Between in the doubtful waves in Gujarati Women Focused by Jalanvi Jalpa sachania books and stories PDF | શંકા ના વમળોની વચ્ચે - 30

Featured Books
Categories
Share

શંકા ના વમળોની વચ્ચે - 30

આજે મેઘલ રાત્રે મેઘલ આવ્યા ત્યારે તેના હાથ માં એડ્વરટાઈઝ નાં પેમ્ફલેટ હતા, સોનાલી અને તેની સાસુ બે જ જણા ઘર માં હતા, તેમને બતાવ્યા, સોનાલીએ જોયુ તો, કપલ ટૂર નું પેકેજ હતુ, સોનાલી એટલી નસીબદાર હતી કે લગ્ન પછી તરત રીસામણા -મનામણા અને રોજનાં ઝઘડા અને છ મહિના પછી મેઘલ ને લાગ્યુ કે હનીમૂન પર જવુ જોઈએ, તેઓ જમીને ચાલવા જતાં ત્યારે સોનાલીએ મેઘલને પૂછયુ કે કેમ અચાનક આવો વિચાર આવ્યો? ચાલતા ચાલતા જ મેઘલે કહયુ કે ઓફિસ માં બધાં છેલ્લા કેટલા ટાઈમ થી કહેતા હતા કે લગ્ન નાં છ મહિના થઈ ગયા હજુ સુધી ફરવા નથી ગયા? એટલે આજે એક બે ટ્રાવેલ કંપની માં જઈ ને સારા લાગ્યા એ પેકેજ લઈ આવ્યો છું, સોનાલી કશું બોલ્યા વગર ચાલતી રહી, ચાલીને ઘરે આવ્યા પછી સોનાલી પાણી ની બોટલ લઈને ઉપર ગઈ, મેઘલ તેનાં પપ્પા પાસે કદાચ ફરવા જવાની વાત કરવા બેઠા હોય એવું સોનાલીને લાગ્યું. બીજા દિવસે સવારે સોનાલી તૈયાર થઈ ને નીચે આવી તો તેણે જોયુ કે તેનાં સાસુ નું મોઢુ ચઢેલુ હતુ, તેના સસરા ગુસ્સામાં હતા, સોનાલીને બહુ અજીબ લાગ્યુ પોતે તો હજી આવી જ છે નીચે, કોણ જાણે શું થયુ? મેઘલ નાં ઓફિસ ગયા પછી બંને જણા એ સોનાલી પર બોમ્બ ફોડયો, કે અમારો દીકરો અમને પૂછયા વગર કંઈ કરે નહિ, અને અમારા આખા કુટુંબ માં આટલા લગ્ન થયાં કોઈ ફરવા નથી ગયુ, તમે પહેલા - વહેલા જ જવાનુ કહો છો, સોનાલીએ સામે જવાબ આપ્યો કે મેં થોડુ નકકી કર્યુ છે? તમે મેઘલ ને કહો, મેઘલની સાથે વાત કરો, આટલો જવાબ સાંભળ્યા પછી સોનાલીને તેના પિયર વિશે જેમ ફાવે તેમ બોલવા લાગ્યા, સોનાલી રડી રડી ને અડધી થઈ ગઈ, પોતે કંઈ મેઘલ ને નથી કીધુ તે વારંવાર કહેતી રહી, પણ બે માં થી એકેય સાંભળવા તૈયાર નહોતા, સોનાલી તેના રૂમ માં જઈ બ્લેનકેટ ઓઢીને સૂઈ ગઈ, તેને ઠંડી લાગી તાવ જેવુ થઈ ગયુ, તેણે તેના પિતા નાં ઘરે કયારેય આવુ જોયુ નહોતુ કે સાંભળ્યુ નહોતુ, એ ખૂબ રડી, ક્યાંય સુધી રડતી રહી, રાત્રે મેઘલે આવીને પૂછયૂ અને તેને નીચે જમવા લઈ ગયા, જમીને સોનાલી ફરી પાછી ઉપર આવી થોડીવાર પછી ઘરમાંથી આવતા મોટા અવાજ પર થી લાગ્યુ કે મેઘલ અને તેનાં