મીરા અને ઝોયા બંને ખૂબ જ જોરશોરથી ઈશા અને રાહીલની સગાઈની તૈયારી કરી રહી હતી. આર્યન પણ એટલા દિવસોમાં તે બંનેની મદદ કરતો. આર્યનને મીરા સાથે જોઈ અથર્વને બહુ ગુસ્સો આવતો.
મીરા અથર્વની કેબિનમાં ગઈ. અથર્વએ પૂછ્યું, થઈ ગઈ સગાઈની બધી તૈયારીઓ?
મીરાએ કહ્યું, હા થઈ ગઈ અથર્વ બધી તૈયારી. બસ હવે વીલા બુક કરવાનું છે, પણ પ્રોબ્લેમ એ છે આવતા રવિવારે સગાઈ છે પરંતુ એક પણ વીલા અવેલિબલ નથી, બધા વીલામાં રિઝર્વેશન છે.
હમમ... કંઈ નહિ વીલાનું અરેજમેન્ટ હું કરી દઈશ. અથર્વએ કહ્યું.
સાચું અથર્વ? મીરાએ પૂછ્યું.
અથર્વએ સ્મિત કરી હકારમાં માથું હલાવ્યું.
થૅન્ક યુ સો મચ અથર્વ, આ મારું સૌથી મોટું ટેન્શન હતું. મીરાએ આભાર માની કહ્યું. અથર્વ બસ મીરાના ચેહેરા પર સ્મિત જોઈ રહ્યો હતો.
તે બંને વાતો કરી રહ્યા હતા, ત્યાં આર્યન આવ્યો અને તેણે મીરાને કહ્યું, મીરા વીલાનું રિઝર્વેશન થઈ ગયું.
અ..આર્યન મિ.અથર્વ પણ વીલા માટે અરેજમેન્ટ કરાવે છે. મીરાએ કહ્યું.
પણ મીરા રિઝર્વેશન કરી નાખ્યું છે મે, હવે કેન્સલ થોડી થશે અને મે કેટલી મહેનતથી કરાવ્યું છે. આર્યનએ કહ્યું.
અથર્વને થયું મીરા જીદ્દ કરશે આર્યનને રિઝર્વેશન કેન્સલ કરવા માટે પણ ઊંધું થયું મીરાએ અથર્વને કહ્યું.
અથર્વ તમે હજુ વીલા બુક નથી કરાવ્યું તો આપણે આ રિઝર્વેશન વાળા વીલાને જ ડન કરી દઈએ. મીરાએ કહ્યું.
અથર્વને થોડું સારું ન લાગ્યું, તે બસ મીરાને જ જોઈ રહ્યો હતો અને મીરાના કેહવા પર ફક્ત માથું જ હલાવ્યું.
આર્યનએ મીરાને કહ્યું, ચાલ મીરા હવે તારા જ કપડાંની શોપિંગ કરવાની છે ને!
આર્યન હવે એમ પણ થોડીવારમાં કંપની બંધ થશે એટલે પછી નીકળીએ શોપિંગ માટે. એટલું કહીને તે આર્યન સાથે બહાર નીકળી...અથર્વને આ બિલકુલ પણ ન ગમ્યું.
સગાઈના દિવસ સુધી સળંગ આમ જ ચાલ્યું, આર્યન મીરા અને ઝોયા સાથે જતો સગાઈના કોઈ પણ કામકાજને લીધે.
આ બધું દરરોજ અથર્વ જોતો અને તેને ખૂબ જ ગુસ્સો આવતો.
શું કરો છો ભાઈ? અબીર અથર્વના કેબીનની અંદર જઈને બોલ્યો.
કંઈ નહિ, બસ બ્લેક એમ્પાયરના પ્રોડક્ટ ચેક કરી રહ્યો હતો...તું ક્યારે આવ્યો? અથર્વએ પૂછ્યું.
બસ ભાઈ થોડીવાર પેહલા જ આવ્યો... ભાઈ શું પ્રોડક્ટ ચેન્જ થઈ ગયા હતા આપણી કંપનીના, મને મિસ્ટર મલ્હોત્રાએ કહ્યું. ભાઈ તો પણ આપણે એક વાર ચેકીંગ કરી લેવી જોઈએ.
