Prem Patro books and stories free download online pdf in Gujarati

પ્રેમ પત્ર

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

email id –

નામ - પ્રેમ પત્રો

પ્રકાર – પ્રણયવાર્તા

નિરંજન અને હાર્દિકાએ પ્રેમ લગ્ન કર્યા હતા.બંને સાથે કોલેજમાં ભણતા હતા ત્યાંથી જ જીવનભર સાથ રહેવાના કોલ આપી દીધા.બંને એક જ જ્ઞાતિના હતા.આથી બંનેના પરિવારોએ પણ રાજીખુશીથી લગ્ન માટે સંમિત આપી દીધી અને જન્મોજન્મના બંધનમાં બંને બંધાય ગયા.એક વર્ષ બંનેનેએ ખુબ જ પ્રેમથી વિતાવ્યુ.બંને માટે એકબીજાથી પળવાર માટે પણ દુર રહેવુ એક મોટી સજા હતી. એકાદ વર્ષ વિતી ગયા બાદ એકવાર બંને વચ્ચે ખુબ મોટો ઝઘડો થયો અને હાર્દિકા સદાય માટે નિરંજનનુ ઘર છોડીને પિયર જતી રહી.નિરંજનને પણ ખુબ જ ગુસ્સો આવી ગયો.તેથી તે પોતાના માતા-પિતા સાથે રહેવા ચાલ્યો ગયો.આમ તો ઘણીવાર તેમની વચ્ચે ચડભડ થતી પરંતુ છેલ્લે બંને એક બની જતા.આ વખતે ઝઘડાએ મોટુ સ્વરૂપ લઇ લીધુ.નિરંજનના માતા-પિતા ગામમાં જ રહેતા હતા.બંનેને પ્રાઇવેસી મળી રહે અને પ્રેમ જળવાઇ રહે એટલે તેના માતા-પિતા સમજીને અલગ જ રહેતા હતા.તેઓએ નિરંજનને સમજાવ્યો પરંતુ તે એક ના બે ન થયો. આમ ને આમ મહિનો વીતી ગયોને એક દિવસ હાર્દિકાએ ડાયવોર્સ માટે નોટિસ મોકલાવી.નિરંજન પણ ગુસ્સામાંને ગુસ્સામા સહી કરવા જતો હતો ત્યાં તેનો બાળપણનો ખાસ મિત્ર જેની સાથે તે પોતાની બધી લાગણી શેર કરી શકતો હતો તે પ્રથમેશ યાદ આવ્યો. પ્રથમેશ અને નિરંજન પ્રાથમિક શાળાથી સાથે અભ્યાસ કરતા હતા.તેઓ ગાઢ મિત્રો હતા.બંને પોતાની જીંદગીની બધી વાતો એકબીજા સાથે શેર કરી શકતા હતા.પછી પ્રથમેશના ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તેણે અભ્યાસ છોડી દીધો અને પિતાની દુકાન સંભાળવા લાગ્યો,ત્યારથી બંન્ને રસ્તા અલગ થઇ ગયા હતા. આજે નિરંજનને પોતાની જીંદગીમાં આવડો મોટો નિર્ણય લેવાનો હતો ત્યારે તેણે પ્રથમેશને મળવાનુ નક્કી કર્યુ.તે ડાયવોર્સના કાગળ લઇ પ્રથમેશની દુકાને ગયો પરંતુ તે ખુબ જ વ્યસ્ત હતો.આથી બંન્નેએ બીજે દિવસે રવિવારે સાંજે ટયુનિગ કોફી હાઉસમાં મળવાનુ નક્કી કર્યુ. નક્કી કરેલા સમયે પ્રથમેશ કોફી હાઉસમાં પહોંચી ગયો.રોજની આદત મુજબ થોડોક મોડો મોડો નિરંજન આવ્યો એટલે બંને મિત્રો ઘણા વખતે મળ્યા હોવાથી ખુબ જ ખુશ બન્યા.પ્રથમેશને નિરંજન વિશે જાણીને ખુબ જ દુ:ખ થયુ હતુ.આથી તે તુરન્ત જ નિરંજનને પુછવા લાગ્યો, “આખરે એવુ શુ બની ગયુ કે આ દિવસ આવી ગયો?” “પ્રથમેશ, હાર્દિકાને હું ખુબ જ ચાહતો હતો.