Kavyanu Shilan in Gujarati Short Stories by Dr. Merubhai H. Vadhel books and stories PDF | Kavyanu Shilan

Featured Books
Categories
Share

Kavyanu Shilan

કાવ્યાનુશીલન

ઃ પ્રકાશક :

ડા. મેરુભાઈ એચ. વાઢેળ

પ્રકાશનવેળાએ...

કવિતા તો ઊંડો સમન્દર છે તેમાં ડૂબકી લગાવો ને હાથમાં આવે એ આપણું. આ કાવ્યસમન્દરમાં એક જ વખત ડૂબકી શા માટે? વારંવાર ડૂબકી લગાવીએ તોયે કંઈક નવું નવું જ હાથ લાગે. કાલેજમાં સ્નાતક-અનુસ્નાતકકક્ષાએ કવિતાનો કક્કો ભણાવતાં કવિતાના મહેરામણમાં મેં વખતોવખત ભૂસકાં માર્યાં છે ને પ્રત્યેક વેળાએ નવો જ આહ્‌લાદ અનુભવ્યો છે. આવી સંવેદનાઓ ઘણીવાર ચિત્તમાં સળવળ્યાં કરે છે, તેવી કેટલીક ક્ષણોને મેં આ પુસ્તકમાં ટાંકી છે. એક વાત તો ખરી છે કે, હું વિદ્યાર્થીઓ અને અધ્યાપકમિત્રોને ધ્યાનમાં રાખી લખું છું આથી લખાણમાં સરળતા સ્વાભાવિક રીતે આવે છે. અગાઉ મારાં છ પુસ્તકો પ્રકાશિત થયા તેમાં પણ એ જ ઉદ્દેશ જોવા મળશે.

‘કાવ્યાનુશીલન’ નો પ્રથમ લેખ ‘અનુગાંધીયુગની અરુણાઈના સૂર’ પ્રગટાવતા ત્રણ કવિઓ - કૃષ્ણલાલ શ્રીધરાણી,

પ્રહ્‌લાદ પારેખ અને હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતામાં અનુગાંધીયુગની

પૂર્વપીઠિકા કઈ રીતે રચાઈ? એની મીમાંસા કરવાનો યત્ન કર્યો છે.

‘સોરઠી લોકસંસ્કૃતિનો ધબકાર : રમેશ પારેખ’ લેખમાં રમેશ

પારેખની કવિ તરીકેની લોકપ્રિયતાના રહસ્ય એવા સોરઠી

લોકસંસ્કૃતિના ધબકાર-વારસાને તપાસવાનો યત્ન કર્યો છે. રમેશ પારેખના કવિસગોત્ર કહેવાય એવા અનિલ જોશીનાં ગીતોને પણ તપાસ્યાં છે. તો ‘સામ્પ્રત ગુજરાતી ગઝલની ગતિવિધિઓ’, ‘ગુજરાતી ગઝલકારોમાં ગરવા ગિરનારનાં શૃંગસમાન : મનોજ ખંડેરિયા’,

‘અમૃતઘાયલની ગઝલોમાં બાદશાહી ખુમારી’, ‘આશાસ્પદ કવિયિત્રી

ઃ પ્રજ્ઞાબેન વશી’ જેવા લેખો ઘણાં રોચક બન્યાં છે.

આ ગ્રંથના પ્રકાશન માટે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો તે બદલ અકાદમીનો ઋણી છું. ગ્રંથનું સુંદર અને ઝડપથી કામ કરવા બદલ એમ. એમ. સાહિત્યપ્રકાશનના યાકુબભાઈ નો આભારી છું.

આશા રાખું છું ‘કાવ્યાનુશીલન’ આપને ગમશે.

- અસ્તુ -

૧૫ મી આગષ્ટ’૧૧ ડા. મેરુ વાઢેળ

-ઃ લેખકના અન્ય પુસ્તકો :-

૧. કાવ્યાક્ષરે (૨૦૦૭)

૨. કાવ્યાનુષંગે (૨૦૦૮)

૩. શબ્દાનુષંગે (૨૦૦૯)

૪. ગુજરાતી ખંડકાવ્યો (૨૦૦૯) (સ્વરૂપ, વિકાસ અને આસ્વાદ)

૫. ગુજરાતી ગીત (૨૦૧૦) (સ્વરૂપ, વિકાસ અને આસ્વાદ)

૬. ગુજરાતી ગઝલ (૨૦૧૧) (સ્વરૂપ, વિકાસ અને આસ્વાદ)

૭. કાવ્યાનુશીલન (૨૦૧૧)

હવે પછી,

- ગુજરાતી કવિતામાં રાધાનું નિરૂપણ

- ગામીત લોકસાહિત્ય અને બોલી.

મળવાનો માણસ : મેરુ...

ભાઈશ્રી મેરુને હું ખૂબ નજીકથી ઓળખું છું. મેં મારી કાલેજમાં તેને ભણાવ્યો છે. તેની આંખોમાં ગોલ્ડમેડાલીસ્ટ બનવાનું સપનું મેં જોયું હતું અને મેરુએ એ સાકાર કરી બતાવ્યું. કાલેજકાળમાં કવિતા પાછળ તો સાવ ગાંડો, ગમે ત્યારે ઊભો કરો, ગીત, ગઝલો લયાત્મક રીતે બોલે. જ્યારે મારાં જ વિદ્યાર્થીના સાત-સાત કાવ્યવિવેચનના પુસ્તકો

પ્રકાશિત થતાં હોય ત્યારે ગુરુની છાતી ગજ ગજ ન ફૂલે તો જ આશ્ચર્ય!

‘કાવ્યાનુશીલન’ના પ્રકાશનવેળાએ ખૂૂબ ખૂબ શુભેચ્છા.

ભાઈશ્રી મેરુની વિવેચના વિદ્યાર્થી અને અધ્યાપકલક્ષી જ છે એવું તો ન કહી શકાય પણ તેમણે વિદ્યાર્થીઓને નજર સમક્ષ રાખીને જ વિવેચનના પુસ્તકો લખવાનું શરૂ કર્યું છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. આજે સમય કાઢીને આવું કામ કેટલાં કરે છે? મેરુ પીએચ.ડી. થાય છે છેક ૨૦૧૦માં. તેમનો મહાનિબંધ “ગુજરાતી ગઝલમાં રાધાનું નિરુપણ” ખૂબ જ પ્રશંસા પામ્યો છે, તે પૂર્વે તેમણે ‘કાવ્યાક્ષરે’,

‘કાવ્યાનુષંગે’,‘શબ્દાનુષંગે’, ‘ગુજરાતી ખંડકાવ્યો’,‘ગુજરાતી ગીત’,

‘ગુજરાતી ગઝલ’ - વગેરેનાં સ્વરૂપ, વિકાસ અને આસ્વાદ વિષયક પદ્ધતિસરનું અધ્યયન કરી સરળતાથી વિદ્યાર્થી-અધ્યાપકને વિષય પ્રવેશ કરાવે છે તેમાં તેમની સુઝબુઝના દર્શન થાય છે.