અબીર હું વિચારી રહ્યો હતો ચેકિંગનું પણ મિસ્ટર હ્યુંનએ સ્વીકાર્યું કે ભૂલ તેમના કર્મચારીઓથી થઈ ગઈ હશે. અથર્વએ કહ્યું.
હમમ...એમ પણ હોઈ શકે અને મે જોયુ પણ તે પ્રોડક્ટની રેટિંગ પણ સારી આવી છે. અબીરએ કહ્યું.
**********
આજે કંપનીએ કંઈ ખાસ કામ નોહ્તું એટલે મીરા કંપનીની બહાર આવી, ત્યાજ રોજની જેમ આર્યન કાર લઇને તેની પાસે આવ્યો.
આજ ક્યાં જવું છે? આર્યનએ પૂછ્યું.
ક્યાંય નહિ બસ આજ બધું કામ પતી ગયું એટલે આટા મારું છું આમથી તેમ. મીરાએ કહ્યું.
તે બંને વાતો કરી રહ્યા હતા, અથર્વ ઉપર તેના કેબિનની બાલ્કનીમાંથી બંનેને જોઈ રહ્યો હતો.
તો મીરા આજ મારે જવું છે, એટલે તારે અને ઝોયાને આજ મારી સાથે આવું પડશે. આર્યનએ કહ્યું.
તમારે શું લેવા જવું છે અને અત્યારે જવું છે શું? મીરાએ પૂછ્યું.
હા અત્યારે જવું છે. આર્યનએ કહ્યું.
પણ આર્યન હજુ ૬ વાગ્યા છે અને કંપની ૮ વાગે બંધ થાય... શરૂ કંપનીએ કેવી રીતે આવી શકું હું.
પણ મીરા તે જ કહ્યું કે આજ તારે કંઈ કામ નથી, બધું પતી ગયું.... હું કહી દઈશ મિ.અથર્વને ચિંતા ન કર. આર્યનએ કહ્યું.
પણ આર્યન...મીરા બોલવા જતી હતી ત્યાં આર્યન બોલ્યો, મીરા મે પહેલી વાર કહ્યું, તું એટલુ નહિ કરી શક?
મીરાએ થોડીવાર વિચાર્યું પછી કહ્યું, સારું ચાલો....પણ જવું છે ક્યાં?
ડંચ કરવા જવું છે. આર્યનએ કહ્યું.
શું....ડંચ? મીરાને કંઈ સમજ ન પડી તેણે ફરી પૂછ્યું.
કંઇક જમવા જવાનું કહી રહ્યો છું મીરા... અત્યારે ૬ વાગ્યા જેને લંચ કે ડિનર ન કહેવાય, ૫ વાગ્યાથી ૬ વાગ્યામાં કંઇક જમીએ તેને ડંચ કહેવાય. આર્યનએ કહ્યું.
ઓહ... સોરી હો આર્યન. અમે તો સાદી ભાષામાં નાસ્તો કહીયે. મીરાએ હસીને કહ્યું. આર્યન પણ તેની વાત સાંભળી હસ્યો.
સારું હું ઝોયા ને કૉલ કરીને બોલાવી લઉં... મીરાએ ઝોયાને કહ્યું સાથે આવવા માટે પણ ઝોયાએ કહ્યું , મીરા તમે બંને જાઈ આવો મને ભૂખ નથી અને એમ પણ માટે કામ બાકી છે, એટલે તું જઈ આવ અને આર્યનને સોરી પણ કહી દેજે. પછી તે બંને કારમાં બેઠા અને ચાલ્યા ગયા....અથર્વએ તે બંનેને જતા જોયા.
પછી આર્યન મીરાને રેસ્ટોરન્ટમાં લઈને આવ્યો. આર્યનએ મીરાને મેનુ આપ્યું, મીરાએ આર્યનને મેનુ પાછું આપી દીધું અને કહ્યું, તમે લાવ્યા છો, તો તમે જ ઓર્ડર કરો.
