vinela tahukao nu ghar books and stories free download online pdf in Gujarati

વિણેલા ટહુકાઓનું ઘર

મુક્તકો

ઃ લેખક :

સુરેશ લાલણ

વીણેલા ટહુકાઓનું ઘર

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

એ મિત્ર તરીકે મને સ્વીકારતા નથી,

પણ ઉદારતા જુઓ કે ધીક્કારતા નથી.

અહીં કોઇને જાતે પ્રજળવું નથી,

ને કોઇએ કોઇનો દીવો થવું નથી.

મેં બસ એક જ વાત કરી છે,

મારી જાતને સાક્ષાત કરી છે.

એની ડાળીઓને નીચી વળતા જુઓ,

તમે આ ઘેઘૂર ઝાડની સરળતા જુઓ

જે ગમે તે લઈ લેવાનું,

થેન્કયું બેન્કયું નહીં કહેવાનું!!!

જેમને ઉછેર્યા‘તા ખુબ લાડકોડથી,

એ હવે માંડ ઓળખે છે ભઅરચદ્વદઇથી!

એમ લાગણી ગમે ત્યાં થાય નહીં,

સોનું કઈ ફુટપાથ પર વેચાય નહીં.

ખુબ પ્રેમથી અમને ઉછાળો છો,

સીફતથી નજીક રાખવાનું ટાળો છો!

અમે એને એટલે ઘણી કિંમતી ગણી છે,

આ લાગણી અમને વરદાનમાં મળી છે

કોણ કહે કે ધમાલ કરે છે?

મોજાં દરિયાને વહાલ કરે છે.

એવું નથી કે સગપણ રહ્યું નથી,

પણ પહેલાં જેવું ગળપણ રહ્યું નથી.

માત્ર અઢી અક્ષરમાં મને સમાવીને,

તે મેળવ્યું છે ખુબ ખુદને ગુમાવીને!

સારું થયું કે તમે વાત વાળી લીધી,

અમેય અમારી જાત સંભાળી લીધી.

આપણને મનનો જ થાક અનુભવાય છે,

બાકી માણસ ધારે તો ચંદ્ર સુધી જાય છે.

મંજીલે પહોંચતાં એટલું સમજાઇ ગઉં,

જે બચાવવાનું હતું એ જ ખર્ચાઇ ગયું.

આ પ્રેમ જેવા તત્વનું બંધારણ શું છે?

હોઠ મીઠા થઈ જવાનું કારણ શું છે?

ટેરવાંની ઇચ્છા છે તને ઓળખવાની,

તું જીદ કરે છે હોઠો ઉપર લખવાની.

મારો સ્વભાવ છે લીલાછમ્મ ઘાવ જેવો,

તું મલમ લગાવ તારા સ્વભાવ જેવો.

પ્રશ્ન પુછયા કરશો તો જવાબ નહીં મળે,

માત્ર મારી સામે જુઓ હું લાજવાબ છું!

જેમ તારી લાગણી સમજાય છે,

મન લીલાછમ વૃક્ષ જેવું થાય છે.

આપણે ષ્ન-લાનઇ એક્વાર મળી ગયા‘તા, યાદ છે?

ને ષ્ફફ-લાનઇ એકબીજામાં ભળી ગયા‘તા, યાદ છે?

દુઃખી થવાનું એક પણ બહાનું મળે નહીં,

જે કંઇ મળે તને, ખ્વાબથી નાનું મળે નહીં.

એટલી રંગીનતા ભરી છે તારામાં,

કંઇક ખુટે છે જાનીવાલીપીનારામાં!

તમારા હોઠોમાંથી જો આટ-આટલું મધ ઝરે,

મધપુડાની આસપાસ માખીઓ ક્યાંથી ફરે ??

યાન લઈને તમે ચાંદ સુધી પહોચ્યા હશો,

જાન લઈને અમે ચાંદને લઈ આવ્યા ઘરે!!

મધ મીઠી મુલાકાત થઈ ગઈ.

તું ક્ષણમાં સાક્ષાત થઈ ગઈ!

ચામડીમાંથી સ્પર્શ નીકળ્યો,

નક્કી જુનો સંબંધ નીકળ્યો!

કોઇ માણસ ધારે તો ધારે ત્યાં પહોંચી શકે,

કાગળ ન વાંચી શકે એ આંખને વાંચી શકે.

પુછતી નહીં કે તમને કમી કઈ છે.

બસ એક તું છે જે મને ગમી ગઈ છે

તે વિદાય લીધી છે કયા ચોઘડીયામાં?

પછી ફરક્યું નથી કોઇ મારા ફળીયામા.

નીંદમાં જે સપનાં આવે છે,

એ જાગ્યા પછી સતાવે છે.

દુખી થયા છે એટલે કઈ અદેખાઓ,

અમે બદલી નાખી છે ભાગ્યરેખાઓ.