‘કાવ્યાનુશીલન’ મેં ધ્યાનથી જોયું. તેમણે અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ કૃષ્ણલાલ શ્રીધરાણી, પ્રહલાદ પારેખ અને હરિશ્ચંદ્ર ભટ્ટનાં કાવ્યોમાં રહેલું નાવીન્ય જે રીત તેમણે

તપાસ્યું છે તે સાચે જ અભ્યાસપૂત છે. રમેશ પારેખ તો તેમનો

મનગમતો કવિ છે. કાલેજમાં ભણતો ત્યારે રમેશ પારેખનાં પ્રલંબલયનાં ગીતોને અસરકારક રીતે રજૂ કરતો, આજે પણ એ જ જુસ્સો ને ઉત્સાહ એના ચહેરા પર જોવા મળે છે. તેમણે રમેશ પારેખનાં ગીતોમાં સોરઠીજીવનનો ધબકાર કેવી રીતે કવિની લોકપ્રિયતાનું કારણ બન્યો છે? તેને વિદ્વતાપૂર્ણ આલેખ્યું છે. ઉપરાંત, મનોજ ખંડેરિયાની ગઝલો, અમૃત ‘ઘાયલ’ની ગઝલો તેમજ સામ્પ્રત ગઝલો વિશેનો અભ્યાસ પણ વિદ્વતાપૂર્ણ અને પદ્ધતિસર કર્યો છે.

વિશેષ તો, મેરુ એકવાર મળવાનો માણસ છે - માણવાનો

માણસ છે. વ્યારા કાલેજમાં અધ્યાપક તરીકેની સેવા આપતો હોવા છતાં, જ્યારે કોડીનાર આવે છે ત્યારે પોતાની માતૃસંસ્થામાં તેમનું આવવું અનિવાર્ય જ હોય અને પી.જી.ના વિદ્યાર્થીઓને અવશ્ય લાભ

આપે.

ફરીથી ભાઈશ્રી મેરુને - હવે ડા. મેરુને તેમનાં સાતમાં પુસ્તક

‘કાવ્યાનુશીલન’ના પ્રકાશનવેળાએ ખૂબ ખૂબ શુભકામનાઓ આશા છે કાવ્યરસિકો અને વિદ્યાર્થીઓને આ પુસ્તક અવશ્ય ગમશે એ જ અભ્યર્થના.

- મહાશિવરાત્રિ ડા. બી. એ. બારડ પ્રિન્સિપાલ

શ્રી જે. એસ. પરમાર આટ્‌ર્સ એન્ડ

કામર્સ કાલેજ, કોડીનાર

અનુક્રમણિકા

૧. અનુગાંધીયુગની અરુણાઈના સૂર

પ્રગટાવતા ત્રણ કવિઓ

૨. સોરઠી લોકસંસ્કૃતિનો ધબકાર :

રમેશ પારેખનાં ગીતો

૩. ગીત કવિ : અનિલ જોશી

૪. સામ્પ્રત ગુજરાતી ગઝલની ગતિવિધિઓ

૫. ગુજરાતી ગઝલકારોમાં ગરવા ગિરનારનાં

શૃંગ સમાન : મનોજ ખંડેરિયા

૬. અમૃત ઘાયલની ગઝલોમાં

બાદશાહી ખુમારી

૭. આશાસ્પદ કવિયિત્રી : પ્રજ્ઞાબેન વશી

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

ત્રણ કવિઓ”

‘અનુગાંધીયુગ’નું નામ પડતાં જ આપણને રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતનું નામ તરત જ યાદ આવે. ‘અનુગાંધીયુગ’ને આપણે

‘નિરંજન-રાજેન્દ્રયુગ’ તરીકે પણ ઓળખીએ છીએ. અહીં મારે આ

બન્ને કવિઓની વાત કરવી નથી, પણ હા, જે નિમિત્તે આ કવિઓ મળે છે, આ યુગની કવિતા મળે છે - એવા કવિઓની - એમની કવિતાની વાત કરવી છે. એવા ત્રણ કવિઓ છે - કૃષ્ણલાલ શ્રીધરાણી, પ્રહ્‌લાદ પારેખ અને હરિશ્ચંદ્ર ભટ્ટ. આ ત્રિપુટીની કવિતા ‘અનુગાંધીયુગ’ની પૂર્વપીઠિકા રચી આપે છે. આ ત્રણેય કવિઓની કવિતામાં

‘અનુગાંધીયુગ’ની અરુણાઈના સૂર સ્પષ્ટપણે સંભળાય છે. કેટલાક વિદ્વાનો આ કવિઓને અનુગાંધીયુગના ગણવા પ્રેરાયા છે છતાં, એટલું ચોક્કસ કહી શકાય કે, આ કવિઓની મોટાભાગની કવિતા આઝાદી પૂર્વની છે. ગાંધીયુગની છે. આથી તે નિર્વિવાદ ગાંધીયુગના જ ગણાય. આ ત્રણેય કવિઓની કવિતાએ અનુગાંધીયુગના કવિઓને રીતસરનું

ઘેલું લગાડ્યું છે. તેઓએ વિષય પરત્વે અને અભિવ્યક્તિ પરત્વે જે વૈવિધ્ય દાખવ્યું છે, તે અપૂર્વ છે. એટલું જ નહીં પણ, એના જ આધારે અનુગાંધીયુગની પૂર્વપીઠિકા બંધાઈ છે.

એમાં પ્રથમ નામ છે - કૃષ્ણલાલ શ્રીધરાણી જેમણે પોતાની કલ્પનાશીલ કાવ્યપ્રતિભાથી ગુજરાતી કવિતામાં ઘણાં નવ્ય ઉન્મેષો

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

પ્રગટાવ્યાં છે. પોતાના સ્વપ્નસેવી વ્યક્તિત્વથી આ કવિ અનોખી કવિમુદ્રા ઊભી કરે છે. રગેરગમાં પ્રગટતો કવિનો મિજાજ એમનાં અનેક કાવ્યોમાં સ્પંદિત થતો પમાય છે. એમનાં અવાજમાં ગાંધીયુગ કરતા અનુગાંધીયુગની સૂર વિશેષ સંભળાય છે. શ્રીધરાણીની કવિતામાં એક બાજુ ગાંધીપ્રેરિત વિચારધારાની અસર છે તો, બીજી તરફ રવીન્દ્રનાથ ટાગોરનો પ્રભાવ સ્પષ્ટપણે જોઈ શકાય છે. શ્રીધરાણી પાસેથી બે કાવ્યસંગ્રહો મળે છે

‘કોડિયાં’ અને ‘પુનરપિ’. શ્રીધરાણીનો અનુભવપિંડ દક્ષિણામૂર્તિ, ગાંધીવિચારધારાથી જન્મેલું સંવેદન, તેમનો રાષ્ટ્રપ્રેમ અને રવીન્દ્રનાથ પાસેથી મળેલી સૌંદર્યભાવની દીક્ષા - આદિથી ઘડાયો છે. શ્રીધરાણીની કવિતામાં અનુભૂતિની સચ્ચાઈ અત્યંત ઉત્કટ રીતે અભિવ્યક્ત થઈ છે.

