Balidan Prem nu - 35 - Last Part books and stories free download online pdf in Gujarati

બલિદાન પ્રેમ નુ.. - 35 (અંતિમ ભાગ )

રાજ એ વકીલ ને કોલર પકડી ને ઉભો કર્યો અને એને મારવાનું ચાલુ કર્યું, મલય એ નેહા ના હાથ માં થી ગન લીધી અને વકીલ સામે તાકી દીધી, તરત જ નેહા એ એને રોક્યો, નહિ મલય નહિ.. આને મારવાનો હક તને અને મને નથી.. આને મારવાનો હક કોઈ બીજા નો છે.. જેના ઉપર સૌ થી વધારે ઝુલમ થયા છે. કહી ને નેહા એ ઉપર તરફ જોયુ.

એક વ્યક્તિ સીડી ઉતરી ને નીચે આવી... જેને જોઈ ને મલય, રાજ અને સોનિયા ત્રણેય ની સાથે સાથે વકીલ ની પણ આંખો આશ્ચર્ય થી પહોળી થઇ ગઈ.

વકીલ ના ચેહરા ઉપર એક ડર આવી ગયો એ પરસેવે રેબઝેબ થઇ ગયો. જયારે રાજ અને સોનિયા તો આભા જ બની ને જોતા જ રહી ગયા. મલય તો જાણે સપનુ જોતો હોય એમ એની આંખો માં આંસુ આવી ગયા. એના મોઢા માં થી બોલાઈ ગયુ રડતા રડતા, મોમ?

હા મલય, તારી મોમ જીવે છે. આ કોઈ સ્વ્પ્ન નથી. હકીકત છે. અનિકા મેડમ જીવતા હતા અને એમની પણ આંખો માં મલય ને જોઈ ને આંસુ આવી ગયા.

મલય એની મોમ તરફ આગળ વધવા ગયો, પણ અનિકા મેડમ એ એને હાથ નો પંજો બતાવી ને ત્યાં જ ઉભો રહેવા કહ્યુ. મલય ત્યાં જ ઉભો રહી ગયો. અનિકા મેડમ રડમસ અવાજે બોલ્યા.. તને ગળે લાગવા માટે તો હુ પણ તરસી ગઈ છુ મારા દીકરા પણ તરત જ એમના ચેહરા ઉપર આક્રોશ આવી ગયો અને વકીલ સામે જોઈ ને બોલ્યા, પહેલા આ હિસાબ ચૂકતે કરી દઉ. જેના લીધે મારે મારા દીકરા થી દૂર થવુ પડ્યુ.

અનિકા મેડમ વકીલ તરફ આગળ વધ્યા, અને એમને એને કોલર થી પકડી ને ઉભો કર્યો, વકીલ પહેલે થી જ આ લોકો નો માર ખાઈ ખાઈ ને અડધો થઇ ચુક્યો હતો.

અનિકા અનિકા... તુ.. તુ.. અહીં કઈ રીતે? મને માફ કરી દે.. વકીલ રીતસર ના હાથ જોડતો બોલ્યો,કારણ કે હવે સમજી ચુક્યો હતો કે આ લોકો હવે એને છોડવાના નથી.

છોડી દઉ તને? ભાગવત ગીતા માં કહ્યું છે, હિંસા પાપ છે પણ જીવ બચાવવા માટે કરેલી હિંસા ધર્મ છે. અનિકા મેમ એટલા રુઆબ થી બોલ્યા કે ત્યાં રહેલ દરેક વ્યક્તિ ના રુંવાટા ઉભા થઇ ગયા. અનિકા મેમ એ વકીલ ને માર્યો, એમના માં જેટલી તાકાત હતી એટલા જોર સાથે એને મારવાનું ચાલુ રાખ્યુ. તારા લીધે હુ મારા પતિ થી દૂર થઇ, તે મારા પતિ ને છીનવી ને મને વિધવા બનાવી, એના થી પણ તારું મન ના ભરાયું આ ફૂલ જેવી છોકરી નેહા ને હેરાન કરી, એને રસ્તે રઝળતી કરી નાખી તે.. તારા લીધે મારો છોકરો અનાથ ની જેમ ઝીંદગી જીવ્યો, તારા લીધે મારા છોકરા ને મારો પ્રેમ ના આપી શકી હુ. બલિદાન આપવું પડ્યુ મારે મારા જીવ નુ.... દુનિયા ની નજરે હુ મરેલી સાબિત થઇ. તારા લીધે... અનિકા મેમ ને હજી ગુસ્સો હતો.. એમને ત્યાં સાઈડ માં રાખેલી લાકડી ઉપાડી અને ત્યાં સુધી વકીલ ને માર્યો જ્યાં સુધી એ લાકડી તૂટી ના ગઈ. વકીલ પણ બેભાન થઇ ચુક્યો હતો.

