Akshaynitisutra - 7 in Gujarati Philosophy by yeash shah books and stories PDF | અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 7

Featured Books
Categories
Share

અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 7

કુદરત ના સ્વરૂપ ,તેના નિયમો અને કાર્યપ્રણાલી વિશે.

સૂત્ર : ૫ ( કુદરતી આપદાઓ વિશે સ્વયં કુદરત જણાવે છે.)

કાળ સ્વરૂપ પણ છે મારું જેને મનુષ્ય વિપદા કે કુદરતી આપત્તિ કહે છે. મારા પંચતત્વો માં અતિરેક અથવા અભાવ સર્જાય ત્યારે આવા પ્રસંગ સર્જાય છે.

ક્રોધ, વિનાશ અને હિંસા પણ મારામાં એટલા જ સહજ છે જેટલા પ્રેમ, સર્જન અને સંરક્ષણ. મારું એક સંતુલન ચક્ર છે.. એમાં કોઈ પણ પ્રકાર ની છેડતી વિનાશ ને આમંત્રણ છે.

મારો એક જ સ્વભાવ છે ,જે ક્ષણ માં હું જે પણ કરું છું.. ભરપૂર કરું છું. હું એક થી એક સમજદાર , શાંત અને મુસદ્દી વ્યક્તિઓ ને જન્મ પણ આપી શકું છું.. અને સંતુલન ખોરવાતા હું સર્વ નો કોઈ પણ મમત્વ વિના કે ભેદભાવ વિના વિનાશ પણ કરી શકું છું.

મારા તત્વો ને વ્યક્તિગત રીતે કોઈ પ્રિય કે અપ્રિય નથી.. સદૈવ પોષણ માટે એ તત્વત્ત: ક્રિયાશીલ રહે છે. પણ મને અભાવ અને અતિરેક ,ઘમંડી જીદ અને નિર્માલ્ય ગુલામી બન્ને અપ્રિય છે.

સંપૂર્ણ અને ક્ષણ ક્ષણ પરિવર્તનશીલ મને ન તો કાઈ તુચ્છ છે..ન તો કોઈ મહત્વપૂર્ણ. ગતિ પ્રમાણે અને ભાવ મુજબ હાથો હાથ પરિણામ એ જ  મારી પ્રણાલી છે.


સૂત્ર :૬

કામેચ્છા નું દમન અને બળાત્કાર પૂર્વક કરેલું શોષણ બન્ને મને શોષે છે.સંકલ્પોના નામે  વહોરી લીધેલું  દમન પૂર્વક નું સંતત્વ પણ મને હમેશા માટે  પીડિત કરી દે છે. આ બન્ને સામાજિક વૃત્તિઓ વધુ ને મહત્વ આપવાથી થાય છે.

સાહજિક વૃત્તિઓ ધરાવતી હું ભૂખ ,તરસ, સુરક્ષા,અને કામેચ્છા પ્રત્યે સદાય  સહજ છું

પણ આડંબર પ્રધાન ઘોર ઉપવાસો , અને ઉપરછલ્લા ઇન્દ્રિય નિગ્રહ થી તત્કાળ શોષણ પ્રાપ્ત થાય છે.

પોષણ પ્રધાન અને સ્વાભાવિક એવું મારા જ અંશ થી બનેલું શરીર જ્યારે ભક્તિ કે મોક્ષ ના નામે શોષાય છે ત્યારે પણ  પ્રસન્નતા અને વિકાસ ને હું એ વ્યક્તિ માટે અટકાવી દઉં છું.

મારી પોતાની પણ એક ઇન્ટેલિજન્સ છે.. હું ક્યારેય કોઈ ની ગતિ ને અવરોધિત કરતી નથી.. પણ ગતિ મુજબ હાથો હાથ પરિણામ પકડાવી દઉ છું.


ભાવાર્થ :

આ બન્ને સૂત્રો માં કુદરત એની કાર્યપ્રણાલી અને કાળ સ્વરૂપ વિશે જણાવે છે. કુદરત માં ગતિ પ્રમાણે ફળ અથવા પરિણામ મળે છે. 

કુદરત ના તત્ત્વો નો સ્વભાવ એક સાથે મળીને સંતુલન નું એક ચક્ર બનાવે છે.. જે ચક્ર સાથે છેડખાની કરતા ક્રોધ અને વિનાશ પ્રાપ્ત થાય છે. કુદરત પોષણ અને વિનાશ બન્ને પ્રત્યે નિયમ પ્રમાણે વર્તે છે. 

સળંગ ઉપવાસ અથવા સંકલ્પ પૂર્વક ના દમન થી શરીર તત્કાળ શોષાય છે. વધુ અથવા અતિશય આહાર થી પણ શરીર રોગો નું ઘર થાય છે. સહજ કુદરતી વૃત્તિઓ સાથે છેડછાડ તરત પરિણામ આપે છે.ભક્તિ અને મોક્ષ ના નામે પણ પોતાના શરીર સાથે થયેલી સ્વયં હિંસા હમેશાં સહજ પ્રસન્નતા થી દૂર જ રહે છે.

       સેક્સ એટલે કે સંભોગ કુદરત માટે સૌથી સહજ છે. અને કુદરત માં આ વૃત્તિ માટે વિશેષ વ્યવસ્થા કરાય છે. શરીર ની વિશેષ આયુ માં વિશેષ કામેચ્છા થાય છે.મિલન ની ઈચ્છા ખૂબ સહજ છે.. ભૂખ,તરસ ,સુરક્ષા માટે કોઈ પ્રકારનું કારણ તૈયાર કરવામાં આવતું નથી.

આમ કુદરત પોતાની સહજતા અને સંતુલન ને વળગી રહે છે. અસહજતા અને અસંતુલન વખતે પણ તે એટલી જ તટસ્થ છે. કુદરત નો આ તટસ્થ રહેવાનો  ગુણ અને ક્ષણ પ્રમાણે  ભરપૂર વર્તન કરવાનો ગુણ ખરેખર મહત્વપૂર્ણ છે.

કુદરત બાળક ની જેમ ભેદભાવ રહિત અને પક્ષપાત થી મુક્ત છે. પણ તેનામાં મમત્વ પણ નથી.. જે બાળક માં જોવા મળે છે.  

જો કોઈ વૃક્ષ ને કાપશે તો એ છાંયડા ,ફળ અને ફૂલ થી વંચિત રહેશે.. આ જ કુદરત ની પ્રણાલી છે.