Hu Gujarati 42 part 2 books and stories free download online pdf in Gujarati

Hu Gujarati 42 part 2

હું ગુજરાતી

૪૨-૨


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણિકા

૧.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૨.દિવાળી વિશેષ - જય પંડયા

૩.ઉપસંહાર - અજય ઉપાધ્યાય

૪.પ્રાઈમ ટાઈમ - હેલી વોરા

૫.લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

૬.કૌતુક કથા - હર્ષ કે. પંડયા

૭.ટેક ટોક - યશ ઠક્કર

૮.મસ્ત રિડ - ભૂમિકા દેસાઈ શાહ

૯.બોલિસોફી - સિદ્ધાર્થ છાયા

ર્સ્િીપીંછ

કાનજી મકવાણા

દિવાળી વિશેષ

જય પંડયા

દ્ઘટ્ઠઅ.ટ્ઠહઙ્ઘઅટ્ઠ૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

દિવાળીની કવિતાઓ

૧.

એ સ્કૂલી દિવસો ....

એ છોક્કરીઓનું પરીઓની જેમ તૈયાર થઈને ફર્યા કરવું

અને છોક્કરાઓમાં રહેતો ડરેસિંગ સેન્સ નો સંપૂર્ણ અભાવ .....

છોક્કરીઓનું મોનીટર બની બધાને ધમકાવવું

અને છોક્કરાઓ પર પાડવો રૂઆબદાર પ્રભાવ ...

આ છોક્કરીઓ તો ત્યારેય રોજ્જે બદલાવતી બક્કલ

પણ છોક્કરાઓમાં તો ત્યારેય ક્યાં હતી થોડીઘણી ય અક્કલ

જયારે છોક્કરાઓ માટે વૈજ્ઞાનિકો અને આઝાદીના લડવૈયાઓ જ હીરો હતા

અને છોક્કરીઓ તો કર્યાં કરતી હિરોઈનોની નકલ ..

એ દિવસો કોરી પાટીના દિવસો હતાં

એ દિવસો વણ-બોટાયેલી માટીના દિવસો હતાં .....

એ દિવસો કોઈ સાવ ખોટી કિટ્ટા કરે તો પણ સાચે સાચું રોવાનાં દિવસો હતાં

એ દિવસો આંખમાં જોતી વખતે ફક્ત આંખમાંજ જોવાનાં દિવસો હતાં ..

૨.

ફરી એકવાર સાંજ પડી ..

થઇ ગઈ સંધ્યા લાલ મ લાલ

ફરી કેટલીય ઇચ્છાઓની લાશ ઢળી ...

છુટ્ટી મુકવાની ભૂલ કરી મેં લાગણીને જરા

માર્ગ ભુલેલ સગીર કન્યાની જેમ પછી તો એ ઠેક ઠેકાણે રઝળી ..

અજવાળું જોઈએ છે તમારે ? ચિક્કાર મળશે

સંબંધોમાં એકવાર મૂકી તો જુઓ દીવાસળી ....

એકવાર તારા ખાતર મરવાની કરી હતી આશા

નસીબ નો ખેલ કેવો કે એ હવે તો રોજે રોજ ફળી ..

૩. (ગઝલ)

સમજાયું એ એક અરસે જે ધોધમાર વરસે એ તરસે

લાગણીભીનો માણસ છે એ - ચોક્કસ થોડો વહેલો મરશે

કોણ આપણું કોણ પરાયું ? ખબર પડશે પ્રસંગ નરસે

અરીસા સામે ઉભા રહેજો - બધા જવાબો ચોક્કસ જડશે

ખાલીપાથી છલકાતા સૌ - ખાલીપાથી છલકાતા સૌ

જય - તું કોની કોની ચિંતા કરશે -

સમજાયું એ એક અરસે જે ધોધમાર વરસે એ તરસે

ઉપસંહાર

અજય ઉપાધ્યાય

ટ્ઠોદ્ઘિંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

એક વો ભી દિવાલી થી...

ગામ કે શહેર કે સોસાયટી આખામાં જાણે કોઈ રંગોળી સ્પર્ધા ગોઠવાઈ હોય એવું લાગતું ...ઘર-ઘરના આંગણામાં એકમેકથી નોખી અને અનોખી રંગોળીઓ બનાવવાનું કામ ‘ સૌનો સાથ સૌના વિકાસ ‘ના સૂત્રની જેમ આડોશી-પાડોશી અને મિત્રો ના કર-કમળોના સહિયારા પુરૂષાર્થથી ધનતેરસથી જ ચાલુ થઇ જતું ... સાલ્લુ હવે દિવાળીએ બજારમાં ખરીદી કરતા કે પછી આપણા કે કોઈના આંગણામાં પેલી સ્ટીકરીયુ રંગોળું ચોટાડેલું જોઈ તો જીવની હારે હારે હાથની આંગળીઓ પણ બળી જાય ...!!! ના...ના... આપણે પણ સમજીએ છીએ કે હવે આંગણા જ ક્યાં રહ્યા છે ? ૫૦ કે ૭૦ સ્કેવર મીટરના ફ્લેટમાં તો દરવાજો જ પગથિયેથી શરૂ થીજતો હોય એમાં ૩૦ બાય ૩૦ ની રંગોળી ક્યાં બનાવે ??

પેલું કહેવાય છે ને કે ‘ ઓલ્ડ ઈઝ ગોલ્ડ ‘ અને સાથે સાથે એ પણ કહેવાય છે કે ‘ પરિવર્તન સંસારનો નિયમ છે’. પણ હકીકતે તહેવારોમાં આ બંને સુત્રો એકસાથે યાદ આવી જાય - ખાસ કરીને દિવાળીમાં . માટીના કોડિયામાં , રૂની વાટ બનાવીને તેલ પૂરીને આખા ઘરમાં - બારી/ટોડલો/ફળિયું/આંગણું જેવી જગ્યાઓએ મુકવાની મજા સામે ૧૦૦ ના ૬ વાળા પેકમાં મળતી કલરીંગ મીણબત્તીઓ કે પછી પેલા કલરીંગ કોડિયા ( અગેન મીણ ભરેલા જ ) ની શું વિસાત હે ?? આ આધુનિક કોડિયામાં તો શું કે મીણ ખતમ તો બાત ખત્મ , અને પેલા તેલવાળા તો એય ને સવાર સુધી ચાલે ...હા તેલ પૂરવું પડે હો !!! પહેલા માટીના કોડિયાની આ મજા હતી પછી એનું સ્થાન મીણબત્તીએ લીધું ને હવે લાઈટની સીરીઝોનો જમાનો છે અને એમાયે પાછો સસ્તા ચીની માલનો ભરાવો . ધીરે ધીરે આપણા તહેવારો અને ખાસ કરીને દિવાળીમાં ચીની માલનો પગપેસારો વધતો જાય છે એ પણ એટલે સુધી કે દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ ચીનની ...ઘણી મૂર્તિમાં તો દેવતાઓનો આકાર પણ ચીની ચહેરાને મળતો ...!!!! હે ભગવાન !!!!

દિવાળી એટલે દીપાવલી ...દીવાઓનો તહેવાર ....પ્રકાશનો તહેવાર ...પછી પ્રકાશ ચાહે દીવાઓનો હોય કે ફટાકડાઓનો ...!!! ધનતેરેસની આસપાસ પપ્પાના જાદુઈ થેલામાંથી નીકળે ફટાકડાઓ ...મોટાભાગે તો ફૂલઝર , સાપ , ચકરી , કોઠી ને બહુ બહુ તો નાના લવિંગીયા . જેટલા ભાઈ-બહેન એટલા પડે ભાગ અને દિવાળીની રાત્રે એકાદ કોડિયું પ્રગટાવીને ધીમે ધીમે ફોડવાની મજા ...!! નહિ કોઈ દેખાડો કે નહિ કોઈ હાશહુશ , બસ નિર્ભેળ આનદ . નો ડાઉટ હવે તો ફટાકડાઓ ઘણા બધા પ્રકારના અને અત્યંત આકર્ષક પ્રકાશ ફેલાવતા આવે જ છે પણ પેલું કહે છે ને કે સિમ્પલ ઈઝ ઓલ્વેઝ સ્વીટ , એમ સેકન્ડોમાં સુર્ર્‌ર્‌રર્‌ર થઈને ફૂટી જતા મોંઘા ફટાકડાઓના ક્ષણજીવી પ્રકાશ સામે પેલી સવાર સુધી ચાલતી એક લવિંગયાની કોથળી કે મસ્ત પ્રકાશ ફેલાવતી ફૂલ્ઝરો કે પેલી રંગીન દોરીઓ જેવી મજા ક્યાં ? .. એવું નહોતું કે પહેલા પણ દેખાદેખી નહોતી કે આપણી પાસે નવીન ફટાકડા છે એવું નહોતું કહેવાતું પણ આજે જે રીતે ફટાકડાની બાબતમાં ઓલ આર સેઈમ થઇ ગયા છે સાવ એવું તો નહોતું જ . ધીમે ધીમે ફોડાતા અને દીલોદીમાંગથી અનુભવતા ફટાકડાના પ્રકાશ અને અવાજ સાંભળવાની અને જોવાની ફુરસદો હવે ગાયબ છે ....કેમકે હવે ગાયબ છે તહેવારોની નિરાંત ...!!

