Jeet books and stories free download online pdf in Gujarati

Jeet

જીત

-સાગર ઠાકર

-(લેખક પોરબંદરમાં એબીપી ન્યુઝ ચેનલમાં કાર્યરત છે. અનેક હાસ્ય લેખો પણ તેમણે લખ્યા છે.)

મો. ૯૮૯૮૯૪ર૦૦૪

મોબાઈલમાં નંબર જોઈ રીમાની આંખો ચમકી ઉઠી. મોઢા પર શરમનાં શેરડા પડ્‌યા. કોલ રીસીવ કરતી વખતે હૈયામાં અનેક સ્પંદનો જાગ્યા.્‌ બોલો, તેણે ધીમેથી કહ્યું.

હું આવું છું. સામેથી નિરવનો મર્દાના અવાજ નજાકત સાથે સંભળાયો.

ખુબ ખુબ આભાર. રીમાએ મીઠો છણકો કર્યો.

સોરી ડીયર, પણ તને તો ખબર છે ને? મારી ડ્‌યુટી અત્યારે મેંઢારમાં છે. બહુ સેન્સીટીવ એરિયા છે. એમાં પેલા નાપાક સુવ્વરોનું ફાયરીંગ ચાલુ. કર્નલ સાહેબે મોબાઈલ સાથે રાખવાનીજ ના પાડી હતી. નિરવે પ્રેમિકાને મનાવવાનો પ્રયાસ કર્યો.

જાવ હવે જુઠ્‌ઠા નહીં તો. મારી પાસે કોઈ બહાનું નહીં ચાલે. મને ખબર છે. તમે આર્મીવાળાને લેન્ડલાઈન પરથી કોલ કરવા મળે. અને તને તો પાછા મેજર છો.

જો જાનુ, એમ કામ પડતું મૂકીને હું ક્યારેય કોલ નહીં કરું. તને ખબર છે હમણાં હું કેવા અગત્યનાં મિશન પર હતો ? કોલ તો શું પાણી પીવાનોય ટાઈમ નહોતો રહેતો.

મિશન પર હોવ તો શું ઘરનાં કોઈને યાદ ના કરો ? બસ, એક હુંજ યાદ નહોતી આવતી ? રીમાએ મીઠો છણકો કર્યો. એક કલાક સુધી બંને વચ્ચે રીસામણાં-મનામણાં ચાલતાં રહ્યાં. નિરવને કરગરતો જોઈ રીમાને પણ મજા આવતી હતી. બંને વચ્ચે બે વર્ષથી અફેર ચાલતું હતું. નિરવ આર્મીમાં મેજર હતો. અને રીમા હજુુ આ વર્ષેજ ગ્રેજ્યુએટ થઈ હતી. બંને વચ્ચે ઉંમરનો ખાસ્સો તફાવત હતો. રીમા ર૧ વર્ષની હતી તો નિરવ ૩રનો. પરંતુ હજુ તે કુંવારોજ હતો. તેના પરિવારજનો તેને પરણવા માટે દબાણ કરી કરીને થાક્યા. પિતા સરકારી ઓફિસર હતા. અને નિવૃત્તિનાં આરે હતા. રીટાયર થતાં પહેલાં એક જવાબદારી પૂરી કરવા માંગતા હતા. પરંતુ નિરવને નાતની એકેય છોકરી પસંદ નહોતી પડતી. તેણે ત્રીસી વટાવી પછી તો માતા-પિતાએ પણ છોકરીઓ બતાવવાનું બંધ કરી દીધું હતું. એવામાં પોતાના શહેરમાંજ પિતાનાં એક સંબંધીનાં પાડોશમાં રહેતી રીમા પર નજર પડતાં તે જોતો રહી ગયો હતો. સામે નિરવનો સ્માર્ટ છત્તાં મર્દાના અંદાજ રીમાની આંખોમાં વસી ગયો હતો. બંને વચ્ચે ઉંમરનો ૧ર વર્ષનો તફાવત તો ક્યાંય ઓગળી ગયો. બંનેએ એકબીજાનાં નંબરોની આપલે કરી હતી. જોકે, બેમાંથી એકેયનાં પરિવારજનોને આ વાતની ખબર નહોતી. નિરવનો પરિવાર બ્રાહ્મણ હતો. જ્યારે રીમાનો પરિવાર વણિક હતો. નિરવ રજામાં વડોદરા આવ્યો હતો ત્યારે બંને રોજ મળતાં ત્યારે એકબીજામાં ખોવાઈ જતાં.ઉંમરમાં મોટો હોવાથી નિરવમાં સ્વાભાવિકપણેજ રીમાની કેર કરવાનું વલણ વધુ રહેતું. આ વાત રીમાને પસંદ આવી હતી. વડોદરાનાં કમાટીબાગ, એમ.એસ. યુનિ. કેમ્પસ વિસ્તાર તેઓનાં પ્રેમનો સાક્ષાી હતો.

