HU Gujarati part 12 in Gujarati Magazine by MB (Official) books and stories PDF | HU Gujarati part 12

Featured Books
Categories
Share

HU Gujarati part 12

હુંુ ગુજરાતી - ૧૨

Happy New Year - 2015

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.કલશોર - ગોપાલી બૂચ

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.કૌતુક કથા - હર્ષ પંડયા

૫.માર્કેટિંગ મંચ - મુર્તઝા પટેલ

૬.ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર

૭.ગ્લોબલ મેનેજમેન્ટ - દીપક ભટ્ટ

૮.સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા

૯.મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

૧૦.પ્રાઈમ ટાઈમ - હેલી વોરા

૧૧.બોલીવુડ બઝ - સિદ્ધાર્થ છાયા

૧૨.લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

એડિટરની અટારીએ થી...

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૧. એડિટરની અટારીએ થી..

“વેલકમ ૨૦૧૫”

આપણે ભારતીયો ખરેખર નસીબદાર છીએ. એક વર્ષના ગાળામાં કેટકેટલા નવાં વર્ષો ઉજવવાનો મોકો મળે છે? શક સંવતનું નવું વર્ષ, વિક્રમ સંવતનું નવું વર્ષ, ઈદ, પતેતી, ઓણમ, બિહુ, બૈસાખી, બંગાળી નવબર્ષો, ગુડી પડવો અને આજે આવેલું આ ખ્રિસ્તી નવું વર્ષ. આ નવું વર્ષ આખી દુનિયા જાતપાત કે ધર્મનાં ભેદભાવ વીના ઉત્સાહથી ઉજવે છે. અન્ય ધર્મો પ્રત્યે જે સંકુચીત માનસિકતા ધરાવતા હોય એલોકોએ પણ કચવાતે મને દર પહેલી જાન્યુઆરીએ કેલેન્ડર તો બદલવું જ પડે છે કારણકે એમ ન કરવાથી એમને દુનિયા સાથે કદમતાલ મીલાવવામાં તકલીફ પડે છે.

મનુષ્યના અનેક દુર્ગુણોમાં સંકુચીત માનસ એ કદાચ સહુથી ખરાબ અને ખતરનાક દુર્ગુણ છે, કારણકે એનાથી અન્યોની જાનહાની સુદ્ધાં થઈ શકે છે. સંકુચીતતાની વાત આવે તો ૨૦૧૪ એ ૨૦૧૩ કે એની પહેલાનાં વર્ષોથી જરાય અલગ નહોતું. ઉલ્ટું એવું લાગ્યું કે આ વર્ષે તો આપણા બધાની સંકુચીતતા વધી છે, પણ એમ આપણે હાથ ઉપર હાથ મુકીને બેસી પણ કેમ રહેવું? આપણાથી બનતી સંકુચીતતા આપણેજ ઓછી કરીએ તો ધીરેધીરે આ ટેવ અન્યોમાં પણ પ્રસરે અને કદાચ આવનારી પેઢી એના ફળ ચાખી શકે? નવાં વર્ષની પ્રતિજ્જ્ઞાઓ દર પહેલી તારીખે લેવાતી હોય છે અને પાંચમી તારીખે ભૂલી જવાતી હોય છે. તો આ વર્ષે આપણે દરેક જાતની સંકુચીતતા આપણા માનસ માંથી દુર કરવાની પ્રતિજ્જ્ઞા લઈએ અને આવતી ૩૧મી ડિસેમ્બરે એનું એનાલીસીસ કરીએ તો કેવું?

આપને અને આપના પરિવારને ૨૦૧૫ નું વર્ષ ખુબ આનંદ અને સુખ આપે તેવી પ્રભુને પ્રાર્થના.

‘હું ગુજરાતી’ પરિવાર....

કલશોર

ગોપાલી બુચ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૨. કલશોર

“મારૂં એકાંત એ જ મારો આંતર્નાદ’’

મેં મારૂં એકાંત

બધી દિશાઓમાં વેરી દીધું

અને પછી કણેકણમાં ફૂટ્‌યા

અવાજ વગરના ટહુકાઓપ

મેઘધનુષ આવીને મને પૂછી ગયું,

આ પહાડ પર ગુંજે છે એ તારાં ગીત ??

મેં કહ્યું ના, આ લોહીના લયમાં ચુપચાપ વહે છે

એ મારાં ગીત

પાંદડીએ હળવેથી મલકી

સાક્ષી પૂરી દીધીપપ

એણે ફરી પૂછ્‌યું

આ પર્વત, નદી, ઝરણાં ને વનરાઈ

તારા જ રક્તના લયને તાલ પુરાવે છે ને !!

હું ઉઘડતા મૌનથી ઉભરાઈ ગઈપ

દિશાઓ સાક્ષીભાવે ગુંજી રહીપ.

મને ખબર છે, હું અનુભવું છું

મારા લખચોરાશી કાળના કઠેડાથી

મારી પર વરસ્યા કરે છે એ સુર

ને મારા એકાંતમાં એ ઓગળ્યા કરે છે

પછી ફેલાય છે સુર્યનું હુંફાળું વ્હાલ

ને ચંદ્રનું સ્મિત

મારૂં શાંત સરોવર હિલોળે ચડે છે

અને એક અનુબંધ રચાય છે.

જોડાઈ જઈએ છીએ

હું ને આકાશ, હું ને ધરતી

વચ્ચે ગુંજ્યા કરે છે કોઈ

અનહદનો નાદ થઈપ

- લતા હિરાણી

ગુજરતી સાહિત્યમાં આગવો અવાજ ઉભો કરનારા લત્તાબહેનને કોઈ વિશેષ પરિચયની જરૂર નથી. પ્રતિષ્ઠિત પેપર દિવ્ય ભાસ્કરની પૂર્ત્િા મધુરિમામાં તેઓ ‘કાવ્યસેતુ’ નામે કોલમ દ્વારા આપણને અવનવા કાવ્યરસનો આસ્વાદ કરાવતા જ રહ્યાં છે ઉપરાંત ’આદિત્ય કિરણ’ માં પણ તેઓ ’ટહુકો’નામે કોલમ લખી રહ્યાં છે. લતા બહેનના દસ પુસ્તકો પ્રકાશિત થયા છે.તેમાં "ઉજાસનું પ્રથમ કિરણ"ને ગુજરાતી સાહિત્ય પરિષદનો ઍવોર્ડ ,"સ્વયમ સિધ્ધા"ને ગુજરાતી સાહિત્ય એકેદેમી એવોર્ડ અને "ધનકીનો નિર્ધાર"પુસ્તકને નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે

ચારે તરફ એકાંતની કૂંપળો રોપીને એમાથી ટહુંકા ઉછેરવાની વાત એક સ્ત્રી જ લઈને આવી શકે.અનાદિકાળથી ધરાના અભિન્ન હિસ્સા તરીકે ધબકતી આવેલી સ્ત્રી એના ભીતરના એક ખૂણામા એના એકાંતને પંપાળતી આવી છે. સ્ત્રીનું એ એકાંત એની સાથે જોડાયેલાં સૌ કોઈને ભર્યા ભર્યા રાખે છે.એના ગોપનીય એકાંતમા આસપાસના ખુણેખુણાને જીવંત કરવાની અકલ્પ્ય શક્તિ છે અને એટલે જ કદાચ નારી તું નારાયણી કહેવાયું હશેને !દીકરી,માતા,બહેન,પત્નિ,ભાભી,પ્રેમિકા,સખી એવા અલગ અલગ સ્વરૂપમા વિભાજીત થતી એક જ નારી વગરના જીવનની કલ્પના તો કરી જુવો? આંખ પાસે અંધારૂં લાગશે એ શરત મારીને કહું છું.નાનકડી મુઠ્‌ઠીમાં ઘર-જીવનને સમેટી રાખતી નારીની હાજરી માત્ર પ્રકૃત્તિમાં વહેતા સંગીતનો અહેસાસ કરાવે છે.

કવિયિત્રી લક્ષ્મી ડોબરીયાનો એક શેર યાદ આવે છે.

"છીપ મોતીની કણસ મે સાચવી છે,બંધ મુઠ્‌ઠીની જણસ મે સાચવી છે."

કણસ અને જણસ બન્ને "સુખે દુખે સમે કૃત્વા,લાભાલાભૌ જયાજયૌ" જેવી જલકમલવતની ભાવનાથી સચવી જાણવાની આવડત સ્ત્રીને સદીઓથી હસ્તગત છે.

એટલેજ તો

"कार्येशु दासी, कर्मेशु मंत्री, भोज्येशु माता, शयनेशु रंभा; क्षम्येशु धरित्री, रुपेशु लक्ष्मी, सत्कर्म युक्ता, कुलधर्मा पत्नी.."

નારી શક્તિ માટે લખાયું છે.ક્યાય પુરૂષ વિશે સાંભળ્યું છે આવું ?ચલો એતો આડ વાત થઈ.નથી લખાયું એટલે કાંઈ પુરૂષોનું મહત્વ બિલકુલ ઓછુ ન આંકી શકાય.

પણ,સ્ત્રીના પ્રાકૃતિક તાલમેલને કુદરત પણ સ્વીકારે છે ,જુવો અહીં લત્તાબહેન કેટલી અદભુત વાત કરે છે.આકાશમા અવનવા રંગ ભરી આકાશને રંગ અને સુંદરતા આપનાર સ્વયં મેઘધનુષ પણ માનુનિના રંગમા તલ્લીન બને છે.એને પણ ભીષણ પાષાણોમા પડઘાતા સન્નાટામા પ્રકૃત્તિ સાથે તાલબધ્ધ,લયબધ્ધ એકત્વ સાધતી કોઈ અલ્લડ યુવતિના ગીતની પ્રતિતી થાય છે.ત્યારે શાંત ,સૌમ્ય,સ્થિર સરિતાનાં ઉંડાણને ધારણ કરીને બેઠેલી સ્ત્રી એને પોતાની આંતરિક ચેતનાનો પરિચય કરાવે છે."ના,આ લોહીના લયમા ચુપચાપ વહે છે એ મારા ગીત "અને સાચુ જ તો છે.સ્ત્રીને તો અખિલ બ્રહ્‌માંડની રગરગમા વહેવું છે.સ્ત્રી આધ્યશક્તિ સ્વરૂપા છે.જગતજનની છે.જીવન દાત્રી છે.સૃષ્ટિ સર્જની છે.અને વહેવુ એ એનો સ્વભાવ છે.

જયેન્દ્ર શેખડીવાળા લખે છે ,"હું મૌનના કમળ મહીં ઉગેલ પરાગ છું,શબ્દની જે પાર છે હું તે જ રાગ છું." કર્મણ્‌યેવધિકારસ્તે મા ફલેષુ કદાચન...ના કાર્યકારક ભાવથીઆવિરત પણે જીવનકવનને આગળ ધપાવતી રહેલી સ્ત્રીના લોહીમા જ સંગીત વસેલું છે.ીટલે જ એના પગલે પગલે પ્રકૃત્તિ મૌન સંમતિ આપતી રહી છે.કુદરતને પણ એના સમગ્ર સૌંદર્ય સાથે આ સૃષ્ટિસર્જની સાથે એકત્વ સાંધવું છે.સંગીત લયની ભાષા છે,ભાવની ભાષા છે,પ્રકૃત્તિની ભાષા છે તો સ્ત્રીની પણ પરિભાષા સંગીત જ છે.યાદ આવે છે એ ગઝલ ? "એની પ્રીતમા સો સો ગીત હતાં,એની ચુપકીદી સંગીત હતી..."( સૈફ પાલનપુરી )સ્ત્રીના વાત્સલ્યનું સંગીત,સ્ત્રીની મદહોશીનું સંગીત સ્ત્રીના અંગાંગમા શ્વસતું સંગીત,એની લયમા વહેતું સંગીત,એની લચકમા-એની નજાકતમા જીલાતા તરંગોમા,એના પ્રેમમા ચકચુર થઈને ઉઠતા સૂરમા સંગીતને પણ્‌ પોતાનુ હોવુ સાર્થક લાગે છે.ટુંકમા નારાયણીની આભા સીધુ પ્રકૃત્તિના પરમતત્વ સાથે અદ્વૈત રચે છે.

આર્નૉલ્ડ બૅનૅટ લખે છે, "ૈંંજ ૈજ ટ્ઠ ઙ્મટ્ઠહખ્તેટ્ઠખ્તી ુરૈષ્ઠર ંરી ર્જેઙ્મ ટ્ઠર્ઙ્મહી ેહઙ્ઘીજિંટ્ઠહઙ્ઘજ , હ્વેં ુરૈષ્ઠર ંરી ર્જેઙ્મ ષ્ઠટ્ઠહ હીદૃીિ ંટ્ઠિહજઙ્મટ્ઠીં "

આ આત્માનો પોતીકો અવાજ છે.મારો લય એ જ મારૂ સંગીત,મારૂ જીવન એ જ મારૂ કવન છે.આ ઉઘડતા મૌનમા નારીગુંજ છે.મને પણ કહેવાની ઈચ્છા થઈ જ ગઈ કે ,"ધારણાની પેલે પાર છું,હું નિર્ગુણ નિરાકાર છું."