શ્રીધરાણીની કવિતામાં તરત ધ્યાન ખેંચે એવી બાબતો અંગે શ્રી ઉમાશંકર જોશી કહે છે -

“એક તો રસોજ્જવલ પદાવલિ (ઙ્ઘૈષ્ઠર્ૈંહ), બલકે કાવ્યદેહની કીટ્‌સની યાદ આપે એવી ઈન્દ્રિયગ્રાહ્યતા (જીીહર્જેેજહીજજ) બીજું, બુલંદ ભાવનામયતા; અને ત્રીજું, જીવનના વાસ્તવની સહજ પકડ. આ તત્ત્વો વડે શ્રીધરાણીનો કાવ્યપિંડ આગવી રીતે જ

ઘડાય છે અને અનોખું સૌન્દર્ય સિદ્ધ કરી શક્યો છે.”

શ્રીધરાણીએ પોતાની કાવ્યકૃતિઓ માટે સૌન્દર્ય અને કલાત્મકતા સિવાય બીજા કોઈ તત્ત્વનો આગ્રહ સેવ્યો નથી. શ્રીધરાણીની કવિતામાં વાણીની કમનીયતા અને ઓજસ્વિતા, સુરેખ ચિત્રાંકનશક્તિ, લયસુખ - આદિ

ભાવનામયતાથી અનુપ્રાણિત થયેલું હોય એમ લાગે છે. ભારતને રવીન્દ્રનાથ ટાગોર મળ્યાં, તેને કારણે આપણને અનેક કવિઓ મળ્યાં. એમાં કૃષ્ણલાલ શ્રીધરાણી ઘણાં મહત્ત્વના કવિ છે. એનું કારણ

શ્રીધરાણીને ‘શાંતિનિકેતન’ નો પ્રત્યક્ષ અનુભવ છે. એમની કવિતામાં રવીન્દ્રનાથની સૌન્દર્યલક્ષી વિચારધારાની વ્યાપક અસર દેખાય છે. એક બાજુ બ.ક.ઠાકોર જેવા કવિ વિચારઘનતાનો દૃઢ આગ્રહ સેવતા હતા. બીજી બાજુ સુન્દરમ્‌ - ઉમાશંકરની કવિતામાં દલિત-પીડિતની

મૂક લાગણી, સ્વાતંત્ર્ય, વિશ્વબંધુત્વ જેવા વિષયોની બોલબાલા વધતી જતી હતી તેવી વેળાએ કૃષ્ણલાલ શ્રીધરાણી, પ્રહલાદ પારેખ અને હરિશ્ચંદ્ર ભટ્ટ જેવા કવિઓ સૌન્દર્યલક્ષી દૃષ્ટિકોણ લઈને કવિતાઓ રચે છે. એમાં કૃષ્ણલાલ શ્રીધરાણીની કવિતાઓ પ્રથમ ધ્યાન ખેંચે છે.

શ્રીધરાણીની કવિતામાં અભિવ્યક્તિની નજાકત છે. એમની કવિતામાં

લય-માધુર્ય છે. શ્રીધરાણીની કવિતામાં ઈન્દ્રિયગ્રાહ્યતા, આંખ આગળ

લીલયા રચતાં અનેક રમ્યચિત્રો રચી ભાવકના સંવિદ્‌ને એનો સનપર્ક અનુભવ કરાવે છે. જોકે, અહીં નોંધવું જરૂરી છે કે, શ્રીધરાણીની કવિતા ગાંધીપ્રેરિત વિચારધારાથી મુક્ત નથી. શ્રીધરાણી કવિતામાં એનો પિંડ આગવી રીતે ઘડાઈને અનોખું સૌન્દર્ય સિદ્ધ કરી શક્યો છે. શ્રીધરાણી કલ્પનાશીલ કવિ છે. એનો કાવ્યમિજાજ અનોખો છે. આ કવિમાં રવીન્દ્રનાથ ટાગોરનો નિસર્ગપ્રેમ એમનાં જીવન-કવન ઊભયમાં દેખાય છે. તો બીજી બાજુ ગાંધીયુગની વાસ્તવલક્ષી જીવનદૃષ્ટિથી પણ એટલા

જ પ્રભાવિત છે જ.

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

શ્રી આનંદશંકર ધ્રુવે ‘કાન્ત’ માટે પ્રયોજેલા શબ્દો યાદ આવે છે! “થોડું પણ અતિ સુંદર”. - એ શ્રીધરાણીને પણ એટલું જ લાગુ પડે છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ “કોડિયાં”-૧૯૩૪માં પ્રગટ થાય છે અને બીજો કાવ્યસંગ્રહ ‘પુનરપિ’ એમનો મરણોત્તર કાવ્યસંગ્રહ ઈ.સ.૧૯૬૧માં પ્રગટ થાય છે. બન્ને કાવ્યસંગ્રહમાં અભિવ્યક્તિની દૃષ્ટિએ ભિન્નતા જોવા મળે છે. રવીન્દ્રનાથ ટાગોર પાસેથી મળેલી સૌંદર્યરાગિતા શ્રીધરાણીની અનેક કાવ્યકૃતિમાં સ્પષ્ટપણે દેખાય છે.

શ્રીધરાણી ઉપર રવીન્દ્રનાથ ટાગોરની અસર કેવી પ્રભાવશાળી છે જુઓઃ

“આજ મારો અપરાધ છે, રાજા! તું નહિ આવે ઘેર; આજ મારો અપરાધ છે, જાણું કાલનો કાળો કેર. આવજે એવું માગવું ના, પર એક હું માગું વેણ; એકદા તારે બારણે આવીશ પાઠવ્યા વિના કે’ણઃ જાગતો ના હામ હોય હૈયામાં! જોઉં તો તારું જોર! ચેતજે રાજા! મનમાળામાં પેસતાં કોઈ ચકોર!”

આત્માને પરમાત્મામાં વિલીન કરી દેવાની કવિની અભીપ્સા સહૃદય

ભાવકને ચોક્કસ સ્પર્શી શકે છે. આ કાવ્ય ‘શાંતિનિકેતન’માં જ લખાય છે. આથી રવીન્દ્રનાથ ટાગોરની અસરમાંથી એ બાકાત રહી જ ન શકે, એ સ્વાભાવિક છે. ઈશ્વર ઘણીવાર ભક્તને કશીય જાણ કર્યા વિના અચાનક આવી જાય છે. ભક્ત તો નિંદ્રાધીન છે પણ કપૂરની સુવાસ જેવી પ્રસરતી મ્હેંકથી એનાં આવ્યાની ઝાંખી થાય છે. શ્રીધરાણીએ અહીં એક વિરહાતુર ભક્તની મનઃસ્થિતિને કુશળતાથી આલેખી છે. ભક્ત-

આત્મા તો ઈશ્વરના-પરમાત્માના વિરહમાં લીન રહે છે. ભક્તને ઈશ્વરની અનુભૂતિ સર્વત્ર થતી રહે છે. અહીં એક ભક્ત ઈશ્વરને જાણે કે આહ્‌વાન આપે છે કે, મારો એ અપરાધ છે કે, તું આવ્યો ત્યારે હું ઊંઘતો હતો, મને જાણ પણ ન કરી, તેમ હું પણ એક દિવસ તારે દ્વારે કોઈપણ સંકેત આપ્યા વગર આવી જઈશ. વિષાદ બાદ અનુભવાતો

ભક્તનો આક્રોશ આ કાવ્યને કલાત્મકકૃતિ બનાવે છે.

