રાહીલએ સવાલ પૂછ્યો મિ.રાઠોડને અને મીરા મનમાં બોલી, આ ચાંપલાને શું પૂછવાની જરૂર છે...આ ડીલ તો નક્કી ગઈ હાથમાંથી.
મિસ્ટર રાઠોડએ કહ્યું, તેમાં એવું થયું કે હું કાર ડ્રાઇવ કરી રહ્યો હતો. અંધારું પણ ઘણું હતું અને એક છોકરી રોડ પર ચાલી રહી હતી, તેને જોતા જ મે બ્રેક લગાડી પણ તે છોકરીને થોડી ઠોકર લાગી ગઈ, તેના હાથમાં થોડી ઇજા થઇ. જેના લીધે મને પોહચતા લેટ થયું, છેલ્લું વાક્ય તેમણે મીરાને જોઈને કહ્યું.
પણ સર ભૂલ પેલી છોકરીની જ કહેવાય, જે રોડની વચોવચ ચાલી રહી હતી. ફરીવાર રાહીલ બોલ્યો
મીરાને પાણી પીતા પીતા પાછી ઉધરસ ચડી ગઈ.
મિસ શાહ તમને શું થાય છે, શું તમારી તબિયત સારી નથી? મિસ્ટર ચોપડાએ પૂછ્યું.
ના સર એવું નથી.... તમારી પરમિશન હોય તો આપણે પાછું પ્રેઝન્ટેશન શરૂ કરીએ. મીરાને બને તેટલું જલ્દી પ્રેઝન્ટેશન પતાવીને ત્યાંથી નીકળી જવું હતું.
મિ.ચોપડાએ પૂછ્યું, મિસ્ટર રાઠોડ શું પ્રેઝન્ટેશન શરૂ કરીએ?
હા...મિસને સારું છે તો હવે કરી દઈએ બીજું શું.
તો આપણે આવ્યા હતા હોટલના બહારના એરિયામાં. આ રહીયો બહારનો એરીયો જે ............................ એક કલાકમાં મીરાએ પ્રેઝન્ટેશન એકદમ પરફેક્ટ પતાવી દીધું.
બધા મિટિંગ રૂમની બહાર જઈ રહ્યા હતા, ત્યાંજ મિ. રાઠોડએ મિસ્ટર ચોપડાને રોક્યા.
મિસ્ટર ચોપડા મારે તમારી સાથે થોડી વાત કરવી છે.
યેસ સ્યોર મિ. રાઠોડ.
મિ.ચોપડા અગર હું આ ડીલ ન કરું તો? મિ.રાઠોડએ સવાલ કર્યો.
કેમ મિ.રાઠોડ પ્રેઝન્ટેશનમાં કોઈ કમી રહી ગઈ છે? તો તમે મને કહી શકો છો. મિ.ચોપડાએ થોડા ગભરાઈને કહ્યું.
નહી મિ.ચોપડા એવું કંઈ જ નથી. પણ તમે મને એ કહો કે અગર મે ડીલ ન કરી તો તમારી કંપની સાથે શું થઈ શકે છે?
મિ.રાઠોડ અગર તમે મારી કંપની સાથે ડીલ ન કરી તો, મારે કંપની બંધ કરવી પડશે.
હમમ........તો હું આ ડીલ એક શર્તે કરું, પણ તમારે મને બદલા માં કંઇક દેવું પડશે. તો હું આ ડીલ કરવા રાજી છું.
તમારે મારી પાસેથી શું જોઈએ છે? મિ.ચોપડાએ અધીરાઈથી પૂછ્યું.
જોવો મિસ્ટર ચોપડા તમારી કંપનીની હાલત મને ખબર છે...તો હું નથી ચાહતો કે મારા પ્રોજેક્ટમાં કોઈ પણ પ્રકારની કમી રહી જાઈ.
હું અત્યારે એ ચાહું છું કે આ પ્રોજેક્ટ તમારી ટીમ કરે...પણ મારી હેઠળ આ પ્રોજેક્ટનું હર એક કામ થાય...અને હું એમજ આ કામ નથી કરવા માંગતો, બદલામાં તમારી કંપનીના ૨૦% શેયર્સ ખરીદવા માંગુ છું, બસ તમારે મને કંપનીમાં ૨૦% નો ભાગ આપવો પડશે, બીજી કોઈ ચીજ મારે નથી જોતી.
