Gumraah - 61 books and stories free download online pdf in Gujarati

ગુમરાહ - ભાગ 61

ગતાંકથી.....

તે બાદ તેઓનો વડો કે જે રોહન ખુરાના તરીકે જાહેર થયો છે તે ત્યાં આવી પહોંચ્યો. તેના સાથીઓએ મારી ફારગતીની ચિઠ્ઠી તેને વંચાવી તે ખુશ થઈ ગયો અને ખૂબ નીચો નમી મને સલામ કરતો બોલ્યો: વાહ!વાહ! તે તો આજે મને ઘણો જ ખુશ કર્યો છે , આ સ્થળે આ બંધ હાલતમાં હવે તને કશી જ સતામણી નહિ કરવાની હું ખાતરી આપું છું." તે તેના સાથીદારો સાથે એ પછી ત્યાંથી જતો રહ્યો . લગભગ પોણો કલાક સુધી એ એકાંત સ્થાનમાં હું ખૂબ જ રડી-"

" અરેરે!"પૃથ્વી ગુસ્સાથી બોલ્યો: "એ સમયે તમારો બચાવ કરવાની તક મને કેમ ન મળી?"

હવે આગળ...

"મિત્ર પૃથ્વી! એ તો નસીબ નો વાંક ! હવે મારી બચાવ ની વાત તમને કરું, સાંભળો ."શાલીનીએ કહ્યું: "ખૂબ રડવાથી મને કંઈક શાંતિ મળી અને બચાવ માટે એક માર્ગ સુઝયો . મેં રૂમમાંથી મોટે મોટેથી બુમો પાડીને 'બચાવો !બચાવો! મદદ કરો!' એવા અવાજો કરવા માંડ્યા. તેના પરિણામે કેટલીક વારે તે રૂમનું બારણું ખુલ્યું અને ઘાટકોપરના બંગલાનો ભૈયો અંદર આવ્યો અને કહેવા લાગ્યો : "બેન આમ બૂમો પાડીને શા માટે ધાંધલ કરો છો ?"એના જવાબમાં હું તેના ચરણોમાં પડીને ખૂબ જ કરગરી.ઈશ્વરથી ડરવા અને બદમાશોથી મને બચાવવા મેં તેને વિનંતીઓ ઉપર વિનંતીઓ કરી.' હે રામ !એવો નિસાસો નાખી તેણે મને કહ્યું : શાલીનીબેન, હું તમને બચાવીશ."

મેં તેને પૂછ્યું: "બદમાશો ક્યાં છે?" તેણે જવાબ દીધો : " તેઓ તમારી પર દેખરેખ નું કામ મને સોંપીને ગયા છે."શું મારી પર દેખરેખ નું કામ તમને સોંપ્યું છે, ભૈયાજી!"મેં પુછ્યું.એટલે તેણે પોતાનું પે'રણ ઊંચું કરી પોતાનું પેટ બતાવી તેના પર બે ચાર લાપટો મારી કહ્યું :" આ પાપી પેટને ખાતર એ કામ મેં સ્વીકાર્યું હતું.મને દસ હજાર રૂપિયા આપીને આ લોકોએ આ કામ સોંપ્યું હતું.પણ બેનજી,તમારી દયાજનક બૂમો આને તમારી વિનંતીઓ પછી મારું અંત:કરણ એ કામ કરવા ના પાડે છે.એ માટે હવે મારી જે ભી હાલત થવી હોય તે થાય તેની મને ફિકર નથી.હું તમને બચાવવા તૈયાર છું.બોલો,તમને અહીંથી ક્યાં મૂકી આવું? ભૈયાના હૃદયમાં 'રામ વસ્યા' તેથી મેં ઈશ્વરનો આભાર માન્યો અને તેને કહ્યું :" આપણે પોલીસ રક્ષણ મેળવવા સિવાય બીજો કોઈ જ રસ્તો હવે રહ્યો નથી. માટે ચાલ પોલીસ ચોકીએ જઈએ." બંગલામાંથી અમે બંને બહાર નીકળ્યાં . સારા નસીબે એક ખાલી ટેક્સી પસાર થતી આમે જોઈ. તરત જ અમે તેમાં ચઢી બેઠાં અને ઇન્સ્પેક્ટર ખાનની ઓફિસે પહોંચ્યાં .તે ત્યાં હતા. મેં તેને મારી વિતક રજેરજ કહી દીધી."

