RajaniGandha - 1 books and stories free download online pdf in Gujarati

RajaniGandha - 1

રજનીગંધા -૧

ડૉ. કે. કે. દેસાઈ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.


MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•સૂરજ ઢળી ગયો

•અવલંબન

•અશ્રુબિંદુ

•જીજીવિષા

•કદાચ !

•નામ વગરનો સંબંધ

•ફેસબુકમાં કુરૂપ ચહેરો

•ભગવાન તું પણ...?

•માળી

•શિકાર

સૂરજ ઢળી ગયો

શિયાળાની હજુ તો શરૂઆત હતી. એક મોટી રેસિડેન્શિયલ કોલોનીમાં ૨૬ મોટા ટાવર હતા. અને દરેક સગવડ હતી. નાના બાળકોને રમવાની જગ્યા હતી અને સાધનો પણ હતા. ૩-૪ વર્ષના બાળકો સાઈકલ ફેરવતા તો થોડા મોટા બેડમિન્ટન જેવી રમતો રમતા, સાંજ પડે એટલે નાના-મોટા લોકોથી આ જગ્યા ઊભરાઈ જતી. વૃદ્ધો થોડું જોગીંગ કરતા તો કેટલાક બાંકડા પર બેસીને રમતા બાળકોને જોઈ રહેતા.

એક દાદા સફેદ બાંડિયું અને સફેદ લેંઘો પહેરીને એક ખૂણાના બાંકડા પર બેઠા હતા. સૂરજ નમતો જતો હતો અને ઢળતી સાંજે દાદા પણ વિચારમાં ગરકાવ થઈ ગયા હતા. રોજ એમને “દાદા કેમ છો ?” પૂછતો સતીશ આજે બે વાર પૂછી ગયો પણ દાદા પોતાના વિચારમાં એટલા મગ્ન હતા કે તેમણે તે પ્રત્યે ધ્યાન આપ્યું નહીં. ઉગતા સૂરજને બધા પૂજે છે એ કહેવત તેઓ વારંવાર મનમાં વાગોળતા.

એમની ૨૫ વર્ષની ઉંમરે તેઓ આવાજ એક બાગ માં પોતાના પુત્રને લઈ જતા, રમાડતા અને એને ભાવે એવું ખાવાનું પણ લઈ આપતા. તે વખતે ૩-૪ વર્ષનો હર્ષ મોટો થઈ ગયો હતો. દાદા એમની યુવાનીમાં સરકારી નોકરીમાં એન્જિનિયર હતા અને મહેનત અને આવડત થી સારું કમાયા પણ હતા. એમનો બીજો બાબો પણ ધીરે ધીરે મોટો થયો હતો. એમના પત્ની અકસ્માતમાં ગુજરી ગયા ત્યારે બંને બાળકોની માં અને બાપ તરીકે ની ફરજો એમણે બહુ સારી રીતે નિભાવી હતી. ધાર્યું હોત તો ફરી લગ્ન કરી શક્યા હોત પરંતુ ઘણા દાખલા એમણે જોયા હતા જેમાં નવી મા અને બાળકોને ફાવતું નહીં અને ઘરમાં કંકાસ અને ઝઘડાને કારણે બધાનું જીવન નર્ક બની જતું.

અને આ નરકને દૂર રાખીને બંને બાળકોને લાગણી અને પ્રેમ આપ્યા હતા. બંનેના લગ્ન થયા અને જેમ મોટા ભાગના કુટુંબોમાં બને છે તેમ દીકરા-વહુ જુદા થઈ ગયા. એક દીકરો તો જુદો થઈ ગયો હતો પણ બીજો-હર્ષ અને એની પત્ની-શાલિની દાદાની જોડે રહેતા. જોકે શાલિનીના વિચિત્ર સ્વભાવને કારણે તેમને પોતાના રૂમમાં પૂરાઈ રહેવાની ફરજ પડતી. નામ શાલિની હતું પણ ગુણ તેવા નહોતા. જમાનાને ઓળખી ગયેલા દાદા જરૂર પૂરતા પૈસા આપતા પરંતુ બે ત્રણ વખતના આડકતરા સૂચનોથી એમને ખ્યાલ આવી ગયો હતો કે એક વાર જો મિલકત માંથી પોતાનું નામ કાઢી નાખે તો કોઈ સામું જોવાના નહોતા.

એકવાર શાલિની અને હર્ષ એમની પાસે આવ્યા અને કહ્યું, “બાપુજી, હવે ધંધો વધારવો છે.” એમણે કહ્યું, “બહુ આનંદની વાત છે.”

શાલિની અને હર્ષે એકબીજા સામે જોયું અને કહ્યું, “બાપુજી આપણે નન્દનવન નો ફ્લેટ કાઢી નાખીએ તો ?”

એમણે કહ્યું, “એનું ભાડું તો સારું આવે છે. શા માટે કાઢવો ?”

અને પછી થોડી કડવાશ છતાં એમણે નમતું ના જોખ્યું ત્યારે જતા જતા શાલિનીના શબ્દો સાંભળીને એમને ખાત્રી થઈ ગઈ કે એમણે જે નિર્ણય લીધો હતો તે બરાબર હતો. એમના જેવા અનુભવીઓની મંડળી જામતી ત્યારે વારંવાર એવા બનાવો સાંભળવા મળતા જેમાં પુત્રમોહને વશ થઈને જેમણે સર્વસ્વ આપી દીધું હતું તે રસ્તે ભીખ માંગતા થઈ ગયા હતા. એક બનાવ જાણવા મળ્યો જેમાં વિદેશ રહેતા પુત્ર, પુત્રવધૂ વડીલને લેવા ગામ આવ્યા, શાંતિ અને આનંદથી રહેતામાં બાપને ગમેતેમ સમજાવી બધી મિલકત વેચી કાઢી અને માબાપને વિદેશ લઈ જવાના બહાને અર્ધે રસ્તે મૂકી દીધા હતા. દરેક અનુભવીનો એક જ અભિપ્રાય હતો : “આપણે નહીં હોઈએ ત્યારે તો બધું આપણા સંતાનો નુ જ છે ને, પણ પછી આપણે રોવા નો વારો ના આવે એટલી તો કાળજી રાખવી જ જોઈએ.”

અને ધીરે ધીરે હર્ષ અને શાલીનીનું વર્તન બદલાયું. અપશબ્દો કહેવા, ખાવાનું બરાબર ના આપવું વિગેરે અનેક અપમાનોના નાના મોટા કડવા ઘૂંટડા એમને ગળવા પડતા.

એમનો મધ્યાને તપતો સૂરજ હવે ઢળતો જતો હતો. પણ આ નવા કેમ્પસમાં રહેવા આવ્યા પછી એમને સારું પણ લાગવા માંડ્યું હતું. નાના બાળકોથી માંડીને યુવાનો એમના ભણતરની મુશ્કેલીઓ લઈને આવતા અને દાદા તે આનંદથી સમજાવતા. પરિણામે સાંજનો લગભગ ૪ વાગ્યાથી રાતના સુવાના સમય સુધી એમનો સમય આનંદથી નીકળી જતો. તેમના બે નાના પૌત્રોને ટ્યુશન આપવા માટે શાલીનીએ એમની પાસ પૈસા માંગ્યા ત્યારે પૈસા કરતા તો વધારે એમની જોડે આત્મીયતા વધે એ કારણથી એમણે કહ્યું, “ગામ આખાના બાળકો મને પૂછવા આવે ત્યારે આપણે બીજાને ત્યાં શા માટે મુકવો ?” ત્યારે છણકો કરીને શાલિની એ કહ્યું, “ડોસાથી દસ હજાર પણ ખર્ચાતા નથી.” ત્યારે એમણે પૈસા આપી તો દીધા પણ મન બહુ ઉદાસ થઈ ગયું.

થોડા વખત પછી એક રવિવારે એમને મુકીને બધા બીજે રહેવા જતા રહ્યા. ત્યારે જતા જતા શાલીની કહેતી ગઈ, “હવે ઘર ને ચાટજો.”

અને તે સાંજે દાદા શૂન્યમનસ્ક થઈને બાગના એક ખૂણામાં બેઠા હતા. આજે દાદા શું ખાશે ? કાલે સવારે શું કરશે ? એવો કોઈ વિચાર શાલીની કે હર્ષને આવ્યો નહીં. એ માંદાસજા થશે ત્યારે એમની ચાકરી કોણ કરશે, એમની સંભાળ કોણ રાખશે વિગેરે વિચારો પણ એ બંનેને આવ્યા નહીં, અથવા તે બાબત તેમણે કોઈ પરવા કરી નહીં.

ઉગતો સૂરજ આથમવાનો તો છે જ એ બધા જાણે છે, દાદા પણ જાણતા હતા, પણ છેક આટલા નઘરોળ પુત્ર અને પુત્રવધૂની કલ્પના નહોતી. અને એમને રહીરહીને એક જ વિચાર આવ્યા કરતો. સારું થયું પુત્ર પ્રેમના મોહમાં વધારે પડતા લાગણીવશ નહોતા થઈ ગયા. એમની તંદુરસ્તી સારી હતી, ઘર હતું, બીજા ઘરની ભાડાની આવક હતી એટલે એમને કોઈ સારી બાઈ રાખવાની હતી જે રસોઈ કરી શકે અથવા ઘર સાફસૂફ કરી જાય. તે ટિફિન પણ બંધાવી શકે એમ હતા. એટલે એ બધી ચિંતા તો નહોતી. પણ વધારે દુઃખ તો એ હતું કે જે પુત્ર માટે એમણે આટલી બધી કાળજી અને લાગણી રાખી હતી તે પુત્ર અને પુત્રવધૂએ એમને તરછોડી દેતા ઘડીનો પણ વિચાર કર્યો નહોતો. અને એમના મનોચક્ષુ આગળ પુત્રોની નાનપણથી લીધેલી કાળજીના ચિત્રો તરવરી રહ્યા.

અને આવી મનોવ્યથા, અને વિષાદના વમળોમાં ઘેરાયેલા હતા ત્યાં સતીશ એમની પાસે આવ્યો. એ નાના છોકરાને તો આ બધી કંઈ જ ખબર નહોતી. રોજ પૂછતો તેમ આજે એણે એમની ખબર પૂછી પણ દાદાએ જયારે બહુ ઉત્સાહ ના બતાવ્યો ત્યારે “દાદા, તમને શું થઈ ગયું છે ?” એમ પૂછ્યું. દાદાએ કહ્યું, “બેટા સાંજ પડી ગઈ, સૂરજ આથમી ગયો.”

ત્યારે સતીશે કહ્યું, “તે તો રોજ પડે જ છે ને ?”

દાદા સજળ નયને એને જોઈ રહ્યા અને ગળામાં ભરાઈ આવેલા ડૂમાને કારણે મંદ સ્વરમાં કહ્યું,

“હા બેટા, પણ હવે કાળી ડીબાંગ રાત પડશે ને ?”

સતીશે કહ્યું, “હા દાદા પણ કાલે પાછો સૂરજ ઉગવાનો જ છે ને ?”

દાદાએ ફિક્કું હસીને કહ્યું, “શી ખબર બેટા.”

સતીશની મમ્મી ઘણા વખત પહેલાથી આ વાત પામી ગઈ હતી. એટલે જયારે શાલીની અને હર્ષ દાદાને છોડીને જતા રહ્યા ત્યારે રાત્રે એના પતિને એણે જણાવ્યું, “આપણને દાદા ભારે નહીં પડે, રહેવાના તો એ ત્યાં જ છે. આપણે ફક્ત એમની ખાવાની અને ઘરની થોડી કાળજી જ કરવાની છે ને ?” એનો પતિ પણ એવો જ સમજુ અને વિશાળ હૃદયનો હતો. એણે તરત જ સંમતિ આપી દીધી. રાત્રે જ સતીશના મમ્મી પપ્પા દાદાને મળવા આવ્યા અને બધી વાત કરી. દાદાને એમ ના લાગે કે પોતાની મિલકત માટે જ આ દંપતી આવ્યું છે એટલે એમણે આ બાબત પહેલેથી જ સ્પષ્ટ કરી દીધી હતી. પરંતુ દાદા હજુ એ માટે તૈયાર નહોતા. જયારે સગા પુત્ર-પુત્રવધૂ વધુ એમને છોડી શકે ત્યારે આ પારકા સ્વાર્થ વગર પોતાને મદદ કરવા તૈયાર થાય તે એકદમ એમના મનમાં વસતુ નહોતું. એટલે એમને ખરાબ ના લાગે એની કાળજી રાખીને સંભાળપૂર્વક પોતાની લાગણી વ્યક્ત કરી. સતીશના મમ્મી-પપ્પાએ એકબીજાની સામે જોયું અને જાણે પરસ્પર સંમતિ સધાઈ ગઈ હોય તેમ સતીશના પિતાએ કહ્યું, “દાદા, તમે એકદમ અમારા પર વિશ્વાસ મુકવા તૈયાર ના થાઓ તે હું સમજી શકું છું. એટલે જે વાત અમે કોઈ આગળ કરી નથી તે તમને જણાવીએ છીએ. અને તે કોઈને પણ તમે નહીં કહો એવી આશા રાખીએ છીએ.” કંઈ પણ બોલ્યા વગર દાદા તે સાંભળી રહ્યા હતા તેમણે સંમતિસૂચક માથું હલાવ્યું. સતીશના પિતાએ આગળ ચલાવ્યું, “દાદા, અમને બંનેને માતાપિતા ની છત્રછાયા કોઈ દિવસ મળી નથી. અમે બંને અનાથાશ્રમમાં જ ઉછર્યા છીએ અને ભગવાનની મહેરબાનીથી અમને કોઈ તકલીફ નથી. તમારા દીકરા પ્રત્યેનો તમારો સ્નેહ અમે જોયો છે. તમને પુત્રનો વિયોગ સાલે છે અમને માતાપિતાનો. આપણે પરસ્પર પૂરક કેમ ના બની શકીએ ?” દાદાની આંખમાં આંસુ આવી ગયા. પોતાના પારકા થઈ ગયા, જયારે પારકા પોતાના થવા પ્રયત્ન કરતા હતા, અને તે કઈ પણ સ્વાર્થ વગર. થોડી આનાકાની પછી દાદાએ સંમતિ આપી.

અને બીજે દિવસે સવારે સતીશ હાથમાં ચા ભરેલી થર્મોસ લઈને દાદાને ત્યાં પહોચી ગયો. એણે બેલ મારી.. થોડી વારે દાદાએ બારણું ખોલ્યું. સતીશે કહ્યું, “દાદા, જુઓ જુઓ સૂરજ ઉગ્યો કે નહીં ? મેં કહ્યું હતું ને સૂરજ પાછો ઉગશેજ.”

પ્રસન્ન ચિત્તે દાદા બોલ્યા, “હા બેટા, પણ આટલો જલ્દી ઉગશે તે મને ખબર નહોતી.”

અવલંબન

“મધુ બેટા ચલો.” લગભગ ૬૦-૬૨ વર્ષના વૃદ્વ્ર છતાં સ્ફૂર્તિલા માનવીએ બૂમ પાડી.

“દાદાજી-ભૂલી ગયા ? મધુ તો કાલે કલકત્તા ગયો છે. હવે તો મહિના પછી આવશે.” મમ્મી યશોધરાએ જવાબ આપ્યો.

“હા-હા, ટેવ પ્રમાણે બોલી જવાયું.” દાદાજીએ જવાબ આપ્યો.