આખરે એ થાકી ને બેસી ગયા.. મલય એમની પાસે આવ્યો, અને એની મોમ ને પાછળ થી ગળે લાગી ગયો. અનિકા મેમ પણ એના હાથ કસી ને પકડી લીધા અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

મને માફ કરી દે મલય.. હુ તારી પણ ગુનેગાર છુ. એ નાલાયક ના હાથ મારા વિડિઓ.. કહેતા કહેતા ફરી થી અનિકા મેમ રડી પડ્યા. આ બધું જોઈ ને સોનિયા રાજ અને નેહા ની આંખો માં પણ પાણી આવી ગયા.

પણ મોમ તમે ક્યાં હતા? તમે તો હોસ્પિટલ માં આગ લાગવા થી.. મલય કહેતા કહેતા ચૂપ થઇ ગયો.

આ બધો અમારો પ્લાન હતો. મેં જયારે અનિકા મેમ ને મળવા હોટેલ માં બોલાવ્યા હતા ત્યારે એમના હાથ માં એક ચિઠ્ઠી આપી હતી. એમાં મેં જ પ્લાન કર્યો હતો કે અત્યારે તમે મને થપ્પડ મારી ને નીકળી જાઓ અને ૨ મહિના પછી આ રીતે ગાયબ થઇ જાઓ. જેથી અનુરાગ તમને મરેલી સમજશે અને હુ એને વિશ્વાસ માં લઇ ને બધુ ડીલીટ કરી નાખીશ.

પણ તમે ગાયબ કઈ રીતે થયા? આઈ મીન તો અમારી નજરે જોયા હતા તમને સળગતા... અને તમારી બોડી પણ મળી હતી. રાજ બોલ્યો.

હા સાચી વાત છે. નેહા ને મળ્યા પછી હુ ઘરે આવી.. મેં સૌ થી પહેલુ કામ વસિયત બદલવાનુ કર્યું. વસિયત માં લખેલું હતુ જ્યાં સુધી મલય ૨૮ વર્ષ નો ના થાય ત્યાં સુધી મિલકત એના નામ ઉપર નહિ થાય અને જો એના પહેલા એને કઈ પણ થયુ તો એ બધી મિલકર ટ્રસ્ટ માં જતી રહેશે.
અનિકા મેમ થોડી વાર શ્વાસ લેવા રોકાયા.. પછી એમને બોલવાનુ ચાલુ કર્યુ.. હુ જાણતી હતી કે આ વસિયત વાંચ્યા પછી વકીલ તને ૨૮ વર્ષ સુધી તો હાથ પણ નહિ લગાવે... અને તારુ ધ્યાન પણ રાખશે. અને ત્યાં સુધી માં અમે પણ અમારા પ્લાન ને અંજામ આપી દઇશુ.

હોસ્પિટલ ના ડૉક્ટર મારી ઓળખાણ નો હતો. એને જયારે ભણવાનુ હતુ ત્યારે એના પિતા તારા પપ્પા ના મિત્ર હતા. બંને એક જ ગામ ના હતા. એટલે એમને પોતાના dikra ને ડૉક્ટર બનાવવા માટે તારા પિતા પાસે રૂપિયા માંગ્યા હતા અને એ ડૉક્ટર બન્યો હતો. બસ મેં મારી ઓળખાણ નો લાભ ઉઠાવ્યો. હુ એ ડૉક્ટર પાસે ગઈ અને મેં માંડી ને બધી વાત કરી. એને ૨ મહિના માં જ એક રૂમ તૈયાર કરાવી લીધો જેમાં થી એક ગુફા જેવો ગુપ્ત રસ્તો બનાવડાવ્યો. જેમાં થી સીધો દરવાજો બહાર નીકળતો હતો. જેમાં મેં મારી ગાડી અને બેગ તૈયાર રાખ્યા હતા.