પરંતુ તેની એક આદત મને વારંવાર પરેશાન કર્યા કરતી હતી.તે વાતેવાતમાં ટોકયા કરતી અને ઘણીવાર માણસો વચ્ચે પણ ટોકતી.આમ ના કરવુ અને આમ કરવુ.આ બાબતે અમારી વચ્ચે ઘણીવાર ઝઘડા થતા હતા.પરંતુ છેલ્લે હુ તેને મનાવી લેતો પરંતુ તે દિવસે તો હદ થઇ ગઇ.મારી ઓફિસના મારા બોસ અને સાથી મિત્રો સાથે ડિનરપાર્ટીમાં જવાનુ હતુ.હુ સવારે કહેતા ભુલી ગયો અને તેને પોતાની સખીઓ સાથે પોતપોતાના પરિવાર સાથે બહાર ફરવા જવાનુ ગોઠવી દીધુ તેની બધી સખીઓ પોતપોતાના પરિવાર સાથે લેનિસ ગાર્ડનમાં જવાની હતી ત્યાંથી ડિનર લઇ બધા ઘરે આવવાના હતા.મેં તેને માત્ર એવુ જ કહ્યુ કે મારા બોસ સાથેની પાર્ટી હુ કેન્સલ ન કરી શકુ.તુ એકલી જતી રહે બસ માત્ર આટલી જ વાતમાં તેનો મગજ ગયો.તમારું તો દરેક વખતે આવુ જ હોય ને મારી કોઇ કિંમત નથી.ન જાણે કેટલા મહેણા માર્યા અને મારી સાથે ઉગ્ર દલીલ કરી ઝઘડો કર્યો અને ઘર છોડીને જતી રહી અને આજે મને ડાયવોર્સની નોટિસ મોકલાવી છે.હવે હું કંટાળી ગયો છુ બસ તેનાથી જુદો થવા માંગુ છુ.તેના માટે હુ મારા માતા-પિતાથી જુદો રહ્યો.એક બાળકની ઇચ્છા દબાવી રાખી મારી માતા હમેંશા કહેતી કે સાંકળની મજબુતાઇ વધે પછી તેને તોડવી અશક્ય છે માટે લગ્નના શરૂઆતનો સમય એકબીજાના સાનિધ્યમાં પુરેપુરો ગુજારી લેવો જોઇએ.આથી અમને સમય મળી રહે તેથી તેઓ અલગ રહે છે” વચ્ચેથી અટકાવીને પ્રથમેશે પુછ્યુ,”તારા માતા-પિતા તમારા બંનેના આ નિર્ણય વિશે શું કહે છે?” “તેઓને ડાયવોર્સ વિશે કાંઇ ખબર જ નથી.બાકી મને એકવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો.પરંતુ હવે સમજવા જેવુ કાંઇ બાકી જ ક્યાં રહ્યુ છે” “મિત્ર, મારી એક વાત માનીશ?” “હા, દોસ્ત તારી પાસે તો મારું દિલ હળવું કરવા આવ્યો છુ” “એકદમ શાંતિપુર્વક મારી વાતનો વિચાર કરીને જવાબ આપજે.તું ગાડી ચલાવે છે ત્યારે રસ્તામાં સ્પીડબ્રેકર, ખાડા કે નાના પથ્થરને કારણે થોડા આંચકા આવે છે.આવા આંચકાને કારણે આપણે કાંઇ રસ્તો બદલી દેતા નથી.રસ્તો બદલવાથી પણ બીજા નવા આંચકા તો આવવાના જ છે.એમ જીંદગીની ગાડીમાં પણ નાના મોટા ઝઘડા એ આંચકા સમાન છે જેના કારણે કયારેય આપણો રસ્તો બદલાઇ નહી.આ ડાયવોર્સ પેપર તુ મને આપી દે અને તુ હાર્દિકા સાથે ગુજારેલા પ્રેમની પળોને કાગળ પર ઉતાર.જે ખુશી અને દુ:ખ એકવર્ષ દરમિયાન બંનેએ શેર કર્યા છે તેને પત્ર સ્વરૂપે લખીને હાર્દિકાને મોકલ પછી તમે બંને ડાયવોર્સ ઇચ્છતા હોવ તો મારી પાસે આવીને આ કાગળ લઇ જજે”

“આ બધુ કરવાની શી જરૂર છે?”