અહિંયા વાત છે સૃષ્ટિચક્રને જીવનચાકડા સાથે સંકલિત કરી એક ધારી પર સતત ફરતી સ્ત્રીની હદથી અનહદ તરફની ગતિના એંધાણની. નદી, પર્વત, ઝરણાં, વનરાઈ અરે, સ્ત્રી સ્વયંના રગેરગમા ફેલાયેલો પંચમસૂર એના એકાંતમા એકરસ થઈ જાય છે. સ્ત્રી ડંકાની ચોંટ પર એવુ કહી શકે કે ,"મને મારૂ એકાંત ગમે છે કારણ એ મને મારાથી મારા હોવા સુધી પહોંચવામા મારૂ હમસફર છે".સ્ત્રી એની એકલતાના રોદણા નથી રોતી પણ એને એના એકાંતમા ઢાળી અવસર બનાવે છે.અસ્તિત્વના અહેસાસ પછીનું એકાંત એના રોમેરોમમા અમીઝરણ થઈ ફુટતું હોય છે અને એની આસપાસનું વાતાવરણ એના સ્નેહમા રસ તરબોળ બની શ્વસતું હોય છે.

અહિં કવયિતત્રી એકાંતના અજવાળાનો બાહ્ય જગત સાથે અનુબંધ રચી આપે છે.સૂરજ-ચંદ્રની શાખે સ્ત્રીનું સહજ સરળ અસ્તિત્વ આકાશ સાથે જોડાય છે.ધરતિ સાથે જોડાય છે.પ્રકૃત્તિનું પ્રકૃત્તિમા સાહજીક પણે જ ભળી જવું જાણે અહીં સાર્થક થાય છે.સંપુર્ણ સમર્પ્િાત ભાવ !અને એ ધરતિ અને આકાશ વચ્ચેના શુન્યાવકાશને ભરી મુકતો અનહદનો નાદ.એની વચમા જ કોઈ રાધા,કોઈ મીરા,કોઈ સીતા,કોઈ દ્રૌપદી શ્વસતી હશેને ?માનો સમગ્ર નારીત્વ આ અખિલ બ્રહ્‌માંડમા અનહદનો નાદ થઈ ટહુંકા રૂપે પથરાઈ જાય છે પ્રેમ નામના તત્વને આત્મસાત કરવા .સંપૂર્ન સમર્પન સાથે ,અસ્તિત્વને પરમતત્વમા એકાકાર કરીને અને છત્તં પણ પોતિકા અવાજ સાથે.

ર્સ્િી-પીંછ

કાનજી મકવાણા

૩. ર્સ્િી- પીંછ

કૌતુક કથા

હર્ષ કે. પંડ્યા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠહરટ્ઠિ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૪. કૌતુક કથા

યુદ્ધ અને શાંતિ અને આતંકવાદ-મૈ સમય હું

યુદ્ધ અને શાંતિને નાળસંબંધ છે. યુદ્ધ શાંતિ સ્થાપવા અને જાળવવા કરવું પડે. જયારે શાંતિની હાજરી યુદ્ધ થવાની ચિનગારીની શરૂઆત માટેનું વાતાવરણ પૂરૂં પાડે. જગતની કોઈ પણ ક્રાંતિ જોઈ લો. તમને એમાં પારાવાર વેદના, હતાશાઓ અને ભારેખમ શાંતિ દેખાશે. અને પછી એના પરિણામે યુદ્ધ આકાર લે છે. યુદ્ધની એક તાસીર છે. એ ધીમે ધીમે ચોતરફથી જે-તે પ્રદેશનો એનાકોન્ડા અજગર જેવો ભરડો લે છે. અને પછી લાગ આવે એટલે એકદમ સંજોગોને ૧૮૦ ની પલટી ખવડાવે એટલે આખો પ્રદેશ સ્તબ્ધ બનીને એનો હિસ્સો લાગવા માંડે. પાકિસ્તાનના પેશાવરની ઘટનાએ આતંકવાદના વરવા ચહેરાને જે રીતે જગત સમક્ષ દેખાડયો છે એ માત્ર આગાઝ છે. ભૂતકાળની ઘટનાઓ આવા કંઈ-કેટલાય પ્રસંગોથી અને લાશોના ઢેરથી રીતસર ખદબદે છે. જયારે જયારે આવું બને છે ત્યારે સમય લોહીના આંસુઓએ રડે છે અને ચંદ પ્યાદાઓ રાજરમતના શિકાર બનીને પાગલોની જેમ એકબીજાને મારવા ધસે છે એમ માનીને કે એનાથી શાંતિ મળશે. પણ એ ખુદ ઝોમ્બી જેવા બનેલા હોય તો શાંતિ બહાર ભટક્યે કે કોઈના ઢીમ ઢાળી દેવાથી થોડી મળે? એ તો કબીર ની જેમ માંહ્યલામાં ઝાંખવું પડે કે જેને હું શોધતો હતો એતો મારી અંદર જ બેઠો છે. પેશાવરના એ ભુલકાઓની ચીસોની જેમ જ લોહીના-લાચારીના-હતાશાના આંસુઓ ઈતિહાસમાં ઠેર ઠેર કોતરાયેલા પડેલા છે.

બાકાયદા હસીન કહી શકાય એવો દેશ જોર્ડન. એના રાજા હુસૈન. ઈઝરાયેલ-પેલેસ્ટાઈનના છમકલા અને ખાસ તો ઐતિહાસિક સિક્સ ડે વોર પછી કંઈ-કેટલાય પેલેસ્ટાઈનિયન નિરાશ્રીતોના ધાડા જોર્ડનમાં આશરો લેવા આવ્યા. એમની રાહત છાવણીઓમાં પારાવાર ગંદકી, રોગચાળો અને આર્થ્િાક પ્રશ્નો હતા. એટલે એમણે જાતે જ પોતાના હક માટે લડવાનું નક્કી કર્યું. ‘પેલેસ્ટાઈન લીબરેશન ઓર્ગેનાઈઝેશન’ નામથી જોર્ડન અને બીજા આરબ દેશો પાસે વિવિધ રૂપે સહાય મેળવવાની શરૂ કરી અને જોર્ડનમાં વ્યવસ્થિત જાસુસી નેટવર્ક પાથરવાનું શરૂ કર્યું. રાજા હુસૈનને આની ગંધ આવેલી એટલે જોર્ડનના લશ્કરમાં રણમાં વિચરતી ખડતલ અને આક્રમક મિજાજની બેદુઈન પ્રજાના નાગરિકોને ભરતી કર્યા હતા. જાણીતા પેલેસ્ટાઈનિયન નેતા યાસીર અરાફાતના પેલેસ્ટાઈન લીબરેશન ઓર્ગેનાઈઝેશનની ત્રાસવાદી પ્રવૃત્તિઓ વધતા સમગ્ર દુનિયાએ એ ગતિવિધિઓ રોકવાનું પ્રેશર વધાર્યું પણ એ સંસ્થા જોર્ડનને હેરાન કરતી નથી એમ માનીને એમણે એ ચાલવા દીધું. હદ તો ત્યારે થઈ જયારે પી.એલ.ઓ. એ ખુદ જોર્ડનની એરલાઈન્સનું પ્લેન હાઈજેક કરી ખંડણી માંગી. બસ, રાજા હુસૈને આર્મીને સફાઈ અભિયાનનો ઓર્ડર આપી દીધો. બેદુઈન જાતિના સૈનિકોએ કુશળતાપૂર્વક બર્બરતા આચરીને કંઈ-કેટલાય ત્રાસવાદીઓનો સફાયો બોલાવ્યો. નતીજા, વધુ ખુન્નસે ભરાયેલા કેટલાંક યુવાનો એ જુલાઈ,૧૯૭૧ ના એ હત્યાકાંડની યાદમાં સપ્ટેમ્બર મહિનો શોકનો ગણ્‌યો અને વધુ એક ત્રાસવાદી સંગઠન સ્થાપ્યું. ‘બ્લેક સપ્ટેમ્બર’. આ એ જ બ્લેક સપ્ટેમ્બર; જેણે ૧૯૭૨ ના જર્મનીના મ્યુનિક ખાતેના ઓલિમ્પિક ગેમ્સમાં નવ ઈઝરાયેલી ખેલાડીઓને બંધક બનાવી એમને મૌતને ઘાટ ઉતારી નાંખ્યા હતા માત્ર એટલા માટે કેમકે ઈઝરાયેલે એમના સાથીઓને જેલમાંથી છોડવાની માંગણી સ્વીકારી નહોતી.

તા.૧૩ જુલાઈ, ૧૯૧૯ બૈસાખીનો દિવસ. સ્થળ. અમૃતસર શહેરનો જલીયાંવાલા બાગ. અંદાજે ૨,૦૦૦ જેટલા નિર્દોષ શીખ સ્ત્રીઓ-બાળકો-પુરૂષો એ મેદાનમાં એકઠા થયા હતા. પ્રસંગ હતો બ્રિટીશ રાજની નીતિઓનો વિરોધ. શાંતિપૂર્વક પ્રવચન સાંભળી રહેલા એ લોકો ઉપર જનરલ ડાયરે સીધા શૂટના ઓર્ડર દ્વારા ગોળીઓ વરસાવી દીધી. ત્યાંના કુવામાંથી કેટલીય લાશો મળી. બધું પતી ગયા પછી એક નાનો બાળક એ સ્થળની મુલાકાત લે છે અને આંખમાં આંસુ સાથે એ લોહી ભરેલી ધૂળ માથે ચડાવી એને એક નાની શીશીમાં ભરી લે છે. બ્રિટીશરાજની જંગાલિયતનો એ નમુનો હતો. એ બાળક અંગ્રેજો સામે એમની જ સ્ટાઈલમાં લડવાની પ્રતિજ્જ્ઞા લે છે અને યુવાનીમાં તો અંગ્રેજોને દોડાદોડ કરાવીને નાકમાં રીતસરનો દમ લાવી દે છે. એ બાળક ૨૩ વર્ષની ઉંમરે ‘આઝાદી મેરી દુલ્હન હૈ’ કહીને અને રશિયન ક્રાંતિકારી લેનિનને વાંચતો વાંચતો ફાંસીને માંચડે લટકી જાય છે. એ બાળક એટલે શહીદ ભગતસિંગ.

પ્રથમ વિશ્વયુદ્ધ વખતે પાયમાલ થયેલ જર્મની જયારે બેઠું થવા પ્રયત્નો કરી રહ્યું હતું ત્યારે ત્યાંના માલેતુજાર યહૂદી શાહુકારોએ નફાખોરી અને ધીરધાર દ્વારા સમાજની અસમાનતામાં વધુ ઉમેરો કર્યો જેને લીધે આમ જનતામાં છૂપો રોષ ભભૂકી રહ્યો હતો. ઓસ્ટ્રિયાથી મ્યુનિક આવેલા નવાસવા ચિત્રકાર એડોલ્ફને પણ એવું જ લાગતું કે આ યહૂદી પ્રજા દેશનું અને પ્રજાનું ખૂન ચૂસી રહી છે. એ લોકો જર્મનીને બેઠું કરવા નહીં, એને વધુ પાયમાલ કરવામાં ભાગ ભજવે છે. એમણે કાં દેશભક્તિ સાબિત કરવી રહી કાં સમૂળગો દેશ જ છોડી દેવો જોઈએ એવી એની માન્યતા દ્રઢ થવા લાગી હતી. અને એક દિવસ એડોલ્ફે સમસ્ત યહૂદી સમુદાયને નેસ્તનાબુદ કરવાનું શરૂ કર્યું જેને પરિણામે અંદાજે ૬૦ લાખ યહૂદી લોકોને મૌતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. પુરા નામ હિટલર, એડોલ્ફ હિટલર. પછીથી બચેલા યહુદીઓ એક દેશ બનાવીને આજે ય આતંકવાદ સામે લડી રહ્યા છે, પોતાની રીતે.

નોર્થ કોરિયા એની સરમુખત્યારશાહી માટે જાણીતું છે. એવામાં એકાદ વર્ષ પહેલા શાંતિપૂર્વક દેખાવ કરી રહેલા લોકો પર કોરિયન આર્મી ચડી વાગી. શાંતિને બદલે ચારેબાજુ ગોળીઓ વછૂટી અને હજી નોર્થ કોરિયા સળગેલું જ છે. એ જ રીતે વર્ષો પહેલા તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ લીન્ડન જોહ્‌ન્સને વિયેતનામ યુદ્ધ ચાલુ રાખેલું જેના આફ્ટરશૉક્સ હજીય અમેરિકાને આવ્યા કરે છે. હજી હમણાં સુધી આપણે ય ન્.્‌.્‌.ઈ. થી હેરાન થતા જ હતા ને...!!!

પાપીની કાગવાણીઃ

આતંકવાદ હવે એક વ્યવસ્થિત ઈકોનોમી છે. તમે એને સમૂળગું નાબુદ કરી શકો એ વાતમાં માલ જ નથી કેમકે એની સાથે કંઈ-કેટલાય લોકોના કંઈ-કેટલાય હિતો જોડાયેલા છે.

નીરવ પંચાલ (ધાંસુ રીડરનું રેઝર શાર્પ ઓબ્ઝર્વેશન)

માર્કેટિંગ મંચ

મુર્તઝા પટેલ

૫. માર્કેટિંગ મંચ

પેટની ભૂખ ક્યાં?- ....

જ્યાં આર્ટ અને હાર્ટ ભેગાં મળે ત્યાં !!!

તો આવો જાણીએ કે વાતમાં ક્યાં, કેવો અને કેવી રીતે તડકો આવ્યો.

સુગંધિત ઘટના સ્થળઃ ન્યૂયોર્ક શહેરનો મધમધતો.... ને ધમધમતો મુખ્ય વિસ્તારઃ બ્રૂકલિન.