મુકુંદરાય જિલ્લા કલેક્ટરની સરકારી-યશસ્વી કારકિર્દી પૂરી કરીને ત્રણ વર્ષ પહેલા નિવૃત્ત થયા હતા. શિસ્તના આગ્રહી-કડક સ્વભાવ-એક પણ પૈસો ખાવાની ઇચ્છા નહિ એવા આ પ્રામાણિક પુરુષના મિત્રો ઓછા હતા. ઘરમાં પણ એમનો પુત્ર દિનેશ અને પુત્રવધૂ યશોધરા એમની આમન્યા રાખતા. એમની દરેક પ્રકારની કાળજી પણ રાખતા તે છતાં એમનાથી થોડે અંતરે રહેતા. નિવૃત્તિ પછીના શરૂઆતના સમયમાં ફક્ત સમય પસાર કરવા સાથે કંઈક સેવાકાર્ય પણ થાય એવા આશયથી બે ત્રણ ઠેકાણે નાની મોટી નોકરી કરી જોઈ. પણ દરેક ઠેકાણે લોકોનો સ્વાર્થ, પારકા અથવા સરકારી પૈસા હડપ કરવાની વૃત્તિ વિ.ને કારણે તેમ જ ત્યાં ઓછા પગાર છતાં એમનો કસ કાઢી લેવાની મનોવૃત્તિને કારણે એમને કોઈ ઠેકાણે ફાવ્યું નહિ. અત્યંત સ્વાર્થી દુનિયાથી આથી તેઓ ધીરે ધીરે વિમુખ થતા ચાલ્યા. એકાદ વર્ષમાં જ એમને ખ્યાલ આવી ગયો કે આવી નોકરીઓ કરવાથી કોઈ હેતુ સરવાનો નથી. લગભગ આ અરસામાં મધુસુદનનો જન્મ થયો. લાડમાં બધા એને મધુ કહેતા, ‘તું તો ખરેખર મધુ જેવો મીઠો છે-તારું નામ સાર્થક છે.’ એવું દાદાજી વારંવાર કહેતા. જેમ જેમ મધુ મોટો થતો ગયો તેમ તેમ દાદાજી જોડેની એની નીકટતા વધતી ચાલી. દિનેશ યશોધરા પોતપોતાના કાર્યમાં વ્યસ્ત રહેતા આથી મધુ તેમજ દાદાજીને એકબીજા વગર ચાલતું નહિ.

સવારે દાદાજી ઉઠે ત્યારથી મધુની દિનચર્યા એમની સાથે શરૂ થતી. અઢી-ત્રણ વર્ષના મધુને તરણકુંડમાં લઈ જવો કલાકેક તરી મસ્તી તોફાન કરતાં ઘરે આવવું. પછી બંને નાસ્તો કરવા બેસતા. પાછા શાકભાજી લેવા જવું-અને દરેક વખતે બોર, સફરજન, સીતાફળ એમ કંઈ ફળ લઈ આવવું એ દાદાજીનો નિયમ બની ગયો હતો. મધુ દાદાજીની જ થાળીમાં નાસ્તો કરતો. જમવાનું પણ એ જ રીતે એક જ થાળીમાં રહેતું. સવારે અને રાત્રે પંચતંત્રની વાતો, તેમજ બાળસુલભ કુતૂહલ પોષાય અને મધુના જ્ઞાનમાં વધારો થાય એવી વાતો દાદાજી કરતા. સાંજે ફરી સામેના મેદાનમાં બોલ રમવો વિ. રમતો રમીને સમય પસાર થઈ જતો.

મધુની કંપનીને કારણે દાદાજી વ્યસ્ત પણ રહેતા અને સ્ફૂર્તિલા પણ રહેતા. આપોઆપ એમને વ્યાયામ મળી રહેતો. આવી સ્થિતિમાં મધુની માસી જે કલકત્તા રહેતી હતી તે ત્યાં આવી અને એકાદ મહિના માટે મધુને કલકત્તા મોકલવાનું યશોધરાને સૂચન કર્યું. દાદાજી તરત જ બોલ્યા, “એ એક.... મહિનો ?” એ તો બહુ લાંબો સમય છે. બેન ૭-૮ દિવસ ઠીક છે. “પણ દાદાજી-કલકતા જતા અને આવતા બે-બે દિવસ અને ચાર દિવસ થાય. વળી એટલે લાંબે જવાનું થાય ત્યારે તરત આવવા કરતાં થોડું રહે તો સારું એવું જ્યારે મધુની માસીએ જણાવ્યું ત્યારે દાદાજીએ કચવાતા મને હા પાડી. એમણે જોકે કહ્યું તો ખરું જ કે, “એક મહિનો હું કરીશ શું ?”

યશોધરાએ હસતા હસતા કહ્યું પણ ખરું, “દાદાજી મહિનો તો ક્યાં નીકળી જાય તે ખબર પણ નહિ પડે અને એટલો વખત તમને પણ થોડો આરામ મળશે.” “અરે બેટા મધુ વગર તો મને એક કલાક એક દિવસ લાગે તો એક મહિનો તો કેટલો લાંબો લાગશે ?” દાદાજીએ જણાવ્યું. જોકે તે છતાં આખરે સંમત થઈ ગયા.

એટલે બીજે દિવસે જ્યારે દાદાજીએ મધુને ટેવવશ બૂમ મારી અને યશોધરાએ એમને યાદ દેવડાવ્યું કે તે કલકત્તા ગયો છે ત્યારે દાદાજી એ કહ્યું પણ ખરું, “મને ખબર છે ધરા, પરંતુ એ બહાને એને યાદ કરું ને ?”

બે-ત્રણ દિવસ થયા એટલે કંઈક નાનો બનાવ હોય તો પણ દાદાજીના મોઢા ઉપર મધુનુ નામ જ હોય. એકવાર બગીચાના નળ સાથે લાગેલ પાઇપ લુઝ હોવાને કારણે ફુવારો ઉડતો હતો. અને ચકલા તેમાં સ્નાન કરી આનંદ માણી રહ્યા હતા. તરત જ દાદાજી દોડતા દોડતા ઘરમાં આવ્યા અને મધુના નામની બૂમ પાડી. પણ તરત જ એમને મધુની ગેરહાજરીનો ખ્યાલ આવ્યો ને નિરાશ થઈને સોફા પર બેસી ગયા.

એક બે વાર તો એમણે પૂછ્યું પણ ખરું કે મધુ આપણને યાદ કરતો હશે ? યશોધરાએ જવાબ આપ્યો, “અમને કદાચ નહિ કરતો હોય, તમને તો કરતો જ હશે.” થોડો સંતોષ આ જવાબ સાંભળીને એમને થયો ખરો. પોતે એના માતાપિતા કરતા પણ મધુની વધારે નજીક છે એવો ધ્વનિ એમને થોડો આનંદ આપી ગયો.

“કેમ મુકુંદરાય હમણા કંઈ દેખાતા નથી ?” એમની જોડે હંમેશા ફરવામાં સાથ આપનાર દીનકરરાવે એક સાંજે એમને મળવા આવતા પૂછ્યું, “તબિયત તો સારી છે ને ?”

“તબિયત તો સારી છે પણ મધુ વગર કંઈ ગમતું નથી.” ઢીલા સાદે એમણે જવાબ આપ્યો.

વ્યવ્હારકુશળ તેમજ જરા વધારે સ્વસ્થ અને ઘડાયેલા દિનકરરાવે કહ્યું, “આટલી બધી લાગણીશીલતા સારી નહિ. કોઈવાર મુશ્કેલીમાં મુકાઈ જશો. જે છોકરો આજે તમારો છે તે કાલે કોઈ બીજાનો થશે ત્યારે શું કરશો ?”

“એ તો હું પણ સમજું છું પણ લાગણીના તાણાવાણા કંઈ આપણે કર્યા થોડા થાય છે ? એ ક્યારે થઈ જાય છે તે ખબર પડતી નથી.” મુકુંદરાવે થોડા મંદ સ્વરે જવાબ આપ્યો.

“આપણે બાળકને પ્રેમ કરીએ છીએ-આપણી રીક્તતા દૂર કરવા. બીજી થોડી પ્રવૃતિમાં મન પરોવો તો આટલું બધું અવલંબન નહિ રહે”, મધુ વગર દાદાજીની મનોસ્થિતિ નિર્બળ થઈ ગઈ છે તે પામી જતા દિનકરરાવે એમને સલાહ આપી.

“વાત તો તમારી સાચી છે. મધુ વગર મને નહિ ગમે તો મને ખબર હતી પણ આટલી બધી એકલતા લાગશે તેનો ખ્યાલ નહોતો.” મુકુંદરાવે એકરાર કર્યો.

“એટલા માટે જ એની ગેરહાજરીની પણ થોડી થોડી ટેવ પાડો.” બોલીને દિનકરરાવે વિદાય લીધી.

થોડા દિવસે કલકત્તાથી માસીનો કાગળ આવ્યો તેમાં “મધુ તો દાદાજીને ખૂબ જ યાદ કરે છે” એ વાક્ય એમણે કંઈ ૧૦-૧૫ વખત વાંચ્યું.

એમ કરતા કરતા મહિનો પૂરો થયો. અને આજે સાંજે ૪.૦૦ વાગે મધુ આવવાનો હતો. લગભગ બે ત્રણ વખત દાદાજી પોતાના રૂમમાંથી આવીને આંગણામાં ડોકિયું કરી જતાં. વારંવાર ટ્રેનનો સમય પૂછ્યા કરતાં. બે વાગ્યા પછી તો તેઓ રૂમમાં જ ભરાઈ રહ્યા.

મધુ આવ્યો તેવો તરત જ દાદાજીના રૂમમાં દોડ્યો. યશોધરાબેનેપાણી પીવા કહ્યું તો પણ રોકાયો નહિ.

“દાદાજી તો ઊંઘી ગયા છે, કેટલું બોલાવ્યા પણ બોલતા નથી.” મધુએ બહાર આવીને કહ્યું.

“જરા બરાબર ઢંઢોળ. એ તો ખાલી તને પજવવા માટે આંખો મીંચીને પડ્યા હશે.” દિનેશભાઈએ મધુને પાછો મોકલ્યો.

“મેં બહુ હાથ હલાવ્યો પણ તે તો હાલતા જ નથી.” મધુએ પાછા આવીને કહ્યું.

કંઈક અમંગળની આશંકા સાથે દિનેશ-યશોધરાએ ત્યાં જઈને જોયું તો દાદાજી નિશ્ચેતન હતા. તરત ડૉકટરને બોલાવવામાં આવ્યા. દીનકરરાવ પણ આવી ગયા હતા. ડૉક્ટરે કહ્યું : હ્રદય બંધ પડી ગયું હશે. સ્ટ્ઠજજૈદૃી રીટ્ઠિં ટ્ઠંંટ્ઠષ્ઠા થયો હશે એમ લાગે છે.

દીનકરરાવે ભીંત સામે જોયું ત્યાં ઉતરતા ક્રમે ૩૦થી એક સુધીના આંકડા લખેલા હતા. અને દરેક આંકડાને એક આડી લીટીથી છેદ મારેલો હતો. છેલ્લા ૧ના આંકડાની આજુબાજુ ગોળ કૂંડાળું પાડેલું હતું તે જાણે સૂચવતું હતું કે બસ હવે તો એક જ દિવસ બાકી રહ્યો. તે જોઈને તે બોલ્યા, “મેં એને કહ્યું હતું-આટલું બધું અવલંબન સારું નહિ.”

“અમને શી ખબર દાદાજી દિવસો આવી રીતે ગણ્યા કરતા હશે ?” રડતા રડતા યશોધરા બોલી.

“બહુ દુઃખ માણસને મારી પાડે-બહુ હર્ષ પણ જોખમકારક છે.” વિદાય લેતા ડૉક્ટર બોલ્યા.

અશ્રુબિંદુ

ગંભીર, ઓછું બોલનારા, અતડા, એવા અંગ્રેજીના પ્રોફેસર પાઠક સાહેબ કપડા પહેરવામાં પણ બેદરકાર હતા. પેન્ટ, શર્ટ અને ટાઈનો મેળ જ ના મળે. ટાઈ પણ વ્યવસ્થિત નહીં પણ જાણે ગળામાં ગાળીઓ ભેરવ્યો હોય તેમ લાગે પરંતુ જયારે ક્લાસ માં ભણાવે ત્યારે બધાજ અહોભાવથી જોયા કરે, સુંદર અંગ્રેજી ઉપરાંત યુવાહૈયાને પણ અસર કરી જાય તેવા શબ્દોને કારણે તેઓ અત્યંત આદર અને લોકપ્રિયતા ધરાવતા હતા. આજે પાઠક સાહેબ ક્લાસમાં આવ્યા તેવા જ ૧૫-૨૦ અવાજમાં કોરસ ચાલુ થયું. ‘ર્દ્ગ ઙ્મીષ્ઠેંિી ર્ંઙ્ઘટ્ઠઅ’. ધીર ગંભીર સ્વભાવના પાઠક સાહેબ ગર્જી ઉઠયા, “ર્દ્ગ ઙ્મીષ્ઠેંિી ? ત્યારે ક્લાસમાં શું કરવા આવ્યા ?”

મેં કહ્યું, “સેલિબ્રેટ કરવા સર !” પાઠક સાહેબનો સાદ જરા ઊંચો થયો. “સેલિબ્રેટ કરવા ? એવું શું છે ખાસ આજે ? સેલિબ્રેટ કરવા જેવું ?”

અને એટલામાં ૪-૫ જણા એક સરસ મજાની કેક લઈ આવ્યા અને ટેબલ પર ગોઠવી દીધી. અને ફરીથી બધાએ કોરસ ચાલુ કર્યુ, “ૐટ્ઠઅ હ્વૈિંરઙ્ઘટ્ઠઅ ર્ં ર્એ.”

પાઠક સાહેબે ઉગ્રતાને બદલે મૂંઝવણ અનુભવતા કહ્યું, “આ શું છે ? શેની ધમાલ છે ?” મેં કહ્યું, “સર આજે કોઈકની વરસગાંઠ છે.” “વરસગાંઠ છે ? કોની ?”

પ્રોફેસરોને ટ્ઠહ્વજીહં દ્બૈહઙ્ઘીઙ્ઘ અમસ્તા નથી કહ્યા. હજુ એમને ખ્યાલ નહોતો આવ્યો કે અમે આજે એમની વરસગાંઠ ઉજવી રહ્યા હતા. મેં કહ્યું, “સર આપની વરસગાંઠ આપને યાદ નથી ?”

એમના અવાજમાં સહેજ ખોખરાપણું આવ્યું અને નાક લુછવાના બહાને કાઢેલા રૂમાલ વડે એમણે આંખો લુછી લીધી.

એમણે કહ્યું, “આ ૫૬ વરસમાં હજુ સુધી તો કેક કાપી નથી. હવે ઘરડે ઘડપણ...”

અને કેક પર લગાડેલી ૫૬ મીણબત્તીઓને ફુંક મારવાનું કહ્યું ત્યારે બે-ત્રણ પ્રયાસે તે બધી મીણબત્તી બુઝાવી રહ્યા.

મેં ફરી કહ્યું, “ર્એ ટ્ઠિી ર્હંર્ ઙ્મઙ્ઘ જૈિ.” જ્યારે તમે મીણબત્તી બુઝાવો અને જર્દ્બાી ટ્ઠઙ્મટ્ઠદ્બિ વાગે ત્યારે જાણજો કે તમે હવે વૃદ્ધત્વ તરફ જઈ રહ્યા છો.”

