Beinteha: Hate and Love - 32 in Gujarati Drama by Firdous kaSak books and stories PDF | બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 32

Featured Books
  • સંઘર્ષના રંગો

           આરવ એક એવો ચિત્રકાર હતો જેની પીંછી કેનવાસ પર માત્ર રં...

  • મ્હારો હિવડો

    ગુજરાતી મારવાડી ની લવ સ્ટોરી અમદાવાદની ‘મેગાટેક આઇટી સોલ્યુશ...

  • પિતાનો સંઘર્ષ

          મારા ગઢા આપા એટલે કે મારા દાદા(ઓઘડ ગાંગા સરૈયા ભરવાડ)ન...

  • દાનવીર કુનબી

     " એક ગામમાં દાનવિર કુનબી રહેતો હતો , તે એટલો બધો દાનવિર હતો...

  • રહસ્ય - ભાગ 1

    સાવનનો મહિનો હતો. એક નાના ગામ રાણાવાસ પર છેલ્લા ત્રણ દિવસથી...

Categories
Share

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 32





   અબીરની કાર ખરાબ થઈ ગઈ હતી. ત્યાં તેનો ભેટો વિક્રમ સાથે થયો. વિક્રમએ અથર્વની ખિલાફ ખૂબ અબીરના કાન ભર્યા પરંતુ અબીર તેને એક થી એક ચડિયાતા જવાબ આપી રહ્યો હતો. આગળ તેણે કહ્યું,    મારો ભાઈ સાવજ છે વિક્રમ, તે ચાહતા હોત ને તો આ કંપનીને પાછી તારી પાસેથી છીનવી શકતા હતા, પણ તને તેમણે ભીખમાં આપી દીધી આ કંપની અને એક ગદ્દારને ભીખમાં આપેલી વસ્તુ સારી લાગે ને એટલી જ ખરાબ પણ લાગે... તને બેચેન કરી મૂકયો છે આ ભીખએ, જેના કારણે તું અમને બરબાદ કરવા ઈચ્છે છે. પણ એટલું યાદ રાખજે સાચાનું ક્યારેય કંઈ પણ ખોટું નથી થતું. ઈશ્વર હંમેશા તેની સાથે હોય છે. અબીરએ વિક્રમની બોલતી બંધ કરી દીધી હતી, બોલવા જેવું હવે કંઈ પણ બચ્યું નોહ્તું એટલે એ  કંપનીની અંદર ચાલ્યો ગયો.    
     
   એટલીવારમાં કારનો કારીગર પણ આવી ચૂક્યો હતો. કારીગરએ થોડીવારમાં કાર સરખી કરી નાખી અને અબીર કંપની જવા માટે નીકળી ગયો.

    **********

    આજ ઈશા અને રાહીલની સગાઈનો દિવસ હતો. બધા વીલા પોહચી ગયા હતા. ઝોયા અને મીરા બંન્ને તૈયાર થઈને આવી રહી હતી. અબીરનું ધ્યાન ઝોયા પર ગયું જ્યારે અથર્વ પણ મીરાને એકટસ જોઈ રહ્યો હતો. બંને અત્યંત ખૂબસૂરત લાગી રહી હતી. પણ તે બંને અથર્વ અને અબીરને ઇગ્નોર કરીને આગળ વધી ગઈ.

    ઈશા અને રાહીલ બંને સ્ટેજ પર બેઠા હતા. બંને સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

   સગાઈની રસમ શરૂ થઈ, બંનેએ એકબીજાને રીંગ પેહરાવી. બધાએ તેમની પર ફૂલોનો વરસાદ કરી દીધો. ઝોયા અને મીરા ખૂબ જ ખુશ હતી.  

   બધા તેમને સગાઈ માટે અભિનંદન પાઠવી રહ્યા હતા. થોડીવારમાં સુદર મજાના ગીતો શરું થયા. બીજા બધા કપલ્સ જોડીમાં ડાન્સ કરવા લાગ્યા. આર્યન રાહીલ અને ઈશાનો હાથ પકડીને સ્ટેજ પર મૂકીને આવ્યો. રાહીલ અને ઈશા પણ એકબીજાના પ્રેમમાં ડૂબીને ગીત સાથે જુમવા લાગ્યા.