કવિને પ્રકૃતિ પ્રત્યે ભારે અનુરાગ છે. ‘ભરતી’-એમનું ઉત્તમ

પ્રકૃતિ સાનેટ છે. કવિને પ્રકૃતિના રોમ્ય અને રૌદ્ર-ઊભયરૂપ સ્પર્શે છે. અહીં કાવ્યમાં સંરચનાને બે સ્તરો (ર્ડ્ઢેહ્વઙ્મી જિંેઙ્મેટ્ઠિ) છે. કવિ હૃદયમાં જે જુવાળ જાગ્યો છે તેને મૃતસ્વરૂપે આલેખવા માટે કવિએ દરિયાની

ભરતીનું પ્રતિરૂપ આપતાં કવિ કહે છેઃ

“સહસ્ત્ર શત ઘોડલા અગમ પ્રાન્તથી નીકળ્યા, અફાટ જલધિ પરે અદમ પાણીપન્થા ચડ્યા; હણે-હણહણેઃ વિતાન, જગ, દિગ્ગજો ધ્રૂજતા, ઊડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા!”

આ પ્રચંડ ભરતી સહસ્ત્ર શત હજારો અશ્વની જેમ અગમપ્રાંતથી નીકળે છે. આ વિશાળ સમુદ્ર પર આ અશ્વો જેવા તાકાતવર છે તેને ‘પાણીપન્થા’ જેવા શબ્દ દ્વારા ધસમસતા કલ્પીને ઈન્દ્રિયગોચરતાનો અહેસાસ કરાવ્યો છે. અહીં ‘હણે-હણહણે’ જેવા શબ્દો શ્રૃતિગોચર બન્યાં છે.

શ્રીધરાણીની નવ્યકવિતાની મોહની અનેરો આનંદ-રોમાન્ચ સર્જે છે. ‘શુક્ર’ કાવ્ય સંઘેડા ઉતાર જેવું બન્યું છે. સંધ્યાની સોનેરી ભાત

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

ઝાંખી થતા રાત્રિનો ઉઘાડ થાય છે. સાથે જ કવિના હૃદયનો ઉઘાડ થતાં જાણે અપૂર્વ ચમત્કાર સર્જાય છે જુઓ -

“રાત્રિનો મોતીશગ થાળ

હીરામોતી ઝાકઝમાળ; સુરસરિતાની રેતી ઘણી, કોણ બધામાં પારસમણિ?

ઝળકે શુક્ર. ઉષા તણી નથડીનું નંગ, સ્નેહ સરીખડો તેનો રંગ

મલકે શુક્ર!”

અહીં સંધ્યાશુક્ર કે પ્રભાતશુક્ર કે પછી બન્ને -કાવ્યાંતે કવિએ પ્રભાતશુક્રની દ્યૃતિને ‘ઉષા તણી નથડીનું નંગ’ કહીને અપૂર્વચિત્રમાં મઢી લીધી છે.

મલક-મલક થતી શુક્રની તેજસ્વિતાને કવિએ અહીં ‘ચળકે શુક્ર’, ‘ઝળકે શુક્ર’, ‘મલકે શુક્ર’- જેવા શબ્દો દ્વારા પ્રગટાવી છે. અહીં કવિની અભિવ્યક્તિની નજાકત અને લયમાધુર્ય કાવ્યને કલાત્મકતા બક્ષે છે.

શ્રીધરાણીની કવિતામાં ઈન્દ્રિયગ્રાહ્યતા એમણે રચેલાં શબ્દચિત્રમાં દૃશ્ય-

શ્રાવ્ય બને છે. શ્રીધરાણીના હાથે આવા ઘણાં નયનરમ્ય ચિત્રો સર્જાયા છે. ‘ઝંઝાવત’ કાવ્યમાં શ્રીધરાણીએ સૃષ્ટિના અનેક રમ્યને સુંદર ચિત્રો આલેખ્યાં છે. શ્રીધરાણી આ ચિત્રો દ્વારા અંતઃશ્રૃતિને સતેજ કરતાં કહે છેઃ “મયૂર નાચે મત્ત હૈયે,

આભ પંખે પાથરી;

કપોત કૂજ કુંજ કુંજે

પાંખમાં પાંખો વણી; આમલીની ડાળ વીંઝે વીંઝણા! “સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો!” સાદ દે મ્હેરામણા!”

અત્યંત કૌશલભર્યાં લયહિલ્લોળથી કવિએ કૃતિને અનોખો નાટ્યાત્મક ઉઠાવ આપ્યો છે. ‘ભાંગો ભોગળ!’ ‘ભાંગો ભોગળ!’ જેવી હાકલમાં થતો નાટ્યાત્મક ઉઘાડ ઘણો આકર્ષક બન્યો છે. અહીં વાયુ મહેરામણના એક કરણ તરીકે આવે છે. ‘સાંકળ સહુ ખખડાવી જાય સમીરણા’ થી આખી સૃષ્ટિ ઉપર એની અસર થાય છે. કવિ હૃદય કહી ઊઠે છે :

“નિસર્ગ નાચ્યો,

શુષ્ક પર્ણ સરી પડ્યાં; પૃથ્વી નાચી,

માટીના થર ઊતર્યા; વ્યોમ નાચ્યું,

હૃદય ડૂમા આંસુડાં થઈ ઓગળ્યાઃ

એક માનવ ના ઊઠ્યો, એને મીઠી આત્મપ્રતારણા! “સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો!” સાદ દે મ્હેરામણા!”

કવિએ અહીં માનવજીવનમાં - વાસ્તવિક જીવનમાં ડોકિયું કરાવ્યું છે. આખી સમષ્ટિ, નિસર્ગ, પૃથ્વી, વ્યોમ - બધા જ નાચે છે પણ એક માણસ

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

માત્ર આ વિશ્વસંગીત સાથે ભળતો નથી. અહીં ‘પાનખરના ઓઢણાં’

અને ‘વન-ચમન ગાય હુલામણાં’ જેવી પંક્તિઓ કે પછી ‘મહેરામણની

ઘોષણાનું પુનરુચ્ચારણાદિમાં શ્રીધરાણીની કવિવિશક્તિ સોળે કળાએ

ખીલી છે.’