મિ.ચોપડા આ સાંભળીને વિચારમાં પડી ગયા.... થોડીવાર પછી તેમણે એક સ્માઇલ કરીને કહ્યું, મિ.રાઠોડ હું તમને કંપનીના ૨૦% શેયર્સ નહી આપુ,....પણ ૫૦% શેયર્સ આપુ છું. તમે આ કંપનીના ૨૦% શેયર્સ માંગ્યા, તો હું તમારી પાસેથી તેટલુ જ અમાઉન્ટ લઈશ, પરંતુ બદલામાં તમારે આ કંપનીને ફરી ગ્રો તરફ લઈ જવાની છે.
ને ૫૦% શેયર્સ આપવાનું કારણ તમારું...શું હું જાણી શકું? મિ.રાઠોડએ પૂછ્યું.
મે તો તમને ૨૦% શેયર્સ માંગવાનું કારણ પૂછ્યું નહી......કંઈ નહિ તો પણ હું તમને મારું કારણ કહું છું.
મિ.રાઠોડ મારે તમને ૫૦% શેયર્સ આપવાનું કારણ એ છે....કારણ કે તમે એક સક્સેસ બિઝનેસમેન છો, હું લાંબા સમયથી એક સારા અને ઈમાનદાર બિઝનેસમેનની તલાશમાં હતો.
હવે મને નથી લાગતું કે હું આ કંપનીને પાછી ટોપ પર લઇ જઈ શકીશ, એટલે હું કંપની તમને શોપવા માંગુ છું અને હું જાણું છું કે તમે એક શ્રેસ્ટ આર્કિટેક્ટચર પણ છો, પણ તમે કયા રીઝનથી આર્કિટેક્ટચર છોડ્યું એ મને નથી ખબર...એ તમારું પ્રસનલ રિઝન હસે, એટલે હું નહી પૂછું તમને. મિ.ચોપડાએ કહ્યું.
પણ મિ.ચોપડા, એ બધું તો ઠીક પણ હું જાણું ત્યાં સુધી તમારે એક દીકરો પણ છે, તો તમારે તેને જ આ કંપની સોંપવી જોઈએ. મિ.રાઠોડએ કહ્યું.
મિ.ચોપડા થોડા નિરાશ થઈને બોલ્યા, મારા દીકરાને મારા આ બિઝનેસની દુનિયામાં કોઈ ઈનટ્રેસ નથી, તે તેના મનથી જ જીવવા માંગે છે. તે માટે હું તમને આ બિઝનેસ સોંપવા માંગુ છું.
મિ.રાઠોડે થોડું વિચારીને કહ્યું, ઠીક છે મને મંજૂર છે.
મિ.ચોપડાએ ખુશ થઈને તેમનો આભાર માન્યો. મને ખુશી છે કે મે એક સારા બિઝનેસમેનને મારી આ કંપની સોંપું છું, થેંક યું સો મચ મિ.રાઠોડ. હું કંપનીના લોયરને બોલાવી લવ છું અને શેયર્સના ડોક્યુમેન્ટ કરાવી લઉં.
થોડીવાર પછી મિસ્ટર રાઠોડ વોશરૂમ તરફ જઈ રહ્યા હતા. સામે લેડીસ વોશરૂમમાંથી મીરા તિશ્યુથી હાથ લૂછતી તેની ધૂનમાં જ આવી રહી હતી અને તે જોરથી મિસ્ટર રાઠોડની સાથે ભટકાઈ, તે પડવાની જ હતી ત્યાં મિસ્ટર રાઠોડે તેને કમરેથી પકડી લીધી... મીરા એકટસ મિસ્ટર રાઠોડની આંખમાં જોઈ રહી હતી.
હવે મને આમ જોયા જ કરવું છે કે ઊંભુ પણ થવું છે? મિ.રાઠોડએ થોડા રૂઆબ સાથે કહ્યું.
મીરા તેની ભાનમાં આવી અને ફટાફટ મિ.રાઠોડથી દુર થઈ.
સોરી. મીરાએ કહ્યું.
