Beinteha: Hate and Love - 6 in Gujarati Drama by Firdous kaSak books and stories PDF | બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 6

Featured Books
  • બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 7

        બૉસ તેને આપણે બિઝનેસમાં હરાવી દેશું, પણ તે તેના મનથી કોઈ...

  • પંચાયત - ભાગ 5

    ચૂંટણી અધિકારીની ઓફિસમાં ભારે તણાવ હતો. બહાર સેંકડો લોકો એકઠ...

  • રઘુવંશ - ભાગ 3

    "જેના નામ પરથી આ ધરા 'પૃથ્વી' કહેવાઈ, એ પ્રથમ ચક્રવર...

  • પત્ર

    વહાલા પપ્પા આજે પાંચ વર્ષ પછી તમારી સામે દિલ ખોલીને વાત કરવા...

  • સફળતા?? - 3

    રોહનને અટકાવતા કહ્યું , “હા ! મને ખબર છે  , પણ મારે હવે તારા...

Categories
Share

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 6

    


    મિસ્ટર રાઠોડ મીરાને ધમકી આપીને પોતાનો કોર્ટ એટિટ્યૂડમાં સરખો કરીને નીકળી ગયા.
     
    મીરા બસ મિસ્ટર રાઠોડને જતાં જોઈ રહી, તે ઊંડા શ્વાસ લેવા લાગી અને પોતાના મનને કહી રહી હતી, મીરા ખરેખર તું એક બેવકુફ છોકરી છે. તારે શું જરૂર હતી તેની સાથે લડવાની, તારી લીધે તેની ડીલ કેન્સલ થઈ... તે આ શું કર્યું. તે જેમ કહીને ગયો છે એમ લાગે છે કે થોડા ટાઈમમાં તારા દિવસો ખતમ.
   
    પાછી પોતાના મનને સમજાવી પણ રહી હતી કે કંઈ નહીં મીરા, અગર ડીલ થઈ તો પણ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીને તો તને એ ડેવિલથી છુટકારો મળી જશે...તો બસ પ્રોજેક્ટને ફટાફટ કમ્પ્લીટ કરવો પડશે અને જેટલું બને તેટલું આ ડેવિલની નજરથી દૂર રહેવું પડશે.

    ઝોયા ક્યાંરની મીરાને શોધી રહી હતી અને તે વોશરૂમ તરફ આવી રહી હતી.... મીરાને પોતાની જ સાથે વાતો કરતા જોઈને તે થોડીવાર ઊભી રહી ગઈ. પછી તે મીરા પાસે ગઈ અને કહ્યું, મીરા તું ઠીક તો છે ને......પણ મીરાએ કોઈ જવાબ ન આપ્યો. ઝોયાએ મીરાને આખી  હલબલાવી નાખી અને પૂછ્યું, એ મીરા....તુ ઠીક તો છે ને?
મીરાએ તેના વિચારમાંથી બહાર આવીને પૂછ્યું, હં....શું થયું?
 
     અરે શું તને આજ કંઈ તાવ બાવ આવ્યો છે, આ શું એકલી એકલી પોતાની સાથે વાતો કરતી હતી. ઝોયાએ તેના કપાળ પર હાથ રાખીને પૂછ્યું.

     ન.....નહી તો મને કંઈ નથી થયું, એ તો બસ વિચાર કરતી હતી કે મિસ્ટર રાઠોડ ડીલ કરશે કે નહીં? મીરાએ વાતને વાળી લીધી.

    હ... એ તો હવે જોઈએ આપણે. ચાલ હું તને બોલાવા જ આવી હતી મિસ્ટર ચોપડાએ બધા સ્ટાફને બોલાવ્યા છે.

     બધા સ્ટાફને શું લેવા બોલાવ્યા, કંઈ થયું છે કે શું? મીરાએ ગભરાઈને કહ્યું.
 
     એ તો હવે મિસ્ટર ચોપડા જ કહેશે, ચાલ હવે જઈએ પહેલા. ઝોયા મીરાને સાથે લઈને ગઈ.
  
    થોડીવાર બાદ ઈશા આવી. મિસ્ટર ચોપડાએ મિ.રાઠોડને કહ્યું, મિસ્ટર રાઠોડ આ છે આપણી કંપનીના લોયર મિસ ઈશા દવે.
  
      મિ.રાઠોડએ કહ્યું, હાય મિસ ઈશા.
   
     હાય સર. ઈશાએ કહ્યું અને હાથ મેળવ્યો.
    
    ઈશાએ મિ.ચોપડાને કહ્યું, સર બધા શેયર્સના ડોક્યુમેન્ટ્સ રેડી છે.
    
    મિસ્ટર ચોપડાએ કહ્યું, મિ.રાઠોડ તમે ડોક્યુમેન્ટ જોઈ લ્યો.
   
    મિસ્ટર રાઠોડએ બધા ડોક્યુમેન્ટ વાંચીને સહી કરી અને કહ્યું, મિ.ચોપડા અમાઉન્ટ તમારા અકાઉન્ટ પર ટ્રાન્સફર કરવાનું છે?