આ વિસ્તારની કોઈક એક સ્ટ્રીટમાં ફ્રિલાન્સ ગ્રાફિક ડિઝાઈનિંગનું કામ કરતી લોરેન હોમ નામની છોકરી રહે છે. આવાં તો હજારો હજારો ડિઝાઈ’નરો’ અને ‘નારી’ઓ તેમના ક્રિયેટીવ વ્યવસાયમાં આંખો ડૂબ્યા છે. પણ એમાં જે ‘સાવ્વ જ અલગ’ કામ કરે છે, તે લોકોની આંખોમાં જલ્દી ઉઠે છે. લોરેન પણ તેનું એક નોખું ઉદાહરણ છે.

હા, તો વાત જાણે એમ થઈ કે...કેટલાંક મહિનાઓ અગાઉ લોરેન તેના હોમ-ઓફિસમાં નવરી બેસી ‘તી. પેટમાં મીઠ્‌ઠી પણ કડકડતી ભૂખે તેને ધક્કો માર્યો. પણ તેમાં આંટા ન પડે એ માટે તેણે બહાર થોડીવાર આસપાસની ગલીઓમાં આંટો મારી આવવાનું નક્કી કર્યું.

કહેવાયુ છે ને કે... “માણસ ત્યારે વધારે સક્રિય હોય છે જ્યારે તેને એમ લાગે છે કે હવે બસ....થોડાં જ ટાઈમમાં એ સાવ નિષ્ક્રિય થઈ જવાનો છે.”- (અપ્રસિદ્ધ મુર્તઝાચાર્‌ય ઈ.સ.પૂ. ૧૯૯૯)

એ વખતે મગજ અને મન તેની જરૂરીયાત મેળવવા ધમાલ મચાવવાનું શરૂ કરે છે. આવું જ લોરેનની સાથે થયું. ફરતા ફરતા તેની નજર એક રેસ્ટોરન્ટ (કમ કૉફી-હાઉસ)ના દરવાજે પડી.

“ઉન્હ્‌હ ! આવો મજ્જાનો વિસ્તાર અને મસ્ત રેસ્ટોરન્ટની બહાર સાવ આવું મેનુ-બોર્ડ?!?!?! સોઓઓઓઓઓ બોરિંગ !!! આ તો કોઈ હાઈવેના ઢાબામાં જતા હોઈએ એવું લાગે. આવી તે કાંઈ જાહેરાત થતી હશે.”-

જેમ ‘સુથારનું મન બાવળિયે’ તેમ લોરેનનું મન ડિઝાઈનના ધોરણે ધોવાયું. તેને રેસ્ટોરન્ટની બહાર મુકવામાં આવેલા એ મેનુ-બોર્ડમાં કશુક ખૂટતું હોય એમ લાગ્યું. તેનાથી ન જોવાયું અને તે સીધી ઘૂસી ગઈ એ ક્રાઉન હાઈટ્‌સની માઉન્ટન રેસ્ટોરેન્ટમાં. અને મારી દીધી પીચ...!

“સર, આપણો બ્રૂકલિન વિસ્તાર કેટલો મજાનો છે ! જ્યાં લોકો દેશ-વિદેશથી વર્લ્ડ-કલાસ ફૂડ-રેસિપીઝ ઝાપટવા આવતા હોય તેવા વાતાવરણમાં તમે દરવાજા આગળ જ સાવ બોરિંગ મેનુ-બોર્ડ મારીને તમારા ધંધા પર કુહાડી મારી રહ્યા છો. શું તમે ચાહો છો કે બોર્ડને જોઈ કસ્ટમર્સ બોર્ડર પરથી જ પાછો વળી જાય?”... ...

કોઈક અજાણ્‌યું (ને એમાંય કોઈ જુવાન છોરી) આવીને આમ અચાનક ધંધો ચલાવવાની ધમધમાટી આપી જાય ત્યારે શક્ય છે કે શરૂઆતમાં સાંભળનારને સોફ્ટ તમ્મર આવી શકે છે. પણ અહીં વાત બંને બાજુ આડે પાટે નહિ સીધી ગળેથી પેટમાં ઉતરી ગઈ હતી. સમજોને કે તેના ભૂખ્યા દિમાગમાં ક્રિયેટીવ જ્યુસનાં ટીપાં પડવાની શરૂઆત થઈ રહી હતી.

“ સર, જો તમે ચાહતા હોવ તો હું તમારી રેસ્ટોરેન્ટમાં રેગ્યુલર આવીને મારા હાથના અક્ષરોથી એવાં મસ્ત મજાના બોર્ડ બનાવી આપીશ કે વાંચનારને પણ બેઘડી જીભ પર પાણી આવે અને આવનારને ‘પર્સનલાઈઝ્‌ડ સર્વિસ’નો અનુભવ થાય” - એક આર્ટિસ્ટ પોતાની કલાનું પ્રદર્શન કરવાની તક ન છોડે એમ લોરેને ધીમેથી તેની ઓફર મેનેજર પાસે મૂકી.

“એ બરોબર. પણ તું એની સામે તારો ચાર્જ શું લઈશ? એ બતાવ પછી મને પરવડશે તો હું તને કામ આપી શકું..” - મેનેજર પણ હવે ભાનમાં આવીને પોતાની પ્લેટ ચમકાવી રહ્યો.

“સિમ્પલી સર. આમ તો હું ડોલર્સ માંગી શકું પણ તેની સામે હું એવી વાનગીઓ જમીશ જેનાથી મારૂં પેટ પણ ભરાય અને જેનો ક્રિયેટીવ જ્યુસ હું વધુ અસરકારક મેનુ-બોર્ડ બનાવવામાં વાપરી શકું. બોલો મંજૂર?”

એ હતી લોરેન હોમની બ્રૂકલિનમાં થયેલી પહેલી હેન્ડ(રાઈટિંગ) ડિલીવરી. હાથની આર્ટથી ‘શાન સે ભૂખ મિટાંએ’ નાં ધોરણે લોરેને ત્યાર પછી ન્યુયોર્કની સારી એવી રેસ્ટોરન્ટસને તેની જીભ નીચે મૂકી ચુકી છે. તેની કેલીગ્રાફિક આર્ટથી તેણે ઘણાં દિલો જીત્યાં છે અને તે રેસ્ટોરેન્ટની વાનગીએ લોકોની જીભ.

વળી ત્યાંના જે તે વિસ્તારનાં કૉફી હાઉસમાં કે રેસ્ટોરન્ટમાં કોઈક નવી વાનગી ઉમેરાય છે ત્યારે લોરેન જાતે તેની આઉટ-ડોર ડિઝાઈન તૈય્‌યાર કરી આપે છે અને ‘રિટર્ન’માં એ...

યાહ ! પોટેટો કેલ ફ્રીયેત્તા,... પોટેટો સિલાન્ત્રો વિથ કમ્પ્રેસ્ડ જ્યુસ,... મશરૂમ ચિકપિક્સ,... વાઉ ! વેજી-બર્ગર વિથ સન-ડરાઈડ ટોમેટો,... યમ્મી ! ગ્રિલ્ડ શિશીતો પિપર્સ,... આહ ! રોઝમેરી કોકટેઈલ..જેવી તમતમતી-જીભજીભ્તી સ્વાદવાળી વાનગીઓ ઝાપટે છે....(યાલ્લા મફ્ફત?!?!).

એટલે જ લોરેન માટે બ્રૂકલિન વિસ્તાર ‘ભૂખલિંક’ વિસ્તાર બન્યો છે. જુઓ તો ખરા હટકે દિમાગ વાળી મિસ હોમનાં હોમપેઈજ પણ કેવાં હોટ છે યાઆઆઆઆરાઃ

ચેક કરો ઉૈઙ્મઙ્મન્ીંીંર્હ્લિન્િેહષ્ઠર અને ર્ૐદ્બીજીુીીંર્ૐદ્બી ની વેબસાઈટસ

બોલો હવે, તમારી આર્ટ માટે તમે કોઈ એવો વિસ્તાર પસંદ કર્યો છે?

ફૂડ સફારી

આકાંક્ષા દેસાઈ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ઙ્ઘીજટ્ઠૈ.ટ્ઠટ્ઠાટ્ઠહાજરટ્ઠ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૬. ફૂડ સફારી

“સરસોં દા સાગ તે મક્કે દી રોટી, ઓયે બલ્લે બલ્લે!”

જયારે જયારે હું પંજાબી ફૂડ વિષે વિચારૂં છું ત્યારે ત્યારે મને ‘જબ વી મેટ’ નો પેલો સીન યાદ આવી જાય છે, જેમાં શાહિદ કપૂર, ઉદાસ કરીના ને કહે છે કે, ‘એ ક્યાં ઓર્ડર કિયા હે, કુછ પનીર કે ટીક્કે ઓર્ડર કરતી, છોલે તે ભટૂરે ઓર્ડર કરતી!”. પંજાબી ફૂડને દર્શાવવા માટેના કેટલાક વિશેષણો છે રીચ, માઉથવોટરીંગ, ભારે, તીખું અને સ્વાદિષ્ટ - અને આ તો ફક્ત શરૂઆત છે. જો તમારૂં પેટ કંઈપણ પચાવી શકતું હોય તો તમારે પંજાબી ફૂડ પર ‘તૂટી પડવું’ જોઈએ. પંજાબી ક્વિઝીન શાકાહારી અને બિન-શાકાહારી બંને પ્રકારના લોકોના સ્વાદેન્દ્રીયને માટે લ્હાવો છે, અસંખ્ય મસાલા અને એકઝોટિક ફ્લેવર્સ પંજાબી ફૂડ ખાવાથી મળતા આનંદમાં ઉમેરો કરે છે. હકીકતમાં ગ્લોબલી ભારતીય ખાનપાનનો અર્થ જ પંજાબી ફૂડ છે. પંજાબી ફૂડ એક તંદુરસ્ત અને એક ગામઠી સ્વાદ ધરાવે છે જે પોતાની એક અલગ છાપ છોડી જાય છે.

પંજાબી રસોઈપ્રથામાં મહત્વની બાબત ઘી, માખણ કે ક્રીમનો અઢળક ઉપયોગ છે, અને હવે આ સાથે પનીર અને ચીઝનો પણ તેની સાથે ઉપયોગ થાય છે. એક ટીપીકલ પંજાબી મુખ્ય ભોજનની વાનગીમાં ડુંગળી, લસણ અને આદુ ના મિશ્રણથી તૈયાર થતી એક પેસ્ટ હોય તેવી શક્યતા છે. પંજાબી રસોઈપ્રથા માં બ્રેડ એક તંદૂર વાપરીને તૈયાર કરવામાં આવે છે. આ બ્રેડને પણ તંદૂર તરીકે ઓળખવામાં આવે છે, તેમાં વિવિધ સ્વાદ ઉપલબ્ધ છે. પરાઠા, નાન,કુલ્ચા અને રોટી એ એક પંજાબી મુખ્ય ભોજન માટે ના મહત્વના ઘટક છે. ગાર્લિક નાન, અમૃતસરી કુલ્ચા, રૂમાલી રોટી, પરંપરાગત તંદૂરી બટર રોટી, લચ્છા પરાઠા વગેરે પંજાબી ક્વીઝીનના લોકપ્રિય બ્રેડ વિકલ્પો પૈકીના અમુક છે.

એક પરફેક્ટ પંજાબી થાળી શાહી પનીર, અથવા અન્ય કોઈ ક્રીમી પનીરની વાનગી, આલુ મટર, એક કોફતાની વાનગી અને દાલ મખની (માખણ અને ક્રીમ સાથે રાંધવામાં આવતી અડદની દાળ) વિના અપૂર્ણ હશે. ડેરી ઉત્પાદનો પંજાબી રસોઈપ્રથા એક અગત્યનું પાસું છે. ખરેખર તો, પંજાબીઓ દરેક ભોજન પછી લસ્સીના અનેક ગ્લાસ ગટગટાવી જવા માટે જાણીતા છે. ઈન ફેક્ટ, દિલ્હી અને અમૃતસરમાં અમુક દુકાનો એવી ક્રીમી લસ્સી આપે છે કે તે પીધા પછી કંઈપણ ખાવું અશક્ય થઈ જાય છે.

પંજાબી વાનગીઓ પ્રસિદ્ધ "મક્કે દી રોટી" અને "સરસોં કા સાગ" આપ્યા છે જે હવે વૈશ્વિક સ્તરે પણ પ્રખ્યાત છે. આ મામલે મીઠાઈઓ પણ પાછળ નથી. ગાજરનો હલવો, ઈમરતી(જલેબી), કાજુ બરફી, પીન્ની અને સોજીનો હલવો એ પંજાબી ક્વીઝીને આપેલી મીઠી વાનગીઓમાંથી માત્ર થોડા નામ છે.

સરસોં દા સાગઃ

સામગ્રીઃ

૫૦૦ખ્તદ્બજ (લગભગ ૧ ઝૂડી) રાઈના પાંદડા (સરસોં)

૧૦૦ખ્તદ્બજ પાલકના પાંદડા

૧૦૦ખ્તદ્બજ બથુઆ

૨ ંહ્વજ ઓલિવ ઓઈલ

૧ ઈંચ આદુ

૪-૬ કળી લસણ

૧ મધ્યમ ડુંગળી

૧ લીલા મરચું

સ્વાદ મુજબ મીઠું

૧ ંહ્વજ કોર્નફલોર

૧ કપ પાણી

રીતઃ

લીલા શાકભાજીની દાંડી અને પાંદડા અલગ કરવ.

પાણી ચાલુ રાખી તમામ પાંદડા બરાબર ધોવા.

