No Girls Allowed - 45 books and stories free download online pdf in Gujarati

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 45



અનન્યાનું મન હા ના માં ફરી રહ્યું હતું. પરંતુ અંતમાં કિંજલ અને ડોકટરના કહ્યા પછી તેમણે સર્જરી કરાવાનું મન બનાવી લીધું. અનન્યાની સર્જરી શરૂ થઈ. સર્જરીના સમયે કિંજલ બહાર બેઠી ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી. એક કલાક પછી સફળતાપૂર્વક સર્જરી કરાવીને અનન્યા ઓપરેશન રૂમમાંથી બહાર આવી. ડોકટર સાથે જરૂરી વાતચીત કરીને બંને ફરી અમદાવાદની ગલીઓમાં ચાલવા નીકળી પડ્યા.

" કોન્ગ્રેચ્યુલેશન અનન્યા....એક જ લાઇફમાં બે વખત વર્જિન બની...!"

" ઈટ્સ નોટ ફની કિંજલ..."

" યાર હવે તો સર્જરી પણ થઈ ગઈ હવે તો ચહેરા પર સ્માઇલ લાવ."

અનન્યા એ બનાવટી સ્માઈલ આપી અને બંને નાસ્તો કરવા નજીકમાં ફૂડ ઝોનમાં ચાલ્યા ગયા.

ત્રણ દિવસ બાદ અનન્યા સુરત પાછી ફરી. સાસરીયે પગ મૂક્યો તો જાણે કોઈ ગંભીર અપરાધ કર્યો હોય એવું ફીલ અનન્યાને થઈ રહ્યું હતું.

" વહુ બેટા તું આવી ગઈ...લાવ બેગ અને તું આરામથી બેસ..." અનન્યાને આવતા જોઈ સાસુ એ દોડીને અનન્યાના હાથેથી બેગ લઈ લીધું અને સોફા પર બેસવા માટે આગ્રહ કર્યો. અનન્યા પણ ટ્રાવેલ કરીને ઘણી થાકી ગઈ હતી જેથી તેણે કોઈ આનાકાની કર્યા વિના સોફા પર બેસવું ઉચિત સમજ્યું.

" આદિત્ય ક્યાં છે?" અનન્યા એ આસપાસ નજર ફેરવતા કહ્યું.

" એ.. એ તો આજ વહેલી સવારેથી ઓફીસે જવા નીકળી ગયો.... કહેતો હતો કે આજ એને આવતા થોડુંક લેટ થઈ જશે એટલે તમે અને અનન્યા સાથે જમી લેજો...."

આદિત્યની મા ઘરની ઘણી વાતો અનન્યાને કહી રહ્યા હતા પરંતુ અનન્યાનું ધ્યાન તો પોતાના વિચારોમાં જ મગ્ન હતું.
' આ 45 દિવસ હું આદિત્યને પોતાનાથી દુર કઈ રીતે રાખીશ?" બસ આ સવાલ અનન્યાને સતાવી રહ્યો હતો.

રાતના સમયે જ્યારે આદિત્ય પોતાના રૂમમાં આવ્યો ત્યારે અનન્યા પથારીમાં પડી ઉધરસ ખાઈ રહી હતી.

" અનન્યા... શું થયું તારી તબિયતને?" આદિત્ય દોડતો અનન્યા પાસે ગયો.

" કોને ખબર કેમ અચાનક મારું માથુ ભારે લાગવા લાગ્યું... શરીરમાં કળતર જેવું લાગે છે...." અનન્યા એ ફરી ઉધરસ ખાધી.

" એક મિનિટ હું હમણાં ડોકટરને ફોન કરીને બોલાવી લવ છું..."

" અરે ના આદિત્ય એની કોઈ જરૂર નથી... મેં ઓલરેડી ડોકટરને બતાવીને દવા લઈ લીધી છે..."

