Beinteha: Hate and Love - 23 in Gujarati Drama by Firdous kaSak books and stories PDF | બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 23

Featured Books
Categories
Share

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 23



     તે વ્યક્તિ આવીને બોલ્યા, તમે બધાએ તો એકબીજા સાથે મળી લીધું લાગે. તે વ્યક્તિ આગળ બોલ્યા, મિસ્ટર અથર્વ આ મારો દીકરો છે આર્યન ચોપડા.

      આ તમારો દીકરો છે મિસ્ટર રજત ચોપડા. મીરા થોડા આશ્ચર્યથી બોલી.
      
    હા મીરા આ મારો દીકરો છે, તને નહીં ખબર હોય કારણ કે આ ક્યારેય કંપની નથી આવ્યો. આજે ત્રણ વર્ષે યુએસથી આવ્યો છે. મેં તેને આજે અહીં પરાણે લઈને આવ્યો છુ. મિસ્ટર ચોપડા બોલ્યો.
    
     મિસ્ટર ચોપડાએ અથર્વ અને મીરાનો પરિચય કરાવ્યો, આર્યન આ છે આપણી કંપનીના ભાગીદાર અથર્વ રાઠોડ જે અત્યારે આ કંપનીને સંભાળી રહ્યા છે અને આ હોટેલનો પ્રોજેક્ટ પણ એમણે જ કર્યો છે.
    
     આર્યનએ અથર્વને કહ્યું, હાય નાઇસ ટુ મીટ યુ અથર્વ.
  
    અથર્વએ પણ જવાબ આપ્યો, નાઈસ ટુ મિસ યુ ટુ આર્યન.
  
    આર્યન આ મીરા શાહ છે આપણી કંપનીના બેસ્ટ કર્મશિયલ અને ઇન્ટિરિયર આર્કિટેક્ટચર અને શરૂઆતથી જ આપણી કંપનીની સાથે જોડાયેલા છે. મિ.ચોપડાએ મીરાનો પરિચય કરાવ્યો.
   
   ઓહ વાઉ ડેડ, આર્યનને મીરાની વિશે જાણીને આનંદ થઈ રહ્યો હતો. તેણે મીરાને જોઈને કહ્યું, મીરા મને જાણીને ખુશી થઈ કે તમે હજુ સુધી કંપની સાથે જોડાયેલા છો તમે તો ફેમિલી જેવા થયા અમારા.
   
    મીરાએ જવાબમાં હળવું સ્માઈલ કર્યું.
 
     મિસ્ટર ચોપડાને કૉલ આવ્યો, તે તેમને મૂકી કૉલ પર વાત કરવા ગયા.
 
    આર્યન કેટલીય વાર મીરાને જોઈ રહ્યો હતો.
  
    આ બધું અથર્વ જોઈ રહ્યો હતો, તેને ખબર નહીં પણ આર્યન નહોતો ગમી રહ્યો. 
  
    આર્યનથી રહેવાયું નહીં તેણે મીરાને કહી દીધું, મીરા યુ આર વેરી બ્યુટીફૂલ.

     આ સાંભળીને અથર્વનો મગજ ખરાબ થઈ ગયો તે કંઈક બોલવા જતો હતો, ત્યાં જ મિસ્ટર ચોપડાએ અથર્વને બોલાવ્યો.અથર્વને જાવું નહોતું તે પરાણે ત્યાં ગયો.
 
   આર્યનએ મીરા સાથે વાતો કરી મીરાને ડ્રિંક પણ આપ્યું પણ મીરાએ ના પાડી, હું ડ્રીંક નથી કરતી આર્યન. તેણે વેઈટર પાસે ઓરેન્જ જ્યુસ માંગ્યું અને મીરાને આપ્યું. જ્યુસ તો પીશોને તમે મીરા. આર્યનના ખૂબ આગ્રહથી મીરાએ જ્યુસ પીધું. આર્યનને મિ.ચોપડાએ બોલાવ્યો તે મીરાને બાય કહીને ત્યાં ગયો.
   