બધી તૈયારી થઇ ગયા પછી મેં એક દિવસ અચાનક બીમાર હોવાનું નાટક કર્યું. મને હોસ્પિટલ માં લઇ ગયા તમે લોકો. અને અમારા પ્લાન મુજબ ડૉક્ટર એ જણાવ્યું કે મારે બે દિવસ માટે એડમિટ થવુ પડશે. હુ એડમિટ થઇ અને મારા પ્લાન પ્રમાણે ત્યાં અનુરાગ આવ્યો, એને જાણ થઇ ચુકી હતી કે મેં વસિયત બદલાવી છે. મેં જોયું કે એ ગુસ્સા માં આવી રહ્યો છે એટલે મેં તરત જ પ્લાન પ્રમાણે રૂમ નો દરવાજો અંદર થી લોક કર્યો અને પોતાની જાત ને આગ લગાવી દીધી. મેં પહેલે થી જ ફાયરપ્રુફ જેકેટ અંદર પહેરેલુ હતુ અને દવા લગાવી દીધી હતી મને બસ ગરમી અને થોડી
ઘભરામણ થઇ રહી હતી પણ જેવી બહાર ની બાજુ આગ વધી એમ તરત જ હુ ગુપ્ત રસ્તે નીકળી ગઈ. અને ત્યાં પહેલે થી જ પાણી તૈયાર હતુ. જેના લીધે હુ એકદમ ફ્રેશ થઇ ગઈ. મારી જગ્યા ઉપર અમે પહેલે થી જ એક બોડી કે જે મારા જેટલી જ હાઈટ બોડી ની હોય એવી સ્ટ્રીટ ની મુકેલી હતી. અને મારા કહેવા પ્રમાણે ડૉક્ટર મારી ઓળખાણ નો હતો એટલે એને પણ પોસમોટમ માં પ્રોબ્લેમ ના આવા દીધો. મેં મારો પાસપોર્ટ થી લઇ ને દરેક વસ્તુ તૈયાર રાખી હતી અને મીડિયા માં સમાચાર આવતા પહેલા તો હુ ઇન્ડિયા છોડી ચુકી હતી.

નેહા એ મને જયારે ચિઠ્ઠી આપી હતી એમાં એને એક નંબર આપેલો હતો. લન્ડન જઈ ને મેં એનો કોન્ટેક્ટ કર્યો હતો. પહેલા તો કોઈ રોની જ આવતો એટલે હુ રોન્ગ નંબર કહી ને મૂકી દેતી. એક દિવસ અચાનક જ સામે થી ફોન આવ્યો એ નેહા જ હતી. નેહા સમજી ચુકી હતી કે અનિકા મેમ નીકળી ગયા છે બહાર. બસ પછી ક્યારેક ક્યારે એ મને કોલ કરી લેતી.

તરસી ગઈ હતી હું તને જોવા માટે.. મારા દીકરા ને .. સૌ થી મોટી ભૂલ કરી હતી મેં નેહા ને મારી વહુ તરીકે ના અપનાવી ને.. અનિકા મેમ હાથ જોડી ને નેહા સામે રડી રહ્યા હતા.

નેહા ની આંખો પણ ભીની થઇ ગઈ. એને અનિકા મેમ ને ગળે વળગાડી દીધા. મલય પણ રડી પડ્યો. રાજ અને સોનિયા ની આંખો પણ ખુશી થી ભીની થઇ ગઈ કે હવે કોઈ ખતરો નથી.

રાજ અને સોનિયા પણ અનિકા મેમ ને પગે લાગ્યા એમને ગળે મળ્યા અને મલય બાજુ માં જ ઉભો હતો. ત્યાં જ અચાનક બેભાન પડેલો અનુરાગ ઉઠ્યો અને ત્યાંનીચે ગન ઉપાડી અને નેહા ના માથા ઉપર મૂકી દીધી.

છોડ એને.. નહિ તો તારી એ હાલત કરીશ કે ખુદ ને પણ નહિ ઓળખી શકે. મલય બગડ્યો.

