Beinteha: Hate and Love - 34 in Gujarati Drama by Firdous kaSak books and stories PDF | બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 34

Featured Books
Categories
Share

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 34

   અથર્વને મિસ્ટર ભાટિયાએ કહ્યું કે તેણે વી. આરમાં પણ પ્રેઝન્ટેશન વિશે કહ્યું છે અને તેમને જે કંપનીનું પ્રેઝન્ટેશન ગમશે તે તેમની સાથે ડીલ કરશે. 
  
   સારું તો હું નીકળું મિટિંગ માટે....અ..મિસ્ટર અથર્વ તમે પણ ચાલોને મારી સાથે, વી. આર આર્કિટેક્ચરનું પ્રેઝન્ટેશન જોવા માટે. મિ. ભાટિયાએ કહ્યું.

   નહિ મિ.ભાટિયા તમે જઈ આવો. અથર્વએ કહ્યું.
  
   હવે નજીક તો છે કંપની મિ. અથર્વ, તમે આવશો તો સારું લાગશે મને. મિ. ભાટિયાએ ખૂબ આગ્રહ કરતા કહ્યું. 

  અથર્વને જરા પણ જવું નોહ્તું, પણ મિ.ભાટિયાના એટલા આગ્રહનું માન રાખીને તેણે તેમની સાથે જવા માટે હા કહી દીધી.
   
  બંને વી. આર આર્કિટેક્ચરમાં આવ્યા. અથર્વ તેની આ કંપની છોડ્યા બાદ પેહલી વાર અહી આવ્યો હતો. અથર્વ કંપનીને જોઈ રહ્યો હતો. તેને કંપનીમાં પેહલા જેવી રોનક નોહતી લાગી રહી. 

  સામેથી કંપનીના એક બુઝુર્ગ પ્યુન અથર્વને જોઈને ખુશ થઈ ગયા. તે રાજી થઈને અથર્વ પાસે આવ્યા અને કહ્યું, અરે સર કેમ છો?

  અથર્વ તેમને ઓળખી ગયો, તેણે કહ્યું, સારું છે દિનેશ કાકા...તમને કેમ છે?

  મને પણ સારું છે સર. તે પ્યુન ખૂબ જ રાજી થઈ ગયા હતા અથર્વને જોઈને.

   થોડીવારમાં વિક્રમ આવ્યો મિસ્ટર ભાટિયાને વેલકમ કરવા માટે, અથર્વને જોઇને વિક્રમ વિચારમા પડી ગયો... મિ. ભાટિયાની સામે કોઈ પ્રશ્ન કરાઈ એમ પણ નોહતો એટલે એ કઈ ન બોલ્યો પણ એ મનમાં બોલ્યો, અથર્વ તને જોઇને અહી સારું તો નથી લાગ્યું મને, પણ એક તરફથી તું આવ્યો તો હવે વધુ મજા આવશે મને પ્રેઝન્ટેશન બતાવવામાં અને તેણે કપટી હાસ્ય કર્યું.

   વિક્રમ તેમને લઈને મિટિંગ રૂમમાં ગયો. થોડીવારમાં  દિનેશ કાકા કોફી આપી ગયા. 

   વિક્રમએ તેના એમ્પ્લોયને પ્રેઝન્ટેશન શરૂ કરવાનું કહ્યું, એમ્પ્લોયએ પ્રેઝન્ટેશન શરૂ કર્યું પરદા પર. અથર્વનું ધ્યાન વિક્રમ પર હતું. વિક્રમએ તેની સામે કપટ ભર્યું સ્મિત કર્યું. અથર્વએ તેની તરફથી ધ્યાન ફેરવીને પરદા પર કર્યું, જેમાં પ્રેઝન્ટેશન શરૂ હતું. વિક્રમ હજુ પણ અથર્વને જ જોઈ રહ્યો હતો. 



  
   અથર્વનું ધ્યાન જેવું પરદા પર ગયું તે ચોંકી ગયો. તેણે વિક્રમને જોયો જે હજુ પણ તેની સામે જોઈ કપટી સ્મિત કરી રહ્યો હતો. અથર્વ ગુસ્સામાં વિક્રમને જોઈ રહ્યો હતો પણ તે કઈ બોલ્યો નહિ.

   પ્રેઝન્ટેશન પૂરું થયું. મિસ્ટર ભાટિયાએ ખુશ થઈને કહ્યું, અમેઝિંગ... મિ. વિક્રમ ખૂબ જ સરસ પ્રેઝન્ટેશન બનાવ્યું છે તમારી કંપનીએ.