  મીરા અને ઝોયા દૂરથી ખૂબ જ ઉત્સાહિત થઈને તે બંનેને ડાન્સ કરતા જોઈ રહી હતી.

    અબીર અને અથર્વ દૂર એક બાજુ ઊભા હતા. બંને ઝોયા અને મીરાને જોઈ રહ્યા હતા.

    ખુશ એ બંને થઈ રહી હતી અને લાલી આ બંનેના ચેહરા પર આવી રહી હતી.

    અબીરનું ધ્યાન અથર્વ પર પડ્યું, તેણે કહ્યું, વાહ ભાઈ... તમારા ચેહરો એટલો બ્લશ કેમ કરે છે?

    અથર્વએ કહ્યું, પેહલા પોતાનું કર!

   મારું... કરવું જ છે પણ સામે વાળી કોઈ રિસ્પોન્સ જ નથી આપતી. પેહલા માફ નોહતો કર્યો ત્યારે થોડી ઘણી તો ઉમ્મીદ બચી હતી કે વાત તો થશે. હવે જ્યારે માફ કરી દીધો તો વાત કરવાની બચેલી ઉમ્મીદ પણ ગઈ. 

    આ તો અબીર પેલી કહેવત જેવુ થયું, આસમાન સે ગિરા, ખજૂર મે અટકા. અથર્વએ અબીરની થોડી મશ્કરી કરી.

    હસી લ્યો મારી પર... પણ પેહલા એ કહો... મીરા તમને ગમે છે? અબીરએ જીણી આંખો કરીને પૂછ્યું.

    હમ. અથર્વએ ફક્ત એટલું જ કહ્યું.

    આ શું ભાઈ ખાલી ફિક્કું હમ...થોડું સરખું કહો ને. અબીરએ કહ્યું.

   હા...ગમે છે. અથર્વએ મીરા પર નજર રાખીને જ કહ્યું.

   તો પ્રપોઝ કરો તેને, કોની રાહ જોવો છો ભાઈ. અબીરએ ઉત્સાહિત થઈને કહ્યું.

  અથર્વ થોડીવાર સુધી ચૂપ રહ્યો. અબીરએ ફરીવાર કહ્યું, ઓ બડે ભૈયા કહા ખો ગયે? ભાઈ એક કામ કરો અત્યારે જ પ્રપોઝ કરી દયો. જોવોને કેટલી ખુશ પણ છે આજ મીરા.

   એ મારીથી ગુસ્સે છે. અથર્વએ કહ્યું.

   કેમ...શા માટે? અબીરએ આતૂર થઈને પૂછ્યું.

   છોડને અબીર અત્યારે. 

   નહિ ભાઈ કહો શા માટે ગુસ્સે છે મીરા તમારાથી? અબીરએ ફરી વાતને પકડી.

  થોડીવાર ચૂપ રહ્યા બાદ અથર્વએ અબીરને કહ્યું, કે તેણે ગુસ્સામાં મીરાને શું કહી દીધું હતું. 

  અબીર ચૂપ થઈ ગયો. પછી બોલ્યો, ભાઈ આ તો શરૂ થવા પેહલા જ તમે પૂરું કરી નાખ્યું.

  તે બંને નિરાશ થઈને પોતપોતાના પ્રેમને જોઈ રહ્યા હતા. 

  આર્યન મીરા પાસે આવ્યો અને તેની સામે હાથ આગળ કરીને કહ્યું, વિલ યુ ડાન્સ વિથ મી?

   યેસ સ્યોર. મીરાએ કહ્યું અને પોતાનો હાથ આર્યનના હાથમાં આપ્યો.

   અથર્વ દૂરથી જોઈ રહ્યો હતો અને અબીરએ પણ જોયું. અબીરએ મનમાં કહ્યું, આ આર્યનની શામત આવવાની લાગે છે.

  આર્યન મીરાને સ્ટેજ પર લઈ ગયો. તે બીજા કપલ્સની જેમ તેમના સ્ટેપ પર ડાન્સ કરવા લાગ્યાં.

   અથર્વને આ જોઈને અત્યંત ગુસ્સો આવી રહ્યો હતો. અબીર આ જોઈ રહ્યો હતો.

