કરવા લાગ્યો. તેણે માર્કેટમાં ચાલતા ફેમસ એડ વિશે જાણકારી મેળવવાની શરૂઆત કરી. પરફ્યુમ, અગરબત્તી, ફેશ વોશ જેવી અનેક પ્રકારની એડને એ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. આદિત્ય હંમેશા આસપાસના જ વિસ્તારોને પસંદ કરીને એડનું શૂટિંગ કરી લેતો. જો એડ ઘરની અંદર તૈયાર કરવાની હોય તો એમાં પણ કોઈ ખાસ નવીનતા જોવા મળતી ન હતી. આ બધી નાનીમોટી બાબતો વિશે આદિત્યે જાણકારી મેળવી અને એક મહત્વના નિર્ણય ઉપર આદિત્ય પહોંચ્યો.

આદિત્ય પાસે હાલમાં જેટલા પણ ક્લાયન્ટ હતા. એમને ઈમેઈલ અને ફોન દ્વારા જણાવી દેવામાં આવ્યું કે એમની એડ તૈયાર થવામાં સમય કરતાં થોડાક દિવસ વધુ સમય લાગી શકે એમ છે. આવા મેઈલ જોઈને કેટલાક ક્લાયન્ટ નાખુશ થઈ ગયા અને ઘણા એ ડીલ કેન્સલ પણ કરી નાખી. પરંતુ આદિત્યને આ બાબતે કોઈ ફર્ક ન પડ્યો કારણ કે એ હવે પોતાની એડને એક કદમ વધુ આગળ લઈ જેવા ઈચ્છતો હતો. તેમણે પોતાની કંપનીમાં કુશળ, તજજ્ઞ અને અનુભવી લોકોને જોડ્યા. જેથી એડની ગુણવત્તામાં વધુ સુધારો આવી શકાય. આદિત્ય થોડાક દિવસો માટે કંપનીના કામમાંથી દૂર રહીને શહેર અને રાજ્યના બહારના સ્થળોએ ફરવા માટે નીકળી ગયો. જેથી તે ત્યાંના નવા સ્થળોને જોઈ શકે અને એ પ્રકારે એમના મનમાં ક્રિએટિવ આઇડિયા આવી શકે. આદિત્ય પોતાની સાથે કાવ્યાને પણ લઈ ગયો જેથી એમના વચ્ચે થોડાક કડવાહટ ભર્યા સબંધોમાં પણ મીઠાસ આવી શકે. કચ્છથી લઈને કશ્મીર સુધી આદિત્ય અને કાવ્યા એક પછી એક સ્થળે ફરવા લાગ્યા. દરેક સ્થળોના અમુક પિકચરો પાડીને પોતાની પાસે સંગ્રહિત કરતા ગયા. કાવ્યાને આ સફરમાં ખૂબ મઝા આવી. જાણે વર્ષોથી બંધ પડેલા પિંજરામાં થી પંછીને આઝાદ કરવામાં આવે ત્યારે તે જે રીતે પોતાની પાંખોને ફફડાવે એવી જ રીતે કાવ્યા ઉછલતી કૂદતી આદિત્ય સાથેની સફરમાં એન્જોય કરતી હતી.

પોતાના કંપનીના કામ માટે નીકળેલા સફરમાં આદિત્યનો ભેટો એક એવા વ્યક્તિ સાથે થયો કે જે જોઈને આદિત્યની આંખો ફાટીને બહાર જ આવી ગઈ. એમની આંખોમાં છૂપાયેલા આંસુ દુઃખના હતા કે ક્રોધના એ કહેવું ખૂબ મુશ્કેલ લાગી રહ્યું હતું. એમના બંને હાથની મુઠ્ઠી વાળેલી જોઈને કાવ્યાની પણ શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ.

કોણ હશે એ વ્યક્તિ કે જેમને જોઈને આદિત્યના ચહેરાના હાવભાવ જ બદલી ગયા? કાવ્યા શું આદિત્યને સંભાળી શકશે? કે ત્યાં આદિત્ય કંઇક નવો જ હંગામો શરૂ કરશે?

ક્રમશઃ