...Ane off the Record - Part-22 books and stories free download online pdf in Gujarati

અને... ઓફ ધી રેકોર્ડ - ૨૨

.... અને ....ઑફ ધી રેકર્ડ

(પ્રકરણ ૨૨)

* લેખક :ભવ્ય રાવલ *

E-mail: ravalbhavya7@gmail.com




© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

લેખકનો પરીચય

ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકાથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ.... જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.

ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ / મંતવ્યો પણ લખી ચૂક્યા છે.

લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.

પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.

આથી પ્રસ્તુત છે યુવા નવલકથાકાર ભવ્ય રાવલની પવિત્રતા, પાગલપણા અને પેશનથી ભરેલા સાહિત્ય અને પત્રકારત્વ જગતની વિષયવસ્તુ પર આધારિત પેજ-થ્રી પડદાં પાછળની જમીની હકિકતને બેબાક દિલધડક રીતે રજૂ કરતી નવલકથા - ‘...અને’ - ઑફ ધી રેકર્ડ

‘...અને’ - ઑફ ધી રેકર્ડ

સંબંધોનાં પળેપળ બદલાતા પલડાઓની ઊંંચ-નીચ અને યશ, ધન, સત્તા અને પદની અંદરથી ખવાઈ અને બહારથી ખોવાઈ ગયેલી જિંદગીઓની દાસ્તાન...

રાજકીય મહોરાઓની ચાલ અને ખોખલા કાયદાનાં ષડયંત્ર વચ્ચે સરસ્વતી અને લક્ષ્મીનાં ઉપાસકો અને આરાધકોની સંઘર્ષકથા...

વિબોધ જોષી અને સત્યા શર્મા નામનાં બે શૂરવીરની સાહસકથા.

‘...અને’ બીજું ઘણું બધું ‘ઑફ ધી રેકર્ડ’ નવલકથામાં... ભવ્ય રાવલની કલમે...

મ્રટ્ઠદૃઅટ્ઠ ઇટ્ઠદૃટ્ઠઙ્મ

ટ્ઠિદૃટ્ઠઙ્મહ્વરટ્ઠદૃઅટ્ઠ૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

* .... અને .... ઑફ ધી રેકર્ડ (પ્રકરણ ૨૨) *

...અને મોડી રાત્રિના સમયે પોતાની ઑફિસનાં શાંત અને શીત વાતાવરણમાં રિવોલ્વિંગ ચેર પર આરામ ફરમાવતાં નાઇટ લેમ્પના ઉજાસના સહારે કાયદાનાં પુસ્તક વાંચી રહેલી નેહા અરોરાનાં કાને બૂટનો તાલબદ્ધ અવાજ પડયો. તેણે દિવાલ તરફથી ચેર ઘુમાવતાં ફરીને જોયું તો અંધારામાં દરવાજા પાસે એક આગંતુક ઊભેલો દેખાતો હતો.

‘કોણ છે ત્યાં સામે આવે.’ નેહાએ કડક શબ્દોમાં કીધું.

આછા અંધકાર અને પ્રકાશનાં મિશ્રણમાં મરૂન રંગનાં લાંબા ખાદીનાં કિમતી ઝભ્ભા અને પાયજામામાંથી પાંચ ફૂટ અગિયાર ઈંચનું કસાયેલું બદામ ઉભરી રહ્યું હતું. ઠક... ઠક... ઠક... દરવાજાથી આગળ ચાલીને આગંતુક વ્યક્તિ પ્રકાશમાં આવ્યો.

સૈનિકની જેમ સજ્જતાથી નેહાની સામે આવી કમરે હાથ દઈ વિબોધ ખુમારીથી ઊભો રહ્યો. નેહા વિબોધને પગથી માથા સુધીની વિલાસીતા જોઈ રહી.

‘હૂ આર યુ? મારી પરવાનગી વિના અંદર કેમ આવ્યા?’

વિબોધની તીક્ષ્ણ નિગાહ નેહાને બેહરમીથી ઘૂરી રહી હતી. નેહા પોતાની જગ્યા પરથી ઊભી થઈ, ચશ્માં ચડાવીને પોતાના માટે અજાણી વ્યક્તિ પર ધ્યાનપૂર્વક જોતાં માલૂમ પડયું. ‘વિબોધ?’ મૃત વ્યક્તિને જીવંત જોઈ ફાટેલી આંખે સ્તબ્ધાતાથી, ‘વિ..બોધ..’ અવાજ ગળામાં ફસાઈ ગયો.