કશુંજ ચીલાચાલું નહીં કરવાનું,

હુકમનું પાનું છેલ્લે જ ઉતરવાનું.

પૈસા કમાયા ખરા પણ ખર્ચાયા નથી,

એવા પ્રેમપત્રો જેવા, જે વંચાયા નથી.

જીતનો મોહ નથી, હારનો ડર નથી

હકીકત શું છે હકીકતમાં ખબર નથી!

એક થાંભલાને ઝાડ સાથે પ્યાર થઈ ગયો,

એ થાંભલો જોત જોતાંમાં ઝાડ થઈ ગયો.

તમે હસો છો એવું કેવું?

ખળખળ વહેતા ઝરણા જેવું.

કડવી વાત હોઠથી નીકળતી નથી,

હોઠ મારા તમે ચુમી લીધા પછી !

આપણે તો બસ આશાઓ લઈ ઉછરવાના,

આપણા હાથમાં કંકુ-ચોખા શું કરવાના ??

આ હીરા-મોતી, જર-જવેરાત તમારી પાસે રહેવા દ્યો,

ને મને મેઘધનુષ્યના થોડાક રંગો પહેરી લેવા દ્યો.

તમારા નામથી બધે દિવાલો ચિતરી છે,

તમે કોઇના અધુરા ચિત્રમાં રંગો પૂર્યા છે?

શું હક છે તમને હોળીમાં કોઇને રંગવાનો,

તમે કોઇના જીવનમાં કદી ઉમંગો પૂર્યા છે?

ધુળેટીમાં જેટલા રંગો છે,

મારામાં વધારે ઉમંગો છે!

હાથમાં છે એય સચવાય એવું નથી,

આ નસીબનું તાળું ખોલવા જેવું નથી.

છે અહીં નોકર અને ચાકર ઘણા,

ને વળી ભોજન મળે છે ભાવતું,

પણ સતત લાગે છે સમયનો બહું અભાવ,

શક્ય હો થોડો સમય મોકલાવ તું.

એ તો બચી જ ગયા છે, જેમને દિલ નથી,

એમની નજરો એટલી બધી કાતિલ નથી !!

તારી નજર મારા પર એ રીતે ફરે છે,

જાણે કે પ્રેમની આરતી ઉતરે છે .

તમે કેવી રીતે જીવન વિતાવ્યું?

કે જીવતર ઉપર બોનસ આવ્યું.

ધીરજ એટલે એ નહીં જે તમે વર્ષો ધરી હતી,

અમે તો ગયા જનમથી જ તમારી પ્રતિક્ષા કરી હતી.

બંધ આંખે જીવનની દિશા મળી ગઈ,

ઠોકર ખાધી ને આંખ ઉઘડી ગઈ.

દિવાલની આરપાર જોવાની ય તૈયારી કરી,

એના ઘરની સામે જ મારા ઘરમાં બારી કરી!

કડવી વાત હોઠથી નીકળતી નથી,

હોઠ મારા તમે ચુમી લીધા પછી !

નસીબ તારું મને ફળી ગયું,

સારી સોબતનું બહાનું મળી ગયું!

કાચ જેવા થયા પછી ખબર પડે,

એને કાચની જેમ તુટવું પણ પડે.

તું ફાંફાં ન માર અંધારામાં,

હું ખુદ તો વસુ છું તારામાં.

એવા ક્યા ઘાવ છે જે મેં સહ્યા ન હોય ?

હા, એવું બને કે મેં તમને કહ્યા ન હોય.

કોઇ જ્યારે તમારી કસમ ખાઇ જાય છે,

સ્વર્ગનો દિવો ત્યારે જ બુઝાઇ જાય છે !

તમે હસી પડો તો પ્રપોઝ કરવું નથી,

હુકમનું પાનું આજ મારે ઉતરવું નથી.

હું કથીર હતો ને સોનાનો થઈ ગયો,

જ્યારથી તારો હાથ મને સ્પર્શી ગયો

આ લાગણી તારા તરફ ઢળી ગઈ છે,

જાણે કે સોનામાં સુગંધ ભળી ગઈ છે

સુખ રોજ એવું આપ કે જે વાસી ન હો,

ને મારા સુખમાં ક્યાંય ઐયાસી ન હો.

જ્યાં દિલથી હારવાનું હોય છે,

ક્યાં કશું વિચારવાનું હોય છે !

સુખ વિષે વિચારવાનું હોય છે.

સુખેથી જીવન વેઢારવાનું હોય છે

સુખ જેવું આમ કશું હોતું નથી ,

સુખ વિષે બસ ધારવાનું હોય છે.

સુકાઇ ગયો છું કેટલો, વિચાર કર,

મોટો પડે છે હાથનો રૂમાલ પણ !!

કોઇવાતમાં તું મને ગાંઠે નહીં,

શી રીતે હું હાથમાં રાખું તને?!

