મીરા અથર્વની કેબિનમાં આવી અને કહ્યું, અથર્વ કાલે જે. બી. મોલનો મેઈન સ્લેપ બંધાશે.
અથર્વએ કઈક વિચાર્યું હતું મીરા પાસેથી ઈઝહાર સાંભળવા માટે એટલે તે તેના પ્લેનના મુજબએ બોલ્યો, મીરા આજ સાંજે કોરિયાની ફ્લાઇટ છે મારી અને તારી.
શું?....મતલબ?
હું તને કાલે કહેવાનું ભૂલી ગયો, એક ક્લાયન્ટ છે મારા બ્લેક એમ્પાયરના અને તેમનો મોટો પ્રોજેક્ટ છે અને તેમને આપણી કંપની સાથે કામ કરવું છે. જેથી તારે મારી સાથે આવવું જ પડશે.
હું તમારી સાથે ક્યાંય નહિ જાવ,... ક્લાયન્ટને તમે અહી બોલાવી શકો છો... અથવા કોન્ફરન્સ કૉલ પર મિટિંગ કરી લઈએ... આપણે ત્યાં જવું જરૂરી થોડું છે.
મીરા દર ફેરી તે આવ્યા છે અહી મારી મિટિંગો માટે, આ ફેરી તે બીઝી છે. તો માટે જવું પડશે આપણે.
અથર્વ પણ... મીરા કઈક બોલવા જતી હતી ત્યાં જ અથર્વ બોલ્યો, પણ કઈ નહિ સાંજે ફ્લાઇટ છે આપણી. એટલું કહીને તેણે મીરાના ગાલ પર કિસ કરી. મીરાના ગાલ શરમના મારે લાલ થઈ ગયા. હવે ક્યાંક ને ક્યાંક મીરાને પણ અથર્વનું પાસે આવવું ગમી રહ્યું હતું.
ઝોયા તેના ડેસ્ક પર આવી ફાઈલ લેવા માટે. ત્યાજ તેની નજર ડેસ્ક પર પડેલા સુંદર બુકે પર પડી. સુંદર અને સુગંધિત ફૂલો જોઈને તે ખુશ થઈ ગઈ.
તેણે બુકે ઉપાડ્યો ત્યાં જ તેની નજર અંદર પડેલા કાર્ડ પર પડી. તેણે કાર્ડ લીધું અને વાંચ્યું, આઇ એમ સોરી ઝોયા.... પ્લીઝ માફ કરી દે મારી જાન. આઈ લવ યુ ઝોયા... હું તને નહિ છોડી શકું! નીચે સાઈડમાં અબીર લખ્યું હતું. તેને થોડો ગુસ્સો આવી ગયો. તેણે કાર્ડ ફાડી નાખ્યું. બુકે પણ ફેંકવા જઈ રહી હતી પણ સુંદર ફૂલો ને જોઇને તેનું દીલ ન કર્યું ફેંકવાનું. તેણે ફૂલોને બીજા એમ્પ્લોયના ફ્લાવર પોટમાં રાખી દીધા.
આ બધું અબીર જોઈ રહ્યો હતો અથર્વની કેબિનમાંથી. અથર્વ પણ બંનેને જોઈ રહ્યો હતો.
ભાઈ.. કાર્ડ તો ગુસ્સામાં ફાડી નાખ્યું તારી ઝોયાએ! અથર્વએ અબીરને કહ્યું.
કાંઈ નહિ ભાઈ, હજુ તો શરૂઆત કરી છે મે... એમ હાર નહિ માની જાવ, તે આજ પણ મને પ્રેમ કરે છે એટલે તો તેણે અત્યાર સુધીમાં કોઈ બીજા વિશે વિચાર્યું નથી. આજે નહિ તો કાલે મારો પ્રેમ તેને જરૂર દેખાશે. અબીરએ કહ્યું.
હાર નથી માની એમ તુંએ... ગુડ પ્રેમ માટે તારું સ્ટ્રગલ મને ગમ્યું, જારી રાખ આ.
હા ભાઈ ઝોયાને આ ફેરી મનાવી લઈશ હું.
એમ ને એમ સાંજે ફલાઇટની માટે અથર્વ અને મીરા એરપોર્ટ પોહચી ગયા અને થોડી જ વારમાં ફ્લાઇટ કોરિયા માટે ટેકઑફ થઈ.
૭ કલાકમાં ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ કોરિયાની રાજધાની સિઓલમાં!
મિસ્ટર હ્યુંનએ તેમને લેવા માટે કાર મોકલી હતી. તે બંને કારમાં બેસીને હોટેલમાં ગયા, જ્યાં તેમનું રિઝર્વેશન મિસ્ટર હ્યુંનએ કરાવી નાખું હતું.
મિસ્ટર હ્યુંનનો કૉલ અથર્વ પર આવ્યો... અથર્વએ કૉલ ઉપાડ્યો, મિસ્ટર હ્યુંનએ કહ્યું, ઉમ્મીદ છે મિ. અથર્વ તમે હોટેલ સારી રીતે પોહચી ગયા હસો.
જી મિ. હ્યુંન અમે સારી રીતે પહોંચી ગયા.
અમે મતલબ મિ. અથર્વ.... તમારી સાથે કોઈ આવ્યું છે... મિ. મલ્હોત્રા આવ્યા છે શું?
નહિ એક્ચ્યુલી મિ. હ્યુંન મારી એક મિત્રને હું લઈને આવ્યો છું.
