working women in Gujarati Drama by Aloka Patel books and stories PDF | વર્કિંગ વુમન

Featured Books
Categories
Share

વર્કિંગ વુમન

શું આટલું જ બોલવું સફિસેન્ટ છે.કે પછી એને કામચોર, આળસુ, બેજવાબદાર એ પણ બોલી શકાય????

આ સમાજ માં નોકરી કરવી એ એક શોખ થઈ ગયો છે... લોકો કે છે એતો એને કામ ના કરવું પડે એટલે નોકરી કરે છે.. અમુક લોકો કે છે એને એકલા રેવું ગમે છે એટલે નોકરી કરે છે... 

શું એક વુમન ને પોતાના સપના નથી હોતા?? શું એક વુમન પોતાના માટે નથી જેવીશકતી???? 

સવાર નો સમય હતો રવિવાર અન્નુ શાંતિ થી બેઠી હતી કે હસ બઉ દિવસ પાછી રવિવાર આયો હોય એવું લાગે છે... કંપની ના કામ એના વિચારો મિટીંગ આ બધું થી કંટાળી ગઈ છું...

આજે તો હું કશું જ કામ નઈ કરું..... બસ આરામ 

આટલું બોલતા જ અનુરાગ નો અવાજ આયો અરે અન્નુ મસ્તાન નાસ્તો બનાવ બઉ જ ભુખ લાગી છે... 

અન્નુ એકદમ વિચાર માં પડી ગઈ કે કાલે તો અનુરાગ એવું કેતો હતો કે કાલે રવિવાર છે તું આરામ કરજે... 

અન્નુ શું વિચારે છે ચાલ ને આવે... હા આવે બનવું છું... અન્નુ નાસ્તો બનવા ઊભી થઈ ગઈ.... હજુ તો ઘર નું બધું કામ બાકી, કામ વાર બેન નો ફોન આયો... હેલો ભાભી હું આજે નઈ આવું....

અન્નુ અરે યાર... અનુરાગ શું થયું કેમ ગુસ્સો કરે છે??? અરે અનુરાગ કામ વાર બેન નથી આવાના...સારું કઈ વાધો નહીં એને પણ રજા જોઈ ચાલ ચાલ ફાટ ફાટ પરવારી જા... અન્નુ પાછી ખુશ થઈ ગઈ.

ઓલમોસ્ટ સવારના ૧૧ વાગેય...અન્નુ almost પરવારી ગઈ હતી ને ત્યાં અનુરાગ આયો યાર તું મસ્ત એક ખીચડી બનાવી દે... તો તારે બઉ કામ પણ ના રે ને જમવાનું પણ બની જાય...

અન્નુ કઈ ના બોલી ફટાફટ જમવાનું બનાવ્યું અને બપોર ના ૨ વાગી ગયા.. teya તો એને એકદમ યાદ આયુ કે કપડા નું કબોર્ટ આખું સાફ કરવાનું બાકી છે.. એ પતાવતા પતાવતા સાંજના ૫ ક્યા વાગી ગયા ખબર જ ના પડી.. 

અનુરાગ એકદમ ઉઠ્યો અને કેવા લગાવ્યો ચાલ અન્નુ ગરમ ગરમ મમરા ખાવા છે વરસાદ પણ પડે છે.. હા હમણાં મૂકી દઉં છું... અન્નુ નો મૂળ એકદમ લો થઈ ગયો...

ગરમ ચા ને મમરા ખાધા પછી અનુરાગ અન્નુ ને કીધું અરે યાર અન્નુ તું પણ આખો દિવસ બેસી રહી પણ એમ નઈ કે ઘર નો સમાન લઈ આવીયે... 

યાર અનુરાગ હું થાકી ગઈ છું આવે કામ નઈ થાય.. હજુ આટલું બોલતા ની સાથે જ અનુરાગ ગુસ્સે થઈ ગયો.. યાર અન્નુ તું એકદમ કામ ચોર થઈ ગઈ છે તને કશું કામ આપો એટલે કંટાળો જ આવે છે.. 

સવાર નો જોવું છું તને કશું કો તો તરતજ મો ચડી જાય છે.. એક જ દિવસ તો ઘરે કામ કરવાનું હોય છે એમાય તું ચડી જાય છે... 

અરે અનુરાગ એવું કઈ નથી... મને ખાલી આજે મારો ટાઈમ જોઈતો હતો.... જેમાં ખાલી હું જ હોવ.. હું મારી ચા ને મારા વિચારો બસ આરામ...

તું આમેય એકલી જ રેવા માગે છે તને આમેય એકલું જ ગમે છે... તને me ટાઈમ એ શું હોય.. આજે આખો દિવસ તને આરામ જ તો હતો.. મેં એટલે તો તને સાદું જમવાનું બનવું કીધું... 

અરે અનુરાગ આખો વીક આમ જ જાય છે કોઈ ના કોઈ ઘરે જવાનું હોય છે તો ટાઈમ નથી મળતો.. એટલે હું એવું કેતી હતી .. હજુ એ બોલે એ પેલા તો અનુરાગ વધારે ગુસ્સે થઈ ગયો ને ઘર ને બહાર જતો રહ્યો... 

જતા જતા એ કે તો ગયો આખો દિવસ ઘરે ને ઘરે જ રહ્યો મારે ક્સેજ જવાનું નઈ મને મારો ટાઈમ મળતો જ નથી ના ફ્રેન્ડ્સ ના કોઈ રેલેટિવ કંટાળી ગયો છું... 

અન્નુ તો વિચાર તી જ રહી ગઈ કે આ શું થયું.. એને રાત્રે એક કપ ચા મૂકી ને વિચારવા લાગી કે સાચે વર્કિંગ વુમન થવું એટલે કામચોર, આળસુ, બેજવાબદાર એ પણ બોલી શકાય.. જે હું છું.......