નેહા ને છોડ નહિ તો.. અનિકા બોલવા જતી હતી ત્યાં જ વકીલ બોલ્યો, નહિ તો શુ? હે? સાંભળ્યું મેં કેવી રીતે તુ હોસ્પિટલ માં થી ભાગી હતી. હવે અહીં થી ક્યાં જઈશ?
હે? નેહા મારી નહિ તો તારી પણ નહિ.. વકીલ મલય સે જોઈ ને બોલ્યો.

ચાલો ફટાફટ કેમેરા વાળુ લેપટોપ લાવ.. મૂક અહીં.. મલય ના ઈશારા કરવા થી રાજ અંદર ના રૂમ માં થી લેપટોપ લઇ આવ્યો અને વકીલ ની સામે મુક્યુ.

ડીલીટ કર ચાલ ફટાફટ ... જલ્દી કર.. નહિ તો તારી મેના ગઈ.. અનુરાગ એ નેહા ના માથા ઉપર ગન મુકેલી જ હતી.

નહિ મલય.. કઈ પણ ડીલીટ ના કરીશ.. ભલે મારો જીવ જતો.. પણ આને બેનકાબ કરવો જરૂરી છે. નેહા બોલી રહી હતી.પણ મલય એ વકીલ ના સામે જ બધુ ડીલીટ કરી નાખ્યુ.

વકીલ નુ ધ્યાન નેહા અને મલય ઉપર વધારે હતુ એનો ફાયદો ઉઠાવી ને સોનિયા પાછળ થી નીકળી ને કિચન માં જતી રહી. એણે ત્યાં થી હાથ માં લાલ મરચાં નો પાવડર લીધો અને હતી એમ જ આવી ને ઉભી રહી ગઈ. એ ધીમે ધીમે ખસતી ખસતી રાજ પાસે આવી એને રાજ ના હાથ માં પણ થોડો લાલ મરચા પાવડર આપ્યો અને થોડો અનિકા મેમ ના હાથ માં આપ્યો.

સોનિયા એ નેહા સામે ઈશારો કર્યો અને સોનિયા ના ઈશારા ને નેહા બરોબર સમજી ગઈ. એને જેવો ઈશારો કર્યો તરત જ નેહા એક જ ઝાટકે નીચે નમી ગઈ અને એક સાથે રાજ સોનિયા અને અનિકા મેમ એ વકીલ ના મોઢા ઉપર લાલ મરચા પાવડર નાખ્યો. વકીલ ની આંખો માં અને નાક માં લાલ મરચું જવાથી એના હાથ માં રહેલી ગન નીચે પડી ગઈ. એના મોઢા માં થી ચીસ નીકળી ગઈ. નેહા એ તરત જ ગન ઉપાડી લીધી અને વકીલ ને બે પગ વચ્ચે જોર થી લાત મારી...

વકીલ હવે ઘભરાયો હતો. તો પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.. એમ બોલ્યો, મારી નાખ મને પણ પ્રુફ તો બધા ડીલીટ થઇ ગયા છે.

મલય આછુ હસ્યો અને રાજ ના હાથ માં તાળી આપી. આને કહેવાય મિત્રતા.. એક ઈશારા માં બધુ સમજી જાય. મેં જયારે રાજ ને લેપટોપ લેવા મોકલ્યો ત્યારે જ એને બધો ડેટા મેઈલ માં લઇ લીધો હતો. એટલે ડીલીટ હજી પણ કઈ નથી થયુ.

બસ... હવે કોઈ ટાઈમ પાસ નહિ.. તારો સમય પૂરો... કહી ને નેહા એ ગન વકીલ સામે તાકી. વકીલ બઘવાઈ ગયો.. એને ગાંડા ની જેમ બોલવાનુ અને કગરવાનું ચાલુ કર્યું, નેહા.. નેહા .. મારી જાન... ચલ આપણે બંને ભાગી જઈએ.. ચલ સાથે મરીએ.. ચલ.. મારી જાન... નેહા ને કોઈ અસર નહતી.. એના ચહેરા ઉપર એક સુકુન આવતુ હતુ અનુરાગ ને આ હાલત માં જોઈ ને..

