No Girls Allowed - 47 books and stories free download online pdf in Gujarati

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 47



અનન્યા અને આદિત્યે સાથે ફરી સહવાસનો આનંદ માણ્યો. અનન્યા અને આદિત્યે આ સાત દિવસની ટ્રીપમાં દિવસ દરમીયાન અનેકો સ્થળોએ ફરવાનો આનંદ લીધો. સ્વિઝરલેન્ડનું પ્રખ્યાત શહેર લ્યુસર્નની મુલાકાત લઈને બન્ને એ જેનેવા વોટર ફાઉન્ટેન અને ત્યાર પછી ઇન્ટરલેકન, સ્વિસ નેશનલ પાર્ક, સ્વિસ નેશનલ મ્યુઝીયમની પણ મુલાકાત લીધી. સ્વિઝરલેન્ડની ફેમસ ચોકલેટ ખાવાનું આદિત્ય અને અનન્યા કઈ રીતે ભૂલી શકે? મનભરીને ચોકલેટ ખાઈને થોડીક ચોકલેટ તેમણે પોતાના ઘર માટે પણ ખરીદી. અનન્યાને શોપિંગનો શોખ હોવાથી આદિત્ય એમને સ્વિઝરલેન્ડની પ્રખ્યાત સ્થળોએ લઈ ગયો. જ્યાં અનન્યા એ મનમૂકીને ઘણી બધી શોપિંગ કરી. આદિત્યે પણ પોતાના માટે અમુક જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી લીધી. અનન્યાનું સ્વિઝરલેન્ડ ફરવાનું સપનું આખરે પૂર્ણ થયું. અનન્યા આ હનીમૂન ટ્રીપથી ખુબ ખુશ દેખાઈ રહી હતી.

અંતે અનન્યા અને આદિત્ય સ્વીઝરલેન્ડની ટ્રીપ પૂર્ણ કરીને ઘર તરફ રવાના થયા. ટ્રીપનો જાદુ હજી બન્નેના ભીતર છવાયેલો હતો. આ ટ્રીપે બંને વચ્ચેની ભૂલો અને ફરિયાદોને મિટાવી દીધી હતી. એકબીજાનો હાથ થામતા બંને ઘરે પહોંચ્યા.

થોડાક દિવસોના વિરામ બાદ અનન્યા અને આદિત્યે પોતાના પહેલા બાળક વિશે વિચાર કરવાનો શરૂ કર્યો. આદિત્યના કહેવાથી અને અનન્યાની ઈચ્છા હોવાથી બન્ને એ અનપ્રોટેક્ટેડ સહવાસ કર્યો. થોડાક દિવસો બાદ અનન્યાના શરીરમાં શારીરિક ફેરફારો જોવા મળ્યા. પરંતુ જ્યારે અનન્યાને ઉબકા આવવાના શરૂ થયા તો આદિત્ય એમને પ્રાઇવેટ હોસ્પીટલ લઈ ગયો અને ચેકઅપ પરથી જાણવા મળ્યું કે અનન્યા સફળ રીતે પ્રેગનેન્ટ થઈ ચૂકી છે. એક સ્ત્રીના જીવનનું સૌથી મોટું સદભાગ્ય હોય તો એ મા બનવું છે. અનન્યાની આંખોમાં હર્ષના આંસુઓ રેલી થઈ. આદિત્યે અને અનન્યા એ પોતાની ફેમિલીમાં જાણ કરી તો સૌ જાણીને ખૂબ ખુશ થયા.

આદિત્ય પહેલા કરતા વધારે અનન્યાની કાળજી લેવા લાગ્યો. સવારથી લઇને સાંજ સુધી હંમેશા એ એના કોન્ટેક્ટમાં જ રહેતો. ઘરના નાના મોટા કામ માટે આદિત્યે ઘરમાં બે નોકર પણ રાખી દીધા. જેથી અનન્યાને કોઈ તકલીફ ન પડે અને પુર્ણ રીતે આરામ કરી શકે. અનન્યા માટે જરૂરી બધો સામાન આદિત્ય આવીને રાખી દેતો. જરૂર પડે તો ખુદ પણ અનન્યાની કેર કરવા લાગતો. પ્રેગ્નન્સીના એક મહિનામાં આદિત્યે જે રીતે અનન્યાની કાળજી લીધી એ જોઈને અનન્યાના દિલમાં આદિત્ય પ્રત્યે સન્માન વધી ગયું. એમનો આદિત્ય સાથે લગ્ન કરવાનો નિણર્ય યોગ્ય સાબિત થયો એવું એમણે અનુભવ્યું.