વિબોધની સિગારેટ પીતી નિર્ભિક જબાનમાંથી શ્લોક ઝર્યોં.

‘ઉતિષ્ઠ ત્વં દેવજનાર્બુદેસેનયા સહ

અયં બલિર્વ આહુત સ્ત્રિષન્ધેરાહુતિઃ પ્રિયા

આ આહુતિ તૃપ્તિ પ્રદાન કરનારી થાય. આહુતિથી પરિતૃપ્ત થઈ શત્રુઓનો વિનાશ કરી નાંખ.’

વિબોધની પાછળની બાજુથી સિગારેટના ધૂમ્રવલયો ચીરીને સત્યા નેહાની સામે આવી ઊભી રહી ગઈ.

હવે કરેલા અપકૃત્યની સજા ન ચાહવા છતાં અનિચ્છાથી મળવાની અને સ્વીકારવાની નિશ્ચિત હતું.

સત્યા અને વિબોધના ખુન્નસી રૂક્ષ ચહેરાને પોતાના ભણી આવતાં જોઈને ડરી ગયેલી નેહાનાં શરીરમાં એક જોરદાર કંપારી આવીને આંખોમાં થીજી ગઈ. તેના ચહેરા પર પ્રસ્વેદ બિંદુઓ જામી ગયા.

સત્યા ક્રુરતાભરી બળદાર લાતો અને મુક્કાથી નેહા પર વરસી પડી. તેણે નેહાના વાળ ખેંચ્યાં ને એકઝાટકે જ તેને જમીન પર ઢસળાવી દીધી. સત્યાના મારથી બચવા માટે નેહાએ ચીસ પાડવાની, સ્વબચાવની શક્ય તમામ કોશિશ કરી પણ સત્યા પાસે તેની એક ન ચાલી. વિબોધ સિગારેટનાં કશ લેતો લેતો ઉશ્કેરાટથી બોલ્યો, ‘ઈન્તેકામની આગથી સળગતો એક મુક્કો નીચથી પણ અધમ કૃત્ય કરનાર બદજાતનાં પેટમાં માર. આ ઔરતને કારણે તું અભાગણી બની. તેના દાંત અને જડબું તોડી નાંખ સત્યા. તારા સીનામાં જલતી વેરની જ્વાલાને પંજાઓમાં એકઠી કરી તેની ગરદન મરોડી દે.’

સત્યાનાં મારથી નેહાનાં મોઢા, નાક અને કાનમાંથી લોહી ઝરવા લાગ્યું. અર્ધબેહોશ થયેલી નેહાની લોહી બાજેલી આંખોમાં ભય તરતો હતો. સત્યાનું ડગલું પણ તેને કંપાવતું હતું. સત્યા તેની નજીક આવી. નેહાએ તેની પાની પકડવા પ્રયત્ન કર્યો ત્યાં જ સત્યા ઘૂંટણિયે થઈ અને એક હાથે નેહાની ગરદન દબાવી. નેહાના પગ તડફડયા અને શાંત થયા. ધમણિયાની જેમ ચાલતો શ્વાસ બંધ થઈ ગયો.

સત્યાનાં લાંબા અણીદાર નખ નેહાનાં ગળામાં પેસી ગયા. તીવ્ર યાતનામાં તરફડીને નેહાએ દમ તોડી નાંખ્યો. તેની જીભ અને આંખો બહાર નીકળીને ચહેરો વિકૃત બની ગયો. દયા, વાસના અને કરૂણાના અનેક ભાવો સત્યાની આંખમાં આવ્યાં. ઘૃણાભરી નજરે સત્યા નેહાના મૃત શરીર પર થૂંકી. સત્યાને પહેરાવવામાં આવેલો મેન્ટલ હોસ્પિટલનો ડરેસ વિબોધે સત્યા તરફ લંબાવ્યો ને પોતે દરવાજા તરફ ફર્યો. સત્યાએ નેહાના લોહીથી લથબથ કપડાં રીતસર ખેંચીને ઉતાર્યાં. ઑફિસરૂમના કેમેરા પહેલેથી જ મહમદે બંધ કર્યાં હતાં અને ગણતરીની પળોમાં સત્યા અને વિબોધે નેહાના ઑફિસરૂમને જેમનો તેમ ગોઠવી નાંખ્યો. મહમદ નેહાની લાશને મેન્ટલ હૉસ્પિટલની બાજુના રેલવે ટ્રેક પર નાંખી આવ્યો.

