મીરાએ આગળ કહ્યું, હું ડેમો બનાવીને ઓફિસેથી નીકળી, મને એક પણ રિક્ષા ન મળી અને.......અને મિ.અથર્વ તને મળ્યા અને તને ઘરે ડ્રોપ કરી. ઝોયા પાછી વચમાં બોલી.
મીરા હવે પૂરી રીતે કંટાળી ગઈ અને તેણે કહ્યું, જવા દે મારે તને કંઈ નથી કહેવું તું જાણેજ છે ને બધું, નથી કંઈ કેહવુ તને મારે.
સોરી સોરી મીરા બસ સોરી, હવે હું મારું મોઢું નઈ ખોલું બસ પ્રોમિસ... તું મને બધું કહે. ઝોયાએ આજીજી કરતા કહ્યું.
સારું તો તારું મોઢું ખોલતી જ નહિ વચમાં...મીરાએ આગળ કહ્યું, હા તો મને રિક્ષા મળી જ નહીં અને હું આગળ ચાલવા લાગી આગળ એય ક્યાંય રિક્ષા મળી નહિ અને હું મારા વિચારમાં ચાલતી હતી, ત્યાં જ એક ગાડી ફુલ સ્પીડમાં આવી....મને તે ગાડીની થોડી ઠોકર લાગી અને....... અને એમ મીરાએ ઝોયાને કાર એક્સિડન્ટથી લઈને અથર્વની ઓફિસની ધમકી સુધી બધું કહ્યું.
તો મિસ્ટર અથર્વ જે છોકરીની વાત કરતા હતા એ તું હતી.... એટલે તારી હાલત મિટિંગમાં ખરાબ થઈ ગઈ હતી...અરે મીરા આ શું કર્યું તે, તને કંઈ તમીઝ બમીઝ છે કે નહીં, આવા હેન્ડસમ છોકરા સાથે આવી રીતે કોણ લડે અને એમ પણ મિસ્ટર અથર્વ સાથે, એ તો કેટલા શાંત અને સમજુ લાગે. તારી જ બધી ભૂલ છે. ઝોયાએ ચોંકીને અને ખીજાઈને કહ્યું.
મીરાએ છણકો કરતા કહ્યું, વાહહ તને એનું લાગે છે....થોડીવાર પછી તે નિરાશ થઈને આગળ બોલી,યાર હું એ રાતે થાકી ગઈ હતી, એટલે દિમાગ પેહલેથી નોહતો કામ કરતો.
યાર મીરા તારું શું કરવું આ તારી જબાન કોઈ દિવસ તને મરાવશે. મને તો એમ થયું કે તમે બે લવર્સ થઈ ગયા. તે તો મારા બધા વિચાર પર પાણી ફેરવી દીધું. હવે તો તારા લવરએ તને તેનાથી દૂર રહેવાનું પણ કહીઁ દીધું.
એ મારો લવર નથી સમજી તું. મીરા અકળાઈને બોલી.
જે પણ છે હવે તો તારી આવી બની ઓફિસમાં.
છોડ બધું મારે કંઈ નથી વિચારવું સુઈ જવા દે મને. અને તારી વિસ હતી કે આપણે બંને કાલે સાથે જ રહીશું એટલે બધું મૂક આપણે કાલનો દિવસ એન્જોય કરવાનો છે એટલે અત્યારે સુઈ જાવ ઓફિસની વાત ઓફિસે.
સવારે બંને સહેલીઓ ઊઠીને તૈયાર થઈને પહેલા તો ગાર્ડનમાં ગયી અને બધા વૃદ્ધ લોકો પાસે જઈને બંને સહેલીઓ બેઠી અને તેમની સાથે ઘણી વાતો અને મસ્તી કરી.
પછી બંને અનાથ આશ્રમના બાળકો માટે થોડું ખાવાનું અને ગિફ્ટ લઈને ગઈ.
મીરા એક અનાથ છોકરી છે. તેણે તેંનું આખું બચપન અનાથ આશ્રમમાં વિતાવ્યું હતું અને સાથે ભણવાની લગની પણ હતી. તે હંમેશા દિલ દઈને ભણતી.