ચાલતા ન આવડતું હોય તો શું કામ ચાલો છો, તમને દેખાતું નથી કોઈ વ્યક્તિ સામુ આવી રહ્યું છે. મિસ્ટર રાઠોડ મીરાના તે રાતના શબ્દ બોલી રહ્યા હતા, તે પણ થોડા કટાક્ષમાં.
મીરા બોલી, આઈ એમ રિયલી વેરી સોરી મિસ્ટર રાઠોડ મારું ધ્યાન નોહતું.
નઈ મને તમારું સોરી નથી જોતું. બસ મને ભટકાયા જ કેમ.
જોવો મિ.રાઠોડ ખરેખર મારું ધ્યાન નહતું. મારીથી ભૂલ થઈ ગઈ. મીરાએ તેમને સમજાવતા પાછી માફી માંગી.
મારે તમારું સોરી નથી જોતું.
સાંભળો મિસ્ટર રાઠોડ, મારું ધ્યાન તો નોહતું પણ તમારે તો જોઈને ચાલવું જોઈએ અને જેન્ટસ્ વોશરૂમ આ બાજુ છે, તો તમે અહીંયા શું લેવા ચાલી રહ્યા હતા. મીરાએ છણકો કરતા કહ્યું.
મિસ્ટર રાઠોડ બિન્દાસ બોલ્યા, જાણી જોઈને ચાલી રહ્યો હતો.
તો પછી તમારી ભૂલ છે કે તમે ગલત જગ્યાએ ચાલી રહ્યા હતા. મીરાએ કહ્યું.
મિસ્ટર રાઠોડ બોલ્યા, હું પણ કાલે એમ જ કહી રહ્યો હતો કે ભૂલ તમારી છે, તમે ગલત જગ્યાએ ચાલી રહ્યા હતા, પણ તમે મારી વાત જ નોહતી માની અને મારો ટાઈમ વેસ્ટ કર્યો હતો.
જોવો મિસ્ટર રાઠોડ મારે કામ છે, મને જવા દયો પ્લીઝ. મીરાએ આજીજી કરી.
પોતાનું કામ કોઈ ફાલતુ રીઝનથી અટકે તો કેવો ગુસ્સો આવે કેમ. મિસ્ટર રાઠોડ હજુ પણ બિન્દાસ સ્વરે કહી રહ્યા હતા.
મેં તમને સોરી કહી દીધું, હવે મેં શું કરી શકું તમારી માટે કે તમે મને માફ કરી દો? મીરા અકળાઇને બોલી.
મિસ્ટર રાઠોડ વિચારતા હોય તેવી એક્ટિંગ કરીને કહ્યું, મારી માટે શું કરી શકીશ એમ તું?...... મિસ્ટર રાઠોડએ ગુસ્સામાં મીરાને ખંભેથી થોડો ધક્કો મારીને પાછળ દિવાલે સરકાવી દીધી અને એક હાથ દિવાલ પર રાખીને કહ્યું, કાલે ને કાલે મને એ ડીલ જોઈએ, શું લાવી શકીશ?
મિસ્ટર રાઠોડને એટલી પાસે જોઈને મીરાના શ્વાસ ફુલાવા માંડ્યા...એ કંઈ પણ બોલવાની હાલતમાં નોહતી, બસ એકટસ મિસ્ટર રાઠોડને જોઈ રહી હતી અને સાથે તેમના ગુસ્સાથી પણ ધ્રુજી રહી હતી.
તને કંઈ અંદાજો પણ છે બેવકુફ છોકરી કે તારી લીધે હું મારા દુશ્મનથી હારી ગયો. બસ એકકદમ...એકકદમ દૂર હતો તેનાથી અને હું તારી લીધે હારી ગયો... મિસ્ટર રાઠોડએ ગુસ્સામાં દિવાલમાં હાથ માર્યો અને આગળ કહ્યું, જેટલી બને એટલી મારીથી દુરી રાખજે, નહીં તો તને બહુ મોંઘી પડશે મારી દુશ્મની...એટલું કહીને તે પોતાનો કોર્ટ એટીટ્યુડમાં સરખો કરીને ત્યાંથી નીકળી ગયા ...........વધુ આવતા અંકે