prutha in Gujarati Moral Stories by Purvi Shukla books and stories PDF | પૃથા - 8

Featured Books
Categories
Share

પૃથા - 8

લો બહેન, તમારું જ લખાણ - ફક્ત જોડણી + સ્પેસ સુધારેલું 👇
મારા તરફથી એકપણ નવો શબ્દ એડ નથી કર્યો 💜

---

*પૃથા*  
*chapter -8*  
*પ્રકરણ -8*  
*નવરાત્રીનો પહેલો દિવસ*  
➖

આગલા બે દિવસની સ્ટાફના છોકરા છોકરીઓની મહેનતથી ગરબા ગ્રાઉન્ડ તૈયાર હતું. ચારેય દિશામાં હેલોજન લાઈટ મૂકી હતી. મધ્યમાં ગાદલા પાથર્યા હતા. ત્યાં હાર્મોનિયમ, તબલા, ઢોલક, મંજીરા સંગીતના સાધનો, માઈક વગેરે હતું. બરાબર ઉપર તોરણ અને લાઈટની સિરીઝની હારમાળા એક પછી એક હતી.

ગ્રાઉન્ડની જમણી બાજુ લેડીસ હોસ્ટેલ. જ્યાં હોસ્પિટલમાં ચાલતા નર્સીંગ કોર્સની છોકરીઓ રહીને ભણે. તેની બરાબર આગળ માતાજીનો મંડપ બનાવેલ. લાલ કાપડ તથા લીલા પીળા ઝૂલ વાળો મંડપ. તેમાં મોટું ટેબલ. એની ઉપર માતાજીનો મોટો ફોટો. હમણાં મુકાશે સ્થાપન વખતે.

માઈકમાં _અનાઉન્સમેન્ટ ચાલ્યું. સત ચાલતું હતું_ -  
"માતાજીની સ્થાપના કરવાનું મુહૂર્ત થઈ ગયું છે. સહુ ગામના લોકો તરત જ મેદાન પર આવે. ખાસ કરી તબલા અને હાર્મોનિયમ વગાડનાર અને આરતી ગાનાર લોકો તરત હાજર થાય."

અને બીજા એક ગોર મહારાજ આવીને મંત્રોચાર કરતા હતા. ત્યાં સહુ આવી ગયાં........ પૃથાના પપ્પાએ તબલા અને બીજાએ અન્ય સાધનો સંભાળ્યા.....

એટલામાં હાકલ પડી - "છોકરીઓ ચલો માતાજીની આરતી ઉતારવા માટે આવી જાઓ. કાલે છોકરાઓ કરશે, પછી બહેનો ભાઈઓ....."

એમ એક પછી એક વારી. પૃથાને આરતી કરવા જવાને બદલે ગાયક વૃંદમાં _કોઈએ રોકી કહ્યું_ - "તુ અહીં ગાવા રહે. તને આખી આરતી મોઢે આવડે છે એટલે.........."

એટલામાં _ઓલી રેખલીએ પૃથાને ધબ્બો મારી પૂછ્યું_ -  
"અલી ચણીયાચોળી ના પહેર્યા? આજે પહેલો દિવસ છે"

_પૃથા_ - "પણ મારી પાસે એક જોડી છે. છેલ્લા દિવસે શું પહેરું? ત્યારે સ્પર્ધા હોય ને!"

પૃથાના મનમાં એક વાત બેસી ગઈ - "ગમે તેમ કરી આ વખતે બીજી જોડી ચણીયાચોળી લેવડાવે છૂટકો......"  
એમ વિચારમાં વિચારમાં "જય આધ્યા શક્તિ....." આરતી ક્યાં પૂરી થઈ ખબર જ ન રહી......

અને આરતી પછી તરત ગરબાનો પહેલો રાઉન્ડ. બાળકો માટે. મોટા લોકોના રાઉન્ડમાં તેમને ના રમવા દે. પણ ક્યારેક બીજી પૃથાની બહેનપણીઓ એ રાઉન્ડમાં ગરબા લે તો કોઈ રોકતું નહિ. જેવી પૃથા જોડાય તો તરત જ એને "બાળકો બહાર" કહી કાઢી મૂકતા. એટલે એને બહુ દુઃખ થતું - "મને જ કેમ મોટાં લોકોની સાથે ગરબા નથી લેવા દેતા?"

પૃથાને જેટલો ઉત્સાહ નવરાત્રી શરૂ થતા પહેલા હતો એટલો ગ્રાઉન્ડમાં ના દેખાયો. કારણ બધી બહેનપણીઓ પહેલા જ દીવસે ચણીયાચોળી પહેરી આવી હતી. પણ તે સાદા ફ્રોકમાં હતી. એટલે ગરબા લેતા લેતા એનાં મનમાં બીજી ફિલ્મ ચાલુ હતી - "કેમ કરીને ઘરનાને બીજી ચણીયાચોળી માટે મનાવું"

ઘરમાંથી દરવખતે એક જવાબ આવતો -  
_ઘરના_ - "આ મોંઘી ચણીયાચોળી ફક્ત નવરાત્રીમાં જ કામ આવે. એક જ બસ છે"

એ કારણે એને એકની એક ચણીયાચોળી પહેરવી પડતી. પણ તેને થયું "આવું ને આવું રહેશે તો કોઈદિવસ નવરાત્રી સ્પર્ધા ના જીતી શકે." કારણ સ્પર્ધાના નિયમ મુજબ સ્પર્ધકે નવી જોડી ચણીયાચોળીની પહેરવી પડે.

એટલે પહેલો દિવસ પતાવ્યા પછી ઘરે જઈને. મોડી રાત થઈ હતી તો પણ એ વાત ચાલુ કરતા બોલી  
_પૃથા_ - "તમે મને નવી ચણીયાચોળી કોઈ દિવસ લઈ દેશો કે નહિ?" બોલવામાં ગુસ્સો ડોકાતો હતો

_મ્મી_ - "અલી અડધી રાત થવા આવી. થાકી નથી? અત્યારે સુઈ જા. હવાર વાત કરીએ. બધા તો લે નવી જોડ. એને બીજી બહેન પાછળ પહેરવા હોય. મોટાં થયા પછી ટૂંકા પડે તો નાની બહેનને"

_કાકી_ - "તારે છે નાની બેન. કોઈ કે આટલા મોંઘા. એક જ વર્ષમાં ટૂંકા પડે તો બીજાં વર્ષે બીજાં ખર્ચા કરવાના"

_પૃથા_ - "તો શું મારે ક્યારેય સ્પર્ધામાં ભાગ જ નહિ લેવાય ને એમ...."

_પ્પા_ - "હવે અત્યારે સુઈ જાવ તો સારી વાત છે. કાલે વિચારીએ"

_પૃથા_ - "લ્યો હજુ જોઈએ.... વિચારીએ..."  
મોઢું ચડાવી સુવા ગઈ.....

*વધુ આવતા પ્રકરણે....*  
*શું પૃથાના નવાં ચણીયાચોળી આવશે?*  
*એ મેળવવા પૃથા શું જુગાડ કરશે?*  
*કમેન્ટમાં જણાવો...*