કંપનીનું કામ કરી બધા એમ્પ્લોય પોત પોતાના ઘરે જવા માટે નીકળ્યા.
અબીર પાર્કિંગમાં અથર્વની રાહ જોઈ રહ્યો હતો અને ત્યાં જ ઝોયા પણ મીરાની રાહ જોઈ રહી હતી. અબીર ઝોયાને જ જોઈ રહ્યો હતો. જ્યારે ઝોયા તેની સામે નજર પણ નહોતી કરી રહી.
ત્યાજ અબીર ઝોયા પાસે આવ્યો અને ઝોયાનો હાથ પકડી પોતાનું માથું તેની સામે નમાવ્યું અને માફી માંગી.
ત્યાં સુધીમાં મીરા અને અથર્વ પણ ત્યાં આવી ગયા હતા. પણ એ બંને થોડા દૂરથી જ ઝોયા અને અબીરને જોઈ રહ્યા હતા.
અબીરે માફી માંગી ઝોયા પાસે, પણ ઝોયાએ તેનો હાથ ઝાટકી નાખ્યો અને જોરથી થપ્પડ લગાવી દીધી.
અબીર કંઈ પણ બોલ્યો નહીં, પણ આ દ્રશ્ય જોઈને મીરા અને અથર્વ સ્તંબ થઈ ગયા. બંને એકબીજાને આશ્ચર્યથી જોવા લાગ્યા.
મીરા દોડીને ઝોયા પાસે ગઈ અને ઝોયા તરત મીરાનો હાથ પકડીને ત્યાંથી ચાલવા માંડી. અથર્વ પણ અબીર પાસે ગયો.
તેણે અબીરને ત્યાં સવાલ જવાબ ના કર્યા. તે કાર કાઢીને આવ્યો અને અબીરને બેસી જવા કહ્યું. આખા રસ્તે અબીર ચૂપ જ રહ્યો અને અથર્વએ પણ તેને કંઈ પૂછ્યું નહીં.
મીરા ઝોયાને પોતાના ઘરે લઈ ગઈ. ઝોયાને પાણી આપ્યું, ઝોયાનો ચહેરો સાવ નિસ્તેજ થઈ ગયો હતો.
અહી અથર્વ અને અબીર પણ ઘરે પોહચી ગયા હતા. અબીર તેના રૂમમાં જવા માટે દાદર ચઢ્યો, ત્યાં અથર્વએ તેને રોક્યો, અબીર અહી આવ.
અબીરને અંદાજો હતો કે ભાઈ તેને શું લેવા બોલાવી રહ્યા હતા. તેણે બહાનું કાઢતા કહ્યું, ભાઈ હું ફ્રેશ થઈને આવું.
અબીર મે કહ્યું અહીં આવ. અથર્વ થોડા મોટા અવાજે બોલ્યો, જેથી અબીર હોલમાં આવી અથર્વની સામે બેસી ગયો ચૂપચાપ.
અથર્વએ પૂછ્યું, અબીર તે મિસ ખાન સાથે કોઈ બત્તમીઝી કરી હતી?
અબીર ચૂપ હતો....અથર્વએ ફરીવાર કહ્યું, અબીર મે તને કઈક પૂછ્યું.
અબીરએ તેની ચુપ્પી તોડી અને બોલ્યો, હા ભાઈ.
અથર્વ ને આ સાંભળી આઘાત લાગ્યો. અબીર પાછો બોલ્યો અથર્વ સામે નજર કરી, હા ભાઈ મેં બત્તમિઝી કરી હતી ઝોયા સાથે,...... આજથી ચાર વર્ષ પહેલા.
ચાર વર્ષ પહેલા હું અને અબીર એકસાથે કોલેજ કરતા હતા. અહીં મીરાએ પણ પરાણે ઝોયા પાસેથી વાતો કઢાવી.
અથર્વ કેટલાય સવાલો ભરી નજરેથી અબીરને જોઈ રહ્યો હતો.