“દોસ્ત એકવાર તારી યાદોને કાગળ પર ઉતાર પછી મને કહેજે કે શુ જરૂર છે?એકવાર દિલના ખુણામાં છુપાયેલા દ્વારને ખોલીને લાગણી વહેવા દે” “હાર્દિકા નહી વાંચે તો?” “તુ મોકલાવી દે તે ન વાંચે તો કાંઇ નહિ” પ્રથમેશ સાથેની મુલાકાત બાદ નિરંજન એકદમ વિહ્વળ બની ગયો.તેને ચેન પડતુ ન હતુ.તેના દિલમાં એક અલગ લાગણી થતી હતી.તેણે ડ્રોઅરમાંથી કાગળ અને પેન કાઢયા અને લખવા લાગ્યો.લખતા લખતા રાત વિતી ગઇ અને સવાર પડી ગઇ.તેને પોતાનુ હૃદય ખાલી કરી નાખ્યુ.બધી લાગણીઓ કાગળ પર ટપકાવી દીધી.છ પત્ર બની ગયા.આ છ પત્રને અલગ અલગ કવરમાં પેક કરી દીધા.રોજ એક એક પત્ર મોકલવાનુ નક્કી કરી દીધુ. સવારે તેની માતા ચા લઇને આવ્યા ત્યારે નિરંજને કહ્યુ કે , “મમ્મી અમારું ઘર સાફ કરાવી દેજો.હવે થોડા જ સમયમાં હાર્દિકા પાછી આવવાની છે” તેની માતા આ સમાચાર સાંભળીને ખુશીના માર્યા ઘેલા થઇ ગયા અને દોડીને તેના પતિને એટલે કે નિરંજનના પિતાને સમાચાર દેવા જતા રહ્યા. નિરંજને ઓફિસે જવા સમયે પહેલો પત્ર પોસ્ટ કરી દીધો.બે દિવસ બાદ હાર્દિકાને તે પત્ર મળી ગયો.નિરંજનનો પત્ર મળ્યો એટલે હાર્દિકાને વાંચવાની ઇચ્છા ન હતી.તેથી તેને કબાટમાં રાખી દીધો.વળી બીજે દિવસે બીજો પત્ર મળ્યો.હાર્દિકાને આશ્ર્ચર્ય થયુ કે આ બધુ શુ છે? તેને જાણવાની ઉત્કંઠના સાથે પહેલો પત્ર ખોલીને વાંચ્યો

