No Girls Allowed - 21 books and stories free download online pdf in Gujarati

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 21



આદિત્યે મેજિક ડ્રીંકસ કંપનીની એડની તૈયારી કરવાની પણ શરૂ કરી દીધી. તેમણે આ કાર્ય માટે એમના ખાસ વ્યક્તિઓને કામે લગાડી દીધા. જ્યારે એડ થોડાક દિવસમાં તૈયાર થઈ ગઈ ત્યારે તેણે ફરી મિટિંગ ગોઠવી.

" નાઈસ...એડ એકદમ યુનિક અને ડિફરન્ટ બનાવી છે..તને કેવી લાગી એડ?" અનન્યાને પૂછતા આકાશે કહ્યું.

" સારી છે, લોકો આ એડ જોઈને એકવાર તો જરૂર પ્રોડક્ટ ખરીદવા આકર્ષાશે..." અનન્યાને આંખો પર વિશ્વાસ ન આવે એવી એડ એના લેપટોપ સમક્ષ રજૂ થઈ હતી.

" તો ડીલ ફાઇનલ કરીએ?" આદિત્યે પોતાની વાત મૂકતા કહ્યું.

" હા, ડીલ ફાઇનલ..."

આદિત્યે જરૂરી કાગળિયા મંગાવ્યા અને એમાં આકાશે સાઈન કરીને ડીલ ફાઇનલ કરી દીધી.

"તમારી એડ હજી આર્ટિફિશ્યલી તૈયાર થઈ છે, રિયલ એડ તો અમે એક અલગ જગ્યાએ જઈને શુટ કરીશું તો થોડાક દિવસોનો સમય લાગશે..."

" નો પ્રોબ્લેમ....તમે આરામથી પોતાનો સમય લઈ શકો છો.."

" ઓકે, તો નેક્સ્ટ વીક અમે આ એડ મનાલીમાં શૂટ કરીશું....જેમ એડ રેડી થઈ જશે અમે તમને જણાવી દઈશું..."

મનાલીનું નામ સાંભળતા અનન્યાની આંખો ચમકી ઉઠી. એમના આવા ઠંડા પ્રદેશોમાં જવાનો ખુબ શોખ હતો અને એટલા માટે એમણે મનમાં જ નક્કી કર્યું કે એ આદિત્યની સાથે એડ શૂટિંગ માટે મનાલી જશે અને એ બહાને ત્યાં ફરી પણ લેશે.


આદિત્ય પાસેથી મનાલી જવાની તારીખ લઈને અનન્યા અને આકાશ ત્યાંથી રવાના થયા. તેમના જતા જ આદિત્યે મનાલી માં ક્યાં? કયા સ્થળે એડ શુટ કરવાની છે? એમની પરમિશન થી લઈને આવવા જવાનો ટાઇમ અને રસ્તા વિશે પણ માહિતી લઈને તૈયારી શરૂ કરી દીધી.

આદિત્યે પાંચ દિવસ માટે મનાલી જવાનો પ્લાન બનાવી નાખ્યો. બધો સામાન પેક થયા બાદ જ્યારે આકાશ એરપોર્ટ પર પહોંચ્યો ત્યાં તેમની મુલાકાત અનન્યા સાથે થઈ.

" તમે અહીંયા?" અનન્યા પાસે જઈને આદિત્યે કહ્યું.

" હા, કેમ અહીંયા પણ નો ગર્લ્સ અલાઉડના બોર્ડ લગાવેલા છે?" આસપાસ નજર કરતી અનન્યા બોલી.

" મેમ, આઈ એમ સો સોરી બટ, તમે મારી સાથે મનાલી નહિ આવી શકો, આ અમારી કંપનીનો રુલ્સ છે..."

અનન્યા મંદ મંદ હસવા લાગી. " અરે, હું તમારી સાથે નથી આવી રહી! જસ્ટ ચીલ.., હું તો મનાલી સોલો ટ્રીપ કરવા નીકળી છું..."

" આર યુ સિરિયસ?"

" યા, આઈ એમ સિરિયસ..."

