Gumraah - 70 books and stories free download online pdf in Gujarati

ગુમરાહ - ભાગ 70

ગતાંકથી...

પોલીસ ખાતા તરફથી અમને જણાવવાની ફરમાશ થઈ છે કે આ ટોળીમાં એકંદરે ત્રેવીસ માણસો હતાં .તે તમામને પકડવામાં આવ્યા છે. જેમાંથી મુખ્ય માણસ લાલચરણે પોતે પોતાના હાથે આપઘાત કર્યો છે. બદમાશોના કુટંબીઓ 'સૌભાગ્યવિલા' 'મલ્હાર વિલા' અને 'મંઝિલે બહાર'માં વસતાં હતાં.તેઓને ત્યાંથી ખસેડવામાં આવ્યા છે. એ ત્રણેય મકાનો વચ્ચે એક સળંગ ભોંયરું બદમાશોએ બનાવરાવ્યું હતું; જેમનો એક છેડો આકાશ ખુરાના ના ડ્રોઈંગ રૂમમાં હતો. એ ડ્રોઈંગરૂમની નીચેના ભોંયરાનું જોડાણ સર આકાશ ખુરાના ના મેદાનમાં આવેલા ભોંયરાની સાથે હતું. ચોગાનવાળા ભોંયરાની જમીનમાંથી એક ગજબ પ્રકારની છુપી સ્વીચ મારફત તેમાં જવાતું હતું .બદમાશોએ તેમાં પોતાની લૂંટના ઝવેરાતના પટારાઓ, રૂપિયા , આભુષણ ને કિંમતી વસ્તુઓ છુપાવ્યા હતા. એ તમામ પોલીસ ખાતાએ કબજે કરી લીધા છે .અને અમને જાહેર કરવાની ફરમાશ થઈ છે કે આ લુટારુ ખજાનો જાહેર પ્રજાને જોવા દેવા માટે પોલીસ સ્ટેશને ખુલ્લો રખાશે. જેઓ તેમાંનો માલ પોતાનો હોવાની સાબિતી આપશે તેઓને તે સંબંધી ખાતરી કરી લીધા બાદ તે પાછો પણ સોંપવામાં આવશે.

હવે આગળ......

બદમાશોએ ભોંયરાને બીજે છેડે નકલી નોટો છાપવાનું કારખાનું પણ રાખ્યું હતું. એ ધંધાને અનુલક્ષીને જ બદમાશે પોતાનું નામ 'સિક્કાવાળો' રાખ્યું હતું .એ છાપખાનું જપ્ત કરવામાં આવ્યું છે અને તેમના યંત્રો અને નકલી નોટો નો યોગ્ય નિકાલ કરવામાં આવશે .આપને જાણીને આંચકો લાગશે કે બદમાશોએ ભોંયરાન
નું રક્ષણ કરવા માટે તેમાં વીજળીના કરંટ અને કરંટ લાગે તેવા યંત્રકામની એવી ગોઠવણ રાખી હતી કે જો કોઈ અજાણ્યો માણસ તેમાં જઈ ચઢે તો તે રહસ્ય જાણીને જીવતો બહાર નીકળી શકે નહિ, તેની અંદર જ મારી નાખી શકાય .પૃથ્વી એક વખત તેમાં સપડાયો હતો .આ ભોંયરામાં વળી બચાવની પણ એક તરકીબ હતી. એક મોટો કાળો પટારો કે જે ચારે બાજુએથી ખુલ્લો થઈ શકતો હતો, અને જેની અંદર ચારે બાજુએ રબરની ગાદીઓ રાખવામાં હતી ,એ પટારો ભોંયરા માં એક બાજુ સાંકળી નળીમાં ખુલ્લો રાખવામાં આવતો. જ્યારે વીજળીના કરંટ ચાલુ થતો ત્યારે તે પટારા ઉપર બેસનારને કાંઈ ઈજા થતી નહિ .પૃથ્વીનો બચાવ એક વખત એ જ પટારાને લીધે અકસ્માતે થયો હતો, પરંતુ એ પટારા ની ખબર બદમાશે કબુલાત કરી ત્યાં સુધી કોઈને પડી ન હતી અને ઇન્સ્પેક્ટર ખાન છેક છેવટ સુધી તે પટારા સંબંધીત વિસ્મિત રહ્યો હતો. એ પટારો પોલીસ ખાતાએ કબજે કર્યો છે અને ભોંયરામાંનો કરંટ,તારના દોરડાઅને ઈલેક્ટ્રોનિક યંત્રકામ વગેરે તોડીફોડી નાખવામાં આવ્યા છે. અને એ સળંગ ભોંયરું પોલીસ ખાતા તરફથી હવે બહુ જ જલ્દી પુરાવી દેવામાં આવશે.