અમેરિકાની આ જાણીતી જોક સાંભળીને તેઓ હસી પડ્યા, “અહીં તો સ્મોક એલાર્મ નથી. એટલે ૧૦૦ મીણબત્તી તો શું આગ લાગશે તો પણ તે વાગશે નહીં.”

અને એમને કેક ખવડાવવા અને બીજા બધાને ઙ્ઘૈજરીજ જીદૃિી કરવાની ધમાલમાં પણ એમના મોંઢા ઉપર આનંદ અને આશ્ચર્યના ભાવ ઉપસી આવ્યા હતા.

“કોનું પરાક્રમ છે આ ?” એમણે પૂછ્યું

અને એકી અવાજે બધાએ કહ્યું, “શીલાનું.” “એમ ?” અને પછી મારી તરફ ફરી બરડા પર ધબ્બો મારતા બોલ્યા, “ર્એ હટ્ઠેખ્તરંઅ ખ્તૈઙ્મિ, ૈં હીદૃીિ ંર્રેખ્તરં ર્એ ટ્ઠિી ર્જ ૈહીંઙ્મઙ્મૈખ્તીહં.”

અત્યાર સુધી સાંભળેલા ઇડીયટ, મુરખી, અક્ક્‌લ વગરની વિગેરે વિશેષણો કરતા તદ્દન જુદુ જ વિશેષણ આજે મારા હ્રદયમાં પણ આનંદની લહેર દોડાવી ગયું.

અને પછીના દિવસોમાં ક્લાસમાં તેમનો મૂડ પણ ઘણો જ આનંદી રહ્યો. વ્યસ્થિત ડ્રેસ અને ઉત્સાહથી ભરપૂર પાઠક સાહેબ જાણે નવો અવતાર પામ્યા હતા, તદ્દન બદલાઈ ગયા હતા.

એક દિવસ ક્લાસ પૂરો થયા પછી અમે બધા લોબીમાં દાદર તરફ જઈ રહ્યા હતા. સામેથી એક છોકરી કોઈ મલ્ટી નેશનલ કંપનીના શેમ્પૂની જાહેર ખબર કરતી હોય એમ એના વાંકડીયા વાળ ઉડાડતી જતી હતી. પાઠક સાહેબ મારી બાજુમાં જ ચાલતા હતા તેમણે કહ્યું, “તારા આ ચપટ વાળને બદલે તું જો આવો રટ્ઠૈિ ષ્ઠેં રાખે તો તો કૉલેજમાં પછી કોઈનો ક્લાસ જ ના રહે.” અને હું હસી પડી. ત્રણ બેનો પછી જ્યારે મારો જન્મ થયો ત્યારે મેણા ટોણા

અને તદ્દન બેકાળજી અને ધુત્કાર ભર્યા વાતાવરણમાં મારો ઉછેર થયો હતો. કોઈએ હજુ સુધી મારામાં આટલો રસ લીધો ન હતો. કોઈએ મને ઇંટેલીજંટ અને દેખાવડી તરીકે ઉલ્લેખ કર્યો ન હતો. આજે પાઠક સાહેબે પહેલી વખત મારા વખાણ કર્યા હતા. અને હજુ તો આ વિચારોમાંથી બહાર આવું તે પહેલા “ર્ખ્ત ર્ં “ૐીજિ” હ્વીટ્ઠેંઅ ટ્ઠર્ઙ્મિિ ટ્ઠહઙ્ઘ ર્ષ્ઠદ્બી ર્ંર્દ્બિર્િુ ુૈંર ટ્ઠ દૃીિઅ હૈષ્ઠી જરટ્ઠી. ૈં ુૈઙ્મઙ્મ ટ્ઠિટ્ઠિહખ્તી ર્કિ ંરી ટ્ઠઅદ્બીહં.”

“સર, ૈં...ૈં... અને મારાથી આગળના શબ્દો “ર્ઙ્મદૃી ર્એ” બોલાયા નહીં પાઠક સાહેબ કૉલેજના દરવાજા ઉતરી ગયા હતા. પાછા ફર્યા અને મને કહ્યું, “ૈં ુૈઙ્મઙ્મ હ્વિૈહખ્ત ટ્ઠ હૈષ્ઠી ર્હ્વર ર્કિ ર્એ ર્ંર્દ્બિર્િુ.”

તેઓ મારી કરતા ૩ ગણા મોટી ઉંમરના હતા. પણ એ ભેદ ક્યારનો ઓગળી ગયો હતો.

જ્યારે એક પુરુષ અને એક સ્ત્રીને સાચી લાગણીઓનો અહેસાસ થાય છે ત્યારે નાતજાત, દેખાવ, ઉંમર, સામાજિક મોભ્ભો વિગેરે. દરેક અંતરાયો દૂર થઈ જાય છે. આખી રાત મને એમના વિચારો આવ્યા. સ્વપ્નામાં પણ અમે માઇલોની સફર ખેડી નાંખી. અને એમણે સુચવ્યા પ્રમાણે બીજે દિવસે જ્યારે મારા નવા સજાવેલા વેશ સાથે કૉલેજમાં ગઈ, ત્યારે કંઈ કેટલી આંખો ઊંચી ચઢી ગઈ, કંઈ કેટલીના મોઢા મચોકાડાયા, અને ટીકાની પરવા વગર સીધી જ એમની ચેમ્બરમાં ગઈ.

અને તરત જ એમણે પણ ઊભા થઈને, “ર્ઙ્મર, ર્ઙ્મર, રીિી ૈજ ંરી હ્વીટ્ઠેંઅ ઊેીીહ.” અને મારી સાથે આવેલા મારા ૨-૩ મિત્રોને ઉદ્દેશીને કહ્યું, “ુરટ્ઠં ટ્ઠ ષ્ઠરટ્ઠહખ્તી ૈજહ’ં ૈં ?“

અને પછી તેમના ટેબલ પર પડેલી એક ચોપડી એમણે મને આપી, “ર્કિ ર્એ, દ્બઅ જુીીં ખ્તૈઙ્મિ.”

અને ઘરે જઈને જોયું તો તે એક રશીયન લેખક એન્દ્રે મેકાનીસે લખેલ વાર્તાનો અનુવાદ હતો. તેની પ્રસ્તાવનામાં લખ્યું હતું, પુરુષ સ્ત્રીની બુદ્ધિના, ચાતુર્યના, દેખાવના વખાણ કરે ત્યારે કબૂતરીને પામવા એની આગળ પાછળ ગળુ ફુલાવીને ગટર-ગુ કરતા કબૂતરથી વિશેષ કંઈ નથી. જ્યાં સુધી તે સ્ત્રી પુરુષને શૈયા સુખ આપતી નથી ત્યાં સુધી આ નાટકો ભજવાયા કરે છે. ખાસ કરીને યુવતીની ઉંમર કરતા ઘણી જ મોટી ઉંમરના પુરુષો બહુ જલ્દી સફળ પણ થાય છે. અને એકવાર એને પામી લીધા પછી એનો રસ ઉડી જાય છે.

આટલી પ્રસ્તાવના લખ્યા પછી લેખિકા લખે છે. “શું દરેક પુરુષોને આ વાત લાગુ પડે છે ? શું દરેક પુરુષને એક જ રસ હોય છે ? શું દરેક પુરુષનો પ્રેમ ફક્ત નાટક હોય છે ?”

અને પછી લેખિકા વાર્તા માંડે છે. “જેમાં એક મોટી ઉંમરનો પુરુષ એક તદ્દન નાદાન છોકરી તરફ આકર્ષાય છે, પ્રેમ કરે છે. અને બદલામાં પામે છે ફક્ત આંસુ. જે દુનિયાના કોઈ પણ જળ કરતા વધારે પવિત્ર હોય છે. કોઈપણ જળ કરતા વધારે મૂલ્યવાન હોય છે. અને કોઈપણ હૈયાને ભીંજવી દેવા પૂરતા હોય છે.”

આખી વાર્તા વાંચી લીધા પછી મારા મનમાં વિચારોનો ધોધ ચાલુ થયો. મારાથી ૩ ગણા મોટી ઉંમરના પાઠક સાહેબે આ વાર્તા મને શું કરવા વાંચવા આપી ?

શું તેઓ જે વસ્તુ મોઢે કહી નથી શક્યા કે તેઓ મને પ્રેમ કરે છે. તે આ વાર્તા દ્વારા સૂચવવા માંગતા હતા ?

શું તેઓ એમ સૂચવવા માંગતા હતા. “આપણું આકર્ષણ એકબીજાને શારીરિક સુખ આપવા પૂરતું જ છે ?” કે શું તેઓ મને તેમનાથી દૂર રહેવા સૂચવતા હતા ?

“અથવા કદાચ મારા આ બદલાયેલા દેખાવ પછી વધારે યુવાન હૈયાઓ મારી તરફ આકર્ષાઈને મને ભોળવી ન જાય તે માટે પાણી પહેલા બાંધેલી પાળ હતી ?”

થોડા દિવસ પછી તેમણે મને કહ્યું, “વાર્તા વાંચી ?”

“જી સર, ” મેં કહ્યું, “અને મારા મિત્રોએ પણ વાંચી.” મેં જવાબ આપ્યો.

અને એમણે વર્ગમાં આ ટૉપીક એકવાર ચર્ચામાં લીધો. અને પછી બધાના અભિપ્રાયનું સમાપન કરતાં કહ્યું, “સ્ત્રી અને પુરુષ એકબીજા વગર અધુરા છે. એકબીજાને પામીને તેઓ બળ મેળવે છે. શક્તિ મેળવે છે. એવી શક્તિ જેને સહારે સામેની વ્યકિત સમુદ્ર તરવા સમર્થ બની જાય છે. ઝંઝાવાતો સામે ટકી રહે છે. અને તેના વગર પુરુષ અથવા સ્ત્રીને પોતાનું જીવન નકામું લાગે છે. જીવનમાં શૂન્યતા સર્જાય છે.”

આ જે તત્વ છે તે છે શુદ્ધ પ્રેમ. તમે મને મહિના પહેલા એક જુદા સ્વરૂપે જોયો અને મારી વરસગાંઠ પછી જુદા સ્વરૂપે જોયો. મારી વીરાનીમા, એકલતામાં શીલાએ ચેતન ભર્યું છે. મારી જિંદગી નવપલ્લવિત કરી છે. મારા બંને ગાલ પર પોતાનો ખરબચડો હાથ મુકીને, મારા કપાળ પર હળવું ચુંબન કરતા પ્રો. પાઠકે માંડ માંડ સંભળાય એવા ધ્રુજતા સ્વરોમાં કહ્યું, “ૈં ટ્ઠદ્બ ખ્તટ્ઠિીંકેઙ્મ ર્ં ર્એ દ્બઅ ઙ્ઘટ્ઠેખ્તરીંિ જરૈઙ્મટ્ઠ. ૈં ર્ઙ્મદૃી ર્એ. (મારી દીકરી શીલા, હું તારો આભારી છું. હું તને પ્રેમ કરું છું.). મારી સમગ્ર ચેતના એક નવો જ અવિષ્કાર પામી રહી હતી. હું કોણ છું, ક્યાં છું એવું કંઈ જ ભાન મને રહ્યું નહોતું. હું શું કરી રહી છું તે પણ મને ખબર નહોતી, જાણે કોઈ અદૃશ્ય બળ મને પ્રેરી રહ્યું હોય, અને મારા પર સંપૂર્ણ કબજો જમાવી દીધો હોય તેમ મારા બંને હાથોને પ્રો પાઠકના હાથ પર મુકતા મેં તેવોજ પ્રતિસાદ આપ્યો, “અીજ ટ્ઠટ્ઠ, ૈં ર્ંર્.” (હા પપ્પા, હું પણ.) આજુબાજુ ઊભેલા સહવિદ્યાર્થીઓ પ્રેમની અમારી અભિવ્યક્તિ ગંભીર ભાવે જોઈ રહ્યા હતા તેની પરવા કર્યા વગર અમારા બંનેની આંખોમાં અશ્રુબિંદુ ઊભર્યા, અમે એને લુછવાની પરવા કરી નહીં.

* વિચારબીજ સૌજન્ય શ્રી કાંતિ ભટ્ટનો લેખ : ‘સ્ત્રી-પુરુષની મુલાયમ લાગણીને શું નામ આપશો ?’ •

જીજીવિષા

આખરે લોકશક્તિનો વિજય થયો હતો. સરકારે નમતું જોખવું પડ્યું હતું અને કાયદા દ્વારા ઇચ્છામૃત્યુને પરવાનગી આપવી પડી હતી. લોકોનો મુદ્દો એ હતો કે ઘણા બઘા લોકો વૃદ્ધાવસ્થામાં દુઃખ અને ભયના ઓથાર તળે જીવ્યા કરે છે. પરિવાર, સ્વજનો, મિત્રો મોઢુ ફેરવી લે કે, જીવવાનું કોઈ પ્રયોજન ન હોય, જાતજાતના રોગથી રીબાવું એના કરતાં મરવું શું ખોટું ?

વાત તો સાચી હતી અને તેથી સરકારે એના બધા પાસા ચકાસીને નક્કી કર્યું કે, જે વ્યક્તિ ઇચ્છા મૃત્યુની માંગણી કરે તેની સચ્ચાઇ અને દાબદબાણ વિ. નથી એની ખાત્રી કરી, સરકારી હૉસ્પિટલમાં એને ઘેનનું ઇન્જેકશન આપવામાં આવે જેથી પીડારહીત મૃત્યુ પામી શકે.

ઊંચી પડછંદ કાયા, તાંબાના રંગની કહી શકાય એવી ચામડી, લાંબી ભરાવદાર મુછો અને સ્નાયુબદ્ધ શરીર ધરાવનાર દલપત દરબારને લોકો દલપત દાંડ તરીકે ઓળખતા. ઉઠે એટલે રોટલાની સાથે માખણનુ શિરામણ કરતા પહેલા એ લગભગ ૧૦૦ દંડ અને ૨૦૦ બેઠક નિયમિત રીતે કરતો. શિરામણ કર્યા પછી એ ગામ માં આંટો મારવા નીકળતો, ગલીને નાકેથી એને આવતો જોતા અબાલ વૃદ્ધ બધા આઘા પાછા થઈ જતા. અઠવાડિયામાં બે વાર ગામના વાળંદ પાસે મફત બગલ સાફ કરાવવી, મુછો સરખી કરાવવી અને માથામાં તેલ નંખાવવું એ તેના હંમેશનો ક્રમ હતો. તો કોઈ કોઈવાર લખોટીવાળી સોડા મફત પીવી તે જાણે તેનો જન્મ સિદ્ધ અધિકાર હોય એમ તે ટેસથી પીતો. નાના છોકરા મસ્તી તોફાને ચઢ્યા હોય અને મોડી રાત થવા છતાં સુવાનું નામ ન લેતા હોય અને માતા કહેતી, “જો પેલો દલપત આવે છે” અને છોકરા ગોદડામાં ભરાઈ જતા અને ચુંચી આંખ કરીને છાનામાના પડ્યા પડયા ઊંઘી જતા. એક વાર એના છોકરાના એક મિત્રને કોઈએ એકાદ લાફો મારી દીધો. મફતની લઢાઇ માથે લેવામાં એને અનેરો આનંદ આવતો. એ તો સીધો પહોંચ્યો પેલા બાળકને ઘેર અને એના બાપને બે લાફા મારી દીધા. અને પછી કહ્યું ખબરદાર, મારા પોયરાને કે એના ભાઈ બંધને હાથ લગાડ્યો તો, બે અડબોથ મારીશ તો અઠવાડિયું ખાટલામાં પડી રહેવું પડશે. અને ત્યારથી એને દાંડ તરીકે લોકો ઓળખતા થઈ ગયેલા, અને લોકો એની અડફટે ચઢવાનું પસંદ કરતાં નહિ. એનું પોતાનું ખેતર નહોતું, પણ પિત્રાઈની જમીન એણે દબાવી દીધી હતી, પેલાથી કઈ બોલાતું નહીં, એટલે એ ઑર્ડર કરે, “એલા ઘોડીના, આ વખતે આપણી જમીનમાં ઘઉં કરવા છે.” એટલે પેલો ઘઉં તૈયાર કરી એને ઘેર પહોંચતા કરતો. બહાર આવી પરિસ્થિતિ હતી ત્યારે ઘરમાં પણ લગભગ તેવું જ હતું. ઘેર છોકરાં પણ એની જોડે વાત કરતા નહીં. પત્ની છોકરા ભાગ્યે જ વાત કરે, પત્ની ખાવાનું તૈયાર કરી મુંગે મોઢે મુકી જતી; જે દલપત ઝાપટી જતો.