એની વે , જિંદગી જ ઝંડવા હુઈ ગઈ હૈ તો પછી નિરાંતની ક્યા વાત કરવી ? પણ હા, યે ભાગદોડભરી જિંદગી અને ફટાફટ અપડેટ થતા અને પુરા થતા તહેવારોને લીધે ઘણી વાર અસલ મજા છીનવાયાનો ક્ષોભ રહ્યા કરે . પણ એ તો જેણે એ અસલ મજા લીધી હોય એને થાય ..!!! નિરાંત એટલે પહેલા તો નવા વર્ષે કોઈની ઘરે જવાતું , જવાતું એટલું જ નહી પણ બેસાતું અને બેસાતું એટલું જ નહિ પણ ખરેખર ઉલ્લાસ અને આનંદથી નવા વર્ષની શુભેચ્છાની આપ-લે થતી અને સાચા અર્થમાં હેપ્પી ન્યુ યર થતું હવે પહેલા તો જવાનું જ ઓછું થતું જાય છે , વોટ્‌સઅપ અને ફેસબુકના જમાનામાં દિવાળી ગ્રીટિંગ તો મરણપથારીએ છે જ પણ શુભેચ્છાઓ પણ કોપી-પેસ્ટ થતી જાય છે એમાં બેસવાની ને અને જો બેસવાનો સમય મળે તો વાતોની તો વાત જ ક્યાં માંડવી ? હવે તો ઘર પતાવવાની નોબત આવતી જાય છે ..’ અલ્યા ,હજુ ચાર-પાંચ ઘર પતાવવાના છે , બેસતા વર્ષના .....’ !!! ઉભાઉભ આવવું ને હેપ્પી ન્યુ યર કહીને ઉભાઉભ ચાલ્યું જવું ...!!!

અને બેસવામાં પણ ...? પહેલા તો ત્રણ-ચાર દિવસ અગાઉથી મીઠાઈઓ , નમકીનો બનતા અને બેસતા વર્ષે ટીપોય પર પીરસાતા . ખાલી પીરસાતા જ નહિ પણ આવનારને લીટરલી ડીશ ભરીને હોશે હોશે ખવરાવાતા પણ ..!! હવે હોમ-મેડ મીઠાઈ-નાસ્તાનું સ્થાન કંદોઈ-મેડે લીધું છે અને નાસ્તા-મીઠાઈઓને ટીપોય પર હજુયે સજાવાય તો છે જ પણ ડીશોનું સ્થાન નાની-નાની ચમચીઓ ધરાવતા વાટકાઓએ લઇ લીધું છે . વાંક મીઠાઈ કે ડીશનો નહિ પણ હવે પહેલા જેવા આવનારાઓ ક્યાં ? અને આવે એમાંથી ખાનારાઓ કેટલા ? પહેલા લાડુ-ઘૂઘરા કે બીજી મીઠાઈ માંગીને ખવાતી હવે ‘ કેલેરી કોન્શિયસ ‘ અને ‘ સુગર-ફ્રી ‘નો જમાનો છે . ઠીક છે સમય બદલાય એમ ઉજવણી પણ બદલાઈ તો ખરી જ ને !! સમય ક્યાં ? અને હોય એને માટે દિવાળીના દિવસો તો વેકેશન ગણાય છે , મીની કે પછી મોટું વેકેશન . શાસ્ત્રોક્ત રીતે તો દિવાળી કે ધનતેરસના દિવસોમાં ઘર બંધ નાં રખાય ...પણ તો પછી વેકેશનમાં કેમનું જવાય ? એટલે જય લક્ષ્મીમૈયા કરીને મોટા ભાગની પબ્લિક તો નીકળી પડી હોય વેકેશન માણવા ... !!

સાવ એવું નથી કે રંગોળીઓ નથી થતી , મીઠાઈઓ નથી બનતી ,ફટાકડાઓ નથી ફૂટતા કે લોગ આપસમેં ગલે મિલ કે નયે સાલ કી બધાઈયા નહિ દેતે .... આ બધું જ થાય છે પણ કદાચ પહેલા જેટલા ઉમંગથી નહિ કે ઉત્સાહથી નહી . ઘણા બધા કારણો હોય શકે , મોંઘવારી કે પછી ફાસ્ટ લાઈફ કે પછી વર્તુળો ટૂંકા થતા જતા હોય કે પછી આધુનિકીકરણની આડઅસર હોય વગેરે વગેરે . પણ પહેલા જે રીતે ખુલીને ઉજવણી થતી એની જગ્યાએ બધું સંકોચાતું જતું હોય એવું થતું જાય છે . કહ્યું ને કે ગ્રીટિંગનું સ્થાન એસએમએસ કે વોટ્‌સઅપ મેસેજે લઇ લીધું છે , દિવાળીમાં થતા દિવાળી સ્નેહમિલન જેવા કાર્યક્રમો પણ જાણે એક કે બે કલાકની કોઈ નાસ્તા અને હસ્તધૂનનની ઓપચારિકતા હોય એવા બનતા જાય છે જ્યાં ઘરેઘરે જવાની જફાથી કંટાળીને આપણે સૌ એક બીજાને શુભેચ્છાઓ આપવાની ઓપચારિકતા પૂરી કરી લઈએ છીએ . જરૂરી નથી કે બધું આવું જ થઇ રહ્યું છે પણ આજથી ૧૫ કે ૨૦ વર્ષ પહેલા જે દિવાળી હતી એ દિવાળી ભલે હજુ સાવ નહિ પણ ધીરે ધીરે એક ઓપચારિક અને ઉજવવા ખાતર ઉજવાતો તહેવાર બનતો જાય છે . એ પહેલા ભલે ને એક વો ભી દિવાલી થી ના બધા જ ભૂલાયેલા મણકાઓ ફરી જોડાઈ નહિ તો કાઈ નહિ પણ કોશિશ કરીએ કે ફરી એ જ દિવાળીનો ચમકાર અને પ્રકાશ આપણા આંગણાઓમાં દૈદિપ્યમાન થાય અને તહેવારોની એ મસ્ત માળા ફરી ગૂંથાય .....!!!!! ટીલ ધેન ......શુભ દીપાવલી અને સાલ મુબારક એડવાન્સમાં ......!!!!!!

પ્રાઈમ ટાઈમ

હેલી વોરા

આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ;શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું

દિવાળીને કોમનમેન માટે કોઈ સાદા શબ્દમાં વર્ણવવી હોય તો "આખા વર્ષની મોટા માં મોટી ફીસ્ટ." સામુહિક રીતે બધા એમાં બાય ડીફોલ્ટ ભાગ લે. કોઈ પણ એજ ગ્રુપ, જેન્ડર, ક્લાસ માટે કૈક ને કૈક આકર્ષણ હોય. બસ પાંચ દિવસની મજા એટલે દિવાળી. આ વખતે દિવાળીમાં આપણા મેગીઝીનની આપણી આ કોલમમાં પણ મારા ફેવરીટ ગુજરાતી શાયર અમૃત ’ઘાયલ’ ની શાયરીઓની ફીસ્ટ માણીએ.

એક મસ્ત શેર છે દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાય એવો....

વિચારૂં છું કે મહોબ્બત તજી દઉં કિન્તુ -

ફરી ફરી અહીં માનવ જીવન નથી મળતા

મહોબ્બત કરતા તો કરી ગયા.... એક ક્યારેય ન દેખાય છતાં જીવ જાય તોય છોડે નહિ એવા સોલીડ બંધનમાં ટ્રેપ પણ થઇ ગયા ને માણસ પાછા ઉમદા આપણા જેવા આધ્યાત્મિક, એટલે મોહ માયા છોડવાનો વિચાર પણ કર્યો પણ પછી સિમ્પલ લોજીક લગાવ્યું કે માણસનું જીવન કદાચ પાછું નહિ મળે અને આ જીવન ની સૌથી મોટી ટ્રીટ કે એસેટ કે મજા હોય તો એ મહોબ્બતમાં છે એટલે પછી સારા મુહુર્તમાં વિચાર માંડી વાળ્યો. મહોબ્બતમાં આખી જીંદગી નીકળી જાય તો બસ રોજ રોજ દિવાળી.

જો કે દિવાળી તો મસ્ત જાય પણ ફક્ત એ પાંચ દિવસ માટે જે પાપડ વણવા પડે છે એની વાત કરવા જેવી નથી. દિવાળી ટાણે શેઠની દુકાને ઘરાકી હોય, બેંક ની બહાર કાર લોનને ટુ વ્હીલર લોન વાળાની લાઈન હોય, ટ્રાવેલના બીઝનેસ વાળાને તો કમાણીનો સમય જ આ છે,તો ફૂલ દોડાદોડ કરીને પછી દવાખાને દોડવું પડે એવાય ઘણા એટલે ડોક્ટર થી માંડીને સ્વીપર પણ ફીટ , ચોરો માટે ધંધે કા ટાઈમ અને પોલીસો ને ધંધે લગાડી દે, અને છેલ્લે બાકી ખડૂસ શેઠ, શેઠાણીઓ,સાહેબો, કે બોસ વગર કારણે ટટળાવે એ જુદા. સાલું માણસો ને વિના કારણે બીજા ને પરેશાન કરવા માં આવતી મજા નો રંગ કેવો હશે એ ક્યારેક જોવું છે...

ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા,

સિતમગરો છે ફિકરમાં સિતમ નથી મળતા.

નવરા બેઠા આવા લોકો ટેન્શન માં રહેતા હશે ને કે હવે કોને અને કઈ રીતે સળી કરવી?

બીજો એક સરસ પીસ ઘાયલ સાહેબનો,

કેમ ભૂલી ગયા? દટાયો છું,

આ ઈમારતનો હુંય પાયો છું

વાહ, દેખાતા નથી પણ ટેકો દઈને ઢાંચાને ઉભો રાખવા માટે જમીનમાં દટાવાનો ત્યાગ કરવા વાળા થકી જ આપણી ઈમારત ઉભી છે... સલામ છે અવા લોકોને.

એક બહુ સટીક પીસ છે. સ્વીકારવો કે પચાવવો આઘરો પડે એવો.

સાચું પૂછો તો સત્યના પંથે,

ખોટી વાતોથી દોરવાયો છું!

આપણી આસપાસ આ સત્યના નામનું એક બહુ ગ્લોસી પિક્ચર ઉભું કરાયલુ છે. કે સત્યને અપનાવે એ સિંઘમ જેવા હોય એકદમ હિરોઈક. સત્યનો હમેશા ભગવાન બદલો આપે સારો અને ઇનામ કે બોનસ મળે અને આપણી વાહ વાહી થાય અને લીવ હેપ્પીલી એવર આફ્ટર જેવી કેટલીય ફેન્ટસીઓ આપણી આસપાસ ભમરાય છે. એટલી રસીલી હકીકત નથી હોતી. ક્યારેક સત્ય બહુ નિર્લજ્જ અને બેશરમ નીકળે છે આપણે ચીર હરણનો ભોગ બનતી દ્રૌપદી બની જઈએ છીએ તો ક્યારેક શિયાળાની ઠંડી હવા જેવું તદ્દન હુંફ વિહીન અને ચામડી ચીરી નાખે તેવું રૂક્ષ, ક્યારેક વ્યક્ત કરવું અશક્ય હોય ત્યારે જીવનભર એનું વજન ઉપાડયા કરવાનું કુલીની જેમ તો ક્યારેક કોઈ ભૂલ કે પાપ ના સ્વરૂપમાં શ્રવણના માતા-પિતાએ આપેલ શ્રાપની માફક પીછો કરે અને જયારે સત કર્મોનું ફળ ભોગવવાનું આવે ત્યારે ઇન્શ્યોરન્સ પોલીસી ની ફુદરડીઓ ની માફક ટર્મ્સ એન્ડ કંડીશનસ સાથે આવે. ત્યારે એમ થાય કે ઓલા મતલબી લોકો સારા.... આપણા ઘાયલ પણ ચાલ્યા તો સત્યના રસ્તે પણ પ્રમાણિકપણે સ્વીકારે છે કે ખોટી વાતોથી દોરવાઈને આ રસ્તે આવ્યો છું.

કોઈ સ્વીકારવા તૈયાર હોય તો આ શેર જીવન બધા ને એક મુકામ પર લાગુ પડતો હોય છે ,

સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,

અજમાવવો છે હાથ તો આ ગાલ ધર્યો, લે !

ભલે કોઈપણ પદની વ્યક્તિ શું કામ ન હોય પણ એક તબક્કે તમાચાઓને સ્વીકારવાનો સમય આવ્યો હશે... એટલા ટેવાઈ જવાય કે કોકને હાથ અજમાવવા માટે પણ ગાલ ધરી દેવા તૈયાર થઈ જવાય....

આ ગઝલો પણ બડે કમાલ કી ચીઝ હૈ! એક દમ તેજ,ધારદાર અને આરપાર. થોડા માં ઘણું. આમ આપણી ચાલુ ભાષા માં ’શાયરી’ એટલે દિલફેંક જોડકણા એવું કૈક ચિત્ર હોય છે ઘણા ના મનમાં. દિલફેંક જોડકણા બનાવવા કે વાંચવા કે દિલ્લગી કરવી કઈ ખોટું નથી જ્યાં સુધી બંને સાઈડ સહમતી હોય ત્યાં સુધી, પણ આ શાયરીઓ ફક્ત એટલા પુરતી સીમિત નથી એને જીવન, સત્ય, વક્રતાઓ, બીજા સામાજિક આર્થીક કે એતિહાસિક પરિબળો સાથે સીધું લેવા દેવા છે. મતલબ કે એ થોડી વધુ જટિલ, કરકરી અને ગહન આઈટમ છે.

હવે આ છે એક દમ રો , ઓરીજીનલ અને છતાં સુંદર,

હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું,

અડધોપડધો જ ઓળખાયો છું.

રામ જાણે શું કામ હું જ મને,

સર્પની જેમ વીંટળાયો છું.

એ જ છે પ્રશ્નઃ કોણ કોનું છે?

હું ય મારો નથી, પરાયો છું!

આપણે આપણી જાત માં જ મોટે ભાગે ગુંચવાયલા રહીએ છીએ બસ બ્લેઈમ બીજાને કરીએ છીએ એમ નથી લાગતું? આપણે આપણી ડાર્ક સાઈડસથી એસ્કેપ કરીએ છીએ અથવા એને જસ્ટીફાય કર્યા કરીએ છીએ. કરતા નથી જો કે બસ અન્ય ની સામે એવું એકટ કરીએ છીએ. પોતાનો જ જે વિકાસ જીવન દરમિયાન થવો જોઈએ તેની ફરતે જાતે જ સર્પ ની જેમ ભયાવહ ટુંપો આપણી જાતે જ દઈએ છીએ. ક્વાઈટ સાઈકોલોજીકલ સ્ટફ યુ નો!

અને આ મરણતોલ શેર,

એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા,

એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,

‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.

આ શેરની ડીટેલમાં જઈશ તો, એક તીખી તમતમતી સરસ છોકરી ના હિમીગ્લોબીન રીપોર્ટ કે હાડકામાં કેલ્શિયમના પ્રમાણ ની ચર્ચા કરવા જેવું બોરિંગ થઇ જશે. એની બસ જેમ છે એમ જ મજા લેવાની હોય.... એની વે સરસ માત્ર છોકરીઓ જ શું કામ છોકરાઓ ય હોય... એમ ને પણ હક છે .....

અને હવે તમારા માટે ન્યુ યર સ્પેશીયલ આશા ના ઝરણા જેવા શેર,

મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડડયન મારૂં,

ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે

છેલ્લે ઘાયલ સાહેબને એમના જ શેરથી સલામ,

અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું,

મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું.

વિશ યુ અ વેરી હેપી દિવાલી એન્ડ હેપી રીડીંગ ઇન દિવાલી વેકેશન ફ્રેન્ડસ.

- અમૃત ઘાયલ

મળે છે વર્ષો પછી એકદમ નથી મળતા,

મલમ તો શું કે સહેજે જખમ નથી મળતા

તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્ય્દય-વીણા,

તૂટેલા તાર માંહે પણ કંઇ ઝણકાર બાકી છે.

જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ‘ઘાયલ’,

હજુ કંઇ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.

વૃદ્ધ છું કિન્તુ નીરસ કે જડ નથી

રૂક્ષ છું પણ સ્ત્રોત છું રસધારનો

મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,

સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !

લઘરી વાતો

વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

દિવાળી એટલે સ્વચ્છ ઘર અભિયાન

દિવાળી આવવાને હજુ વાર હોય ત્યારે ખબર નહિ કેમ આખું ગુજરાત સ્વચ્છ ઘર અભિયાન માં લાગી જતું હોય છે? તમે વર્ષો થી જે ગાદલા પર ઉઘતા આવ્યા હો, અચાનક તમારા ઉપર આદેશ કરવામાં આવે કે. “જાઓ આ ગાદલા ઉપાડીને ધાબે તપાવા મૂકી આવો!”, અને તમે ધાબે જાઓ ત્યારે તમારી જાણમાં આવે કે ગાદલું મુકવા પહેલા તો ધાબુ સાફ કરવું પડશે!! આમ ફક્ત ઉતરાયણ નાં આગલા દિવસે સાફ થતું ધાબુ દિવાળીમાં પણ સાફ કરવાનું આવે આવે છે. ખબર નહીં દિવાળી કે બેસતા વર્ષ પર આપણા ઘરે આવનાર વ્યક્તિઓ કોઈ દિવસ એવું જોવા જતા નથી કે ભાઈ તમે ધાબુ બરોબર સાફ કર્યું છે કે નહીં? તો પણ આપણે હોશે હોશે સાફ કરીએ છીએ કાયમ તડકો આપણ ને હેરાન કરતો હોય પણ જે દિવસે તમે ધાબે ગાદલા તપાવા મુકો એ દિવસે અચાનક ક્યાંથી વાદળ છાયું વાતાવરણ સર્જાઈ જાય છે અને વાદળો ને કારણે તમારે એક દિવસ નાં ગાદલા બે દિવસે તપે છે અને જ્યાં સુધી ગાદલા નાં તપે ત્યાં સુધી ઘર નાં બધા જ લોકો નાં મગજ ગાદલા વગર તપેલા રહે છે.

