Chuupayela Mohra in Gujarati Fiction Stories by yeash shah books and stories PDF | છુપાયેલા મોહરા ભાગ:૧૩

Featured Books
Categories
Share

છુપાયેલા મોહરા ભાગ:૧૩

( પાછળના ભાગ થી ચાલુ... )

મોહના : ૫૦ કરોડ... તું મને ૫૦ કરોડ આપીશ... અરે જા.... તારી પર ભરોસો કરવો એટલે કેરોસીન પીવા બરાબર છે.. 

વિવેક :મારી પર ભરોસો કરવા સિવાય કોઈ ઓપ્શન નથી તારી પાસે સમજી.... (ગાળ) .... હવે, ચૂપચાપ બેસ અને વાત સાંભળ...
( વિવેક મોહના ને ધક્કો મારી ને સોફા પર બેસાડે છે... અને બંદૂક બતાડે છે... )

મોહના : યુ... બેકસ્ટેબર... યુ... રાસ્કલ.. તું મને ગોળી મારીશ...

વિવેક : જો તે મારી વાત ન સાંભળી તો, જરૂર મારીશ... શાંતિ થી બેસ... !

મોહના : બોલ...શું ઓફર છે..

વિવેક : ( મોબાઇલ માં કાંઈક ટાઇપ કરે છે, મોહના ના મોબાઇલ માં નોટિફિકેશન આવે છે).. જો... તારો ફોન ચેક કર... ૫ કરોડ એડવાન્સ... ઉપરથી તે જે ૨૦ લાખ આપ્યા હતા એ પણ મોકલ્યા છે...

મોહના : શું વાત છે.. ( મેસેજ ચેક કરે છે..)  આ થઈ ને કામ ની વાત... હવે હું તને આખી રાત સાંભળવા તૈયાર છું બોલ.. શું છે.. બોલ...

વિવેક : (ગાળ).... તારે કાલે મારી સાથે અમેરિકા આવવાનું છે... એક બહુ જ મોટું કામ છે, સમજી... તારી જરૂર પડશે...

મોહના : હમણાં... મારું પૂરું ધ્યાન મયંક પર છે... ઓછા માં ઓછા ૧૦૦ કરોડ ની પાર્ટી છે.. એને છોડીશ તો એ પેલી સીમા પટેલ સાથે પરણી જશે.... તું શું સમજે છે... તારા ૫૦ કરોડ માટે હું ૧૦૦ કરોડ નો બકરો જવા દઉ એવી (ગાળ) હું નથી...

વિવેક : તને આ કામ ના પૂરા 125 કરોડ મળશે... 50 કરોડ એડવાન્સ આપીશ તું અમેરિકા આવીશ તો, બોલ.. મંજૂર...?

મોહના : આ જે કામ છે, એમાં તને કેટલા મળશે..? 

વિવેક : તું તારા કામ થી કામ રાખ, નહિંતર જાન થી જઈશ.. (ગાળ).. બોલ, ૧૨૫ કરોડ લઈશ કે ગોળી ખાઈશ..

મોહના : સારું ૧૨૫ કરોડ માં ડીલ પાક્કી , પણ મારે હમણાં જ બીજા ૨૫ કરોડ મારા ખાતા માં જોઈએ...

વિવેક : તું.. એક નંબર ની (ગાળ) છે.... ૨૫ કરોડ તારા ખાતા માં આવી જશે... હમણાં જ... બસ તારે એક નાનકડું કામ કરવાનું છે...

મોહના : બોલ, કયું કામ.... 

વિવેક : તારે હમણાં જ મયંક સાથે બધા જ સંબંધો પૂરા કરવા પડશે... એના જીવન માંથી નીકળવું પડશે.. સમજી....

મોહના : (ગાળ)... (ગાળ).. હું છેલ્લા ૬ મહિના થી મયંક પાછળ મેહનત કરું છું.. એ પૂરી રીતે મારા કાબુ માં છે... તારા એક નાનકડા કામ માટે હું મયંક ને બહાનું બતાવી ને તારી સાથે આવી જઈશ... એક  દિવસ એ પણ સીમા ને પણ ફેરવી લેશે.. એટલે એને શાંતિ થાય.. પછી હું પાછી આવી ને મારા કામ પર લાગીશ...

વિવેક : તું વાતો થી નહી માને.. ( મોબાઈલ માં  કાંઈક ટાઇપ કરે છે... )
લે બીજા ૨૫ કરોડ તારા ખાતા માં આવ્યા... હવે તું મયંક ને છોડીશ તો જ બીજા પચીસ કરોડ મળશે... અને (ગાળ) તને કોને કહ્યું કે કામ નાનકડું છે... પૂરા ૧ મહિના માટે અમેરિકા જવાનું છે.. (ગાળ) સમજી...?

મોહના : એવું કયું કામ છે... જરા વિગત વાર જણાવીશ?...

વિવેક: મારું માથું ન ખાઈશ.... નહિંતર.. 
( મોહના ના કપાળે બંદૂક મૂકે છે...) તને પતાવતા વાર નહી લાગે... ચૂપચાપ કીધું એ કરવાનું (ગાળ)...

મોહના ( બંદૂક ખસેડે છે) :અરે તું તો ગુસ્સે થઈ ગયો... ડાર્લિંગ..હું તારી વાત સમજું છું.. પણ અત્યારે મયંક એના ફ્લેટ પર ગયો છે... હમણાં ને હમણાં એની સાથે બ્રેક અપ કઈ રીતે કરું?

વિવેક : (ગાળ)... બંદૂક દેખાડી એટલે ડાર્લિંગ.!!.. (ગાળ)... હવે આવી ને લાઇન પર... સાંભળ... પેલા રૂપેશ સંઘાણી નો કેસ યાદ છે... જેને તારા પ્રેમ જળ માં પોતાનો યુપીઆઈ પિન પણ તને આપી દીધો હતો.. એના યુપીઆઈ પિન નો ઉપયોગ કરી ને ૨૦ લાખ પડાવેલા.. અને પછી એક વીડિયો મોકલ્યો હતો.... 

મોહના : જેમાં હું અને તું.... (ગાળ).. એટલે ફોર્મ્યુલા ૪૨૦૬૯... ( ગાળ).... 

વિવેક : હા, આ રીતે .. મયંક ને વિશ્વાસ થઈ જશે.. કે તું ( ગાળ ).. એક સ્કીમ પાડનાર ગોલ્ડડીગર છે... અને તમારા બન્નેનો સંબંધ આરામ થી પૂરો થઈ જશે.... અને કાલે સવારે... આપણે અમેરિકા... ભાગી જઈશું..

( વધુ આવતા અંકે...)