શું તમને ખબર છે કે વસુદેવની 14 પત્નીઓ હતી? જો નહીં, તો ચાલો તમને તેમના વિશે જણાવું.
વસુદેવ ભગવાન શ્રીકૃષ્ણના પિતા હતા, આ તો બધાને ખબર છે. પરંતુ તેમના સિવાય પણ તેમના અન્ય સંતાનો પણ હતી.
યદુવંશી શૂર અને મારીષાના પુત્ર વાસુદેવ, મથુરાના રાજા કંસના મંત્રી અને કૃષ્ણ-બલરામના પિતા હતા.
સામાન્ય રીતે લોકો માત્ર દેવકી અને રોહિણી વિશે જ જાણતા હોય છે, પરંતુ પુરાણો અને મહાભારત અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણના પિતા રાજા વાસુદેવને ૧૪ પત્નીઓ અને ઘણા બધા સંતાનો હતા.
૧૪ પત્નીઓના નામ
૧. રોહિણી (સૌથી મોટા અને અગ્રણી પત્ની)
૨. મદિરા
૩. વૈશાખી
૪. ભદ્રા
૫. સુનામા
૬. સહદેવા
૭. દેવકી (શ્રીકૃષ્ણના માતા)
૮. શાંતિદેવા
૯. શ્રીદેવા
૧૦. દેવરક્ષિતા
૧૧. વૃકાદેવી
૧૨. ઉપદેવી
૧૩. સુતનુ
૧૪. બડવા
રોહિણીના સંતાનો: રોહિણીના ગર્ભથી બલરામ (જેમનો ગર્ભ દેવકીના ઉદરમાંથી રોહિણીમાં સ્થાનાંતરિત કરાયો હતો), સારણ, શઠ, દુર્દમ અને પુત્રી સુભદ્રા (જેના લગ્ન અર્જુન સાથે થયા હતા) જન્મ્યા હતા. દેવકીના સંતાનો: દેવકીના પ્રથમ ૬ પુત્રોને કંસે મારી નાખ્યા હતા. ૭મા બલરામ અને ૮મા શ્રીકૃષ્ણ હતા. સુનામાના સંતાનો: તેમનાથી 'વૃકદેવ' અને ગદા નામના પુત્રો થયા. ગદા શ્રીકૃષ્ણના ખૂબ જ પ્રિય અને પરાક્રમી ભાઈ હતા. શાંતિદેવાના સંતાનો: ભોજ અને વિજય. વૃકાદેવીના સંતાનો: અવગાહ અને નંદક. સુતનુના સંતાન: પૌન્ડ્રક. અન્ય સંતાન: એક શૂદ્ર પત્ની (અથવા દાસી) દ્વારા તેમને જરા નામનો પુત્ર પણ થયો હતો. આ એ જ જરા નામનો પારધી (શિકારી) હતો, જેના તીરથી પાછળથી શ્રીકૃષ્ણએ પોતાનો દેહત્યાગ કર્યો હતો.
પ્રાચીન સમયમાં રાજાઓ ક્ષત્રિય પરંપરા અને રાજકીય સંબંધો મજબૂત કરવા માટે બહુપત્નીત્વ રાખતા હતા. વાસુદેવનો આખો પરિવાર પાછળથી 'યદુવંશ' કે 'યાદવ' તરીકે ઓળખાયો.
શું તમને ખબર છે વસુદેવ અને નંદ બાબા ભાઈ હતા. અને તેઓ ગોપ (ગોવાળો, ગૌપાલકો)ના મુખીયા હતા. નંદ એક રાજા અને ક્ષત્રિય હતા અને તેઓ કૃષ્ણા ના પાલક પિતા તરીકે જાણીતા છે
કૃષ્ણ જન્મ પહેલા પણ ભગવાન વિષ્ણુ વાસુદેવ તથા દેવકીના પુત્ર બનીને બે વખતે જન્મ લઈ ચૂક્યાં હતા. શ્રીમદભાગવત મુજબ પ્રથમ જન્મમાં વાસુદેવનું નામ સુપતા તથા દેવકીનું નામ પૃશ્નિ હતું. તે જન્મમાં સુપતા અને પૃશ્નિને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. ભગવાન વિષ્ણુએ પ્રગટ થઇ ને તેમને વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે સુપતા અને પૃશ્નિએ કહ્યું કે અમને તમારા સમાન પુત્ર પ્રાપ્ત થાય. ભગવાન વિષ્ણુએ તેમને વરદાન આપી દીધો.
સમય આવવા પર ભગવાન વિષ્ણુએ પૃશ્નિના ગર્ભથી જન્મ લીધો. પૃશ્નિના ગર્ભથી ઉત્પન્ન થવાને લીધે તેમનું નામ પૃશ્નિગર્ભ પ્રસિદ્ધ થયું. બીજા જન્મમાં વાસુદેવ ઋષિ કશ્યપ તથા દેવકીએ અદિતિના રૂપમાં જન્મ લીધો. આ જન્મમાં ભગવાન વિષ્ણુ વામન રૂપમાં તેમના પુત્ર બન્યાં. તેના પછી શ્રીકૃષ્ણ બનીને વાસુદેવ તથા દેવકીને સંતાન સુખ પ્રદાન કર્યું.