નેહા એ એક હાથ થી ગન પકડી હતી અને બીજો હાથ એને અનિકા મેમ સામે લંબાવ્યો, અનિકા મેમ પણ એની નજીક આવ્યા અને બંને એ સાથે જ ગન ચલાવી.. ગન માં ચાર ગોળી હતી.. બધી વકીલ ના શરીર માં ઉતારી દીધી.. નેહા હજી પણ સ્તબ્ધ હાલત માં ઉભી હતી. મલય એ આવી ને એને હલાવી.. નેહા...

નેહા ભાન માં આવી.. એને જોર થી ગન પછાડી ને ફેંકી.. જોર જોર થી બૂમો પાડી ..આહ્હ.. આહ્હ... આહ્હ.. કહી ને એ ઘૂંટણિયે બેસી ગઈ.. એ રડી પડી.. મલય એ એને ગળે વળગાડી દીધી અને ચૂપ કરાવી.. એટલા માં જ ત્યાં એક પોલીસ ઓફિસર આવ્યા.. એ પણ ઇન્ડિયન જ હતા

અનિકા મેમ એ એમના સાથે હાથ મિલાવ્યો. અને પોલીસ ઓફિસર એ બધા ને ત્યાં થી નીકળી જવા કહ્યુ.

એ લોકો અનિકા મેમ જ્યાં રહેતા હતા ત્યાં પહોંચ્યા.થોડી વાર માં બધા ફ્રેશ થઇ ને આવ્યા અને ચા લઇ ને બેઠા. અનિકા મેમ એ જણાવ્યુ કે ઇન્ડિયા છોડી ને આવ્યા પછી મેં અહીં જ સિંઘાનિયા ગ્રુપ ની કંપની સ્ટાર્ટ કરી. આજે એનુ ઘણુ નામ છે મલય. એના લીધે મારે ઘણી વખત મોડી રાત્રે આવા જવાનું ચાલતુ. અને અહીં આવ્યા પછી એક દિવસ એક રાતે રસ્તા માં એક છોકરા ને કેટલાક ગુંડાઓ એ ઘેરી લીધો હતો. મેં એને મારી કાર માં બેસાડી ને હેલ્પ કરી હતી પછી ખબર પડી કે એ તો એક ઓફિસર હતો પણ એ સમય ઉપર એ ઓનડયૂટી નહતો અને એના પાછળ કેટલાક ગુંડાઓ પડ્યા હતા. એનો જીવ બચાવવા ના બદલા માં એને મને વાઇદો કર્યો હતો કે જયારે મારે એની જરુર પડશે એ મદદ કરશે.

મેં એને આખી સ્ટોરી કહી હતી મારી.. એને મને પ્રોમિસ કર્યુ હતુ કે આ ખૂન ના કેસ માં મારુ નામ પણ નહિ આવે. આપણે પહેલે થી જ એ ફાર્મ હાઉસ અનુરાગ ના નામ ઉપર લીધેલુ હતુ. એટલે હવે એ ત્યાં જ મર્યો છે. એ ગન માંથી એને જ રોની ને માર્યો હતો. એટલે એના જ ફિંગર પ્રિન્ટ છે. નેહા એ જયારે ગન પકડી ત્યારે એને પોતાના ખિસ્સા માં રાખેલા રૂમાલ થી પકડી હતી. એટલે એના નિશાન ક્યાંય નથી અને મેં નેહા નો હાથ પકડ્યો હતો એટલે આપણે ક્યાંય ફસાઈસુ નહિ.

બધા એ ટીવી ઓન કર્યું તો ન્યૂઝ માં બતાવી રહ્યા હતા. મિસ્ટર અનુરાગ કે જે વકીલ છે એમને અહીં પોતાની પ્રોપર્ટી રાખેલી હતી જેમાં એમને પહેલા કોઈ વ્યક્તિ ની હત્યા કરી અને પોતાને જ એ હત્યા કર્યા બાદ પસ્તાવો થતા પોતે પણ આત્મહત્યા કરેલ જણાવવા માં આવે છે.

આ પ્રુફ થી ઘણુ બધુ સાબિત થાય પણ એના થી બદનામી પણ એટલી જ થશે અને નેહા ઉપર સવાલ પણ એટલા જ ઉઠશે. એટલે આગળ કઈ પણ કરવુ નથી એમાં.. કહી ને અનિકા મેમ એ બધા પ્રુફ ડીલીટ કરી નાખ્યા.

નેહા,મલય,રાજ,સોનિયા અને અનિકા મેમ ના ચહેરા ઉપર એક સૂકુન દેખાતુ હતુ.

બધા ઇન્ડિયા પરત ફર્યા, રામુકાકા એ ઘર દિવાળી ની જેમ સજાવ્યુ હતુ. એ લોકો જયારે ઘરે પરત ફર્યા ત્યારે નેહા ની મોમ અને ભાઈ ત્યાં જ હાજર હતા. મલય એ બોલાવી લીધા હતા.

બધા એ ભેગા મળી ને ખુશીઓ માનવી.. ઇન્ડિયા માં જાહેર થઇ ગયુ કે અનિકા મેમ ને એક જીવલેણ બીમારી હતી જેનો ઈલાજ કરવા માટે એ આટલા વર્ષ થી લન્ડન માં હતા અને હોસ્પિટલ માં આગ લાગવાના સમય ઉપર એ ત્યાં હાજર જ નહતા.

એક અઠવાડિયા પછી નેહા અને મલય ના ધામધૂમ થી લગ્ન લેવાયા.. નેહા બોલી.. જોયુ મલય, મેં તને કહ્યુ હતુ ને કે ધામધૂમ થી લગ્ન હમણાં નથી કરવા.. એનું કારણ એ જ હતુ કે તારા મોમ, મારા મોમ, મારો ભાઈ કોઈ પણ નહતુ.

સાચી વાત છે. સારું જ થયુ આપણે પહેલા લગ્ન ના કર્યા. મલય બોલ્યો.

હા પણ હવે જલ્દી કરો પંડિતજી.. નહિ તો આ દુલ્હો તો સીધો નેહા ને લઇ ને હનીમૂન ઉપર ઉપડી જશે. રાજ બોલ્યો એટલે બધા હસી પડ્યા.

નેહા અને મલય ના ધામધૂમ થી લગ્ન થયા.. મીડિયા માં પણ ખુબ ફોટોસ આવ્યા.. હવે અનિકા મેમ નેહા ને પોતાની દીકરી ને જેમ જ રાખે છે. નેહા ના મોમ પણ અહીં મલય ના ઘરે જ રહે છે. વિહાન બાકી નુ ભણવાનુ પૂરું કરવા કેનેડા ગયો છે. રાજ અને સોનિયા પણ પોતાના બિઝનેસસ ને સાંભળી રહ્યા છે સાથે સાથે મલય અને નેહા ને પણ ક્યારેક ક્યારેક મળવા આવી જાય છે.

થોડા વર્ષ પછી નેહા એ એક સુંદર દીકરા ને જન્મ આપ્યો જયારે સોનિયા એ એક દીકરી ને... મલય અને રાજ ખુબ જ ખુશ હતા. બંને નાનપણ થી જોડે મોટા થયા અને આહે પિતા પણ જોડે જ બન્યા ...


નેહા, મલય, રાજ અને સોનિયા એક વખત બેઠા હતા.

મલય આપણી સ્ટોરી બધા ને ગમી તો હશે જ ને? નેહા એ પૂછ્યુ.

અરે ગમે જ ને.. કેમ ના ગમે! મલય બોલ્યો.

હાસ્તો!! નહિ તો પાગલ થોડી છે બધા કે ૩૫ ભાગ સુધી આપણા સફર માં આપણી સાથે રહ્યા. રાજ બોલ્યો.

હા એ તો હવે બધા ના અભિપ્રાય થી ખબર પડે કે કેવુ રહ્યું છે. સોનિયા બોલી પછી ચારેય જણા વાચક મિત્રો સામે જોવા લાગ્યા.. કે ક્યારે અભિપ્રાય આપશે?

સમાપ્ત- 😊



કેવો લાગ્યો આપને મલય અને નેહા ના પ્રેમ નો સફર.. એ જણાવજો જરૂર મિત્રો..

ધન્યવાદ 🙏

-DC


Share

NEW REALESED