તો, શ્રીધરાણીની ‘પાપી’ કાવ્યકૃતિ પણ ઘણી ધ્યાનાર્હ બને છે. અહીં આલેખાયેલો કવિનો ખગોળપ્રેમ કળાગત બન્યો છે. કાકાસાહેબ કાલેલકરના લલિતનિબંધોમાં અનુભવાતી અવકાશયાત્રાનો આનંદ જેવો આનંદ આ કલાકૃતિમાં પમાય છે. કોઈ સરળ વાર્તા કહેવાતી હોય એટલી જ સહજ કથનાત્મક ઢબે અહીં આ કાવ્યનું આલેખન કરી તેને રસપ્રદ બનાવ્યું છે. આ કૃતિની રમતિયાળ અને લહેકતા લયમાં સધાતી અનુભૂતિ

ઘણી હૃદયંગમ બને છે. અહીં શ્રીધરાણીએ ઘરથી-ગામથી માંડીને છેક બ્રહ્માંડ સુધીની વાત કરી છે. અહીં નિહારિકાઓની વાત પણ ઘણી રોચક

લાગે તેવી છે. જુઓ -

“કોટિ કોટિ નિહારિકા ઘૂમે કોટિ પ્રકાશના ગોળઃ કોટિ પ્રકાશના ગોળ;

નવલખ તારલા લોકવાણીના

સૂરજ રાતા ચોળઃ

એવું અંતરીખ તણાયું, અનન્તનું ગેબ ચણાયું.”

કવિ ‘કાન્ત’ના ખંડકાવ્યોમાં અનુભવાતી નાટ્યાત્મકતા શ્રીધરાણીના

અનેક કાવ્યોમાં દૃષ્ટિગત થાય છે.

શ્રીધરાણીના કાવ્યોમાં ઈન્દ્રિયગમ્યતાનો અનુભવ પણ એમની

ઘણી કૃતિઓમાં જોવા મળે છે. ‘પાનખર’ રચનામાં ઈન્દ્રિયાનુભૂતિ હૃદયસ્પર્શી બને છે. કવિએ અહીં ખાલી ખપ્પર લઈને નાચી રહેલા સમીરરાજનું ચિત્ર ઘણું અસરકારક બન્યું છે. જાણે ક્ષણભર શ્વાસ ખાતા વેગીલા વંટોળનૃત્ય કર્ણને સ્પર્શે છે. શ્રીધરાણી એવું ચિત્ર દોરતાં કહે

છેઃ

“ડાળ ડાળ પાંદડાં છૂટી છૂટીને ધરણીની શુષ્કતા ઢાંકી રહ્યાં; વાયુ-વંટોળના વર્તુલ મોઝારે ઊઠી કંકાલ-નાચ નાચી ગયાં.”

અહીં “ડાળ ડાળ પાંદડાં છૂટી છૂટીને” પંક્તિમાં આવતા પુનરાવર્તનોને કારણે જાણે પર્ણો એક પછી એક ખરી રહ્યાં છે એની ઈન્દ્રિયગમ્ય અનુભૂતિ અવશ્ય થાય છે. અહીં મને પૂજારામ રાવળનું ‘શિશિર’ કાવ્ય યાદ આવે છે. શ્રીધરાણીના આ કાવ્યમાં ઔચિત્યપૂર્ણ આલેખન એટલું જ હૃદયસ્પર્શી બને છે.

શ્રીધરાણીની કવિતામાં ભાવના, વાસ્તવ અને રચના-સૌષ્ઠવ-

ત્રણેયના ઉત્તમ નમૂનાઓ જોવા મળે છે. ‘‘ભથવારીનું ગીત’’-માં કવિએ એક મુગ્ધાના મુગ્ધકરભાવોને હૃદયંગમ બનાવ્યા છે. કવિ એક મુગ્ધાના હૈયાના ઉમળકાને આલેખતા કહે છેઃ

“સેંથડે સિંદૂર : પ્રેમનાં આંજણ

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

આંજ્યા આંખે મતવારી; ઢેલડી જેવી હું થન થન નાચું આવને મોરલા રબારી રે...હું...”

વા’લમને છોગલે ગૂંથું ચંબેલડી

પીંછાં ગૂંથું હું સમારી; જોઈ જોઈને એ મુખ રળિયામણું હૈયામાં ઊડતી ફુવારી રે...હું.”

આ નાયિકા સાવ સાહજિકતાથી ગોધણ-ધણીની ભથવારી બની રહેવાનું સ્વીકારે છે. પ્રેમભાવ તો દરેકના હૃદયમાં હોય જ, એની અભિવ્યક્તિ કદાચ જુદી જુદી હોઈ શકે, પણ હૃદયનો ઉમળકો તો એક સરખો જ હોય. આ નાયિકા પિયુને ‘આંબો’ અને પોતાને ‘પ્રેમક્યારી’, પિયુને ‘મોર’ પોતાને ‘ઢેલ’ તરીકે ગણાવે છે. શ્રીધરાણીની આ ભથવારીની કલ્પના ગ્રામપરિવેશને અનુકૂળ અને પ્રતીતિકર બને છે. છતાં, અહીં નોંધવું જોઈએ કે એક ગ્રામીણ મુગ્ધાના મુખે ‘પ્રેમના આંજણ’, ‘સ્નેહની સિતારી’ કે

‘ફૂલડાંની પથારી’ જેવી સંકલ્પના થોડી વધારે લાગે છે. છતાં, પ્રણયની રસળતી ભાવાભિવ્યક્તિ ઘણી જ આનંદજન્ય બને છે.

શ્રીધરાણીનું શક્સપીરિયન સાનેટ “પુરુષ અડતો સ્ત્રીને”માં

પ્રણયની તાજગીમય ભાવાભિવ્યક્તિ હૃદયંગમ બની છે. કવિએ અહીં

પ્રકૃતિના રળિયામણા વાતાવરણને પ્રણયના ઉદ્દીપક તરીકે આલેખ્યું છે. આવા વાતાવરણમાં પ્રણયરસિક હૃદય આનંદમગ્ન બની જાય છે. બીજા ચતુષ્કમાં શ્રીધરાણીએ આ પ્રેમીઓની ક્રીડાઓને થોડું અંતર રાખીને

આલેખી છે. જ્યારે ત્રીજા ચતુષ્કમાં કવિએ આ આહ્‌લાદક વાતાવરણની આ બન્ને પાત્રો ઉપર કેવી અસર પડી છે તેનું કુશળ આલેખન કર્યું છે. અહીં કાવ્યનાટક નાયિકાને અણ-ચિંતવ્યો પ્રશ્ન પૂછે છે. :

“પ્રિયા! પ્રિયતમા! કહે, ક્યમ તું આટલા વર્ષથી હતી વરી ચૂકી છતાંય મુજથી રહી વેગળી?”

ત્યારે નાયિકા પણ માર્મિક ઉત્તર આપતાં કહે છે-

“તમેય...” હું ઉચ્ચરી, “ક્યમ ન વાંસળી સાંભળી?” અને કાવ્યાંતે નાયક-નાયિકા ‘કદી ન અળગાં થશું! જીવશું એકડા અંકમાં’ કહીને આજીવન સાથે રહેવાના સ્વપ્નો સેવે છે.