પ્રિય હાર્દિકા, કદાચ આ સંબોધનનો હક્ક હુ ગુમાવી ચુક્યો છુ.પરંતુ છુટા પડતા પહેલા એકવાર મારા દિલની વાતો તને કહેવા માંગુ છુ પછી તને જે યોગ્ય લાગે તે કરજે. હાર્દિકા મારા વર્તન અને મારા શબ્દો માટે હુ દિલથી અંતરથી તારી માફી માંગુ છુ.હુ ખુબ જ દિલગીર છુ કે એક સ્ત્રી જે એક પરાયા પુરુષ માટે તેના ઘર, પરિવાર, કુંટુબ સાથેનો વર્ષોનો નાતો છોડીને તેની સાથે ચાલી નીકળે છે. પોતાની ઇચ્છાઓ,આંકાક્ષાઓ બધુ ભુલીને પતિને અનુકુળ થઇને રહે છે.એવી સ્ત્રી એટલે કે મારી પત્ની હાર્દિકા તારી સાથે મે આવુ વર્તન કર્યુ!! તે દિવસે વાંક કોનો હતો તે મને ખબર નથી મારે તે બધુ ભુલી જવુ છે.બસ મારે તારી સાથે મારી થોડી લાગણીઓ વ્યકત કરવી છે.એ લાગણીઓ જે આપણે બંનેએ સાથે મળીને જીવ્યા છીએ. કોલેજનો એ દિવસ જયારે મે તને પ્રથમ વાર જોઇ હતી.ત્યારે જેમ જોડી ઉપરવાળા બનાવે છે તે ક્રમાનુસાર મને તારા તરફ અજબનુ ખેંચાણ થયુ હતુ.તારા તરફથી નજર હટતી જ ન હતી. તારા કરતા ઘણી સુંદર છોકરીઓ હશે પરંતુ મને તુ જ ખુબ સુંદર લાગતી હતી.તને મળવા માટેના મોકા શોધ્યા કરતો રહેતો અને એક દિવસ એ મોકો મને મળી જ ગયો. કોલેજ કેમ્પસમાં જયારે તારો અકસ્માત થયો ત્યારે હુ તને દોડીને ઉંચકીને હોસ્પિટલમાં લઇ ગયો અને તારા ઘરના બધાને અકસ્માતની જાણ કરી ત્યારથી આપણે બંને મિત્રો બની ગયા અને એ મિત્રતા કયારે પ્રેમમાં પરિણમી ગઇ તે આપણે બંનેને ખ્યાલ જ ન રહ્યો. તે દિવસે એક દિવસની જુદાઇ પણ ખુબ જ કળતી હતી.કોલેજના દિવસો બાદ તુ તારા ઘરે જતી રહી ત્યારે મેં જે છ મહિના પસાર કર્યા તેમાં હુ સાવ બાઘો બની ગયો હતો મને તારા વિનાના દિવસો સાવ શુષ્ક અને વેરાન લાગતા હતા.દર ત્રણ દિવસે આવતા તારા ફોનની રાહમાં જ શ્વાસ લેતો હતો.તેમાં એકાદ દિવસનુ મોડું થાય તો તે દિવસ મારા માટે અસહ્ય વેદના ભર્યો વિતતો હતો. છ મહિના બાદ જયારે તુ પહેલીવાર મને મળવા આવી ત્યારે એ દિવસ મારા માટે સ્વર્ગના તમામ સુખ કરતા ચડિયાતો લાગતો હતો ત્યારે જ મે તને પામવાનુ નક્કી કરી દીધુ.મારા માતા-પિતાને મનાવી તારા ઘરે માંગુ મોકલાવ્યુ અને કાંઇક આંટીઘુટી કરીને તને મેં મેળવી છે.મારી વહાલી મને છોડીને ના જા પ્લીઝ.................... હુ મરી જાઇશ તારા વિના પ્લીઝ તારો અને ફકત તારો જ,

નિરંજન

હાર્દિકાએ ફટાફટ બીજો પત્ર ખોલ્યો અને વાંચવા લાગી.

મારી લાડલી હાર્દિકા, જેમ માતા-પિતા માટે તેનુ સંતાન લાડકુ હોય છે.તેમ તુ મારા માટે ખુબ જ લાડલી છો.તારા સાથે લગ્ન કરીને મે એક ખાસ દોસ્ત મેળવી છે.જેના પાસે જઇને હુ હસી શકુ છુ.રડી શકુ છુ અને જેના ખોળામાં માથુ રાખીને હેત મેળવી શકુ છુ. પુરુષો દુનિયાની નજરમાં ગમે તેવા બહાદુર હોય પરંતુ તેને પણ એક માનસિક સહારાની જરૂર હોય છે.જીવનના ધોમ ધખાટ તડકા વચ્ચે શીતળ છાંયડાની જરૂર હોય છે.મારો એ શીતળ છાંયડો તું છો મારી મિત્ર હાર્દિકા તુ.......તે જીવનના પળેપળમાં મારો સાથ આપ્યો છે.તારી સાથે રહીને જ હું અઘરી અઘરી તકલીફોને સરળતાથી પાર કરી શક્યો છુ. હાર્દિકા જેમ મને સહારાની જરૂર છે તેમ મને ખબર છે કે તને પણ સહારાની જરૂર છે.મે ઘણી વખત તારો માનસિક સહારો બનવાનો પ્રયત્ન કર્યો.પરંતુ પુરુષો સ્ત્રીઓની આ બાબતમાં હમેંશા ઉણા જ રહે છે.તેમ તારા જેવુ હુ તારુ જતન કરી શકતો નથી. પરંતુ મારા દિલની લાગણીઓ ચોખ્ખી જ છે.હુ તને ખુબ જ પ્રેમ કરુ છુ અને તુ મારી લાડલી છો.હુ તારુ જતન કરવા માંગુ છુ.તને જરા પણ થતી તકલીફ હુ સહન કરી શકતો નથી. તારા સાથે લગ્નગ્રંથિએ જોડાયા પછી હમેંશા તારા શરીરના આકર્ષણ કરતા વધારે મને તારા મનનું આકર્ષણ વધારે રહેલુ છે.દિન પ્રતિદિન મને તારી આદત પડતી ગઇ છે.સવારે ઉઠતાથી લઇને રાતે સુતા સુધી તુ જે મારી કાળજી રાખે છે તે હું ક્યારેય ભુલી શકુ એમ નથી. હુ તને કયારેય ભુલી ન શકુ હાર્દિકા પ્લીઝ મને છોડીને ના જા ........................ મારી લાડલી તારો અને ફકત તારો જ