એક મહિના બાદ જ્યારે અનન્યા હોલમાં બેઠી પુસ્તક વાંચી રહી હતી ત્યારે આદિત્યે આવીને કહ્યું. " અનન્યા તે મારી લાસ્ટ મંથની ફાઈલ જોઈ છે?"

" કઈ ફાઈલ? જે તમે સાતેક દિવસ પહેલા લાવ્યા હતા એ?" પુસ્તક પરથી નજર હટાવીને અનન્યા એ કહ્યું.

" હા હા એ જ ક્યાં છે એ? હું ક્યારનો શોધું છું મને મળતી જ નથી?"

" મેં કબાટમાં જ મૂકી હતી...એક મિનિટ ઉભા રહો હું શોધીને આપુ છું..." અનન્યા ટેબલ પરથી ઉભા થતી બોલી.

" તું બેસ...હું જઈને શોધી લઈશ..." એટલું કહેતાં જ આદિત્ય પોતાના રૂમમાં ગયો અને કબાટમાં ફાઈલ શોધવા લાગ્યો. પોતાનો આખો કબાટ ખોળી લીધો છતાં પણ એમને એની ફાઈલ ક્યાંય ન મળી.

" આખો કબાટ ખોળી લીધો પણ ફાઈલ તો છે જ નહિ! અનન્યા એ તો કીધું ફાઈલ કબાટમાં જ છે... ઓહ લાગે છે એણે એ ફાઈલને ભૂલથી પોતાના જ કબાટમાં મૂકી દીધી હશે..."

આદિત્યે પોતાનો કબાટ બંધ કરીને અનન્યાના કબાટને ખોલ્યો. આદિત્યે આ પહેલાં ક્યારેય અનન્યાનો કબાટ નહતો ખોલ્યો. એક પછી એક ખાનાને ખોલીને ફાઈલ શોધવા લાગ્યો. એકદમ લાસ્ટના ખાનામાં આદિત્યને એક ફાઇલ દેખાઈ. આદિત્યે હાથમાં એ ફાઈલને લીધી અને બેડ પર બેસીને એ ફાઇલને ખોલીને જોવા લાગ્યો.

" આ તો અનન્યાનો કોઈ હોસ્પીટલનો રિપોર્ટ છે પરંતુ અમદાવાદની હોસ્પિટલનો કેમ?" આદિત્યે ડેટ પર નજર કરી તો જાણવા મળ્યું કે અનન્યા જ્યારે અમદાવાદ કોઈ લગ્ન પ્રસંગે ગઈ હતી એ સમયનો જ આ રિપોર્ટ છે. ત્યાર પછી આદિત્યે ધ્યાનપૂર્વક આખી ફાઈલને જોઈ કાઢી અને આખરે અનન્યાની સર્જરીની જાણ આદિત્યને થઈ ગઈ.

" અનન્યા એ હાયમેનોપ્લાસ્ટી સર્જરી કરાવી છે???" આદિત્ય ચક્કર ખાતા ખાતા માંડ માંડ બચ્યો. એમનું દિમાગ જાણે કામ કરતું બંધ થઈ ગયું. હાયમેનોપ્લાસ્ટી સર્જરી શું છે એ વિશે આદિત્યને પહેલા જ ખબર હતી છતાં પણ તેમણે ફરી એક વખત કન્ફર્મ કરવા માટે તેણે ઈન્ટરનેટની મદદ લીધી અને આખરે આદિત્ય પાસે સ્વીકાર કર્યા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. આદિત્યનો ક્રોધ એના મસ્તક પરની રેખાઓ પર દેખાવા લાગ્યો. દાંત ભીંસીને એણે ફાઈલને જોરથી ફેંકી.
" અનન્યા તારે મારા સવાલનો જવાબ દેવો જ પડશે..." એટલું કહેતા જ આદિત્ય હોલમાં અનન્યાને મળવા દોડી ગયો. આ સમયે ઘરમાં બે લેડીઝ નોકરો જ કામ કરતા હતા જે હાલમાં રસોડામાં હતા અને આદિત્યના મમ્મી મંદિરે ગયા હતા. ફટાફટ દાદરા ઉતરતો આદિત્ય અનન્યા પાસે આવ્યો. આદિત્યને દૂરથી જ અનન્યા જોઈ ગઈ હતી. ' આદિત્ય આટલા ગુસ્સામાં કેમ છે?" અનન્યા એ મનમાં ખુદને સવાલ કર્યો.