ઘરમાં હોઉં છું તો બાગ-બાગ હોઉં છું,

મારે તો બહાર પણ બહાર જેવું હોય છે.

જીવનના બધા જ રંગો હું પુરી શકું,

જો લાગણીની તસ્વીર હું દોરી શકું.

આપણે બદલાઇ ગયા છીએ એવું કશું નથી,

હકીકતમાં આપણામાં આપણા જેવું કશું નથી.

ઇશ્વરે અડધી લખીને જરૂર છોડી દીધી હશે,

જીંદગીમાં આવીને તે ખુબ મનમાની કરી છે.

જે એમની સાદગી વિષે કદી બોલ્યા નથી,

એટલા સાદા માણસ મેં કદી જોયા નથી.

પ્રેમ, લાગણી અને હુંફાળું આવરણ મળે,

તમારા દિલમાં ઘર જેવું વાતાવરણ મળે.

હું ખુદ ખોવાઇ ગયો છું ભીડમાં,

કેટલાં પ્રતિબિંબ મારે ઝીલવાં ?

ફરક ક્યાં છે આકાશના તારા અને તારામાં,

એ આકાશે ઝળહળે છે,તું ઝળહળે છે મારામાં.

લાગણીનો થોડો અતિરેક થઈ ગયો.

થોડોક અમસ્તો અવિવેક થઈ ગયો!

ખુલ્લી ગયા પછી જ એ સમજાય છે,

બંધ મુઠ્ઠી હોય તો લાખની ગણાય છે!

તને પામી લોટરી જેવું કશુંક લાગી ગયું,

તું હથેળીને સ્પર્શી ને નસીબ જાગી ગયું !

જીવનમાં જે થોડું અડચણ જેવું હોય છે,

કોઇ ગોરા ગાલ પરના તલ જેવું હોય છે !

મારી હાજરી તમે ધ્યાન પર લીધી નહીં,

એ પળ થીજી ગઈ, કેમે કરી વીતી નહીં .

બાળકો મોટાં થઈ ગયાં ઉભાં ઉભાં કતારમાં,

જોને જિંદગી વીતી રહી છે કેટલી રફતારમાં ?

આ બધું તો મને આપણા ૠણાનુબંધ જેવું લાગે છે,

તારું મારી પાસે હોવું સોનામાં સુગંધ જેવું લાગે છે !

કોઇ બે પૈસા રળવા ચડે છે પહાડ પર,

ને કોઇકને ત્યાં પૈસા ઉગે છે ઝાડ પર !

હું તો મહેનતુ છું. શા માટે કહ્યું માનું નસીબનું?

મારા નસીબમાં ક્યાં લખ્યું છે બહાનું નસીબનું?

હિન્દી, ગુજરાતી, અંગ્રેજી શામાં છે?

આ તારું મૌન કઈ ભાષામાં છે ?

અનુભવું તો ઉના શ્વાસ જેવું લાગે છે,

ને સ્પર્શુ તો લીલા ઘાસ જેવું લાગે છે.

ભુલી જવાય નહીં એને સુખોના ખ્યાલમાં,

એટલે આંસુઓ સાચવી રાખ્યા છે રૂમાલમાં !

નજર હસ્તરેખાની બહાર નીકળી નહીં,

ઠોકર ખાધી ઘણી, સફળતા મળી નહીં.

શોભી રહી છે છબી એમની સુખડના હારથી,

બાળી આવ્યા‘તા જેમને વિજળીના તારથી !

કોયલ ટહુકીને ઉડી ગઇ વનમાં,

ટહુકો હજી કણસ્યા કરે છે મનમાં....

આપણી ઉંમર વધે ને આપણને કળાય નહીં

જેમ ખુદના નસકોરાં ખુદને સંભળાય નહીં

લાખ અભરખા હોય ઠાઠથી પ્રસંગો ઉજવવાના,

ખુદની સ્મશાનયાત્રામાં ખુદથી જવાય નહીં.

હસીન સ્વપ્ન જેવું જીવી રહ્યો છું હું,

આંખો ખોલવાની હવે હિંમત રહી નથી,

આકાશ ભરીને પામી ગયો છું બધું,

દુનિયામાં હોઇ ચીજની કિંમત રહી નથી.

મનની ડાળે લાગણીનું પુષ્પ સરસ બેઠું,

ને આજે પાછું મને સોળમું વરસ બેઠું !

એક એવો પત્ર તારા સરનામે લખું છું,

મારાં થોડાંક વર્ષો તારા નામે લખું છું!

અજવાળું આખા વર્ષનું ખર્ચાઇ ગયું દિવાળીયે,

ચાલો, હોળી સુધી દિલ બાળીને ચલાવીએ !

દુર રહીને પણ તું મારા શ્વાસ લંબાવી શકે,

શ્રધાનો વિષય છે, સ્વપ્નમાં પણ આવી શકે!