નિરંજન

હાર્દિકા બે પત્ર વાંચીને ખુબ જ વ્યાકુળ બની ગઇ.હવે શું કરવુ? તે વિચારવા લાગી.તેને નિરંજન સાથે ગુજારેલા પ્રેમ ભર્યા દિવસો યાદ આવવા લાગ્યા.વિચારમાંને વિચારમાં ત્રીજા દિવસે ત્રીજો પત્ર આવી ગયો.હાર્દિકા પત્ર લઇને દોડીને રૂમમાં ગઇ અને પત્ર ખોલીને વાંચવા લાગી

મારા દિલની

મારા જીવનની રાણી, હાર્દિકા,

હાર્દિકા હું જયારે તારી સાથે હોઉં છુ ત્યારે ઘણીવખત તારી સામે ગુસ્સે થઇ જાઉ છું.ઘણીવખત નાની નાની વાતમાં તારી સાથે ઝઘડો કરી બેસુ છુ.મને હમેંશા એવુ લાગતુ આવતુ હતુ કે હું ઓફિસે જાઉ છું ત્યાં બધા સાથે એડજસ્ટ થઇને મને કમને થાકયા પાકયા, સાંજા-માંદા કામ કરવુ પડે છે.ઉપરથી બોસની ટીક ટીક સાંભળવી પડે છે.અને ઘરે આવીને તારી કચ કચ સાંભળવી.તારે શું છે? ઘરના શાંતિપુર્વકના વાતાવરણમાં રહીને માત્ર ઘર જ સંભાળવાનુ એમાં ક્યાં મોટો મીર મારવાનો છે તારે. પરંતુ હાર્દિકા હુ ખોટો હતો.તમે સ્ત્રીઓ પોતાનુ ઘર બાર, પરિવાર છોડીને એક પુરુષના ઘરને પોતાનુ બનાવો છો,ઘરમાં અને ઘરમાં રહીને ઘરને સજાવો છો.આખો દિવસ ઘરકાર્યમાં પોતાની શકિત અને સમય આપે છે.પોતાની ખુશી, ગમા-અણગમાની પરવા કર્યા વિના ઘરને સ્વર્ગ બનાવે છે. તે પણ મારા ઘરને સ્વર્ગ બનાવ્યુ છે.મારા સગા-વહાલા, સ્નેહીઓ સાથે ભેદભાવ રાખ્યા વિના તેઓને પોતાના બનાવ્યા છે.તારી પોતાની પણ કેટલીક લાગણીઓ છે.તુ પણ ઘરમાં, સમાજમાં રહીને અનેક તકલીફો, મુશ્કેલીઓ વચ્ચે કાર્ય કરીને જીવે છે.જેમ તુ કયારેક મારા ગુસ્સાને સહન કરી લે છે.એમ મારી પણ ફરજ છે તારા સ્વભાવને સહી લેવો.તુ મારા માટે બદલાઇ શકે તો હુ શા માટે ન બદલવાનો પ્રયત્ન કરુ? તું મારી જીંદગીની સર્વશ્રેષ્ઠ બહુમુલ્ય વસ્તુ છે. તુ પાછી આવી જા ને પ્લીઝ...................... તારી અને બસ તારી જ રાહમાં નયનો બિછાવેલો તારો અને માત્ર તારો જ

નિરંજન

હાર્દિકાને હવે પિયરમાં જરાય મન લાગતુ ન હતુ.પરંતુ તેના ઘરના અને માતા-પિતાને શું કહેવુ તે સમજાતુ ન હતુ.તેનુ મન દોડીને નિરંજન પાસે વારંવાર જતુ રહેતુ હતુ.વિચારમાં અને વિચારમાં ચોથો દિવસ થયો અને નિરંજનનો ચોથો પત્ર આવ્યો.તેને ફટાફટ ખોલ્યો અને વાંચવા લાગી.

