Between in the doubtful waves in Gujarati Women Focused by Jalanvi Jalpa sachania books and stories PDF | શંકા ના વમળો ની વચ્ચે - 27

Featured Books
Categories
Share

શંકા ના વમળો ની વચ્ચે - 27

મે મહિનો હજુ પુરો થવાને એક અઠવાડિયાની વાર હતી, ત્યાં તો આજે સવારે અચાનક સોનાલીના મમ્મી પર, મેઘલ ના મમ્મીનો ફોન આવ્યો, ફોનમા તેઓ ધ્રુસ્કે - ધ્રુસ્કે રડી પડ્યા, તેઓ વારંવાર એક જ વાત કહેતા કે તેમના થી થોડી ભૂલ થઈ ગઈ છે, તેઓ ફરી ક્યારેય સોનાલી સાથે આવુ વાણી - વર્તન નહી કરે, તેઓ વારંવાર કહેતા કે તેમને દીકરી નથી એટલે થોડુ કડક વલણ અને વર્તન થઈ ગયુ, પણ હવે તે સોનાલીને દિકરી ની જેમ જ રાખશે. સાથે - સાથે તેમણે તેમના દિયરો એ જે અપમાન અને અપશબ્દો બોલ્યા હતા તેની પણ માફી વાતો માં વચ્ચે - વચ્ચે માંગી લેતા, તેમનુ કહેવુ પણ એમ જ હતુ કે તેઓના થી અમારૂ સારૂ જોવાતુ નથી. લગભગ 35 થી 40 મિનિટ ચાલેલા ફોન મા આવી જ વાતો થતી રહી. ફોન મૂકી દીધા પછી સોનાલી ના મમ્મીએ ઘર માં બધા ને વાત કરી, બધી વાત સાંભળ્યા પછી બધાનો એક જ મત હતો કે આ ઈમોશનલ બ્લેકમેલ છે, આમાં કંઈ જ વિચાર ના કરાય, આપણો નિર્ણય ફાઇનલ છે, એમ કહી બધા પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. મેઘલ ના પપ્પાએ હવે વચ્ચે સોનાલીનાં મામા અને તેમના ભાઈબંધ પાસે આંતરે દિવસે બેઠક કરવાનુ ચાલુ કર્યુ, તેઓ વારંવાર એક જ વાત કહેતા કે મારા દિકરા ની એકવાર સગાઈ તૂટી ગઈ છે, હવે જો બીજી વાર લગ્ન તૂટે તો મારા દિકરા ને ત્રીજી વાર સારૂ પાત્ર ના મળે તો એનુ જીવન ખરાબ થઈ જાય, અમે ખાત્રી આપીએ છીએ કે સોનાલીને કોઈ જાતની મુશ્કેલી પડવા નહી દઈએ, સોનાલીને અને એના માં - બાપ ને સમજાવો કે પહેલીવાર માં આટલો મોટો નિર્ણય ના લે, એક તક આપે, પછી નાં ફાવે તો ભલે છૂટા -છેડા કરે પણ એક તક આપ્યા પછી, વારંવાર ની આવી મિટિંગો મેઘલનાં પપ્પા કરતા હોવાથી સોનાલીનાં મામા એ અને મમ્મીએ નિર્ણય કર્યો કે એક તક આપીએ, ના ફાવે તો છુટૂ, જો કે સોનાલી અને તેના પપ્પા બિલકુલ સહમત નહોતા, સોનાલીને પરાણે સમજાવી અને ખાતરી આપી કે ના સુધરે તો કહેજે આપણે બીજા દિવસે છુટૂ, તુ પરાણે સહન કરીને ના રહેતી, સોનાલી પાસે કોઈ વિકલ્પ નહોતો, તે કમને તૈયાર થઈ, સોનાલીને લેવા તેના સાસુ - સસરા અને મેઘલ આવ્યા હતા, વારંવાર સોનાલીને દિકરી ની જેમ રાખવાની બાંયધરી આપતા હતા, સોનાલી મેઘલ અને તેના મમ્મી - પપ્પા સાથે સાસરે આવી. બરોડા થી અમદાવાદ આવતા રાત થઈ ગઈ હતી, એટલે બહાર જમીને જ ઘરે આવ્યા હતા, ઘરે આવીને બધા શાંતિથી બેઠા, સામાન્ય વાતચીત કરી બધા પોત પોતાના રૂમ માં સૂવા માટે ગયા, બીજા દિવસે સોનાલી સવારમાં નાહી-ધોઈ ને રસોડા માં ગઈ, મેઘલ અને તેના દિયરનું લંચ તૈયાર કરવા અને સવાર નો ચા - નાસ્તો તૈયાર કરવા માટે, સોનાલીએ જોયુ તો દરેક વસ્તુ પર મારેલી તારીખ ની ચિઠ્ઠી ઓ નહોતી, આટલો સુધારો જોઈ ને સોનાલીને ઘણી રાહત લાગી, તેને સારૂ લાગ્યુ, તેને આ પોઝીટીવીટી ખૂબ ગમી, મેઘલ અને તેનો દિયર ચા - નાસ્તો કરી ને પેક કરેલુ લંચ લઈ ને ઓફિસ જવા નીકળી ગયા, સોનાલી અને તેના સાસુ ઘર નું બધુ જ કામ પતાવી ને શાંતિ થી બેઠા હતા, અગિયાર વાગ્યા હતા, રસોઈ બધી બની ગઈ હતી, ફક્ત ત્રણ જણ ની ગરમ રોટલી જ બનાવવા ની બાકી હતી, સોનાલી અને તેના સાસુ બંને જણા ન્યૂઝ પેપર વાંચી નોર્મલ વાતો કરતા હતા, સોનાલી જ્યાર થી લગ્ન કરી ને આવી ત્યાર થી તે આવી રીતે શાંતિ થી કામ પતાવી તેના સાસુ સાથે બેસતી, સોનાલી ક્વોલિટી ટાઈમ માં માનતી, તેને ગોસિપ કરવી કે બીજા કોઈ ની વાતો કરવામાં બિલકુલ રસ નહોતો, તેમ છતાં સોનાલી તેના સાસુ ની બધી વાતો સાંભળતી, તેમણે કેવુ દુઃખ સહન કર્યુ, કુટુંબ મા કેટલો અન્યાય થયો, એ બધી વાતો એના સાસુ કરે ત્યારે તે ફક્ત જ્ઞાન પૂરતુ અને તેના સાસુ વાત કરીને રિલેક્સ થઈ જાય, એટલે સાંભળી લેતી, જો એક ની એક વાત રિપીટ થાય તો તે બીજી વાત તરફ વાળી લેતી. આજે પણ તેઓ બેઠા હતા થોડીવાર થઈ ત્યારે તેના નાના કાકીજી ગીતા કાકી આવ્યા, સોનાલીએ પાણી આપ્યુ, પછી તેના સાસુએ કહ્યુ એટલે એ રસોડામાં શરબત બનાવવા ગઈ, તે શરબત લઈ ને આવતી હતી ત્યારે તેણે નોટિસ કર્યુ કે તેના સાસુ અને તેના કાકીજી કંઈક વાત કરી રહ્યા હતા, સોનાલીને તેમના હાવભાવ પર થી લાગ્યુ કે તેઓ સોનાલીને લઈ આવ્યા એના વિશે વાત કરી રહ્યા હતા, સોનાલી એ જોયુ કે તેના સાસુ સત્ય વાત કહેવાની જગ્યા એ તેમની દેરાણી ને સાંભળવી ગમે એવી રીતે જૂઠ્ઠી વાત કરતા હોય એવુ લાગ્યુ, સોનાલીએ તેમની પાસે જઈ શરબત આપ્યુ, અને અંદર રસોઈ કરવા ગઈ, એમપણ સોનાલી ને આવી કોઈ જ વાત માં રસ નહોતો, આ લગભગ રોજ નુ રૂટીન થઈ ગયુ હતુ, એક વાત ની શાંતી હતી, હવે સોનાલીનાં સાસુ તેની સાથે બહુ માથાકૂટ કરતા