બધા જ શાકભાજીને રફ્લી સમારવા

એક પેનમાં તેલ ગરમ કરવું. તેમાં આદુ, લસણ, લીલા મરચાં અને ડુંગળી ઉમેરો. બે મિનિટ માટે, ડુંગળી નરમ બની જાય છે ત્યાં સુધી સાંતળો.

સમારેલા પાંદડા ઉમેરો અને બરાબર ભેળવો. સ્વાદ માટે મીઠું ઉમેરો; સારી રીતે મિક્સ કરો અને રાઈ અને અન્ય પાંદડા સોફ્ટ થાય ત્યાં સુધી, ૪-૫ મિનિટ માટે ઢાંકીને રાંધવા.

૧ કપ પાણી માં મકાઈનો લોટ ભેળવો અને પેનમાં ઉમેરો. બરાબર હલાવીને ૫-૬ મિનિટ માટે, શાકભાજી બરાબર તૈયાર ના થાય ત્યાં સુધી, ઢાંકીને રાંધો.

ગેસ પરથી દૂર કરો. આ સાગ ઠંડુ થઈ જાય એટલે હેન્ડબ્લેન્ડરની મદદથી બરછટ પેસ્ટ કરો.

પીરસતાં પહેલાં બે મિનિટ માટે ઓછી ગરમી પર સાગને ગરમ કરવું અને મક્કે કી રોટી સાથે પીરસવું.

મક્કે કી રોટીઃ

સામગ્રીઃ

૨ કપ મકાઈનો લોટ

ઘ કપ ઘઊંંનો લોટ

સ્વાદ માટે મીઠું

રાંધવા માટે ઘી

ગરમ પાણી જરૂર મુજબ

રીતઃ

મકાઈનો લોટ, ઘઊંંનો લોટ અને મીઠું ભેગા કરો.

તેમાં ગરમ પાણી ઉમેરો. લાકડાના ચમચી વડે ભેળવો. આ કણક ખૂબ જ નરમ ન હોવી જોઈએ, તેથી મિશ્રણમાં પાણી ધીમે ધીમે ઉમેરવું.

હાથ દ્વારા બાંધી શકાય એટલી ઠંડી ન થાય ત્યાં સુધી કણકને ઢાંકીને મૂકો. એક મધ્યમ નરમ કણક બાંધો.

પાણી વડે તમારા હાથને થોડો ભીનો કરી કણકને સમાન ભાગો વહેંચો અને બોલનો આકાર આપો.

પ્લાસ્ટિક શીટ અથવા ઝીપલોક બેગ તમારા રસોડાની સપાટી પર મૂકો.

આ શીટ પર, એક સમયે એક બોલ મૂકો; અને તમારી આંગળીઓ ઉપયોગ કરીને એક ૫-૬ ઈંચના ગોળાકારમાં વણો.

એક ફ્લેટ, નોન સ્ટીક તવો ગરમ કરો, ગરમ પેન પર થોડું ઘી ઉમેરો અને તેના પર રોટી મૂકો.

મધ્યમ તાપે,એક બાજુ અડધી તૈયાર થાય ત્યાં સુધી રાંધો. ઉલટાવો અને બાજુઓ પર વધુ ઘી લગાવો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાંસુધી રાંધો.

ગરમાગરમ, સરસો દા શાક સાથે પીરસો.

ગ્લોબલ મેનેજમેન્ટ

દિપક ભટ્ટ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ુિૈીંર્ંઙ્ઘીીટ્ઠાહ્વરટ્ઠંંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૭. ગ્લોબલ મેનેજમેન્ટ

“કોર્પોરેટ પોલીટીક્સની પોઝીટીવ રમત”

આજે દરેક સંસ્થામાં રાજકારણ પ્રવેશી ગયું છે. પ્રમોશન લેવાથી લઈને બીજાને કામની બાબતમાં નીચા દર્શાવવા માટે લોકો કંપનીમાં જાતજાતની રાજકારણની રમત રમે છે, જે કંપની માટે ભવિષ્યમાં નુકશાનકારક સાબિત થાય છે. આજે મસમોટા મેનેજમેન્ટ ગુરૂઓ અને લીડરશીપ ગુરૂઓ આ વિષય અંગેની ટ્રેનીંગ વિશ્વભરમાં આપે છે. પ્રખ્યાત મેનેજમેન્ટ નિષ્ણાત પ્રોફેસર સ્ટીફન રોબીન્સે કમચારીઓ સંસ્થામાં રાજકારણનો ભોગ ન બને તે માટે અને સંસ્થાનું કલ્ચર પ્રગતિ તરફ આગળ વધે તે માટે અમુક ઉપાયો સૂચવેલા છે.

હંમેશા સંસ્થાના ધ્યેય વિશે જ બોલવુંઃ કર્મચારીઓએ પોતાના પર્સનલ ધ્યેયને છુપાવી રાખીને કંપનીના લક્ષ્યાંકો વિશે ચર્ચાઓ કરતી રહેવી જોઈએ. બધાની વચ્ચે પોતાની અંગત લાભ કે ધ્યેયની વાતો કરવાથી ક્યારેક વળતો પ્રહાર આવી શકે છે. બીજા વિભાગના સાથી કર્મચારીઓ કેવી રીતે વર્તે છે તેનું ખાસ નિરીક્ષણ કરવું જોઈએ. જે વ્યક્તિ સંસ્થાના ધ્યેય વિશે જ હંમેશા વાતો કરે છે તે ઝડપથી પ્રમોશનના દ્વારને પામે છે.

બોસને સાથ-સહકાર આપતા રહોઃ તમારી કારકિર્દીની દોરી જે વ્યક્તિના હાથમાં હોય તે વ્યક્તિને હંમેશા કામમાં સાથ-સહકાર આપતા રહો ભલે પછી તમને તે વ્યક્તિ જોડે ફાવતું ન હોય. કારણ કે તે જ વ્યક્તિ તમારા કામનું મૂલ્યાંકન કરશે માટે તેની નજરમાં રહેવું આવશ્યક છે. તમારા ઉપરી અધિકારી તમને મૂલ્યાંકન કરવામાં કેવા માપદંડ વાપરે છે તે શોધતા રહો અને તે મુજબનું વર્તન કરો. ક્યારેક બોસ સાથે વાતચીત કરતી વેળાએ અમસ્તા હસવાથી પણ નોકરીમાંથી પાણીચું દેવું પડે છે. બોસ પાસે તમારૂં કેરેક્ટર અને પર્સનાલીટી હંમેશા અવ્વલ ક્વોલીટીની રાખો. સાયકોલોજી વિષયમાં ’સમાનતા’ નો એક નિયમ છે. બોસના અને તમારા ટેસ્ટ એક સરખા રાખો.

અડધી તૂટેલી ચમચીઓથી દૂર રહોઃ કંપનીમાં જે વ્યક્તિની ઈમેજ બગડેલી છે તેવી વ્યક્તિઓને તૂટેલી ચમચીઓ કહેવામાં આવે છે. આવી વ્યક્તિઓથી દૂર રહેવું હિતાવહ છે. આ પ્રકારની વ્યક્તિઓ અફવાઓની મદદથી તમારી ઈમેજને બગાડી શકે છે. માટે તેની સાથે વધુ પડતી દલીલ કરવાને બદલે તેનાથી દૂર રહેવું જોઈએ. નોકરીના શરૂઆતના દિવસોમાં આવી વ્યક્તિઓની એક યાદી બનાવો જેથી શરૂઆતથી જ તમને તકલીફ ન પડે. ઘણી વખત એવું બનતું હોય છે કે આવી વ્યક્તિઓ ઉપરી અધિકારીઓના સીધા જ સંપર્કમાં હોય છે અને તમારી એક અમથી નાનકડી ભૂલ તમને ક્યારેક મુસીબતમાં લાવી શકે છે.

કંપનીના રિસોર્સ ઉપર નિયંત્રણ મેળવોઃ સંસ્થામાં રીસોર્સીસ હંમેશા મર્યાદિત હોય છે. કંપનીમાં બને તેટલાં રીસોર્સીસ ઉપર તમારૂં નિયંત્રણ રાખવામાં પ્રયત્નો કરતા રહો. જેની પાસે રિસોર્સ હશે તે પાવરફૂલ હશે. આજના સમયમાં જ્જ્ઞાન, આવડત અને એક્ષ્પર્તીઝ એક જબરજસ્ત રિસોર્સ છે. તમારામાં આ ત્રણેય વસ્તુઓ હશે તો તમારી વાતો સૌ કોઈ સાંભળશે અને તમારી કદર થતી રહેશે. દરેક કંપનીમાં રિસોર્સની અગવડ તો રહે જ છે. ઓછામાં ઓછા રીસોર્સથી તમે કેવી રીતે વધુ કામ કરી શકો તે તમારી આવડત અને સ્કીલ ઉપર આધાર રાખે છે. જો તમે ઓછા રીસોર્સથી કંપનીમાં કામ કરશો તો ટોપ મેનેજમેન્ટ તરફથી તમને સારો રીવોર્ડ મળી શકે છે.

સૌની નજરમાં રહોઃ એક સરસ મજાની પંક્તિ છે કે આંખો સે દૂર દિલ સે ઉતર જાયેગા.. ખૂબ જ સાચું જ કહ્યું છે. કંપનીમાં દરરોજ ૧૦ મિનીટ ફાળવીને દરેક વિભાગના લોકોને મળવાનું રાખો. તમે જે કંઈ કરો છો, કે કંપનીએ જે સફળતા પ્રાપ્ત કરી હોય તેનો ઢોલ વગાડીને બીજા દ્વારા પણ તેને અમલમાં મુકવો. તમારૂં કામ એવું હોય કે જે મેનેજમેન્ટની સીધી જ નજરમાં ન આવતું હોય તો એકદમ હોશિયારીથી તમે જે કંઈ કામ કરી રહ્યા છો એની ખબર તમારા ઉપરી અધિકારી, ગ્રાહકો, સપ્લાયરો, સરકારી અધિકારીઓ મારફતે પહોચાડવાની કોશિશ કરતા રહો. શર્હેરના મેનેજમેન્ટ એસોશિયેશનના, ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બર બનો. અખબારોમાં લેખ લાખો. નેશનલ ચેનલોમાં ઈન્ટરવયું લો અને આપો. બે-પાંચ સેમિનારોનું સંચાલન કરો.

સંજય દ્રષ્ટિ

સંજય પિઠડીયા

૮. સંજય દ્રષ્ટિ

આપણે ખોતરનારા ખુશાલિયા જેવા...

એક જૂની અને જાણીતી વાર્તા છે. એક બાપ અને તેનો દીકરો એક ઘોડાને લઈને સવારે ઘરેથી નીકળે છે. દીકરો ઘોડા ઉપર બેસેલો હોય છે. રસ્તામાં એક ગામ આવે છે. દીકરાને ઘોડા પર બેસેલો જોઈને ગામવાળા વાતો કરે છે ’કેવો જમાનો આવ્યો છે? આજકાલના સંતાનની તો વાત જ ન થાય. બાપ પગપાળા જાય છે અને દીકરો ઘોડા પર બેસીને.’ આ સાંભળી દીકરો ઘોડા પરથી ઉતરી જાય છે અને બાપ ઘોડા પર ચડે છે. રસ્તામાં બીજું ગામ આવે છે અને બાપને ઘોડા પર બેસેલો જોઈને કહે છે, ’અરેરે... ફૂલ જેવો દીકરો ચાલીને જાય છે અને બાપ ઘોડા પર ચઢી બેઠો છે’. આ સાંભળી બાપ અને દીકરો બંને ઘોડા પર બેસી જાય છે. ત્રીજું ગામ આવે છે અને ત્યાંના લોકો બોલે છે, ’આ બાપ-દીકરાને કોઈ શરમ ખરી? બિચારા મુંગા જાનવર પર બેય ચઢી બેઠા છે.’

