pashchatap in Gujarati Short Stories by Abhishek Joshi books and stories PDF | પશ્ચાતાપ

Featured Books
Categories
Share

પશ્ચાતાપ

ઘણીવાર એવું પણ થાય કે ભૂતકાળ માં કોઈ  એવી  વાત બની હોય કે કોઈ એવી ઘટના થઇ હોય જે અજાણતા આપની સામે આવી ને ઉભી રે ત્યારે  શું કરવું  ? 

પશ્ચાતાપ કે પ્રાયશ્ચિત આ પ્રશ્ન ઘણા ને મૂંઝવતો હોય છે .

તો પહેલી વાત તો એકે ભૂલ કેટલી મોટી કે નાની છે  તે જોઈ લેવું ,

કારણ કે આપણે માણસ છીએ . નાની - મોટી ભૂલો તો થયા રાખશે ,

જીવસી ત્યાં સુંધી , આ સિલસિલો ચાલુ રહેશે ,

કોઈ ને સુખ આપસો તો કોઈને દુખ આપમેળે મળી જાશે .

આમાં તમારો કોઈ વાંક કે ગુનો નથી .

આ તો પ્રકૃતિ નો નિયમ છે .

એક સિક્કા ની બે બાજુ છે .

કોઈ નું સુખ એ કોઈ નું દુખ બને જ છે .

એને તમે બદલી નહિ શકો .

માટે નાની નાની ભૂલો પર દુખ લગાડવા નું અને મન પર લેવાનું મૂકી દો .

ભગવાન પણ આખી દુનિયા ને વસંત નથી આપી શકતા તો ,

તમારું અને મારું ગજ્જુ જ શું ?

અને જે વ્યક્તિ નાની નાની ભૂલો પર તમારો સાથ છોડી ને ચાલ્યા જાય ,

એને તો જવા જ દો ,

કારણ કે એ  તમારે માટે બન્યા જ નથી ,

એ તમારી કદર પણ નથી કરતા ,

એને તો કહી જ દેવું ,

પહેલી ફુરસત સે નીકલ ,

બાકી રહી મોટી ભૂલો તો અમુક ભૂલ ,

એ સ્વાભાવિક છે . જે માણસ જન્મ થી જ લખાવી ને આવે છે .

કે ભાઈ ફલાણા ફલાણા ભાઈ આ પૃથ્વી પણ આટલી ભૂલો કરશે .

એમાં તમારું કે મારું કોઈનું કઈ નઈ ચાલે .

તમે કે હું લાખ કોશિશ કરી લઈશું તો પણ તે ભૂલ થશે થશે ને થશે .

જેને કેવાય ને કે બાય બર્થ લઈને આવ્યા તે .

ઘણી વાર ખબર હોવા છતાં પણ ભૂલ થાય છે કારણ કે તે પહેલે થી નિર્ધારિત થયેલ છે .

લખાયેલ છે . તમે અને હું માત્ર નિમિત છીએ .

તો શું તેને એમને એમ રહેવા દઈએ .

નાં યાર  મેં  એમ ક્યારે કહયું કે એમને એમ રહેવા દઈએ .

તેનાથી તો તે ભૂલ નું પ્રમાણ વધતું જાય .

તો શું કરવું વાત આવી મુદા ની 

શું કરવું  ?

પહેલું તો જે તમારી સાથે જ રહે છે .

એને કહેવાની કે ક્લેરીફીકેશન  આપવાની  કોઈ જરૂર જ  નથી .

જે તમારી સાથે છે . તમને ઓળખે છે .

તે એકાંત માં તમને તમારી ભૂલ કહી દેશે .

અને મન માં પણ નહિ રાખે .

બાકી રહી એવા વ્યક્તિ ની વાત જેને વાત વાત માં મસાલો શોધવાની ટેવ છે .

તે તમારી ભૂલ નો ઢંઢેરો પીટી નાખશે  .

અને એવા લોકો ને પછી . ધ્યાન માં જ ના રખાય .

કારણ કે એનું કામ જ એ હોય છે .

અહિયાં ની ત્યાં અને ત્યાં ની અહી આઘા - પાછી કરવી .

પછી એમજ સમજવાનું કે મુકદર મેં ફના હોના હી લિખા હે .તો ભડડકર રાખ હોને મેં ક્યાં હર્જ હે .

હા થઇ ગયું જા છીએ જ આવા તો શું કરી લેશો .

માત્ર ૫ થી ૧૦ ટકા વ્યક્તિ જ એવા હોય જેને ક્લેરીફીકેશન અપાય જે તમારા દિલ ની નજીક હોય .

અને તમને પોતાના સમજતા હોય . બાકી એક જ વાત જૈસે થે વૈસે હૈ .

જો તમને આ વાત સાચી લાગી હોય તો તમારો પ્રતિભાવ આપતા જજો ...