Between in the doubtful waves in Gujarati Women Focused by Jalanvi Jalpa sachania books and stories PDF | શંકાના વમળોની વચ્ચે - 31

Featured Books
Categories
Share

શંકાના વમળોની વચ્ચે - 31

હજુ તો હનીમૂન નું તોફાન ઘરમાં માંડ શમ્યુ હતું, ત્યાં સોનાલીની સાસુ એ તેને કહયુ કે આજે અગિયારસ છે, તો બધા કાકીઓ નક્કી કર્યુ કે હવે થી બધા નાં ધરે વારાફરતી સત્સંગ દર અગિયારસે થશે, સોનાલીએ હા કહી પોતાના કામમાં ધ્યાન પરોવ્યુ, ચાર વાગતા ની સાથે તે તેનાં સાસુ ની સાથે સત્સંગ માં ગીતાકાકી ને ઘરે ગઈ, શરૂઆતમાં નવ વખત યમુનાષ્ક પછી, યમુનાજી ની સ્તુતિ, નવરત્નમ, ગિરિરાજધાર્યાષ્ટકમ્, યમુનાજીનાં 41 પદ, એક -બે ભજન, છેલ્લે આરતી અને સમાપન, અને પછી પ્રસાદ ખાતાં ખાતા શરૂ થયેલો સત્સંગ આજનો પહેલો સત્સંગ સોનાલીનાં ફોઈજી ની નિંદા -કુથલી થી શરૂ થયો હતો, સોનાલી શાંતિ થી સાંભળતી, ચારેય દેરાણી - જેઠાણીએ પોતે લગ્ન કરીને આવ્યા ત્યારથી લઈને તેમના છોકરાઓનો જન્મ થયો ત્યારે શું આપ્યુ ત્યારથી લઈને અત્યાર સુધીનુ વાણી - વર્તન સ્વભાવ બધુ જ ચર્ચા માં રહયુ, સોનાલીએ ધડિયાળ માં જોયુ તો આઠ વાગ્યા હતા, અને બધાં સત્સંગ માં ડૂબી ગયેલા હતા, હવે એક ની એક વાત સોનાલીની સામુ જોઈને રિપીટ થવા લાગી, એટલે સોનાલી સતર્ક થઈ ગઈ અને એણે વાતો માં રસ દાખવી ને ફીલ કરાવી દીધુ કે એનુ બ્રેઈન વોશ થઈ ગયુ છે, એટલે કોઈ ટ્રાય નાં કરે, સોનાલીએ એક વાત નોટિસ કરી હતી કે અહિંયા કોઈ દુઃખ ની વાત કરે તો શેરિંગ નાં કે મન હળવુ કરવાનાં ભાવ ઓછા પણ બ્રેઈન વોશ કરવાના ટ્રાય વધારે રહેતા, અને બ્રેઈન વોશ કર્યા પછી એ વ્યકિત પ્રત્યે ફરજિયાત નેગેટિવ ભાવ રાખવાનુ દબાણ રહેતુ જો સોનાલી તેમ નાં કરે તો બોમ્બ તૈયાર રહેતો કે તે સાસુ નુ માન નથી રાખતી, તેનામાં પરિવાર પ્રત્યે પ્રેમ નથી, તેની માં એ કશું સારી સલાહ આપી નથી, સોનાલીને આ બધાં ડાયલોગ મોંઢે થઈ ગયાં હતા, એટલે એ સતર્ક રહેતી, સત્સંગ માથી ઘરે આવ્યા ત્યારે પોણા નવ વાગ્યા હતા, મેઘલ આવીને સોફા માં સૂતા હતા, તેનાં સાસુ બહાર બેઠેલા પાડોશી સાથે વાત કરવા ઊભા રહયા, સોનાલી અંદર આવી , મેઘલે સોનાલીને પૂછયુ કે કયાં ગયા હતાં આટલી બધી વાર,? સોનાલીએ મજાક કરી કે ગીતા કાકી નાં ઘરે "ફોઈજી" ની લીલા નો અધ્યાય ચાલતો હતો, મારુ બ્રેઈન વોશ થવા માં થોડી વાર લાગી, બંને હસી પડ્યા, મેઘલે મજાક કરતાં કહયુ તું તારૂ બ્રેઈન ફટાફટ વોશ કરવાનું કરવાનુ રાખ, ફરી બંને જોર થી એકબીજા ની સામે જોઈ હસી