Beinteha: Hate and Love - 36 in Gujarati Drama by Firdous kaSak books and stories PDF | બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 36

Featured Books
Categories
Share

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 36

    અથર્વ ઘરે ગયો હતો પણ તેને ચેન નોહ્તું પડી રહ્યું તેને વિક્રમથી હારવાના માત્ર વિચારથી જ ગુસ્સો આવી રહ્યો હતો. તે કોઈ પણ સંજોગે ડીલ વિક્રમને નોહતો આપવા માંગતો. તેણે નવું પ્રેઝન્ટેશન બનાવવાનો વિચાર કર્યો અને ઓફિસ જવા માટે નીકળ્યો.

    તે ઓફિસ આવ્યો. તે તેના કેબિનમાં ગયો. મીરા કોફી કોર્નર પાસે હોવાથી તેણે મીરાને નોહતી જોઈ અને મીરાએ પણ અથર્વને આવતા નોહતો જોયો. 

    અથર્વ તેના લેપટોપ પર કામ કરવા લાગ્યો... મીરા તેના ડેસ્ક પાસે આવી અને કોફીનો કપ તેના ડેસ્ક પર રાખ્યો. અથર્વનું ધ્યાન લેપટોપ પર જ હતું. થોડીવાર બાદ કામ કરતા કરતા તેની નજર બહાર ગઈ. તેણે મીરાને લેપટોપ પર કામ કરતા જોઈ. તે થોડો આશ્ચર્ય પામ્યો...તે બહાર આવ્યો, મીરાની પાછળ ઊભો રહ્યો તેણે લેપટોપ પર જોયું, મીરા જે.બી મોલનો ડેમો બનાવી રહી હતી. 

    હજુ ઘરે નથી ગઈ. અથર્વ પાછળ ઊભો રહીને જ બોલ્યો. 

   આમ અચાનકથી અવાજ સાંભળીને મીરા ડરથી જસ્કી ગઈ. તેણે પાછળ જોયું, મીરાના શ્વાસ વધી ગયા હતા ડરના કારણે. તે બોલી આગળ, આમ કોણ અચાનકથી ડરાવી દેય....તમે અહી ક્યારે આવ્યા?

   થોડીવાર પેહલા જ... હું આવ્યો ત્યારે તો તું નોહતી અચાનકથી ભૂતની જેમ ક્યાંથી આવી ગઈ? અથર્વએ પૂછ્યું.

    હું કોફીના કોર્નર પાસે હતી. મીરાએ કહ્યું. 

   પણ અહી શું કરે છે તું? અથર્વએ પૂછ્યું.

   નવું પ્રેઝન્ટેશન બનાવી રહી હતી જે.બી. મોલનું! મીરાએ કહ્યું.

  ઘરે જા બહુ મોડું થઈ ગયું છે. અથર્વએ કહ્યું.

   નહિ...હું પ્રેઝન્ટેશન બનાવીને જ જઈશ. 

   કહ્યુંને જા ઘરે...હું બનાવી લઈશ. 

   નહિ મે પણ કહ્યું ને હું બનાવીને જ જઈશ....એમ પણ થોડું બની ગયું છે...અને મારા કારણે જ પ્રેઝન્ટેશન બીજી કંપનીમાં પોહચ્યુ એટલે તમે જાવ હું બનાવી લઈશ. 

   અથર્વએ મીરાની જીદ્દ સામે નમતું મૂક્યું, સારું...પણ હું હેલ્પ કરીશ પ્રેઝન્ટેશન બનાવવામાં. 

   મીરાએ ના પાડી પણ અથર્વ ન સમજ્યો. 

   સારું...આ ડેમો જોઈ લ્યો મે બનાવ્યો નવો તમને કંઈ સુધારો કરવા જેવું લાગતું હોય તો કહો. મીરાએ કહ્યું.

    અથર્વએ ડેમો જોયો અને કહ્યું, સરસ બનાવ્યો છે. 

    મીરા ખુશ થઈ ગઈ. બંને કામ કરવા લાગ્યા સાથે. થોડીવાર બાદ મીરાએ કહ્યું, આઇ એમ સોરી!

   અથર્વએ મીરા સામે જોયું... પછી કહ્યું, સોરી. 

   કેમ? મીરાને આશ્ચર્ય થયું અથર્વના કેહવા પર.

   મે તે દિવસે તને ગલત શબ્દો કહી દીધા હતા તે માટે... તું મારીથી નારાજ હતી.