આ કાયદો થયો ત્યારે દલપતને વિચાર આવ્યો. પેલા ઝમકુ ડોશી લકવાથી પથારીવશ છે પરંતુ એમના તો છોકરા અને છોકરાની વહુઓ દેખભાળ રાખે છે. લાગણી રાખે છે પરંતુ પોતાને એવું થાય તો ? અને એના વિચાર માત્રથી ગાત્રો ગળી જતા. એને ગળા સુધીની ખાતરી હતી કે પછી તો પોતે હડધૂત થવામાં બાકી રહેવાનો નથી. કરસનકાકાની હાલત વધારે ખરાબ હતી. પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવવું પડ્યું તેમાંથી પાક થયો અને મૂત્રમાર્ગમાં નળી ભેરવી વારેવારે પેશાબ થેલીમાં ભેગો થયા કરે તેવી થેલી લઈને ફર્યા કરવું પડે. પણ એમના નસીબ બીજી રીતે પાધરા હતા. એકનો એક છોકરો, બાએ પેટે પાટા બાંધી ભણાવેલો, તે આજે ડૉક્ટર થયેલો અને પત્ની પણ નર્સ હતી. તે તો આનંદથી કહેતી પારકાની કાળજી રાખીએ તો પોતાનાની ન રાખીએ અને જરા પણ કચવાટ વગર સુગ ચઢે એવું કામ હસ્તે મોઢે કરતી. અને અનાયાસે પોતાની જોડે સરખામણી થઈ જતી. અને ભવિષ્યના વિચારે કમકમા આવી જતા.

છેવટે એણે નિર્ણય કર્યો કે સરકારમાં અરજી કરવી જ છે. પાર આવે. આવતા ભવે સારો અવતાર મળે તો ઠીક. ઘરના કોઈ એની વાત તો સાંભળવા ઊભા ના રહે, તો પણ ખબર પડી ગઈ કે દલપતભાઈ ઇચ્છા મૃત્યુ માટે અરજી કરવાના છે. મનથી બધાની ઇચ્છા હતી, કે સારું આ લપ જાય તો બધા છુટે, પણ મોઢેથી કોઈ કંઈ કહેવા તૈયાર ન હોતું. છેવટે ૪૫ દિવસની ગડમથલ પછી જ્યારે એમણે ફરી વાત છેડી ત્યારે એમના પત્ની ચંચળબાએ પરખાવ્યું, “આખી જિંદગી કંઈ પુસ્યુ સે, તે હવે પુસો સો ? કરોને જી કરવું હોય તે ? લાય અલ્યા કીરણ એક કાગળને પેન આલને તારા બાપુને.” અને સ્પષ્ટ સંકેત હતો.

થોડા દિવસોમાં આખા ગામમાં વાત ફેલાઇ ગઈ કે આવતી પુનમે દલપત દાંડ સ્વેચ્છા મૃત્યુ લેશે. જેટલા મોઢા તેટલી વાતો પ્રમાણે જાતજાતની વાતો ચાલી પણ દરેકનો એકજ સુર હતો. જે થયું તે સારું થયું.ગામની બલા તો જાય.

ગામના એક બે વડીલોએ કહ્યું માણસ મરે ત્યારે એના માટે ખરાબ નહિ બોલવું એવો રિવાજ છે. ભલે દલપતે આખી જિંદગી કંઈ સારું નથી કર્યુ પણ છેલ્લે દિવસે એને વિદાયમાન આપવામાં આપણું જાય શું ? જોકે કેટલાક કહેતા, જવા દોને મરવાનો હશે તો મરશે આપણે કેટલા ટકા ? એને માટે વળી સારું બોલવાપણું જ કયાં છે ? કેટલાક વળી જુદો સુર પૂરાવતા. “એ દાંડ છે, આપણે તો નથી. આપણે આપણી ખાનદાની બતલાવવી. શું કેવ મનજી ?” મનજી એક ઉત્સાહી યુવાન હતો. ગરબાથી માંડીને કોઈના મૃત્યુ ટાણે એ હાજર જ હોય અને પોતાનાથી બનતી મદદ એ અને એના મિત્રો કરી છુટતા. એમને પણ થયું; એક દિવસ એને માટે બે-ચાર સારા શબ્દો બોલવામાં આપણું જાય શું ? છોને એક રાત પોરસાતો. સ્વેચ્છા મૃત્યુના એક દિવસ આગળ ગામના લોકોની સભા મળી.

તે દિવસે નવાં નક્કોર ધોયા વગરના કપડાં, પગમાં મોજડી પહેરીને દલપત દાંડ ગામના ચોરા ઉપર આજુબાજુ વડીલોની વચ્ચે બેઠો. જેને જે કહેવું હોય તે કહેવાની છુટ હતી. દલપતને મૂંઝવણ એ હતી કે લોકો એને માટે શું બોલશે ? કોઈનું ભલુ તો એણે કર્યું નથી લોકો વખાણ શેના કરશે ? ગામ લોકો પણ કુતૂહલથી આજુબાજુ જોયા કરતાં, કોણ પહેલ કરે અને શું બોલશે તેની રાહ જોતા હતા.

એક સાત-આઠ વર્ષની છોકરી આવી શરમાતા શરમાતા એણે બોલવાનું શરૂ કર્યું, છે ને તે... છે ને તે... એક દિવસ.... એક દિવસ નિહાળેથી આવતી હતી, તે ડાઘીઓ...., અને ચારેબાજુ ડાઘીયાને ખોળતી હોય એમ જોઈને બોલી તે ડાઘીયો મારી વાંહે લાઇગો આ દલપતકાકાએ મને ખેંચીને ડાઘીયાને ભગાડી દીધો, નહિ તો ડાઘીઓ મને મારી જ લાખતે જો... કરીને બેસી ગઈ.

બીજા એક માજીએ પોતાની વાત જણાવી. શાક લઈને આવતા હતા અને ગાયે શીંગડે ચઢાવી પગનું ળેકચર કરી નાંખ્યું. દૂરથી ખટારો આવતો હતો. દલપતે એમને ઊંચકીને સામે ઓટલે મુક્યા નહોત તો તે આજે જીવીત ન હોત.

નાથુકાકાએ પોતાનો અનુભવ દર્શાવ્યો. સખત તાવને કારણે તે બેઠા પણ થઈ શકતા ન હતા. નહેરમાં તે દિવસે જ પાણી છોડવાના હતા. પણ ખેતરે જવાય એમ નહોતું. દલપતે ખેતરમાં પાણી વાળી સુકાતો પાક અને વર્ષ બચાવ્યું હતું.

એમ ૪-૫ જણાએ એમના વખાણ કર્યા. અને એમને બે શબ્દો બોલવા આગ્રહ કર્યો. “બીજું તો ઉં હું કેવાનો ! રામ રામ.”

ભાષણ પૂરું થયું એટલે લોકોએ તાળીઓ પાડી અને હાર પહેરાવી અને સરઘસ કાઢી ઠેઠ હૉસ્પિટલ મુકી આવ્યા.

તે દિવસે પહેલી વખત દલપતને બરાબર ઊંઘ ના આવી. બીજે દિવસે ગામના જુદા જુદા માણસોએ સવારના ચા જોડે થોડો થોડો નાસ્તો મોકલ્યો હતો. તે ખાઈને પરવાર્યો ત્યાં ડૉક્ટર, જોડે એક નર્સ અને મોર્ફીયાનું ઇંજેકશન ભરેલ સીરીંજ લઈને આવી પહોંચ્યા.

“ગુડ મોર્નિંગ દલપતભાઈ તમને એક નાની સરખી સોય લાગશે પછી કંઈ ખબર નહિ પડે. શાંતિ જ શાંતિ.”

સીસ્ટરે ઇન્જેકશન મુકવા હાથ લંબાવ્યો ત્યાં એકી શ્વાસે તે બોલવા માંડ્યો “ઊભા રહો સાહેબ, ઊભા રહો હું કંઈ છેક નકામો નથી. તમે કાલે ભાસનમાં સાંભળેલું કે કંઈ ?”

ડૉ. બોલ્યા, “હા કાલે તમારા વખાણ સાંભળ્યા પણ હું શું કરું, કાયદામાં સ્વેચ્છા મૃત્યુ નો નિર્ણય પાછો ખેંચવાની જોગવાઇ નથી.”

દલપત ફરી ઉતાવળે બોલ્યો એક વાર અરજી કરી એટલે ઉપર પુગાડી જ દેવાનો એવુ થોડુ સે ? સરકારમાં અરજી કરો ને, પણ તે છતાં ડોક્ટરે ઇશારો કર્યો એટલે નર્સ પાસે આવવા લાગી, એટલે દલપત નો સાદ ફરી ગયો, “એ ડૉક્ટર મેં કીધું ને, કે અરજી કર.” પેલીને મોકલે એના કરતા તું જ આવને, અને બાયો ચઢાવવા માંડી એટલે ડૉક્ટર, નર્સ બધા બધું પડતું મેલીને ભાગ્ય. પાછળ પાછળ દલપત વિજયી ડગલા ભરતો આવતો હતો, તેણે બધાને કહેવા માંડ્યું, “સરકાર કે’ છે કે આવા માણસ તો ગામનું રતન કહેવાય” એટલે ડૉક્ટરે ના પાડી દીધી.

કદાચ !

નોકરી પરથી સાંજે ઘેર આવું, ત્યારે કામિની મારી રાહ જોતી જ હોય. તે ૭-૮ વર્ષની માસુમ, હોશિયાર, જીદ્દી છોકરી હતી. માતા-પિતા બંને ડૉક્ટર અને હોશિયાર પણ કમનસીબે બંનેને એકબીજા સાથે ગોઠયું નહીં અને છુટા થઈ ગયા. કામિની બરાબર બાજુના ઘરમાં એના દાદાને ત્યાં રહેતી હતી.

પોતાની ડ્રોઈંગની ચોપડી લઈને મારી પાસે આવી. એમાં એણે કાળી ઝાંખી લાઈનથી કરેલા ડ્રોઈંગમાં રંગ પૂર્યા હતા. પણ તે બરાબર નહોતા, બહાર જતા હતા, રંગોની પસંદગી પણ બરાબર નહોતી, મેં કહ્યું, “વાહ, સરસ છે.” નાના બાળકોને પ્રોત્સાહનની જરૂર હોય છે તે આપણે જાણીએ છીએ, તેમાં આતો મા બાપ વગરની, સ્નેહની ભૂખી. એટલે દર રોજની માફક સરસ કહીને એને ચોપડી પાછી આપી.” પણ તે મને કહે, “તમે બીજું પાનું તો જોયું જ નહીં.” તે પણ પાછું જોઈને મેં ફરીથી કહ્યું, “સરસ છે.” પણ એણે તો પાછું મને કહ્યું, “તમે મારા સ્પેલિંગ તો જોયા જ નહીં.” અને આ તો એનો રોજનો ક્રમ હતો. એની એકે એક નાની બાબતો પણ મારે જોવી પડતી અને વખાણવી પડતી. ઘણી વાર મને કંટાળો આવતો પણ મારી પાસે બીજો ઉપાય નહોતો.

એની દસ બાર વર્ષની ઉંમરે એની શાળાની કોઈ સ્પર્ધામાં તે ત્રીજો નંબર આવી. ત્યારે તે એનો કપ મને બતાડવા લઈ આવી.. તે વખતે હું ઑફિસના અગત્યના કામમાં ગુંથાયેલો હતો. સ્ટાફનો પગાર ગણવાનો કે એવું કંઈ કામ હતું. એટલે મેં એને કહ્યું, “તુ હમણાં જા, કાલે જોઈશું.” એ કહે, “ના, હમણાં જ જુઓ.” પણ મેં મારું કામ ચાલુ રાખ્યું એટલે એણે એનો કપ મારા કાગળો ઉપર મૂકી દીધો. નછુટકે મારે એનો કપ જોવો પડ્યો. ત્યારે એની આંખમાં એક વિચિત્ર ચમક આવીને ચાલી ગઈ.

એ જયારે ૧૨-૧૩ વર્ષની હતી મારે મારા ખાતાના મંત્રીશ્રીના કાર્યક્રમમાં જવાનું હતું. મંત્રીશ્રીનો કાર્યક્રમ એટલે સમય કરતા વહેલા પહોંચવાનું અને છતાં ગમે ત્યારે ગમે તે સાંભળવાની તૈયારી રાખવાની, એટલે મન ઘણી જ તાણ અનુભવતું હતું. એટલામાં તે આવી પહોંચી. એણે બે ત્રણ દિવસ પછી વક્તૃત્વ સ્પર્ધામાં બોલવાનું હતું તેનું લખાણ લઈને તે આવી હતી. મેં એને કહ્યું, “તુ હમણાં જા, સાંજે જોઈશું.” પણ તેનો આગ્રહ તો હમણાં ને હમણાં જ જોવાનો હતો. મારે મોડું થતું હતું અને મગજ પર ટેન્શન પણ હતું એટલે મારા બૂટ પહેરવા માંડ્યા. એટલે એણે બારણા બંધ કરી દીધા અને મને કહે, “પહેલા મારું લખાણ વાંચો તો જ ખોલીશ.” મને ગુસ્સો ચઢ્યો પણ શું કરું ? નછુટકે મારે ઉતાવળે ઉતાવળે એના લખાણ ઉપર નજર ફેરવી જવી પડી. પછી જ એણે બારણા ઉઘાડ્યા. અને ત્યારે ફરી એની આંખમાં પેલી વિચિત્ર ચમક મેં જોઈ.

સાંજે ઘરે આવ્યો ત્યારે આ બનાવ મારા મનોફલક ઉપર ઉપસી આવ્યો. મોનાલીસાના અકળ હાસ્યની માફક એની આંખની આ ચમક મને તરત સમજમાં આવી નહીં. એ ચમક આત્મસંતોષની હતી ? ટેનિસ કે ક્રિકેટના ખેલાડીઓ પોતાના પ્રતિસ્પર્ધીને જયારે મહાત કરે ત્યારે એમના હવ ભાવ અને મુખ મુદ્રા ઘણી વાર ટી.વી. ઉપર આપણે જોયા છે. એમાં પણ કોઈક વાર આવી ચમક મેં જોઈ છે. નેશનલ જ્યોગ્રોફીની સીરીયલમાં, કોઈકવાર વાઘ સિંહ પોતાના શિકાર પર ત્રાટકે અને એને પાડી દે ત્યારે પણ એની ચમકતી આંખો જોઈ છે. એની આંખમાં, આમાંથી કયા પ્રકારની ચમક હતી તે હું નક્કી ના કરી શક્યો.

