હવે એ મમ્મી છે.....
વરસાદની ધીમી બુંદો બારી પર ટપકતી હતી.
આરોહી પોતાના ત્રણ વર્ષના દીકરા વિવાનને ખોળામાં લઈને બારી પાસે બેઠી હતી. વિવાન તેની આંગળી પકડીને મસ્તીથી હસી રહ્યો હતો.
એ હાસ્યમાં જ તેની આખી દુનિયા વસતી હતી.
વિવાન અચાનક બોલ્યો,
“મમ્મી… તમે મને ક્યારેય છોડીને નહીં જાઓ ને?”
આરોહીનું હૃદય એક ક્ષણ માટે ધબકી ઊઠ્યું.
તેને વિવાનને ગળે લગાવી લીધો.
“ના બેટા… મમ્મી હંમેશા તારી સાથે જ રહેશે.”
એ શબ્દો બોલતાં જ તેની આંખો સામે વર્ષો જૂની યાદો જીવંત થઈ ગઈ.
એક સમય હતો…
જ્યારે તે પણ આવી જ નાની હતી.
રાત્રે ડર લાગતો ત્યારે પોતાની મમ્મીના ખોળામાં જઈને સૂઈ જતી.
તાવ આવતો ત્યારે આખી રાત મમ્મી તેના માથા પર પાણીના પોતા મૂક્તી.
પરીક્ષાના દિવસે પોતે કરતાં પણ વધારે ચિંતા મમ્મીને થતી.
અને જ્યારે તે રડતી…
ત્યારે મમ્મી પણ છુપાઈને રડી લેતી.
પણ ત્યારે ક્યાં સમજાતું હતું કે…
મમ્મીનો પ્રેમ કેટલો નિઃસ્વાર્થ હોય છે.
સમય આગળ વધ્યો.
લગ્ન થયા.
નવી જવાબદારીઓ આવી.
અને પછી…
એક નાનકડો જીવ તેના જીવનમાં આવ્યો.
વિવાન.
પહેલી વાર જ્યારે ડૉક્ટરે વિવાનને તેના હાથમાં આપ્યો, ત્યારે તેને લાગ્યું કે આખું બ્રહ્માંડ તેના હાથમાં આવી ગયું.
તે દિવસે તેણે પોતાના મનમાં એક વચન લીધું—
“મારા દીકરાની આંખમાં આંસુ આવે, તે પહેલાં મારી આંખ ભીની થઈ જશે.”
ત્યારથી…
રાતો તેની રહી નહીં.
ઊંઘ તેની રહી નહીં.
પસંદગીઓ તેની રહી નહીં.
તેનું દરેક ‘હું’…
ધીમે-ધીમે ‘મારો દીકરો’ બની ગયું.
એક દિવસ વિવાનને તાવ આવ્યો.
આખી રાત આરોહીએ તેની બાજુ છોડીને એક ક્ષણ પણ આંખ બંધ ન કરી.
સવારે ડૉક્ટરે કહ્યું,
“હવે બધું ઠીક છે.”
એ સાંભળતાં જ આરોહીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
ત્યારે તેને સમજાયું…
મમ્મી માટે સંતાનનું દુઃખ, પોતાના દુઃખ કરતાં હજારો ગણું મોટું હોય છે.
થોડા દિવસ પછી તે પોતાની મમ્મીને મળવા ગઈ.
ઘરમાં પ્રવેશતા જ તેણે પોતાની મમ્મીને ભેટી લીધી.
મમ્મી આશ્ચર્યથી બોલ્યાં,
“શું થયું દીકરી?”
આરોહી રડતાં-રડતાં બોલી,
“મમ્મી… મને માફ કરજો.”
“શેની માફી?”
“કારણ કે હું ક્યારેય સમજી જ નહોતી શકી કે તમે મારા માટે કેટલી રાતો જાગ્યા, કેટલા સપના છોડ્યા અને કેટલી વાર તમારી ખુશીઓ મારી ખુશી માટે કુરબાન કરી.”
મમ્મીએ તેના આંસુ લૂછી દીધા.
અને ધીમેથી કહ્યું,
**“દીકરી… માતા ક્યારેય હિસાબ નથી રાખતી... સંતાનનું સ્મિત જ તેની કમાણી હોય છે.”**
એ સાંભળીને આરોહીએ પોતાની મમ્મીના હાથને ચૂમી લીધો.
સાંજે ઘરે આવી.
વિવાન દોડતો આવ્યો અને તેની ગોદમાં ચડી ગયો.
આરોહીએ તેને છાતી સાથે લગાવી દીધો.
તે મનમાં બોલી—
“બેટા… આજે તું મને ‘મમ્મી’ કહે છે. કાલે કદાચ તું મોટો થઈ જઈશ, તારી પોતાની દુનિયા બની જશે. પણ યાદ રાખજે… દુનિયામાં એક વ્યક્તિ એવી હશે, જે તારી રાહ આખી જિંદગી જોશે. એ તારી મમ્મી હશે.”
વર્ષો પછી…
વિવાન યુવાન બન્યો.
એક દિવસ તેણે પોતાની મમ્મીને પૂછ્યું,
“મમ્મી… તમને જીવનમાં સૌથી મોટું સુખ શું મળ્યું?”
આરોહી સ્મિત કરીને બોલી,
“જ્યારે પહેલી વાર કોઈએ મને મારા નામથી નહીં… પણ ‘વિવાનની મમ્મી’ કહીને બોલાવી હતી.”
કારણ કે…
સ્ત્રી જ્યારે મમ્મી બને છે, ત્યારે તે માત્ર બાળકને જન્મ આપતી નથી…
તે પોતાની અંદર એક નવો પ્રેમ, નવી શક્તિ, નવી સહનશક્તિ અને નિઃસ્વાર્થ જીવનને જન્મ આપે છે.
અને…
દીકરો ભલે દુનિયાનો સૌથી મોટો માણસ બની જાય,પણ પોતાની મમ્મીના હૃદયમાં તે આખી જિંદગી નાનકડો જ રહે છે અને રહેવાનો છે...
“મમ્મીનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી… સમય સાથે માત્ર વધુ ઊંડો બનતો જાય છે.” સાચું કીધું ને મેં....❤️
“જ્યારે દીકરી મમ્મી બને છે ને… ત્યારે જ તેને પોતાની મમ્મીનો સાચો પ્રેમ સમજાય છે.”
એક મમ્મી… જે ક્યારેક દીકરી હતી.
એક દીકરી… જે આજે મમ્મી બની ગઈ.
અને એક નાનો દીકરો… જે તેની આખી દુનિયા હતો.
માતાનો પ્રેમ ક્યારેય શબ્દોમાં સમાતો નથી.
તે તો પેઢી દર પેઢી વહેતી રહેતી સૌથી સુંદર લાગણી છે. બરાબર ને ???