   થૅન્ક યુ સો મચ મિ. ભાટિયા. વિક્રમએ મીઠાશથી કહ્યું.

   પણ મિ. વિક્રમ હું કાલે આર્ટ એન્ડ આર્કિટેક્ચરનું પ્રેઝન્ટેશન જોઈને તમને જણાવીશ ડીલ વિશે. મિ. ભાટિયાએ કહ્યું.

   સ્યોર મિ. જયરાજ ભાટિયા. વિક્રમએ કહ્યું અને અથર્વ સામે જોયું. 

   થોડીવાર વાતચીત કરીને રોય મિસ્ટર ભાટિયાને મિટિંગ રૂમની બહાર લઈ ગયો.

  અથર્વ વિક્રમને ઘુરી રહ્યો હતો. વિક્રમ હસ્યો અને બોલ્યો, કેવુંક લાગ્યું પ્રેઝન્ટેશન મિ. અથર્વ રાઠોડ!

   અથર્વ વિક્રમની સામો આવ્યો અને બોલ્યો, એક ગદ્દારથી બીજી ઉમ્મીદ પણ શું હોઈ શકે. 

   તું વિચારે છે ને કે આ કેવી રીતે થયું. વિક્રમએ કહ્યું અને એક ફોટો બતાવ્યો અથર્વને...અથર્વ ફોટો જોઈને ચોંકી ગયો. 

  કાલે તો તમારી કંપની સાથે મિટિંગ છે ને મિ.ભાટિયાની. વિક્રમએ અથર્વને ચીડવવાના ઇરાદે કહ્યું.

   મારી અને મારી કંપની ફિકર તું ન કર. અથર્વએ કહ્યું અને બહાર ચાલ્યો ગયો.

  થોડીવારમાં રોય અંદર આવ્યો તેણે કહ્યું, બૉસ આ અથર્વને મિ.ભાટિયા તેની સાથે લઈને આવ્યા હતા....બૉસ આ અથર્વ કોઈ ટાંગ તો નહિ અડાડેને આપણી ડીલની વચ્ચે?

   નહિ રોય...તેની પાસે સમય જ નથી બચ્યો, ટાંગ અડાડવાનો. આ ડીલ તો વી.આર સાથે જ ફાઇનલ થશે. વિક્રમ બહુ ખુશ થઈને બોલ્યો. 

  થોડીવારમાં અથર્વ કંપનીએ પોહચ્યો. તે બહુ ગુસ્સામાં હતો. તે અંદર આવ્યો અબીર અને રાહીલ કઈક ચર્ચા કરતા હતા. મીરા તેના ડેસ્ક પાસે કામ કરી રહી હતી. અથર્વ મીરા પાસે ગયો, તેનો હાથ ખભા પરથી પકડ્યો અને તેને તેના કેબીનની અંદર લઈને ગયો. આ દ્રશ્ય અબીરએ જોયું, તે પણ તેમની પાછળ કેબીનની અંદર ગયો.

   હાથ છોડો મારો. આમ કેમ પકડીને ખેંચી રહ્યા છો મને. પ્રોબ્લેમ શું છે તમારે મારીથી. મીરાએ અકળાઈને કહ્યું.

  તે દિવસનો બદલો તું આવી રીતે લઇશ મીરા મારી સાથે. અથર્વ ગુસ્સામાં હતો પણ તે આ વાક્ય બોલતા સમય બહુ દુઃખી થઈ ગયો.

   કેવો બદલો...શું કહી રહ્યા છો. હવે મારી વિશે કંઈ નથી મળી રહ્યું તો તમે આવા ઇલઝામ નાખશો મારી પર. મીરા ઉશ્કેરાઈ ગઈ હતી. અબીર પણ ત્યાં આવી ગયો હતો. 

   અથર્વ રાડ નાખીને બોલ્યો, તો આપણી કંપનીનું પ્રેઝન્ટેશન વી.આર આર્કિટેક્ચરમાં કેવી રીતે પ્રેઝંટ થઈ રહ્યું હતું?

  મીરા અથર્વની રાડથી ધ્રુજી ઉઠી. અબીર વચમાં આવ્યો અને અથર્વને શાંત કર્યો, ભાઈ પ્લીઝ પેહલા શાંત થાવ અને આ શું કહી રહ્યા છો.... તમે વી. આર આર્કિટેક્ચરમાં શું કરી રહ્યા હતા?