સમયનું અઘરું ગણીત,

એને ઉકેલવું શી રીતે ?

આમ સદી વીતી જાય,

ક્યારેક ક્ષણ ન વીતે !

પતંગની પાછળ જેમ દોરી લંબાય છે,

તારી પાછળ એમ મારાં વર્ષો જાય છે.

પાણીને પણ ચારણીમાં રાખવા એવું કરો,

પાણીને બરફ થવા દો, માત્ર ધીરજ ધરો.

એક સુંદર હવેલી સુતો હું હતો ત્યારે,

પણ વિશાળ ખંડેરમાંથી જાગ્યો હતો સવારે.

જેમાં જોયાં હતાં રત્નો ભારે ભારે,

એય વહાણ જાણે આવીને ડુબી ગયું કિનારે.

હસ્તરેખાઓનું કોઇ સ્કેલમાપ શોધીએ,

કે જિંદગી કેટલા વર્ષો સુધી લંબાય છે.

ખુબ દોડયા પછી અમે એવા મુકામ પર પહોંચ્યા,

જાણે ખીસ્સું સાવ ખાલી ને દુકાન પર પહોંચ્યા.

જશ આપવાનું તારા હાથમાં નથી,

જશ રેખા જ મારા હાથમાં નથી !

સંબંધોનો આ કેવો વણલખ્યો કરાર છે?

મારા સીવાય મારા ઉપર સૌનો અધિકાર છે.

ભક્તોને લાખ સાચવો ત્યારે શ્રધ્ધા બને,

એમ ઇશ્વર બનાતું હોય તો બધા બને !

મધરાતે જગાડે તો ય એ કયાં ફળે છે,

ઘણીવાર સ્વપ્ન પણ રોંગનંબર હોય છે.

માત્ર તારો વિશ્વાસ લઇને જીવું છું,

હું ઉછીના શ્વાસ લઇને જીવું છું !

વિધાતા તારી ઝંખના ય મને ખુબ ભારે પડી,

તું આવી નહીં ને કોરીકટ જિંદગી પનારે પડી.

પ્રેમની માંગણી એટલે મેં કરી છે

તમે ખુશ રહો તે ખુબ જરૂરી છે.

બે ચાર ક્ષણ તું જ્યારે આંખોમાં મુજ રહે છે,

મારી કલમથી જાણે સાક્ષાત તુ જ વહે છે.

હું હથેળીમાં ચાંદ બતાવી પણ ના શક્યો,

તને ચાંદની સાથે સરખાવી પણ ના શક્યો!

‘‘તમે મને કેમ યાદ નો‘તી કરી ગઇ કાલે ?

આમ શ્વાસ લેવાનું ભુલી જાઓ તો નહીં ચાલે!!‘‘

લાંગરે ક્યાં વહાણ કિનારા વગર?

મારે પણ એવું જ થયું તારા વગર.

ફુલની તસ્વીર ખેંચી, તારી સરખામણી કરી.

માત્ર સુગંધ છુટી પડી, મેં મહેનત ઘણી કરી

શરમાઇ રહ્યાં છે કેમ મારા બગીચાના ફૂલો?

રહી ગયો લાગે છે આપનો ચહેરો અધખુલ્લો!

તું દેવાદાર થઇ ગયો છે કે મોંઘવારી નડી?

ભંડાર માંડવાની પ્રભું તને શી જરૂર પડી?

અમે તરસ્યા થયા તો ઘુંટડો પીધો,

તમે ખોબો માંગ્યો અમે દરીયો દીધો.

આ શહેરના લોકો કેમ આટલા બદનામ છે ?

આ મહોબ્બત વળી કઇ બલાનું નામ છે ??

તું ચાંદનીમાં નાહ્યા કરી રાત નીચોવીને,

મેં એમ તને ચાહ્યા કરી જાત નીચોવીને.

દિલના દર્દનો વ્હેમ નીકળ્યો,

નિદાન કર્યું તો પ્રેમ નીકળ્યો.

તું નથી તો કંઇ જ નથી આ જીંદગી,

હું તો જીવું છું તારા વતી આ જીંદગી.

નીકળે છે વાતમાંથી વાત એમ,

થઇ ગઇ પ્રેમની શરૂઆત એમ.

એવું સુવાસીત એમનું જીવન રહ્યું,

લાશને પણ મહેંકવાનું મન થયું.

રૂપથી અંજાઇને આંખો અંધ થઇ ગઈ,

તો એ રૂપ મટીને પછી સુગંધ થઇ ગઇ!

તારી આંખોના પાંપણ એ રીતે ઢળી ગયાં,

જાણે મારા પ્રસ્તાવ પર દસ્તખત મળી ગયા.

વિધાતા,તારી ઝંખના ય મને ખુબ ભારે પડી,

તું આવી નહીં ને આ કોરીકટ જીંદગી પનારે પડી!