આ લઘુવાર્તાનું તાત્પર્ય એ કે તમે સારા કામ કરો કે નરસા, ગામ તો વાતો કરવાનું જ છે. આવું જ હમણાં બની રહ્યું છે. ’પીકે’ જોઈને આવેલો દર ત્રીજો માણસ એવું બબડી રહ્યો છે કે ’પીકેમાં હિન્દુત્વની અને હિન્દુ લોકોની લાગણી દુભવી છે’, અથવા ’પીકે’ની વાર્તા ખૂબ જ પકાઉ અને પ્રેડિક્ટેબલ છે.’ કોઈએ વળી એમ કહ્યું કે ત્રણ સુપરલેટીવ ફિલ્મો આપનારા રાજુ હિરાણીનો આ વખતે ’રોંગ નંબર’ લાગી ગયો છે. ટ્‌વીટર પર તો રીતસરના બે ટોળાં થઈ ગયા છે - ઈંર્હ્વઅર્ષ્ઠંાં અને ઈંજેર્િાં. પણ આમાં નવું કંઈ નથી. પરેશ રાવલની ફિલ્મ ’ઓહ માય ગૉડ’ આવી ત્યારે પણ લોકોએ આવો જ હોબાળો મચાવ્યો હતો. લગભગ એકાદ વર્ષ પહેલાં સંજય લીલા ભણસાલીની ફિલ્મના ટાઈટલ સામે વિરોધ કરી કેટલાંક એચ.પી.(હરખપદુડા) લોકોએ કોર્ટમાંથી આદેશ બહાર પડાવીને ’રામલીલા’માંથી ’ગોલીયોં કી રાસલીલાઃ રામલીલા’ એવું શીર્ષક કરાવ્યું હતું. શા માટે? કારણ કે ભઈસા’બ આવા ટાઈટલું હિન્દુ દેવી-દેવતાઓના અપમાન કરે છે! વિરોધાભાસ જુઓ - લિંગપૂજા કરનારો આપણો સમાજ આવી નાની નાની બાબતોથી ઉશ્કેરાઈ જાય છે. ભગવાનના નામ આવે ત્યાં આપણી લાગણીઓ દુભાઈ જાય છે પણ ’લક્ષ્મી’છાપ ફટાકડા ફોડતી વખતે આપણને કંઈ અજુગતું નથી લાગતું. (સેન્ટેન્સ કર્ટસી - જય વસાવડા). આપણો સમાજ આજે પણ આસા’રામ’ જેવા લંપટલીલા કરનારા અને નારાયણ’સાંઈ’ જેવા લેભાગુઓની અર્ચના કરવામાંથી ઊંંચો નથી આવતો. એમના નામમાં પણ હિન્દુ ભગવાનના નામ છૂપાયેલા છે તો એ નામો અભડાય એમાં આપણને કોઈ વાંધો નથી. ‘વિશ્વરૂપમ’ ફિલ્મ આવી ત્યારે તામિલનાડુના મુસ્લિમોની લાગણીઓ દુભાઈ, બાકી ખુલ્લે આમ વેરઝેર દાખવતી ’ગેંગ્સ ઑફ વાસેપુર’ બધાને ગમી. ૧૯૮૫માં આવેલી ફિલ્મ ’રામ તેરી ગંગા મેલી’માં ગંગોત્રી પાસે ધોધ નીચે અર્ધનગ્ન અવસ્થામાં નહાતી મંદાકિનીને જોઈને લોકો અંદરથી મલકાતાં, રાજ કપૂરની જ ’સત્યમ્ શિવમ્ સુંદરમ્’માં પણ કેડે ઘડો લઈને ટૂંકા કપડાં પહેરેલી ઝિન્ન્ત અમાનને જોવાં લોકો બેક-ટુ-બેક ફિલ્મના શો જોઈ નાખતાં. અને આજે ફક્ત નામથી લોકો ઉશ્કેરાઈ જાય છે? આ તો ’બૂમરેંગ’ જેવી પરિસ્થિતિ થઈ. દુનિયા આગળ જાય છે અને આપણે પાછળ?

મને તો એ વાત નથી સમજાતી કે ’પીકે’ની કઈ બાબતને કારણે હિન્દુઓની લાગણીઓ દુભાઈ? ચપ્પલને (મંદિરમાં ચોરાઈ ન જાય માટે) સાઈકલની જેમ લોક કરવાથી કે મંદિરની બહાર રાખેલી ’પ્રભુ’ની પાદુકા આમિર પહેરી લે છે એ કારણસર? ભોળા શંકરની પાછળ દોડીને ડરાવવાથી કે ટોઈલેટમાં શંકર સાથેનો વાર્તાલાપ બતાવવાથી? ’લાપતા’ કહીને ભગવાનના પેમ્ફલેટ વેંચવાથી કે લાખોના ઝૂંડમાં મુંડાઈ જવા માટે તૂટી પડતા લોકો મૂર્ખ છે એવું દર્શાવવાથી? અરે વાચકમિત્રો, ’પીકે’ ફિલ્મ ભારતમાં બની છે. એના મોટા ભાગના પ્રેક્ષકો હિન્દુ હશે એવું ધારીયે તો ઉદાહરણ તો હિન્દુ ભગવાનનું જ લેવું પડે ને? અને જો કોઈ ખોટી વસ્તુને લોકો સમક્ષ લાવવી હોય તો કોઈકે તો પહેલ કરવી જ પડશે ને? જ્યાં સુધી આપણે પોતે આ વસ્તુને રોકવાનો પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી આવા ‘લાભુમા’ અને ‘તપસ્વી’ઓ આપણને ધૂતતા જ રહેશે. અને આ બધું જો ચાલ્યા જ કરશે તો એક દિવસ બીજા ગ્રહના લોકોએ જ આવીને પડદા પાછળની હકીકત સામે લાવવી પડશે.

બીજી વાત! મારો વિરોધ કોઈ ધર્મ કે સમાજ કે જાતિ વિરૂદ્ધ નથી. મારો વિરોધ છે ઘરે બેઠા-બેઠા ચાની ચૂસકીઓ લેતાં ચક્રમો વિરૂદ્ધ છે. કોઈ માણસ પોતાની પાંચ-પાંચ વર્ષની મહેનત કરીને એક સારી, આખું પરિવાર સાથે બેસીને જોઈ શકે એવી ફિલ્મ બનાવે અને આપણે જોયાના અડધો કલાકમાં જ એની મહેનત પર ફ્લશ કરી નાખવાનું? ત્રેવડ હોય તો બનાવી જુઓ એકાદી ફિલ્મ! અરે, ૧૫-૨૦ સેકંદની ટચૂકડી જાહેરખબર બનાવવામાં કેટલી મુશ્કેલીઓ આવે છે એનો ખ્યાલ પણ નહીં હોય. મોટી-મોટી કંપનીઓ આવી ઍડ બનાવવા લાખોના ખર્ચા કરે છે અને તોએ એમનો ધંધો વધતો નથી. સ્વ. રમેશ પારેખની એક કવિતા છેઃ

‘સમજયા ચંદુભાઈ ખુશાલિયાને ટેવ નડી ટેવ, ખોતરવાની.

એને કાન ખોતરવાની ટેવ, દાંત ખોતરવાની ટેવ, નાક ખોતરવાનું તો બંધાણ.

એવો ખોતરવે ચડયો કે એક દિ’ એણે સાથળ ખોતરી... કોણ જાણે કેમ એમાંથી ગગો ન નીકળવાનો હોય!’

આવી જ ખોતરપટ્ટી કરવામાં આપણે આગળ છીએ. ’સત્ય મેવ જયતે’ નામનો ટી.વી. શો ચાલુ હતો ત્યારે પણ લોકો એવું કહેતાં કે ’શોમાં જે ચેરીટી-ટ્રસ્ટની વાત થાય છે એ એક મુસ્લીમ લોકો વડે ચાલતો ટ્રસ્ટ છે. આમિર ખાન કેમ કોઈ હિન્દુ ટ્રસ્ટને મદદ નથી કરતો?’ ચાલો, એક વાર આપણે માની પણ લઈએ કે એ ટ્રસ્ટ ઈસ્લામીઓ દ્વારા ચલાવાય છે. તો શું? ઈસ્લામ ધર્મમાં માનનારાઓ માણસ નથી? આપણે એ ટ્રસ્ટને મદદ કરવાની ચાહ ન હોય તો ન કરવી પણ બીજા કરે છે એને તો કરવાં દ્યો. અને આટલા મોટા ઢોલ લઈને આપણા ભરનિંદ્રામાં સૂતેલા સમાજને જગાડવા આમિર ખાન એની ટીમ લઈને નીકળે છે તો એક માણસ તરીકે તો એને બિરદાવો. પણ નહીં, એમાંય આપણે ખોતરવું જ છે!

અધિર અમદાવાદીએ એમનાં એક ફેસબુક પોસ્ટમાં લખેલું કે ’આપણા શહેરોને વાઈ-ફાઈ કરતા સ-ફાઈની વધુ જરૂર છે’. નરેન્દ્ર મોદીએ ’સ્વચ્છ ભારત અભિયાન’ શરૂ કર્યું એમાં આપણું કેટલું યોગદાન? બધે ગંદકી છે, ગંદવાડો છે એવું કહેનારા આપણે એ ભૂલી જઈએ છીએ કે જ્યાંથી આપણો જન્મ થયો એ પેટમાં પણ ખૂબ ગંદકી હોય છે. અમથા અમથા, મોટા ઝાડુ લઈને ફોટા પડાવવા કરતા આપણે બધાં પોતપોતાના ફળિયા, સોસાયટી સાફ રાખવા લાગીએ તો આખું ગામ સાફ થઈ જાય અને આવા કોઈ અભિયાનની જરૂર જ ન પડે. નાના બાળકને આપણે હંમેશા શીખવીએ કે હળીમળીને રહેવું, દરેક વસ્તુ વહેંચીને વાપરવી, મારૂં-મારૂં ન કરતાં ‘આપણું’ માનવું વગેરે... પણ, સ્કૂલમાં જ્યારે બાળકો પ્રતિજ્જ્ઞા બોલે ત્યારે એના શબ્દો પર ધ્યાન આપજો. સૌથી પહેલી જ લીટી છે - ભારત ‘મારો’ દેશ છે. શા માટે ’ભારત આપણો દેશ છે’ એવું ન લખ્યું? જ્યારે કોઈ વસ્તુ ’મારી’ હોય ત્યારે હું એની વધુ કાળજી અને સાર-સંભાળ રાખું છું જ્યારે એ ’આપણી’ કે ’અમારી’ થઈ જાય એટલે પોતાપણાંની લાગણી પણ વ્હેંચાઈ જાય છે. એવું જ આ સફાઈનું છે. જ્યાં સુધી આપણે પોતાનું સમજીને ગંદકી કરવાનું બંધ નહીં કરશું ત્યાં સુધી કોઈ અભિયાન સફળ થશે નહીં.

ચેતન ભગતનું ’રીવોલ્યુશન ૨૦૨૦’ પુસ્તક આવ્યું ત્યારે એ વાંચીને ઘણાં લોકોએ કહ્યું કે ચેતન ભગતના લખાણમાં હવે પહેલા જેવી મજા નથી. કોઈ લેખક કંઈક નવું અને ધારદાર લખે તો એના લેખ પર પોતાનો અધૂરા જ્જ્ઞાનનો એઠવાડ ઠેલવનારાઓને એમ કહેવાનું મન થાય કે હજારો લોકો વાંચે છે એ પ્લેટફોર્મ માટે તમે એક ફકરો તો લખીને બતાવો. એક નાનો એવો ફકરો લખવામાં નાકે દમ આવી જશે. એવી જ વાત કોઈ વક્તા વિશે પણ થતી હોય છે. શ્રોતાગણોમાં ઘણાં એવા હોય જે બેઠા બેઠા દાંત ખોતરે અને વક્તાની વાતોને પણ! આવા લોકો એક વાર સ્ટેજ પર જઈને માઈક પકડી બતાવે ત્યારે ખબર પડે કે શી વલે થાય છે. "કહેણી મીસરી ખાંડ હૈ, કરણી તાતા લોપ" - કહેવું તો સાકર જેવું મીઠુ છે, કરવું ખૂબ દોહ્યલું છે.

’પીકે’ હોય કે ’ઓહ માય ગોડ’ - કદાચ બંનેનો સૂર એક જ હશે પણ બંનેના મિજાજ જુદા છે. ’પીકે’ વિરૂદ્ધ બોયકોટ કરનારાઓ પોતાનો ઓવરકોટ કાઢીને એક વાર જો પોતાની અંદર લટાર મારે તો ખબર પડે કે ’લોંગ’ ટાઈમથી આપણે જેને ’સ્ટ્રોંગ’ બનાવવાની કોશિશ કરી રહ્યાં છીએ એ ખરેખર તો આપણી અંદર ચાલી રહેલો ’ઢોંગ’ છે. અને આવા ’ઢોંગ નંબર’માંથી ક્યારે ’રોંગ નંબર’ લાગી જાય છે એ આપણને ખબર નથી રહેતી. તો આવનારા નવા વર્ષમાં આવા ’રોંગ નંબર’ને લાઈફલોંગ માટે રાઈટ નંબર બનાવીએ અને તમારૂં ૨૦૧૪નું વર્ષ ’ગમે તેવું’ ગયું હોય પણ ૨૦૧૫નું વર્ષ ’તમને ગમે તેવું’ જાય એવી અભ્યર્થના! જય શ્રી ક્રિસમસ!

પડઘોઃ

ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે!

ક્યાંક કંકુ પણ ખરે તો તર્ત દેવાલય ઊંગે

- અનિલ ચાવડા

(નોંધ - વાચકમિત્રો, મને યાદ છે કે ગયાં પખવાડિયે સચિનની આત્મકથા પર લખેલા લેખનો બીજો ભાગ હજી બાકી છે. પણ ’પીકે’ જોયા પછી આ લેખ મને અંદરથી ધક્કો મારે છે એટલે આવનારા અંકમાં સચિનની આત્મકથાને આગળ વધારીશું)

મિર્ચી ક્યારો

યશવંત ઠક્કર

૯. મિર્ચી ક્યારો

ભવાઈઃ ‘ટીશર્ટવાલે બાબા’

મંચ પર રંગલો રાહ જોતો ઊંભો છે. અકળાયેલો છે. એણે જીન્સનું પેન્ટ અને રંગીન ટીશર્ટ પહેરેલાં છે. નકલી જટા અને દાઢી લગાડેલાં છે. હાથમાં મોબાઈલ છે.

રંગલો : આમતેમ ચક્કર મારતાં રંગલી...રંગલી...રંગલી! તારી રાહ જોઈ જોઈને થાક્યો. તું હજી કેમ નથી આવી? લાવ ફોન લગાડું. ફોન લગાડે એલા...વ, રંગલી, અરે ઓ રંગલી. આવવામાં કેટલી વાર?

રંગલી : પરદા પાછળથી બોલે એ આવી...આવી.

રંગલો : અરે વાહ! રંગલી તારો અવાજ તો એકદમ ટનાટન સંભળાય છે. લાગે છે કે નેટવર્ક સુધરી ગયું છે.