આર્યનએ મેનુ લઈને ઓર્ડર કર્યો. થોડીવારમાં ટેબલ આખું ભરાઈ ગયું અવનવી વાનગીઓથી.
મીરાએ કહ્યું, આર્યન આ બધું કોણ ખાશે? એટલું બધું શું લેવા ઓર્ડર કર્યું?
અરે મીરા ક્યા એટલું બધું છે.... ચાલ શરૂ કર.
તે બંને જમી ને પાછા કંપનીએ આવ્યા, અથર્વ બાલ્કની પાસે કૉલમાં વાત કરી રહ્યો હતો. તેનું ધ્યાન ફરી મીરા અને આર્યન પર પડ્યું. તે બંને ખુબ હસી રહ્યા હતા. આ જોઈને અથર્વનો સાવ મગજ ખસી ગયો. એ ત્યાંથી આવીને તેના ડેસ્ક પર બેસી ગયો અને કામ કરવા લાગ્યો
મીરા કંપનીની અંદર આવી...મીરા જમી ને જ્યારથી આવી ત્યારથી તેને થોડી બેચેની થઈ રહી હતી પણ તેણે ધ્યાન ન દીધું કંઈ.
મીરા ઝોયા પાસે આવી, મીરાએ તેના ડેસ્ક પર હાથ રાખી પૂછ્યું, શું કરે છે ઝોયા?
ઝોયાનુ ધ્યાન અનાયાસે જ મીરાના હાથ પર પડ્યું, તેણે મીરાનો હાથ પકડ્યો અને બોલી, મીરા આ તારા હાથ પર.. ઝોયાનું ધ્યાન મીરાની ગરદન ઉપર પણ પડ્યું...તે બોલી, મીરા આ હાથ પર અને તારી ગરદન પર લાલ નિશાન શેના પડેલા છે?.... મીરા તે કઈક એલર્જી વાળુ....મતલબ જાંબુ ખાઈ લીધું હતું કે શું? આવું તો તને ત્યારે જ થાય છે.
હા કદાચ...રેસ્ટોરન્ટમાં કંઇક ડેઝર્ટ હતું તેમાં હસે... ઝોયા મને ક્યારની બેચેની પણ થઈ રહી છે, પણ મને ખ્યાલ ન આવ્યો કે આ એલર્જીને લીધે થાય છે.
કંઈ નહિ ઝોયા હવે એમ પણ કંપની બંધ થવાને દસ જ મિનિટ છે. ઘરે જઈને દવા પીય લઈશ એલર્જીની. મીરાએ કહ્યું.
સારું ધ્યાન રાખ તારું. ઝોયા કહ્યું.
મીરા તેના ડેસ્ક પર આવીને બધું સરખું કરી રહી હતી, તેનો ફોન પર્સમાં નાખ્યો અને ફાઈલો બધી એક જગ્યાએ મૂકી રહી હતી.
અહી અથર્વનું મન જ કામ પર નોહ્તું લાગી રહ્યું, તે ઘણા પ્રયત્ન કરી રહ્યો હતો, કામ પર ધ્યાન આપવામાં પણ તેને વારંવાર આર્યન અને મીરા યાદ આવી રહ્યા હતા. તેણે ગુસ્સામાં ડેસ્ક પર હાથ માર્યો અને ડેસ્ક પર જે ફ્લાવર પોટનું શોપીસ પડ્યું હતું તે જોરથી નીચે પડ્યું અને તૂટી ગયું.
મીરાનું ડેસ્ક અથર્વની કેબિન પાસે જ હતું. તેને કેબિનમાંથી આવાજ આવતા તે અંદર ગઈ અને તેણે અથર્વને પૂછ્યું, શું થયું...આ શેનો અવાજ હતો?
કંઈ નથી થયું. તું જા. અથર્વ થોડા ગુસ્સામાં બોલ્યો.
મીરાએ ફરીવાર પૂછ્યું, અથર્વ શું થયું?
અથર્વ ગુસ્સામાં બોલ્યો ..........વધુ આવતા અંકે