PRASTUTIKARAN in Gujarati Short Stories by Abhishek Joshi books and stories PDF | પ્રસ્તુતિકરણ

Featured Books
Categories
Share

પ્રસ્તુતિકરણ

જીવન  મા  આમ તો  ઘણા  શબ્દો  સાંભળવવા  મા  આવે છે  .

પરંતુ  સૌથી  મહત્વ નો  શબ્દ  છે .

પ્રસ્તુતિકરણ .

તમે  કોઈ  પણ  વસ્તુ  કે  વાત  ને  કેવી  રીતે  પ્રસ્તુત  કરો  છો  .

એ  મહત્વ  નું  છે .

જયારે  મોટા મા  મોટી  સમસ્યા ને  પણ  તમે  સહજ  રીતે  પ્રસ્તુત  કરો  છો .

ત્યારે  તે  સમસ્યા  નાની  અમથી  જેવી  લાગે  છે  .

પણ 

 

એજ  જગ્યા એ  ઘણા  લોકો  ને  એવી  આદત  હોય  છે  કે  ,

પોતાના  જીવન ની  નાની સમસ્યા  પણ  મોટી  હોય  એ  રીતે  રજુ  કરે  છે .

જેનાથી  ફાયદો  તો  કંઈજ નથી  થતો  પરંતુ  કારણ  વગર  ના  દયામણા  બને  છે .

 

ઘણા લોકો  જીવન  મા  એવી  કોઈ  વાત  બની  ગઈ  ,

જે  ના  થવી  જોઈએ  તેમ  છતાં  થઇ ગઈ  તો  ,

તે  લોકો  ઢીંઢોરો  પીટી  ને  સામે વારી  વ્યક્તિ  ને  બદનામ  કરી મુકશે .

જાણે  પોતાના થી  કોઈદી ભૂલ જ  ના  થતી  હોય .

તે રીતે  વાત ને પ્રસ્તુત  કરશે .

પરિણામે  સંબંધ  વેર - વિખેર  થઇ  જશે  .

માત્ર  પ્રસ્તુતિકરણ ના  અભાવ  ને  કારણે  .

 

જયારે  ઘણા લોકો  એવા  હોય  જે  ,

ના  ગમતી વાત  થાય  અથવા તો  બની  જાય  તો  ,

તે  સીધા જ  સામે વારી  વ્યક્તિ  ને  તે  વાત  યોગ્ય  રીતે  પ્રસ્તુત  કરશે  .

જેથી  સામેવારી  વ્યક્તિ  ને  તે  વાત  અને  એની  ભૂલ  બંને  નું  ભાન  થઇ  જાય .

અને  ભવિષ્ય  મા  ફરીવાર  આવી  પળ ના  આવે  તેનું  તેને  ખ્યાલ  રહે  .

 

પરિસ્થિતિ  બંને  મા  સરખી  છે  .

જ્યારે  પરિણામ  બંને  મા  અલગ  છે  .

એક  મા  બદનામી  થાય છે  અને  સંબંધ  બગડે  છે  .

જ્યારે  બીજા  મા  સંબંધ  અને  વિશ્વાસ  બને  મજબૂત  બને  છે  .

 

એક  જ  વ્યક્તિ  માટે  ધારેલી  ધારણાઓ  ઘણીવાર  ખોટી  પણ  નીકળી  શકે  છે  .

ત્યારે  તે  વ્યક્તિ  ની  સાથે  લડાઈ  કરવાનો  કોઈ  અર્થ  નથી  હોતો  .

 પરંતુ  તે  વ્યક્તિ  ને  યોગ્ય  રીતે  સમજાવવું  જ  સુંદર  વિકલ્પ  હોય  છે .

 

અને  આપણી ગુજરાતી  મા  પણ  એક  કહેવત  છે  કે  રાઈ  નો  પહાડ  કરવો .

નાની  વાત  ને  મોટું  સ્વરૂપ  આપવું  .

અહિયાં  પણ  પ્રસ્તુતિકરણ  નો  અભાવ  દર્શાવામાં  આવે  છે  .

 

જીવન  મા  કઈ  વાત  ને  કેટલું  સ્વરૂપ  આપવું  એ  પ્રસ્તુતિકરણ  પરથી  નક્કી  થાય  છે  .

પછી  એ  પ્રેમ  હોય  કે  નફરત  જો  યોગ્ય  સ્વરૂપ  મા  પ્રસ્તુત  ના  કરો  તો  ,

આખરે  નકામું  જ  છે  .

 

તમે  કોઈ  ને  ખુબ  જ  પ્રેમ  કરો  છો  ,

પરંતુ  તમે  તે  વાત  ને  છેલ્લે  સુંધી  પ્રસ્તુત  જ  નથી  કરતા  તો  તેનો  કોઈ  અર્થ  નથી .

તેવી  જ  રીતે  તમે  સારા  લેખક  છો  , કે  સારા  ગાયક  છે  અથવા  તો  સારા  નૃત્યકાર  છો . વિગેરે .

જ્યાં  સુંધી  તમે  તે  વાત  ને  દર્શાવશો  નહિ  કે  પ્રસ્તુત  નહિ  કરો  તે  વાત  નકામી  છે .

 

માત્ર  વાત  ને  પ્રસ્તુત  જ  કરવી  યોગ્ય  વિકલ્પ  નથી  .

પરંતુ  યોગ્ય  સ્થળે  ,  યોગ્ય  સમયે  , અને  યોગ્ય  રીતે  વાત  ને  રજુ  કરવી  એટલે  પ્રસ્તુતિકરણ  .

કારણ કે  તમે  નૃત્ય  ની  હરીફાઈ  મા  ગાયન  ના  કરી  શકો .

કે  ના  તો  પછી  ગાયન  ની  હરીફાઈ  મા  નૃત્ય  કરી  શકો  .

 

માટે  વાત  હોય  કે  સમસ્યા  તેને  યોગ્ય  રીતે  અને  યોગ્ય  સ્વરૂપ  મા  જ  પ્રસ્તુત  કરવી  એટલે  પ્રસ્તુતિકરણ  .......