અને હા, આ વખતે મેરેજની પરમીશન લઈનેજ આવજો. નહીંતર હું તમને મળવા નહીં આવું. રીમાએ અલ્ટીમેટમ આપી દીધું.

જો પરમીશન ન મળી તો ? હવે નિરવને પણ પ્રેમિકાને સતાવવાની મજા આવતી હતી.

તો આર્મી છોડીને આવજો. ભાકી હું તમારી પાછળ મેંઢાર આવીને ફરિયાદ કરીશ.

અચ્છા ? બોલ, શેની ફરિયાદ કરીશ તું ?

બસ, એજ કે, તમારા ઓફિસર મને રોજ મોબાઈલ પર પજવે છે. થઈ જશે તમારું કોર્ટ માર્શલ. પછી તો તમે છુટ્ટાને ? રીમાએ ચીમકી આપી દીધી.

ઓકે બાબા લઈ લઈશ પરમીશન બસ. બાય. કહી નિરવે ફોન કટ કર્યો. રીમા પણ લગ્નનાં સપનાં જોવા લાગી. તો નિરવ પણ હવે લાંબો સમય પ્રેમિકાનો વિરહ જીરવી શકે એમ નહોતો.

સર, આપકો કર્નલ સાબને બુલાયા હૈ. નિરવનાં અર્ડરલીએ આવીને સેલ્યુટ મારી કહ્યું.

જી સર. કર્નલ સુરીની ચેમ્બરમાં પ્રવેશતાંજ સેલ્યુટ મારી નિરવ બોલ્યો. મેંઢાર સેક્ટરમાં આવેલા પહાડો વચ્ચે નિરવની ૧૧ મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રી તૈનાત હતી. કેપ્ટન અને મેજર રેન્કનાં ઓફિસરો માટે એક અલાયદા ટેન્ટમાં ખુરશી ટેબલ હતા. જ્યારે આખી બટાલિયનનાં કમાન્ડીંગ ઓફિસર એવા કર્નલ માટે લાકડાનાં પ્લેટફોર્મ પર કેબિન બાંધવામાં આવી હતી. પોતાનાં ટેન્ટમાંથી નિકળી લશ્કરી ઢબે પગલાં માંડતા નિરવે આજેજ મેરેજની પરમીશન માટે એપ્લાય કરવાનો નિર્ણય કર્યો હતો. અત્યાર સુધીમાં તેને કેટલાય સિનીયર ઓફિસરોએ મર્યાદામાં રહીને પણ લગ્ન કરી લેવા ઈશારો કર્યો હતો. તો તેની સાથેની બેચનાં ઓફિસરો મજાકમાં તેને મેજર બાલબ્રહ્મચારી કહેતા. મેરેજની પરમીશન માંગતાંજ બધા શેમ્પેઈનની પાર્ટી માંગશે. તે મનોમન બબડ્યો.

આવ બેસ નિરવ. કર્નલે તેને બેસવાનો ઈશારો કર્યો.

નિરવ તારી રજાઓ એક અઠવાડિયા પછી શરુ થાય તો ? કર્નલે નિરવનાં ચહેરાનું નિરીક્ષણ કરતાં કહ્યું.

જી આપનો હુકમ આંખ માથા પર. નિરવ સતર્ક થઈ ગયો. જરુર કોઈ નવું મિશન હશે એ તેનાં લશ્કરી દિમાગે ધારી લીધું.