    થોડીવાર બાદ મીરાને જાણે તેની આજુબાજુ બધું ફરી રહ્યું હોય તેવું લાગ્યું તેને માથું ભારી લાગ્યું.

    તે ઓરેન્જના ફ્લેવરમાં ડ્રીંક હતું, તેની જાણ આર્યનને પણ નહોતી.
 
    મીરા એક બાજુ બેસી ગઈ. થોડીવાર બાદ અથર્વની નજર મીરા પર પડી. તે એકલી એકલી હસી રહી હતી, અથર્વને કઈક અજીબ લાગ્યું. તે મીરા પાસે આવ્યો અને મીરાની પાસે બેસીને પૂછ્યું, શું થયું મીરા?
   
    મીરાએ અથર્વના ચેહરા પર આંગળીઓ ફેરવી અને હસીને બોલી, ઓહ..યુ આર સો હેન્ડ્સમ અથર્વ.
  
    અથર્વ મીરાના ચેહરા પાસે આવ્યો, તે સમજી ગયો કે મીરાએ ડ્રીંક કરી છે. તે આ બધું નશામાં બોલી રહી છે.
 
    અથર્વ મિસ્ટર રાજને મળીને નીકળી ગયો. તે મીરાનો હાથ પકડી બહાર આવ્યો. તેણે મીરાને કારમાં બેસાડી. મીરા નશામાં બહુ બોલી રહી હતી અને અથર્વને ગાડીમાં હેરાન પણ કરી રહી હતી. તે અથર્વનો હાથ પકડી કહેતી હતી કે, અથર્વ મને ગાડી ચલાવવા દયો, તેણે સ્ટેરીંગ પકડી લીધું. અથર્વ ચિંતાથી બોલ્યો મીરા નહિ કાર ઠોકાઈ જસે છોડી દે મીરા. તેણે અથર્વને ખુબ જ પરેશાન કર્યો.

     ત્યાજ બહાર થોડો થોડો વરસાદ પડી રહ્યો હતો. મીરા ખૂબ ખુશ થઈ ગઈ. તેણે અથર્વને કહ્યું, અથર્વ ગાડી રોકો મારે બહાર નીકળવું વરસાદમાં.

    અથર્વએ ના કહી, નહિ મીરા બીમાર પડી જાઈશ વરસાદમાં, ઘરે જવાનું મોડું થાય છે.

     નહિ અથર્વ મારે મારે જાવું છે બહાર, મીરાએ અથર્વ પાસે નાના બાળકની જેમ જીદ્દ કરી.

     અથર્વએ ફરીવાર ના પાડી. મીરા બોલી, તમે નાઇ ઉભી રાખશો તો હું દરવાજો ખોલીને જાતે ઉતરી જાઈશ.

    અથર્વ ગભરાઈ ગયો તેને બીક લાગી કે મીરા નશામાં છે તેનું નક્કી નહિ દરવાજો ખોલી નાખશે. તેણે ગાડી ઉભી રાખી, મીરા દરવાજો ખોલી બહાર ગઈ.
   
      મીરા વરસાદમાં જૂમી રહી હતી. અથર્વ કારના ટેકે ઊભો રહીને મીરાને જોઈ રહ્યો હતો. થોડીવાર બાદ મીરા અથર્વને ખેંચીને લઈ આવી તે અથર્વને ડાન્સ કરાવવા લાગી. મીરાએ અથર્વનો હાથ પકડી પોતાની કમર ફરતે રખાવ્યો.
   
     મીરાએ સાડી પેહરી હતી જેથી તેની કમર ખુલ્લી હતી. મીરાની ખુલ્લી કમર અથર્વને હાથ પર મેહસૂસ થઈ. તે હાથ હટાવવા જતો હતો પણ મીરાએ અથર્વના હાથ પાછા બાંધી દીધા પોતાની કમર ફરતે, તેણે પોતાના હાથ અથર્વના ખભા પર રાખી અને ધીરે ધીરે ડાન્સ કરવા લાગી. અથર્વ તેને જોઈ રહ્યો હતો.
     