કેવાય છે કે માં દેવકી ને ૮ પુત્રો હતા પણ તમને ખબર છે કોણ???
એમના નામ કૃષ્ણા, બલરામ,સ્મર, ઉદ્ગીથ, પરિષદ, પતંગ, નાનો અને ઘૃણાસ્પદ
સ્વાયંભુવ મનુના સંવત્સરમાં મરીચિ નામના પ્રજાપતિએ પોતાની પત્ની ઊર્ણાના ગર્ભમાંથી છ પુત્રો પ્રાપ્ત કર્યા હતા, જેઓ બધા દેવતાઓ હતા. એકવાર બ્રહ્માજી પોતાની પુત્રી પર મોહિત થઈ ગયા અને તેમણે કામવાસનાથી પ્રેરિત થઈને તેનો પીછો કર્યો. તે સમયે આ છ દેવતાઓએ અત્યંત ઘૃણાપૂર્વક બ્રહ્માજીના આ કાર્યને જોયું હતું. બ્રહ્માજીના કાર્યની આ આલોચના તેમનો એક મોટો અપરાધ હતો અને આ જ કારણે તેમને હિરણ્યકશિપુના પુત્રો તરીકે જન્મ લેવાનો દંડ પ્રાપ્ત થયો. ત્યારબાદ હિરણ્યકશિપુના આ પુત્રોને માતા દેવકીના ગર્ભમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા અને જેવા તેમણે જન્મ લીધો, કંસે એક પછી એક તેમનો વધ કરી દીધો.
માતા દેવકી આ મૃત પુત્રોના ફરીથી દર્શન કરવા માટે અત્યંત ઉત્સુક હતા તથા કંસના હાથે તેમના અકાળ મૃત્યુના કારણે તેઓ અત્યંત દુઃખી હતા
માતા દેવકીને સંતુષ્ટ કરવા માટે કૃષ્ણા એ પોતાની સાથે લઈ જવાનો નિશ્ચય કર્યો છે. કીધું કે મારી માતાજીના દર્શન કર્યા પછી આ છયે બદ્ધ આત્માઓ મુક્ત થઈ જશે અને આ રીતે અત્યંત સુખપૂર્વક તેઓ પોતાના લોક ચાલ્યા જશે.... કૃષ્ણા એ આ અસુરરાજ બલિને કીધું
આ રીતે સમજાવ્યા પછી શ્રીકૃષ્ણે બોલવાનું બંધ કર્યું. બલિ મહારાજ ભગવાનનો હેતુ સમજી ગયા અને તેમણે ભગવાનની યોગ્ય ઉપાસના કરી. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન બલરામ તે છ પુત્રોને સાથે લઈને દ્વારકા પરત આવ્યા. ત્યાં તેમણે તે છ પુત્રોને પોતાની માતા દેવકી સમક્ષ રજૂ કર્યા.
માતા દેવકી તેમને જોઈને આનંદથી અભિભૂત થઈ ગઈ. માતૃસ્નેહથી એટલી ભાવવિભોર થઈ ગઈ કે તરત જ તેમના સ્તનોમાંથી દૂધ વહેવા લાગ્યું. તેમણે ખૂબ પ્રેમથી તે બાળકોને દૂધ પીવડાવ્યું. તેઓ વારંવાર તેમને ખોળામાં લેતા અને તેમના માથા સૂંઘતા હતા. તેઓ વિચારતા હતા, “અરે! મારા ખોવાઈ ગયેલા પુત્રો પાછા આવી ગયા!”
તે સમયે દેવકી ભગવાન શ્રીકૃષ્ણની યોગમાયાના પ્રભાવ હેઠળ હતી અને પોતાના ખોવાઈ ગયેલા પુત્રો સાથેના મિલનનો આનંદ માણી રહી હતી.
દેવકીના સ્તનોમાંથી નીકળેલું દૂધ દિવ્ય અમૃત સમાન હતું, કારણ કે ભગવાન શ્રીકૃષ્ણે પણ તે જ દૂધનું પાન કર્યું હતું. જ્યારે તે બાળકો દેવકીનું દૂધ પીધું, જે ભગવાન શ્રીકૃષ્ણના સ્પર્શથી પવિત્ર બન્યું હતું, ત્યારે તેઓ તરત જ આત્મજ્ઞાની બની ગયા.
પછી તેમણે ભગવાન શ્રીકૃષ્ણ, બલરામજી, પોતાના પિતા વસુદેવજી અને માતા દેવકીને પ્રણામ કર્યા અને ત્યારબાદ પોતાના-પોતાના સ્વર્ગલોકમાં પાછા ચાલી ગયા.
તેમના વિદાય પછી દેવકી આશ્ચર્યમાં પડી ગઈ કે તેમના મૃત્યુ પામેલા પુત્રો પાછા આવ્યા અને ફરી પોતાના લોકમાં ચાલ્યા ગયા. ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું ચિંતન કરીને જ તેઓ આ ઘટનાને સમજી શકી.