પડ્યા, હસતા હસતા સોનાલી ઊભી થઈ અંદર રસોડામાં રસોઈ બનાવવા ગઈ. બધાં એ જમી લીધા પછી આજે સોનાલી અને મેઘલ બહુ મોડુ થઈ ગયુ હતુ એટલે ચાલવા નહોતાં ગયા, મેઘલ ઊપર આવીને કામ કરવા બેઠા, સોનાલી નાહી -ધોઈ, ફ્રેશ થઈ બેડ પર આડી પડી, વિચારતી કે મેઘલે હનીમૂન માટે પેકિંગ કરવાનુ કહ્યુ તો છે પણ એ પોતે શું પેકિંગ કરે? સોનાલી પાસે સાડી અને ડ્રેસ સિવાય એકપણ વેસ્ટર્ન ડ્રેસ, જીન્સ, ટોપ કંઈપણ નહોતુ, સોનાલીને મેધલે પહેલાં થી કહયુ હોત તો એ તેના પિયરથી લઈ આવત, સોનાલીનાં મમ્મી - પપ્પા બહુ કડક હતા, તેઓ એ ક્યારેય સોનાલીને કે તેની બહેન ને, જીન્સ, ટોપ કે વેસ્ટર્ન આઉટફીટ પહેરવા દેતા નહોતા, અને સોનાલી નાં સાસરે તો એના કરતા પણ વધારે નિયંત્રણ હતુ, સોનાલી ના ડ્રેસ ની બાંય ની લંબાઈ પણ તેનાં સાસુ નક્કી કરતા, સોનાલી રડી પડી, ક્યાંય સુધી રડતી રહી,મેઘલ ક્યારે અંદર આવ્યા એની સોનાલીને ખબર ના રહી, સોનાલીએ મેઘલ ને રડવાનુ કારણ જણાવ્યુ મેધલે સોનાલીને શાંતિ થી સમજાવી કે જો તે સોનાલી માટે એકપણ ડ્રેસ ખરીદશે તો તેની મમ્મી હદ બહાર નો ઝઘડો કરશે, પણ તે સોનાલીને આ પરિસ્થિતિ માં કાયમ નહિ રહેવા દે, સોનાલી મનમાં જ કહેતી રહી કે ભવિષ્ય માં ગમે તેટલુ સારૂ હોય, પણ આ સમય થોડો પાછો આવવાનો હતો? સોનાલી વધારે દલીલ કરવા માંગતી નહોતી એ સૂઈ ગઈ. બીજા દિવસે સોનાલીનુ રૂટિન એનું એ જ રહ્યુ, વળી પાછુ એનુ એ જ, પણ હવે ગીતાકાકી કોઈ નુ કોઈ કામ નું બહાનુ કાઢીને તેના સાસુ ને બોલાવતા, આજે પણ સોનાલીને તેની સાસુ એ કહયુ કે તેમને ગીતાકાકી એ બોલાવ્યા છે, સોનાલી કંઈ બોલી નહિ, જવુ નાં જવુ એ નિર્ણય એમનો હતો. તેના સાસુ નાં ગયા પછી સોનાલી એ ઉપર જઈ તેની તિજોરી ખોલી, ક્યાં ડ્રેસ લઈ જવા એ વિચારવા લાગી, સોનાલીને થયુ કે તે આ બધુ મૂકીને પાછી જતી રહે, આટલી આવક હોવા છતાં એક આઉટફીટ પોતાની પસંદ નુ ના લઈ આપે એ વર શું કામનો? તેણે બધા ડ્રેસ કાઢ્યા, એક પણ ડ્રેસ સિમ્પલ નહોતો, સોનાલીએ મેરેજ માં બધા ડિઝાઇનર ડ્રેસ જ લીધા હતા, તેણે થોડા ડ્રેસ સિલેક્ટ કરી સાઈડ માં મૂકયા, મેઘલે દસ દિવસ ની સિમલા - મનાલી ની કપલ ટૂર સિલેક્ટ કરી હતી, એ પણ એ.