તેણે ધીરે ધીરે આર્ટીટેક્ચર વિશે જાણ્યું. તેને તેમાં વધુ ઇન્ટરેસ્ટ આવતો ગયો. તેણે નિર્ણય કર્યો કે તે એક ઇન્ટિરિયર આર્કિટેક્ચર બનશે, પણ તે એક અનાથ છોકરી હતી આર્કિટેક્ચરનું ભણવા માટે પૈસાની જરૂર પણ પડે એમ હતી અને તેણે એક નિર્ણય કર્યો.
તેણે ૧૮ વર્ષની ઉંમરમાં અનાથ આશ્રમ છોડ્યું અને પોતાના પગભર થવા માટે, આર્કિટેક્ચર બનવા માટે ભણવાની સાથે અલગ અલગ જોબ કરવા લાગી.
તેણે કેફેટેરિયામાં વેઈટર તરીકે જોબ કરી, બાળકોને ટ્યુશન આપવા અને જે બિઝનેસ કપલ્સ હોય તેમને ઘરે નાના બાળકોને સાચવવા...તેવી ઘણી બધી જોબ કરી હતી પૈસા માટે અને તે કામયાબ પણ થઈ. તે એક શ્રેષ્ઠ ઇન્ટિરિયર આર્કીટેકચર સાથે કર્મશિયલ આર્કીટેકચર પણ બની. તેણે પોતાના પગભર થવા માટે તેની પૂરી જાન લગાડી દીધી હતી અને અડધું કામ તેનું સાફ દીલ અને હસમુખ સ્વભાવએ કરી નાખ્યું હતું. જેથી તે તેની જોબ પર વધુ ટકી રહેતી હતી.
ઝોયાની અને મીરાની દોસ્તી ૪ વર્ષ પેહલા આર્ટ એન્ડ આર્કિટેક્ચર કંપનીમાં થઈ. ત્યારથી બંને સહેલી ઓછી અને બહેનો વધારે છે.
પછી બંનેએ સાથે મૂવી જોઈ અને આખો દિવસ બંનેએ સાથે મોજમસ્તીથી વિતાવ્યો .
આર્ટ એન્ડ આર્કિટેક્ચર કંપની, સવારે ૧૦:૦૦ વાગે
કંપનીમાં બધા નવા બૉસનો વેટ કરી રહ્યા હતા. બધા એમ્પ્લોય એક્સાઇટેડ પણ હતા કે હવે કદાચ તેમની કંપની પાછી સક્સેસ તરફ આવશે. લગાતાર કંપનીની પાંચ મોટી ડીલ કેન્સલ થતા કંપની સાવ બંધ થવાને આરે આવી ગઈ હતી.
આર્ટ એન્ડ આર્કિટેક્ચર કંપની ગુજરાતમાં બધી કંપનીઓમાં ઉચ્ચ સ્થાન ધરાવતી હતી અને આખા દેશમાં શ્રેષ્ઠ કંપનીમાંથી એક હતી. કંપનીની એટલી સક્સેસ પાછળ ફક્ત મિસ્ટર ચોપડાની સતત મહેનત, અનુભવ અને પરિશ્રમ હતો. લગાતાર પાંચ ડીલ કેન્સલ થતા ક્યાંક ને ક્યાંક તેમને તેમની ઉંમર વધી ગઈ છે અને હવે તેમને રેસ્ટની જરૂર છે એવું લાગી રહ્યું હતું. તે સમજતા હવે કંપનીને પહેલા જેવી સક્સેસ કંપની નહીં બનાવી શકે.
તેમને તેમ પણ કંપનીને કોઈ સફળ બિઝનેસમેનના હાથમાં સોંપવી હતી અને તેમને એક સફળ બિઝનેસમેન મિસ્ટર રાઠોડના રૂપે મળી ગયા.