" આદિત્ય આ શું હાલ કર્યો છે? તું આટલો ગુસ્સામાં? શું થયું?" અનન્યા સોફા પરથી ઊભી થઈને બોલી.

આદિત્યે એ ફાઈલમાંથી એક કાગળ લઈને આવ્યો હતો જે કાગળ ખોલીને તેમણે અનન્યા સામે રાખ્યું અને કહ્યું. " આ શું છે અનન્યા???"

અનન્યાની ગભરાહટ આખા શરીરમાં કરંટની જેમ દોડી ગઈ. મોં સુકાવા લાગ્યું. આંખોમાં પલકારા વધુ તેજ ગતિએ ચાલવા લાગ્યા.

" આદિત્ય હું તને કહેવાની જ હતી.." ધીમા અવાજે અનન્યા એ આટલું જ કહ્યું ત્યાં જોરથી એક તમાચો આદિત્યે અનન્યાના ગાલ પર જિંકી દીધો. તમાચાનો અવાજ એટલો ઊંચે ગયો કે રસોડામાં કામ કરતા નોકરો પણ દોડીને હોલમાં આવી પહોંચ્યા. અનન્યા ગાલ પર હાથ રાખીને ચૂપચાપ ઉભી હતી. નોકરોને જોઈને આદિત્યે એમને ઈશારામાં ઘરની બહાર જવા માટે કહી દીધું. તમાચો જરૂર ગાલ પર પડ્યો હતો પરંતુ દર્દ વધારે અનન્યાને દિલમાં થયું.

" અનન્યા તારે આ કરવાની શું જરૂર પડી? મારા પ્રેમમાં એવી તે શું ખામી રહી ગઈ કે તે.... ચિ....તું આવું કરીશ મેં સપનામાં પણ નહોતું વિચાર્યું...."

" આદિત્ય મારી પૂરી વાત સાંભળ...."

" શું સાંભળું અનન્યા શું સાંભળું? સાંભળવાનું બાકી શું રહી રહ્યું છે? તારા લીધે મેં સ્ત્રી પર ફરી ભરોસો કરવાનો શરૂ કર્યો. મને થયું નહિ મારા વિચારોમાં જ કઈક ખામી રહી ગઈ હશે, એટલે મેં ફરી તારા પર વિશ્વાસ કર્યો અને ધીમે ધીમે ત્યાર બાદ હું તને ચાહવા લાગ્યો...તારી સાથે રહીને મને લાગ્યું કે કદાચ આ દુનિયાની દરેક સ્ત્રી ભલે વિશ્વાસઘાત કરી બેસે પણ મારી અનન્યા એ બધી સ્ત્રી કરતા અલગ છે એ મારો ભરોસો ક્યારેય પણ તૂટવા નહિ દેય....પણ આજે તે મારી એ ગલતફેહમી પણ દૂર કરી જ દીધી....હા હું માનું છું કે સ્ત્રી જેટલો ત્યાગ પોતાનાં જીવનમા કરે છે એટલો ત્યાગ આ દુનિયામાં કોઈ પુરુષ પણ કરી શકતો નથી પરંતુ એની સાથે એ પણ એક સત્ય છે કે સ્ત્રી જેટલી સ્વાર્થી થઈ શકે છે ને એટલો સ્વાર્થી પુરુષ ક્યારેક થઈ શકતો નથી.. સો યુ આર સેલ્ફીસ અનન્યા...."

ક્રમશઃ