સી. વાળી પ્રાઈવેટ બસ માં, સોનાલીએ બે -ત્રણ વખત મેઘલ ને કીધુ હતુ કે ટ્રેન માં જઈએ, પણ મેઘલે સાંભળ્યુ નહિ, અને પૈસા ભરી દીધા હતા, હવે માથાકૂટ કરવાનો કોઈ અર્થ જ નહોતો, ચાર -પાંચ દિવસ જ બાકી હતા , સોનાલીએ બેગ કાઢી એમાં તેણે સિલેક્ટ કરેલા ડ્રેસ મૂકી દીધા, તે નીચે આવી , ઘરમાં તે એકલી જ હતી, હજુ રસોઈ બનાવવાની વાર હતી, તે બહાર બાજુ માં બેઠેલા તેની ઊંમર નાં ભાભી સાથે ઝાંપા પાસે ઊભી રહીને વાતો કરવા લાગી, સોનાલીને આજે તેના પિયર જેવુ ફીલ થયુ, લગ્ન નાં છ મહિના પછી તે કોઈ ઘરનાં સભ્યો અને તેના ત્રણ કાકાજી નાં ધરનાં સિવાય પહેલીવાર કોઈ બહાર ની વ્યકિત સાથે, પાડોશી સાથે વાત કરી રહી હતી, સોનાલી ખુશ થઈ ને વાત કરતી હતી, ત્યાં સામેથી તેના સાસુ તેને આવતા દેખાયા, સોનાલી બિન્દાસ્ત ઊભી રહીને વાતો કરતી હતી, તેના સાસુ ઘરમાં આવ્યા એટલે સોનાલીને અંદર બોલાવી લીધી, સોનાલી રસોઈ બનાવતી ત્યારે તેનાં સાસુ સોનાલી જેની સાથે વાત કરતી હતી, તેના અવગુણ ગાવા લાગ્યા, સોનાલીને તો તે ભાભી બરાબર લાગ્યા હતા, સોનાલીનાં સાસુ નુ બોલવાનુ ચાલુ રહ્યુ, બીજા દિવસે સોનાલીનાં સાસુ તેને ફરિયાદ કરવા લાગ્યા, કે સોનાલી જેની સાથે ઊભી હતી તે ભાભી તેમની ઈગ્નોર કરે છે, સોનાલીએ ધ્યાન પર નાં લીધુ હશે જે હોય એ, સાંજે સોનાલી પર બ્લેમ કરવા લાગ્યા કે આટલા વર્ષો માં કોઈ દિવસ નહિ પણ અત્યારે જ કેમ મારા પડોશી આવુ કરે? સોનાલીએ જવાબ આપ્યો કે મને શું ખબર ? એમને ડાયરેક્ટ પૂછી જુઓ, સોનાલીએ ચાલવા જતી વખતે મેઘલ ને આજે થયેલો અનુભવ શેર કર્યો, મેઘલે સોનાલીને જવાબ આપ્યો કે તેની મમ્મીને એવો પ્રોબ્લેમ છે કે કોઈ બે જણા ને વાત કરતા જુએ એટલે એમને લાગે કે એ લોકો એ તેમની જ વાતચીત કરી હશે, ઘરમાં ઘણીવાર આ વિશે પહેલા ચર્ચા થતી અને મમ્મીને અમે બહુ સમજાવેલા છે, પણ એમને હજુય એવુ જ થતુ હશે, સોનાલી કંઈ બોલી નહિ, બંને ચાલીને આવીને ઊપર ગયા, સોનાલીએ ફ્રેશ થઈ મેઘલ ને કહયુ કે તે તેના કપડા સિલેક્ટ કરી આપે, મેઘલ થોડા કપડા સિલેક્ટ કરી બહાર નાં રૂમ માં કોમ્પ્યુટર ચાલુ કરી કામ કરવા ગયા, સોનાલીએ જોયુ તો મેઘલે બધાં ફોર્મલ કપડાં અને આખી બાંય ના શર્ટ સિલેક્ટ કર્યા હતા, મેઘલ ઓફિસ માં ક્યારેય ફોર્મલ કપડા નહોતા પહેરતા, તે હંમેશા જીન્સ અને ટી - શર્ટ પહેરતા, તેનુ માનવુ હતુ કે કમ્ફરટેબલ કપડા માં કામ સરસ રીતે થાય, અને જ્યારે બહાર ફરવા જાય તો મચ્છર ના કરડે અને ઠંડી નાં લાગે એટલે આખી બાંય નાં શર્ટ અને ફોર્મલ કપડા પહેરતા, સોનાલી કપડા બાબતે બહુ કંઈ માથાકૂટ નહોતી કરતી જેવી જેની ઈચ્છા, પણ સોનાલીને અંદર થી એમ થતુ કે મેઘલ કપડા બાબતે થોડા સભાન બને,, જો કપડા માં સભાનતા લાવે તો એક અલગ જ વ્યક્તિત્વ નીખરે, પણ સોનાલીને કપડા માં બહુ રોકટોક પસંદ નહોતી એટલે એ કોઈની સાથે કરતી પણ નહિ, સોનાલીએ ચૂપચાપ મેઘલે કાઢેલા કપડા બેગમાં મૂકી દીધા.