"જે રહસ્યમય ચક્કરો મારફત બદમાશો જાહેર પ્રજાના શ્રીમંતોના પ્રાણ લેતા તેમનો જથ્થો એક દેશના કિંગ ને આપવા માટે પ્રપંચ રચ્યો હતો. તેણે કિંગ સાથે આકાશ ખુરાના ના નામથી પત્ર વ્યવહાર ચલાવીને રાજાને તેની લાલચ દેખાડી હતી કે જ્યારે કોઈ રાજા મહારાજા ને રાજગાદી મેળવવા અથવા પોતાના કોઈ શત્રુને દૂર કરવા માટે વિષ પ્રયોગ કરવાની જરૂર પડે ત્યારે આ ચક્કરો બહુ ઉપયોગી થઈ પડશે. તે કિંગ પ્રથમ તો એક જ ચક્કર લેનાર હતો, પણ જ્યારે તેને થોકબંધ મળી શકે તેમ હોવાનું જણાવવામાં આવ્યું ત્યારે પ્રસંગ આવ્યો બીજા કોઈ રાજાઓ સાથે વેપાર કરી પુષ્કળ નાણા પડાવી શકશે એ લોભથી તેણે ખૂબ પૈસા આપીને બદમાશોનો તમામ જથ્થો ખરીદી લેવા ધાર્યું હતું. ઇન્સ્પેક્ટર ખાન ભૈયાનાં વેશમાં બદમાશો સાથે ભળી ગયો હોવાથી બદમાશ અને કિંગના મેળાપનો સમય અને તેનું સ્થાન જાણી શક્યો, જેને પરિણામે તે કિંગ પાસે બદમાશના જતા પહેલા વેશપલટો કરીને પહોંચી જઈ એક ભયંકર કાવતરું ખુલ્લું પાડી દીધું હતું, અને કિંગને વિશ્વાસમાં લઈને આખરે બદમાશોને તે પકડી શક્યો હતો. ભેદી ચક્કરોના મળી આવેલા જથ્થાનો હવે નાશ કરવામાં આવશે ,એમ પોલીસ ખાતા તરફથી જાહેર કરવાની અમને ફરમાશ થઈ છે.

જાહેર પ્રજાએ સૌથી પ્રથમ ઈશ્વરનો અને પછી મુંબઈમાં શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર મિ. ખાનનો આભાર માનવાનો છે કે આખરે ભયંકર સમાજશત્રુ અને તેમની ટોળીનું નામોનિશાન પૃથ્વીના પડ ઉપરથી જળમુળ થી ઉખાડી નાખવામાં આવ્યું છે.

" આ લેખના અંતમાં દુઃખ સાથે અમારે જાહેર કરવું પડે કે બદમાશ લાલચરણે પૃથ્વીના અંગત વેરથી તેને સખત ઈજા પહોંચાડી છે .પૃથ્વી અત્યારે પથારીવશ બેભાન હાલતમાં સર જે.જે. હોસ્પિટલના બિછાને પડેલો છે .બાહોશ પોલીસ સર્જન ડેવિડ અને હોસ્પિટલના વડા ડોક્ટરની કાળજી ભરેલ ચિકિત્સાને પરિણામે તેને ઓપરેશન ની હાલતમાંથી સફળ પસાર થયેલ છે અને ઈશ્વરની મહેરબાની હશે તો ડોક્ટર હિંમત આપે છે તેમ, થોડા દિવસમાં પૃથ્વી મરનાર લાલ ચરણના શબ્દોમાં કહીએ તો 'લોક સેવક'નો બાલસ અધિપતિ તંત્રીશ્રી સાજો થઈને આ ન્યુઝ પેપરનું તંત્ર ફરીથી હાથમાં લેશે .દરમિયાન તંત્રીમંડળના અન્ય લેખકો જાહેર પ્રજાને 'લોક સેવક'ની ચાલુ શૈલીમાં અને ચાલુ પત્ર નીતિ મુજબ, માહિતીઓ પૂરી પાડીને લોકોને વાંચન માટે પાત્ર જારી રહેવા સતત મહેનત કરશે.મિસ.શાલીની જેઓ વાસ્તવિક રીતે સર આકાશ ખુરાનાના ભત્રીજી છે અને જેમને બદમાશે અનેક જૂઠ્ઠી વાતો કહીને સતાવ્યાં હતાં તેઓ 'લોક સેવક'માં હવેથી 'મહિલા વિભાગ'નો એક પૃષ્ઠ કાયમ લખતા રહેશે. મિ. પૃથ્વીની ક્ષણિક ગેરહાજરીમાં આ શ્રીમંત સન્નારીએ કોઈપણ જાતનો પગાર નહિં લેવા લેતા અમારા ન્યુઝ પેપરમાં જે નવું આકર્ષણ આ રીતે ઉમેરવા સ્વીકાર્યું છે તે માટે અમે તેમનો અંતઃકરણપૂર્વક હાર્દિક આભાર માનીએ છીએ.