આવતાંની સાથે જ તું એવી છવાઇ ગઇ,

જાણે અત્તરની શીશી ખોલતાં ખુશ્બુ ફેલાઇ ગઇ !

પછી તો હું રાણી અને તું રાજા કહેવાશે,

જ્યારે મારા દિલમાં તારો રાજ્યાભિષેક થાશે!

ચંદ્રની શિતળતા હશે ને સુર્યનો ઝળહળાટ હશે,

તમારા આગમન ટાણે નગરમાં ખળભળાટ હશે.

મળ્યો છે તારો સહારો એવો,

વાદળને વાયુના સથવારા જેવો.

પંખીઓની એને સોબત ફળે,

વૃક્ષોની ડાળે ડાળે ટહુકા મળે!

આકાશમાંથી એક તારો ખરતો જોયો,

મેં એને તારી પાછળ મરતો જોયો!

તુટક તુટક મળવાનું ફાવે નહીં,

હું તારા રોમે રોમમાં વ્યાપી ગયો,

જેટલા રોમ એટલાં રૂપ જોયાં,

ખુદને સમજાવતાં થાકી ગયો .

આંખોથી તારો ફોટો પાડી,

શ્વાસોથી ઉપલદ્વઅદ કરું છું.

એને દિલના ખુણે દરઅગ કરીને

તારી ને મારી જોડ કરું છું!

જોને કેવા કેવા કોડ કરું છું?

પથ્થર એટલા ઘદ્વદ કરું છું!

તારા શ્વાસે જીવી લઉં છું,

ખુદની સાથે ધરઅઉદ કરું છું.

દિવો લઇને નીકળો ને તોય શોધ્યો જડે નહીં,

શહેરી ઝાઝકમાળમાં માણસ ખુદમાં મળે નહીં!

તે કરેલા સ્પર્શ પાંગર્યા છે.

રૂવેં રૂવેંથી ટહુકા ખર્યા છે.

હું ચલાવી લઉં એમ છું મારા વગર,

પણ જીવવું શક્ય નથી તારા વગર.

મનની ડાળે લાગણીનું પુષ્પ સરસ બેઠું,

ને આજે પાછું મને સોળમું વરસ બેઠું !

આંશુ લુછયાં‘તાં જેના પાલવે,

એના આંશું સરે તે ના પાલવે.

તારા મંદિરો છે વિશાળ અને ફૂટપાથો પર સુવાની જગ્યા નથી,

અમીરોને તું લડાવે છે લાડ, ગરીબો માટે દુવાની જગ્યા નથી.

તું ત્યાં બેઠી ઉજાગરો કરે છે,

ને મારી આંખે ઉંઘ નીતરે છે!

છે જુદાં અંતર છતાં અંતર ક્યાં છે?

મેં ખુદને ભુલીને તમને ચાહયાં છે!

ભુતકાળ ત્યજી દેવો છે મારે,

સાપ જેમ કાંચળી ઉતારે.

અહીં દરેક ‘ખાતું’ ખાતું જોવા મળે છે,

સત્ય પણ છાનુંછપનું વેચાતું જોવા મળે છે.

મારી શુભેચ્છાઓ એવી ફળે,

તમે બાવળ વાવો તોયે કેરી મળે!

ઇશ્વરની ઉપર પણ ઇશ્વર હોવો જોઇએ,

ઇશ્વરને પણ કોઇકનો ડર હોવો જોઇએ!

પરપોટાએ પુનઃ પાણી થવાનું છે,

એ સત્ય સૌએ સમજી જવાનું છે.

તને ભુલવાની લાખ કોશિષ કરી છે,

અનહદ ચાહવાની સજા સાંપડી છે.

સંબંધ ફુલ અને ઝાકળના જેવો રહ્યો,

માંડ માંડ ભીના થયા ત્યાં તડકો થયો.

તે મને પ્રેમથી તરબતર કર્યો,

ને મેં પણ હિસાબ સરભર કર્યો.

તમારા દાંત જોઇને દાડમના દાણા બનાવ્યા,

ને હોઠ જોઇને પછી એણે પરવાળા બનાવ્યા.

થાપ ખાધી‘તી અમે પ્રેમને કબુલવામાં,

ને આયખું વીતી ગયું એમને ભુલવામાં.

ખેડુત પહેલાં ચાસ પાડે, પછી કંઇક ઉગાડે છે,

તું દિલમાં કંઇક ઉગાડીને પછી ચાસ પાડે છે !

ચહેરો મુરઝાઇ જવાના લાખ કારણ છે,

ને તમારું સ્મિત માત્ર એનું નિવારણ છે!

સફેદ મેઘધનુષ્ય અને રંગીન અંધારું !

તારા વિશે હું કેટલું કેટલું વિચારું ??

હું તને ચાંદ પર લઇ જવા ધારું,

ને ચાંદ ઉપર બીજો ચાંદ ઉતારું!