ઘર ની એવી જગ્યાઓ જ્યાં આપડે મોટા ભાગે જતા નથી અથવા તો બહુ ઓછો ઉપયોગ કરતા હોઈએ છે એવી જગ્યાઓ માં આપણે જાણે વાસ્કોદી ગામા હોઈએ અને કોઈ ખંડ શોધવા જવાનો હોય એ રીતે શોધખોળ અને સફાઈ પ્રવુતિ આરંભાય છે. સ્ટોરરૂમ , માળિયા એવી જગ્યાઓ છે જ્યાં આખું વર્ષ આપણે બધી નકામી વસ્તુઓ એ ગણતરી એ ભરી હોય છે કે અચાનક જરૂર પડે ત્યારે કામ લાગશે અને ‘’સંઘરેલો સાપ પણ કામનો” અને આખું વર્ષ જ્યારે એ વસ્તુ ની જરૂર પડે ત્યારે માળિયા પર થી ઉતારવાની જગ્યાએ નવી ખરીદીને વાપરીએ છીએ. માળિયું દરેક ઘરમાં નાનું આપવામાં આવે છે અને એના પર ચઢી ને સાફ કરવાની જવાબદારી મોટા ભાગે પુરૂષો ને સોપવામાં આવે છે કેમકે જગ્યા ઓછી હોય છે. ખરેખર તો ‘’વૈકુંઠ નાનું અને ભક્તો ઝાઝા ‘’ ની જગ્યાએ એવી કેહવત હોવી જોઈએ ‘’માળિયું નાનું અને વસ્તુ ઝાઝી‘’ !

તમે જેમ તેમ કરી પોતાની જાતને માળિયા માં ફિટ કરીને સાફ કરવાનું શરૂ કરો ત્યારે તમને ખ્યાલ આવે છે કે આમાંની ઘણી વસ્તુ તો કશાજ કામની નથી પણ જૂની વસ્તુ કાઢવી એ ઝઘડા નું કારણ બની શકે છે. ખરેખર ચંપલ ઉધું પડયું હોય તો ઝઘડો થવાના ચાન્સ કરતા માળિયું સાફ કરવામાં ઝઘડા થવાના ચાન્સ વધારે હોય છે. પતિ જે વસ્તુ ને નકામી ગણતો હોય એ જ વસ્તુ ને પત્ની કામની ગણતી હોય છે આમ ધીમે ધીમે ભારે રકઝક બાદ માળિયા માં મુકાયેલી એક પણ વસ્તુ કચરા તરીકે અથવા તો ભંગાર તરીકે ઘર ની બહાર જતી નથી પણ એ માળિયામાં વસ્તુ નો ઉમેરો થતો જાય છે. તમે આખું માળિયું સાફ કરીને ખુશી ખુશી નીચે ઉતરો ત્યારે કીડીઓ નો ચોક કરવાનો રહી ગયો ,અથવા તો ડામર ની ગોળીઓ મુકવાની રહી ગઈ એમ કહીને તમને પાછા માળિયા પર ચઢાંવામાં આવે છે. ખરેખર તો સપ્તપદી નાં સાત વચનો માં એવું વચન પણ હોવું જોઈએ કે હું પતિ તરીકે કોઈ પણ રકઝક કર્યા વગર દિવાળી સમયે માળિયું સાફ કરી આપીશ . ખરેખર તો માણસે પોતાનું મન માળિયા જેવું ઉદાર રાખવું જોઈએ કે જે પણ વસ્તુ ભરો હું સંઘરીરાખીશ અને ‘’મન હોય તો માળિયે જવાય’’ એ કેહવત તો સાવ ખોટી છે તમારૂં મન હોય કે ક-મન હોય દિવાળી હોય એટલે માળીએ જવાય એવું કઈક જ હોવું જોઈએ .

બાકીના મહિના ઘોડો એટલે એક પ્રાણી અથવા તો મુવી માં ઘોડો એટલે ગન થતી હોય છે પણ દિવાળી વખતે ઘોડો એટલે ઉચી સીડી જે ચઢીને તમે સાફસફાઈ કરી શકો દિવાળી વખતે આ ઘોડા ની ડીમાંડ ઘણી જ હોય છે. આજુબાજુવાળા તમારા ત્યાં ઘોડો માગવા આવે પછી તમારે જરૂર હોય ત્યારે પાછો ઘોડો કોના ત્યાં પડયો છે તે યાદ કરીને માંગવા જવું પડે છે. આમ આ ઘોડા ની મેરેથોન ચાલતી હોય છે. આ ઘોડા નો મુખ્ય ઉપયોગ , માળિયે ચઢવા અને પંખા સાફ કરવા માં થતો હોય છે ,પંખા નાં પાખીયા તમે કપડા થી સાફ કરી નાખો તો કોઈને સંતોષ થતો નથી. તમારી અંદર રહેલો ઈલેક્ટ્રીશિયન ને તમારે જગાડવો પડે છે અને નટ બોલ્ટ ખોલીને પાખેયા ને સાબુ નાં પાણીમાં ધોવા પડે છે .

આટલું બધું કષ્ટ કર્યા પછી પણ તમે જ્યારે તમારા જ ઘરમાં થી ફોન પર વાત કરતા સાંભળો કે ‘’દિવાળી નું કામકાજ કેટલે પહોચ્યું?‘’ના જવાબ માં જુવો ને હજુ તો આ બધું બાકી જ છે એમ કહી બાકી કામકાજ નું લાબું લીસ્ટ સંભળાવામાં આવે ત્યારે તમને લાગે કે ખરેખર સ્વચ્છતા અભિયાન માટે દિવાળી નો તહેવાર જ પસંદ કરવા જેવો હતો.

તો તમેને બધા ને હેપી દિવાળી અને હેપી ન્યુયર અને દેવાળું નાં ફુકાઇ જાય એટલો જ ખર્ચો કરી દિવાળી ઉજવશો એવી શુભકામનાઓ.

કૌતુક કથા

હર્ષ કે. પંડયા

દ્બટ્ઠહરટ્ઠિ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

દિવાળી ટાણે યાદોની સાફસૂફી

દિવાળીનો પ્રકાશ ઉત્સવ નજીકમાં છે. ઘણા ઘરોમાં સાફસફાઈ થઇ ગઈ હશે. ઘણા ઘરોમાં પૂરી થવામાં હશે. આપણે અહીંયા ઘણી બધી વાતો કરી. યુદ્ધોની, વ્યક્તિગત ક્રાંતિની, સાહિત્યની, ફિલ્મોની,સૌરાષ્ટ્રની દિલધડક દાસ્તાનોની, ગાંધીજી, દક્ષિણ આફ્રિકા વગેરે વગેરે. દિવાળીના સમયે ઘરમાં સફાઈ થતી વખતે કેટકેટલી વસ્તુઓ આપણે ફેંકી દઈએ છીએ અને કેટકેટલી વસ્તુઓ ‘આ હજુ રહેવા દઈએ હોં, કામની છે.’ એમ કહીને રહેવા દઈએ છીએ એનું લીસ્ટ તપાસ્યું છે?ચાલો આજે એ વસ્તુની વાત માંડીએ જેને કાયમ ફેંકવાની આપણે પોતાની જાતને ના પાડી દેતા હોઈએ છીએ. એ વસ્તુ સ્વયં એક કૌતુક કથા થી કમ નથી.

એ ચીજ છે બચપણની યાદો. પોતાનું એ ઘર, એ ફળિયું, એ ડેલી,એ સ્કુલ જ્યાંથી આપણે ઉગ્યા હતા, જ્યાં બ્રેડનો ભૂકો કે બ્રેડની કિનાર કાપીને બનાવેલી ચટણીવાળી ‘કટકી’ નો સ્વાદ એટલો મજાનો હતો કે હવે સબવેની બ્રેડ ખાતા ખાતા ય કોણ જાણે એ ટેસ્ટ ભૂલાતો જ નથી. ના જી, નોસ્ટાલ્જિક થવાની વાત જ નથી. હા, યાદોના સરોવર પાસે બેસીને એકાદ-બે છાંટા જરૂર ઉડાડી લેવાય અને જીવનમાં આગળ વધતા જવાય. એ જ તો નવું વર્ષ લઈને આવતા સમયની વાત છે. જૂની યાદોમાં સારી યાદો, મિત્રો, સંબંધો વગેરે યાદ રહે છે. થોડા કડવા પ્રસંગો, કહાસુની એવું બધું ય આપણે યાદ રાખીએ છીએ. પણ હા, ખુશી તો એ યાદો જ આપે છે જેમાં આપણે ‘જીવ્યા’ હોઈએ છીએ. આજે એવી જ યાદો વહેંચીએ અને એ બહાને બચપણ પાસે જઈને એની સાથે થોડું રમીએ, જેથી આપણી અંદરનો એ બાળક મોટો ન થઇ જાય.