ત્યાં જ એરપોર્ટમાંથી જરૂરી ઘોષણા થઈ અને બંને મનાલી અલગ પણ એક સાથે નીકળી પડ્યા. કિસ્મત પણ જાણે આ બંને વ્યક્તિઓને મળાવવા ઈચ્છતી હોય એમ બંનેની સીટ એકબાજુમાં જ આવી.

સુરતથી દિલ્હીની ફલાઇટનો રસ્તો બે કલાક જેટલો લાંબો હતો. આદિત્યે આ પહેલા ઘણી વખત ફ્લાઇટમાં બેસવાનો અનુભવ કરી ચૂક્યો હતો પરંતુ અનન્યાનો આ પ્રથમ અનુભવ હતો. વિમાને જેમ પોતાની ઉડાન ભરી ત્યાં જ અનન્યા એ ડરના મારે પોતાની આંખો બંધ કરી દીધી. વિન્ડો સીટ પર બેસેલી અનન્યાની ડાબી બાજુ આદિત્ય બેસ્યો હતો. જેનું સંપૂર્ણ ધ્યાન આગળની તરફ હતું. ત્યાં જ અચાનક એના હાથનો કોઈએ સ્પર્શ કર્યો એવું લાગ્યું. તેમણે બાજુમાં નજર કરીને જોયું તો અનન્યાનો હાથ એના હાથને સ્પર્શી રહ્યો હતો. આદિત્ય એ ખૂબ ગંભીરતા દાખવીને પોતાનો હાથ ત્યાંથી ખેંચી લીધો.

વિમાન જ્યારે આકાશમાં સમાન ગતિએ આગળ વધતું ગયું ત્યારે અનન્યા એ પોતાની આંખો ખોલી લીધી. તેણે બાજુમાં બેઠેલા આદિત્ય સામું જોયું અને કંઇક વિચાર આવતા તેણે પોતાની પાસે રહેલી એક બુક ખોલી અને વાંચવા લાગી.

બુકના શબ્દો અને વાક્યો આદિત્યના કાને અથડાયા. જેથી અનાયાસે એમની નજર અનન્યા સામે ગઈ. અનન્યા આદિત્યની જ લખેલી બુક હાવ ટુ મુવ ઓન? વાંચી રહી હતી.

" તમારી પાસે આ બુક?" આદિત્યથી પૂછાઈ ગયું.

" હા..મને બુક રીડ કરવી ખૂબ પસંદ છે...અને તમને?"

" એટલો ખાસ શોખ તો નથી પણ જ્યારે ટાઇમ મળે ત્યારે પુસ્તકના બે ત્રણ પન્ના રીડ કરી લવ છું..."

અનન્યા એ તુરંત પોતાની બુક આદિત્ય સામે ધરી અને કહ્યું.
" આ લ્યો..તમે મારી બુક રીડ કરી શકો છો, તમારી પાસે હાલમાં ટાઇમ પણ છે અને મને તમારા ચહેરા પરથી લાગે છે કે તમને બુક રીડ કરવાનું ખાસ મન પણ છે..."

" નો ઇટસ ઓકે..."

" એક સવાલ પૂછું?" અનન્યા એ ખૂબ નમ્રતાપૂર્વક પૂછ્યું.

" જી, પૂછો.."

" તમે ખરેખર આ બુક લખી છે?"

" ના, આ બુક મેં નથી લખી..."

આદિત્યનો ઉલટો જવાબ સાંભળી અનન્યા ચોંકી અને એકદમ આદિત્ય સામે નજર ટેકવીને બોલી. " તો? કોણે લખી છે? અને આ બુકમાં નામ તો તમારું છે!"

" મારો મતલબ એવો નથી..આ બુક મેં જ લખેલી છે પરંતુ એ મારું પાસ્ટ હતું. હું ના સમજ, લાગણીશીલ વ્યક્તિ હતો ત્યારે એ બુક મારાથી લખાયેલી અને હવે તો હું એક બિઝનેસ મેન છું... એ સમય અને આ સમયમાં જમીન આસમાનનો ડિફરન્ટ છે.."