રંગલી : રંગલાને પાછળથી માથામાં ટપાલી મારીનેરંગલા, નેટવર્ક નથી સુધર્યું, તારૂં મગજ બગડયું છે. હું મોબાઈલમાંથી નથી બોલતી ડોબા...

રંગલો : લે તું આવી ગઈ?

રંગલી : હું તો આવી ગઈ. પણ તું આ કેવો વેષ લઈને આવી ગયો છે?

રંગલો : આ વેષ નથી. આ મારો કાયમી પહેરવેષ હશે. હવે આપણે એક નવો ધંધો શરૂ કરીશું. રંગલા રંગલીના ખેલ બહુ કર્યા. હવે ધંધો કરીશું. પૈસા બનાવીશું પૈસા!

રંગલી : ધંધો? પૈસા? રંગલા, આપણું કામ ખેલ કરવાનું. ધંધો આપણાંથી ન થાય? આપણી પાસે મૂડી ક્યાં છે?

રંગલો : મેં જે ધંધો શોધ્યો છે એમાં મૂડીની જરૂર નથી. મૂડી ખાતે આ દાઢી અને આ દ્ઘટ્ઠટ્ઠટ્ઠજટા પૂરતાં છે.

રંગલી : મને તો તારી વાતમાં કશી સમજણ પડતી નથી.

રંગલો : જો સાંભળ. આપણે ટીશર્ટ વેચવાનો ધંધો કરીશું. છૂટક છૂટક ટીશર્ટ મફતમાં મેળવીશું અને પછી એ બધાં ટીશર્ટ જથ્થાબંધમાં વેચીશું. દે તાલી.

રંગલી : તાલીવાળા, તારૂં મગજ ખાલી થઈ ગયું છે. આપણને મફત ટીશર્ટ કોણ આપશે?

રંગલો : મારા ભક્તો આપશે. આ ટીશર્ટવાલા બાબાનાં ચરણોમાં એના ભક્તો ટીશર્ટ ચડાવશે.

રંગલી : એટલે?

રંગલો : એટલે કે હું હવે ટીશર્ટવાલે બાબા બનીશ અને તું મારી ચેલકી. તારે મારો પ્રચાર કરવાનો કે - આ બાબા ચમત્કારી છે. એમનાં ચરણોમાં ટીશર્ટ ધરનારાની મનોકામના પૂર્ણ થાય છે. લોકો મારી પૂજા કરશે. મારાં ચરણોમાં ટીશર્ટનો ઢગલો કરશે. આવી રીતે ભેગાં થયેલાં ટીશર્ટ આપણે જથ્થાબંધમાં વેચી દઈશું. છેને જોરદાર ધંધો?

રંગલી : રંગલા, તું આ દેશની પ્રજાને મૂર્ખ સમજે છે? તારા જેવા માણસની એ બાબા તરીકે પૂજા કરશે?

રંગલો : હું તો ઘણો સારો છું. મારા કરતા ગયેલા લોકો પણ બાબા તરીકે પૂજાય છે.

રંગલી : ભલે પૂજાય. આપણે એવું નથી કરવું. કહેનારા શું કહી ગયા છે એ સાંભળ. નાચતાં નાચતાં કરતા હોય સી કિજીયે ઔર ન કિજીયે કગ ચ૨માથું રહે શેવાળમાં ઊંંચા રહે બે પગ... તા થૈયા થૈયા ને તા થૈ.

રંગલો : રંગલી, જમાનો બદલાયો છે તો આપણે બદલાવું જોઈએ. તા થૈયા થૈયા ને તા થૈ બહુ થયું. હવે તો એક જ વાત! રૂપૈયા રૂપૈયા ને રૂપૈયા!

બે પોલીસ નામે રામ અને લખ્ખન પ્રવેશ કરે. આમતેમ ચક્કર મારીને રામ રંગલાને પકડે

રામ : પકડો પકડો પકડો. આ ભાગેડુને પકડો. લખ્ખન, જોજે છટકી ન જાય.

લખ્ખન : રંગલાને પકડીનેના છટકે ના. ભાઈ રામ, તમે ચિંતા ના કરો. આપણી મહેનત લેખે લાગી. ગુનેગારો રંગે હાથ પકડાઈ ગયાં.

રંગલો : મને કેમ પકડો છો? મારો કાંઈ વાંકગુનો?

રામ : પોલીસથાણે ફરિયાદ આવી છે કે એક ઢોંગીબાબા એના ભગતની ઘરવાળીને લઈને ભાગી ગયા છે. મને શંકા છે કે એ ઢોંગીબાબા તું છે. રંગલાને ઢગરા પર બે દંડા ફટકારીને ચાલ પોલીસથાણે.

લખ્ખ્ન : મને શંકા છે કે પેલા ભગતની ઘરવાળી તું છે. તું પણ ચાલ પોલીસથાણે.

રંગલો : હાથ જોડીનેઅરે! પોલીસભાઈઓ, તમારી ભૂલ થાય છે. હું કોઈ બાબો નથી. હું તો રંગલો છું રંગલો.

રંગલી : ને હું કોઈ ભગતની ઘરવાળી નથી. હું તો રંગલી છું રંગલી.

રામ : એ બધી ચોખવટ પોલીસથાણે કરજો. ચાલો પોલીસથાણે.

લખ્ખન : અરે ભાઈ રામ, આ બાઈની વાત મને સાચી લાગે છે હો. આ બાઈ રંગલી જ લાગે છે. મારા ગામના ચોકમાં ભવાઈ કરવા આવી હોય એવું લાગે છે.

રંગલી : કયા ગામની વાત કરો છો?

લખ્ખન : માધવપુરની વાત કરૂં છું.

રંગલી : માધવપુર? રવજી પટેલ સરપંચ છે એ માધવપુર?

લખ્ખન : હા હા એ જ મારૂં ગામ.

રંગલો : માધવપુર ગામના ચોકમાં તો અમે દર વરસે ભવાઈ કરવા આવીએ છીએ. તમે કહો એની ઓળખાણ આપું. કહેતા હો તો સરપંચ હારે વાત કરાવું.

રામ : લખ્ખન, મને આ જટાધારી બાવા પર વિશ્વાસ નથી બેસતો. દાળમાં કાંઈ કાળું લાગે છે.

રંગલો : અરે ભાઈ મારા, હું બાવો નથી. આ જટા અને દાઢી નકલી છે. જોઈ લો. રંગલો નકલી જટા અને દાઢી ઉતારીએ નાંખે હું રંગલો છું. લખ્ખનભાઈ, ઓળખ્યો મને?

લખ્ખન : ઓળખ્યા તો ખરા રંગલાભાઈ. પણ આવો વેષ ધારણ કરવાનું કાંઈ કારણ?

રંગલી : વેષ ધારણ કરવા સિવાય અમને આવડે શું?

રામ : આજે તો આ લખ્ખનની ઓળખાણને લીધે જવા દઉં છું. પણ હવે જાળવીને વેષ ધારણ કરજો. આજકાલ બાવાફકીરો લોકોની આંખે બહુ ચડયા છે.

લખ્ખન : રામની વાત બરાબર છે. લેવાદેવા વગરના ફસાય જશો.

રંગલો : હવેથી ધ્યાન રાખશું બાપલા.

રામ : ચાલ ભાઈ લખ્ખન. આપણો ખોટો ટાઈમ બગડયો.

બંને પોલીસ જાય

રંગલી : તમારો ટાઈમ બગડયો પણ આ રંગલાને તો અક્કલ આવી. કાં રંગલા, બનવું છે ટીશર્ટવાલે બાબા?

રંગલો : ઢગરે હાથ દઈને ના મારી મા ના. આ દેશની પોલીસ કેટલી સુધરી ગઈ છે. હજી તો મને ગુનો કરવાનો વિચાર આવ્યો ત્યાં તો પકડવા આવી ગઈ! સાલું આ ટાઢયમાં જ દંડા ખાવાનો વારો આવ્યો.

રંગલી : એટલે તો હીકહેતી’તી કે... નાચતા નાચતા ગાય કરતા હોય સી કિજીયે ઔર ન કિજીયે કગ ચ૨

રંગલોઃ રંગલીની સાથે નાચમાં જોડાઈને

માથું રહે શેવાળમાં ને ઊંંચા રહે બે પગ... ભોંય પર સૂઈ જાય અને બંને પગ ઊંંચા કરે

રંગલી : તા થૈયા થૈયા ને તા થૈ.

સમાપ્ત

પ્રાઈમ ટાઈમ

હેલી વોરા

૧૦. પ્રાઈમ ટાઈમ

“૨૦૧૫ ઓન ધ વે...”

સો ૨૦૧૫ ઓન ધ વે.... કઈ પણ નવું આવે એટલે આપણે ઉત્સાહ થાય. પછી એ નવા કપડા હોય, એસેસરી હોય, ફર્ન્િાચર હોય કે પછી નવું વર્ષ હોય. આમ ધાર્મિક કેલેન્ડર મુજબ બિન ખ્રિસ્તી લોકો ઓલરેડી નવું વર્ષ ઉજવી જ ચુક્યા હોય છે. પણ તોય આપણે ફુલ મજા લઈને થર્ટી ફસ્ટ ને ન્યૂ યર ઉજવીએ. ઉત્સવ એટલે લાઈફ માં થોડો પોઝીટીવ ચેન્જ. અને ટીવી, મોબાઈલ, નેટ ના યુગ માં આપણે પણ ગ્લોબલ થઈ ગયા છીએ. એટલે બધું ય ઉજવીએ... બસ મજા આવવી જોઈએ. અને આમ પ્રેક્ટીકલી જોઈએ તો આપણે ધાર્મિક મુહુર્ત સિવાય ખાસ કોઈ ધાર્મિક કેલેન્ડર ફોલો પણ નથી કરતા. આપણે જે કેલેન્ડર માં દૂધ નો હિસાબ લખીએ, જે કેલેન્ડર થી જન્મ દિવસ ઉજવીએ, પગાર લઈએ અને બીલો ચૂકવીએ એ કેલેન્ડર નું નવું વર્ષ છે. એટલે સેલિબ્રેશન તો બનતા હૈ.

સેલિબ્રેશન પોતપોતાની માન્યતા અને જીગર પ્રમાણે. ટીવી પર એવોર્ડ ફંક્શન જોઈને કે પછી ડીજે પાર્ટી માં જઈને,મુવી જોઈને કે બીચ પર જઈને . સારા રેસ્ટોરાં માં ડીનર તેય પાછું કોના સાથે એ જોવાનું રહ્યું. ફેમીલી સાથે કે મિત્રો સાથે કે પછી ગર્લ ફ્રેન્ડ કે બોય ફ્રેન્ડ સાથે (મન મેં લડડુ ફૂટા?)..... વેલ મને લાગે છે કે ડીનર કરતા કંપની નું મહત્વ છે. પતિ કે પત્ની ની કંપની તો ઓલ ટાઈમ હીટ છે....વેલ કેટલાક અપવાદ ને અફસોસ સાથે બાદ કરતા. માતા પિતા ની કંપની બાળકો માટે કદાચ એટલી ‘રોકિંગ’ ન હોતી હોય પણ પેરેન્ટ્‌સ માટે તો બહુ સૂધિંગ હોય છે એ નક્કી. બાળકો ને પણ પેરેન્ટ્‌સ તો વહાલા હોય જ છે પણ એમની સાથે જે ડીસીપ્લીન મેઈન્ટેન કરવું પડે એ બહુ વહાલું નથી હોતું. ફ્રેન્ડસ સાથે યુ કેન ગો ક્રેઝી. એટ એની એજ. એ જ તો એની મજા છે.

નવા વર્ષ નો એક બીજોય ચાર્મ છે. રેઝોલ્યુશન લેવાનો. ઈટ્‌સ પ્રોમિસ તો સેલ્ફ. બીજા કોઈ ને તો આપણે કેટલાય વચનો આપીએ છીએ. સાત વચન લગ્ન ના. અને તેની સાથે વધતી દરેક જવાબદારી પણ એક એક વચન છે. સબંધો પણ જો નિભાવીએ તો વચન જ છે. જરૂર સમયે સાથે રહેવાનું વચન. નોકરી કરીએ તો વચનો ના ડુંગરા ખડકી મુકે આપણી ઓથોરીટી. પછી નોકરી સ્વીપર ની હોય કે એક્ઝેક્યુટીવ લેવલ ની. ઓથોરીટીને તો હંધાય હરખા. આ બધા વચનો વન સાઈડ ટ્રાફિક.આપણે આપવાના ને એલોકોએ માગવાના. બીઝનેસ હોય તો દરેક આપ લે, દરેક કોન્ટ્રાકટ દરેક ડીલ એક એક વચન. અને પ્રોફેશનલ હો તો સમય પર સેવા પૂરી પાડવાનું કમીટમેન્ટ.પણ આ બધાય વચન બીજા માટે છે. આપણું શું?