અબીર આગળ બોલ્યો, ભાઈ તમારા આવ્યા પહેલા મેં મારા જીવનમાં ખૂબ ભૂલો કરી છે, મેં કોલેજમાં ઘણા લોકોના દિલ દુઃખાવ્યા, તેમાંથી એક ઝોયા પણ હતી. મને કોઈની ફીલિંગ સાથે કોઈ લગાવ નોહતો, હું ખૂબ અહંકારી હતો, મારા અહંકારે ઝોયાને ન જાણે કેટલું દુઃખ પહોંચાડ્યું. અથર્વ ખૂબ ધ્યાનથી અબીરની વાતો સાંભળી રહ્યો હતો. અથર્વ જાણતો હતો અબીરના આવા સ્વભાવનું કારણ.
ઝોયા મને ખૂબ પ્રેમ કરતી હતી, તેણે મને તેની ફીલિંગ્સ કહી, મેં તેનું પ્રપોઝલ સ્વીકાર્યું અને અમે બંને બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહીયા,.......અને મારો અહંકાર ધીરેધીરે ઝોયાને દુઃખ પહોંચાડતો, હું ઝોયાને ક્યારેક મારા ફ્રેન્ડ્સની સામે ઝલીલ કરી દેતો. છતાં ઝોયા મારો બિહેવિયર બરદાસ્ત કરી લેતી અને બધું ભૂલીને મારી ભૂલ હોવા છતાં તે માફી માંગી લેતી.
કારણ કે હું તેને જીવ કરતાં પણ વહાલો હતો, તે રિલેશનશિપને વફાથી નિભાવી રહી હતી જ્યારે હું આ રિલેશનશિપને ફક્ત સમય પસાર કરવાનું સમજતો હતો..... પણ એકવાર મેં ના કરવાનું કરી દીધું.
અહી ઝોયા મીરાને કહી રહી હતી,.....ફેરવેલ પાર્ટી હતી. કોલેજમાં બધા તેની તૈયારી કરી રહ્યા હતા. હું અબીર પાસે ગઈ અને ઉત્સાહિત થતાં મે તેને કહ્યું, આપણે બંને પણ ડાન્સ રેડી કરશુ....અબીરે મને સાફ ઇન્કાર કરી દીધો, હું આવી ફાલતુ ચીજો નહીં કરું. મે કહ્યું, તો હું કોની સાથે કરું અબીર તું મારો પાર્ટનર નહીં બને તો...તારું આ ફેરી કાંઈ પણ બહાનું નહીં ચાલે અબીર, તારે મારો પાર્ટનર બનવું જ પડશે.
અહી અબીરએ આગળ કહ્યું, ત્યારે મેં ઝોયાનું દિલ પાછુ દુખવું, મેં તેને ધમકી દઈ દીધી કે તારા આ ફાલતુ વેળા મને પસંદ નથી, તું પણ આમાં ભાગ નહીં લે.
અહી ઝોયાએ આગળ કહ્યું, ત્યારે સાવ મારુ દિલ તૂટી ગયું મને નફરત થવા માંડી અબીર સાથે, છતાં મેં તેને કહ્યું, આજ સુધી મેં તારી હર એક વાત માની અબીર, આજ સુધી તે જે કહ્યું તેમ મે કર્યું. શું તું મારી એક ઈચ્છા નહીં પૂરી કરી શક?....... રહેવા દે તું, મને તારાથી હવે કોઈ ઉમ્મીદ જ નથી, મને નોહતી ખબર મારી વફાનો, તને અનહદ પ્રેમ કરવાનો મને આ નતીજો મળશે, તારા પ્રેમમાં મેં મારી સેલ્ફ રિસ્પેક્ટ ગુમાવી દીધી. મને આવા પ્રેમની જરૂર નથી, મને તારી જરૂર નથી. હું તારી જેવા ટૉક્સિક માણસ સાથે હવે વધુ નહિ રહી શકું.....મને ગુસ્સો હતો, દુઃખ હતું, તૂટી ગઈ હતી સાવ અંદરથી. મેં બધું ભૂલવા ફેરવેલ માટે એક પાર્ટનર શોધીને તૈયારી શરું કરી, જેથી મારું મન થોડું હળવું થાય.