એની ૧૬-૧૭ વર્ષની વયે એની જિંદગીમાં દીપકનો પ્રવેશ થયો. દીપક એક શરમાળ, અંતર્મુખી, શાંત છોકરો હતો. વધારે પરિચય થયા પછી તે દીપકને મને મળવા લઈ આવી. દીપક હોશિયાર પણ હતો. એણે વાતવાતમાં મને કહ્યું, “કામિની, બધી રીતે બહુ સારી છોકરી છે, ફક્ત જીદ્દી બહુ છે.” “તે તો છું જ.” કહેતી કામિનીની આંખમાં ફરી તે ચમક

આવી ગઈ. મને હતું દીપકના પરિચયમાં આવ્યા પછી એની જિદ ઓછી થઈ જશે.

પછી તો દીપક એકલો પણ મને મળવા ઘરે અને ઑફિસે આવતો. પણ એની એ ફરિયાદ તો હંમેશા રહેતી જ. ઘણીજ જીદ્દી છોકરી છે. પણ એમાં હું શું કરી શર્કુ ? મૌન રહેવા સિવાય મારી પાસે કોઈ રસ્તો નહોતો.

થોડા વર્ષો વીતતા બંનેએ લગ્ન કરી લીધા.

એક દિવસ બદ્રીનાથ વિ.ની ૧૭ દિવસની ચારધામ યાત્રા પૂરી કરીને આવ્યો ત્યારે આઘાતજનક સમાચાર મળ્યા કે કામિનીએ દીપકનું ખૂન કરી નાખ્યું હતું. અને જાતે જ પોલીસ સ્ટેશને હાજર થઈ ગઈ હતી. ખૂન એણે કર્યું હતું અને કબૂલ પણ કર્યું હતું એટલે આખા ગામ અને મીડિયામા ચર્ચાનો એક જ વિષય હતો, એણે એમ કેમ કર્યું ? અને એનો કોઈ ખુલાસો તે આપતી નહોતી.

મેં જયારે જાણ્યું ત્યારે અત્યંત વ્યથિત હૃદયે હું એને જેલમાં મળવા ગયો. એણે કહ્યું, “નાની વાતમાં ઝઘડો થઈ ગયો.” અને પછી વિગતો કહી. કામિનીને તે દિવસે પિક્ચર જોવા જવું હતું. દીપકે એને સમજાવવાની કોશિશ કરી કે તે આજે બહુ થાકી ગયો છે ફરી કોઈ વાર જઈશું. પણ કામિની માની નહીં, ગુસ્સામાં દીપકે પણ કહી દીધું, “આજે તો નહીં જ, તારાથી થાય તે કરી લે.” અને કામિનીના શબ્દોમાં “પાસે જ શાક સમારવાનું ચપ્પુ પડ્યું હતું, મારાથી થાય તે મેં કર્યું.” અને ફરી તે જ વિચિત્ર ચમક મેં જોઈ.

મુલાકાત પૂરી થઈ અને દુઃખી હૃદયે ઘર તરફ પાછા વળતા જેલના કમ્પાઉન્ડમાં ફૂલોના ક્યારા તરફ મારી નજર પડી. કાળજી વગરના આ ક્યારામાં સુગંધી ફૂલો તો મૃતપ્રાય અવસ્થા મા હતા, પણ સુવાસ વગરના જંગલી ફૂલો અને કાંટાવાળા ફળોના છોડ ઉગી નીકળ્યા હતા. પાસે જ જેલનો વૉર્ડન ચાલતો હતો. મેં એને કહ્યું, “થોડી કાળજી રાખતા હો તો ?

આ ફૂલો તો મરી જશે, કાંટાવાળા છોડ ઉગવા માંડે ત્યારે જ એને કાઢતા રહેવું જોઈએ તો જ બાગ મહેંકી ઉઠે.” એણે જવાબ આપ્યો, “વાત તો હાસી સે, પણ અંયા ટેમ કોને સે ?” આખી રાત હું ઊંઘી ના શક્યો. મેં “ટેમ” કાઢ્યો હોત તો ? કદાચ !!

નામ વગરનો સંબંધ

“એ નંઇ, પેલી આમલી,” ઝાડ ઉપર ચઢેલા મંગાને નીચેથી રુડીએ બૂમ પાડી અને આમલી લેવા જતા મંગાનો પગ લપસ્યો, ડાળી સાથે ઘસાયો-છોલાયો અને મંગો નીચે પડ્યો. ભગવાનની એટલી મહેરબાની હતી કે ડાળ બહુ ઊંચી નહોતી. આથી છોલાયા કરતા વિશેષ ઇજા એને થઈ નહિ.

‘બહુ વાગુ - જોને આ ચેટલું લોહી નીકળે છે.’ કહીને રુડીએ એક હાથમાં ધુળ લઈ. સાધારણ હલાવી તેમાંથી પાતળી ધુળ તેના ઘા પર દાબી દીધી. અને ખભે હાથ મુકી ખોડંગાતા મંગાને ઘર સુઘી મુકી આવી.

મંગો અને રુડી એક જ મહોલ્લાના નાનપણથી સાથે રમતા, ફરતા, ચીંટીયા ભરતા, એક બીજાજોડે તોફાન મસ્તી કરતા, ધીરે ધીરે મોટા થયા.

મંગાને બેન ન હોવાથી, રુડી એની મમ્મીના કહેવાથી દરેક રક્ષાબંધનને દિવસે એને હાથે રાખડી બાંધતી.

આમને આમ ૫-૭ વર્ષ વિત્યા પછી એકવાર બંને ખેતરેથી ઘરે આવતા હતા અને વરસાદનું એક જોરદાર ઝાપટું આવી ગયું. તેનાથી બચવા બંને ઝાડ નીચે ઊભા તો રહ્યા પણ પૂરેપૂરા પલળી ગયા હતા. રુડીએ પહેરેલ નાયલોનના પાતળા કપડાં, પૂરા પારદર્શક બની ચુક્યા હતા. અને પહેલી વખત મંગાની નજર એ કપડાની નીચે ઊભરવા મંથી રહેલા શરીર ઉપર સ્થિર થઈ ગઈ. પહેલી વાર એને કોઈ વિશિષ્ઠ લાગણી થઈ, કોઈ વિશિષ્ઠ સંવેદના થઈ. મનમાં ન સમજાય એવા ભાવ જાગ્યા. મંગાના વિચારોથી અણજાણ રુડી તો હંમેશા જેમ બોલતી તોફાન મસ્તી કરતી રહી. પરંતુ મંગો થોડોક દૂર રહેતો. રખેને એનો સ્પર્શ રુડીને ન ગમે તો !

અને એ સાલ જ્યારે રુડી મંગાને રાખડી બાંધવા એને ઘરે ગઈ ત્યારે મંગાની માએ કહ્યું કે એ તો ખેતરે જતો રહ્યો છે. અને તે આખો દિવસ મંગો એને દેખાયો નહિ.

બીજા દિવસે રુડી એ મંગાને પૂછ્યું, “કાલે ચ્યાં મરી જ્યો તો. ? ઉં રાખડી બાંધવા આવી તારે કાં ગયેલો ?”

મંગાએ કંઈ જવાબ ન આપ્યો. મનમાં તો થયું કે એને કહી દઉં, “હવે કોઈ દિ ની બંધાવાનો” પણ બોલાયું નહિ.

મંગો સતત રુડીનું ધ્યાન રાખતો. એને મદદરૂપ થવા પ્રયત્ન કરતો. એકવાર મોટો ભારો માથે ઉપાડીને લાવતા રુડીને જ્યારે થોડી મુશ્કેલી પડી રહી હતી ત્યારે મંગો તે ઊંચકી લાવ્યો હતો. ત્યારે રુડીએ “મારો ભાઈ કેટલો હારો સે મારું દીયાન રાખે.” એમ એની બેનપણીને કહ્યું ત્યારે “ભાઈ” શબ્દ એને કાંટાની માફક ખુંચ્યો. ત્યારે પણ એને થયું એમ કહી દઉં, ભાઈના સંબંધે આ કામ નથી કરી રહ્યો. એ સંબંધ જુદો છે. પણ દર વખતે મનમાં આવતા આ વિચારોને તે હોઠે લાવી શકતો નહિ.

બે ત્રણ વર્ષ આ પ્રમાણે મંગાએ રાખડી ના બંધાવી પછી રુડીએ પણ બાંધવાનો આગ્રહ છોડી દીધો. પણ તે એનું કારણ સમજી શકી નહિ. અને મંગો એને સમજાવી શક્યો નહિ. એકવાર મંગાએ એને કહ્યું “રુડકી, હું તને ગમતો નથી ?” રુડી કહે ‘મંગા, પૂરા મલકમાં તારા જેવો માનવી ની મળે’ મંગાએ કહ્યું, રુડકી “આપણે લગ્ન કરીએ.” રુડી કહે, “ગાંડો થઈ ગ્યો-ભાઈ બેન લગ્ન કરે ?” મંગાએ કહ્યું, “હવે આપણે મોટા થયા, હવે ભાઈ બેન નથી.” પણ ત્યારે રુડીએ કહ્યું, “મોટા થયા એટલે ભાઈ થોડો મટી ગ્યો ?”

ત્યારે પણ મંગાને થયું, “એને કહી દઉં કે હવે આપણો સંબંધ જુદો છે એ સંબંધને શું નામ આપવું તે મને ખબર નથી પણ તે ભાઈ બેનનો સંબંધ તો નથી જ.”

અને એક દિવસ રુડી એકલી ખેતરેથી આવી રહી હતી. અને કોણ જાણે ક્યાંથી રવલો ઝાડ પાછળથી ફુટી નીકળ્યો. એણે રુડીને બાથ ભરી. રુડી “છોડ મારા રોયા છોડ” એમ બૂમો પાડતી રહી. મંગાએ દૂરથી બુમ સાંભળીને દોડ્યો. “કોણ છે એ ?” કહે તો, બુમ સાંભળી રવલાએ રુડીને છોડી દીધી અને ભાગી ગયો. રુડી રડી રહી હતી. “હું થયું રુડી કોણ હતો ?” રુડી બ્લાઉઝના ઉપરના બે બટન બંધ કરતા ફક્ત એટલું જ બોલી, “મુઓ મને અભડાવી જ્યો.”

બીજે દિવસે નિંદામણ માટે બધા ખેતરે ગયા ત્યારે રુડીએ રવલાને જોઈ અને થોડું મલકાઇ આંખ નીચી ઢાળી દઇ કામ કરવા લાગી. મંગાએ ધાર્યું હતું કે રુડી આજે ગુસ્સો કરશે તેને બદલે આ જુદુ વર્તન એની સમજમાં આવ્યું નહિ. સાંજે ઘરે જતી વખતે એણે રુડીને પૂછ્યું, “રવલાને જોઈને દાંત કેમ કાઢ્યા ?” રુડીએ કહ્યું, “તને સમજ ની પડે.” અને મંગાએ વારંવાર જોયું કે રુડી રવલાને જોઈ લેતી અને ઘણીવાર તો એને જોયા કરતી.

મંગાએ એને એકવાર સીધું જ પૂછ્યું, “રવલા એ તને છેડી - તને ગુસ્સો નથી આવ્યો ?”

રુડી કહે, “પહેલે દહાડે આવેલો પણ હવે નથી આવતો.”

મંગો કહે કેમ ? રુડી કહે, “મરદનો હાથ.....” અને વાક્ય અધૂરુ છોડી દીધું.

મંગાએ કહ્યું, “મેંતો ઘણી વાર તારો હાથ પકડ્યો છે. તને અભડાવું તો ?” રુડીએ કહ્યું, “તું તો મારો ભાઈ છે.”

મંગાએ કહ્યું, “ભાઈ મરદ નથી હોતો ?” પણ રુડી એના સંબંધને ભાઈનો જ સંબંઘ ગણતી રહી અને મંગાને હંમેશા યાદ દેવડાવતી રહી.

મંગાએ ઘણીવાર એને કહેવાનો પ્રયત્ન કર્યો કે એ સંબંધ તો ક્યારનો તુટી ગયો છે અને એટલે જ તો રાખડી બંધાવતો નહોતો.

પરંતુ હવે રુડી રવલા તરફ ખેંચાતી ચાલી, બને એટલું બંને પાસે પાસે રહેવાય તેમ ગોઠવતા, હસી મજાક કરતા. અને બપોરે વિસામા વખતે બંને દૂર બેસીને સાથે વાળુ કરતા.

મંગાને એકલતા લાગતી, ઇર્ષ્યા થતી, ગુસ્સો પણ આવતો પણ રુડીને જે સ્પર્શ રવલાએ કર્યો તે કરવાથી મંગો હંમેશા દૂર રહ્યો.

અને એક દિવસ સંધ્યાકાળે જ્યારે તે ખેતરેથી પાછો ફરી રહ્યો હતો. ત્યારે અંધકારમાં બે ઓળાને એક થતા જોયાને એને ખાત્રી થઈ ગઈ કે પોતે રુડીને ગુમાવી ચુક્યો છે.

હવે એણે જ રુડીથી દૂર રહેવા માંડ્યું. રુડી હસીને બોલાવે તો પણ બોલતો નહિ.

અને આ પછી તે સાલ જ્યારે ગામના ત્રણ ચાર યુગલો પરણી ગયા ત્યારે તેમાં રુડી રવલો પણ હતા.

મંગાનું જાણે અર્ધુ અંગ જુઠુ પડી ગયું હતું. એ કામ કરતો પણ આનંદ નહોતો. બહુ વાત કરતો નહિ અને એકલો એકલો ફર્યા કરતો.

લગ્ન પછી એક સાંજે એ મહોલ્લા આગળથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે જોયું તો દારૂના નશામાં રવલો રુડીને મારી રહ્યો હતો.

એનાથી રહેવાયું નહિ. એટલે તરત પાસે દોડી જઈ રવલાને એણે ધોલ મારી દીધી. અને કહ્યું, “રુડીને કેમ મારે છે.”

રવલો કહે, “મારી બાયડી છે. મારે ફાવે તેમ કરું.”

મંગો કહે, “હવે બીજીવાર માર જોઉં, તારો હાથ ભાંગી નાંખીશ.”

રુડીએ તરત મંગા તરફ કહી કહ્યું, “તું કોણ હાથ ભાંગવાવાળો ? તને હું લાગે ?”

મંગાએ કહ્યું, “તને કેમ મારે ?”

રુડી કહે, “તારે એમાં શું ? તુ મારો કીયો સગો થાય છે ?”

મંગો કહે, “રુડી, હું તારો કોઈ સગો નથી. પણ મને તારે માટે ભાવ નથી ?”

રુડી કહે, “તું મારો માનેલો ભાઈ છે. બીજું હું છે તને અને મને ?”

મંગાના મનમાં થયું, “શું સંબંધ છે એનું નામ મને ખબર નથી. પણ કંઈ સંબંધ નથી ?” પણ ફરીથી એ કંઈ બોલી શક્યો નહિ.

