Akshaynitisutra -6 in Gujarati Philosophy by yeash shah books and stories PDF | અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 6

Featured Books
Categories
Share

અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 6

સૂત્ર : ૩  ( ખંડ :૨)

સમાજ ની કૃત્રિમ શિક્ષાઓ મનુષ્ય ના અહમ અને ભાવ જગત સાથે જોડાઈને મમત્વ ઊભું કરે છે.

મનુષ્ય નો અહમ અને ભાવ જગત એના સમય ની ગતિ નક્કી કરે છે.

સમાજ ની શિક્ષા અને વૃત્તિઓ થી અહમ મજબૂત બને છે અને ભાવ જગત માં મહત્વકાંક્ષા અને સંઘર્ષ ની લાગણી મજબૂત થાય છે.

જ્યારે વ્યર્થ ના સંઘર્ષ ,ચિંતા ,દુઃખ ની લાગણી જે મનુષ્ય ના " હું" સાથે એટલે કે અહમ સાથે જોડાયેલી છે, એ હળવી થાય ત્યારે સમય તીવ્ર ગતિ એ પસાર થાય છે.

જેને મનુષ્ય સુખ નો સમય કહે છે.આમ સુખ કે દુઃખ એ સમય ની ધીમી અથવા તીવ્ર ગતિ નું પરિણામ છે.


ભાવાર્થ :

કુદરત કહે છે, કે ક્ષણ પર જાગૃતિ કેળવો.. કારણ કે સુખ અથવા દુઃખ સમય ની ધીમી અથવા તીવ્ર ગતિ નું પરિણામ છે. મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન એ સમય ની સાપેક્ષ ગતિ નો સિદ્ધાંત આપ્યો એ કુદરત નો પરમ નિયમ છે.

બહાર ની કોઈ પણ ગતિવિધિ સાથે તમે "હું", "મારું" ની લાગણી જોડી કે તરત જ ભાવ વિશ્વ સંકોચિત થઈ જશે. આ વસ્તુ મારી છે એટલે જ એના ખોવા કે તૂટવા નો ભય પણ તરત ભાવ જગત આપી દેશે.  તમને તમારા સંતાન પર  ગર્વ  ની લાગણી થતા જ એની નાનકડી ભૂલ પણ તમને અપરાધ જેટલી નિરાશા આપશે.

સંતાન હોય કે કોઈ પણ વસ્તુ એ કુદરત માં નિર્ધારિત સમય માટે છે. એ તમને પ્રસન્નતા ,વિકાસ અને શાંતિ માટે પ્રોત્સાહન અને પ્રેરણા આપવા જ મળે છે. તમે તેના થી અપેક્ષા અને ભારે મમત્વ બાંધો છો એટલે ક્યાંક તમે જ તમારા ભાવ વિશ્વ થી તમારા સમય ની ગતિ ધીમી પાડો છો, અને પરિણામ દુઃખ જ મળે છે.


સૂત્ર :૪

કુદરત એટલે કે મારા પ્રત્યેક અંગ જેને તમે પાંચ મહાભૂત કહો છો તેના દ્વારા સમગ્ર સૃષ્ટિ માં પ્રવર્તતા મારા નિયમો વિશે જાણો.. 

આ મહાભૂત પોતાના મૂળ તત્વ માં સ્થિત છે અને તે પ્રમાણે કાર્ય કરે છે.. વાયુ તીવ્ર ગતિ, અગ્નિ ઉષ્મા , જળ વહેતા રહેવું, પૃથ્વી ગ્રહણ કરવું અને આકાશ અસંગ રહેવા નું સૂચન કરે છે.

વાયુ ની જેમ પોતાના મન ની ગતિ તીવ્ર રાખો એટલે કે ખરાબ અને સારા અનુભવો ને જે તે સમય માં છોડી ત્યાં થી નીકળી જાઓ,

અગ્નિ ની જેમ બધા ને ઉષ્મા પૂર્વક મળો પણ વધુ પડતા નિકટ જવાથી બચો. કોઈ ને તમારો ઘાતક ફાયદો ઉઠાવવા ન દો.

જળ ની જેમ સદૈવ વહેતા રહો.. એટલે કે જડતા થી બચો. જીદ છોડી પ્રત્યેક પરિસ્થિતિ ને અનુકૂળ થાવ.

પૃથ્વી ની જેમ પત્થર મળે કે રેતી, બંગલો મળે કે ઝૂંપડી બધું જ સ્વીકારતા શીખો. તેની જેમ ગ્રહણ કરો. સ્થિર રહો.

આકાશ ની જેમ આ બધું જ હોવા છતાં આ સર્વે થી  મુક્ત રહો એટલે કે હું ની લાગણી થી મુક્ત રહો.

ભાવાર્થ:

અંગ થી અંગ ને મેળવવું, એટલે કે કુદરત સાથે એક થઈ ને જીવવું. તમે આ પાંચ તત્વો થી જ બનેલા છો, આ પાંચ તત્વો નો સ્વભાવ જ તમારો સ્વભાવ છે. પોતાના અહમ ના કારણે મૂળ સ્વભાવ થી વિપરીત જતા તમે મુક્તિ ખોઈ દો છો. તમે મનુષ્ય તરીકે સર્વશ્રેષ્ઠ છો.. તમે મોક્ષ પામેલ જ છો..

              એટલે કે તમે કુદરતી તત્વો ને સર્વશ્રેષ્ઠ રીતે ઓળખી શકો છો. આવી ક્ષમતા અન્ય જીવો પાસે નથી.. બીજા જીવો હજી પણ આવો સર્વગ્રાહી વિકાસ કરી શક્યા નથી.  છત્તા પણ તમે તમારા જ બનાવેલા સમાજ ના કારણે બંધન માં પડો છો.