"કેટલા વાગે આ હકીકત તમે તેને કહી."

"સવારે લગભગ આઠેક વાગ્યે."

"ત્યારે તો બપોરે ત્રણ વાગ્યા પછી ઇન્સ્પેક્ટરે આકાશ ખુરાના ને વકીલ સમક્ષ મને બોલાવ્યો તે વખતે પોતે તમારી હકીકતથી વાકેફગાર હશે !"

"હેતારીની!"પૃથ્વી બોલ્યો : "એ કેવો ઉસ્તાદ?! પોતે બધું જાણતો હતો છતાં મને નકામો જ તે કેવો દબડાવતો હતો !!"

"પૃથ્વી !એ તમને બનાવતો હતો, એમ તેણે પાછળથી મને કહ્યું છે."

"સારુ ,પણ એણે ભૈયાનો વેશ કેમ લીધો અને તે દરમિયાન સાચા ભૈયાની હાલત શી થઈ, એ તો કહો?"

"ભૈયાનો વેશ?" શાલીનીએ પૂછ્યું.

"હા .મને ભોંયરામાંથી કાઢનાર ભૈયો, ઇન્સ્પેક્ટર ખાન જ હતો!"

શાલીની હસી પડી અને બોલી:" તમે ખૂબ ચાલાક છો !તમારી શંકા સાચી છે .એ વેશ પલટો કેમ લેવાયો તે સાંભળો. સવારે આઠ વાગ્યે મારી હકીકત સાંભળીને તે મને પોતાને ઘેર મૂકી આવ્યા. તેણે મને આશ્વાસન આપ્યું કે હાલ તરત અહીં તમે રહો. મારા ઘરે તમે એકદમ સુરક્ષિત રહેશો. તેમના ધર્મપત્ની એ પણ મારી ખુબ કાળજી રાખી તેમણે કહેલુ કે :"હું તમને સાંજના પાછો મળીશ." હું તેને ત્યાં રહી. ઇન્સ્પેક્ટરે ભૈયા ને છુપી પોલીસના આશ્રય નીચે ઘાટકોપર ને બંગલે પાછો મોકલ્યો અને પોતે રોહન ખુરાના પાસે ગયા .સાંજના ચારેક વાગ્યે પોતાને ત્યાં પાછા આવીને તેણે મને બદમાશ રોહન ખુરાનાની સફાઈની વાત કરી અને જણાવ્યું કે એ એટલો બધો પાકો છે કે તેની સામે મારે પણ સફાઈથી કામ લેવું પડશે. બાદ તેને કેવી રીતે કામ લેવાનું છે, તેણે ગોઠવેલી યુક્તિ મને સમજાવી અને મારી સાથે તે ઘાટકોપર ના બંગલે આવ્યો. છુપી પોલીસના તેના માણસોનાં કહેવાથી તેણે જાણ્યું કે હજી સુધી બદમાશ ટોળકી પાછી ફરી નથી .ભૈયો બંગલા ઉપર ચોકી કરતો હતો. ઇન્સ્પેક્ટરે તેને પોતા પાસે બોલાવ્યો અને કારમાં બેસાડી દીધો. અમે ભૈયા ઘેર ગયા બાદ ઇન્સ્પેક્ટરે ભૈયાનો વેશ ધારણ કર્યો અને સાચા ભૈયાને તેના ઘરમાં એક ઓરડી માં છુપાઈ રહેવા જણાવ્યું . ઇન્સ્પેક્ટરનું ભૈયા તરીકે કામ શરૂ થયું .તેની લાંબી વિગત નહિ કહેતા ટૂંકમાં એટલું કહેવું બસ પડશે કે તેણે બદમાશો પાસે જતા વેંત કહી દીધું કે બંગલાના ભૈયા નો પોતે ભાઈ છે. ભૈયાને એકાએક તેની માંની માંદગીના કારણે દેશમાં જવું પડ્યું છે. બંગલા ની રખેવાળી અને તેમાંની લેડી ની દેખરેખનું કામ પોતે વફાદારીથી કરતા રહેવાના સોગંદ આપતો ગયો છે .