સાવ નાના એવા હતા ને ઘરના આંગણામાં ફરતા હતા ત્યારે મોરને હાથેથી રોટલી ખવડાવી હતી અને ‘કબુ કબુ’ (કબુતર) ને દાણા નાંખ્યા હતા. દાદાની સાથે નાહ્યા વિના ય પૂજામાં બેસી જઈને ટંકોરી વગાડી હતી. ઘર મોટું હોય તો બહાર કપડા ધોવાની કુંડીમાંથી ડબલે ડબલે લીંબુડી/બોરડીને અને નાનું ઘર હોય તો મીઠા લીમડાને કે ગુલાબ કે તુલસીના છોડને પાણી પીવડાવ્યું હોય. ત્યાં પસાર થતા મંકોડા,લાલ કાળી કીડીઓની દોડમદોડ જોઈ હોય. આ બધું કરતાં કરતાં પાછું ધૂળનો ઢગલો કરી-એમાં પાણી રેડી અવનવા આકારો બનાવ્યા હોય. ખાલી બાકસની ટ્રેઈન બનાવી એને આમતેમ દોડાવી હોય. રમતા રમતા એકાદો નાનો શંખ મળી જાય તો તો એ અંગત મ્યુઝીયમમાં સ્થાન પામે. લખોટા રમતા રમતા દાણીયો લખોટો પોતે જ રાખવાનો હોય. રવિવારે સવારે પહેલા રામાયણ અને પછી શ્રીક્રિશ્ના જોવાનું. વળી, શક્તિમાન,અંકલ સ્ક્રુજ અને ટેલસ્પીનવાળા બલુને અને મોગલીને ય જોવાના. સ્કુલમાં આપણા નાસ્તાના ડબ્બા કરતા કરતાં પેલો/પેલી જે ખાતા હોય એમાં વધુ રસ હોય. માસીના ભૂંગળા-બટેટા, આંબલી, બરફની પાટ પર રાખેલી લીંબુ-મીઠાવાળી ગંડેરી, ચણીબોર, પેપ્સીકોલા એ બધું ઘરના ભાખરી-ગોળ કરતાંય વધુ આકર્ષે.

થોડા મોટા થયા, કાર્ટૂન નેટવર્કનું આગમન થયું અને સ્વોટ કેટ્‌સ,ટોમ એન્ડ જેરી, જ્હોની બ્રાવો જેવા મિત્રો જીવનમાં પ્રવેશ્યા. ફ્લિન્ટસ્ટોન્સ અને જેટ્‌સન્સ જેવા બે યુગના પરિવારો પણ જોયા. દરમિયાનમાં મિત્રો સાથે ક્રિકેટ રમાતી થઇ, બહેનપણીઓ સાથે આઈસ્ક્રીમ ખવાતી થઇ. ‘યમ્સ’ના પાંચ જ રૂપિયાના વાનમાં ફરતા આઈસ્ક્રીમના એ દિવસો હતા. આબુમાં ખવાતી એ સોફ્ટી, નખી લેક પાસે પડાવાતા ફોટા, ત્યાં થતું બોટિંગ, તુલસીશ્યામના ઝરા, બદ્રીનાથના ગરમ પાણીના કુંડ, પિતા સાથે અને પછી પિતા વગર કરેલી હરદ્વારની ગંગા આરતી, ખોટી સોબતમાં થયેલા મિત્રોને લીધે અને ખોટું બોલવાને લીધે મળેલો મમ્મી/પપ્પા ના હાથનો માર/વઢ....આ બધું ય આવ્યું.

સ્કુલમાં ય રીસેસમાં ક્રિકેટ રમતી વખતે સ્ટાફરૂમની બારીઓના એક પણ કાચ સાજા ન રાખ્યા હોય, રક્ષાબંધન ઉજવાઈ હોય એ વખતે બાજુમાં બેઠા હોય એ જ છોકરા છોકરી પાસે રાખડી બંધાવવાનું/બાંધવાનું મન ન હોવા છતાંય કમને એ કરવું પડયું હોય, દર બુધવારે થતા સંમેલનમાં પોતાના વર્ગમાંથી સાવ વાહિયાત નાટક રજુ કર્યું હોય તો ય એનો ગર્વ હોય... અખંડ આનંદ, જનકલ્યાણ, અમર ચિત્રકથા,ચંપક, જીવરામ જોશી, સ્કોપ, સફારી, ડીઝની કોમિક્સ જેવા બાળપણથી સાથે રહેલા મેગેઝીન્સ, બા ની રામાયણ-મહાભારતની વાર્તાઓ,છુપાવીને રાખેલી ડાયરીઓના પીળા પાનાની વચ્ચે હાઉકલી કરતી આપણી ગાંડી ઘેલી લાગણીઓ, પસ્તીની દુકાને ગમતી ચોપડીઓ શોધ્યા કરતી નજર અને પાકીટ તરફ જોઇને વિચાર માંડી વાળવો પડે ત્યારે આવતો ગુસ્સો.....

મિત્રો, તમારી આવી કંઈ કેટલીય યાદો સાફસફાઈમાં મળી આવે છે. આ યાદો આપણી પીડા,આનંદ,સંઘર્ષ, હતાશા એ બધા સાથે બનેલી હોય છે. એ આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે એટલે ખરાબ યાદોથી ત્રાસીને ભાગવાને બદલે એનું સ્થાન સદાયને માટે હ્ય્દયના એક ચોક્કસ ખૂણામાં આપી દેવાથી એ ઓછી પીડા આપશે. સમયાંતરે જાત સાથે વાત કરતી વખતે અને નવા વર્ષને વધાવતી વખતે પગ જમીન પર ખોડાયેલા રહે એ માટે એને પટારામાંથી કાઢીને નીરખવાથી ચોક્કસ રીતે આવનાર વર્ષને વધુ સારી રીતે માણવાનું મન થશે...

હેપ્પી દિવાળી, હેપ્પી ન્યુ યર...

હ્લર્િદ્બઃ ઉપર લખી એ બધી ક્ષણોમાં કા-કા કરનાર આપનો વિશ્વાસુ પાપી કાગડો...

ટેક ટોક

યશ ઠક્કર

અટ્ઠજરષ્ઠ૮જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

દ્ગીટેજ ૫ઠ

ટેકટોક વર્ઝન ૯ માં આજે આપણે એન્ડરોઇડ/નેક્સસ ની દિવાળી ઉજવીશું. જેમ દર દિવાળીએ આપણે નવા કપડા ખરીદીએ તેમ હવે દર વર્ષે મોબાઈલ માટે ની ઓપરેટીંગ સીસ્ટમ પણ દર વર્ષે બદલાતી હોય છે. આજે આપણે વાત કરશું નેક્સસ ૫ઠ વિષે.

નેક્સસ ૫ઠ ભારતમાં બે અલગ અલગ ઓપ્શન સાથે હાજર છે. ૧૬ જીબી ની કીમત છે ૩૨૦૦૦ રૂપિયા જયારે ૩૨ જીબી માટે તમારે ૩૬૦૦૦ રૂપિયા ચુકવવા પડશે. નેક્સસ ફોન ની સૌથી મોટી ખૂબી કહો કે કંપનીની મોનોપોલી કહો, નેક્સસ ડીવાઈસ ને લેટેસ્ટ એન્ડરોઇડ ઓપરેટીંગ સીસ્ટમ સૌથી પહેલા મળે છે. આ વર્ષે એન્ડરોઇડ ની ઓપરેટીંગ સીસ્ટમનું જે વર્ઝન લોન્ચ થયું છે તેનું નામ "માર્શમેલોવ" છે અને તે છહઙ્ઘર્િૈઙ્ઘ ફીર્જિૈહ ૬.૦ ના નામ થી ઓળખાય છે. નેક્સસ ૫ઠમાં તમને એન્ડરોઇડ માર્શમેલોવ તમને બાય ડીફોલ્ટ મળશે.

નેક્સસ ૫ઠ ના મુખ્ય પાસાઓ ઉપર વાત કરીએ તો

૫.૨ ઇંચની સ્ક્રીન ધરાવતો આ ફોન ૧૦૮૦ ટ ૧૯૨૦ ૈટીઙ્મજ ના રીઝોલ્યુશનને સપોર્ટ કરે છે. ક્વોલ્કોમ સ્જીસ્૮૯૯૨ સ્નેપડરેગોન ૮૦૮નો ચીપસેટ ૬ કોર (ઊેટ્ઠઙ્ઘ-ર્ષ્ઠિી ૧.૪૪ ય્ૐડ ર્ઝ્રિીંટ-છ૫૩ શ્ઙ્ઘેટ્ઠઙ્મ-ર્ષ્ઠિી ૧.૮૨ ય્ૐડ ર્ઝ્રિીંટ-છ૫૭)વાળા ઝ્રઁેં ને પાવરફુલ બુસ્ટ આપે છે, આ સિવાય અદ્રેનો ૪૧૮ નું ય્ઁેં પણ છે. ઇન્ટરનલ સ્ટોરેજ માટે ૧૬ અને ૩૨ જીબી એમ બે અલગ અલગ ઓપ્શન છે. ૨ ય્મ્ ની રેમ તમારા મલ્ટીટાસ્ક ને સપોર્ટ કરશે અને ફોનને વારંવાર હેંગ થતો બચાવશે.