   નહિ મિસ્ટર રાઠોડ મારા અકાઉન્ટ પર નહિ, કંપનીના અકાઉન્ટ પર કરી દો. જેથી હવે આ અમાઉન્ટ આગળના પ્રોજેક્ટ પર કામ લાગી જાઈ... મિસ્ટર રાઠોડ અત્યારે મને સૌથી વધુ મારી કંપનીની ફિકર છે.
  
    મિ.રાઠોડએ તેના આસિસ્ટન્ટને કૉલ કરીને કંપનીના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી દીધા.
  
    કોન્ગ્રેચ્યુલેશન મિસ્ટર રાઠોડ, આ કંપનીમાં હવે તમે ૫૦% ના ભાગીદાર છો. ઈશાએ કહ્યું...મિ ચોપડાએ પણ શુભેચ્છાઓ આપી.
   
    થોડી વાર બાદ બધો સ્ટાફ મિટિંગ રૂમમાં જમા થઈ ગયો. મિસ્ટર ચોપડાએ બધાને સંબોધીને કહ્યું, મારે તમારા બધા સાથે જરૂરી વાત કરવી છે. પહેલા તો હું તમને કહી દઉં કે મિસ્ટર રાઠોડએ આપણી કંપની સાથે ડીલ ફાઈનલ કરી લીધી છે. એ સાથે જ બધો સ્ટાફ ખુશ થઈ ગયો અને બધાએ જોર જોરથી તાળીઓ વગાડી.....એક મિનિટ ગાઇસ મારે હજુ પણ એક જરૂરી વાત કહેવાની રહી ગઈ છે.

     મિસ્ટર ચોપડા આગળ બોલ્યા, તો મારા બધા એમ્પ્લોય હવેથી હું તમારો બૉસ નથી અને આ કંપની પણ હવે હું નથી ચલાવવાનો, આ સાંભળીને બધા એમ્પ્લોય ચોંકી ગયા અને બધા સવાલ ભરી નજરે મિસ્ટર ચોપડાને જોઈ રહ્યા હતા. 
 
    મિસ્ટર ચોપડાએ આગળ કહ્યું, કારણ કે હવે મને લાગે છે કે મારી ઉંમર થઈ ગઈ છે અને હવે કંપની પહેલા જેવી ગ્રો નથી કરી રહી. તો આ કંપની માટે બેહતર રહેશે કે આ કંપનીને નવા બૉસ મળે અને આ કંપનીની ભાગદોડ તે સંભાળે, કંપનીને પાછી ગ્રો તરફ લઈ જાય.

    આ સાંભળીને બધા એમ્પ્લોયનો સવાલોનો મારો શરૂ થઈ ગયો. 

     પણ સર તમે આ કંપની માટે બેસ્ટ છો અને અમારા પણ બેસ્ટ બૉસ છો. ઉંમર થઈ ગઈ તો શું થઈ ગયું, તમે આજે જ તમારી કંપનીને બેનક્રપટ થતા રોકી છે. શું લેવા તમે કંપની છોડવા માંગો છો? મીરા અને ઝોયાએ નિરાશ થતાં કહ્યું.

    તમે જેમ સમજો છો તેમ નથી, હું હજી પણ ૫૦% શેયર્સનો માલિક છું. પણ હવે હું તમારો બોસ નથી. કારણ કે હવે જે થોડું ઘણું કામ હશે, તે હું ઘરેથી જ કરીશ. મારે થોડી રેસ્ટની પણ જરૂર છે અને બીજું બધું કામ તમારા બીજા બૉસ સંભાળશે. મિસ્ટર ચોપડાએ કહ્યું.
  
    હવે આ સાંભળીને બધા એમ્પ્લોય ભારે વિચારે ચડ્યા કે, હવે બીજા ૫૦% શેયર્સના માલિક અને તે લોકોના બૉસ કોણ હશે?
 
     મિસ્ટર ચોપડા બધા એમ્પ્લોયના મોઢાં ઉપર સવાલ જોઈ રહ્યા હતા. તેમણે કહ્યું, ચાલો તો હવે તમે જાણવા તૈયાર છો કે આ કંપનીના બૉસ હવે કોણ છે? 

     તો આ કંપનીના નવા બૉસ અને ૫૦% શેયર્સના માલિક મિસ્ટર અથર્વ રાઠોડ. મિસ્ટર ચોપડાએ મિ.અથર્વ રાઠોડને સંબોધીને કહ્યું જે ત્યાં જ હાજર હતા.

     પહેલા તો બધા એમ્પ્લોય ચોંકી ગયા અને પછી બધા જ એમ્પ્લોય તાળીઓ વગાડી રહ્યા હતા..... આ સાંભળીને મીરાના મોઢે બાર વાગી રહ્યા હતા.

     મિસ્ટર ચોપડાએ આગળ કહ્યું, મને મિસ્ટર અથર્વ રાઠોડ ઉપર વિશ્વાસ છે, તે એક સક્સેસ બિઝનેસમેન છે અને તે આ કંપનીને પાછી તેની ઓળખ આપશે.
 