એટલે એ લોકોને વફાદાર રહેવા સોગંદ લીધા છે ,તે મુજબ હું હાજર થયો છું.મેં જ્યારે આખા દિવસ ની તમારી ગેરહાજરીમાં બંગલો સંભાળ્યો ત્યારે આ બાઈ ને બુમો પાડતી જોઈને; ડરાવવા ધમકાવાને બદલે યુક્તિ થી ફસાવવા નક્કી કર્યુ અને તેથી તેને જુઠ્ઠુ આશ્વાસન આપી મારા પર વિશ્વાસ ઉપજાવી ઓરડામાંથી છૂટી કરી .હું તેને મારા ઘરે લઈ ગયો છું અને આપણી ટોળકી માં ભળવા મેં તેમની પાસે 'હા 'પડાવી દીધી છે. પણ તેમાં એક શરત છે કે ટોળી ના સરદારે તેની સાથે લગ્ન કરવા અને ટોળી ના તમામ માણસોની તે સરદારણ કહેવાય. ઇન્સ્પેક્ટર ખાને ભૈયાના વેશમાં ફેંકેલી આ સોગઠી સફળ નીવડી. તે બદમાશનું દિલ લલચાયું અને ભૈયા પર તે ખૂબ જ ખૂશ થયો.લગ્નની તેને લગની લાગી .તે ભૈયાના મકાને મારી પાસે દોડતો આવ્યો અને ભૈયાની હાજરીમાં તે બાબતની બધી જ વાત મને કરી.ઈન્સપેક્ટરે અગાઉથી મને ચેતવી દીધી હોવાથી,પોપટ પઢે એમ હું એની વાતો માં હા એ હા ભણતી રહી. બાદમાં એ વેશધારી ભૈયા એ વધુ રૂપિયા ની માંગણી કરતા જ ખુશ થયેલા બદમાશે પચાસ હજાર વધુ આપ્યા. લગ્ન નો દિવસ નજીક ના ભવિષ્યમાં જ મુકરર કરવા જણાવીને તે દિવસે બદમાશ ત્યાં થી ગયો.બાદ ભૈયો તેમની ટોળકી માં જ સામેલ રહ્યો. પકડવામાંના ભેદ તેણે સાંભળ્યા. એમ કરવામાં બદમાશનો ખરાબ હેતુ એ જ કે તેની કોળકીમાં ભળ્યા પછી હું દગો દેવા ઈચ્છું તો મારી બદનામી ની વાત ને લીધે હું સભ્ય સમાજમાં રહી ન શકું. 'લોકસતા'માં પ્રગટ થયેલું મારે લગતું લખાણ આ હેતુ થી જ બદમાશે ઘડી કાઢેલી છે -"

"બદમાશે તમારી આસપાસ ત્યારે તો ખૂબ જ અઘરું અને અજીબ પ્રકારનું ચક્કર ગોઠવ્યું!"

"પણ એમાંથી હવે આજ બુટ- પોલીસવાળાના વેશમાં હું છટકી આવી છું. એક છોકરો ભૈયાના ઘર આગળ એક માણસના બુટ પોલીસ કરતો હતો. તેને લગભગ મારા કદનો જોઈ મેં આ વેશ લેવાંનુ નક્કી કર્યું .તે છોકરાને મારી પાસે બોલાવી અને રૂપિયા પાંચ હજાર આપી તેને મારો વેશ લેવા અને મને તેનો વેશ ધારણ કરવા માટે સમજાવ્યો. તે કબુલ થયો અને એ રીતે હું છૂટી ગઈ છું.

હવે આગળ શું થશે શાલીની આને પૃથ્વી સાથે...???
જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ.....
ક્રમશઃ......