   મીરા આ પ્રેઝન્ટેશનના ચક્કરમાં આ ભૂલી ગઈ હતી પણ તેને હવે ગુસ્સો નોહતો આવી રહ્યો. તેણે અથર્વને કહ્યું, ઈટ્સ ઓક મે માફ કરી દીધા તમને... પણ હવે તમે મને પણ પ્લીઝ માફ કરી દયો... અથર્વ ખરેખર મને નોહતી ખબર વિક્રમ વિશે. 

  હમમ... હું ત્યારે ગુસ્સામાં હતો. શાંત થઈને વિચાર્યું તો સમજ્યો કે તારી કોઈ ભૂલ નોહતી. 

  એક વાત પૂછું અથર્વ? મીરાએ કહ્યું.

  હમમ!

  તમને ગુસ્સો નથી આવતો મારી પર... મારી બેવકૂફીઓ પર? મીરાએ પૂછ્યું.

   અથર્વએ મીરાની સામે જોયું અને કહ્યું, ગુસ્સો આવ્યો હતો સાંજે... પણ તારાથી વધુ નારાજ નથી રહી શકતો હું. 

   કેમ... હું કઈ ખાસ છું? મીરાએ પૂછ્યું તેને ઝોયાની વાત યાદ આવી પણ તેને ઝોયાની તે વાત પર યકીન નોહ્તું થઈ રહ્યું એટલે તે જાણવા માંગતી હતી કે અથર્વ શું સાચ્ચે તેના પ્રેમમાં છે કે નહિ.

  અથર્વ થોડીવાર ચૂપ રહ્યો પછી કહ્યું, તે મને જ્યારથી નશામાં કહ્યું હતું ને ત્યારથી બસ હવે તારાથી નારાજ નથી રેહવાતું મારાથી.

   મીરા વિચારમાં પડી ગઈ, કારણ કે અથર્વએ આ બીજી વાર તેને કહ્યું હતું કે તેણે નશામાં કંઇક કહ્યું હતું અથર્વને.

  મે એવું તો શું કહ્યું હતું? મીરાએ અધીરાઈથી પૂછ્યું.

   અથર્વએ ફરીવાર તેને હેરાન કરવાનું વિચાર્યું. મે કહ્યુ તો હતું કે મને તે કેહવામાં શરમ આવે છે. 

   યાર પ્લીઝ અથર્વ કહો મને મે શું કહ્યું હતું? મીરાને જાણવાની ખૂબ તાલાવેલી વધી. 

  હું નહિ કહું તે... તું જ્યારે તે વાત હોશો હવાસમાં કેહસેને ત્યારે કહીશ કે તે મને આ કહ્યું હતું.

   મીરા ચિડાઈને અથર્વને જોઈ રહી હતી. અથર્વને હસવું આવ્યું. મીરા છણકો કરતા બોલી, જે વાત જણાવી જ નોહતી તે વાત ઉખેળી જ શું લેવા!... એટલું કહીને તે ચિડાઈને કામ કરવા લાગી. 

   અથર્વને તેને જોઈને ખુબ હસવું આવ્યું પણ તેણે કંટ્રોલ કર્યું. 

   બે ત્રણ કલાક વીતી ગયા. ૫૦% જેટલું કામ થઇ ગયું. અથર્વએ લેપટોપમાં નજર રાખી મીરાને કહ્યું, મીરા કલર પેલેટનું પીડીએફ મોકલ મને. 

   મીરાએ કંઈ જવાબ ન આપ્યો અથર્વ ફરીવાર બોલ્યો, મીરાએ ફરી જવાબ ન આપ્યો. અથર્વએ લેપટોપ પરથી નજર હટાવી મીરા પર કરી. મીરા ડેસ્ક પર માથું રાખી ઘસઘસાટ ઉંઘ ખેંચી રહી હતી.... વાહ આ મેડમ તો સુઈ ગયા. અથર્વએ ટાઈમ જોયો રાતના ૧ વાગી ગયા હતા. 

   અથર્વ મીરા પાસે ગયો અને તેને ધીરેથી પોતાની બાહોમાં ઉઠાવી... તે મીરાને તેના કેબિનમાં લઈ ગયો અને ત્યાંના સોફા પર સરખી રીતે સુવરાવી દીધી. પછી પોતે બહારથી બધા લેપટોપ લઈને કેબિનમાં ગયો. મીરા ઘસઘસાટ ઉંઘ ખેંચી રહી હતી. અથર્વએ થોડીવાર તેને જોઈ અને પછી કામ કરવા લાગ્યો. 