સદનસીબે કહેવું જ પડે કે 'લોક સેવક'માં પ્રગટ થયેલું આ લખાણ જાહેર પ્રજામાં રસભેર વંચાયુ. શાલીની ,બદમાશ નો એકરાર પોલીસ સ્ટેશનથી મેળવીને ,આગલી રાત્રે 'લોક સેવક'ની ઓફિસમાં ગઈ હતી અને ત્યાં ચીમનલાલને હસ્તક તે એકરાર કરી દીધો હતો .એ શાંત અને ગંભીર રિપોર્ટરે જ્યારે તે વાંચ્યો અને પૃથ્વી સંબંધની હકીકત શાલીનીને મોઢેથી સાંભળી ત્યારે તે પોતાની જિંદગીમાં સૌથી પહેલી વાર ગરમ બની ગયો અને તેને પરિણામે તેને પૃથ્વીની જ શૈલીમાં એક ધમાકેદાર અહેવાલ તૈયાર કરી છાપવા આપી દીધો. રાતના લગભગ અગિયાર વાગ્યે હરેશને શોધી કાઢીને પોલીસ ઇન્સ્પેક્ટર ખાન જાતે 'લોક સેવક'ની ઓફિસે આવીને મૂકી ગયો તથા પોલીસ ખાતા તરફથી પ્રજા માટે જાહેર કરવાની સૂચનાઓ લખાવતો ગયો.
તે આખી રાત 'લોક સેવક'ના ન્યુઝ પેપર છાપનારા પ્રિન્ટર ચાલુ રહ્યા.આખુ પ્રેસ અને તેના કમૅચારીઓ ઉત્સાહથી કામ કરતાં રહ્યાં અને પ્રાતઃકાળ થતા 'લોક સેવક'ની કદી પણ નહિ છપાઈ હોય એટલી સાઠ લાખ નકલો પ્રગટ કરવામાં આવી.

'લોક સેવક' ન્યુઝ પેપરે બદમાશ ટોળીનો ભેદ પ્રગટ કર્યો. તેના બીજા દિવસે જ્યારે ચીમનલાલ અને શાલીની 'લોક સેવક'ની ઓફિસમાં કામ કરતાં હતાં ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર ખાન તરફથી નીચેનું લખાણ તે ન્યુઝ પેપરમાં પ્રગટ કરવા માટે પહોંચાડવામાં આવ્યું :

પોલીસ ખાતા તરફથી આભાર દર્શન

"મુંબઈના પોલીસ કમિશનર તરફથી જાહેર પ્રજાને જણાવવામાં આવે છે કે ઘાટકોપરમાં જે બદમાશ સિક્કાવાળાની ટોળી ની ધરપકડ કરવામાં આવી છે ,તેમજ સાંતાક્રુઝ ખાતેથી તેની એક ગેંગ ને પણ પકડવામાં આવી છે. તેમાં 'લોકસેવક' ન્યૂઝ પેપરના બાહોશ અધિપતિ તંત્રીશ્રી પૃથ્વીને ઇન્સ્પેક્ટર ખાનનો તેમજ એક પોલીસ સિપાઈનો જીવ બચાવ્યો હતો. બદમાશોનું ભોંયરુ પોતાની વિલક્ષણ બુદ્ધિથી શોધી કાઢ્યું હતું. તેમજ પોતાના જીવના જોખમે તે ભોંયરામાં તેણે નીડરતાથી તપાસ ચલાવી હતી. 'ભેદી ચક્કરો'ની તપાસમાં તેઓ સતત મહેનત થી મંડ્યા રહ્યા હતા અને એ ચક્કરો આખરે પકડાયા તે મિ. પૃથ્વીની જહેમત અને કાળજીનું પરિણામ હતું. આવા એક બાહોશ,સમાજસેવક પત્રકારનો આભાર માનતા ફક્ત મુંબઈ પોલીસ જ નહિ સમગ્ર દેશનું પોલીસ ખાતું ગદ્દગદ્દિત થઈ આભારની લાગણી પ્રગટ કરે છે. આ તે સાહસમૂર્તિ ડિટેક્ટિવ કે અજબના પત્રકાર? ગુન્હાની શોધમાં મિ. પૃથ્વીનું મગજ એક બાહોશ ડિટેક્ટિવ જેવું ઘણું સારું કામ કરે છે. પોલીસ ખાતામાં એમના જેવા ચાલાક, હોંશિયાર, સમાજસેવક યુવાનો હોય તો પોલીસ કમિશ્નરને ખાતરી છે કે મુંબઈ શહેરમાં ગુનાઓ ઝડપથી શોધી શકાય પોલીસ કમિશ્નર આશા રાખે છે કે મુંબઈ શહેરને રંજાળનારી એક ખતરનાક ટોળીનો વિનાશ કરવામાં મિ. પૃથ્વીએ જે જાહેર ફરજ બજાવી છે તે બદલ મુંબઈ શહેરના નાગરિકો તેમની ઘટતી કદર કરવાનું ચૂકશેનહિં ....

હવે આગળ સ્ટોરી ના અંતિમ ભાગ માં વાંચો રસપ્રદ વાતો આને સુખદ અંત.....તો વાંચવાનું ચૂકતા નહિ.........