   થોડીવારમાં આર્યનએ મીરાની કમર ફરતે હાથ રાખ્યા. 

   બોવ થયું હવે આનું. અથર્વએ કહ્યું અને સ્ટેજની તરફ આગળ વધ્યો.

   અબીરએ અથર્વનો હાથ પકડી લીધો અને ઈશારામાં ના પાડી.

   નહિ અબીર હવે બહુ થઈ ગયું આનું...છોડ મને. અથર્વએ ગુસ્સામાં કહ્યું.

   નહિ ભાઈ...તમે મારી જેવી જ ભૂલ કરવા જઈ રહ્યા છો...મીરા તમારીથી વધુ દૂર થઈ જશે. અબીરએ અથર્વને સમજાવતા કહ્યું.

   અબીર તે શકસ મને મીરા સાથે બરદાસ્ત નથી થઈ રહ્યો. અથર્વએ આર્યનને જોઈને ગુસ્સામાં કહ્યું.

   શું કરશો ત્યાં જઈને... હમમ ભાઈ..ગુસ્સામાં આર્યન ઉપર હાથ ઉઠાવશો...અને મીરાને શું કહેશો, કયા હકથી તમે મીરાને આર્યનથી દુર રાખો છો. ભાઈ આમાં તમારો જ વાંક આવશે. મીરાને થોડી ખબર છે કે તમે તેને પ્રેમ કરો છો... મીરા વધુ દૂર થઈ જશે. જ્યાં સુધી તમે મીરાને તમારા પ્રેમ નો ઈઝહાર નહિ કરશો ત્યાં સુધી તમે કંઈ પણ નહિ કરી શકશો અને આ સમય પણ નથી કંઈ કરવાનો, રાહીલ અને ઈશાની સગાઈ છે ભાઈ. અબીરએ ફરીવાર સમજાવ્યો અથર્વને કે ગુસ્સામાં કઈ પણ કર્યું મીરા તેનાથી વધુ દૂર થઈ જશે.
  
    અથર્વનો ગુસ્સો થોડો શાંત પડ્યો અબીરની વાતોથી. અબીર તેને સ્ટેજથી દૂર બીજી જગ્યાએ લઈને ગયો. 

  થોડીવારમાં ડિનરનો ટાઇમ થઈ ગયો. મીરા, અથર્વ, અબીર, ઝોયા અને આર્યન આ બધા ડિનર ટેબલ પર એક સાથે બેઠા હતા. રાહીલ અને ઈશા મહેમાનો સાથે વાતો કરી રહ્યા હતા.

   ડિનર પીરસાઈ ગયું. બધા જમવા લાગ્યા. થોડીવાર બાદ આર્યનએ મીરાને તેના હાથથી જમવાનું પીરસ્યું....અથર્વ પાણી પીય રહ્યો હતો તે પાણી પીતા પીતા આ બધું જોઈ રહ્યો હતો સાથે તેને ગુસ્સો પણ આવી રહ્યો હતો, જે અબીર સાથે ઝોયા પણ જોઈ રહી હતી. અથર્વ જમવા લાગ્યો... હવે આર્યનએ રાઇસની ચમચી ભરીને મીરાના ચેહરા સામે ધરી. મીરા આનાકાની કરવા લાગી પછી તેણે આર્યનના હાથથી ખાધું, પણ મીરાના હોઠ પાસે એક ચાવલનો દાણો લાગી ગયો. મીરા તેને હટાવવા જતી હતી ત્યાજ આર્યનએ તેના હાથથી મીરાના હોઠ પરથી તે દાણો હટાવ્યો. 
    
    આર્યનની હરકતથી હવે અથર્વનો ગુસ્સાનો આપો ન રહ્યો. તે આગ ઝરતી નજરે આર્યનને જોઈ રહ્યો હતો.

   તેણે પોતાના હાથની ગુસ્સામાં મુઠ્ઠી વાળી, અબીરએ અથર્વના મુઠ્ઠી વળેલા હાથ પર પોતાનો હાથ મૂકી તેને શાંત રેહવાનો ઇશારો કર્યો ............વધુ આવતા અંકે