‘વર્ષામંગલ’ - માં છ જેટલાં વર્ષાગીતો આપ્યાં છે આપણાં

‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીએ રવીન્દ્રનાથ ટાગોરના વર્ષાગીતનો

ભાવાનુવાદ આપ્યો, વાંચીને - સાંભળીને આપણા મનના મોરલાઓ ટહૂકવા લાગે તેવું હૃદયસ્પર્શી ગીત છે. અગાઉ નોંધ્યું તેમ, શ્રીધરાણી પણ મેઘાણીજીની જેમ ‘શાંતિનિકેતન’માં રહ્યા છે. શ્રીધરાણીના આ ગીતમાં અંધારી રાતમાં વાદળીઓ સાથે થતા વીજના ચમકારાનું અદ્‌ભુત આલેખન મનોગમ્ય બને છે. અહીં વર્ષાએ જે અભિસાર આદર્યો તેનું ફાટફાટ થતું સૌન્દર્ય આલેખતાં કવિ કહે છે :-

“ફાટ ફાટ થાતાં સામાં સરોવર, નદીઓનાં નીરમાં ધોધવા દડે;

દિલના દરિયાવની માઝા મુકાણી, કોળ્યાં કદંબ બે હેલે ચડે!

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

આજ અભિસાર શો વર્ષાએ આદર્યો, વાદળે વાદળે પગ આથડે;

અંગઅંગમાંથી ઊઠે અવાજ સો

અંતરના બેટમાં પડઘા પડે.”

શ્રીધરાણીની કવિતામાં કલ્પનની માત્રા વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. તેમના દૃશ્ય, શ્રાવ્ય, સ્પર્શ અને શ્વસનના કલ્પનો જુદી જ જાત (ઁટ્ઠંીંહિ)રચે છે.પ્રાકૃતિક પદાર્થોમાં તારક, સમીર, સમુદ્ર, પુષ્પ, ઝાકળ, કપોતાદિ નવ્યકલ્પનોમાં કવિની કવિત્વશક્તિના નવ્ય ઉન્મેષો જોઈ શકાય છે. ‘પતંગિયું અને ચમેલી’માં જુઓ કવિનો બાળસહજ

કલ્પના-

“પતંગિયુ ને ચંબેલી એક થયાં ને બની પરી.”

અહીં પરી અને પતંગિયુ દૃષ્ટિગોચર અને શ્વસનગોચર બન્યાં છે. આવી કલ્પના માત્ર શિશુસહજ - બાલસહજ ન બની રહેતા અબાલવૃદ્ધ સૌને આકર્ષે છે. શ્રીધરાણી બાહ્યજગતને પામવા માટે સ્પર્શેન્દ્રિયતાને અનુભવ કરાવતાં ‘પાંચીકડાં’માં બાલસહજ એવી તરંગમિશ્રિત કલ્પના સાદી- સીધી બાનીમાં લયાન્વિત કરતાં કહે છે -

“તારા સપ્તર્ષિના સાત પાંચીકડાની કેવી જાત? હમણાં લાવું, ગમશે બ્હેન?

મૂકીશ ને તું તારું વ્હેન?”

મેઘધનુની સાડી પહેરીને ફરવાની કવિની બાલસહજ કલ્પનામાં અનેરો રોમાન્ચ સર્જાય છે. “હું જો પંખી હોત”- કાવ્યમાં પણ કવિની બાલસહજ કલ્પના મનોગમ્ય બની છે. અહીં વિસ્તરવાની અને વિહરવાની બાલસહજ અભીપ્સા સીધી-સાદીબાનીમાં આલેખાઈ છે. જુઓ :

“પ્રભુ પાથર્યા લીલમડા શા

ખેતર-વાઢ મહીં વિચરું ટહુકું મીઠું અનંત વ્યોમે, પૃથિવીમાં હું આશ ભરું.

નૂતન જ્યાં ત્યાં ભરતું જોત!

આશા! હું જો પંખી હોત!”

લીલાછમ્મ ખેતરમાં ફરતા ફરતા અનંત વ્યોમે મીઠું ટહૂકવાની બાળસહજ ને તરંગમિશ્રિત કલ્પના વારંવાર મમરાવી ગમે તેવી છે. જુઓ બીજી એક બાલસહજ કલ્પના :

“બાલસૂર્ય શા લાલ ગુલાબે વાયુ ઘૂલી ભરતો તોય; ધોવા કાજે કોણ પધારે? જો ઝાકળ ના પડતી હોય! તો હું તે અશ્રુએ ધોત!

આશા! હું જો પંખી હોત!”

શ્રીધરાણી સૌન્દર્યલક્ષી કવિ છે. એમની પાસે ભાષાની સરળતા અને અભિવ્યક્તિની નજાકત છે. તો લયમાધુુર્ય પણ

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

ગાંભીર્ય છે તો બાલસહજ કલ્પના પણ છે. ‘કૂકડાનું ગીત’ ઘણું લોકપ્રિય બનેલું ગીત છે. કવિ કલ્પના જુઓ કેવી સહજ છે ને છતાં એમાં રહેલો કવિત્વનો ચમત્કાર ભાવકને મંત્રમુગ્ધ બનાવી મૂકે છે.

“અમે તો સૂરજના છડીદાર, અમે તો પ્રભાતના પોકાર... ધ્રુવ,

સૂરજ આવશે સાત ઘોડલે

અરુણરથ વ્હાનાર!

આગે ચાલું બંકી બાંકો

પ્રકાશ-ગીત ગાનાર! અમે.”

સહજ કલ્પનાસૃષ્ટિને ચિત્રસમેત તાદૃશ કરી આપતી આ કૃતિ ઘણી

લોકભોગ્ય બની છે. પ્રભાતના પહોરને જાણે સજીવન કરી દે છે. ‘કૂકડો’

શબ્દ સાંભળતાં જ ‘સૂરજના છડીદાર’ની કલ્પના સાકાર થાય છે.

શ્રીધરાણીના આવા બાલસહજ કલ્પનાને આનંદ આપે તેવાં કાવ્યો એમની કવિપ્રતિભાનો એક ઉન્મેષ છે.

આગળ નોંધ્યું તેમ, શ્રીધરાણીની કવિતામાં કાન્તનાં ખંડકાવ્યોમાં જોવા મળતી નાટ્યાત્મકતાના અંશો જોવા મળે છે. ‘સર્જક શ્રેષ્ઠ આંગળાં’ એમનું ઉત્તમ ઉદાહરણ છે. ઉમાશંકર જોશીના ‘કલાનો શહીદ’ યાદ અપાવે તેવું કાવ્ય છે. ‘સર્જક શ્રેષ્ઠ આંગળાં’ માં કવિએ એક સાચા કલાકારની ખુમારીને આબાદ આલેખી છે. જુઓ કાવ્યની નાટ્યાત્મક

શરૂઆત -

“બેટા! અહીં એ છરી કાં ન આણે?

વદી ફરી વૃદ્ધ નમી ઊભો થયો; પડી મૂકી શાળ અપૂર્ણ વાણે, ધરી ભીનાં નેન નીચાં, શમી ગયો.”