ચાલ, લગ્નના ફેરા ઉંધા ફરી લઇએ,

પહેલાંના જેવો પ્રેમ ફરી કરી લઇએ!

તમારી મીઠી નજરની આડ તો અસર જુઓ,

હજુ મોંઢામાં પાણી આવ્યું ત્યાં ડાયાબિટીસ થઇ ગયો!

તારું થોડુંક રૂપ ઢોળાયું ને થોડુંક સ્મિત રેલાયું,

માત્ર બાહુ ન ફેલાવ્યા, આખું આકાશ ફેલાયું !

પ્રેમ કરવાના લાખો પ્રકાર હો,

ને ‘લાખોમાં એક’ મારો પ્યાર હો!

લીલા ઘાસ જેવો સ્પર્શ હો,

ને પ્રત્યેક સ્પર્શમાં એક વર્ષ હો.

તારી વાતો હતી એટલી લહેજત ભરી,

દિનભર મેં આંગળીયો ચાટ્યા કરી !

જેમ મને, તને એમ કરું છું,

તારી સોગંધ,તને પ્રેમ કરું છું.

ભુલ મારી થઇ ગઇ છે ભુલમાં !

દિલ તને આપી દીધું છે ફુલમાં !

કોયલ ટહુકીને પછી ઉડી ઉડી જાય,

એના ટહુકાઓનું કંઇ ગજવું ન ભરાય.

ષત્ષ્ષષ્શઈ કરવાની એક જ ક્ષણ હોય,

પણ એની પાછળ રાતોનાં જાગરણ હોય !

અજવાળું ઉધાર લઇને દિવસ ઉગાડયો,

બે છેડા ભેગા કરતાં તો સાંજ પડી ગઇ.

જે મોંઢામાં પાણી લાવે છે,

એ જ હમેંશાં તરસાવે છે.

જીંદગી બીજું કશું જ નથી, એક તંદુરસ્ત સ્પર્ધા છે,

ઇશ્વરને મારા પર ભરોસો છે, મને ઇશ્વરમાં શ્રધા છે.

કશું જ નથી કરતા માત્ર ચપટી વગાડે છે,

સાચું કહેવા જઇએ તો એ ખોટું લગાડે છે.

પ્રેમ કદીય ખર્ચાળ ન લાગે,

વૃક્ષને ટહુકાનો ભાર ન લાગે.

જીંદગીભર જાતને બાળ્યા કરી,

જીંદગીને એમ અજવાળ્યા કરી.

પ્રકાશ આમ તો સીધી લીટીમાં જાય છે,

તો એ કોઇકની બારીમાં કેમ ડોકાય છે?

કોલાહલ કોઇ ના સાંભળે,

ને મૌનના પડઘા પડે !

ચૂપ્‌ કરી દીધા છે તમે અલ્લડ અંદાજમાં,

ડાહ્યા થૈને બેઠા છીએ અમે તમારા રાજમાં!

ન સાથીયા પુર્યા છે, ન્‌ રંગોળી પુરાવી છે,

આ તો અમારી વર્ષોની મહેનત રંગ લાવી છે!

આંશુ સાર્યાં ત્યારે કિંમત ન‘તી થૈ,

ને રૂમાલની કિંમત રાતોરાત વધી ગૈ.

ત્રીજી જ ટ્રાયલે પાસ થઇને મીર અમે માર્યો,

ગણીતમાં કાચા હતા તોય દાખલો બેસાડયો !

આ સ્પર્શ મને કેમ નથી વર્તાતો?

શું આંગળીયે આવ્યો છે અંધાપો?

આંસુઓ રોકવાનું ગજા બહાર થાય છે,

ગળામાં ત્યારે જ ડૂમો ભરાય છે !

અમે સદીઓ સુધી રાહ જોઇ છે,

તેથી ક્ષણભરની ધીરજ ખોઇ છે.

દરરોજ દરીયામાં ખાબકે છે નદી,

સાવ સસ્તી થઇ ગઇ છે જીંદગી !

સાંજનો મતલબ છે આથમવું,

તો શું કારણ છે સાંજનું ગમવું?

એમ એ આગળ વધ્યા કરી પરસેવાની કમાણી,

અજવાળું આગળ વધે જેમ ઘીનો દિવો બાળી.

ખુબ મીઠી નીંદ આવ્યા કરે છે રાતભર,

સપનાં ઉતરી ગયાં લાગે છે હડતાલ પર!

મેં શ્રધાના ચાકડે ઉતારી છે,

પ્રભુ, આ જ મૂર્તિ તારી છે.

મારાથી આગળ નીકળવાની છુટ આપી છે,

એની પાછળ નામ મારું છે એટલું કાફી છે!