જો નિરવ, અત્યારે બોર્ડરની સ્થિતીથી તું વાકેફ છો. વોર નથી થવાની. પણ આપણાં યુનિટની મુખ્ય જવાબદારી ઘૂસણખોરી રોકવાની છે. પીરબાબા પોષ્ટ પાસેથી ચાર મીલીટંટો આગામી ૭ર કલાકમાં ઘૂસવાનાં હોવાની ઈન્ફોર્મેશન આપણી પાસે છે. જાણવા મળ્યા પ્રમાણે એ લોકો બહુ ખુંખાર અને સિનીયરની કેટેગરીમાં આવતા આતંકી સરદારો છે. તારે એ લોકોને ઘૂસે ત્યાર પછી શોધીને ખતમ કરવાનાં છે. કહી કર્નલ સુરીએ તેને મેપ પર આખા પીરબાબા પોષ્ટ વિસ્તારની જાણકારી આપી.

બટ સર, આપણે તેમને ઘૂસવાજ ન દઈએ તો ?

નો. જો એમ થશે તો તેઓ ત્યાંથી ચાલ્યા જશે. અને પછી બીજેથી ઘૂસવાની કોશીષ કરશે. તેને બદલે તેમને ઘૂસવા દઈને પછી ઠાર મારી દઈએ તો એટલા સુવ્વરો આ દુનિયામાંથી ઓછા થાય. આ માટે તને ૧૦ જવાનો અને એક સ્નાઈપરની તાદાદ મળશે. કર્નલ સુરીએ કડક સુચના સાથે વિગતો આપી.

જી સર.

આ મિશનનું નામ રહેશે મિશન થ્રેટ. આપણે આ મિશન થકી મીલીટંટોમાં એવો ડર બેસાડવાનો છે કે, તેઓ કમસેકમ પીરબાબા પોષ્ટ પાસેથી ઘૂસવાનું તો ભવિષ્યમાં નજ વિચારે. એન્ડ કીપ ધીસ મિશન સીક્રેટ. એની ક્વેશ્ચન્સ ? અહીં વાત પૂરી થાય છે. એવો આ નિર્દેશ હતો.

નો સર. હ્લહી નિરવે ઉભા થઈ સેલ્યુટ મારી. અને એબાઉટ ટર્ન મારી જવા માટે ત્યાંથી પગ ઉપાડ્યા. તે કેબિનનાં દરવાજે પહોંચી અચાનક ઉભો રહી ગયો. અને પાછળ ફરી કર્નલ સુરી તરફ જોયું.

યસ, નિરવ. તું કાંઈક કહેવા માંગે છે ? કર્નલે ઔપચારિકતા વિના સીધુંજ પૂછ્યું.

સર, ત્યાંથી આવીને મારે મેરેજની પરમીશન જોઈતી હતી.

ઓ..વન્ડરફૂલ મેજર બાલ બ્રહ્મચારી. છોકરી શોધી કાઢી કે શું ? કર્નલ ઉભા થઈ તેની પાસે આવ્યા. અને નિરવનાં ખભે હાથ મૂક્યો.

જી સર.

તેં જાતે શોધી કે પછી એરેન્જ મેરેજ કરવાં છે ? અત્યાર સુધી બેચલર રહેલા નિરવનાં મેરેજની વાત કર્નલ સુરી માટે પણ સરપ્રાઈઝ હતી.

એમ સાવ મફતમાં પરમીશન નહીં મળે. એ માટે પાર્ટી આપવી પડશે. મિશન પરથી આવી જા એટલે પાર્ટી અને પછી લાંબી છુટ્ટી. નાઉ ગો એન્ડ સક્સીડ ઈન યોર મીશન. કહી કર્નલે તેના વાંસામાં ધબ્બો માર્યો. નિરવ હસતો હસતો ત્યાંથી નિકળી ગયો. પોતાનાં ટેન્ટમાં જઈ તેણે ૧૦ સાથીઓની યાદી તૈયાર કરી. સ્નાઈપર તરીકે પોતાનીજ ડેલ્ટા કંપનીનાં નાયક દિલારામને સાથે લેવાનું નક્કી કર્યું. દિલારામનું નિશાન એવું હતું કે, ઉડતા પંખીની ચાંચને ગોળી મારવી પણ તેના માટે રમત વાત હતી. નિશાન તાકતી વખતે તેની આંખો માણસની મટીને ગરુડ જેવી બની જતી. મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રીનાં તમામ યુનિટોનાં શ્રેષ્ઠ નિશાનેબાજ તરીકે તેની ગણના થતી.