અબીરએ આગળ કહ્યું, ઝોયાએ મને કહ્યું જ્યારે, કે મને તારી જરૂર નથી, ત્યારે મને એમ થયું કે મારા અભિમાન ઉપર કોઈએ આંગળી ચીંધી, મને ખૂબ ગુસ્સો આવ્યો.
ફેરવેલનો દિવસ હતો. ઝોયા કોલેજના એક બીજા છોકરા સાથે સ્ટેજ પર આવી, બંને સાથે ડાન્સ કરી રહ્યા હતા. મારીથી આ બરદાસ્ત ન થયું. મે સ્ટેજ પર જઈ પેલા છોકરાને ખૂબ માર્યો. પછી ઝોયા પર ચીસો નાખી, મારો ગુસ્સો કાબુમાંથી બહાર થઈ ગયો હતો. મેં બધાની સામે ઝોયાને થપ્પડ લગાવી દીધી. અથર્વ સામે અબીરનું આ કહેતા સમય ખુબ શરમથી માથું ઝૂકી ગયું હતુ.
અહીં ઝોયાએ જાણે વર્ષોના આંસુ રોક્યા હોય તેમ તે મીરાને ભેટીને રોવા માંડી, મીરાની આખોમાં પણ આંસુ હતાં. તે મનોમન કહી રહી હતી, ઝોયા હું તને હંમેશા ખુશ રેહનાર છોકરી સમજતી, પણ તું તારા દિલમાં એટલું દર્દ લઈને હસતી હતી.
અથર્વ બસ જોઈ જ રહ્યો હતો અબીરને, તેને યકીન નહોતું થતું કે જે તેણે સાંભળ્યું અત્યારે, તે આ અબીર હતો.
ભાઈ ઝોયાના મને છોડીને ગયા બાદ લાગ્યું કે હું એકલો થઈ ગયો છું. મને એહસાસ થયો કે મે તેની સાથે કેટલું ગલત કર્યું હતું. અને અબીર પણ અનરાધાર આંસુએ રડયો અને આગળ કહ્યું, ભાઈ મને મારા ખુદા ભી માફ નહીં કરે, મે એક માસુમ છોકરીનું દિલ દુઃખાવ્યું છે, પણ હવે ભાઈ હું તેની વગર નહીં જીવી શકું, મારે માફી માંગવી છે તેની પાસે, મને ખબર છે કે હું તેની લાયક નથી. તેના ગયા બાદ મને તેના પ્રેમની કદર થઈ, તેના ગયા બાદ મને ચેન નથી. મને સુકુનની ઊંઘ નથી આવી, તે આજ પણ મારી નજર સામે તરર્યા કરે,....આ એક ગુનોહ મને અંદરથી બેચેન કરી દે છે.
થોડીવાર બાદ અથર્વએ અબીરને કહ્યું, તે ગુનોહ તો બહુ મોટો કર્યો છે અબીર, પણ તને સાચ્ચે જ આ ભૂલનો અફસોસ છે, તો તું દિલથી ખુદા પાસે અને ઝોયા પાસે માફી માંગ્યા કરજે, તો તારા ખુદા તને માફ કરી તને તારો પ્રેમ પાછો આપી દેશે.....આનીથી વિશેષ હું તને કંઈ નહિ કહી શકું.
વી.આર મેન્શનમાં
રોય તે ક્યારેય અથર્વને કોઈ છોકરી સાથે જોયો છે,વિક્રમ રાણાએ રોયને પૂછ્યું.
નહિ બોસ...આજ સુધી મે તેને કોઈ છોકરી સાથે નથી જોયો. મેં તેને છોકરીઓની સાથે શું તેની આસપાસ પણ નથી જોયો. રોય જાણે તેની તારીફ કરતો હોય તેમ બોલ્યો.
તો તું કરે છે શું આજ સુધી. વિક્રમ થોડો ગુસ્સામાં બોલ્યો.
રોય નીચું જોઈ ગયો.
વિક્રમ આગળ બોલ્યો, પણ મેં આજ તેને એક છોકરી સાથે જોયો...મસ્ત હસી મજાક સાથે બંને આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા...મે કહ્યુ હતું ને ..........વધુ આવતા અંકે