Akshaynitisutra - 4 in Gujarati Philosophy by yeash shah books and stories PDF | અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 4

Featured Books
Categories
Share

અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 4

સૂત્ર :૭

સમાજનું અસ્તિત્વ.. સમાજ ની પોતાની આવશ્યકતાઓ અને અપેક્ષાઓ તથા તેની વૃત્તિઓ નો મુજ કુદરત ની વૃત્તિઓ સાથે ટકરાવ જેટલો એટલું જ સંઘર્ષ વધુ.

શરીર પણ મુજ કુદરત ની રચના, એના શ્વાસ, પાણી ,ભોજન, સુરક્ષા,પ્રજનન અને વિકાસ ની યોજના બધી જ રહેતી હમેશા.. પણ આ સંઘર્ષ આ રચના ને કરતો પ્રદૂષિત અને સૈદૈવ રહેતો પામવાની ચાહ માં.

જીતવાની અપેક્ષા થતા હારતો.. પામવા ની ઇચ્છા કરતા ગુમાવતો.. કારણ કે ઈચ્છા ફક્ત જોવા દેતી ચાંદ ની ચાંદની પણ ન જોવા દેતી કાળા ડાઘ.

તૂટેલા કાચ માં સંપૂર્ણ પ્રતિબિંબ જોવાની અભિપ્સા.. કષ્ટો થી પરિપૂર્ણ રહતી.. છતાંય કાંઈક વિશેષ થી વિશેષ બનવાનો અથવા ન બની શકવાનો ગર્વ અને નિરાશા સદૈવ પીડિત કરતી.

પોતાના સમાજ માં કૃત્રિમ ઇશ્વર બનાવતો.. ન્યાયાલય પણ.. વ્યવસ્થાઓ પણ ઘડતો અને અંધવિશ્વાસો પણ .. નીતિ પણ ઘડતો અને યુદ્ધો પણ કરતો..પરંતુ ક્યારેય આ વિકાસ માં મુજ ને ન શોધતો 


સૂત્ર :૮

કે શોધતો મને તો એ સમાજ માં , બહાર ના શોર માં કે ભીતર ના ભ્રમ ભેદ માં પામી શકતો...ક્યાં?

એની તમામ રચનાઓ ને ગ્રહણ કરીને બેઠો હું  છું  અત્ર તત્ર સર્વત્ર.. નહી કોઈ ગૂઢ રહ્યાં રહસ્ય મારી ભીતર.. અંગો સાથે અંગો ને મેળવી પામી લેતો મને.. 

પામી લેતો સર્વ  વિકાસ ,પ્રસન્નતા અને શાંતિ ,જે કીધા  રસ્તા અને મંજિલ પૂર્વે.

સમાજ માં જીવતો પણ સમાજ ને મિથ્યા જાણી શકે .. અને  શાંત રહી શકે સામાજિક પરિસ્થિતિઓ માં તો તત્કાળ આ કૃત્રિમ પ્રભાવ થી અળગો થાય.

સંસાર અને વૈરાગ્ય આ ભેદ સમાજ ના, નેતા અને પ્રજા એ ભેદ સમાજ ના . મુજ કુદરત માં તો જે કાંઈ પણ જડ ચેતન છે, એ સર્વ કાંઈ છે કુદરત.

ઉપસંહાર

અહીંયા  સમુદ્ર થી  નીકળતા મીઠા થી સ્વાદ પકડાતી જીભ  સુધી  બધું જ એક રીતે જોડાયેલ છે.. બધું જ બધા માટે છે, છતાંય  શું એવું છે? જે મેળવવા યત્ન કરવો પડે એ વિચારો?


પ્રથમ ખંડ પૂર્ણ

ભાવાર્થ

મનુષ્ય એ પ્રથમ થી જ કુદરતની બનાયેલી સર્વશ્રેષ્ઠ રચના છે. કુદરત ભેદભાવ થી મુક્ત છે. સમય ,વિકાસ,પોષણ, અવકાશ અને વિનાશ કુદરત ના નિત્ય પરિવર્તનશીલ અસ્તિત્વના મહત્વપૂર્ણ હિસ્સેદારી ધરાવતા ભાગો છે. સમય સમય પર આ ભાગો પ્રત્યેક મનુષ્ય ને પ્રાપ્ત થવાના જ છે..પરંતુ મનુષ્ય એ પોતાની વિશેષતા થી બનાવેલ સમાજ માં પણ શ્રેષ્ઠ બનવાની હવસ રાખી છે.. જેથી આ કૃત્રિમ સમાજ એના ચૈતન્ય ને પ્રભાવિત કરી ગયું છે. કૃત્રિમ સમાજ ના મહત્વપૂર્ણ અંગો ઈચ્છા,અપેક્ષા,ગર્વ, નિરાશા, ભેદભાવ, જાતિ, ધર્મ, ન્યાય અન્યાય ,નીતિ, કપટ, લોભ વગેરે છે..

    આ સર્વે શિક્ષણ આ કૃત્રિમ સમાજ માં રહેતા મનુષ્ય ની ભીતર ભરવામાં આવે છે. એને આ બાબતો સાથે જોડાયેલી અનેક શિક્ષાઓ સમાજ અને પરંપરાઓ જ આપે છે.. પરિણામે કુદરતી મનુષ્ય પણ કૃત્રિમ અને સામાજિક થઈ જાય છે.. 

આમ તો આ સમાજ પણ કુદરત ની જ અંદર છે.. છતાંય કુદરત ની સહજતા આમાં ક્યાંય નથી. દરેક રહસ્ય શ્રીમંત બનવવાના છે.. કે સંત બનાવાના છે.. સમુદ્ર બનાવવાના કે મીઠું પકવવા ના રહસ્યો સદૈવ પ્રગટ છે. 

કુદરત ના અંગો સાથે જોડાઈને કુદરતી સહજતા ફરી પામી શકાય છે.. કૃત્રિમ સફળતા અંતે પીડા આપશે પરંતુ કુદરત ના તો રસ્તા અને મંજિલ બન્ને વિકાસ ,શાંતિ અને પ્રસન્નતા છે.. એ પણ ભેદભાવ વગર..

દરેક ભેદ સમાજ માં છે.. કુદરત માં ભિખારી અને શેઠ બન્ને કુદરતી છે. બન્ને માં કુદરતી વૃત્તિઓ સમાન છે પણ સમાજના પંડિતો શીખવે છે ભેદ.


કુદરત ઉપસંહાર માં કહે છે: સમુદ્ર માંથી નીકળતા મીઠા નો જીભ ના સ્વાદ સાથે સંબંધ છે.. કુદરત ના પ્રત્યેક કુદરતી અંગો એક સાથે જોડાયેલ છે.