નિરવે પોતાની ટુકડીનાં તમામ સભ્યોનું લિસ્ટ ઓર્ડરલીને પકડાવી બધાને પાંચજ મિનીટમાં રીક્રીએશન બંકરમાં આવવાનો હુકમ કર્યો. નિરવ ભારે અનુભવી અને ચાલાક હતો. સ્ટ્રેટેજીક બંકરમાં બધાને બોલાવવાથી આસપાસની ટેકરી પર દુશ્મનનો જાસુસ ફરતો હોય તો તેને કશીક નવાજૂની થવાની ગંધ આવ્યા વિના રહે નહીં. આથીજ તેણે બધાને મનોરંજન માટે વપરાતા બંકરમાં આવવાની સુચના આપી હતી. આ બંકરમાં મોટાભાગે બધા સાંજેજ આવીને બેસતા. અત્યારે એ ખાલીજ હતું. બધા આવ્યા એ પહેલાં નિરવ ત્યાં સોફા પર બેસીને શાંતિથી ચાની ચૂસ્કી લઈ રહ્યો હતો. સાથેજ પોતે બનાવેલો કાચો મેપ ટિપોઈ પર પાથરી કશુંક માર્કીંગ કરી રહ્યો હતો. એક પછી એક બધા આવીને સેલ્યુટ મારીને તેની સામે ઉભા રહ્યા. બધા આવી ગયા છે જાણી સહુને તેણે ટોપી ઉતારી બેસવાનો ઈશારો કર્યો. લશ્કરમાં ઉપરી અધિકારી ટોપી ઉતારીને બેસવાનું કહે એટલે ગમે ત્યાં નિરાંતે બેસવું એવો અર્થ થતો હતો. બધા પોતપોતાની રીતે જગ્યા શોધીને બેઠા. નિરવે બધાને મિશન સમજાવવાનું શરુ કર્યું.

જીુઓ, આપણી ટીમને એક મિશન મળ્યું છે. મિશન ખતરનાક છે. અને સીક્રેટ છે. છત્તાં ભારતમાતાનાં સાર્વભૌમ અને દેશવાસીઓની સલામતી માટે જરુરી છે. મિશનમાંથી પાછા ફરવાનાં ચાન્સીસ લગભગ ૮૦ઃર૦ છે. આપણામાંથી બધાતો પાછા કદાચ ન પણ ફરી શકે. પણ તમારા સિનીયર તરીકે એટલી ખાત્રી આપું છું કે, ગોળી ખાવાનો વખત આવશે તો પહેલી ગોળી હું ખાઈશ. તમારામાંથી કોઈને આ મિશનમાં ન જોડાવું હોય તો છૂટ છે. પણ એક વખત જોડાયા પછી પીછેહઠની છૂટ નથી. નિરવે ધીમા છત્તાં કડક શબ્દોમાં કહ્યું.

આપની સામે દુશ્મન નજર તો કરે સર. આપણે અહીં દુશ્મનનો જીવ લેવા આવ્યા છીએ. આ મિશનમાં અમનેજ લઈ જાવ. બધા એકીસાથે બોલ્યા.

રૂોકે ધેન બોયઝ. આપણે આજે રાત્રેજ નિકળવાનું છે. મિશન સીક્રેટ છે. તમારાં વેપન્સ ચકાસી લેજો. જરુરી એમ્યુનિશન્સ અને રાશન તમને મળી જશે. ઓછામાં ઓછા છ દિવસ આ મિશન ચાલવાનું છે. જરુરી તૈયારી કરી લેજો. મિશન પર જતાં પહેલાં આપણે મારા ટેન્ટમાં મળીશું. ત્યાં તમને જરુરી બ્રીફીંગ આપીશ. નાઉ યુ મે ગો. કહી નિરવે ચાની છેલ્લી ચૂસ્કી લઈ કપ ટીપોઈ પર મૂકી મેપ સંકેલી ત્યાંથી નિકળી ગયો. બાકીનાં બધા પણ તેને અનુસરતા ત્યાંથી નિકળી ગયા.