આદિત્યની ફિલોસોફિકલ વાતો અનન્યાની સમજથી બહાર હતી. પરંતુ આવી વાતો સાંભળીને અનન્યાને આદિત્યને જાણવામાં વધુ રસ પડવા લાગ્યો. આદિત્ય કોઈ સામે પોતાનાં મંતવ્યો કે વિચારો જરૂરિયાત વિના રજૂ કરતો નહિ પરંતુ આદિત્યને ન જાણે કેમ અનન્યાને જોઈને કોઈ ખાસ વ્યક્તિની યાદ આવી જતી હતી. ભૂતકાળ જાણે ફરી આદિત્યના જીવનમાં પાછું ફરી રહ્યું હોય એવું આદિત્યને લાગી રહ્યું હતું. આદિત્ય અનન્યા સાથે સાથે ધીમે ધીમે વર્તમાનમાંથી ભૂતકાળના એ આદિત્ય બનવા તરફ જઈ રહ્યો હતો. એ આદિત્ય જે જીવનની એક એક શ્રણ મનમૂકીને જીવતો હતો. એમનું પાસ્ટ એક બંધ પડેલી બુક હતી જે અનન્યા ધીરે ધીરે એક પછી એક પન્ના ખોલી રહી હતી.

મનાલીની થોડી ઘણી વાતો કરતા કરતા ફલાઇટ દિલ્હી એરપોર્ટ પહોંચી ગઈ. હવેની નેક્સ્ટ ફલાઇટ દિલ્હીથી ચંડીગઢ જવાની હતી અને ચંડીગઢથી કાર લઈને મનાલી પહોંચવાનો માર્ગ આદિત્યની ટીમે નક્કી કર્યો હતો. આદિત્યની સાથે સાથે બીજા પાંચ વ્યક્તિ પણ એમની સાથે જ આવ્યા હતા.

ચંડીગઢ જવાની ફલાઇટ હજી બે કલાક પછી નીકળવાની હતી. ત્યાં સુધીમાં આદિત્ય પોતાની ટીમને એક હોટલમાં જમવા માટે લઈ ગયો.

" અનન્યા મેમ, તમે ચાહો તો અમારી સાથે હોટલ આવી શકો છો?"

" પરંતુ તમારા કંપનીના રૂલ્સ?"

" એ તો ક્લાઈન્ટ માટે છે ને! અને તમે અત્યારે મારા ક્લાઈન્ટ નથી.."

" હું તમારી ક્લાઈન્ટ નથી તો કોણ છું?"

" તમે મારા બુકના ખાસ રીડર છો, અને તમે જે મારી બુકને સમજી છે એ જોઈને મને ખૂબ આનંદ થયો. એટલે મારા તરફથી મારા રીડર માટે એક લંચ ટ્રીટ..."

આદિત્યની પર્સનાલીટી ઓફીસની અંદર અને ઓફિસની બહાર બંને અલગ હતી. જ્યારે અનન્યા એ લાઇબ્રેરીમાં આદિત્યને ચાર પાંચ યુવતીઓ સાથે વાતચીત કરતા જોયો હતો એ જ આદિત્ય આજે એમના સમક્ષ ઊભો હોય એવું પ્રતીત થઇ રહ્યું હતું.

અનન્યાને એ વ્યક્તિ ખાસ પસંદ આવતા જે સ્ત્રીને દિલથી ઈજ્જત કરતા હોય. આદિત્યનો હાલનો સ્વભાવ બિલકુલ અનન્યાને પસંદ આવી જાય એવો હતો પરંતુ જ્યારે અનન્યા ને એ ઓફીસ વાળો આદિત્ય મનમાં આવી જતો ત્યારે અનન્યાને ખૂબ ગુસ્સો આવતો. આદિત્યની આ બે પ્રકારની પર્સનાલિટી અનન્યાથી સમજથી બહાર હતી. કયા કારણોસર આદિત્યે પોતાની બે છબી ક્રિએટ કરી રાખી હતી? એ સવાલ વારંવાર અનન્યાને મૂંઝવી રહ્યો હતો.


ક્રમશઃ