વણાટના એક વૃદ્ધ કલાકારને - હસ્ત કલાકારને છરીની શી જરૂર પડી? એ વિચાર સાથે શરૂ થતો કાવ્યનો ઉપાડ ભાવકને સતેજ બનાવે છે. વિચારશીલ બનાવી મૂકે છે. કવિએ તરત જ વૃદ્ધની પ્રક્રિયાનું વર્ણન કર્યું છે. તાણા-વાણા જોડતો એ અધવચ્ચે જ શાળ પડતી મૂકીને ઊભો થઈ જાય છે. જે આંગળીએ સુંદર વસ્ત્રો બનાવ્યા ઘણાંના શરીરને ટાઢ-તાપથી રક્ષણ આપ્યું. ઘણી સુંદરીઓના સૌન્દર્યને વધાર્યું પણ, આજના યંત્રયુગમાં આ કલાકાર નિરાધાર-ગુલામ બની ગયો છે. આવા વિષાદથી

ભાવનાશીલ આ વૃદ્ધ કલાકાર પોતાના આંગળાં પર છરીના ઘા મૂકે છે.

શ્રીધરાણી અહીં સૌન્દર્યગત (છીજંરીૈંષ્ઠ) અંતર રાખીને કહે છે -

“રહી ગયા હસ્ત વહંત પાંગળા! નીચે પડ્યાં સર્જક શ્રેષ્ઠ આંગળાં!”

ઉપજાતિ છંદમાં રચાયેલી આ કૃતિમાં શ્રીધરાણીની કવિત્વશક્તિનો સુપેરે પરિચય મળે છે. વકતવ્ય અને અભિવ્યક્તિ ઊભય દૃષ્ટિએ આ કૃતિ સર્વાંગસુંદર રચના બની છે.

કૃષ્ણલાલ શ્રીધરાણી ગાંધીયુગના કવિ છે, ભલે એમની ઘણી કૃતિઓમાં અનુગાંધીયુગની અરુણાઈના સૂર સંભળાતા હોય તોય. હા, એમની કવિતામાં રવીન્દ્રનાથ ટાગોરના માનવતાવાદ સૌન્દર્યવાદની

પ્રબળ અસર ઝિલાય હોય છતાં, એમની ઘણી કવિતામાં ગાંધીપ્રેરિત

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

વિચારભાવના પ્રગટ થઈ છે. તેમની ‘મંદિર’ રચનામાં કવિએ અત્યંજોદ્ધારની ગાંધીપ્રેરિત વિભાવનાને કુશળતાથી આલેખી છે. અહીં કાવ્યમાં આવતી નાટ્યત્મકતા અને ચિત્રાત્મકતા પણ ઘણી ધ્યાનાર્હ બની

છે જુઓ -

“આંખડી બે એની - કોડિયાં જેવી, શીંગડી દીપક-વાટ;

કામદુધાની બેટડી રેણુ, સંતનો ઉર ઉચાટઃ ટણણણ ઘંટડી બોલે, દિશાનાં બારણાં ખોલે!”

જોકે, આટલી સુંદર શરૂઆત પછી ધીમે ધીમે આગળ વધતા આ કૃતિ નબળી પડતી જાય છે. અહીં કવિએ ગાંધીપ્રેરિત વિચારધારાને વધુ મહત્ત્વ આપ્યું છે. અહીં શ્રીધરાણી એક કવિ નહીં પણ સત્યાગ્રહી તરીકે દૃશ્યમાન

થાય છે.

‘પૂજારી’ કાવ્યમાં ગાંધીજી અને રવીન્દ્રનાથ બન્નેની વિચારધારાનો સમન્વય રચાયો છે. અહીં લયની અને અભિવ્યક્તિની સબળતા આ રચનાને સુંદર બનાવે છે. અહીં નાટ્યાત્મક એકોક્તિ સ્વયમ્‌ ઈશ્વરની છે. ધાર્મિક ક્રિયાકાંડોમાં પ્રવેશી ગયેલાં ઠાલાપણા-બોદાપણા સામે જે અવાજ ઉઠાવ્યો છે. કવિ પૂજારીની લાલચા તથા ભાવવિહોણીક્રિયા

પર પ્રહાર કરતા કહે છે :-

“ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય;

ફૂલમાળા દૂર રાખી પૂજારી, અંગ મારું અભડાયઃ

ન નૈવેદ્ય તારું આ!

પૂજારી પાછો જા!”

ઈશ્વર તો પ્રેમનું પ્રતીક છે. એને કોઈપણ પ્રકારના બંધનો ગમે ખરાં? ઈશ્વર શું માત્ર ચાર દિવાલોની વચ્ચે જ કેદ હોઈ શકે? અહીં આ ઘંટનાદ કે નૈવેદ્યના તિરસ્કાર પાછળ ગાંધીપ્રેરિત કર્મયોગની ઉદાત્તભાવના પ્રગટ થાય છે. અહીં પૂજારીની ભગવાન પ્રત્યેની સાચી ભાવના નથી પણ ખરો પૂજારી તો કવિ કહે છે તેમ છે :

“ખેડૂતને અંગ માટી ભરાતી અર્ધ્ય ભર્યો નખમાં;

ધૂપ ધર્યો પરસેવો ઉતારી

ઘંટ બજે ઘણમાં : પૂજારી સાચો આ! પૂજારી પાછો જા!”

આવો વિચાર તો ગાંધીજીની વિચારધારાના કારણે જ પ્રગટી હોય એ

સ્વાભાવિક છે.

‘દેવ’ કાવ્યમાં પણ ગાંધીપ્રેરિત વિભાવનાની સીધી અસર ઝિલાઈ છે. અહીં શ્રીધરાણીએ સાદા વિરોધના બે ચિત્રો આલેખ્યાં છે. આ કાવ્યમાં

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

‘હું’ અને ‘એ’ બે પાત્રો મંદિરે જાય છે. ‘એ’ મંદિરમાં જઈ દેવદર્શનનો લ્હાવો લઈ ધન્યતાનો અનુભવ કરે છે જ્યારે ‘હું’ મંદિરના દ્વાર પાસે કકળતી નાડીનો સાદ સાંભળે છે. જુઓ ‘એ’ દેવદર્શનને કારણે ધન્યતાની

લાગણી અનુભવે છે તે,

“ઘંટ વાગે ને શંખ ફૂંકાયે

ફોરતા ધૂપસુવાસ! ધન-સોનાના ઢગલા થાતા

દેવનાં પગલાં પાસ!

પ્રભુનો પ્રેમ વધાવા આવે સૌ ધન ધરાવા!”

હવે જુઓ ‘હું’ ને થતી સંતોષની લાગણી :-

“હળવે મેં શણગાર ઉતાર્યા,

આપી દીધા અલંકાર;

લૂગડાં દીધાં સર્વ ઉતારી,

લાજ ન ઢાંકી લગારઃ

મેં તો મારા દેવ વધાવ્યા!

આંસુડાં હર્ષનાં આવ્યાં!”

‘હું’ મંદિરના ઓટલે-દ્વારે ઊભેલા બુભુક્ષિતો પ્રત્યે હમદર્દી થતાં પોતે જે દેવને અર્પવા લાવ્યા હતાં તે આ લોકોને આપી દે છે. દીન-દલિત પ્રત્યેની ગાંધીપ્રેરિત આદરભાવના સુંદર રીતે આલેખાઈ છે.

