અથર્વ મીરાને કાલે મિટિંગ માં ટાઈમ પર પોહચવા માટે કહી રહ્યો હતો.
મીરાએ કટાક્ષમાં કહ્યું, જી સર અહીથી સહી સલામત ઘરે પોહચી ગઈ તો કાલે ટાઈમ પર જ પોહચી જાઈશ.
તો વાંધો નહીં, નહિતર મને પસંદ નથી મારી મિટિંગ કોઈની સાથે સ્ટાર્ટ હોય અને મારા એમ્પ્લોય મને શર્મિંદા કરે ક્લાયન્ટની સામે. અથર્વએ ફરી કટાક્ષમાં કહ્યું.
જી નહી સર હું ટાઈમ પર જ આવીશ અને તમને શરમિંદા નહીં કરું. મીરાએ કહ્યું.
સારું હવે જઈ શકો છો. અથર્વએ કહ્યું...... અને મીરા ઘરે આવીને જમી ને સુઈ ગઈ.
અહીંયા અથર્વએ અબીરને કોલ કરીને રાઠોડવિલા બોલાવ્યો...... થોડીવાર પછી અબીર આવ્યો.
હવે તારી અડધી કલાક પૂરી થઈ? તું મને કંપનીમાં ક્યાંય ન દેખાયો. અથર્વએ અબીરને કહ્યું.
ભાઈ સોરી, હું એક કામમાં ફસાઈ ગયો હતો એટલે. અબીરએ જવાબ આપ્યો.
અબીર ગુજરાતમાં આવતા વેત તને કયું કામ મળી ગયું?
કંઈ નહિ ભાઈ કોલેજના મિત્રોને મળવા ગયો હતો. ઘણા ટાઈમ પછી ગુજરાત આવ્યો હતો, તો મિત્રોને મળવાનું પણ બહુ મન થયું હતું એટલે પછી કંપનીમાં આવવાનો ટાઈમ જ ન મળ્યો...સોરી ભાઈ.
સોરીની કોઈ જરૂર નથી અબીર, એ તો સારું કર્યું તે કે મિત્રોને મળી લીધું અહીંયા આવીને.
હા ભાઈ અને કાલથી હું તમારી સાથે જ આવવાનો છું ઓફિસ.
સારું ચાલ પહેલા જમી લઈએ.
હા ચાલો ભાઈ.
અબીર જમી ને તેના રૂમમાં ગયો અને તે બાલ્કનીમાં આવીને બેસી ગયો. તેણે સ્માર્ટ સ્પીકર પોતાની બાજુમાં મૂક્યું અને બોલ્યો, એલેક્ષા પ્લે ધ સોંગ, તેમાં એક ટ્રેડિંગ ગીત શરું થયું. તે સોંગ kushagra નું હતું.
हम...जाना, तू आता नहीं
सपनों से जाता नहीं
मिल जाए, क्या ही बात थी
क़ामिल हो जाता वहीं
जाना, मेरे सवालों का मंज़र तू
हाँ, मैं सूखा सा, सारा समंदर तू
हाँ, गुलाबी सी सर्खी जो दिखती थी
फिर से दिख जाए तो जी भर के साँस भर लूँ
काटी कितनी थी रातें, नहीं सोया मैं
तुझे कितना बुलाया, फिर रोया मैं
तेरी सारी वो बातें क्यों सोने नहीं देती
सताए मुझे, हाँ, फिर खोया मैं........
આ સોંગની લિરિકસ સાંભળી અબીરની આંખોમાં પાણી હતું અને તે ખૂબ જ દુઃખી થઈ બોલ્યો,...ક્યાં છો તું!
આર્ટ એન્ડ આર્કિટેક્ચરમાં સવારે ૧૦:૦૦ વાગે
અથર્વ અને અબીર બંને કંપનીમાં પહોંચી ગયા હતા. સ્ટાર હોટલના ક્લાયન્ટ મિસ્ટર રાજ શર્મા પણ મીટીંગ માટે આવી ગયા હતા, અથર્વએ તેમને વેલકમ કર્યું અને મીટીંગ રૂમમાં લઈ ગયો.
મિસ્ટર અથર્વ મને થોડું આશ્ચર્ય થયું તમે અચાનકથી પાછું ક્યારે આર્કિટેક્ચર સંભાળી લીધું. મિ. રાજએ કહ્યું.
કંઈ નહીં મિસ્ટર રાજ ઘણા ટાઈમથી પાછો મારી ફિલ્ડમાં આવવા માંગતો હતો અને મને ઘણી ઇચ્છા હતી કે પાછું થોડું આર્કિટેક્ચર સંભાળીએ.
એ તો તમે બહુ સારું કર્યું પાછા આવીને અને મારી માટે તો બહુ ખુશીની વાત છે કે હવે મારો પ્રોજેક્ટ તમે સંભાળો છો, કારણ કે મારો પ્રોજેક્ટ આઠ મહિનાથી બંધ રહ્યો છે. શાયદ એક મહિનો વેટ કરત નહીંતર પછી પ્રોજેક્ટને કેન્સલ કરવાનો ઇરાદો હતો. મિ.રાજએ કહ્યું.
હવે તો મિસ્ટર રાજ તમારો પ્રોજેક્ટ ત્રણ એક મહિનામાં કમ્પ્લીટ કરી નાખીશ.........મિસ શાહ પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરો. અથર્વએ કહ્યું.