નેક્સસ ૫ઠ ને જે પોઈન્ટ ઉપર જોરશોર થી પ્રમોટ કરાય છે તે છે તેનો ૧૨.૩ મેગાપીક્ષ્લ નો ક્રિસ્ટલ ક્લીયર કેમેરા અને એ પણ ઓટો ફોકસ લેઝર સેન્સર તથા ડયુલ એલીડી ફ્લેશ સાથે. ન્ય્ એ કેમેરા પર ખરેખર ખુબ જ સારૂં કામ કર્યું છે. અત્યાર સુધીના ન્ય્ ના મોડેલમા કેમેરાના એન્ગલ થી જો કોઈ બેસ્ટ મોડેલ હોય તો એ ચોક્કસપણેદ્ગીટેજ ૫ઠ જ છે. ૧૨.૩ મેગાપીક્ષ્લ ના કેમેરા દ્વારા તમે હવે ૪દ્ભવિડીયો રેકોર્ડીંગ પણ કરી શકશો. ફ્રન્ટ કેમેરા અથવા સેલ્ફી કેમેરા વિષે વાત કરીએ તો અહિયાં હજુ ન્ય્ દ્વારા કોઈ ખાસ ફેરફાર કરાયો નથી. ફ્રન્ટ ફેસિંગ કેમેરા માત્ર ૫ મેગાપીક્ષ્લ નો જ છે. સોની અને ૐ્‌ઝ્રજયારે હવે ફ્રન્ટ ફેસિંગ કેમેરા માં પણ ન્ઈડ્ઢ ફ્લેશ આપે છે ત્યારે ન્ય્અને નેક્સસ દ્વારા હજુ એ દિશામાં એક પણ પગલું ભરાયું નથી.

નેક્સસ ૫ઠ માં ગુગલ દ્વારા દાવો કરાયો છે કે હવે તેનું ફિંગર સ્કેનર સુપર ફાસ્ટ છે અને ય્ેીજજ ઉરટ્ઠં .... એ લોકો બિલકુલ સાચા છે .. હવે દ્ગીટેજ ૫ઠ નું ફિંગર સ્કેનર ખરેખર ખુબ જ ફાસ્ટ બન્યું છે. જયારે પહેલી વખત લોક સેટ અપ કરતા હોય ત્યારે તમારે ૩-૪ વખત ફિંગર સ્કેનર પર મુકવી પડશે અને ફિંગર સ્કેનર એક્ટીવેટ થઇ જશે.

આ સિવાય નેક્સસ ૫ઠ માં તમને દ્ગહ્લઝ્ર અને ટેપ ટુ પે પણ મળશે એટલે ભવિષ્યમાં આપણે પણ ક્રેડીટ કે ડેબીટ કાર્ડ લીધા વગર શોપિંગ કરવા જવું હોય તો જવાની પુરેપુરી આઝાદી રહેશે. લગભગ આખો દિવસ ચાલતી ૨૭૦૦સ્ૐ ની લાય-પોલીમર બેટરી નોન રીમુવેબ્લ છે.

ફાયનલ ક્ન્કલ્યુંઝ્‌ન વિષે વાત કરૂં તો જો આ દિવાળી પર તમારૂં બજેટ ૩૦૦૦૦ રૂપિયા સુધી હોય તો નેક્સસ ૫ઠ સૌથી સારા માં સારી પસંદગી છે.

સર્વે રીડરમિત્રો ને નવા વર્ષના નુતન વર્ષાભિનંદન

મસ્ત રિડ

ભૂમિકા દેસાઈ શાહ

હ્વરેદ્બૈાટ્ઠજરટ્ઠર૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

કૃષ્ણમય દિવાળી

-"તમે જે આ તમારા બ્લોગ પર લખો છો એ તમારી સાથે બન્યું છે?"

-"તમે જે બધું લખો છો એ સાચું છે? તમારા પતિ અને તમારા પરિવારવાળા સાવ આવા છે?"

-"હે બેન, તમારી સાથે આવું બધું થાય છે? તમે જે લખો છો એ?"

આડા-અવળા ઉલ્લેખ સાથે કોણ જાણે કેટલાય જાણીતા અને અજાણ્‌યા લોકોએ મારા લેખન(બ્લોગ-આર્ટીકલ્સ-કોલમ મેટર)માં મુદ્દો-વિષય શોધવાની અને સમઝવાની જગ્યાએ મારી અંગત જિંદગી અને મારા સંબંધોમાં અનધિકૃત ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો છે. અને એ દરેક પ્રશ્નનો ઉત્તર આપવાની જગ્યાએ મેં હસી કાઢ્‌યો છે. અને આવા અંગત પ્રશ્નો અને આક્ષેપો પર હસતા મને શીખવાડયું છે મારી માનીતી લેખિકા કાજલ ઓઝા વૈદ્યએ.

કાજલ ઓઝા વૈદ્ય કે જેઓ ર્દ્ભંફનાં નામે પણ ફેમસ છે, તેઓ કહેતા આવ્યા છે કે-"સ્ત્રીઓ ખુબ સંવેદનશીલ છે અને આથીજ ખુબ સારૂં લખી શકે, પરંતુ બહુધા લખતી નથી. કારણ એ છે કે વાચક- સ્ત્રી જે કઈ લખે એ વાંચે કે નાં વાંચે પણ સ્ત્રી જે નથી લખતી એ વાંચવા પ્રયાસ કરે છે, અર્થાત સ્ત્રી જે લખે છે એ બે લીટીની-બે શબ્દોની વચ્ચે વાંચવા મથે છે. અને સ્ત્રી કોઈ પણ વિષય પર લખે એને પ્રશ્ન કરાય છે- આ તમારી સાથે થયું?"

ર્દ્ભંફનાં શબ્દો મને કાયમ ધ્યેર્ય આપે, ફાલતું ટીપ્પણીઓ કરનાર કે મારી અંગત જીંદગીમાં ડોકિયું કરનારની અવગણના કરવા.

નાં, આજે આપણે લેખિકાનો રીવ્યુ નથી કરવાના પણ મારી જીંદગીમાં મેં વાંચેલી બે ઉત્તમ કિતાબો-બુક્સની વાત કરવાના છીએ.

નાં, હું એ પુસ્તકોનાં નામ હમણાંથી નહિ કહી દઉં, નાં તો હું મારી શૈલી પ્રમાણે એની વાર્તા માંડીશ! આજે આ એકદમ અલગ અને શ્રેષ્ઠ પુસ્તકોની વાર્તા હું એના થોડા અંશો ટાંકીને માંડીશ અને આ વાચનાર સ્ત્રી હોય કે પુરૂષ આ પુસ્તકોને વાંચવાની તલબ રોકી નહિ જ શકે.

તો થોડા શબ્દો અને સંવાદો બે અદ્‌ભુત પુસ્તકોમાંથી જેમને મેં શબ્દે-શબ્દે જીવ્યા છે અને હજુ કેટલીયે વાર વાંચીશ અને જીવીશ.

***

"ધૃષ્ટધ્યુંમ્નને જે શિક્ષા આપવામાં આવે છે એ મને આપવામાં આવશે ખરી? મને શસ્ત્રવિદ્યા અને રાજનીતિ કેમ નથી શીખવતા?"-હું કવચિત એને પૂછતી.

"તારે રાજ્ય નથી કરવાનું.."મારી માં હસી પડતી, " તારે તો રાજ્ય કરવાનું છે તારા પતિના હ્ય્દય ઉપર.. એને સંતુષ્ટ, સુખી અને આનંદિત રાખવાની શિક્ષા તને આપવામાં આવશે!"

"ધૃષ્ટધ્યુંમ્નને પણ તેની પત્નીને સુખી અને સંતુષ્ટ રાખવાની શિક્ષા આપવામાં આવશે?"-હું પૂછતી. મારી માં અને દાસીવૃંદ મારી વાત પર હસતું.

"પુરૂષે તો કદી એવી શિક્ષા લેવાની હોય? સ્ત્રીએ જાતે જ સુખી થવાની કળા હસ્તગત કરી લેવાની..."

"તો પુરૂષ જાતે સુખી થઇ શકતો નથી. એને સુખ માટે બીજાની આવશ્યકતા પડે છે, ખરૂં?"-હું વિવાદ કરતી."એનો અર્થ એ છે કે પુરૂષ કરતા વધુ સ્વાવલંબી સ્ત્રી છે. પુરૂષ એના પર આધારિત છે. પોતાના ભોજન માટે, પોતાના સુખ માટે, પોતાના ઉત્તરાધિકારી મેળવવા માટે,બીજી ઘણી બાબતો માટે.. એટલે પુરૂષ કરતા સ્ત્રી વધુ શક્તિશાળી થઇ,ખરૂં ને? સ્ત્રી પાસે વધુ કળાઓ છે તો પછી એને બાદ વગરની-અબળા શા માટે કહેવાય છે?"

માંની પાસે ઉત્તર નહતો... મારા પ્રશ્નો એમને વિચલિત કરી દેતા..

***

"જો હું અદ્‌ભુત છું તો મારે શા માટે કોઈના ચરણમાં સમર્પિત થવાનું? શું પુરૂષને સમર્પિત થઈને જ સ્ત્રીનું જીવન યથાર્થ થાય છે? શું પુરૂષ વિના સ્ત્રી પાસે બીજી કોઈ દિશા નથી? શું અર્ધાંગીની બનીને જીવવું એ જ સ્ત્રીનું ભાગ્ય છે? સ્ત્રી સ્વયમાં સંપૂર્ણ નાં હોઈ શકે? જો વિવાહ યોગ્ય કુંવારો પુત્ર પિતાને માથે પાતક નથી તો પુત્રી શા માટે પિતાના ઉદ્વેગનું કારણ બને છે?"-મારા મુખમાંથી શબ્દ સર્યા કે મારા પિતાની મુખાકૃતિ બદલાઈ ગઈ.