" હવે તારે થોડાક દિવસ ઘરની બહાર નીકળવાનું જ નથી...ઘરે બેસીને તું બસ આરામ કર..." આદિત્ય અનન્યા પાસે બેસીને એની કાળજી લઈ રહ્યો હતો. આદિત્યને જ્યાં મનમાં અનન્યાની ચિંતા સતાવી રહી હતી ત્યાં અનન્યા આદિત્યને હજી થોડાક દિવસ દૂર રાખવાનો પ્લાન ઘડી રહી હતી.

તબિયતનું બહાનું ચાર પાંચ દિવસ સુધી સફળ રીતે ચાલ્યું પરંતુ પછીના દિવસેથી અનન્યા પાસે આગળ કોઈ પ્લાન તૈયાર ન હતો. આદિત્ય ઑફિસેથી ઘરે જતા સમયે અનન્યા માટે બુકે લઈને આવ્યો.

સુંદર મજાનું બુકે જોઈને અનન્યા એ કહ્યું. " વાવ સો નાઇસ.. થેન્ક્યુ આદિત્ય...."

આદિત્યે પોતાના ગોગ્લસ ઉતાર્યા અને થોડીક સહજતાથી કહ્યું. " અનન્યા મારે તને એક જરૂરી વાત કરવી છે..."

" શું વાત છે?"

" આપણો હનીમૂનનો પ્લાન હજી થોડાક દિવસ લંબાવો પડશે..."

" કેમ?"

" કેમ કે તારા ફ્રેન્ડ આકાશનો ફોન આવ્યો હતો અને કહેતો હતો કે એ પોતાની કંપનીમાં વધુ બે પ્રોડક્ટ એડ કરવા જઈ રહ્યો છે તો એ પ્રોડક્ટની એડ હું જ કરું એવું એ ઇચ્છે છે અને એ તારો ફ્રેન્ડ હોવાથી હું એને ના પણ ન કહી શક્યો અને ડીલ ફાઇનલ કરી દીધી...."

" તું ખુદ એડ તૈયાર કરવા જવાનો છે?"

" હા... એ ઇચ્છે છે કે પેલાની જેમ આ વખતે પણ હું જ એડની સ્ક્રિપ્ટ તૈયાર કરું...એટલે મારે એડ શૂટ કરવા રાજસ્થાન જવું પડશે...અને આ વખતે અંદાજિત વીસ દિવસનો સમય લાગી જશે...."

" આટલા દિવસ તમે રાજસ્થાન રહેશો અને હું અહીંયા..."

" હા...હું તને રાજસ્થાન મારી સાથે લઈ જાત પણ જો આપણે બન્ને એકસાથે જતાં રહીશું તો મારા મમ્મી અહીંયા એકલા પડી જશે છે અને પાછા આપણે હનીમૂનમાં પણ જવાના છે તો મેં વિચાર્યું કે હું એક જ રાજસ્થાન જઈ આવું..."

" ઈટ્સ ઓકે આદિત્ય....તે જે વિચાર્યું છે એકદમ પરફેક્ટ છે..."

" સોરી અનન્યા લગ્ન થયાના આટલા દિવસો પછી પણ આપણે સાથે સમય પસાર નથી કરી શક્યા..."

" ડોન્ટ બી ઓવર થીંકિગ...તમે જે કરો છો એ પોતાના પરિવાર માટે જ કરી રહ્યા છો ને એટલે ખુશી ખુશી જાવ અને ખુશી ખુશી પાછા આવો હું અહીંયા તમારી રાહ જોઇશ..."

અનન્યાના શબ્દોએ આદિત્યને એક અલગ જ પ્રકારની હિંમત આપી દીધી. અનન્યાને ગળે મળીને તેમણે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને અનન્યાની તારીફ કરવા લાગ્યો.