કોન્શીયસ્લી આપણે પોતાની જાત ને કેટલા વચન આપ્યા? અને કેટલા કમીટમેન્ટ આપ્યા? અથવા એકડે એક થી વિચારીએ. તો પોતાની જાત ને હકીકતે કયા કમીટમેન્ટ ની જરૂર છે એ આપણે તદ્દન શાંતિ થી લોજીકલી વિચાર્યું છે? હજુ એક પગથીયું નીચે ઉતારીએ. બિલકુલ નિર્મળ રીતે માત્ર આપણા વિષે કે આપણા સાથે સંવાદ આપણે નિયમિત નહિ તો અનિયમિત રીતે પણ કર્યો છે? જવાબ આપતા પહેલા એક શરત છે. કોઈ બહાના એલાઉડ નથી. બસ તદ્દન અનાવૃત સત્ય બોલવાનું અને સ્વીકારવાનું. સ્વીકાર્યા પછી અંદર ક્યાંક થોડી જગ્યા થશે. કોઈક બારી ખુલશે આ આર્ટીકલ ને પ્રવેશ આપવા માટે. ઓશો ને કોઈકે સવાલ પૂછ્‌યો, “ ગુરૂજી હુ પ્રશ્નો થી ભરેલો છું , જો તમે મારા પ્રશ્નો નું નિરાકરણ બતાવો તો હુ સન્યાસ પણ લેવા તૈયાર છું.” ઓશો એ બિલકુલ એમની આગવી અદા માં જવાબ આપ્યો “ભાઈ અચ્છે ભલે હો સન્યાસ કી ક્યાં આવશ્યકતા હૈ? તુમ્હારે પ્રશ્ન તુમ્હારે હૈ. મતલબ કી ઉસપે તુમ્હારી છાંટ હૈ તુમ્હારી ખુદકી અસર હૈ.... ઉસકે જવાબ મેં નહિ દે સકતા. વો જવાબ તો તુમ્હે ખુદકો હી ખોજને હૈ. મેં તો બસ પ્રશ્નો કા નાશ કર સકતા હુ અગર તુમ મેરે પાસ આઓગે તો.” પ્રશ્નો ના નાશ વાળું તો આપણ ને બાઉન્સર ગયું. આપની લેવલ થી માથે હતું. પણ એક વાત સમજાઈ કે પ્રશ્નો આપણા છે તો જવાબ પણ આપણો જ હોઈ શકે કોઈક ન આપી શકે. કેમકે એ આપણા પોતાના ખેપાની ભેજાની ઉપજ છે એમાં બીજા કોઈ નું કામ નહિ.

બસ આવું જ છે રેઝોલ્યુશન કે સંકલ્પ નું.આપણે જાતે આપણું લક્ષ્ય, આપની જરૂરત નક્કી કરવી પડે. બસ થોડા આઈડીયાઝ છે. એનાથી થોડી હેલ્પ મળી શકે. એક તો આપણી હેલ્થ. આપણે એટલા માટે સાજા નથી રહેવાનું કે દવાખાના માં પૈસા ન વપરાય. કે અત્યારના છોકરા સેવા ન કરે તો?પણ એટલા માટે સાજા રહેવાનું છે કે આપણે લાંબુ આયુષ્ય માત્ર જીવી નહિ પણ માણી શકીએ અને બીજા ની સેવા કરી ન કરીએ તો વાંધો નહિ પણ મદદરૂપ થઈ શકીએ. સમાજ ને પરિવાર ને અને મિત્રો ને. આમેય રોજ જુદા જુદા ટેસ્ટ્‌સ, રીપોર્ટસ, સર્જરીઝ અને ઈન્જેક્શનસ વિલ નોટ બી ફન....સો ડાયેટ અને એકસરસાઈઝ બાબતે સીરીઅસલી એક સંકલ્પ લેવો ઘટે.

બીજી એક વસ્તુ થોડી ખતરનાક રીતે છેતરામણી છે. આપણી માનસિક આદતો. આપણે કોઈ સમક્ષ તો ઠીક પોતાની જાત સામે પણ ખરાબ માનસિક આદતો ને યા તો પકડી નથી શકતા યા તો સ્વીકારી નથી શકતા. કોણ માઈ નો લાલ સ્વીકારવા તૈયાર થશે કે હુ ભારી બીકણ છું એટલે બીજા પર ગુસ્સો કરૂં છું. કોણ કહેશે કે હુ ઉતાવળિયો છું અને ભૂલો કરી ને ઉપાધિઓ ઉભી કરૂં છું અને કોણ કહેશે કે હુ બહુ લઘરો કે લઘરી છું કોઈ નિર્ણય જ સમય પર લેતો નથી અને અગવડતા ઉભી કરૂં છું. કોણ માનશે મારા માં બહુ નકામી હવા ભરેલી છે. સતત પોતાને મહાન બતાવું છું અને ના બતાવી શકું તો બીજા ને ઉતારી પાડું છું. કોઈક તો પાછા બહુ ટીપીકલ માનસિક કુટેવો વાળા વિરલા હોય. કોક ને પોતાની જાત ને દુખી કે બીમાર માની ને એનું વર્ણન કરવાની કુટેવ તો કોક ને બહુ પન્ક્ચ્યુઅલ રહેવાની બીમારી. આમ તો એ સદગુણ છે પણ જયારે એમાં રીજીડીટી આવી જાય ત્યારે કંટાળો. કોક ને કામચોરી ની બીમારી હોય. અજાણપણે કામ માંથી છટકી જવાની વૃત્તિ. ધીરે ધીરે એમાંથી એક સાઈકોલોજીકલ ડિસોડર જન્મે. કે કામ દેખી ને જ બીમારી આવી જાય. અથવા કોઈ દેખીતા કારણ વગર બીમાર જ રહેવું. આવી માનસિક કુટેવ ની ચોટલી પકડવી પડે.અને એમાંથી એકાદી ને રવાની કરી દેવાની. પણ એક વોર્ન્િાંગ આપી દઉં કે આ કામ પોતાની જાત નું ઓપરેશન કરવા જેટલું કે પોતાને રોજ એક ઈન્જેક્શન આપવા જેટલું અઘરૂં છે. અને સાલી એકે આદત જલ્દી મચક નહિ આપે. રોજેરોજ થોડે થોડી ખસેડવી પડે. કે કાલ થી પત્ની ને ચા બનાવવા માં મોડું થશે તો ગુસ્સો નહિ કરૂં. જયારે બહુ મગજ પર ગુસ્સો સવાર થઈ જાય તો કૈક સારૂં વિચારી લેવાનું કે કોલેજ માં કેવા કેન્ટીન માં બેસી ને સમોસા ખાવાની મજા આવતી. અને સવારે ઉઠી ને રોજ લેટ થઈ જતું હોય તો સવાર અંગે ની એકાદી વસ્તુ અગાઉથી નક્કી કરી ને તૈયાર કરી રાખવી જેમકે નાસ્તો શું બનાવવો એ અગાઉ થી નક્કી કરી ને તૈયારી કરી રાખી શકાય.એટલું યાદ રાખવાનું કે આપણે આ બધું પોતાની જાત માટે કરવાનું છે. કોઈ પર ઉપકાર નથી કરતા.

એક બીજી તાતી જરૂર છે સમાજ પ્રત્યે સંકલ્પ ની. જેવો સમાજ આપણે ગમે છે એવો બનાવવાનું એક પગલું આપણે ઉઠાવીએ. જો સ્ત્રીઓ પર થતા અત્યાચારો નો જીવ બળતો હોય તો પોતાના ઘર ની સ્ત્રીઓ સાથે સહાનુભુતિ પૂર્ણ વર્તન કરીએ. પોતાના ભાઈ કે પુત્ર ને અન્ય છોકરીઓ સાથે દાક્ષિણ્‌ય પૂર્ણ વર્તન કરતા શીખવીએ. ..... આવું કઈક સારૂં વિચારવાથી નિર્ણય લેવાથી નાનકડી પહેલ કરવાથી ફેર પડશે. ઈનફેક્ટ જરૂર પડશે.કદાચ આવતી થર્ટી ફર્સ્ટ સુધી કોઈ ચમત્કારિક ફાયદો થાય...યુ નેવર નો...હેવ અ ગ્રેટ ટાઈમ અને હેવ એક્ચ્યુઅલી હેપ્પી ન્યૂ યર.

બોલીવુડ બઝ !

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૧૧. બોલીવુડ બઝ !

“૨૦૧૫માં શું શું જોશો?”

સહુથી પહેલાં તો ૨૦૧૫નાં નવાં વર્ષની તમને ખુબ ખુબ શુભેચ્છાઓ. ૨૦૧૪ બોલીવુડ માટે આપણી આશાઓ મુજબ ન રહ્યું અને જો એની સરખામણી ૨૦૧૩ સાથે કરીએ તો તો જરાય એમ નથી રહ્યું. પણ વીતી વાતો ભૂલીને આપણે આગળ તરફ જોઈએ? તો ચાલો આવનારા ૨૦૧૫નાં વર્ષની કેટલીક મહત્વની ફિલ્મો વિષે વાત કરીએ અને જોઈએ કે કિસમેં કિતના હૈ દમ!

જાન્યુઆરી

વર્ષની શરૂઆતમાં સહુથી પહેલી મહત્વની ફિલ્મ હોવાનું માન અર્જુન કપૂર, સોનાક્ષી સિન્હા અને મનોજ વાજપાઈની ‘તેવર’ ને મળશે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ ‘ઓક્કાડુ’ની રીમેક છે અને અર્જુન કપૂરના પપ્પા બોની કપૂર અને કાકા સંજય કપૂરે આ ફિલ્મને પ્રોડયુસ કરી છે.

૨૩મી જાન્યુઆરીએ બે મોટી ફિલ્મો ‘બેબી’ અને ‘ડોલી કી ડોલી’ આવશે. ‘બેબી’ એ નીરજ પાંડે દ્વારા નિર્દેશિત ફિલ્મ છે જેમાં અક્ષય કુમાર, તાપસી પન્નું અને કે કે મેનન જેવા મોટા કલાકારો છે. ફિલ્મ પાકિસ્તાન પ્રેરિત આંતકવાદ પર આધારિત છે. જયારે ‘ડોલી કી ડોલી’ એ સોનમ કપૂર, પુલકીત સમ્રાટ, રાજકુમાર રાવ અને વરૂણ શર્મા દ્વારા અભિનીત એક કોમેડી ફિલ્મ છે.

એ પછીના શુક્રવારે આયુષ્યમાન ખુરાના અને પલ્લવી શારદાની ‘હવાઈઝાદા’ આવશે. આ એક ડરામા છે જેમાં આપણને આયુષ્યમાન ખુરાના એક નવાં જ રૂપે જોવા મળશે એવું કહેવામાં આવ્યું છે.

ફેબ્રૂઆરી

૬ઠ્‌ઠી ફેબ્રૂઆરીએ બે મોટી ફિલ્મો આવશે. એક તો ‘રોકી હેન્ડસમ’ જેમાં જોહન એબ્રાહીમ અને શ્રૂતિ હસન છે અને બીજી છે, અમિતાભ બચ્ચન અને ધનુષ ને એકસાથે ચમકાવતી આર. બાલ્કીની ફિલ્મ ‘શમિતાભ’ આવશે જેમાં શ્રૂતિ હસનની જ નાની બહેન અક્ષરા હસન પણ મુખ્ય રોલમાં છે.

૧૩મી ફેબ્રૂઆરીએ ત્રિકોણીય જંગ ખેલાશે. જેમાં એક ફિલ્મ તો હશે ભંવરીદેવી હત્યાકાંડ પર આધારિત એક બોલ્ડ ફિલ્મ ‘ડર્ટી પોલીટીક્સ’ જેમાં મલ્લિકા શેરાવત, ઓમ પૂરી અને જેકી શ્રોફની મહત્વની ભૂમિકાઓ છે. આ ફિલ્મ દ્વારા જાણીતા નિર્માતા-નિર્‌દેશક કે. સી. બોકાડીયા પણ પુનરાગમન કરી રહ્યા છે. બીજી ફિલ્મ છે ‘પટેલ કઈ પંજાબી શાદી’. નામ ફન્ની છે એટલે ફિલ્મ પણ ફન્ની જ હોવાની. આપણા લોકપ્રિય ગુજરાતી કોલમિસ્ટ ઉપરાંત લેખક-નિર્દેશક સંજય છેલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રિશી કપૂર, પરેશ રાવલ, વીર દાસ અને પ્રેમ ચોપરા છે. પપ્પા રિશી કપૂરની સામે એ જ દિવસે પડશે પુત્ર રણવીર કપૂર ‘રોય’ બનીને. આ ફિલ્મ રણવીર માટે ખુબ મહત્વની છે. વિક્રમજીત સિંગ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણવીરની સાથે જેક્વીલીન ફર્નાન્ડીઝ અને અર્જુન રામપાલ પણ છે.

એ પછીનું અઠવાડિયું પણ ભરચક છે. એકબાજુ વરૂણ ધવનને સાવ અલગજ રૂપમાં ચમકાવતી અને અત્યારથી જ આતુરતા વધારી ચુકેલી થ્રીલર ‘બદલાપુર’ છે તો બીજીબાજુ સની લીયોની અને તુષાર કપૂરને ચમકાવતી એડલ્ટ કોમેડી ‘મસ્તીઝાદે’ પણ એજ દિવસે રીલીઝ થશે. આ ઉપરાંત ઘણે દિવસે અરશદ વારસી પણ આવશે ‘ગુડડુ રંગીલા’ બનીને જેમાં એમની સાથે રોનિત રોય, અદિતિ રાવ હૈદરી અને અમિત સાધ પણ છે.

માર્ચ

માર્ચની પહેલી મોટી ફિલ્મ છે ‘બેંક ચોર’. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મમાં પહેલા કપિલ શર્માને લેવાયા હતાં પણ પછી એ બંનેએ સાથે બેસીને છુટા પડી જવાનું નક્કી કર્યું એટલે હવે એમાં રીતેશ દેશમુખ ને લેવાયા છે. આ ઉપરાંત ફિલ્મમાં વિવેક ઓબેરોય અને રિહા ચક્રવર્તી પણ છે. એની સાથેજ આવશે અનુષ્કા શર્મા અને નીલ ભુપલમને ચમકાવતી થ્રીલર ‘દ્ગૐ૧૦’.