   અથર્વ કામ કરતા કરતા બેથી ત્રણ વાર પોતાના માટે કોફી બનાવી આવ્યો તેને ઊંઘ ન આવે તે માટે. ૫૦ ટકાનો પ્રોજેક્ટ બાકી હતો. જે ૬ વાગ્યે પૂરો થયો. અથર્વ સતત કામ કરી રહ્યો હતો.

   પ્રોજેક્ટ પૂરો થતાં તેને રાહત થઈ તે બધી ફાઈલ સરખી કરી રહ્યો હતો ત્યાજ ડેસ્ક પરથી કઈક વસ્તુ નીચે પડી ગઈ. જેના અવાજના કારણે મીરાની ઊંઘ ઊડી ગઈ. તે સોફા પર બેઠી થઇ. અચાનક તેને યાદ આવ્યું કે તે પ્રેઝન્ટેશન બનાવતા બનાવતા સુઈ ગઈ હતી. તેણે અથર્વને જોયો જે બધી ફાઈલ સરખી કરી રહ્યો હતો. 

   અથર્વનું ધ્યાન પણ મીરા પર પડ્યું તેણે કહ્યું, સોરી મે ઉઠાડી દીધીને તને. 

   અરે પેહલા કેમ ન ઉઠાડી દીધી. પ્રેઝન્ટેશન બનાવતા બનાવતા જ સુઈ ગઈ હું, તમારે ઉઠાડી દેવી હતી ને મને. મને યાદ છે ત્યાં સુધી તો ૫૦ ટકા જેટલું જ કામ થયું હતું.... તમે એકલા એકલા કામ કરી રહ્યા હતા.  મીરા અથર્વ પાસે આવીને એક જ ધારું બોલવા લાગી.

  અરે ઇટ્સ ઓકે મીરા... થઈ ગયું પ્રેઝન્ટેશન પૂરું... અને એમ પણ તું સૂતી વખતે બહુ માસૂમ લાગે છે એટલે ઉઠાડવાનું મન જ ન થયું. અથર્વએ કહ્યું.

   એમ... યાર તમે ખરેખર એકલાએ ૫૦ ટકા પ્રોજેક્ટ બનાવી નાખ્યો. મીરાએ આશ્ચર્યથી કહ્યું.

   મે બહુ બનાવ્યા છે પ્રેઝન્ટેશન મીરા અને મને ગમે છે આ કામ હું થાકતો નથી કરવાથી.

  મીરાએ ટાઈમ જોયો અને કહ્યું, અથર્વ હજુ ૬ વાગ્યા છે. પ્લીઝ હવે ઘરે જઈને સુઈ જાવ થોડીવાર. એમ પણ કંપની તો ૧૦ વાગ્યે શરૂ થાય છે. આખી રાત તમે કામ કર્યું છે અને હું કુંભકર્ણની જેમ સૂતી છું. મીરાને પોતાના પર શર્મ આવી રહી હતી. 

   હા છો તો તું કુંભકર્ણ, મે તને ઉઠાવીને અહી સોફા પર સુવરાવી દીધી તો પણ તને કંઈ અસર ન થઈ. અથર્વએ મીરાની મશ્કરી કરી અને હસ્યો.

   બોવ સારું... ચાલો હવે, મને ઘરે ડ્રોપ કરી દો અને તમે સુઈ જાવ ઘરે જઈને શાંતિથી. મીરાએ ખોટો છણકો કરતા કહ્યું.

   કેમ તારે હજુ ઘરે જઈને સૂવું લાગે. અથર્વએ ફરી મશ્કરી કરી.

   હા...તો...હું શું ૬ વાગ્યાની કરીશ ઘરમાં... એટલે સુઈ જાઈશ. મીરાએ આમથી તેમ નજર ફેરવતા કહ્યું.

   સાચ્ચે કુંભકર્ણ છો તું તો. અથર્વએ કહ્યું.

   હા છુ બસ... હવે ચાલો બહુ ઊંઘ આવે છે સાચુંમાં. મીરાએ માસૂમ ફેસ કહી કહ્યું.

   અથર્વ હસ્યો...અથર્વએ મીરાને તેના ઘરે ડ્રોપ કરી અને તેણે મીરાને કહ્યું, ઘરમાં પોહચી મને કૉલ કર, હું અહી ઊભો છું ત્યાં સુધી... મીરા ઘરે પોહચી તેની બાલ્કનીમાં આવી. અથર્વએ મીરાને જોઈ અને પછી નીકળી ગયો પોતાના ઘરે જવા માટે... ઘરે પોહચીને તે ફ્રેશ થઈને સીધો સુઈ ગયો ..........વધુ આવતા અંકે

_firdous