ભરાબર રાત્રે ૯ વાગ્યે ૧૧ જવાનો મિશન થ્રેટ માટે નિરવનાં ટેન્ટમાં આવી પહોંચ્યા. ફાનસનાં અજવાળે નિરવે ટેબલ પર મેપ પાથરી બધાને મિશનનું સ્થળ બતાવ્યું.દરેકને પોતાની પોઝીશન કેવી રહેશે તેની સમજ આપી. કર્નલ સુરીની છેલ્લી પરવાનગી લઈ તેઓ નિકળી પડ્યા. પીરબાબા પોષ્ટ સુધી પહોંચવામાંજ તેઓને દોઢ દિવસ નિકળી જાય એમ હતો. મિશન ગુપ્ત રાખવાનું હતું. ખુદ પીરબાબા પોષ્ટ પર તૈનાત તેમનીજ યુનિટ ૧૧ મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રીનાં જવાનો પણ આ મિશનથી બેખબર હતા. નિરવની ટુકડીએ પોષ્ટની આસપાસ પેટ્રોલિંગ કરવાનું હતું. આતંકવાદીઓ ક્યાંથી પ્રવેશી શકે તેનો અંદાજ લગાવી તેઓને અંબુશમાં ઘેરી લઈ ખતમ કરવાનાં હતા. સામસામી ગનફાઈટ અને હાથાપાઈ થવાની પૂરી શક્યતા હતી. વળી આ વિસ્તારમાં પાકિસ્તાને અમેરિકન ટેકનોલોજીથી બનેલું હાઈપર સેન્સીટીવ લીસનીંગ બગ ગોઠવ્યું હતું. ઘૂસણખોરીમાં મદદરૂપ બનવા પાકિસ્તાની આર્મી જ્યારે ફાયરીંગ કરે ત્યારે ભારતની સરહદની આસપાસ ૩ કિમી વિસ્તારમાં કોઈ માનવી ગુસપુસ અવાજે વાત કરે તો પણ તેની હાજરી છત્તી થઈ જાય એ તેની ખાસિયત હતી. નિરવે લીસનીંગ બગ પોતાની હાજરી પકડી ન પાડે એ માટે બધાને ફક્ત ઈશારાથી વાત કરવાની સુચના આપી રાખી હતી. પીરબાબા પોષ્ટ ૪ હજાર ફૂટની ઉંચાઈએ આવેલી હતી. ૧૯૬પનાં યુદ્ધ વખતે કબ્જે લેવાયેલી આ ચોકી વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ ધરાર પાછ નહોતી સોંપી. જો કે, તેની તળેટીમાંથી મેંઢાર નદી વ્હેતી હતી. આ નદીના ધસમસતા વ્હેણને પાર કરવું કાચા પોચા માણસનું કામ નહોતું. જો કે, અત્યાર સુધી ભારતીય લશ્કરે પાકિસ્તાનને સામે પાર એકપણ ચોકી પર પોઝીશન લેવાની ગુંજાઈશ રહેવા દીધી નહોતી. સામે પાર કોઈ દેખાય કે તુરત અંધાધૂંધ ફાયરીંગ કરવાનો કાયમી ઓર્ડર પીરબાબા પોષ્ટ પર તૈનાત ભારતીય જવાનો પાસે હતો. પાકિસ્તાનીઓ આ નદી પાર કરવા માટે ઘસણખોરોને ખાસ ટ્રેનીંગ આપતા હતા. તેની સામે પાર એક જગ્યાએ લીસનીંગ બગ ગોઠવાયેલું હતું. બંને દેશો વચ્ચે મેંઢાર નદીજ કુદરતી લાઈન ઓફ કન્ટ્રોલની ગરજ સારતી હતી. નિરવે દર્શાવેલી જગ્યાએ સહુએ પોઝીશન સંભાળી લીધી. ધરતી પર છવાયેલી બર્ફીલી ચાદરમાં અદ્‌ભુત કેમોફ્લાઈઝ રચીને આખી ટુકડી આંખોથી ઓઝલ થઈ ગઈ. કોણ ક્યાં છે એનું સ્થાન ફક્ત ટુકડીનાં સભ્યોજ જાણતા હતા. અવાજ બિલ્કુલ નહોતો કરવાનો આથી ટુકડીને વાયરલેસ સેટ પણ નહોતો અપાયો. ફક્ત મિશન સફળ થાય એટલે કેસરી કલરનો શેલ આકાશ તરફ ફાયર કરવાનો હતો. જે પીરબાબા પોષ્ટનાં જવાનો જુએ અને હેડક્વાર્ટરને રીપોર્ટ કરે એટલે હેડક્વાર્ટરમાં બેસેલા કર્નલ સુરીને આપોઆપ ફતેહનાં સમાચાર મળી જવાનાં હતા.