Between in the doubtful waves in Gujarati Women Focused by Jalanvi Jalpa sachania books and stories PDF | શંકા ના વમળો ની વચ્ચે - 34

Featured Books
Categories
Share

શંકા ના વમળો ની વચ્ચે - 34

છેલ્લા ત્રણ મહિના થી ઘરમાં પરમ શાંતિ હતી, સોનાલી અને તેના સાસુ નુ પરફેક્ટ બોન્ડીંગ થતુ જતુ હતુ. બંને એકબીજા સાથે હળી -મળી આનંદ થી રહેતા હતા. સોનાલીએ બપોર નાં ટાઈમ માં ટયુશન પણ શરૂ કરી દીધા હતા,સોનાલીને જેવુ ગમે તેવુ પરફેક્ટ ફેમીલી જાણે મળી ગયુ હતુ. બધા ખુશે થી રહેતા, આજે બપોર ના જમવા આવેલા તેના સસરા આંખો માં પાણી લાવીને સોનાલીને કહેતા હતા કે તેના ભાઈ ઓ કે તેમનો કોઈ પરિવાર તેમની સાથે બોલતા નથી, તે સામેથી જાય તો ઊભા થઈને જતા રહે છે, સોનાલી અંદર પાણી લેવા ગઈ, તેણે પાણી નો ગ્લાસ ટીપોઈ પર મૂક્યો , તે કંઈ જવાબ આપી શકે તેમ નહોતી, એવુ તો કહેવાય નહિ કે આ બધી મેઘલની કૃપા છે અને કદાચ કહે તો સાચુ માને એમ નહોતા એમની નજર માં તો મેઘલ એકદમ ભોળો, સીધો , સાદો અને સોનાલી જ સ્માર્ટ અને કાટ હતી, સોનાલીનાં બોલવાનો કંઈ અર્થ પણ નહોતો, તે ઊભી થઈ અંદર કીચન માં જઈ બધા માટે રોટલી બનાવી, બધાએ જમી લીધુ પછી થોડીવાર બેઠી ત્યાં ટયુશન નાં છોકરા ઓ આવી ગયા હતા, તે ઊપર ટયુશન કરાવવા ગઈ, ઘરમાં જ પરમ શાંતિ હતી, સોનાલી ખુશ હતી એનાથી વધારે તેના સાસુ ખુશ રહેતા હતા. એકાદ અઠવાડિયા પછી મેઘલ અને સોનાલી જ્યારે ચાલવા જતા ત્યારે તેના સસરા કહેતા કે શ્યામવાડી માં બેસતા સોનાલી અને મેઘલ જતા જ નહિ, મેઘલ સોનાલીને ટ્રેનિંગ આપતો કે કેવી રીતે પોતાના પર ફોકસ કરવુ, બધી વાતો ગંભીરતા થી નહિ લેવાની એને ધોઈ પીને એન્જોય કરવાના મેઘલે સોનાલીનાં પ્રેક્ટિકલ શરૂ કર્યા, સોનાલીને મજા આવતી, આતો જોરદાર છે, તે મનમાં વિચારતી કે મેઘલ આટલુ બધુ એન્જોય કરતા હશે ? આ તો મજા નુ લાગ્યુ એ ફટાફટ લર્ન કરી લેતી, આમ ને આમ બીજા 3 મહિના આનંદ માં ક્યાં પસાર થઈ ગયા, ખબર ના પડી હવે સોનાલી ધોઈ - પી ને એન્જોય કરવામાં મેઘલ ને પાછા પાડી દે એવી પાક્કી થઈ ગઈ, સોનાલી મેઘલ ને રાત્રે માથા માં મસાજ કરી, નાહી - ધોઈ ફ્રેશ થઈ મેઘલ ને સોનાલી પત્તા ની ગેઈમ રમતા, દર શનિ - રવિ મેઘલ ફર્સ્ટ કોપી ની ડી.વી ડી લાવી કોમ્પ્યુટર માં સોનાલી સાથે મૂવી જોતા, તેના સાસુ ને પણ કોઈ પ્રોબ્લેમ નહોતો, સોનાલી તેમને પણ સાચવી લેતી, સવાર માં કામ પતાવી સોનાલી રોજ 3 કલાક તેમની સાથે ક્વોલિટી ટાઈમ આપતી, સાથે સાથે તે પેડિકયોર, ફેશિયલ, કયારેક ફેસ માસ્ક, કયારેક પત્તા રમતી, અને ટાઈમ હોય તો બંને સાસુ - વહુ ચોપાટ રમતા, સોનાલીનાં સાસુ એ બધી કચ - કચ મૂકી દીધી, તે સૌથી વધારે ખુશ હતા. સોનાલીએ જોયુ કે છેલ્લા છ મહિના થી એમણે તેમની દેરાણીઓને એક પણ વખત યાદ નહોતા કર્યા, એટલા એ ફ્રેશ રહેતા, ઘર માં તેના સસરાને છોડી ને કોઈ કંઈ ખટપટ કરતુ નહોતુ, સોનાલીને ગમે એવુ જ જીવન મેઘલે સોનાલી પાસે જ સેટ કરાવી દીધુ હતુ. સોનાલીને કોઈ જ ફરિયાદ નહોતી તે રોજ ઈશ્ર્વર ને ધન્યવાદ કરતી.ધીમે - ધીમે સોનાલીની સાસુ પણ તેની સાથે ગઝલ એન્જોય કરતા, ગુજરાતી મૂવી ની ફર્સ્ટ કોપી ડી.વી.