વહેલી સવારે જ આદિત્ય પોતાની ટીમ સાથે રાજસ્થાન જવા નીકળી ગયો. મેજિક કંપનીનો માલિક આકાશ પણ એની સાથે જવા રાજી થઈ ગયો. આ વાતની જાણ જ્યારે અનન્યાને થઈ ત્યારે એમને વિચાર આવ્યો કે ' જે આકાશ આદિત્યને આટલો નફરત કરતો હતો એ એની સાથે રાજસ્થાન જવા રાજી કેમ થઈ ગયો? જે હોય એ આદિત્યના જવાથી મારું તો કામ આસાન થઈ ગયું હવે વીસ દિવસ સુધી મારે નવા બહાના તો નહિ બનાવા પડે...'

અનન્યા ઘરે બેઠી કંટાળી રહી હતી. તેથી તેણે વિચાર કર્યો કે થોડાક દિવસ એ પોતાના ઘરે જઈને મમ્મી પપ્પાને મળી આવે...સાસુ માને પૂછ્યું તો એણે હા કહ્યું અને અનન્યા પોતાના ઘરે જવા નીકળી ગઈ. મમ્મી પપ્પાને મળીને અનન્યા ખૂબ ખુશ થઈ. અચાનક અનન્યાને આવતા જોઈને રમણીકભાઈ તો શોકના મારે ઉભા જ થઈ ગયા. અનન્યા પહેલા પપ્પાને ગળે મળી અને ત્યાર બાદ મમ્મીના ગાલ પર પ્રેમભર્યું ચુંબન કર્યું.

થોડાક દિવસો આમ જ અનન્યા ક્યારેક પોતાની ઘરે તો ક્યારેક ફ્રેન્ડસને મળવા નીકળી જતી. બધું ઓલ ઈઝ વેલ ચાલી રહ્યું હતું પણ ત્યાં જ અચાનક મુશ્કેલી એ દરવાજે ટકોર કરી.

અનન્યા એ સમયે પોતાના સાસરીયે જ હતી. બુક વાંચતી અનન્યા પોતાના રૂમમાં બેઠી હતી. દરવાજાનો ટકોર સંભળાતા અનન્યા ઊભી થઈને દરવાજો ખોલ્યો. દરવાજાની સામે ઊભેલા વ્યક્તિનો ચહેરો જોઈને અનન્યાના તો જાણે હોશ ઉડી ગયા!

" તું અહીંયા!!" અનન્યા એ આશ્ચર્ય સાથે કહ્યું.

" કેમ તને મને જોઈને ખુશી ન થઈ?" પ્રિયા એ કહ્યું.

" હું ઓલરેડી ખુશ જ છું મારે કોઈને જોઈને ખુશ થવાની જરૂર નથી..." અનન્યાનો ક્રોધ એના શબ્દોમાં સાફ સાફ જલકી રહ્યો હતો.

પ્રિયા અનન્યાને સાઈડમાં કરતી રૂમમાં પ્રવેશી.

" વાવ યાર! શું રૂમને ડિઝાઇન કર્યો છે...અને આ પેઇન્ટિંગ બ્રિલિયેંટ..."

" તું અહીંયા શું મારા રૂમને જોવા આવી છે?"

" અરે ના ના હું તો તને મળવા આવી છું....અને હા ખાસ તો આ ગિફ્ટ આપવા માટે.., હું તારા લગ્નમાં ગિફ્ટ લાવવાનું ભૂલી ગઈ હતી તો થયું ચલ તને હાથોહાથ દેતી જાવ..."

અનન્યા એ ચૂપચાપ ગિફ્ટ લઈ લીધું અને થેન્ક્યુ કહેવાને બદલે કહ્યું. " બીજું કંઈ?"

" આપણે બેસીને વાત કરીએ તો મને છે ને જાજો સમય ઉભુ રહેવાની આદત નથી..." પ્રિયા બેડ પર જઈને આરામથી બેસી ગઈ.

' પ્રિયા આ સમયે અહીંયા એ પણ મારી ઘરે! જરૂર આ કઈક બીજી જ વાત કરવા આવી છે પણ શું વાત હશે?' અનન્યા એ મનોમન વિચાર્યુ.


ક્રમશઃ