ત્યારપછી હેલિકોપ્ટર આખી ટુકડીને હેડક્વાર્ટરમાં લઈ આવે એવી વ્યવસ્થા કર્નલ સુરીએ ગોઠવી હતી. નિરવનાં અંદાજ મુજબ તેની પોઝીશનથી પાકિસ્તાની ઘૂસણખોરનું આગમન બરાબર તેની રાઈફલની રેન્જનાં અંતરેજ થવાનું હતું. કેવી રીતે આતંકીઓ ઘૂસે તેની મનોમન ગણતરી કરી તેઓ જેવા મેંઢાર નદી પાર કરીને કિનારે આવે ત્યાંજ તેઓ નિરવનાં અંબુશમાં ઘેરાઈ ગયા હોય. અગાઉ આજ રીતે તેના છટકામાં અનેક આતંકવાદીઓ ફસાયા હતા. તેને જ્યાં પોઝીશન સંભાળી એ ભાગમાં નદીની ભેખડો ચારથી પાંચ જગ્યાએ બરાબર પ્રવાહમાંથી બહાર ડોકાતી હતી. વળી ત્યાંથીજ નદી સોએક મીટરનાં ધોધરૂપે નીચે પડતી હતી. એટલા ભાગમાં ખડકો વધુ હતા. આથી અહીં ૩૭ મીટર પહોળા નદીના પટ્ટમાં પાણીનું તાણ વધુ હતું. એક સામાન્ય પર્વતારોહક અહીંથી ક્યારેય નદી પાર કરવાનું ન વિચારે. પરંતુ રસ્તો અઘરો હોઈ ત્યાંથી કોઈ ન આવે માટેજ ટ્રેઈનીંગ લીધેલા આતંકવાદીઓ જરુર ઘૂસે એમ નિરવનું અનુમાન હતું. કર્નલને મળેલી બાતમી મુજબ આતંકી સરદારોનાં ઘૂસવાનો સમય થઈ ગયો હતો. હવે ફક્ત વાટ જોવાની હતી. બર્ફીલી ચાદર પર ઉંધા લેટીને બધાએ પોતાની પ.પ૬ ઈન્સાસ રાઈફલને ટેકવી તેને બરફનાં ઢગ નીચે દબાવી દીધી હતી. તેના ફક્ત નાળચાંજ ખુલ્લાં હતા. અચાનકજ પાછળની તરફ નિરવને કશોક ધબાકો સંભળાયો. તે પોતાની રાઈફલ સાથે સફાળો બેઠો થઈ ગયો. જોયું તો બે લોકોએ પેરાશૂટથી જમીન પર ઉતરાણ કર્યું હતું. એ પણ આખી ટુકડીની પાછળનાં ભાગે. પવનની રૂખ જોતાં તેઓને હજારો ફૂટની ઉંચાઈએ ભારતીય હવાઈ સીમામાં ઘૂસેલા કોઈ વિમાને ડ્રોપ કર્યા હોય એમ લાગતું હતું. નિરવની આંખો ઝીણી થઈ. માત્ર બેજ કેમ ? બાકીનાં બે ક્યાં ગયા ? કર્નલ સુરીને મળેલી બાતમી પાક્કી હતી. આમ છત્તાં તેણે નિશાન લઈ ફાયર કર્યો. તેની ટુકડીના કેટલાક સભ્યો પણ તેની સાથે એડવાન્સ કરતા સાથે જોડાયા. એટલામાં નદી તરફથી પણ ફાયર થયો. પાકિસ્તાની આતંકીઓએ બે જણાને પેરાશૂટથી ડ્રોપ કરી ભારતીય ટુકડીઓનું ધ્યાન એ તરફ દોરીને બાકીનાં બે સિનીયર સરદારોને નદીમાંથી ભારતમાં ઘૂસાડવાનો વ્યૂહ અપનાવ્યો હતો. જોકે, આ પરિસ્થિતી નિરવ માટે નહોતી. તેણે તુરતજ ઈશારો કર્યો અને તેની ટુકડી બે ભાગમાં વ્હેંચાઈ ગઈ. એકે નદી તરફ પોઝીશન સંભાળી બરફની શીલાઓમાં આડશ શોધી ફાયરીંગ શરૂ કર્યું. તો બીજી ટીમ પેરાશૂટવાળા તરફ ગઈ. કોઈને જીવતા નહોતાજ પકડવાનાં એ વણલખ્યો નિયમ લગભગ દરેક ભારતીય સૈનિક અને અફ્સર પાળતા. જીવતા પકડ્યા પછી તેને છોડાવવા કંદહાર કાંડ સર્જાયો એ વાત દરેક ભારતીય સૈનિકને કઠી હતી. એજ વખતે નદીમાંથી આવતા આતંકવાદીઓને કવરીંગ ફાયર આપવા પાકિસ્તાનીઓએ એલએમજી ધણધણાવી મોરચો ખોલ્યો. તેને ખતમ કરવા સ્નાઈપર તરીકે ગોઠવાયેલા નાયક દિલારામે ગોળી છોડી. જીે એલએમજી ચલાવતા પાકિસ્તાની સોલ્જરની ખોપરી વીંધી ગઈ. બીજી ગોળીએ એક સાથે બેનો ભોગ લીધો.