....અહીંયા મિસ્ટર રાઠોડ હવે કંપનીમાં આવી ચૂક્યા હતા અને તે બધા એમ્પ્લોય સામે આવીને ઊભા રહી ગયા... તેણે એકદમ રુતબા સાથે કહ્યું મારી ઉપર મિસ્ટર ચોપડાએ ભરોસો કરીને મને ૫૦% કંપનીમાં હકદાર બનાવ્યો છે.
હું કંપનીને પાછી તેના સ્થાને લઈ જઈશ અને હું ત્યારે કંપનીને પાછી તે સ્થાને લઈ જઈ શકીશ જ્યારે તમે બધા પણ સાથ આપશો. મને તમારીથી કોઈ ફરિયાદનો મોકો નહીં આપશો અને મને ઉમ્મીદ છે કે તમે મને નિરાશ નહીં કરશો. એમાં કંઈ ચૂક થઈ તો પછી મારા ગુસ્સાનો શિકાર પણ થશો. આ વાક્ય બોલતા સમયે તેમણે મીરા તરફ નજર કરી.
મને આ કંપનીમાં બધી વસ્તુ પરફેક્ટ જોઈશે, કોઈ પણ એમ્પ્લોય કામના ટાઈમ પર આળસ કરતું મને ન દેખાવું જોઈએ. હું કામ બાબતે એકદમ ચુસ્ત માણસ છું, તો મને ફરિયાદનો મોકો ન મળવો જોઈએ.
જેને પણ લાગતું હોય મારી સાથે કામ કરવું અઘરું છે અને જેને પણ વધારે નિયમ લાગતા હોય તે હમણાં જ આ કંપની છોડીને જઈ શકે છે, મને કોઈ વાંધો નથી. મારી સાથે કામ કરવું હોય તો મારા રૂલ્સ પણ ફોલો કરવા પડશે અને પોતાના કામ બાબતે બધાને ચુસ્ત પણ રહેવું પડશે. જેને મંજૂર હોય તે જ અહીં રહી શકે.
આ સાંભળ્યા બાદ બે ત્રણ આળસુ એમ્પ્લોયને એમ થયું કે અત્યારથી આ એટલા ઓર્ડર કરે છે, તો આગળ શું શું આપણી પાસે કરાવશે, આ વિચારીને તે ત્રણેય ચાલ્યા ગયા.
ગુડ...હવે કોઈને જવું હોય તો તે પણ જઈ શકે છે. અથર્વએ ફરીવાર કહ્યું.
હવે કોઈ એમ્પ્લોય તેની જગ્યાએથી હલ્યું નહીં કારણ કે, અમુક એમ્પ્લોય માટે આ જોબ મહત્વની હતી, તો અમુક એમ્પ્લોય માટે આ જ કંપની તેનું બધું હતું અને અમુકને માટે આ જોબ કરવું એક સપનું હતું એટલે હવે કોઈ એમ્પ્લોય ગયું નહીં.
ગુડ..... મિસ્ટર પરીખ મને બધા એમ્પ્લોયની પ્રોફાઈલ પાંચ મિનિટમાં મારા ટેબલ પર જોઈએ. અથર્વએ રાહીલ સામે નજર કરી કહ્યું.
જી સર, હું હમણાં જ આવું લઈને. રાહીલએ કહ્યું.
રાહીલ પાંચ મિનિટની અંદર જ બધા એમ્પ્લોયની પ્રોફાઈલ લઈને અથર્વના કેબીનમાં પહોંચી ગયો.
સર આ પ્રોફાઇલ્સ. રાહીલએ ત્રીસ એક જેટલી પ્રોફાઇલ ટેબલ પર મૂકી.
ઓકે તમે જઈ શકો છો. અથર્વએ કહ્યું.
રાહીલ કેબિનમાંથી બહાર આવ્યો અને અહીંયા અથર્વ બધા એમ્પ્લોયની પ્રોફાઈલ જોવા લાગ્યો. થોડી ફાઇલ્સ પછી મીરાની પ્રોફાઈલ આવી.
અથર્વએ પ્રોફાઈલ ખોલી તેમાં મીરાનો ફોટો અને તેનું નામ વાંચ્યું. આગળ તેણે વાંચ્યું કે ..........વધુ આવતા અંકે