સરકારી વકીલ નેહા અરોરાની હત્યા કરીને વિબોધ અને સત્યા ગાડીમાં બેસીને રાજકોટ પોલીસ કમિશ્નરનાં બંગલે જવા નીકળ્યા.

સત્યા અને વિબોધ છૂપી રીતે પોલીસ કમિશ્નરના બંગલામાં ઘૂસ્યા. વિબોધે બેડરૂમનો દરવાજો સિફતથી ખોલ્યો. ઘસઘસાટ ઊંઘ ફરમાવી રહેલા કમિશ્નર પર વિબોધનો પડછાયો છવાયો. વિબોધે કમિશ્નરને જોરદાર તમાચો માર્યો. કમિશ્નર ઊંઘમાંથી ઊઠીને સંપૂર્ણ જાગ્રત થાય એ પહેલાં જ વિબોધે કમિશ્નરના મોઢે ગમટેપ ચોંટાડી. કમિશ્નર ઊભો થવા જાય એ પહેલાં જ વિબોધે ચાદરને મોઢા પરતે વીંટાળી. કમિશ્નરના છાતીનાં ધબકારા વધ્યા.

વિબોધનો અવાજ કમરામાં પડઘાયો. ‘ઊઠ... સાંઢની ઓલાદ..’

‘વિ... વિ... વિ...બોધ...’ કમિશ્નર વિબોધનો અવાજ ઓળખ્યો. તે ડરીને ઊભો થવા પ્રયત્ન કરતો હતો.

‘મને મારી તું કેમ જીવી શકે? અને મને મારનારને હું જીવતો કેમ છોડી શકું? હિસાબ બરાબર કરવા આવ્યો છું.’

કમિશ્નરે વિબોધના પગમાં પડીને હાથ જોડયા. તે રીતસર વિબોધ સામે કરગરવા લાગ્યો.

‘માફી મારી નહીં એ ઉપરવાળાની માંગ દુષ્ટ...’ વિબોધે કમિશ્નર પર હુમલો કર્યો. ‘કોન્સ્ટેબલમાંથી કમિશ્નર બનવા સુધીની સફરમાં કેટલાય નિર્દોષો પર તેં અત્યાચાર ગુજાર્યો હશે. આજ હું એ બધાનો પ્રતિનિધિ બની તારા પાપનું પરિણામ આપવા આવ્યો છું. સિંહાસન પર આસીન ખુરશીના વ્યસનીઓ...’ વિબોધે કમિશ્નરને મારતાં-મારતાં કહ્યું, ‘મારી અને મારા પોતાનાઓની જિંદગી નર્ક કરનારાઓ...’ વિબોધે ચાદરથી જ કમિશ્નરને ફંગોળ્યો અને કમિશ્નર બેડની બાજુના ડરોવર સાથે અફળાયો. કમિશ્નરે ત્વરાથી ડરોવર ખેંચ્યું અને રિવોલ્વર કાઢીને વિબોધ સામે તાકી. વિબોધે કરામત અને પૂરા બળથી કમિશ્નરનો હાથ પકડયો. તેના જ હાથે તેની પર ગોળી ચલાવી. ‘રક્ષકમાંથી રાક્ષસ બનેલા દેશદ્રોહી નર્કમાં જવા તૈયાર થઈ જા..’ અને ધડામ... ધડામ... ધડામ...

વિબોધે કમિશ્નરના મોઢેથી ટેપ ખેંચી કાઢી.

કમિશ્નરનાં હાથે કમિશ્નરની રિવોલ્વરથી એ પ્રકારે હત્યા થઈ કે જાણે કમિશ્નરે આત્મહત્યા કરી હોય.

વિબોધે ખિસ્સામાંથી એક ટાઇપ કરેલો લેટર લાશ પાસે મૂક્યો. સફેદ રૂમાલમાં રિવોલ્વર વિટાળીને કમિશ્નરનાં બંગલામાંથી નીકળીને સત્યાની સાથે ગાડીમાં કેન્દ્‌રિય પ્રધાનમંડળનાં મંત્રીનાં નિવાસસ્થાને પહોંચ્યા.