મારી અને બસ મારી હાર્દિકા, તારી સાથે ગુજારેલા દરેક પળ મારી જીંદગીના ખરેખર અમુલ્ય પળો હતા.તારા વિના જીંદગી સુની બની ગઇ છે.કયાંય ચેન પડતું નથી.વર્ષોથી માતાના હાથની રસોઇ ખાધેલી.આજે મને તારા હાથનો સ્વાદ સતાવે છે.તારી સુવાસની મને એક આદત પડી ગઇ છે.આજે તેના વિના હુ સુનો બની ગયો છુ. તુ હતી તો કાંઇક જાદુ હતો જીંદગીમાં ઓફિસનુ કામ હળવાશથી થઇ જતુ.આજે તે પણ બોજો બની ગયુ છે.એક પત્નીની કિંમત મને અત્યારે સમજાય છે.લગ્નગ્રંથિથી સ્ત્રી-પુરુષ માત્ર શરીરથી જ નથી જોડાતા પરંતુ મનથી પણ એક બને છે.એક બનેલુ મારુ મન તારી જુદાઇ સહન કરી શકતુ નથી. તારા વિનાની મારી જીંદગી વેરાન રણ જેવી બની ગઇ છે.તુ આવી જાને જાનુડી............... મારી ભુલ બદલ દિલથી માફી માંગુ છુ અને હવે હુ હમેંશા તારી દરેક વાત માનીશ અને તારુ સન્માન જાળવીસ પ્રિયે મને હવે વધારે પરેશાન ન કર પ્લીઝ તુ આવી જાને , મારી જાન

પત્ર વાંચીને હાર્દિકા રડવા લાગી.તેને શુ કરવુ કાંઇ સુઝ પડતી ન હતી.તેને પોતે જ ડાયવોર્સ લેવાનો નિર્ણય લીધો હતો.હવે ઘરનાને શું જણાવવુ તે કાંઇ સમજ પડતી ન હતી.તેણે પણ નિરંજનને પત્ર લખવાનુ વિચાર્યું તેણે કાગળ પેન લઇને નિરંજનને પત્ર લખવાની શરૂઆત કરી દીધી મારા વહાલા નિરંજન, સોરી,આઇ એમ રીઅલી સોરી.ક્ષણિક ઝઘડામાં હુ તારો પ્રેમ ભુલી ગઇ તને છોડીને આવી ગઇ અને તને હમેંશા માટે છોડી દેવાનો નિર્ણય કર્યો.હુ ખુબ જ દિલગીર છુ બની શકે તો મને માફ કરી દે જે જાનુ તારો ખુબ ખુબ આભાર કે લાગણી ભર્યા પત્રો લખીને મારા દિલમાં રહેલા તારા પ્રેમને જાગૃત કર્યો.તુ ખુબ જ ગ્રેટ છે મારા વહાલા.મે તારી સાથે ઝઘડો કર્યો અને આવુ ખરાબ વર્તન કર્યુ.છતાંય તે મારા પ્રેમને જાગૃત કર્યો. હુ તારા જેવા જીવનસાથી મેળવીને ખુબ જ ખુશ છુ.ભગવાનનો પણ ખુબ ખુબ આભાર માનુ છુ કે તારા જેવો જીવનસાથી મને મળ્યો.હુ તને ખુબ જ ચાહુ છુ.આઇ લવ યુ સો મચ માય લવ. મારી ભુલ બદલ ખુબ જ પશ્ચાતાપ કરી રહી છુ અને તારી પાસે જલ્દી આવવા આતુર છુ.બસ યોગ્ય મોકો મળતા હુ તને જાણ કરીશ તો જલ્દીથી આવીને મને તેડી જજે મારા વહાલા............. તારી જાનુ