લવારે ચઢેલો રવલો, “જા-જા હવે સીધો સીધો જા” કહેતો અસંબંધ બોલતો રહ્યો. અને રુડકીને હાથ ખેંચીને પોતાના ઝુંપડા તરફ લઈ જવા લાગ્યો.

ધીરે પગલે મંગો પાછો વળી ગયો. “રુડકી તું સાસું કે છે-તારામારા સંબંધનું શું નામ ?”

ફેસબુકમાં કુરૂપ ચહેરો

ફેસબુકના જુદા જુદા પ્રોફાઈલ જોતા જોતા નજર પડી કેટરીના કેફ નાફોટા ઉપર. વિગતો જોઈ તો તેમાં નામ આવ્યું. સોનાલી અભિનવ શાહ. અરે ! આ નામ તો મારી કાકાની છોકરીનું છે. બધી વિગતો ફરી જોઈને ખાત્રી કરી. હતી તો મારા કાકાની છોકરી જ.

મે એને મોબાઈલ લગાડ્યો. “હેલો કેટરીના, કેમ છે ?”

એણે હસતા હસતા કહ્યું “હાઈ, નિશીથ શું ચાલે છે ?”

મે કહ્યું “ફેસબુકમાં તારો ફોટો જોઈને ફોન કરવાની ઇચ્છા થઈ.”

એ કહે, “યાર મારો રીયલ ફોટો મુકું તો કોઈ ભાવ ના પૂછે. આ મુક્યો છે તો એટલા બધા ફોન આવે છે. સારું લાગે છે.”

મેં કહ્યું, “હું તો જેવો છું તેવા દેખાવાનું પસંદ કરું છું. જેને સંબંધ રાખવો હોય તે રાખે.”

“જેવા જેના ખ્યાલ.” અને પછી થોડી વાતો કરીને બીજા પાનાં જોવા માંડ્યા.

બીજો એક ફોટો હતો. કોઈ શિલ્પા શાહનો. દેખાવ ઘણો જ ખરાબ અને કદરૂપો હતો. જોકે એની બીજી વિગતો, અભ્યાસ વિગેરે સારું હતું. કોઈ ઠેકાણે સારી નોકરી હતી. ફરવાનો, રખડવાનો, ફોટા પાડવાનો, એવો બધો શોખ હતો. મારા પણ આજ શોખ હતા એટલે એને ફ્રેન્ડ બનાવવાનું નક્કી કર્યું.

એક દિવસ એના પાના ઉપર એણે એક રજૂઆત કરી હતી. એક નાની છોકરીના પિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. મમ્મી સાધારણ સ્થિતિની હતી એટલે એને માટે તે પૈસા ઉઘરાવતી હતી. મને ઘણા આવા ચલતા પૂર્જા લોકોનો ખ્યાલ હતો એટલે પૈસા આપવાની કોઈ ઇચ્છા નહોતી. પણ બે ત્રણ દિવસ પછી એના પાના ઉપર દાન આપનાર દરેકનો તેણે આભાર માન્યો હતો. અને વ્યવસ્થિત હિસાબ પણ દર્શાવ્યો હતો. એટલે એ બેબીના એડ્રેસ પર જઈને ખાત્રી કરી. એણે બતાવેલી બધી જ વિગતો સાચી હતી. મેં એટલે શિલ્પાને ૧૦૦૦/- એણે લખેલા બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા. અને લખ્યું “સારા કામ માટે સામાન્ય માણસ તરફથી..” બીજે દિવસે એનો આભારનો જવાબ આવ્યો.

લખ્યું હતું : “મોટા ભાગના સામાન્ય માણસો બીજાનો ખ્યાલ નથી કરતા, આભાર.”

ફરી એકવાર ઉતરાણને દિવસે એણે લખ્યું હતું : “આપણો આનંદ પંખીઓના મોતનું કારણ ના બને એટલો આપણે ખ્યાલ રાખીએ.” અને આવા વારંવાર આવતા મેસેજ પરથી ખ્યાલ આવ્યો છોકરી ભલે બાહ્ય સુંદરતા ધરાવતી નહોતી પણ આંતરિક સુંદરતા ભારોભાર ભરી હતી. એના વિચારો પણ ઊંચી કક્ષાના હતા. રાજકારણ, રમત ગમત, ઇકોનોમી, વિગેરે દરેક વિષયોમાં એની કોમેન્ટ હોય અને તે ઘણી જ ઈન્ટેલીજન્ટ હતી. મોટા ભાગની છોકરીઓ એટલી ઊંચી કક્ષાની ચર્ચા કરતી નથી, જોકે હવે બદલાતા વાતાવરણમાં છોકરીઓ પણ ભારે બુદ્ધિવાન થતી જાય છે. કોઈ દિવસ કોઈ નકારાત્મક વિચાર નહીં, કોઈ નિંદા નહીં. મેં એને મેઈલ કરીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. એનો એક જ શબ્દનો જવાબ આવ્યો “સોરી.” સ્વાભાવિક હતું. એના કુરૂપ ચેહરાને કારણે એ મળવાની ઇચ્છા ના રાખતી હોય.

ફરી થોડા દિવસ થયા અને એ ટ્રેકીંગ પર જઈ આવી તેના રમણીય ફોટા હતા. હું ખરેખર એની ફોટોગ્રાફીની સૂઝ અને કળાથી ઈમ્પ્રેસ થયો હતો. ફરી મેસેજ મોકલ્યો અને ફરી એજ જવાબ.

૩-૪ વખત “સોરી” ના જવાબ આવ્યા પછી એક દિવસ મેં લખ્યું.

“તમારી બાહ્ય સુંદરતા કરતા આંતરિક સુંદરતા મને વધારે ગમે છે.”

એણે લખ્યું : “એક વાર મોઢું જોશો તો ફરી જોવાની ઇચ્છા નહીં થશે. કોઈએ એક વાર મારું મોઢું જોયા પછી મને ફરી મળવાની ઇચ્છા વ્યક્ત કરી નથી..”

મેં લખ્યું, “ફોટામાં તમારું મોઢું જોયા પછી જ મળવાની ઇચ્છા કરું છું ને ? આટલી લઘુથગ્રંથિ શા માટે ? ભગવાને તમને રૂપ નથી આપ્યું પણ બીજી ઘણી ઉમદા ક્વોલિટીઓ પણ આપી છે. આપણા વિચારો, શોખ, વિગેરે ઘણું મળતું આવે છે. અને બીજું, મારી તમારી પાસેથી કોઈ અપેક્ષા નથી. ફક્ત એક ઋજુ હૃદયની છોકરીને મળીને ફક્ત એટલું જ કહેવા માંગું છું, કે આપણે સારા મિત્રો શું કામ ના બની શકીએ ? “

અને જવાબ “હું લઘુતાગ્રંથિ ધરાવતી નથી” અને પછી મેં મારા બ્લોગ ઉપર મુકેલા ફોટા ઉપર કોમેન્ટ કરીને વાત બીજી તરફ વાળી લીધી હતી. એને મિત્ર બનવામાં રસ છે કે નથી તે બાબત પણ કોઈ જ ઉલ્લેખ નહોતો.

એક દિવસ મેં એને લખ્યું “તમને સમજવા અઘરા છે.”

અને જવાબ આવ્યો : “કોઈકે સાચું જ નથી કહ્યું, સ્ત્રીને સમજવાનો પ્રયત્ન ના કરશો. બસ એને પ્રેમ કરો.”

“હા, પણ ફોન નંબર તો જોઈએ ને ?”

અને પાછો જવાબ : “સોરી.”

એટલામાં ૧૪ ફેબ્રુઆરીનો દિવસ આવ્યો. વેલેન્ટાઈન ડે. અમારી ઑફિસમાં કામ કરતી વંદના દેસાઈ મારી પાસે આવી. એક કાર્ડ અને ગુલાબ મુક્યું. હું કામમાં મશગુલ હતો અને ઊંચું જોઈને હજુ બોલવાની શરૂઆત કરું તે પહેલા જ વંદના એ કહ્યું, “મારા તરફથી નથી, શિલ્પાએ મોકલ્યું છે.” વંદના દેખાવે ખૂબ સુંદર સારા ઘરની સારી છોકરી હતી. પુષ્કળ પૈસાદાર. કામ સિવાય કોઈ પંચાત નહીં. કોઈ મિત્ર નહીં અને ખૂબ જ રિઝર્વ સ્વભાવની હતી. ઘણાની ઇચ્છા હોવા છતાં કોઈ એની લક્ષ્મણરેખાની અંદર જઈ શક્યું નહોતું.

મે કહ્યું, “તમારા તરફથી તો મને ગુલાબ ના જ મળે એમ સમજુ છું. કારણ કે મારી પાસે કોઈ વિશિષ્ટતા નથી.”

એણે કહ્યું, “ખરેખર એમ છે ?”

મેં પૂછ્યું શિલ્પાને તે કેવી રીતે ઓળખે ? એણે કહ્યું, “એની નાનપણની મિત્ર છે.” મેં શિલ્પાને આભાર માનતો પત્ર લખ્યો : “મિત્રતાના દિવસે તમે મારી મિત્રતા સ્વીકારી એનો આનંદ છે.” એણે લખ્યું : “બહુ સપના ના જોશો.”

પછી બે ત્રણ વખત વંદનાને મળીને એનો ફોન નંબર લેવા માટે અને વધારે વિગતો મેળવવા પ્રયત્ન કર્યો. વંદનાએ કહ્યું, મને શિલ્પાએ વધારે વિગતો અથવા ફોન નંબર નહીં આપવાની સૂચના આપી છે. અને વંદના ફરી એના કોચલામાં ભરાઈ ગઈ હતી. પણ જે થોડી ઘણી માહિતી આપી તે એ હતી કે તેની આર્થિક સ્થિતિ પણ બહુ સારી નહોતી. જોકે હવે મારા ને શિલ્પા ના પત્રો વધ્યા હતા અને એક બીજાના પ્રશ્નો, અંગત મૂંઝવણો અમે લખતા થયા હતા. અને વધારે નિખાલસ પણ થયા હતા.

અને એક દિવસ ફરી એણે લખ્યું : “આપણે મળીએ-વંદના ને ઘરે.” અને નક્કી કરેલા દિવસે વંદનાને ઘેર હું ગયો. વંદના, એના પપ્પામમ્મી વિગેરે હતા, તેમની જોડે થોડી ઔપચારિક વાતો કરી. લગભગ ૩૦-૪૦ મિનિટ થઈ ગઈ પણ શિલ્પા આવી નહીં. મેં વંદનાને કહ્યું, “શિલ્પા તો આવી નહીં. નવાઈ લાગે છે. ચાલો હું જાઉં.”

વંદનાએ કહ્યું, “ઓચિંતું કઈ કામ નીકળ્યું હશે.”

અને ફરી મને વિચાર આવ્યો. રૂપ નહીં અને પૈસા પણ નહીં, એટલે લઘુતા અનુભવે તો નવાઈ ના કહેવાય. માણસ ને લઘુતાગ્રંથિ કેટલું બધું નુકસાન કરી શકે છે. દુનિયામાં હજ્જારો માણસો લઘુતાગ્રંથિને કારણે કેટલું બધું ગુમાવે છે.

મારા મેસેજના જવાબમાં એનો મેસેજ આવ્યો : “સોરી, અવાયું નહીં.”

ફરી એકવાર એનો મેસેજ આવ્યો.” આજે મારી વર્ષગાંઠ છે. એક બે મિત્રોને જ મેં બોલાવ્યા છે. તમે આવશો તો આનંદ થશે. વંદના તમને લઈ આવશે.”

અને તે દિવસે વંદના એની કાર લઈને આવી. હું કારમાં ગોઠવાયો. મેં ગુલદસ્તો લીધો હતો. મેં પૂછ્યું, “ક્યાં જવાનું છે ?” એણે હસતા હસતા કહ્યું, “હું લઈ જાઉં ત્યાં.” અને અમારી કાર શહેરી વિસ્તાર છોડી ગામડાના રસ્તાઓ તરફ સરકવા માંડી. કંઈ પણ બોલ્યા વગર છેવટે અમે એક આલિશાન ફાર્મહાઉસમાં દાખલ થયા.. વંદનાએ કહ્યું. મારા પપ્પાનું ફાર્મ છે. એમણે કહ્યું છે. શિલ્પાની વર્ષગાંઠ અહીં ઉજવજો. વંદના એ કહ્યું, “શિલ્પા મારફત જાણ થઈ છે, તમે કુકિંગ બહુ સારું કરી શકો છો. આપણે એક બાર્બેક્યુ ડીશ બનાવીએ ? આપણે શિલ્પાને પણ સરપ્રાઈઝ આપીએ.”

મને વિચાર ગમ્યો. “ફાઈન, ચાલો શરૂ કરીએ.”

વંદના કહે, “તમારી વાઈફ ને સારું પડશે. કોઈ ચિંતા જ નહીં.”

મેં કહ્યું, “મજા કુકિંગમાં નથી, મજા સારી કંપનીમાં કુકિંગ કરવામાં છે. આજના જેવી મજા કુકિંગમાં મને કદી આવી નથી.”

વંદનાએ કહ્યું, “એમ ? થેન્ક્સ.”

ઓચિંતી લાઈટ જતી રહી. વંદના ગભરાઈને બોલી, “અરે બાપરે આ શું થઈ ગયું ?” તરત મેં મારો મોબાઈલ કાઢ્યો, અને તેની ફ્લેશ ચાલુ

કરી. અને કહ્યું, “હમણાં તો મારી પાસે આ જ છે, પણ તેટલાથી આપણે બહુ વાંધો નહીં આવે. ૫-૭ મિનિટમાં લાઈટ પાછી આવી, અને વંદનાએ હાશકારો કરતા કહ્યું, “હું તો બહુ ગભરાઈ ગઈ હતી.” અને અમારું કુકિંગ પાછું ચાલુ થયું.

અમારી ડીશ બની ગઈ પણ હજુ શિલ્પા આવી નહોતી. બે ત્રણ નોકરો સિવાય બીજા ખાસ લોકો નહોતા. મેં વંદનાને કહ્યું, “પાછું પહેલાનો જ અનુભવ થવાનો છે કે શું ?” વંદના હસતા હસતા બોલી, “આ વખતે એવું નહીં થાય.” મેં ફરી કહ્યું, “શિલ્પા કેવી રીતે આવશે ? ક્યારે આવશે ?”

વંદનાએ ખડખડાટ હસતાં હસતાં કહ્યું, “તમારી સામે જ તો ઊભી છે.” મારા આશ્ચર્યનો પાર નહોતો. મેં કહ્યું તમે જ શિલ્પા છો ? તો ફેસબુક પર એટલો કુરૂપ ફોટો કેમ મુક્યો ?” એ કહે, “સુંદર ફોટો જોઈને જે આવે તે મારી બાહ્ય સુંદરતાને કારણે, મારી કાર અને મારા પપ્પાની દોલત જોઈને આવે. મારી આંતરિક સુંદરતાને ઓળખે, જેના સાનિધ્યમાં હું આનંદ અનુભવું, અંધારામાં, એકાંતમાં પણ એનું સૌજન્ય ના ગુમાવે, એવો મારે મિત્ર જોઈતો હતો જે મને મળી ગયો છે.” મેં મજાકમાં કહ્યું, “ધારો કે અંધારામાં....” અને આગળ બોલું તે પહેલા એણે કહ્યું, “લાઈટ એની મેળે નહોતી ગઈ. મારા વોચમેનને સૂચના આપી રાખી હતી, જરૂર પડે...” અને અમે બંને હસી પડ્યા.