    થેન્ક્યુ મિસ્ટર ચોપડા મારી ઉપર વિશ્વાસ કરવા બદલ અને હું આ કંપનીને પાછી સક્સેસ તરફ લઈ જઈશ. મિસ્ટર રાઠોડએ ભરોસા સાથે કહ્યું.
  
   મને ભરોશો છે તમારી ઉપર મિસ્ટર રાઠોડ. મિસ્ટર ચોપડાએ વિશ્વાસથી કહ્યું.

    અથર્વએ આભાર વ્યક્ત કરતા કહ્યું, થેન્ક્યુ..... મારા ખ્યાલથી હવે એમ્પ્લોયને પણ થોડો રેસ્ટ કરવા દઈએ. મારી લીધે બે દિવસથી સતત કામ કરી રહ્યા છે. તો કાલે એક દિવસની લીવ આપી દઈએ. મિસ્ટર ચોપડા શું વિચાર છે તમારો??

    હવે આ કંપની તમારી જ છે, તો હવે તમે જે કહેશો તે થશે. મિ.ચોપડાએ કહ્યું.

    ઠીક છે તો બધા એમ્પોલોયને હું એક દિવસની લીવ આપુ છું....એક દિવસ આરામ કરો. મિ.રાઠોડએ કહ્યું.

  **********

વી.આર મેન્શન 

      
   બૉસ અથર્વ રાઠોડએ આર્ટ એન્ડ આર્ટિટેક્ચરના ૫૦% શેયર્સ લઈ લીધા છે. રોયએ તેના બૉસને કહ્યું

     રોયનો બૉસ વીઆર મેન્શનના વિશાળ હોલમાં મેઈનચેર પર બેઠો હતો.

     તે શેતાની હસી સાથે મજાક ઉડાડતો હોય તેમ બોલ્યો, હવે ડીલ તો ગઈ બિચારાના હાથમાંથી, તો હવે તેની પાસે કામ કરવા જેવું તો કંઈ નથી. એટલે હવે એ બીજાની કંપની સંભાળશે. એટલું બોલી તે જોર જોરથી હસવા લાગ્યો.

     બૉસ પણ મને એવું લાગે છે કે, એ કઈંક નવી ચાલ રમતો હસે. રોયએ કહ્યું.

     રોય.... હવે તેની પાસે રમવા માટે કોઈ ચાલ જ નથી બચી. રોયના બૉસએ કહ્યું.

     તો હવે શું કરીએ બૉસ? રોયએ પ્રશ્ન કર્યો.
  
     અત્યારે તો હવે કંઈ નહિ.....અથર્વ રાઠોડને થોડી શુભકામનાઓ આપી દઈએ.

     ઓકે બૉસ હમણા કોલ કરું છું અને રોયએ ફોન જોડ્યો.
   
  અરે મુબારક મુબારક આર્ટ એન્ડ આર્કિટેકચર કંપનીના નવા બૉસ મિ.અથર્વ રાઠોડને. સામેથી ફોન ઉઠાવતા વેત જ રોયનો બૉસ થોડા ચિડાવવાના ભાવે બોલ્યો.

     તારી હદમાં રહે વિક્રમ રાણા. તને શું લાગે, તે એ ડીલ કરીને મોટું તીર મારી લીધું. અથર્વએ વિક્રમને વળતો જવાબ આપ્યો.
 
    તીર તો મે નાનું જ માર્યું છે, પણ તારા દીલ પર જરૂર વાગ્યું છે. વિક્રમ રાણાએ હસીને કહ્યું.

     તને ભૂલ થાય છે વિક્રમ રાણા, આજ સુધી એવું કોઈ તીર નથી બન્યું, જે અથર્વ રાઠોડના દીલ પર વાગે. અથર્વએ અભિમાનથી કહ્યું.

    હમમ..... તે તીર તો હું ગમે ત્યાંથી શોધી લઈશ અને તે તારો બરબાદીનો દિવસ હસે અથર્વ રાઠોડ. વિક્રમએ કહ્યું.
 
   જોજે મારા પાલતુ કૂતરા, મારી પર નજર રાખવામાં કંઈ બાકી ન રહી જાય...કારણ કે તને તારી કંપની કરતા, મારું ધ્યાન રાખવામાં વધારે દિલચશ્પી છે. પણ મારે ઘણું કામ છે તારી જેમ નવરો નથીને એટલે.....એટલું કહીને અથર્વએ ફોન કટ કરી નાખ્યો.

    પોતાની બેઈજત્તી થતાં ન સાંભળી શકતા, વિક્રમ રાણાએ ફોન ગુસ્સામાં ફેંકી દીધો.

    રોય...મારે અથર્વને હારતા જોવો છે...તેને બરબાદ થતાં જોવો છે...તેની હર એક ચીઝ મારે છીનવી લેવી છે...તેનું દિલ કટકે ને કટકે વિખેરવું છે. વિક્રમ રાણાએ બહુ ગુસ્સામાં કહ્યું.
    
  બૉસ તેને આપણે બિઝનેસમાં હરાવી દેશું, પણ તે ..........વધુ આવતા અંકે