નહોતા, દરરોજ સોનાલી અને તેના સાસુ કામ પતાવીને બેઠા હોય ત્યારે રોજ તેના નાના કાકીજી આવે અને રોજ સોનાલી સામે જોઈ ને વાત શરૂ કરે કે અમે પહેલા આમ રહેતા હતા, આવામાં રહેતા હતા, મને લાજ કઢાવતા હતા, અમારૂ જીવન આવુ હતુ, તેઓ કેવા કડક નિયમ માં રહેતા એ ટાઈપ ની જ વાત કરતા રહેતા, સોનાલીને એ સમજાતુ નહોતુ કે તેઓ અને સાસુ વારંવાર, રોજ વીસ વર્ષ પહેલાની વાતો કેમ કરે છે? આ બધા આટલા વરસો થી જુદા રહે છે તો સોનાલી પાસે વારંવાર રિપીટ કેમ કરતા હશે? સોનાલી કંઈ બોલતી નહિ, સાંભળી લેતી, સોનાલીએ છેલ્લા ત્રણ દિવસ થી સતત આવી ને આ ટાઈપ ની વાતો જ્યારે તેના નાના કાકીજી કરતા ત્યારે તેના સાસુ નુ મોઢુ પડી જતુ અને જ્યારે આજે તેના નાના કાકીજી ગયા પછી સોનાલી રોટલી બનાવવા કીચન માં ગઈ, અને રોટલી બની ગયા પછી તેના સાસુ ને જમવા માટે બોલાવવા બહાર આવી તો સોનાલીએ જોયુ કે તેઓ એકલા બેઠા રડતા હતા, આંસુ ની ધાર એમનેમ જતી હતી, સોનાલીએ પાણી આપ્યુ અને વારંવાર પૂછયુ કે શું થાય છે? શું થયુ? તેના સાસુ એક જ વાત કહેતા કંઈ નહી ખાલી એમનેમ રડવુ આવી ગયુ, ફ્રેશ થઇ સોનાલી અને તેના સાસુ જમવા બેઠા, સોનાલી ને હવે આજે ખબર પડી ગઈ કે કેમ તેના કાકીજી વીસ વર્ષ પહેલાની વાતો રિપીટ કરી ને તેના સાસુ ને ગિલ્ટ અને સ્ટ્રેસ આપવા અને બદલો લેવાની ભાવનાથી કે તમારી વહુ સાથે પણ તેવુ જ કરો એક પ્રકાર નું દબાણ બનાવવા એ રોજ આવતા હોય એવુ સોનાલીને સ્પષ્ટપણે લાગ્યુ, રાત્રે મેઘલ અને સોનાલી ચાલવા જતી વખતે રસ્તા માં મેઘલ ને સવાર ની ઘટના ની વાત કરી બધી જ વાત સાંભળીને મેઘલે સોનાલીને કહ્યુ કે તુ ઈમોશનલ થઈને મમ્મી માટે સ્ટેન્ડ લઈને ગીતા કાકી ને કંઈ કહેતી નહી, મમ્મીનો કોઈ ભરોસો નહી, તારે ફક્ત જોવાનુ, સાંભળવાનુ અને ના ફાવે તો જગ્યા ચેન્જ કરી દેવાની. સોનાલીને પણ આટલા કડવા અનુભવ પછી મેઘલ ની વાત સાચી લાગી. સોનાલીને મેઘલના સ્વભાવ માં કંઈક ખૂટતૂ લાગ્યુ, ભલે મેઘલ સોનાલીની વાત સાચી ન માને પણ એકવાર તેણે તેની મમ્મી સાથે વાતચીત કરીને જો કોઈ આવુ ગિલ્ટ, કે સ્ટ્રેસ અને બદલો લેવાની ભાવના થી રોજ કોઈ આવતુ હોય તો તરત એ વ્યક્તિ ને એવુ કરતા અટકાવવા જોઈએ, સોનાલીને લાગ્યુ કે જો મેઘલ જન્મ આપનાર માં પ્રત્યે આવુ વલણ રાખે તો સોનાલીતો કોઈ આશા રાખી જ ના શકે, ચાલતા ચાલતા સોનાલીને લાગ્યુ કે તે વધારે પડતુ વિચારી રહી છે.