   અથર્વએ કહ્યું, અબીર મને મિ. ભાટિયા તેમની સાથે લઈને ગયા હતા. મિ. ભાટીયાએ ત્યાં પણ પ્રેઝન્ટેશન વિશે કહ્યું હતું. તેમને જે કંપનીનું પ્રેઝન્ટેશન ગમ્યું હોત એ તેમની સાથે ડીલ કરત.... ત્યાં આપડું પ્રેઝન્ટેશન રજૂ થઈ રહ્યું હતું. અથર્વ ખૂબ જ ગુસ્સામાં કહી રહ્યો હતો. મીરાને અથર્વની વાત સમજ નોહતી પડી રહી પણ તેને એટલી સમજ પડી ગઈ હતી કે બીજી કંપનીએ તેમની કંપનીનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

    ભાઈ ત્યાં આપણું પ્રેઝન્ટેશન કેવી રીતે પોહચ્યું? અબીરએ પૂછ્યું.

   અથર્વએ મીરા સામે જોયું. અબીર ચોંકી ગયો અને મીરા પણ આઘાત પામી...મીરા કેહવા લાગી, તમે કેમ મને આમ જોઈ રહ્યા છો, મે કંઈ પણ નથી કર્યું અથર્વ. 

  અબીરએ આશ્ચર્યથી પૂછ્યું, ભાઈ આ શું કહો છો તમે.. મીરા...મીરાએ આપ્યું પ્રેઝન્ટેશન. 

   હા અબીર. અથર્વએ મીરા સામે જોઈને કહ્યું.

   મીરાએ ગુસ્સામાં કહ્યું, મે કોઈને પ્રેઝન્ટેશન નથી આપ્યું અથર્વ, તમે આવો ઈલઝામ મારી પર કેવી રીતે નાખી શકો. એટલું કહીને તે બહાર તેના ડેસ્ક પરથી પ્રેઝન્ટેશનની ફાઈલ લઈને આવી અને લાવીને અથર્વના હાથમાં મૂકી.

   અથર્વએ ફાઈલ ખોલી તેમાં પેપર્સ જોયા અને પછી કહ્યું, ઓરિજનલ પેપર્સ અને પ્રેઝન્ટેશનની પેનડ્રાઈવ ક્યાં છે મીરા.

  મીરાએ અથર્વના હાથમાંથી ફાઈલ લીધી અને જોવા લાગી તેમાં ફક્ત ઝેરોક્ષ હતી પ્રેઝન્ટેશનના પેપર્સની.

   ક્યાં છે મીરા, ઓરિજનલ પેપર્સ અને પેનડ્રાઈવ. આમાં જ હતું ને, તો ક્યાં ગયું? અથર્વએ પૂછ્યું.

  મીરા ફાઈલ જોઈને પોતે મૂંઝવણમાં હતી, તે ગભરાઈને બોલી આમાં જ હતું બંને મે કાલે મારા હાથથી ઝેરોક્ષ કરાવીને પેપર્સ સરખા કરીને રાખ્યા હતા... પણ મને નથી ખબર કે પેપર્સ અને પેનડ્રાઈવ ક્યાં ગયું...અથર્વ પ્લીઝ વિશ્વાસ કરો મારો.

   અબીર મીરાને આમ જોઈને સમજી ગયો કે મીરા નિર્દોષ છે, વિક્રમએ કોઈ ચાલ રમી છે મીરા સાથે. 

   અબીરએ સોશિયલ મીડિયા પરથી વિક્રમનો ફોટો મીરાને બતાવ્યો, મીરા આ વ્યક્તિને જોયો છે તમે ક્યાંય?

  મીરાએ ફોટો ધ્યાનથી જોયો અને બોલી, આ..વિ..વિક્રમ છે.

   બસ અબીર સાંભળી લીધું. અથર્વએ કહ્યું.

   ભાઈ તમે શાંત થાવ પ્લીઝ. ફક્ત પ્રેઝન્ટેશનની જ વાત છે. અબીરએ કહ્યું. 

  અબીર મને પ્રેઝન્ટેશન સાથે કોઈ લેવા દેવા નથી. આવા હું દસ બનાવી લઈશ, પણ મને એ વાત ગુસ્સો આપે છે કે ..........વધુ આવતા અંકે