મીરાએ મીટીંગ સ્ટાર્ટ કરી દીધી, મિટિંગ સ્ટાર્ટ જ હતી ત્યાં એક યુવતી અંદર પ્રવેશી, તેણે પણ મીટીંગ જોઈન કરી અને ચેર પર બેસી ગઈ, પણ તેની સામેની ખુરશી પર અબીરને જોઈને તે યુવતી ચોંકી ગઈ. અબીર પણ તેને જોઈને સ્તબ થઈ ગયો, પણ બંનેમાંથી કોઈ પણ કઈ બોલ્યું નહી.
સામે વાળી યુવતી મીટીંગ પર ધ્યાન દેવાની કોશિશ કરી રહી હતી. પણ મગજમાં જાણે વાવાઝોડું આવ્યું હોય એમ તે બસ એક પૂતળાની માફક બેઠી હતી અને સામે અબીરનો પણ કંઈક એજ હાલ હતો. તો પણ તે પેલી યુવતી સામે જોઈ રહ્યો હતો.
એમને એમ મીટીંગ પૂરી થઈ પેલી યુવતી ફટાફટ વોશરૂમ તરફ ચાલી ગઈ અને અબીર તેને જતા જોઈ રહ્યો.
વાઉ અમેઝિંગ ડેમો બનાવ્યો છે, મિસ્ટર અથર્વ તમારી કંપનીએ. પહેલાના ડેમો કરતા અત્યારના ડેમોમાં ઘણા સુધારા સારા છે. મિ.રાજ ખુશ થઈને બોલ્યા.
થેન્ક્યુ...બધુ મારા એમ્પ્લોયસ એ જ કર્યું છે, આ તેમની બધાની મહેનત છે. અથર્વએ કહ્યું.
હમમ..મને આ નવા સુધારા ઘણા ગમ્યા. મિ.રાજએ ફરી એકવાર કહ્યું.
તો હવે કાલથી જ કન્સ્ટ્રકશન પર કામ શરૂ કરી દઈએ. અથર્વએ કહ્યું.
મિ.રાજએ કહ્યું, હા કાલથી જ સ્ટાર્ટ કરી દો તમે.
વોશરૂમમાં પેલી યુવતી મીરર સામે ઉભી હતી અને ક્યારના રોકી રાખેલા આંસુ જાણે પુર બનીને વહેવા લાગ્યા...... થોડીવાર પછી રિલેક્સ થઈને તે બહાર આવી. અબીર તેની પાસે જ આવી રહ્યો.
પેલી યુવતીએ તેની સામે ધ્યાન જ ન આપ્યું. એ જઈ રહી હતી, અબીર તેને જતા જોઈ રહ્યો હતો પણ તેની હિમ્મત ન થઈ તેને રોકવાની.
અથર્વ રાહીલને કાલની બધી કન્સ્ટ્રકશનની તૈયારી કરવાનું કહી રહ્યો હતો... બધું સમજાવીને અથર્વ તેનું કામ કરવા ચાલ્યો ગયો.
અબીર, મિસ્ટર મલ્હોત્રાએ ફાઈલ્સ મોકલાવી? અથર્વ લેપટોપ પર કામ કરતા કરતા અબીરને પૂછી રહ્યો હતો, પણ અબીર તેના વિચારમાં જ ઊભો હતો.
અથર્વએ એક બે વાર પાછું કહ્યું, પણ અબીર તેની ધૂનમાં જ હતો.... અથર્વએ અબીર પાસે આવીને તેને હલાવ્યો અને પૂછ્યું, એવા તો કયા વિચારમાં છો તું કે મારું ત્રણ વાર કેહવા છતા તારું કોઈ ધ્યાન જ નથી?
અબીર ત્યારે ભાનમાં આવ્યો અને કહ્યું, હ...ભાઈ શું કહ્યું તમે?
અબીર મેં તને ત્રણ વાર કહ્યું તારું ધ્યાન ક્યાં હતું. જ્યારથી મીટીંગ પૂરી થઈ, તું કંઈક અજીબ જ બિહેવ કરી રહ્યો છે. શું થયું તને અચાનક? અથર્વએ થોડી ચિંતા સાથે પૂછ્યું.
કંઈ...નહિ..ભાઈ બસ થોડું નવું નવું છે એટલે, બસ બીજું કંઈ નથી... તમે શું કહી રહ્યા હતા? અબીરએ વાત ફેરવી નાખી.
મિસ્ટર મલ્હોત્રાએ ફાઇલ્સ મોકલી કે નહીં? અથર્વએ ફરી એકવાર કહ્યું.
હા ભાઈ તેમણે મોકલી દીધી છે, બસ ૧૦ મિનિટમાં હું લઈને આવ્યો.
ઠીક છે.
થોડીવાર પછી મીરા અથર્વના કેબિનમાં આવી અમુક ફાઇલ્સ લઈને અને કહ્યું સર કન્સ્ટ્રકશનની આ ફાઈલ જોઈ લ્યો.
અથર્વએ ફાઇલ્સ લીધી........થોડી વાર જોયા બાદ કહ્યું, બધું બરોબર છે.
મિસ શાહ આપણી કંપનીના કોન્ટ્રાક્ટર કોણ છે?
મિસ્ટર હિતેશ દેસાઈ સાંભળે છે. આપણી કંપની સાથે બહુ પહેલેથી જ જોડાયેલા છે. મીરાએ કહ્યું.
ઠીક છે એમને કૉલ કરીને કાલે બોલાવી લો મિટિંગ માટે. અથર્વએ કહ્યું.
જી સર. મીરા એટલુ કહીને બહાર આવી ............વધુ આવતા અંકે