ડીશ વિગેરે લેવા એની કામવાળી આવી. “ઓહ, તો ફેસબુકમાં આ ફોટો હતો.” એ મરક મરક હસી રહી હતી. મેં એના તરફ ફરી એને કહ્યું, “આપણું આ સાન્નિધ્ય, જેમાં તને અને મને બંનેને આનંદ અને સંતોષ મળ્યો તે શું છે ? મૈત્રી કે તેથી વિશેષ, પ્રેમ ?”

એણે કહ્યું, “એને કોઈ નામ આપવાની જરૂર છે ખરી ?”

ભગવાન તું પણ...?

નામ એનું ઈશ્વર. દુબળું પાતળું શરીર, લઘરવઘર કપડા, કપાળ પર લાલ નાની બિંદી, હાથમાં લાલ નાડાછડીની દોરી બાંધેલી, ગળામાં તુલસીની માળા અને હમેશા મોઢામાં ભગવાનનું રટણ. સવારે ઉઠી, નાહીધોઈ મંદિરે દર્શન કરવાનો એનો નિત્યક્રમ હતો. ભગવાનની મૂર્તિ એને ઘણી ગમતી. આરસની મૂર્તિ ઘડનારે જાણે એમાં પોતાની સર્વશ્રેષ્ઠ કળા નીચોવી દીધી હતી. મંદ મંદ હાસ્ય અને આશીર્વાદ આપતો જમણો હાથ, એને શ્રદ્ધા અને વિશ્વાસ પ્રેરતા. એને ખાતરી રહેતી કે જરૂર પડે ભગવાન એની સહાયતા કરશે. સુદામા અને દ્રૌપદીને ભગવાને કરેલી મદદ એ વારંવાર વાગોળતો.

મેઈન રોડ ઉપર એની નાની કટલરીની દુકાન હતી. નાના બાળકોથી માંડીને મોટા લોકો એની દુકાને આવતા અને કોઈને પણ છેતર્યા વગર એ નાનો વેપાર કરતો. એ હંમેશા કહેતો “આપણે કોઈનું બગાડીએ નહીં તો ભગવાન રાજી રહે. અને ભગવાન રાજી રહે એના કરતા બીજું શું જોઈએ ?”

એનો છોકરો કપિલ ભણવામાં હોશિયાર હતો અને બારમું ધોરણ હમણાં જ પાસ કર્યું હતું. ડોનેશન તો આપવાનો વિચાર પણ કરી શકે તેમ નહોતો એટલે એ હંમેશા કહેતો “મારે શું કરવા ચિંતા કરવી જોઈએ ? ચિંતા કરવા વાળો મારો વ્હાલો ઉપર બેઠો છે, તે એનું ધ્યાન રાખશે જ.” અને એટલે જે લાઈનમાં ઍડ્‌મિશન મળે તેમાં લેવાનું નક્કી કરીને નિરાંત જીવે બેઠો હતો. પોતાના છોકરાને જુદા જુદા ઠેકાણે એડમિશન માટે રઘવાયા રઘવાયા દોડતા લોકોને જોઈને તે હસતો. તે કહેતો તમને ભગવાન પર વિશ્વાસ નથી એટલેજ આ ફાંફાં મારવા પડે છે.

પણ એક દિવસ એનું મન વ્યગ્ર બની ગયું. એક મોટા મલ્ટીપ્લેક્ષ થિયેટર માટે એની આજુબાજુના બધાની મિલકત ઉપર રિઝર્વેશન મુકાઈ ગયું. એની દુકાન પણ એમાં આવી ગઈ. બધાની અરજીઓ જોડે એની અરજી પણ થઈ ગઈ, અને ફાઈલ થઈ ગઈ. જોકે એને તો ભરોસો હતો જ કે ભગવાન એની દુકાન તો બચાવી જ લેશે. એ મંદિરમાં જતો અને ભગવાનને નીરખ્યા કરતો. એ જ મંદ મંદ હાસ્ય અને એજ આશીર્વાદ, એને પાછો વિશ્વાસ આવી જતો અને પોતાની જાતને કહેતો “બસ, એટલામાં શ્રધા ડગી ગઈ ?”

પણ જેમ જેમ કાર્યવાહી આગળ વધતી ગઈ તેમ તેમ એનું મન લોલકની માફક શ્રધા-અશ્રદ્ધાના એક છેડા થી બીજા છેડા તરફ ફરતું થઈ ગયું.

કંઈ ના સૂઝે ત્યારે જ્યોતિષનો વિચાર આવે. મંદિરના જ્યોતિષીને એણે પોતાના ગ્રહ બતાવ્યા. મહારાજે ગણતરી મૂકી અને કહ્યુંસ્, “કઈ ચિંતાની જરૂર નથી. આ તો રાહું હમણા થોડો નડે છે. અને એની પૂજા કરવા માટે ચાર પાંચ હજારની વ્યવસ્થા કરવી પડશે.”

“એટલા બધા પૈસા ? તે તો કેમ કરીને લાવવાનો ?”

પણ મહારાજ કહે, “રાહુ આગળ કોઈનું ચાલે નહીં.”

“ભગવાન નુ પણ નહીં ?” એણે સામો પ્રશ્ન કર્યો.

મહારાજે સમુદ્ર મંથનનો પ્રસંગ યાદ કરાવ્યો, “કેમ ભૂલી ગયા ? અમૃત પીતા દાનવોને મારવા ભગવાને પણ મોહિની સ્વરૂપ ધારણ કરવું પડ્યું હતું તે ?” બાબાને કૉલેજ માં ભરવા માટે રાખેલી ફીમાંથી રાહુની પૂજાની વ્યવસ્થા તો કરી. પણ મન ઉદાસ થઈ ગયું. બીજા બધા લોકો જોડે એ પણ ત્યાંના રાજકારણીઓને ત્યાં ચક્કર મારી આવ્યો.

એ લોકોએ કહ્યું, “થોડો તમારે સાથ આપવો જોઈએ. ઉપવાસ પર બેસી જાઓ અમે તમારી સાથે જ છીએ.” કેટલાકે કહ્યું, “રાજકારણીનો ભરોસો ના કરતા, એ બધા રાત્રે સાથે જ પીવા બેસે, તે તમને મદદ કરવાના ?” પોતે આટલો ધર્મનિષ્ઠ, ખાવાપીવાવાળો નહીં અને છતાં ભગવાન તો પેલાની તરફ છે એમ એને લાગવા માંડ્યું.

અને એક દિવસ પોલીસો અને અધિકારીઓની ફોજ આવી પહોંચી. જોતજોતામાં બધું જમીનદોસ્ત થઈ ગયું. એનાથી બચાવી લેવાય એવી વસ્તુ પણ બચાવવાના એને હોંશ રહ્યા નહોતા. એ તો વળી ઠીક હતું કે એની પત્ની અને બંને બાબા ત્યાં હતા તેમનાથી થાય તેટલું તેમણે બચાવ્યું. એ તરત મંદિરે દોડ્યો. “ભગવાન, ભગવાન, હવે તું ક્યારે કઈ કરશે ? પેલા લોકો તો બધું તોડી નાખવાના. હું બરબાદ થઈ જવાનો.” ભગવાનનું એજ મંદ મંદ હાસ્ય અને આશીર્વાદ આપતો હાથ જોઈને એ બોલ્યો, “ભગવાન તું ક્યાં સુધી મારા દુઃખ પર પણ હસ્યા કરશે ?” જવાબમાં એજ મંદ મંદ હાસ્ય.

થોડા દિવસો પછી એ મંદિરમાં મોટો યજ્ઞ હતો. મલ્ટીપ્લેક્સના માલિકે તે યજ્ઞ રાખ્યો હતો, અને ભગવાનને સોનાનો મુગુટ ધરવાનો હતો. અને તે રાજકારણી પ્રમુખપદે હતા. તે રાજકારણીએ મલ્ટીપ્લેક્ષ માલિકના વખાણ કર્યાં. મંદિર ના ટ્રસ્ટીએ પણ એની ધર્મભાવનાના વખાણ કર્યાં. યજ્ઞ પૂરો થયો અને ગરીબ-ગુરબાઓને દાન આપવાનું ચાલુ થયું. એના બાબાને ફીની રકમ લેવા માટે લાઈનમાં ઊભો રહેલો જોયો, બંનેની આંખ મળી, કપિલ જાણે કહેતો હતો, “પપ્પા, તમે કઈ કરી શક્યા નહીં એટલે આજે મારે અહીં ઊભા રહેવાનો વખત આવ્યો છે.” પણ ઈશ્વર નીચું જોઈ ગયો. એણે મનમાં કહ્યું, “બેટા, હું શું કરું ? હું સારો માણસ છું, એટલે નબળો માણસ છું. હું શુ કરી શકું ?” એનું મન દુઃખ, વેદના, અશ્રદ્ધા અને વિશાદથી ઘેરાઈ ગયું હતું. એની જ પાસેથી પડાવી લીધેલા પૈસામાંથી પેલો આને નાનો ટુકડો નાખશે. અને લોકો એની વાહ વાહ કરશે, તાળીઓ પાડશે. એને નદીમાં પડીને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. એને થયું એક વાર, છેલ્લી વાર, ભગવાનને પગે લાગી જોઉં. એની શું મરજી છે તે પણ પૂછી લઉં અને ફરી મંદિર માં ગયો. એજ મંદ મંદ હાસ્ય અને.... અને લથડતા પગલે તેણે નદી તરફ ચાલવા માંડ્યું.

નદી કિનારે એક દારૂનો અડ્ડો હતો તેમાંથી એક દારૂડિયો નીકળ્યો. માણસ દારૂના નશામાં ભાગ્યેજ જુઠું બોલે છે. લથડતા પગે તે ઈશ્વર પાસે આવ્યો. તે કહે, “તું એને શું આલે છે ?” એને યાદ આવ્યું, આરતી વખતે ૨૫-૫૦ પૈસા કે બહુ બહુ તો રૂપિયો. એથી વધારે એણે કંઈ આપ્યું નહોતું.

“તું ઈશ્વરનું ઘર બનાવવાનો ? પેલો તો એનું મોટું મંદિર બનાવશે. એને સોનાનો મુગટ ધરવાનો, ભગવાન તારું કેમનું સાંભળવાનો ?”

એને થયું, “ભગવાન તું પણ...... ?”

નિરાશ વદને તે બેઠો હતો ત્યાં કીડીમંકોડા ઘણા હતા. એકાએક એક કાચિંડો ત્યાં ધસી આવ્યો અને ખમતીધરોના લાંબા હાથ જેવી પોતાની લાંબી જીભ વડે એણે આ બધાનો શિકાર કરવા માંડ્યો. અચાનક ઘણા મંકોડા દરમાંથી બહાર આવવા માંડ્યા અને કાચીંડાને વળગી પડ્યા. કાચીંડાએ થોડાને તો માર્યા, પણ મોટા સમૂહ આગળ તે લાચાર થઈ ગયો અને રામશરણ થઈ ગયો. તે ફરી મંદિરે ગયો અને પ્રાર્થના કરી, પણ આ વખતે તેનામાં એક નવો જ જુસ્સો હતો.નવી આશા હતી, નવી દૃષ્ટિ હતી. “ભગવાન તેં મને મદદ ના કરી તો કઈ નહીં પણ શક્તિ તો આપ.” જવાબ માં ભગવાનનું એજ મંદ મંદ હાસ્ય અને......

માળી

ફિલ્મ સાપ્તાહિક જંટ્ઠજિ ટ્ઠહઙ્ઘ જંટ્ઠજિ, વીતેલા જમાનાના હીરો પર એક લેખ તૈયાર કરી રહ્યું હતું. તેના તંત્રી-સુદેશજીએ અમીષકુમારને મળવા માટે મુલાકાત ગોઠવી હતી.

અમીષકુમાર. કોઈ પણ ફિલ્મ સફળ બનાવવા માટે ફક્ત આ નામ જ કાફી હતું. પ્રેમ અને રોમાન્સથી ભરપૂર હોય, એક્શન ફિલ્મ હોય કે કોમેડી. એનું કામ હંમેશા વખણાતું.

પણ છેલ્લા ઘણા વખતથી એમાં ફેર પડ્યો હતો. પ્રોડયુસરો કંઈ ને કંઈ બહાના બતાવતા હતા. સેક્રેટરી ડિરેક્ટરને ફોન કરે ત્યારે મોટા ભાગે રીંગ વાગ્યા કરતી અથવા હમણાં ફરીથી ફોન કરું છું કહીને વાત ટાળી દેવાતી હતી. કોઈકે તો કહ્યું હતું, “બુઢ્ઢો થઈ ગયો છે. હવે લોકો એનું થોબડું પણ જોવા રાજી નથી.” પણ સેક્રેટરી સાહેબને આ વાત કહી શકતો નહોતો.

એણે આડકતરી રીતે અમીષકુમારને લોકોની નજરમાં રહેવા માટે કરવા પડતા જાતજાતના ગતકડાની વાતો કરી હતી. પૈસા ખર્ચીને કોઈ નવોદિત જોડે પ્રેમની વાતો ચગાવી શકાય, અથવા વિદેશી ફિલ્મોમાં કામની ઑફરોની વાત છપાવી શકાય, એમ જાત જાત ના વિચારો રજૂ કર્યા. પણ અમીષકુમારને તે કઈ બહુ પસંદ પડ્યું નહોતું. ચરિત્ર અભિનેતા તરીકે પપ્પા કે દાદા વિગેરેના રોલ ભજવી શકાય એમ પણ એને કહેવામાં આવ્યું. પરંતુ એણે “૫૬ ભોગ ખાધા પછી લુખા સૂકા રોટલામાં રસ નથી.” કહીને વાત ઉડાવી દીધી હતી.

બે ત્રણ વખત કોઈને કોઈ બહાને પાર્ટીઓ રાખીને જુદા જુદા નિર્માતાઓ, નવી જૂની હીરોઈનો વી ને બોલાવ્યા હતા પણ મોઢામાંથી મીઠાઈનો સ્વાદ ઓછો થાય તે પહેલા પાર્ટીની મીઠાશ ઓછી થઈ જતી.

ફિલ્મની વાત તો છોડો. એણે જેને મદદ કરી હતી એવી હીરોઈનો અને નવોદિત કલાકારો પણ હવે મળવા રાજી નહોતા. સ્વાર્થની આ દુનિયાનો ખ્યાલ હજુ અમીષકુમારના રંગીન ચશ્માં માંથી દેખાતો નહોતો.

સુદેશજીએ સવારના આઠ વાગ્યામાં જ અમીષકુમારના બંગલામાં પ્રવેશ કર્યો. બંગલામાં અત્યંત સુંદર રીતે ઉગાડેલા ફૂલછોડે એમનું મન મોહી લીધું. એક વ્યક્તિ ઝાડની પાછળ કામ કરી રહી હતી. સુદેશજીએ એમને પૂછ્યું, “અમીષજી ક્યારે મળશે ? ” ”હમણા જ..” કહીને અમીષકુમાર હાથ સાફ કરતા સામે આવ્યા. “અરે આપ ?” સુદેશજીએ આશ્ચર્ય સાથે પૂછ્યું. અને હસતા હસતા અમીષકુમાર એમને વરંડામાં લઈ ગયા.

પ્રારંભિક પ્રસ્તાવના પછી સુદેશજીએ એમને પૂછ્યું, “તમારી દ્રષ્ટિએ તમારો ઉત્તમ રોલ કયો ?” સુદેષજીના મનમાં કેટલીક ફિલ્મો હતી અને તેની વિગતો તૈયાર કરીને તેણે ચર્ચા માટે તૈયારી કરી હતી, પણ અમીષકુમારે જયારે કહ્યું, “મંઝીલમાં મારો રોલ મારા જીવનનો શ્રેષ્ઠ રોલ હતો.” ત્યારે સુદેશજી થી ચોક્યા વગર રહેવાયું નહીં. “મંઝીલ ? એમાં તો.. ” અને એમાં અમીષકુમારનો કોઈ રોલ હતો જ નહીં.

એટલે એણે ગોઠવી ગોઠવીને શબ્દો બોલવા માંડ્યા. “આપ એમાં હતા ? એમાં હીરો તો....” અને અમીષ કુમારે કહ્યું, “એમાં મેં માળીનો રોલ કર્યો હતો.” અને ક્યાં સુધી તો સુદેશને ખ્યાલ ના આવ્યો કે અમીષકુમારે એમાં શું રોલ કર્યો હતો. છેવટે એમના સેક્રેટરીએ એ રોલ બતાવવાની વ્યવસ્થા કરી.

અમીષકુમાર એમાં માળીના વેશમાં બાગકામ કરી રહ્યા હતા. માલિક નો ૭-૮ વર્ષનો પુત્ર ત્યાં આવે છે અને એક છોડ જુએ છે. છોડ સુકાઈને ચીમળાઈ ગયો હતો. પુત્ર પૂછે છે તમે આ છોડને ખાતર વિગેરે નથી આપતા ? માળી જવાબ આપે છે, “બધું કરી જોયું છે. પણ બેટા, હવે

આ છોડને માટે કઈ પણ કરો તે ફરીથી પહેલા જેવો નહીં થશે.” “ત્યારે શું કરશો ?” માળી જવાબ આપે છે. ફરીથી એની કલમ બનાવીને નવા કુંડામાં રોપીશ. અને તે રોપવાની શરૂઆત કરે છે અને એ સીન પૂરો થાય છે. સુદેષજીએ ફરીથી નવાઈથી પૂછ્યું, “આ ? એમાં શું વિશેષ છે ?”

અમીષકુમારે જવાબ આપ્યો એમાં આપણા બધા માટે જીવનનો એક બહુ મોટો સંદેશ છે. આપણે બધા જીવનમાં એક વાર એવે તબક્કે પહોંચી જઈએ છીએ જ્યાંથી લાખ પ્રયત્નો પછી પણ આપણે આગળ વધી શકતા નથી. પહેલાનો વૈભવ, પ્રતિષ્ઠા પાછા આવતા નથી. આવે વખતે આપણા જીવનપ્રવાહને બીજી દિશામાં વાળવો જોઈએ જ્યાં તે ફરીથી નવપલ્લવિત બનશે.

સુદેષજીએ કહ્યું, “એટલે આપે નવી પ્રવૃત્તિ ચાલુ કરી છે ?” અમીષકુમારે કહ્યું, “શરૂઆત કરી છે. જોઈએ શું થાય છે ?

બે વર્ષ પછી સુદેશજી એમને મળવા ફરી આવ્યા તેમણે કહ્યું. “અખિલ ભારતીયફળ ફૂલ સ્પર્ધામાં પહેલું ઇનામ મેળવીને આપે કરેલા રોલને આપે સાચી રીતે મહાન બનાવ્યો છે.”

શિકાર

ડૉ. મિનેશ મારો દોસ્ત છે. અમે ભણવામાં સાથે હતા. હોશિયાર અને ચાલાક ખરો પણ થોડે અંશે સ્વાર્થી કહેવાય. પણ દરેકના સ્વભાવમાં કંઈ કંઈ ઊણપ તો રહેવાની જ. આથી આ છતાં મેં દોસ્તી નિભાવી રાખી હતી. દેખાવમાં તે સાધારણ હતો, તે સાથે પૈસે ટકે પણ સામાન્ય હતો. પિતાજીની નાનકડી કટલરીની દુકાન હતી એટલે સ્વાભાવિકપણે જ આવક ટૂંકી હોય. મને એવું લાગતું એનો સ્વાર્થી સ્વભાવ પણ આજ કારણે હશે. માણસને જેમ જેમ જરૂરિયાતોથી વંચિત કરતા જાઓ તેમ તેમ તે વધારે ને વધારે સ્વકેન્દ્રી થતો જાય એ કુદરતનો નિયમ છે.

લગભગ આઠ દસ મહિના થયે એણે પોતાનું ક્લિનીક ચાલુ કર્યું હતું. ખર્ચાપાણી જેમ તેમ નીકળે છે. એવો, એની પ્રૅક્ટિસ માટે એનો અભિપ્રાય હતો. હું તો સરકારી નોકરીમાં હતો.એટલે સાંજ પડે ઘણીવાર એને દવાખાને જઈને બેસતો. એના દર્દીઓ ન હોય ત્યારે અલકમલકની વાતો કરતાં.

એના લગ્ન હજુ થયા નહોતા. ઘણીવાર વાત નીકળતી ત્યારે કહેતો, “બાપા પાસે ઝાકઝમાળ રૂપિયા હોય તો હમણા બધી દોડતી આવે. અહીં તો બંદા પાસે તેના જ ફાંફાં એટલે શું થાય ?” થોડે ઘણે અંશે એની વાત સાચી હતી. આજકાલની યુવતીઓ પ્રેમ કરતા પહેલા પેલાની મોટર સામે જુએ. મા-બાપ પણ ઘર ખાનદાની વિ. પછી જુએ પહેલા એમના ભાવિ જમાઈના બેંક બેલેંસનો તાગ મેળવવાનો પ્રયત્ન કરે. એટલે એનો કંઈ પત્તો પડતો નહોતો.

એના દર્દીઓમાં નિયમિત આવનારા દર્દીઓ ઓછા હતા. બાકી રોજબરોજ આવીને દવા લઈ જનારા વધારે હતા. એક ફ્ક્ત કિન્નરીબેન હતા જે વારંવાર દવા લેવા આવતા. ચકચકીત મારુતિ ઝેનમાં જાતે ડ્રાઇવ કરીને આવતા અને મિનેશ જોડે દર્દની વાતો સાથે અલક મલકની વાતો કરતા. તે લગભગ ૪૫-૫૦ની આજુબાજુ ના હતા. એક દિવસ અમારી વાતોનું મુખ્ય કેન્દ્ર તે રહ્યા. ત્યારે મને જાણવા મળ્યું કે શહેરની પોશ ગણાતી સોસાયટીમાં તે રહેતા હતા. સુંદર બંગલો હતો, ગાડી તો હતી જ અને બીજી સગવડો વિ. જોતા લાગતું કે સારી એવી મિલ્કતના તેઓ માલિક હતા. એમના બેન બનેવી અમેરિકા હતા. મા-બાપ-ભાઈ વિ. કોઈ હતું નહિ તેથી એકલા જ આ મકાનમાં રહેતા. મિનેશને ત્યાં દવા લેવા આવતા ત્યારે દવાના પૈસા તો આપતા જ પણ એને માટે નાની મોટી ગીફ્ટ પણ લાવતા. એક બે વાર તો મિનેશને એમણે ઘરે જમવા પણ બોલાવ્યો હતો. મેં મિનેશને પૂછ્યું, “આ બાઈને બીમારી શું છે ?” મિનેશ કહે, “પૈસાદારો બીમારીને શોધતા જાય છે. કંઈ ખાસ નહિ, આજે પગ દુઃખે અને કાલે કમર દુઃખે આવા પેશંટ સારા. આપણે નિરાંત.”

આજે જ્યારે હું મિનેશને ત્યાં ગયો ત્યારે કીન્નરીબેન બેઠા હતા. મિનેશ એમને તપાસવા અંદરના રૂમમાં લઈ ગયો. અને હું નવરો પડ્યો એટલે એના ટેબલ પર વર્તમાન પત્રો પડ્યા હતા. તે ઉથલાવવાનું શરૂ કર્યું. અમેરિકાના એક દંપતિનો ફોટો હતો.

છોકરી ખૂબ સુંદર ૨૦-૨૨ વર્ષની અને વર લગભગ ૭૦-૭૫નો પણ, ખૂબ ધનાઢ્ય. એ લેખમાં આગળ લખ્યું હતું ત્યાં છોકરીઓ આવા પુષ્કળ પૈસાદાર પુરુષો જોડે પરણે છે. એને પૈસે મોજ મજા માણે અને રંગરેલીયા પણ મનાવે. થોડા વખતમાં પેલો મરી જાય એટલે આ બધી સંપત્તિની માલિક બની જાય. પોતાને થોડીક સગવડ અગવડ વેઠવી પડે પણ પછી નિરાંત થઈ જાય. કિન્નરીબેન ગયા એટલે સ્વાભાવિક જ અમારી વચ્ચે આ અંગે વાતો નીકળી.

અચાનક એણે કહ્યું, “યાર મારે પણ આજ કરવા જેવું છે.” મેં એને પૂછ્યું, “એટલે ?” “શિકાર” એણે આંખો મીચકારતા કહ્યું. “હું કંઈ સમજ્યો નહિ, કંઈ સમજાય એવું બોલ.” મેં એને કહ્યું. એણે કહ્યું, “આ હમણા ગઈ તે મારી પાછળ લટ્ટુ છે. એને થોડા પ્રેમના પાઠ ભણાવું અને લગ્ન કરી નાંખું. એની બધી સંપત્તિ મારી થઈ જાય અને પછી અહીં બીજી જોડે જલસા કરતા કોણ રોકે છે ?” “એવું ન માનીશ મિનેશ, સ્ત્રીઓ બહુ પઝેસિવ હોય છે. એક વાર તું એની જોડે લગ્ન કરી લે તો પછી તારા ઉપર હક જમાવતી થઈ જશે.” મેં એને સ્ત્રી સ્વભાવની ખાસિયત સમજાવી.

“જા, જા. એવું કંઈ થાય નહિ. અને બહુ એવું કરશે તો છુટા થઈ જઈશું. આપણે ક્યાં નાવા નીચોવવાનું છે.”

“કોઈની જિંદગી જોડે રમવું સારું નથી.” એવો મારો ઉપદેશ એણે સ્વીકાર્યો નહિ. અને એક વાર એના મનમાં ઉગેલો વિચાર પછી તો ધીરે ધીરે નક્કર સ્વરૂપ ધારણ કરવા માંડ્યો.પછી દર્દી ડૉક્ટરના સંબંધોને બદલે વધારે અંગત અને ગાઢ સંબંધ થાય તેવા સંવાદો વધવા માંડ્યા. કોઈવાર પૂછતો કેમ ચાલે છે ત્યારે એ આંખ મીંચકારી જવાબ આપતો, “કરોળિયાએ જાળ બીછાવી છે. શિકાર ધીરે ધીરે અંદર આવતો જાય છે.” મને દુઃખ પણ થતું. જીવનમાં સારી સુશીલ સ્ત્રી, જે એનું ઘર સાચવે, એના સુખ દુઃખમાં ભાગીદાર બને તેવી સાથે વ્યવસ્થિત ઘર ગોઠવવાને બદલે મિનેશ પોતાની અને કિન્નરીબેનની જિંદગી સાથે રમત કરી રહ્યો હતો. જે રમત આગ સાથે રમવા બરોબર હતી એમ મને લાગતું. ચેસની રમતમાં આપણે જ્યારે ખેલાડીને બદલે નિરીક્ષક હોઈએ ત્યારે સમગ્ર રમતનો ખ્યાલ આવે છે. ફક્ત આપણે જ્યારે ખેલાડી હોઈએ છીએ ત્યારે જ વ્યવસ્થિત ચાલ ચાલી શકતા નથી. જિંદગીની બાજીનું પણ એવું જ છે. બીજાની જિંદગીમાં શું સારું છે અને શું ખરાબ છે, એણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ વિ. તુરત સૂઝે છે પણ આપણી વાતમાં આપણે ગોથું ખાઈ જઈએ છીએ કારણ કે આપણી આંખો ઉપર સ્વાર્થના ચશ્મા ચઢાવેલા હોય છે.

કિન્નરીબેન દેખાવમાં તો સામાન્ય હતા જ પણ સ્વભાવમાં પણ કંઈ દમ નહોતો. સ્ત્રી હજ લજ્જા અને મૃદુતાને બદલે આછકલાપણું તેમજ બેશરમી કહી શકાય એવી વર્તણૂક મારા મનમાં એને માટે માનની લાગણી ઉત્પન્ન નહોતી કરતા.મેં મિનેશને બેત્રણ વખત કહ્યું પણ ખરું કે આ બાઈ તારે લાયક નથી પણ માને તો મિનેશ શાનો

અને એણે એક દિવસ મારા હાથમાં કંકોત્રી પકડાવી દીધી. મને કમને એના લગ્નનો ભાર મેં ઉપાડી લીધો. પૈસા તો કિન્નરીબેન ખર્ચવાના હતા એટલે દરેક બાબતનો કોંટ્રાક્ટ આપવાનો હતો. શહેરની સારામાં સારી હોટલમાં ભવ્ય લગ્ન અને રીસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. એના બેન બનેવી પણ અમેરિકાથી ખાસ લગ્ન માટે આવવાના હતા.

લગ્નના દિવસે એમના બેન બનેવીની ખાસ વી.આઇ.પી. ટ્રીટમેંટ કરવાની જવાબદારી મારી હતી. એમને થોડી પણ અગવડ ન પડે તેની કાળજી મેં રાખી. તેઓ પણ વાતચીતમાં હોશિયાર હતા અને અમેરિકા રહેલા એટલે જેને ચતુર કહી શકાય તેવો એમનો સ્વભાવ હતો.

રીસેપ્શન હવે લગભગ પૂરું થવા આવ્યું હતું. એટલે મને થોડી નિરાંત વળી. હું અને એમના બેન બનેવી થોડે દૂર લોનમાં ખુરશી લઈ જઈ બેઠા. એમના બનેવીએ મને કહ્યું, “કિન્નું-મિનેશ માટે અમે એક ફ્લેટ લઈ લીધો છે. અમારા તરફથી એમને લગ્નની ભેટ છે.” મેં કહ્યું, “પણ કિન્નરીબેનનો આ બંગલો તો છે પછી ફ્લેટને તેઓ શું કરશે ?”

એમણે કહ્યું, “આ બંગલો-આ કાર વિ. અમારું છે. કિન્નરી એની માલિક નથી. આ વેચી દેવાનો સોદો થઈ ગયો છે. અમને એની ચિંતા રહેતી હતી હવે ડૉ. મિનેશ મળી ગયા છે એટલે નિરાંત છે.”

એમની બેન જરા વધારે બોલકણી અને થોડી છોડાફાડ બોલવાવાળી હતી. તે કહે, “કિન્નુએ શિકાર તો સારો કર્યો છે.” તેઓ ખડખડાટ હસી પડ્યા હતા અને મેં જોયું તો દૂર રિસેપ્શન સ્ટેજ પર ઊભા રહેલા કિન્નરી અને મિનેશ પણ પોતાની વાતોમાં ખડખડાટ હસી રહ્યા હતા. એક ફક્ત મને સમજાતું નહોતું મારે હસવું કે રડવું.