Love Fine, Online - 15 books and stories free download online pdf in Gujarati

લવ ફાઈન, ઓનલાઇન - 15



જગ્યા એ પહોંચવા સુધી માં તો એક મસ્ત ગ્રુપ બની પણ ગયું. રાજેશ અને રાજીવ એના એડમીન હતા! રાજીવે જ ગ્રુપ ક્રીએટ કર્યું હતું અને પછી રાજેશ ને પણ એડમિન બનાવી દીધો!

હમણાં જ ક્લિક કરેલી એ સેલ્ફી જ ગ્રુપ આઇકોન તરીકે સિલેક્ટ કરવામાં આવી.

"હમ બને તુમ બને એક દૂજે કે લિયે..." ગ્રુપ નું ડિસ્ક્રીપ્શન પણ સ્નેહા એ રાખી દીધું હતું! અને રહી વાત વાતો ની તો એ તો એ લોકો પાસે ઘણી જ વધારે હતી!

આ બાજુ સ્નેહા અને રાજીવ બહુ જ વાતો કરતાં હતાં અને આ બાજુ રાજેશ અને પ્રાચી, જો કોઈ દૂરથી આ લોકોને દેખે તો એમને મન તો એમ જ લાગે કે હા, આ ચારેય કપલ જ છે! પણ હતું તો એનાથી બિલકુલ જુદું જ ને! વચ્ચે વચ્ચે અમુક એવી વાત આવતી તો વળી પેલા બે આ બે સાથે વાતો પણ કરી લેતાં, પણ ખાસ કરીને તો ખુદનાં જ પાર્ટનર સાથે મસ્ત હતાં. વાતોમાં જ રસ્તો ક્યારેય કપાઈ ગયો અને ગાર્ડન ક્યારે આવ્યું કોઈ ને પણ ખ્યાલ જ ના રહ્યો.

સૌ જ્યાં જવાનું હતું એ ગાર્ડન એ પહોંચી ગયા હતા.

"તમે અંદર કોઈ એક જગ્યા એ બેશો... વાતો કરો, અમે નાસ્તો લઈ ને આવીએ છીએ!" રાજેશે આગળની યોજના પેલા બે ને સમજાવી. હા... હવે એ બે અને આ બે એમ અલગ અલગ ટીમ થઈ જ ગઈ હતી!

"ઓસમ યાર! એ બંને સાથે કેવા મસ્ત લાગે છે હે ને!" પ્રાચી એ એ બંને વિશે રાજેશ ને કહ્યું. એના શબ્દોમાં ખુશી સાફ જાહેર થતી હતી.

ચાલુ ડ્રાઈવિંગ એ જ "એક મિનિટ!" કહી ને એને રાજેશ ના કપાળમાં એક કિસ કરી લીધી!

"આજે બહુ જ સ્વીટ લાગે છે તું તો!" પ્રાચી એ કહ્યું અને એના આંખની કાજળ થી રાજેશ ના કપાળે ચાલ્લો કર્યો!

"મારા રાજેશ ને કોઈ ની પણ નજર ના લાગે!" એણે બહુ જ લાડમાં કહ્યું! કોઈ પણ ખુદનાં પ્યારને આટલું જ વહાલ કરે એ પણ જાયસ જ હતું.

"નજર.. ભલે મને ગમે એની નજર કેમ નાં લાગી જાય, પણ મારી નજરમાં તો બસ એક તું જ રહીશ હંમેશાં.." રાજેશે પણ એને એટલા જ પ્યારથી કહ્યું. એના આ વહાલભરી વાતોથી પ્રાચીને એના પર વધારે પ્યાર આવતો હતો.

"હા, ખબર છે મને પણ, તારા વિશે વાત આવે છે તો દિલ બહુ જ બેચેન થઈ જાય છે, તું સાથે જ રહેજે.." પ્રાચીએ કહ્યું.

"હા, તું ચિંતા નાં કર.. હું હંમેશાં તારી સાથે જ રહીશ.. હંમેશાં!" રાજેશે એના ગાલને હળવું ટચ કર્યું. પ્રાચી પણ એના ટચથી બહુ જ ખુશ થઈ ગઈ. એનો ચહેરો એની સ્માઈલને લીધે વધારે જ ક્યૂટ લાગતો હતો.

પણ રાજેશને તો પ્રાચી હંમેશાં ક્યૂટ જ લાગતી, ગમતી વ્યક્તિ આપણને થોડી વધારે જ બ્યુટીફુલ લાગતી હોય છે. એ ગમે એવી હોય, તૈયાર થાય કે નહિ તો પણ આપણને તો બસ એને જ જોવાની ઈચ્છા થતી હોય છે.

પ્રાચીનાં ફોનમાં નોટિફિકેશન ટોન વાગ્યું તો એને મોબાઈલમાં ચેક કર્યું.

પ્રાચી એ વોટ્સેપ ઓપન કર્યું તો ત્યાં ઓલરેડી અમુક મેસેજ આવી ગયા હતા. એ વાંચી ને પ્રાચી રાજેશ ને કહ્યાં વિના રહી જ ન શકી! એ લખેલા મેસેજનાં શબ્દો જાણે કે કોઈ ખુશીની લહેરની જેમ પ્રાચી પર હાવી હતાં અને એનું મન એ વાત રાજેશને કહેવા માટે ઉતાવળું થઈ રહ્યું હતું. અમુક વાતો દિલની ધડકનને તેઝ કરી દે છે અને આપણને એક રીતે બહુ જ અધીરું પણ કરી દે છે.

વધુ આવતા અંકે...