***

સત્યભામાએ આંખો લુછી. ક્ષણભર મારી સામે જોઈ રહ્યા. પછી રૂંધાયેલા કાંઠે એમણે મને કહ્યું-"હું શા માટે કેશવને તમારી જેમ સમજી નથી શકતી?"

હું શી રીતે સમઝાવું સત્યભામાને કે હું પણ મારા ઉત્તરદાયિત્વ પુરા કરતી મારા પાંચ પતિઓની સાથે મારૂં કર્મ પૂર્ણ કરી રહી હતી. ધનંજય માટેનો મારો સ્નેહ હું કદીયે વ્યક્ત સ્વરૂપે કોઈનેય કહી શકી નહિ. જેને માટે સર્વાધિક સ્નેહ હતો એને બીજી સ્ત્રીઓ સાથે વહેંચાતા હ્ય્દય દુખ્યું હતું મારૂં, પરંતુ એને ધર્મ સમઝીને સતત એનું પાલન કરતી રહી હું. સખાને સમજી શકતી હતી, કારણ કે હું પણ એમના જેવી જ મનઃસ્થિતિમાંથી પસાર થતી રહી હતી, વારંવાર.

એકબીજાથી દુર રહીને પણ અમે એકમેકને સમજતા રહ્યા.

***

ર્ઇહર;ીર્ ન્િૂ ટાજર્કટ્ઠટ િૂૐ;ીર્જ ઙ્મીૈઢ;જછિ

"હવે આ જ્ઞાનનાં ભાર સાથે નહિ જઈ શકાય મારાથી.ક્યા જઈ રહી છું, એ નથી જાણતી. સાચું પૂછો તો હું જઈ રહી છું કે નહિ એ પણ નથી જાણતી. છતાં તમારૂં આપેલું બધું જ તમને સમર્પીને ૠણમુક્ત થઇ જવા માંગું છું."-દ્રૌપદીએ હસ્તિનાપુર જતી વખતે અચાનક કહ્યું.

કઈ મુક્તિની વાત કરતી હતી, એ?

કૃષ્ણ અને દ્રૌપદી બંને સમઝતા હતા.

બંધનનો અર્થ..... મુક્તિની ઝંખના...

***

દ્રૌપદીએ એકવાર સાવ અચાનક, આમ જ પૂછી નાખ્યું હતુંઃ"હું એવું વિચારતા જ રોમાંચિત થઇ ઉઠું છું કે મેં તમને ક્યારેય એવું પૂછ્‌યું હોત કે તમે મને ચાહો છો કે નહિ? તમારા જીવનમાં મારૂં શું સ્થાન છે અથવા તમે મને ઝંખી છે કદીયે, એક ક્ષણ માટે ય...... તો તમે શું ઉત્તર આપો?"- પછી એણે પોતે જ કહ્યું, "ઉત્તર આપતા જ નહિ સખા, મેં હજી પૂછ્‌યું નથી કારણ કે ઉત્તર સાંભળ્યા પછી મન અને તન એક દિશામાં ન પણ રહે!"

ત્યારે કૃષ્ણએ કહ્યું હતું -"ઉત્તરની અપેક્ષા હોય તો પૂછો, પરંતુ જે ઉત્તર તમારા મનમાં અખંડ વિશ્વાસ થઈને પ્રજ્વળી રહ્યો છે, એ પ્રશ્નનો ઉત્તર બહાર શોધવો પડે તો મને તમારા સખાનાં સંબોધન વિષે પ્રશ્ન થાય. ઉત્તર તમારા મનમાં જ છે. ઈચ્છો ત્યારે પુછજો... મને.... કે મનને, અમે ભિન્ન નથી સખી!"

***

ગોવિંદ એના પતિ હતા. એ દ્વારકાની પટરાણી! પરંતુ સાચે જ એણે આ નહોતું માંગ્યું!

એ પહેલી નહોતી, ને છેલ્લી એ નહોતી. એ એમને ચાહતી હતી,ઝંખતી હતી, સમર્પિત હતી, પરંતુ એ એકલી ન હતી. જે એમના વિષે આવો ભાવ ધરાવતી હતી. આખું ગોકુળ, આખું દ્વારિકા, આખું હસ્તિનાપુર, આખું ઇન્દ્રપ્રસ્થ, તમામ યાદવો, કુંતીમાં, સર્વે પાંડવો,મોટાભાઈ બલરામ, માં દેવકી, સુભદ્રા બહેન, ઉદ્ધવ, અક્રુર, વિદુર,નારદ અને.....

એક ધડકારો ચુકી ગયું રૂકમણીનું હ્ય્દય, અને પછી મહાકષ્ટથી આવ્યું એ નામ- રાધા!

સર્વે કૃષ્ણમય, કૃષ્ણસમર્પિત, કૃષ્ણલીન હતા.

***

"આ બંને સ્ત્રીઓ રૂકમણી અને દ્રૌપદી, એકમેકથી કેટલી દુર,કેટલી ભિન્ન અને છતાય એક જ ભાવથી, એક સરખી ઉત્કટતાથી,એકસરખું સમર્પણ બંનેની પ્રકૃતિમાં કઈ રીતે આવ્યું હશે?"- કૃષ્ણએ આશ્ચર્ય થયું.

***

"અને મારૂં શું થાય એનો વિચાર નાં કર્યો? જુઠું બોલીને ગયો તું. તે કહ્યું કે તું પાછો ફરીશ... મારા માટે, મારી પાસે.."

"પણ જઈ જ ક્યા શક્યો? જાત તો જ પાછો ફરત. હું તો મારૂં સમગ્ર હોવું તારી પાસે મુકીને નીકળી ગયો, રાધે. આજે આ ક્ષણે હું શોધી રહ્યો છું એ કૃષ્ણને, જેને મારી સાથે લઈને આવ્યો હતો. પાછા જતા એને લઇ જવો પડશે... મને પાછો આપ મારો એ કૃષ્ણ."

"એ તારો ક્યા છે? એ તો મારો છે. હમણાં તો તે કહ્યું કે, એ કૃષ્ણને તો તું જ ગોકુળ મૂકી ગયો. મેં સાચવ્યો છે એને, આટલાં વર્ષો. હવે તું માંગે એટલે પટ્ટ કરતા પાછો આપી દઉં? જા જા, બધું કઈ તારા ધાર્યા પ્રમાણે નાં થાય, કા’ના...."

"પ્રિયા, રાધિકે... એ એક જ તો તારી પાસે પાછુ માંગુ છું."-કૃષ્ણનાં અવાજ માં નિર્દોષ બાળકની આજીજી હતી.

"પણ એટલું જ છે મારી પાસે. એ પણ આપી દઈશ તો મારી પાસે શું શેષ વધશે?"-રાધાના અવાજમાં એથીયે વધુ આજીજી હતી. જીદ હતી. બાળક જેમ પોતાનું પ્રિય રમકડું કોઈ માગે તો છાતી સરસું ચાંપી દે એમ રાધે કૃષ્ણ સ્મરણને છાતીસરસી ચાંપી દીધી...

***

"જા કા’ના, જા.... અને હવે પાછો નહિ આવતો.. તારૂં મન મુક્ત કરૂં છું, કારણ કે બાંધવું એ મારો સ્વભાવ નથી. મેં તો ત્યારેય નહોતો બાંધ્યો તને... તો હવે શા માટે? જા ક’ના... ચાલી જા...."

અને કૃષ્ણએ ખુબ ઊંડો શ્વાસ લીધો અને આંખો મીચી દીધી.

" હવે કોઈ બંધન નથી.કોઈ ઝંખના નથી.પ્રશ્નો નથી, ઉત્તરદાયિત્વ નથી.કોઈ સંઘર્ષ નથી અને કોઈની પ્રતીક્ષા પણ નથી...હું પૃથ્વીથી પણ વધુ સત્વશીલ, હવાથીયે વધુ હળવો, પ્રકાશથી વધુ તેજસ્વી,જળથી એ વધુ નિર્મળ અને આકાશથી એ વધુ વ્યાપ્ત થઇ રહ્યો છું.હું જોઈ શકું છું, મારી દિશામાં, તેજ નો પુંજ મને પોતાની તરફ બોલાવી રહ્યો છે."

શ્રીકૃષ્ણએ પોતાના હાથ જોડયા અને એક ઊંડો શ્વાસ લીધો.

***

કેવી રહી આ શબ્દ યાત્રા?

તો હવે કહું- આ શબ્દો અને સંવાદ છે મારા પ્રિય લેખિકા કાજલ ઓઝા વૈદ્યની બે પુસ્તિકાઓ- "દ્રોપદી" અને "કૃષ્ણાયન"માંથી.