સ્નાઈપર રાઈફલ અસલમાં એકસાથે બેને વીંધી નાંખવા માટેજ વપરાતી. તે ચલાવનારે નિશાનજ એવી રીતે લેવાનું હોય કે આગળનાંને વીંધી ગોળી તેનાં શરીરમાંથી આરપાર નિકળી તેની સીધમાં આવતા બીજા સૈનિકને પણ વીંધી નાંખે. તેનો રાઉન્ડ પણ પાંચ ઈંચ લાંબો રહેતો. સિનીયર મોસ્ટ આતંકવાદી નદી તરફથી આવતો હોવાનું સૂંઘી ગયેલા નિરવે એ તરફનો મોરચો સંભાળ્યો. ત્યાં એક ગોળી તેના ખભાને વીંધીને નિકળી ગઈ. જોરદાર બર્ફીલા પવનની ઝાપટ સાથે ગોળી વાગતાં નિરવે સંતુલન ગુમાવ્યું. જોકે તેણે નીચે પટકાતાંવેંત તુરત પોઝીશન લઈ વળતો ઘા માર્યો. અને નદી પારથી કવરીંગ ફાયર કરતા પાંચ પાકિસ્તાની સોલ્જરોને વીંધી નાંખ્યા. પોતાનાં ઓફિસરને ગોળી વાગતી જોઈ બધા સૈનિકો મરણિયા બન્યા. અને મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રીનાં જય ઘોષા બોલ છત્રપતિ શિવાજી મહારાજકી જયનાં નારા સાથે પાકિસ્તાનીઓ સામે રીતસરની દોટ મૂકી. નાયક દિલારામે ભલે એક સાથે બે ન વિંધાય તો કાંઈ નહીં માની નદી તરફથી આવેલા એકને ઢાળી દીધો. બીજો ભારતીય ટુકડીએ ફેંકેલા ગ્રેનેડ એટેકમાં માર્યો ગયો. તો પેરાશૂટમાંથી ઉતરેલાને પણ મરણિયા બનેલા નિરવનાં સાથીદારોએ ખતમ કરી નાંખ્યા. સામે પાર બે લોકો બચ્યા તેમણે મુઠઠીઓ વાળી. તમામ આતંકવાદીઓ માર્યા ગયા હોવાની ખરાઈ કરી હવાલદાર સંતાજી ઘોરપડેએ કેસરી શેલ છાડ્યો. ૪ હજાર ફૂટ ઉંચે પીરબાબા પોષ્ટ પર તૈનાત ભારતીય જવાનોએ એ રીપોર્ટ કર્નલ સુરીને આપ્યો.સાથે એક વ્યક્તિ ઘાયલ થયાનું પણ બાયનોક્યુલરથી જાણી ચૂકેલા જવાનોએ જણાવ્યું. કર્નલ સુરી ફર્સ્ટ એઈડ સાથે જાતે હેલિકોપ્ટરમાં ગોઠવાયા. અને મિશનનાં તમામને હેડક્વાર્ટરમાં પાછા લાવ્યા. સાથે પેલા આતંકવાદીઓનાં શબ પણ લાવવામાં આવ્યા. ચારેયમાં એક મોસ્ટ વોન્ટેડ અને અફઘાનિસ્તાનનાં તાબિબાન સાથે જોડાયેલો આતંકદાવી મુસ્તફાખાન પણ હતો. બીજા દિવસે આ સમાચારો તમામ ન્યુઝ ચેનલોમાં ચમક્યા. સાથે મેજર નિરવ ત્રિવેદીને ગોળી વાગ્યાનું પણ જણાવાયું હતું. આ સમાચાર સાંભળી રીમા બેચેન બની ગઈ. તે સીધીજ નિરવને ઘેર પહોંચી.

