Chuupayela Mohra in Gujarati Fiction Stories by yeash shah books and stories PDF | છુપાયેલા મહોરા: સિઝન ૧ અંતિમ ભાગ

Featured Books
Categories
Share

છુપાયેલા મહોરા: સિઝન ૧ અંતિમ ભાગ

(પાછલા ભાગ થી ચાલુ)..

સાવન : મારું માથું ચકરાય છે... 

રાઠોડ : વાત જ એવી છે... હજુ એક રહસ્ય છે...

સોનાલી: કયું?

રાઠોડ : મોહના જે એપ્લિકેશન થકી મયંક ને મળી હતી... એ એપ્લિકેશન નો માલિક વિવેક પાલખીવાળા હતો.. જેનો ફોરેન પાર્ટનર "બોબ મેથ્યુ"... એટલે કે તમારો ક્લાઈન્ટ જે "જોન ટક્સ" ના નામે સર્વસ્વ ડેવલપર્સ નો છદ્મ ભાગીદાર હતો... સાવન ભાઈ...

સાવન : વ્હોટ... આર યુ ... (ગાળ).. સોરી... બટ... 

સોનાલી : ખરાબ કામ આપણી ઉપર જ પાછા વળે છે... જોયું સાવન?

રાઠોડ : સારિકા અને બોબ મેથ્યુ એ ભેગા મળીને જયસુખ શેઠ ની સહાય થી તમને ટ્રેપ કર્યા હતા.... આખરે તમારું બે નંબરયું... ઇન્ટરનેશનલ કોલ સેન્ટર જ તમારી દીકરી અને રાજવી ના અંત નું કારણ બન્યું..

મલ્લિકા : તમારે પણ અમારી સાથે આવવું પડશે... સાવન માહેર... યુ આર "under arrest".

સાવન: આઈ ટોટલી ડિઝર્વ ઘીસ.. સોનાલી... (રડે છે..)

સોનાલી : અને " સારિકા" એનું શું?

રાઠોડ : અમે સાવન ભાઈ નો ફોન, લેપટોપ તેમ જ ઓફિસ પ્રમાઇઝ નું સર્વર બધું જ ટ્રેસ કરેલું છે.. પણ "સારિકા" બહુ જ ચાલાક છે... પણ હું ખાતરી કરું છું... કે એ નહી બચે.....

સોનાલી : જી સર..

રાઠોડ : હજી પણ એક નાનકડી વાત...
બ્લુ બર્ડ કંપની વાળી તમારી પ્રાઇવેટ ૧૮+ કન્ટેન્ટ વાળી એપ્લિકેશન પણ અમે સ્ક્રુટીની માં લીધેલી છે... ભલે તમે કલાકાર છો.. પણ આ રીતે પૈસા કમાવવા પણ તમને તકલીફ માં મૂકી શકે છે... કોઈ છુપાયેલો કેમેરો તમને પણ હેરાન કરી શકે છે... એટલે સાવધાન....

( પોલીસ ની ટીમ સાવન ને લઈને જાય છે...)

-----------------
(ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ.... ની બહાર પત્રકારો ની વચ્ચે...)

મંત્રી : ઇન્સ્પેક્ટર રાઠોડ,તેમની ટીમ અને દિલ્હી પોલીસ ની ટીમે.. એક બહુ જ મોટા ઇન્ટરનેશનલ ક્રાઇમ રેકેટ ના કેટલાક અગત્ય ના વ્યક્તિઓ ને પકડી પાડ્યા છે... 
તેમ જ એક હત્યા નો કેસ સોલ્વ કર્યો છે... હું શેઠ શ્રી સર્વસ્વદાસ પટેલ નો આભાર માનું છું કે ,તેમની સૂઝબૂઝ અને ચતુરાઈ થી પોલીસ ને અપરાધીઓ સુધી પહોંચવા માં મદદ મળી.... આગળ ની વાત રાઠોડ સાહેબ જણાવશે..