   મીરાએ નજર ઊંચી કરી. અથર્વની આંખોમાં જોયું, તેની આંખો પર તેણે આંગળીઓ ફેરવી, અથર્વએ આંખો બંધ કરી. મીરા બોલી,અથર્વ ખબર નહિ પણ મને તમારી આ હન્ટર આંખો બહુ ગમે, હું તેને જોવને તો બસ કેટલીય વાર સુધી જોયા કરું. એટલું કહી તે પાછી જોવા લાગી અથર્વની આંખોમાં.
    
    એમ જ બંને વરસાદમાં જૂમી રહ્યા હતા. મીરાએ ફરી નજર ઊંચી કરી તે થોડી ઊંચી થઈ. મીરા અથર્વના ખભા સુધી જ આવતી હતી જેથી તે ઊંચી થઈ.
   
    મીરા અને અથર્વનું મોઢું હવે સામસામે હતું, તે બંનેના ચેહરા વચ્ચે બસ હવાની અવર જવર જાઈ એટલી જ જગ્યા હતી. અથર્વના શ્વાસ વધી રહ્યા હતા.
   
    મીરા અથર્વના કાન પાસે ગઈ અને ધીરેથી બોલી, આઇ લવ યુ સો મચ અથર્વ.
  
     અથર્વનું શરીર જાણે આ કે શબ્દથી ધ્રુજી ઉઠ્યું, તેણે મીરાની કમર ફરતે પોતાની પકડ મજબૂત કરી.
   
    મીરાને પણ જાણે કોઈ સુકુન વાળો એહસાસ લાગ્યો હોય, તેમ તેણે અથર્વના કાન પાસેથી ચેહરો લઈ, પોતાના હોઠ અથર્વના હોઠ પાસે લઈ ગઈ. બંનેના શ્વાસ એક બીજાને અથડાઈ રહ્યા હતા. મીરાને જાણે અથર્વના શ્વાસ પોતાના શરીરમાં પ્રસરી ગયા હોય તેમ તેણે એક ઝાટકા સાથે અથર્વના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા.
   
    અવકાશ વરસાદની વીજળીએ ચમકી રહ્યું હતું, જ્યારે મીરાના પ્રેમને લીધે અથર્વના શરીરમાં પણ વીજળીના ચમકારા બોલી રહ્યા હતા.
  
    વરસાદમાં ક્યાંય સુધી મીરાએ અથર્વ પર પોતાનો પ્રેમ વરસાવ્યો......થોડીવાર બાદ મીરાએ અથર્વની બાહોમાં પોતાનું મોઢું રાખ્યું અને તે એમજ ઉભી ઉભી તેની બાહો માંજ સુઈ ગઈ.
   
   અથર્વએ મીરાને બે ત્રણ વાર બોલાવી પણ મીરાએ જવાબ ના આપ્યો. અથર્વએ તેનું મોઢું જોયું. મીરા ઘસઘસાટ ઊંઘી રહી હતી. તે હસ્યો અને મીરાને પોતાની બાહોમાં ઊંચકીને ગાડીમાં બેસાડી અને અથર્વએ આગળની સીટ જે બેસવા માટે હોય, તે ખોલી સીટને ઢાળી દીધી અને મીરાને સરખી સુવરાવી દીધી.
 
    અથર્વ મીરાને તેની ઘરે લઈને ગયો.તે મીરાના ઘરે તેને નશાની હાલતમાં એકલી નોહતો મૂકવા માંગતો,એટલે તે તેને પોતાના ઘરે લઈને ગયો.

   મીરાના કપડાં પલળી ગયા હતા, અથર્વએ મીરાને પોતાના બેડરૂમમાં સુવડાવી ...........વધુ આવતા અંકે