દ્રોપદી પુસ્તકમાં મહાભારતની વાત દ્રોપદીના શબ્દો અને સ્ત્રી-સહજ અનુભૂતિઓ સાથે વર્ણાઈ છે તો કૃષ્ણાયનમાં શ્રીકૃષ્ણનાં જીવનની પ્રિય ત્રણ સ્ત્રીઓ સાથેની એમની લાગણીઓનું ચિત્રણ છે.

માત્ર એક વાર નહિ, પણ વારંવાર વાંચવા અભિભૂત કરે એવી આ બંને પુસ્તિકાઓ ઘરમાં કાયમ માટે વસાવવા જેવી છે!

બોલિસોફી

સિદ્ધાર્થ છાયા

જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

‘નસીબ’ - આપણું બીજાને ન અપાય

નસીબ એટલે શું? કદાચ એક એવી વસ્તુ જે છે કે નહીં તેનો કોઈજ પુરાવો નથી. કદાચ નસીબને આપણે શ્રદ્ઘાનો ભાઈ કહી શકીએ,કારણકે નસીબ માં શ્રદ્ધા રાખનાર અને ન નાખનાર બંને એકબીજાની સલાહ ક્યારેય માનતા નથી. ચાલો એ વાત પર ફરી ક્યારેક ડિસ્કશન કરીશું. આજે આપણે વાત કરીશું મનમોહન દેસાઈની ફિલ્મ ‘નસીબ’માં આપેલા એક સંદેશાની. આમતો આ ફિલ્મ એક ટિપિકલ મનમોહન દેસાઈ ફિલ્મ હતી જેમાં તમામ પ્રકારના મસાલાઓ ભર્યા હતા. જેન સામાન્યરીતે મનમોહન દેસાઈની ફિલ્મોમાં હોય છે એમ આમાં પણ અમુક મોં-માથા વિનાનું લોજીક આપણા ઉપર ઠોકી બેસાડવામાં આવ્યું હતું અને અહીં પણ તેમની ટિપિકલ ફોર્મ્યુલા એટલેકે ખોવાયેલા મળ્યા ની ફોર્મ્યુલા પ્રસ્તુત કરવામાં આવી હતી. પરંતુ ફિલ્મના સાવ અંતે પ્રાણ દ્વારા એક ખુબ સુંદર મેસેજ આપવામાં આવે છે અને આ જ મેસેજે આપણને આજની બોલિસોફીનો વિષય પણ આપી દીધો છે.

બને છે એવું કે ફિલ્મની શરૂઆતમાં એક દારૂડિયો રેસ્ટોરન્ટમાં બીલ ચુકવવાના પૈસા ન હોવાથી પોતાની લોટરીની ટિકિટ ત્યાં વેઈટરનું કામ કરતા પ્રાણ અને તેના ત્રણ મિત્રો, જગદીશ રાજ, કાદર ખાન અને અમજદ ખાનને આપી દે છે. નસીબજોગે આ લોટરી ટિકિટને જ પહેલું ઇનામ લાગે છે. પૈસા આવતાંજ કાદર ખાન અને અમજદ ખાનના મનમાં લાલચ જાગે છે અને જગદીશ રાજનું ખૂન કરીને આરોપ પ્રાણ પર નાખી દઈને આ પૈસા બંને વહેંચી લે છે. પછીતો આખી ફિલ્મમાં બધું ઘણુબધું થાય છે. છેક છેલ્લે જ્યારે સૌ સારાવાના થાય છે ત્યારે પેલો દારૂડિયો ફરીથી હવે પ્રાણની પોતાની હોટલમાં જમવા આવે છે અને ફરીએકવાર બીલ ભરવાના પૈસા ન હોવાથી એક ઔર લોટરીની ટિકિટ પ્રાણના પુત્ર અમિતાભ બચ્ચનને આપે છે. આ સમયે પ્રાણ તેને ઓળખી જાય છે અને તેને તેની લોટરી પરત કરતાં કહે છે કે “ક્યારેય આપણું નસીબ બીજાને ન આપવું જોઈએ!”

એક ઠેઠ બોલિવુડ મસાલા ફિલ્મમાં કોઈ મેસેજ હોય તેવી આશા તો રખાય જ નહીં પરંતુ પ્રાણે જેમ અહીં છેક છેલ્લા સીનનો છેલ્લો ડાયલોગ બોલીને ચમકારો બતાવ્યો એવા ચમકારાની આશા જરૂર રાખી શકાય. જરા આ ડાયલોગ પર બરોબર ધ્યાન આપીએ તો તે બહુ મોટી વાત કરી જાય છે. પેલા દારૂડિયાએ પોતાનું નસીબ એટલેકે જીતી જનારી લોટરીની ટિકિટ પેલા ચાર મિત્રોને આપી દીધી. હવે વિચારો જો આ ચાર મિત્રોને આ ટિકિટ ન મળી હોત તો તેઓ એટલાજ સામાન્ય રહેત અને દોસ્તી વચ્ચે લાલચ પણ ઉભી ન થાત. પેલા દારૂડિયાને તો લોટરી લાગતાંજ કદાચ તે પોતાની જિંદગીભરની બાટલીઓની વ્યવસ્થા કરી લેત અને જલસાથી જીવત. પણ ઘણીવાર આપણે આપણું નસીબ બીજાને કાં તો આપી દેતા હોઈએ છીએ કે પછી નસીબ ઉઘડવાના દ્વારે જઈને પરત આવી જતા હોઈએ છીએ. બસ આ જ વાત અહીં કરવામાં આવી છે. એવું આપણી સાથે ઘણીવાર બનતું હોય છે કે, અમુક વસ્તુ કે પછી ઓપોર્ચ્યુનિટી “જા તું રાખને?” એમ કહીને આપણે આપણા ભાઈ-બહેન કે મિત્રને આપી દેતા હોઈએ છીએ. જેમકે કોઈ નોકરીનો ઇન્ટરવ્યુ.

આપણને નોકરીની સખત જરૂરિયાત હોય, પરંતુ અમુક જાહેરાત આપણને આપણા ભાઈ-બહેન કે મિત્ર માટે યોગ્ય લગતી હોય તો આપણે તેને મોકલી દઈએ અને પછી એ તેમાં સક્સેસ પણ મેળવે અને આપણે રાજા હતાં ત્યાંના ત્યાં! તો શું આમ ન કરવું જોઈએ? બિલકુલ કરવું જોઈએ, અરે આ તો પુણ્‌યનું કાર્ય કહેવાય. પણ પહેલા આપણે આપણું ધ્યાન રાખવું જોઈએ. આજના યુગમાં જરાક સેલ્ફિશ થવાની એકદમ જરૂર છે જ. એવું નથી કે બધા ભાઈ-બહેનો કે મિત્રો અણીના સમયે મદદે ઉભા નથી રહેતા હોતા કે એમને આપણી પડી નથી હોતી તો આપણે પણ એમને મદદ શું કરવા કરવી જોઈએ? પરંતુ તેમ છતાં આપણે આપણી સાઈડ ક્લિયર કરીને બીજાને મદદ કરીએ તો શું વાંધો?બંને પક્ષ રાજીને?

આ ડાયલોગમાં એક બીજો મેસેજ પણ છુપાયેલો છે. પોતાનું નસીબ અન્યને આપી દેવું એટલે માત્ર કોઈને આપણા ભોગે મદદ કરવી એટલુંજ નથી. ઘણીવાર આપણે આપણા નસીબને દોષ દેતાદેતા કંટાળીને હાથમાં લીધેલું કાર્ય અધૂરૂં મુકીને ચાલી જતા હોઈએ છીએ. પેલું કહેવાય છેને કે ઘણીવાર આપણે નસીબ ઉઘાડતો છેલ્લો દરવાજોજ ખખડાવ્યા વગર પરત થઇ જતા હોઈએ છીએ. કોને ખબર સત્તર દરવાજા ખખડાવ્યા પછી પણ ન મળેલો જવાબ અઢારમાં દરવાજે મળે?ગીતાસાર પણ એ જ કહે છે ને કે કર્મ કરે જા ફળની આશા ન રાખ. આપણું કર્મ છે છુપાયેલી તકને શોધવા માટે અસંખ્ય દરવાજાઓ ખખડાવતા રહેવાનું અને એક દરવાજો એવો હશે જે ખુલતાની સાથેજ આપણું નસીબ બદલી નાખશે. નહીંતો કદાચ એવું પણ બને કે આપણે એ દરવાજો વગર ખખડાવે જતા રહીએ અને કોઈક બીજો ત્યાં આવીને ખખડાવે અને પેલું નસીબ એને મળી જાય? આવા કિસ્સાઓમાં તમે નોંધ્યું હશે કે એ વ્યક્તિનો તે પહેલો દરવાજોજ હોય છે.

આપણને એમ લાગે કે એને સરળતાથી તક મળી ગઈ અને આપણે સત્તરવાર કોશિશ કરી તોપણ આપણું નસીબ ન જાગ્યું. પણ એ અઢારમો દરવાજોજ મુખ્ય હતો, જેની આપણને કે પેલા વ્યક્તિ બંનેને ખબર નહોતી, ફક્ત આપણે પ્રયાસ મૂકી દીધો અને એણે એ પ્રયાસ કરી લીધો.

‘નસીબ’, યુ સી?

૦૩.૧૧.૨૦૧૫, મંગળવાર

અમદાવાદ