શાહી સુકાઇ જાય ને પછી અક્ષરો સળવળે, એમ પણ બને,

પ્રેમ સુકાય ને જુના પત્રો વાંચીને કળ વળે, એમ પણ બને.

સતત જલતો રહે છે શ્રધ્ધાનો દિવડો,

ખુટતી નથી વાટ,એ શ્રધ્ધાની વાત છે!

જીવ કયાંય વેચાતો મળતો હોય તો લાવો,

ઇશ્વર હોવાનો બીજો શું જોઇએ પુરાવો?

ઘણું એવું છે કે જેની મનને ખબર નથી,

એને એ પણ ખબર નથી કે મને ખબર નથી.

જીંદગી છે એક સંઘર્ષો ભરી યાદી,

ખુદ આરોપી ને ખુદ જ ફરિયાદી.

મને સમય હતો ત્યારે મારો સમય ન‘તો,

હવે સમય મારો છે ને મને સમય નથી.

હદય જ્યારે કલાકો સુધી વલોવાય છે,

ત્યારે બે-ચાર લીટી મારાથી લખાય છે.

નાની ઉંમરે સમજદાર થઇ ગયો,

બાળપણ ખોઇને ખુવાર થઈ ગયો.

એ કયાંક ચડાવી દેશે તને ચણાના ઝાડ પર,

તું ઇચ્છાઓનો ભાંગરો વાટવાનું બંધ કર!

એવું સુખ તો દુનિયા ઘુમવાથી ય ના મળે,

બસ આપણે આપણામાં ખોવાઇ જવું પડે.

તારાથી જાણે હું એ રીતે વિખુટો પડયો,

જેમ પંખીના ટોળાથી ટહુકો છુટો પડયો.

રોકડામાં મળે છે, ચેકમાં મળે છે,

લાગણીઓ ગિફ્‌ટ પેક્માં મળે છે!

આમ જુઓ તો ઘણી પ્રગતી જેવું લાગે,

પણ ઘડીયાળના કાંટાની ગતી જેવું લાગે.

વૃક્ષો ડાળ કંઇ ભાડે ન આપે,

પક્ષીઓ ટહુકાનો વ્યવહાર રાખે.

ભગવાન થઈ જવાને મન લલચાયા કરે,

મંદિરમાં બેસી રહો ને ભંડાર ભરાયા કરે!

કુવામાંના દેડકા જેવું ય થવાયું નહીં,

એકે વાતમાં તળીયા સુધી જવાયું નહીં.

ફળ-ફુલ બધુ આપ્યા કરે છે છુટથી,

શું આ વૃક્ષને કોઇ વારસદાર નથી ?

શબ્દથી હું મૌન છું,

લાગણીથી સમજ મને.

પહેલાંના આવકારા મીઠા હતા,

ફળીયાને કંઇ ડૉર-બેલ નો‘તા !

કાલે કોતર હતું ત્યાં આજે પુલ થઇ ગયો,

નદીનો કિનારો કેવો સ્પરાલ-ફદ્વદ્વલ થઇ ગયો?

હું હથેળીમાં ચાંદ બતાવી ના શક્યો,

ચાંદની સાથે તને સરખાવી ના શક્યો!

હ્‌રદય ચીરીને બહાર નીકળ્યું,

આંસુ જબરું ધારદાર નીકળ્યું.

ફળોથી લચેલા વૃક્ષ જેવી છે મારી વેદના,

ફળ આપું છું એટલે જ પથ્થર ખાવા પડે છે.

તને દિવસો એવા સોનેરી મળે,

લીમડાની ડાળે પણ કેરી મળે!

સેંકડો નદીઓ રોજ દરીયામાં ભળે,

ને આંસુના એક ટીંપામાં દરીયો મળે.

માવઠું પણ માવઠું લાગે નહી,

ફોન કરીને આવતું જો હોય તો !

જાતને સાચી ઠેરવે છે પોતાની મતી,

એવું નથી કે એનાથી ભુલો નથી થતી.

મુઠ્ઠીમાં કેટલીય ગડમથલ સર્જાણી હશે,

ત્યારે માંડ આ આબરું સચવાણી હશે.

મોટાઇ જીરવી જવાની લાયકાત નથી,

બાકી મોટા થઈ જવું કંઇ મોટી વાત નથી.

તેમને ખીલવું‘તું તમારી ડાળ પર,

તમને વૃક્ષ થતાં જરા વાર લાગી!

ખબર નથી કે પવન કેમ બદલાયો,

શું એને પકડવો હશે તારો પડછાયો ?

તારી બારીનો તડકો મારી બારી સુધી લંબાયો નહીં,

મને આ તડકાનો ઇરાદો જરાય સમજાયો નહી !

તમારી નજરની ખરી કસોટી થઇ,

ચામડી ચીકણી હતી, નજર ચોટી ગઈ!

એની કોઇ વૉરંટી કે ગૅરંટી નથી,

છતાં વર્ષોથી પ્રેમની કિંમત ઘટી નથી.