હાર્દિકા

પત્ર લખીને હાર્દિકા બજારમાં ગઇ ત્યારે પોસ્ટ કરી આવી.તેનુ મન નિરંજનને ફોન કરવાનુ થતુ હતુ.પરંતુ મમ્મીને કામ હોવાથી કરી ના વાત કરી શકી.સાંજે ફોન ટ્રાય કર્યો પરંતુ નિરંજનનો ફોન બંધ આવતો હતો.તે ઉચાટ મને સુવા ગઇ સુવાનો પ્રયત્ન કર્યો પરંતુ ઉંઘ આવતી જ ન હતી. બીજે દિવસે પણ નિરંજનને ફોન ટ્રાય કર્યો પરંતુ હજુ ફોન સ્વીચ્ડ ઓફ જ આવતો હતો.નિરંજનને અકસ્માતે ફોન પાણીમાં પડી જતા બંધ થઇ ગયો હતો.તેથી સ્વીચ્ડ ઓફ આવતો હતો.હાર્દિકાને ખુબ ચિંતા થતી હતી ત્યાં નિરંજનનો પત્ર આવ્યો.જલ્દીથી ખોલીને વાંચવા લાગી મારા ભવોભવની સંગિની, હાર્દિકા, પતિ-પત્નીનો સંબંધ ભવોભવનો સંબંધ ગણાય છે.તુ મારી જન્મોજન્મની સંગિની છો.હુ તને આ જન્મમાં કયારેય ખોવા માંગતો નથી.ઋણાનુબંધ બાંધી તને દરેક જન્મમાં મેળવવા માંગુ છુ.તારો સાથ કયારેય છોડવા માંગતો નથી.હુ તારી પરછાઇ બની રહેવા માંગુ છુ.સ્ત્રી વગર પુરુષનુ જીવન ઉજ્જડ વેરાન રણ જેવુ છે. તુ એક મને ખુબ સારી રીતે સમજી શકે છે.તારા વિના હુ જીવતી લાશ સમાન છુ.હવે તુ મને વધારે ન સતાવ.તુ મારી જીંદગીમાં આવી જા પ્લીઝ જાનુ આવી જાને. હવે મારી જીંદગી તારા પર આધારિત છે મારા શ્વાસ તારા શ્વાસ સાથે જોડાયેલા છે.હવે હુ તારા વિના વધારે જીવી શકીશ નહી.હવે મારા છેલ્લા પત્ર પહેલા તુ મારી પાસે નહિ આવે તો હુ તને કયારેય મળી નહી શકુ.તુ બસ આવી જા બસ આવી જા બસ આવી જા.............. તારા માટે જ શ્વાસ લેતો

તારો અને ફકત તારો

નિરંજન

હાર્દિકા છેલ્લો પત્ર વાંચીને ખુબ જ વ્યાકુળ બની ગઇ.કાલનો નિરંજનને ફોન પણ લાગતો ન હતો.આથી દોડીને નીચે જવા લાગી તેણે અંતિમ ફેસલો કરી લીધો કે હવે બસ અત્યારે જ પપ્પાને કહીને નિરંજન પાસે જતુ રહેવુ છે.તે નીચે આવી ત્યાં તો નિરંજન તેને લેવા માટે ત્યાં જ હાજર હતો તેના પરિવારની હાજરી અવગણીને તે નિરંજનને વળગીને રડવા લાગી............ રડતા રડતા તેને પોતાના મમ્મી-પપ્પાની હાજરીનો ખ્યાલ આવ્યો.તે નિરંજન સાથે પોતાની લાગણી વ્યક્ત કરવા માંગતી હતી પણ અત્યારે તેના પાસે શબ્દો ન હતા. અને તેના શબ્દો આંખમાથી આંસુ બની વહી રહ્યા હતા. તેણે અને નિરંજને મળીને બધી વાત તેના મમ્મી પપ્પાને વાત કરી અને ત્યાર બાદ બન્ને પોતાના ઘરે જતા રહ્યા અને જીવનભર એક-બીજાથી દૂર ન જવાનું મૂક વચન આપી દીધુ.....