અથર્વનો કૉલ સ્પીકર પર હતો મીરા ત્યાજ હતી. તે સાંભળી રહી હતી. મિસ્ટર હ્યુંનએ કહ્યું, મિ. અથર્વ સોરી પણ મને એમ થયું તમે એકલા આવો છો તો મે ફકત એક રૂમ બુક કરાવ્યો. મને તમે પેહલા કહી દીધું હોત તો હું બીજો પણ એક રૂમ બુક કરાવી લેત.
મીરા વિચારમાં પડી, કે ક્લાયન્ટને કેમ ખબર નથી મારી વિશે... આર્કિટેક્ચરની મિટિંગ છે તો મારું આવવાની જાણ કેમ નથી... તેને અથર્વ પર શક ગયો. તે જીણી આંખો કરી અથર્વને જોઈ રહી હતી.
અથર્વની નજર મીરા પર પડી મીરાને આમ જીણી આંખોમાં જોઈને અથર્વને ખ્યાલ આવી ગયો કે મીરાને શક થઈ ગયો.
તેણે મિ. હ્યુંનને કહ્યું, ઇટ્સ ઓકે મિ. હ્યુંન એમ પણ અત્યારે રાતના સાડા ચાર વાગી ગયા છે. મારી મિત્ર મારી સાથે રૂમ સેયર કરી લેશે. અથર્વએ આ કહ્યું, ત્યાં જ મીરાએ તેની સામે ના માં ઈશારો કર્યો. અથર્વએ તેને જોઈને આગળ કહ્યું, મિ. હ્યુંન મારી મિત્ર કહે છે કે તેને કોઈ પ્રોબ્લેમ નથી મારી સાથે રૂમ સેયર કરવામાં. મીરા હવે ધીમા અવાજે કહી રહી હતી. અથર્વ નહિ, હું નહિ કરું તમારી સાથે રૂમ સેયર... ના કહો તેમને અને બીજો રૂમ બુક કરાવો.
અથર્વ આગળ બોલ્યો, મિ. હ્યુંન મારી મિત્ર કહે છે તમને કે ફિકર નો કરો અને તમે સુઈ જાવ હવે.
મિ. હ્યુંનએ સવારે મળીયે કહીને કૉલ રાખ્યો. અહી મીરા ચિડાઈને અથર્વને જોઈ રહી હતી. તેણે કહ્યું, પેલા એમ ક્યો અહી કોઈ મિટિંગ નથી ને આર્કિટેક્ચરની?
અથર્વએ ઈશારામાં ના પાડી.
તો શું લેવા લઈ ને આવ્યા અહી મને. મીરા થોડી ખીજમા બોલી.
મિટિંગ તો છે પણ બ્લેક એમ્પાયરની... હું તને આર્કિટેક્ચરની મિટીંગનું ન કહેત તો તું મારી સાથે આવત જ નહિ. એટલે થોડું ખોટું બોલ્યું.
પણ શું લેવા લાવ્યા તમે અહી મને? મીરા સવાલ ભરી નજરે અથર્વને જોઈ રહી હતી.
યુ આર માય લવ... માય જાન! તારી સાથે આ ટ્રીપ પર આવવા માંગતો હતો... તારી સાથે સમય પસાર કરવા માંગતો હતો અને તારી પાસેથી હજુ ઈઝહાર પણ સાંભળવા બાકી છે મારે.
એ બધું તો ઠીક પણ હું તમારી સાથે એક રૂમમાં નહિ રહુ! મીરાએ છણકો કરતા કહ્યું.
અથર્વને મસ્તી સુજી થોડી. તેણે પોતાનો કોર્ટ કાઢતા મીરાની કરીબ જતા કહ્યું, અરે હું આ પલનો તો ઇન્તજાર કરતો હતો.
મીરા ડરી ગઈ તે બોલી, જોવો હું એટલે જ ના પાડું છું.... મને બીજો રૂમ જોઈ. હું તમારી સાથે નહિ રહુ.
અથર્વ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, તું કેમ મારી થી એટલી બધી બીવે છે, હું તને ખાઈ થોડો જવાનો છું અને હા, તું જેટલી ના ના કરે છે ને પણ મારું કરીબ આવવું તને પણ ગમે છે. કાલ કિસ કરી ગાલ પર તો કેમ ન રોક્યો, ઉપરથી ગાલ પણ લાલ થઇ ગયા હતા તારા.... અને હવે રૂમ તો અત્યારે બીજો નહિ મળે એટલે મારી સાથે જ રેહવું પડશે તારે.
તમારું પાસે આવવું તો મને ગમે છે પણ ડર પણ લાગે છે તમારાથી... મારા શ્વાસ અને ધડકન વધી જાય છે તમારા પાસે આવવાથી. મીરા સાવ માસૂમ બાળકની જેમ થોડી ખીજ કરતા બોલી.
સારું તું અહી બેડ પર સુઈ જા હું ત્યાં સોફા પર સુઈ જઈશ બસ. અથર્વએ હવે વધુ હેરાન ન કરી મીરાને.
હમમ!
અથર્વ ફ્રેશ થવા ચાલ્યો ગયો. મીરા પણ ફ્રેશ થઈને આવીને પોતાના વાળ ઓળવી રહી હતી કાચ પાસે ઊભા રહીને... ત્યાજ અથર્વ ફ્રેશ થઈને પોતાના વાળ લૂછતો આવ્યો તેણે ટીશર્ટ નોહ્તું પેહર્યુ ફક્ત ટ્રેક પેન્ટ પહેર્યું હતું. મીરાની નજર કાચમાંથી અથર્વ પર પડી તે બસ એકટસ અથર્વને જોઈ રહી હતી ...........વધુ આવતા અંકે