હ્‌રદયમાં ઘુંટી, આંસુમાં ઓગાળીને,

વેદના પી ગયો છું હું દવા જાણીને.

એક સાવ સરળ છે ને બે જ તો સવાલ છે,

કેમ કરીને પુછવું એ જ તો સવાલ છે !

કદી પોતાની વાત વિચારી નહીં,

આટલી બધી સરળતા સારી નહીં.

દરીયાની દરીયાદિલી જોઇ લીધી,

જીવ લઈને લાશ બહાર ફેંકી દીધી.

શબ્દો વગર લખાઇ જાય ને કોરો કાગળ ઉકેલાઇ જાય,

પ્રેમપત્રનું એવું છે ભાઇ કે એ અંધારામાં વંચાઇ જાય.

પ્રેમની જે ધારણા બાંધી હતી,

વર્ષો થયાં તોય એ છુટી નથી.

ઇશ્વર તું ક્યાં હશે મને ખબર નથી,

અહીં તો કોઇ માની બરોબર નથી.

જિંદગી,તે મને આપી દીધું છે ઘણું,

હવે તું જ કહે કે તારા માટે હું શું કરું.

તારી યાદનો મોરલો ટહુકી ગયો,

આંખમાં ચોમાસું બેસી ગયું !

દરીયો આખો ઉલેચાઇ ગયો,

તોય પ્રતીક્ષા કાળ પુરો ન થયો.

જીવન રંગીન થઈ ગયું તારા થકી,

હવે રંગોળી પુરવાનું ગમતું નથી.

તું વૃક્ષની જેમ મને આવકારને,

લીલીછમ વેલ થઈ વળગું તને!

નજરથી વસાવી લીધો‘તો જેમણે પોતાના રાજમાં,

નજર અંદાજ કર્યો છે એમણે જ એમના અંદાજમાં!

દિલમાં જાણે એમ કંઇક ડંખી ગયું,

ડાળ પર માળો મુકીને પંખી ગયું.

કોઇ ધસમસતી નદીની જેમ સાથ વહી જશે

ને કાંઠે ભીની માટી સમ મારી યાદ રહી જશે

લોકો એક ચાંદ સુધી પહોંચતાં થાકી ગયા,

ને અમારી ઇજ્જતને ચાર ચાંદ લાગી ગયા!

મારું જીવન જુઓ તો સદાબહાર છે,

જે કંઇ મળ્યું છે એ મારા ગજા બહાર છે.

જીવનમાં એકેય રંગ હવે અપુરતો નથી,

એટલે આંગણામાં રંગોળી પુરતો નથી!

કોઇ એવી ક્ષણ હોય કે તું યાદ આવે નહીં,

મને એવું સપનું પણ સપનામાં આવે નહીં.

સંબંધનું નામ હું ક્યાં પાડું છું,

હું સંબંધને દિલમાં ઉગાડું છું.

અમે રડયા તો બે ચાર આંસુ,

ને તમે રડયાં તો ચોમાસું !

સાવ ચોખ્ખા આકાશ જેવી સાદગી,

ને શિયાળાની સવાર જેવી તાજગી.

સારું ઇચ્છો તો બને નહીં કે ઇચ્છયું મળે નહીં,

દિલથી ઇચ્છયું ન હોય તો જ ઇચ્છા ફળે નહીં.

એના ચહેરા પર આનંદ ઉછળે છે,

ને મારી આંખોને ટાઢક વળે છે!

આંખોથી આંખોને મળવાનું થાય છે,

છીછરા પાણીમાં ય ડુબી જવાય છે!

જેટલા તારા ટમટમે છે ઘનધોર રાતમાં,

એ બધાને મુકી દઈશ હું તારા હાથમાં !

પહેલાં વિરહના તાપે બળવાનું હોય છે,

પછી એ વરસે, મારે પલળવાનું હોય છે.

એને કંઇક વાંકું પડયું છે વન સાથે,

સુગંધ ભાગી ગઈ છે પવન સાથે.

એકવાર હાથે કરી હાર્યા પછી,

તારી સામે જીતવું ગમતું નથી!

એક અને એક બે જેવું તું ના ગણ સખી,

સાવ કાચી છે મારી સમજણ સખી !

પ્રબળ ઇચ્છાશક્તિનું જ આ ફળ છે,

ઇચ્છાશક્તિ અણુશક્તિથી પ્રબળ છે.

મને મારાથી નહીં, તારાથી સૌ ઓળખે છે,

મને હું ઓળખું છું તેથી વધુ તું ઓળખે છે!

જ્યારે બે હાથોની મહેનત ફળે છે,

સઘળો જશ હસ્તરેખાઓને મળે છે !

આંખોમાં એવી પવિત્રતા જોવા મળે,

ણે કોઇ ગોખમાં ઘીનો દીવો બળે.