ડી સોનાલી લેતી અને તેના સાસુ સાથે જોતી, સોનાલીએ જોયુ કે તેના સાસુ ને હિન્દી મૂવી માં વધારે રસ હતો, સોનાલી હિન્દી મૂવી ની ડી.વી.ડી લાવી તેના સાસુ સાથે જોતી, સરસ મજા ની લાઈફ સેટ થઈ ગઈ હતી.કયાંય માથાકૂટ નહિ, સોનાલીએ નોંધ્યુ કે હવે તેના સાસુ પણ ચટુડા થઈ ગયા હતા, તેઓ રસોડામાં આવતા પણ નહોતા, અને જો સોનાલી સાંજે ભાખરી - શાક બનાવવાનુ કહે તો મોંઢુ બગાડતા એ સામે થી જ કહેતા કંઈક નવુ બનાવો, સોનાલી અને મેઘલ ફરવા જાય તો સારી ગમી ગયેલી વસ્તુ સોનાલી લઈ આવે તો તે ખુશ થઈ ને વાપરતા, હવે એવુ થઈ ગયુ કે તેના સાસુ ને સોનાલીની ચોઈસ ગમતી તે પોતાના ચપ્પલ પણ સોનાલીને કહેતા લઈ આવે, સામે સોનાલી પણ તેના સાસુ માટે એકદમ સારી બ્રાન્ડેડ વસ્તુ લેતી, એ હકદાર પણ હતા, છોકરા ને દુઃખ વેઠી ને ભણાવ્યા હોય તો એને એ સુખ મળવુ જ જોઈએ. આમ સુખ -શાંતિ માં દિવસો પસાર થતા હતા, મેઘલે પણ પોતાની કંપની ચાલુ કરી દીધી હતી, તે રાત્રે તેના પર કામ કરતા, મેઘલે એક વર્ષ માં સોનાલીને ઘરના પ્રોબ્લેમ જાતે સોલ્વ કરતી કરી દીધી હતી, એ હંમેશા સોનાલી પાસે જ બોલાવડાવતા, અને સોનાલીને કહેતા કે હું છુ તને કોઈ કંઈ કરે તો, હું તારી સાથે જ છુ, સોનાલી જોતી કે એ હંમેશા બેકગ્રાઉન્ડ માં રહી ને સારા બનતાં, બધાને લાગતુ સોનાલી જ બોલકી છે, જબરી અને હોંશિયાર છે, પણ મેઘલ સોનાલીની આ છૂપી ક્વૉલિટી ને બધા ની સામે લાવી શાર્પ કરતાં, મેઘલ આજેય સોનાલીને એવુ કહેતા કે પોતાના પ્રોબ્લેમ પોતાની જાતે જ સોલ્વ કરવાનાં, એટલુ તો આવડવુ જ જોઈએ. સોનાલી માસ્ટર થઈ ગઈ હતી, હવે એ એના તો શું બધા ના પ્રોબ્લેમ સોલ્વ કરી લે એવી થઈ ગઈ હતી. આજે સવારે મેઘલ અને સોનાલી વહેલા ઉઠી સરસ તૈયાર થઈ , તેના સાસુ - સસરાને પગે લાગી હવેલીએ દર્શન કરી આવ્યા આજે એમની ફર્સ્ટ એનિવર્સરી હતી, મંદિરે થી આવી સવારે ચા - નાસ્તો કરી બધા બેઠા હતા ત્યારે સોનાલીએ ભેગાં કરેલા ટયુશન નાં પૈસા એણે તેના સસરાને હાથમાં આપ્યા ને કીધુ કે એને કંઈક સોનાની વસ્તુ લઈ આપે, તેના સાસુ એ સોનાલીને પૂછયુ કે શું જોઇએ છે? સોનાલી નો જવાબ હતો આ બજેટ માં જે વસ્તુ આવે એ સોનાલીએ કંઈ વિચાર્ય નહોતુ કે શું લેશે ? મેઘલ ઓફિસ ગયા પછી સોનાલીએ ફટાફટ કામ પતાવી દીધુ અને તેના સાસુ - સસરા સાથે ત્રણેય જ્વેલર્સ ની શોપ પર ગયાં, સોનાલીએ હાથ માં પહેરવાનુ બ્રેસલેટ લીધુ અને તેના સાસુ માટે સરસ રાઉન્ડ શેઈપ ની બુટ્ટી લીધી, સોનાલીની સાસુ શોપ માં ના પાડતા હતા પણ સોનાલી અને તેના સસરાએ નોટિસ કર્યુ કે આ બુટ્ટી એમને બહુ ગમી ગઈ હતી, એટલે એ ના કહેતા હતા તો ય લઈ લીધી, આજે સોનાલીએ એના ફેવરીટ ઢોંસા બનાવ્યા હતા, મેઘલ ઘરે આવ્યા એટલે લીધેલી ગીફ્ટ બતાવી સોનાલીએ બ્રેસલેટ પહેરી લીધુ, સોનાલી ખુશ હતી. જમીને ચાલવા ગયા ત્યારે આઇસક્રીમ શોપ માં ક્વોલિટી ટાઈમ એન્જોય કરી મેઘલ અને સોનાલી રાત્રે અગિયાર વાગે ઘરે આવ્યા. આજનો દિવસ ખૂબ સરસ રહયો, સોનાલીએ તેની પર્સનલ ડાયરી માં સરસ મજા ની ગઝલ લખી. આમ ને આમ બીજા 3 મહિના થઈ ગયા , કોઈને પણ ઈર્ષા થઈ જાય એવુ સરસ, શાંતિ અને પરફેક્ટ બોન્ડીંગ સાથે ઘરમાં બધા રહેતા, હવે એના સસરાએ પણ માથાકૂટ મૂકી દીધી હતી. સોનાલીને આવી જ લાઈફ જોઈતી હતી, તે બહુ ખુશ રહેતી.