મમ્મી - પપ્પા વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ રહી છે, અડધો કલાક પછી મેઘલ ઊપર આવ્યા અને સોનાલીને કહે કે તું આપણા બંનેનુ પેકિંગ ચાલુ કરી દેજે, અને કોઈ કંઈપણ બોલે તો મને એ જ ટાઈમે ફોન કરી દેજે, સોનાલી કંઈ જવાબ આપ્યા વગર સૂઈ ગઈ, બીજા દિવસે સવારે સોનાલી તૈયાર થઈને નીચે ગઈ તો ઘર માં સન્નાટો હતો, કોઈ કોઈ ની સાથે કંઈ બોલતુ નહોતુ, સોનાલીએ ચૂપચાપ પોતાનુ કામ પતાવી દીધુ, મેઘલ ઓફિસ જતાં રહયા, આજે આખો દિવસ આવો જ રહયો, સાંજે પાંચ વાગ્યે અચાનક સોનાલી પર તેના મામા નો ફોન આવ્યો કે તેના સસરા નો ફોન હતો કે તમારી ભાણી ને સમજાવો અમારા ઘરમાં લગ્ન પછી કોઈ ફરવા નથી જતુ, સોનાલીએ તેના મામા ને સાચી વાત કરી, એ ફોન મૂકયા પછી સોનાલીનાં પપ્પાનો ફોન આવ્યો કે તેના સસરાનો ફોન હતો કે સોનાલીને સમજાવો, સોનાલીએ તેના પપ્પાને સાચી વાત કરી, ફોન મૂક્યો, રાત્રે ચાલવા જતી વખતે સોનાલી મેઘલ પર ગુસ્સે હતી, તેણે મેઘલ સાથે ઝઘડો કર્યો કે નિર્ણય તમારો છે તો પછી તેના મમ્મી -પપ્પા સોનાલી પર ખોટો આરોપ કેમ લગાડે છે? સોનાલીએ જોયુ કે મેઘલ પણ ગુસ્સામાં હતા, બંને ઘરે આવ્યા, મેઘલ તેના મમ્મી અને પપ્પા સામે બેઠા, સોનાલીને પણ બેસવા કહયુ, સોનાલી ઊભી રહી, મેઘલે તેના ફોન માંથી સોનાલીનાં મામા અને તેના પપ્પાને ફોન કર્યો અને સ્પષ્ટતા કરી કે સોનાલીએ કોઈ જ ડીમાન્ડ કરી નથી, મારે મારી વાઈફ ને ફરવા લઇ જવી એ મારો જ નિર્ણય હોય, તમારે કોઈ ના ફોન આવે તો ધ્યાન માં લેવા નહિ, અચાનક થયેલા મેઘલ નાં ધડાકા થી બધાં શૉક થઈ ગયા, સોનાલીના સસરા નાં અહમ પર લાગેલો મોટો ઘા હતો, તેણે જોર -જોર થી મેઘલ ની સામે જેમ ફાવે તેમ બોલવાનુ ચાલુ કર્યુ, ગુસ્સા માં તે મેઘલ ને લાફો મારવા ગયા, મેઘલે તેમનો હાથ જોર થી પકડી લીધો, આ તેનાં પપ્પા માટે અસહ્ય હતુ, તેમણે નજીક માં રહેતા મેઘલ નાં કાકાઓને ફોન કરવા લાગ્યા, મેઘલ નો ગુસ્સો પણ વધારે હતો, મેઘલે સોનાલીને ઊપર જવા કહયુ સોનાલી ફટાફટ ઉપર તેનાં રૂમ માં જતી રહી, સોનાલી
 આ બધુ પહેલીવાર જોતી હતી, તેણે ક્યારેય પોતાના ઘરમાં આવુ જોયુ નહોતુ, થોડીવાર પછી સોનાલીનાં બંધ રૂમમાં મોટે મોટે થી ચિલ્મચિલ્લી નાં અવાજો, ગુસ્સા થી થતી વાતો નાં અવાજો આવવા લાગ્યા, સોનાલીને ભારત-પાકિસ્તાન નાં યુધ્ધ જેવુ લાગ્યુ, તેણે બ્લેનકેટ ઓઢીને આંખો બંધ કરી દીધી.