આવને બેટા, કેમ રડે છે ? નિરવનાં મમ્મી-પપ્પા રીમાને ઓળખતા હતા. જોકે, બંનેનાં પ્રેમની તેઓને ખબર નહોતી.

મમ્મી, મને નિરવ પાસે લઈ જાવ પ્લીઝ. નિરવનાં અનુભવી મમ્મી-પપ્પા બધું સમજી ગયા.

નિરવને ઉધમપુરની મીલીટ્રી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ગોળી કાઢી લેવાઈ હતી. અને તે બચી ગયો હતો. તેના મમ્મી-પપ્પા, ભાઈ, બહેન અને રીમા ઉધમપુર પહોંચ્યા. બધાને એક સાથે જોઈ નિરવને મોટી રાહત થઈ. ઘરનાં લોકોનું રીમા સાથે હોવું બધી જ જાણ તેઓને થઈ ગયાનું સ્પષ્ટ કરતું હતું.

ભાઈ, હવે જલ્દી સાજા થઈ જાવ. એટલે ભાભીને ઘેર લાવી શકાય. નીરવની બહેન સ્નેહા બોલી. રીમા શરમાઈ ગઈ.

એમ નહીં, પહેલાં અહીં આખી યુનિટને નિરવે પાર્ટી આપવાની છે. આખરે મેજબ બાલબ્રહ્મચારી પરણવા જઈ રહ્યા છે. અને મિશન સફળ થતાં તેને હવે લેફ્ટનન્ટ કર્નલનું પ્રમોશન મળવાનું છે. કર્નલે પ્રવેશતાં કહ્યું. એ સાંભળી બધા હસી પડ્યા. નર્સે કહ્યું, પ્લીઝ બધા બહાર જશો, ડોક્ટર રાઉન્ડમાં આવે છે. બધા બહાર નિકળ્યા. ત્યાં રીમા એકલીજ અંદર ગઈ અને સુતેલા નિરવ પર ઝૂકી તેને હળવું ચુંબન કર્યું. નિરવે કહ્યું, આપણે જીતી ગયા.

ના. આપણો પ્રેમ જીત્યો. હ્લહી રીમા મલકાતી બહાર ચાલી ગઈ. નિરવ તેને જોતો જ રહ્યો.