ત્યારબાદ આવશે નસીરૂદ્દીન શાહ, પરેશ રાવલ અને અન્નુ કપૂર સાથે ‘ધરમ સંકટ મૈ’ જે એક કોમેડી ડરામા છે. એની સાથેજ આવશે ‘મૈ ઔર ચાર્લ્સ’ જેમાં રણદીપ હુડડા અને રિચા ચડડા છે. પણ જો તમને સીરીયસ ફિલ્મ જોવાનું મન હોય તો ‘માર્ગારીટા વીથ અ સ્ટ્રો’ જોવાનું ચુકતા નહીં. એક અપંગ છોકરીની અદ્‌ભુત ભૂમિકા કલ્કી કોચલીને આમાં ભજવી છે.

આ જ મહિનામાં આવશે, ‘ધ લેજન્ડ ઓફ માઈકલ મિશ્રા’ જે એક કોમેડી ફિલ્મ છે અને અરશદ વારસી સાથે બમન ઈરાની અને અદિતિ રાવ હૈદરી આપણને જોવા મળશે.

એપ્રિલ

એપ્રિલમાં આવશે અક્ષય કુમારની ‘ગબ્બર’ જેમાં એમની સાથે હશે શ્રૂતિ હસન અને પ્રકાશ રાજ. આ ફિલ્મ ટકરાશે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન અભિનીત ‘ફેન્ટમ’ સાથે જેને જાણીતા નિર્દેશક કબીર ખાને નિર્દેશિત કરી છે.

એ પછીના અઠવાડિયે એટલે કે ૧૦મી એપ્રિલે આવશે ‘ડિટેક્ટીવ બ્યોમકેશ બક્ષી’ જેની ઘણાબધા લોકો રાહ જોઈ રહ્યા છે. બ્યોમકેશ દાદા સુશાંત સિંગ રાજપૂત સાથે જોવા મળશે સ્વસ્તિકા મુખરજી અને આ બંનેને નિર્દેશન આપશે દીબાકર બેનર્જી. આ ઉપરાંત વિધુ વિનોદ ચોપરાની અંગ્રેજી ફિલ્મ ‘બ્રોકન હોર્સીસ’ પણ આ જ દિવસે આવશે.

૧૭મી એપ્રિલે આવશે ‘બંગીસ્તાન’ જે એક કોમેડી ફિલ્મ છે અને રીતેશ દેશમુખ અને પુલકીત સમ્રાટ એમાં આપણને જોવા મળશે. આ ફિલ્મની જોડે જોડે જ વિક્રમ ભટ્ટની ઈમરાન હાશમી અને અમયારા દસ્તુર અભિનીત સાઈ-ફાઈ થ્રીલર ‘મિસ્ટર.એક્સ’ પણ આવશે.

આ જ મહીને અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, ઈરફાન ખાન અને મૌશુમી ચેટરજી અભિનીત ‘પીકુ’ આવશે જેને એક કોમેડી-ડરામા કહેવામાં આવી છે. ફિલ્મને શુજીત સરકારે નિર્દેશિત કરી છે.

મે

આ મહિનાની બે મોટી ફિલ્મો માંથી એક છે ‘બોમ્બે વેલ્વેટ’ જેમાં આપણને ફરીથી રણવીર કપૂર જોવા મળશે, અનુષ્કા શર્મા સાથે. ફિલ્મમાં રવિના ટંડન અને કે. કે. મેનન તો છે જ પરંતુ ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે કરન જૌહરને વિલનગીરી કરતાં જોવાનું. ૨૦૧૫ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાં ‘બોમ્બે વેલ્વેટ’ નું નામ સહુથી આગળ છે.

૨૯ મે ના રોજ ‘વેલકમ બેક’ આવશે જે જૂની અક્ષય કુમાર વાળી ‘વેલકમ’ ની સિકવલ છે. ફિલ્મમાં અનીલ કપૂર, નાના પાટેકર અને પરેશ રાવલને જાળવી રાખવામાં આવ્યા છે પણ એમની સાથે જોહન એબ્રાહીમ, શ્રૂતિ હસન, ડીમ્પલ કાપડિયા, શાઈની આહુજા અને નસીરૂદ્દીન શાહ પણ જોડાયા છે.

જુન

ઝોયા અખ્તર કોઈ ફિલ્મ બનાવે એટલે એ જોવાની ઈન્તેજારી ઘણાંને હોય, તો પછી તમે જુન મહિના ની ૫મી સુધી રાહ જોવો અને જુવો ‘દિલ ધડકને દો’. જેમાં રણવીર સિંગ, ફરહાન અખ્તર, અનીલ કપૂર અનુષ્કા શર્માની સાથે શેફાલી શાહ પણ છે.

ઈમરાન હાશમી અને વિદ્યા બાલન સાથે રાજકુમાર રાવ આવશે ‘હમારી અધુરી કહાની’ માં ૧૨મી જુને. આ ફિલ્મ ‘આશિકી ૨’ વાળા મોહિત સૂરીએ નિર્દેશિત કરી છે.

૨૬મી જુને પ્રભુ દેવા, શ્રદ્ધા કપૂર, વરૂણ ધવન સાથે આવશે ‘છમ્ઝ્રડ્ઢ ૨’ જેમાં ફરીથી આપણને ડાન્સિંગ વાર્તા જોવા મળશે.

આ વખતે આટલું પુરતું છે. બાકીના છ મહિના માટે આપણે આવતાં અંકમાં વાતો કરીશું. રાઈટ? તો મળીએ ઉત્તરાયણ પછી. આવજો!

લઘરી વાતો

વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૧૨. લઘરી વાતો

પતંગ ચગવવાં નાં તમારા અનુભવ પર

નિબંધ લખો ગુણ - ૧૦

મોટા ભાગે મોસ્ટ આઈ.એમ.પી તરીકે પૂછાતો નિબંધ છે, કે ઉતરાયણ પર નિબંધ લખો પણ ઘણી વાર પ્રશ્ન બદલીને પૂછાતો હોય છે કે પતંગ ચગાવવા પર નિબંધ લખો. નાના હતા અને જ્યારે પતંગ ચગાવતા નહતુ આવડતુ ત્યારે ઘરે થી પતંગ લઈ ને ધાબા પર અથવા તો સોસાયટીમાં દોડ દોડ કરતા. એમા એકાદ- બે મિનિટ માટે એ પતંગ ઉડે પણ ખરો એ જોઈને અનહદ આનંદ થતો કે જોયુ મને પતંગ ચગાવતા આવડી ગયુ. થોડા મોટા થયા હવે જો સ્ટેપ વાઈઝ મોટો થઈશ તો બહુ વાર લાગશે એટલે ડાયરેકટ મોટુ થઈ જવાનુ અને પતંગ ચગાવતા આવડીગયો પણ મારા સદનસીબે એવી કોઈ દોરી જ બની નથી જેનાથી હુ પતંગ કાપી શકુ.

ઘણા લોકો મારી પતંગ ચગાવવાંની આવડત વિષે એવું અનુમાન કરતા કે આને સુરતી દોરી લાવી આપો તો પણ કરિયાણા ની પડીકા બાંધવા ની દોરી જેવો પતંગ ચગાવે . પપ્પુ ઉસ્તાદ, રમણ ઉસ્તાદ, સિકંદર ઉસ્તાદ,ચાઈના ઉસ્તાદ (ચાઈના દોરી, ચીંગ પોંગ ચુંગ એ પોતે રંગેલી) બધા ટ્રાય કરી લીધા પણ આપણી સ્કીલ જ એવી કે કોઈ દિવસ બીજા નો પતંગ કાપી નાં શકીએ કદાચ આની પાછળ લેખક ની ગાંધીવાદી માનસિકતા પણ કામ કરતી હોય જેમાં હિંસા નો વિરોધ કેટલાય ઉસ્તાદો જોડે દોરી રંગાવી પણ પેચ લઈ પતંગ કાપે એ બીજા આપડે તો બલિદાન મા માનીએ. દિવસ ના મારા ૨ - ૩ કોડી પતંગ દર ઉતરાયણ પર કપાય તો જ બીજા લોકો ને ઉતરાયણ માં મઝા આવે

પણ એક વાત નું ખાસ ધ્યાન રાખવાનું કે સ્વિકારવા નુ નહિ કે આપણો પતંગ કપાઈ ગયો કોક વાર લોકો નુ ધ્યાન હટાવી કપાયેલા પતંગની બાજુમાં આપડો પતંગ લઈ જઈને બુમો પડવાની " જો મે કાપ્યો પોતે જાતે અરે હા મે કાપ્યો " આવી રીતે દસેક પતંગ કાપી નાખવા ના પછી સાચા પેચ માં ભલે આપડો પતંગ કપાય, ઢીલ , ખેચ બધુ ટ્રાય કરી જોયુ પણ કોઈ નો પતંગ કપાતો જ નથી ખબર નહીં આ ઉસ્તાદો ને દોરી રંગતા આવડતી હશે કે નહિ. મારૂ પતંગ ચગાવવાંનુ ટેલેન્ટ આવા ઉસ્તાદો ને કારણે વેસ્ટ જાય છે.

કોઈ આપણ ને “લપેટ” કહી જાય એવુ ચલાવાનુ નહીં. લપેટ કે એટલે કહી દેવાનુ "જા નથી લપેટવુ થાય એ કરી લે મારી દોરી છે મારે લપેટવી હોય તો લપેટુ તુ મને કેહનારો કોણ "દોરી લપેટવા મા મારે કાયમ ગુચ્ચમ નો સામનો કરવો પડે છે ખબર નહિ પણ કેમ આ ઉસ્તાદો સરખી દોરી પણ નથી બનાવતા કે ગુચ્ચમ જ ના થાય ૨૦૦૦ વાર દોરી માંથી ૧૦૦૦ વાર દોરી ગુચ્ચમ માં જાય છે.

જેને પતંગ ચગાવતા નાં આવડતું હોય એને કુદરત પતંગ પકડવાની આવડત ગીફ્ટ કરતી હોય છે અમારે ત્યા પતંગ પકડવા માટે વાસડા , ઝાડુ , લંગસિયા બધા પર પ્રતિબંધ છે અમે પોતે જ એટલા ટેલેન્તેડ છીએ કે આવા વિવિધ ઉપકરણો ની જરૂર જ નથી પડતી. આજુ બાજુ ના ધાબા પરથી પતંગ જાય તો પણ પકડી લાવીએ

મારી કિન્ના બાધેલો પતંગ કાયમ ગોળ ગોળ ફરે છે અને આજુ બાજુ ના ચગતા પતંગ મા ભરાઈ ભરાઈ અને એમના પતંગ ઉતારી દેવડાવે છે એ બાબતે પતંગ બનાવવા વાળા ની ખામી આંખે ચઢી ને આવે છે કેમ જાણે આવા પતંગ શુ કામ બનાવતા હશે ? બીજું એક ન બનવા જેવી બાબત છે , ઉતરાયણ વખતે વેચાતા ૫રૂપિયા ના પીપુડા ને ધ્વનિ પ્રદુષણ ધારા હેઠળ બેન કરી દેવા જોઈએ એવુ મારૂ દ્રઢ પણે માનવુ છે એક તો પતંગ કપાતો ના હોય અને કોઈ તમારા કાન આગળ આવુ પીપુડુ વગાડે જે અસહ્ય છે. બીજું એક આ તલ ના લાડુ માં અપાતા રૂપિયા નો રીવાજ તો સાવ જ બંધ કરી દેવો જોઈએ કેમકે બે રૂપિયા થી વધારે કોઈ દિવસ આવા લાડુમાં થી નિકળ્યા નથી અને આ બે રૂપિયા માટે આખો તાલ નો લાડું ખાવો પડે એ ક્યા નો ન્યાય છે ??

ઉતરાયણ નાં આગલા દિવસે એટલેક ૧૩મી તારીખે રાતે નવા પતંગ ખરીદવા ગીરદી માં જઈએ અને ત્યા મનુષ્ય અથડામણ સાથે ગાયો પણ ફરતી હોય અને ભરચક ભીડમાં ગાય દોડે અને પતંગો ફાટે એવા આહલાદક વાતાવરણ મા પતંગ ખરીદવાની મજા જ કઈક ઔર છે.પણ જેમ જેમ આવા નવા પતંગો મોઘા થતા ગયા અને કિન્ના બાંધવા નો કંટાળો આવતો ગયો એમ અમે નવા બિઝનેસ તરફ વળ્યા આ આઉટસોર્સ્િાગ બિઝનેસ છે. તમારે પતંગ પકડવા એક પ્રોફેશનલ નિમવાનો જે તમને પતંગ પકડી આપે એની જોડે ભાવ નક્કી કરીને કોન્ટ્રાક્ટ સાઈન કરી લેવાનો કે જા આટલા પતંગ પકડી લાય આટલા રૂપિયા આપીશ કેટલીક વાર તો આ પ્રોફેશનલ તમારા જ ધાબા નીચે ઉભો રહીને તમારા જ કપાયેલા પતંગ તમને વેચે છે અને તોય ખરીદવા પડે છે દુનિયાદારી માં આવુ ચાલ્યા કરે બહુ મગજ પર નહિ લેવાનુ ઘણી વાર આવું કોર્સ બહાર નું પુછાય તો ગુણ ૧૦ માં થી ૫ આવે એવું પણ બને .

બોધ : કન્યા અને કિન્ના બન્ને જીવનનો પતંગ ચગ્યા પછી જ ખબર પડે.