મંત્રી પોતાના ઘરની ઉપરની બાજુ બાલ્કનીમાં બેસી રાજકીય પાર્ટીનાં કાર્યકરો સાથે આગામી સમયમાં આવનારી ચૂંટણીલક્ષી વાર્તાલાપ કરી રહ્યો હતો. વિબોધે બાલ્કની નજીક જઈને કમિશ્નરની રિવોલ્વર પર સાયલેન્સર લગાવ્યું. કારતુસની જેમ આરપાર નીકળી જાય તેવી કાતિલ ધારદાર આંખોને ગનપોઈન્ટ પર ઠહરાવી. દૂરથી બાજ નજરે મંત્રીની છાતીનો નિશાનો લીધો. વિબોધે ટ્રિગર દબાવ્યું. ફાયરિંગ થયું અને બે ગોળીમાં મંત્રી લોહીથી લથબથ ખુરશી સાથે જડાઈ રહ્યો.

સરકારી વકીલ નેહા અરોરા, રાજકોટ પોલીસ કમિશ્નર અને કેન્દ્‌રિય પ્રધાન મંડળનાં મંત્રીની હત્યા કરીને નાસી છૂટેલા વિબોધ અને સત્યા જજના ઘરે આવ્યા.

જ જે સત્યા અને વિબોધને એક સાથે જોઈને પરિસ્થિતિનો અંદાજ મેળવ્યો.

શાંત ચિત્તે ઓરડામાં અભિનય કરતાં જજે બંનેને સંબોધીને કહ્યું કે, ‘હું જાણું છું કે તમે મને મારવા આવ્યા છો! કે પછી આ બધા ષડયંત્ર પાછળ ક્યું માસ્ટર માઈન્ડ કામ કરી રહ્યું છે એ જાણવા આવ્યા છો?’

‘માત્ર તને મારવા. રેડી ફોર ડાય યુ બાસ્ટર્ડ.’

‘મને કેમ મારવા માગો છો? મેં તો ફક્ત મને મળેલા ઓર્ડર ફોલો કર્યા છે. મારે એ ફરજિયાતપણે કરવું પડયું બાકી પહેલાંના ન્યાયધીશની જેમ મારી પણ બદલી થઈ ગઈ હોત. જો હું નહીં તો બીજું કોઈ એ કામને અંજામ આપત. ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ એંગ્રીમેન?’ જજ પોતાને બચાવવાના તમામ પક્ષ રજૂ કરતો હતો. તે શબ્દો ગોઠવીને દયાની ભીખ માગતો હતો.

‘વિબોધે શાંત ચિત્તે જજ સામે નજર ઠેરવી ને મક્કમ સ્વરે કહ્યું, વાત તો તમારી સાચી જજસાહેબ પણ તારે મરવું તો પડશે જ. તારી જગ્યાએ કોઈ બીજું હોતું તો તેને પણ મરવું જ પડત. કારણ કે, ન્યાયના રક્ષક જ ભક્ષક બને એ ચલાવવાની અમારી મરજી નથી. જે રીતે ગુનેગારોને સાબિતીના આધારે સજા આપવા તું કાબેલ છે તે રીતે બેગુનાહને ખોટી રીતે સજા આપવા બદલ એક સ્ત્રી શક્તિના હાથે સજા પામવા હવે તું તૈયાર થઈ જા.’

જ જે સત્યા તરફ જોયું. ‘નહીં... મને માફ કરી દો... પ્લીઝ... હું તમે કહેશો એ કરવા તૈયાર છું.’

બરાબર જજની સામે વેધક નજરે જોતી સત્યા હવે બોલી. ‘તો પછી મરવા તૈયાર થઈ જા. તને જીવતો છોડીને, માફ કરીને હું ન્યાયની ઉપેક્ષા કરવા માગતી નથી.’ વિબોધે સફેદ રૂમાલમાં વીંટેલી રિવોલ્વર સત્યાને આપતા કહ્યું, ‘હું ચિત્રગુપ્તનું અપમાન કરવા નથી માગતો. બદલો લેવાની બાબતે હું ચુસ્ત ઈમાનદાર છું.’સત્યાએ રિવોલ્વર હાથમાં લીધી અને વિબોધના મોઢામાંથી શ્લોક સર્યો.

‘તસ્માદુત્તિષ્ટ કૌન્તેય યુદ્ધાય કૃતનિશ્ચયઃ’

ધડામ.. ધડામ.. ધડામ.. અને..

ક્રમશઃ

* લેખક :ભવ્ય રાવલ *