હવે રોજ નું રૂટિન એનુ એ જ, રોજ ની મેઘલ નાં નાના કાકી ની ખટપટ, આજે રાત્રે ચાલવા જતી વખતે સોનાલીએ મેઘલને કહયુ કે આ બધુ વધતુ જાય છે, તમે ઓફિસ જતા રહો છો, હું ક્યાં જાઊ? મેઘલ સોનાલીને ચાર રસ્તા પર આવેલી આઇસક્રીમ શોપ પર લઈ ગયા, આઇસક્રીમ ઑર્ડર કરી મેઘલે સોનાલીને આઈડિયા આપ્યો, કે તે જ્યારે બરોડા ગઈ હતી ત્યારે તેના મમ્મી-પપ્પાએ જે કાકાઓ વિશે તારા મમ્મી અને પપ્પાને કહી ને લઈ આવ્યા તે અહિંયા કોઈ ને ખબર નથી ઊલટુ અહીં ખોટુ કીધુ છે, તુ સાચી વાત ગીતા કાકી સુધી પહોંચાડી દે એ ઓટોમેટિક બંધ થઈ જશે, સોનાલી તો મેઘલ ની સામુ જોતી રહી આટલુ બધુ ખોટુ ? અને પોતે જાણતા હોવા છતા મને ના કીધુ, પણ સોનાલી કશું બોલી નહી, પણ તે મેઘલ ની વાત સાથે અસંમત હતી, તેને મેઘલ પાસે થી આઈડિયા નહી એકશન જોઈતા હતા, તેણે મેઘલ ને સ્પષ્ટ ના પાડી દીધી, તે આવુ કંઈ જ નહિ કરે જે કરવુ હોય તે મેઘલ જ કરશે, સોનાલી ટસ ની મસ નહોતી થતી, અગિયાર વાગવા આવ્યા, વેઈટર ચાર વાર પૂછી ગયો કે બીજુ કઈ જોઈએ છે? સોનાલીની એક જ માંગ હતી તેને ઘર માં શાંતિ જોઈએ અને મેઘલ કંઈ કરે, મેઘલે સોનાલીને પ્રોમિસ આપ્યુ કે તે નેક્સ્ટ ટાઈમ કરશે, અત્યારે સોનાલી કરે, પાછુ તેણે કામનુ બહાનુ આગળ કર્યુ, સોનાલીને સંમત કરી તે ઘરે જવા ઊભા થયા. થોડા દિવસ પછી સોનાલીની સાસુ એ સોનાલીને અને મેઘલને મેઘલ નાં ફોઈ નાં છોકરા નાં ઘરે બેસવા મોકલ્યા, સોનાલી એમના ઘરે બેસવા ગઈ, બધા બેઠા હતા, વાત માં થી વાત નીકળતાં સોનાલીએ મેઘલ સાંભળે એમ જ વાતચીત કરી દીધી કે તે બરોડા ગઈ ત્યારે કેવી મિટિંગ થઈ શું વાતચીત થઈ હતી અને પોતે કેવી રીતે અહિંયા પાછી આવી એ બધુ જ, પછી મેઘલ અને સોનાલી ઊભા થઈ ઘરે આવ્યા, સોનાલીને આજે મેઘલ જરાય ગમતો નહોતો, તેણે કામનુ અને ફોકસ નુ બહાનુ કાઢી ને સોનાલી પાસે જબરદસ્તી થી આવુ ના કરાવુ જોઈએ, તેણે પોતે વાત કરવી જોઈએ, મેરેજ કર્યા છે, તો જવાબદારી લેવી જોઇએ, તે કશુ આખા રસ્તે બોલી નહિ, એને એના મમ્મી -પપ્પા અને સગાઈ કરાવનાર સગા પર ગુસ્સો આવતો, એણે આવી લાઈફ જીવવા અને આ બધુ કરવા થોડા મેરેજ કર્યા હતા, સોનાલીને હસી -ખુશી રહેવાનુ અને ઘરના ને સાચવવા આ જ એને મન બેસ્ટ લાઈફ હતી, તેને આવા બધામાં પડવુ ગમતુ નહોતુ, ઘરે આવીને થોડીવાર બેસી તે ઉપર ગઈ, અત્યારે તેને બધુ છોડી તેના પપ્પા નાં ઘરે જતી રહે એવુ થઈ જતુ. બીજા દિવસે બપોર બારેક વાગ્યા હશે, તેનાં સાસુ એ અચાનક બોલવાનું બંધ કરી દીધુ, સોનાલી વાત કરતી તો પણ બોલતા નહિ, સોનાલી મનમાં વિચારતી કે પાછુ શું થયુ? આ ફેમિલી માં મેઘલ અને તેના મમ્મી જ એવા હતા કે કંઈ કોઈ ને જવાબ આપ્યા વગર પોતાની રીતે રી એક્ટ કરતા, સોનાલી, તેના સસરા અને દિયર બહુ સ્પષ્ટ હતા, જે કંઈ હોય એ ચોખ્ખે ચોખ્ખુ કહી દેતા, રાત સુધી કંઈ બોલ્યા વગર આખુ ઘર તેના સાસુ એ માથે લીધુ હતુ, રાત્રે 8:30 વાગે સોનાલી સાથે તેના સસરાએ ઝઘડો કર્યો, કે તમે જ કંઈ કર્યુ હશે, સોનાલી વારંવાર કહીને થાકી ગઈ કે તેણે કશું કર્યુ નથી, પછી બધા એ પ્રેશર કર્યુ કે એટલે પાછો સોનાલી પર તેના સાસુ એ બોમ્બ ફોડયો, કે તમે ગીતા કાકી નાં ઘરે જઈને શું કીધુ ? અને કીધુ જ કેમ ? સોનાલી એ કહયુ કે તે મળી જ નથી, પછી ખૂબ જ ગુસ્સા થી સોનાલી ને કહયુ કે તો ગીતા કાકી ને તમને તેડવા આવ્યા એ વાતો કેવી રીતે ખબર પડી ? સોનાલી એ સામે જવાબ આપ્યો કે તેણે ગીતાકાકી ને નહી પણ ગઈકાલે તેના ફોઈજી નાં છોકરાને ઘરે બેસવા ગયા ત્યારે બધા ની સામે જ એની વાઈફ ને કરી હતી, પછી સોનાલીએ મેઘલ સામે જોયુ, સોનાલીને અંદાજ હતો કે આવુ થશે પણ આટલુ ઝડપી થશે એની કલ્પના નહોતી, ગુસ્સા માં જેમ ફાવે તેમ તેના સાસુ સોનાલીને બોલવા લાગ્યા, મેઘલ ખાલી એટલુ જ બોલતા કે કીધુ તો કીધુ હવે શું ? સોનાલીને બહુ ખરાબ લાગ્યુ મેઘલ નાં કહેવાથી એની જ સામે ઈચ્છા ના હોવા છતાં એનુ જ કીધુ કર્યુ અને હવે તે તેની મમ્મીને સાચુ નહોતા કહી રહયા, સોનાલીની સાસુ એ સોનાલીને ના પાડી દીધી કે તેમને પૂછયા વગર તેમની દેરાણીઓ સાથે કોઈ દિવસ બોલવાનુ નહિ, અને તેમની નણંદ એટલે કે સોનાલીનાં ફોઈજી સાથે કે તેમના ફેમીલી સાથે કશુ બોલવાનુ નહિ, સોનાલી કંઈ પણ બોલ્યા વગર ઉપર જતી રહી, તેણે એક બેગ માં બે -ત્રણ જોડી કપડા ભર્યા અને ઉપર આવેલા મેઘલ ને કહયુ કે તે બસ સ્ટેન્ડ મૂકી જાય, અથવા એ જાતે બરોડા જતી રહેશે, પોતે આમાં નહિ રહી શકે, નહિ પાડોશી સાથે બોલવાનુ, નહિ કુટુંબ નાં કે સગા સાથે બોલવાનુ, નહિ કયાંય આવવા- જવાનુ ફકત મેઘલ સાથે જ જવાનુ આ જેલ તેને નહિ ફાવે, હવે મેઘલ નુ કંઈ એટલુ માન સોનાલીનાં મન પર નહોતુ, મેઘલે સવારે મૂકી જવાનુ કહયુ, સોનાલી સવાર થવાની રાહ જોતી સૂઈ ગઈ, સવાર પડી સોનાલીએ મેઘલ ને પૂછવા જગાડવા કે મૂકી જાવ છો કે જાતે જતી રહે? મેઘલે સોનાલીનાં હાથ માં થી બેગ લઈ ને તિજોરી માં મૂકી દીધી, તેણે સોનાલીને કહયુ કે તે તેની સાસુ ને આટલી ગંભીરતા થી કેમ લે છે? એમનુ સાંભળ્યા વગર ધોઈ પીવે અને પોતે જેમ આ ઘર માં રહે છે તેમ રહે, સોનાલીએ મેઘલ સાથે જોરદાર ફાઈટ કરી કે તે શક્ય નથી, સોનાલીને ઘરમાં તેમની સાથે જ રહેવાનુ છે, અને તેનો સંબંધ વહુ નો છે, દીકરાનો નથી, જોરદાર ફાઈટ પછી નહિ માનેલા મેઘલે સોનાલીને પૂરી છૂટ આપી, સોનાલી અકળાઈને નીચે ગઈ, તેણે આજથી અને અત્યાર થી જ તેની સાસુ ને મેઘલ નાં કહેવા પ્રમાણે ધોઈ પીવાનુ ચાલુ કર્યુ, "કલ કરે સો આજ કરે આજ કરે સો અબ, " હવે સોનાલીની સાસુ નો ઈગો ઘવાયો, તેણે રોટલી વધતા અટામણ કેમ નીચે ઢોળ્યુ? એમ કહી સવાર માં ઝઘડો ચાલુ કર્યો, સોનાલી કંઈ જવાબ આપ્યા વગર પોતાની રીતે કામ કરતી, હવે સોનાલીનાં સસરા પણ બોલવા લાગ્યા જેમ ફાવે તેમ સોનાલીને બોલવા લાગ્યા અવાજ સાંભળી મેઘલ ઊપર થી નીચે આવ્યા, સોનાલી ચૂપચાપ લંચ બોક્સ ની રોટલી બનાવ્યે જતી, મેઘલને ઝધડા ની ખબર પડી એટલે સોનાલીને કહયુ કે તું તારે વધારે અટામણ ઢોળ, સોનાલીએ ચૂપચાપ આખુ પ્લેટફોર્મ અટામણ થી ભરી દીધુ અને ડ્રેસ પણ લોટ વાળો કરી દીધો, પછી તે ઉપર જઈ ડ્રેસ ચેન્જ કરવા ઉપર જતી રહી, નીચે એ ત્રણે ને ફાવે એમ કરે, પોતે કેવી લાઈફ ઈચ્છતી હતી, અને કેવી મળી. સાત દિવસ પછી આજે સોનાલી અને તેની સાસુ એકબીજા સાથે સરખી રીતે વાત કરતા હતા, સોનાલીનાં સાસુએ જણાવ્યુ કે સોનાલી અને મેઘલ જેવાં તેના ફોઇજી નાં છોકરા નાં ઘરે થી નીકળ્યા એવા તરત જ એ લોકો એ ગીતા કાકી અને શ્યામવાડી માં રહેતા બીજા બે કાકાજી નાં ઘરે જઈને બધી વાત કહી આવ્યા હતા, સોનાલીએ એની સાસુ ને કીધુ તો શુ વાંધો ? આપણે ક્યાં ખોટુ બોલવુ છે? સોનાલીની સાસુ રડવા જેવા થઈ ગયા, અમે અહિંયા બધા ને ઊંધુ કીધુ હતુ. અરે ભગવાન! સોનાલી ને એક વાત સમજાતી નહોતી કે ઘરમાં શાંતિથી તેના સાસુ - સસરા કેમ જીવતા નહી હોય આ બધુ કરી ને શું મળવાનુ હતુ.? સોનાલી એ ઊભા થઈને પાણી આપ્યુ. સોનાલીને એક વાત ની શાંતિ થઈ, હવે ઘરમાં કોઈ તેની સાસુને ભેગા રહેતા હતા ત્યારનુ કોઈ યાદ કરાવવા આવતુ નહોતુ, કે ગિલ્ટ ફીલ કરાવતુ નહોતુ, હવે તે શાંતિ થી ઘરમાં એન્જોય થી રહી શકશે. આજે રાત્રે મેઘલ સાથે ચાલવા જતી વખતે સોનાલી હળવાશ અનુભવી રહી, તેણે મેઘલ ને સોરી અને થેંકયુ બંને કહયુ આજે ફરી તેઓ આઇસક્રીમ શોપ માં ગયા, બંને હળવાશ અનુભવી રહી હતા, આઇસક્રીમ ખાતા ખાતા મેઘલે સોનાલીને કહયુ કે તુ બહુ સ્ટ્રોંગ છે, પણ જોઈન્ટ ફેમિલી માં તારે વધારે સ્ટ્રોંગ બનવુ પડશે, આવુ બધુ ચાલ્યા કરે અને આવી જ રીતે રહેવાય. એમાં તારા નિતી નિયમો થી ચાલી ને તડફડ કરીએ તો ફેંકાઈ જવાય, સોનાલીને આ વાત નાં ગમી, એટલે એણે તર્ક કર્યો કે જોઈન્ટ ફેમીલી માં રહેનાર કોઈ મોંઢે સીધે સીધુ કહેતા જ નહિ હોય? સાચુ બોલતા જ નહી હોય? મેધલે સોનાલીને ના પાડી કે અત્યારે મને દલીલ કરવાનો મૂડ નથી, સોનાલી એનો આઇસક્રીમ એન્જોય કરવા લાગી.