રાઠોડ : એક જમાના નો કુખ્યાત જાસૂસ વિવેક પાલખી વાળા, એક ફ્રોડ મોહના મેહતા ,જયસુખ દોશી ને અમે દિલ્હી પોલીસ ની ટીમ ને સોંપીએ છીએ... જેથી કુખ્યાત આરોપી " સારિકા" ની ભાળ મળી શકે... અને એક બહુ મોટા અપરાધ ની શૃંખલા મટે.... હવે મારી આસિસ્ટન્ટ મલ્લિકા રાણા આપને બે શબ્દો કહેશે..

મલ્લિકા રાણા : આપ સૌને જે ઑફિશિયલ ડિટેલ્સ આપવાની હતી.. એ તો રાઠોડ સાહેબે આપી દીધી.. પરંતુ આ કેસ પાસે થી એક ગંભીર બાબત શીખવા મળે છે.. એ હું આપની સાથે વહેંચવા માંગીશ...

પત્રકારો : હા, જરૂર મેડમ...

મલ્લિકા રાણા : આપણે બધા સામાન્ય માણસો છીએ.. કાંઈક પામવાની ,આગળ વધવાની ઈચ્છા આપણા બધા માં છે...
             એ સિવાય આપણા બધા માં ત્રણ એવી વૃત્તિઓ છે.. જેની પર જ્યાં સુધી કાબુ રહેશે.. ત્યાં સુધી આપણે માણસ રહી શકીશું... એ ત્રણ વૃત્તિ છે.. લોભ, વાસના અને ભય..
              સાવન ભાઈ નો લોભ, મયંક પટેલ ની વાસના અને રાજવી નો ભય.. જેના કારણે એક નિર્દોષ દીકરી એ પ્રાણ ગુમાવ્યા..
        માણસ બે પૈસા વધારે કમાવવા માટે હમેશા હાથ પગ મારતો હોય છે.. ક્યાંક થી વધુ મળે.. વધુ મળે... એમાં બ્લેક મની ભેગી કરે છે..  મગજ દોડાવે છે... અહીંયા એ ભૂલ કરે છે...
          એક સ્ત્રી અથવા પુરુષ જરા છૂટ લેવા દે એટલે વાસના નો છૂટો દોર બુદ્ધિ ને પકડી લે છે... વાસના થી અંધ થયેલ વ્યક્તિ સાચું ખોટું જોઈ શકતી નથી.. અહીંયા એ ભૂલ કરે છે..
          જ્યારે ખબર પડે કે કાઈ ખોટું થાય છે...તો પણ પોતાના તેમ જ પરિવાર ના જીવન ખાતર સહન કરે છે... અહીંયા એ ભૂલ કરે છે..
       અમે અનુભવ્યું અને જોયું છે.. મિત્રો એકવાર મનુષ્ય નું લોભ, વાસના અને ભય દ્વારા પતન થાય તો એ ક્યાંય નો નથી રહેતો.. એક પાછળ બીજો આવે એમ ત્રણેય વૃત્તિઓ એની આત્મા અને ચારિત્ર્ય ને કાચા ખાઈ જાય છે.. અને અંત માં એ કશું પામતો નથી..
             અહીંયા શેઠ સર્વસ્વદાસ જેવા લોકો એક ઉદાહરણ છે.. કે માણસ ઈચ્છે તો પોતાની ગરિમા જાળવી શકે છે... લોભ, ભય અને વાસના ને વશીભૂત ન થઈ ને છેક સુધી ન્યાય માટે લડે છે..  ભારત ના નાગરિક અને એક ન્યાયપ્રિય વ્યક્તિ હોવાની દૃષ્ટિ એ મારી ભારત ના દરેક નાગરિક ને અપીલ છે... " તમારા મન, બુદ્ધિ અને આત્મા ની ગરિમા નું વિવિધ પ્રકારના ધાર્મિક,સામાજિક ,આર્થિક, કૌટુંબિક અને આધ્યાત્મિક શોષણ સામે રક્ષણ કરો..." 
            જય હિન્દ.. જય ભારત...

( આગળ ની સીઝન જલ્દી આવશે... કેટલાક રહસ્યો હજી પણ ખુલશે... વાંચો આગામી પ્રકરણ : છુપાયેલા મહોરા સિઝન ૨: "સારિકા" )