ગાંધીજીને કેન્દ્રમાં રાખી વ્યક્તિવિષયક પણ કેટલીક કૃતિઓ

શ્રીધરાણીએ આપી છે. ‘ગાંધીજીને’ તો માત્ર સોળ વરસની વયે જ અત્યંત વેધક પંક્તિઓ આલેખતાં કહે છે :-

“દાહભરી આંખો માતાની,

તેનું તું આંસુ ટપક્યું, બળી રહ્યું અંતરમાં કિન્તુ સૌ પાસે મીઠું મલક્યું.”

આવા મા ભારતના પનોતા પુત્ર ગાંધીજીએ વિશ્વભરમાં પ્રેમ અને શાંતિ, સત્ય અને અહિસાનો જે સંદેશો રેલાવ્યો, આવા પનોતા પુત્રને પામી

ભારતમાતા ધન્ય ધન્ય બની ગઈ છે. કવિ મહાત્માને વંદન કરતા કહે

છેઃ

“વંદન ઓ કુદરત સંદેશ! ધન્ય થયો તું ભારતદેશ!”

ઈ.સ. ૧૯૩૨માં બ્રિટિશ સરકારે દલિતવર્ગને અલગ

મતાધિકાર માટે અલગ મંડળની રચના કરી, ભારતીય પ્રજામાં - હિન્દુધર્મમાં ભાગલા પડાવવાની જે રીતિ અખત્યાર કરી હતી તેની સામે ગાંધીજીએ મરણાંત ઉપવાસ શરૂ કર્યા ત્યારે આખો દેશ ધ્રૂજી ઊઠ્યો હતો. કવિ ગાંધીજીની સ્થિતિને આલેખતા ‘પળે પાછો’ નામની રચના કરે છે. બે હજાર વર્ષ પહેલા ઈશુને અજ્ઞાની લોકોએ વધસ્થંભ પર જડી દીધાં આવી સ્થિતિ આજે ફરી નિર્માણ થઈ રહી છે એવી દહેશત કવિ વ્યક્ત કરતાં કહે છે -

“પળ્યો આ કોણ પાછો જ્યાં, પળ્યા’તા એક દિ’ઈસા?

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

ભૂંસાયેલા પદે ચાલી, ભરે બ્રહ્માંડની દિશા!”

ઈશુ અને ગાંધીજીની બન્નેની સ્થિતિ ઘણો ફરક છે. ઈશુને લોકોએ વધસ્તંભ પર જડી દીધા હતાં જ્યારે ગાંધીજી તો સ્વેચ્છાએ ‘દેહ કેરા વિલીન’માં જઈ રહ્યા છે. ઈશુને ખીલાથી જડી દેતા તેઓ ક્ષણ-બે-ક્ષણમાં

મૃત્યુ પામ્યાં હશે, જ્યારે અહીં ‘ગાંધીને તો ટીપે ટીપે, અંગ દેવું બધું ગણી’. ગાંધીજીની સ્થિતિને હૂબહૂ આલેખી છે.

‘મોહન પગલા’માં ચૌદ જેટલા ખંડમાં ગાંધીજીના જીવનને,

ભાવનાને, કાર્યને કુશળતાથી આલેખ્યું છે. અહીં રાષ્ટ્રપ્રીતિના

ભાવસ્પંદનો પણ સુપેરે આલેખાયા છે. શરૂઆતના ખંડમાં કવિએ રાષ્ટ્રીયલડતને નેતૃત્વ પૂરું પાડ્યું તેની વાત છે. આનો સમયગાળો ઈ.સ.

૧૯૩૦ની આસપાસનો છે. ત્રીજા ખંડમાં અજ્ઞાન અને ગુલામીથી ઘેરાયેલા

ભારતની પૂર્વભૂમિકાનો વાસ્તવિક ચિતાર અહીં આલેખાયો છે. સીધા- સાદા, લીમડાવાળા ફળિયામાં સુકલડી જેવો પુરૂષ ધીરેધીરે સળવળે છે તેનું ચિત્ર કવિએ અહીં કુુશળતાથી કંડાર્યુ છે. શ્રીધરાણીની ભાવ સંવેદનની

પ્રભાવક્તા તેમજ એમાં અનુભવાતી ચિત્રાત્મકતા ઘણી ધ્યાનાર્હ બની

છે જુઓ કવિની ભાવાભિવ્યક્તિ -

“ઊંચા ઊંચા ગિરિશિખરથી વાય ઊના નિસાસા, કોટિ કોટિ જીવન સરજ્યાં, વાંઝણી તોય માતા! જાગી ઊઠ્યો ઝબકઃ નમણાં નેનમાં દુઃખ થીજ્યાં,

ચારે બાજુ નજર કરતો, એકલો, ગાલ ભીંજ્યા.”

ભાવવિકાસ અને અભિવ્યક્તિની બાબતમાં કવિને ઘણી સફળતા મળી છે. ‘કોડિયાં’ના વ્યક્તિવિશેષ કાવ્યોમાં સ્તુતિ અને અર્ધ્યનોભાવ કેન્દ્રસ્થાન છે. કવિહૃદયની ઋજુતા અને આત્મીયતા આવા કાવ્યોમાં સહજ રીતે ઉદ્‌ગાર પામી છે.

‘મુક્તિગાન’ રચના એક ઉદ્‌બોધકનાત્મક કૃતિ છે. આ કાવ્યમાં કવિએ પ્રજાજનો તેમજ ગુલામો અને દીનદલિત પીડિતોને ઉદ્‌બોધન કર્યું છે. ‘આવો ગુલામો’ અહીં રાષ્ટ્રીય એકતાનું પણ ગૌરવ આલેખાયું છે. ગાંધીયુગના ઘણા કવિઓ ઉપર માર્કસવાદની અસર દેખાય છે. અહીં દલિતવર્ગ પ્રત્યેની સહાનુભૂતિ તેમજ તેમને જાગૃત્ત કરવાની બુલંદ હાંક પણ અહીં સંભળાય છે. તો “સપૂત” જેવી રચનામાં મધ્યકાલીન યુયુત્સાનું પોતાના સ્નેહીજનોને જિંદગીના છેલ્લાં જુહાર કરીને ખાપણ માથે બાંધીને નીકળી પડે છે એમ આઝાદી ઝંખતા લડવૈયાઓ પણ નીકળી પડે છે. કવિ અંગ્રેજોને ‘જાલીમો’ કહે છે જુઓ :

“જીવશે ન જીવવા દઈ સપૂત જાલીમો!

મારશેય, મુક્તિમ્હેલ તો ચણાય રાખનો!”

શ્રીધરાણી ઈ.સ. ૧૯૩૪માં પરદેશ ચાલ્યા જાય છે. ત્યારબાદ છેક ચૌદ વરસ પછી ભારત પાછા ફરે છે. આ પરદેશ નિવાસ દરમ્યાન કવિને અંગ્રેજી ભાષા અને સાહિત્યનો પરિચય થાય છે. પરદેશથી આવ્યા પછીથી એમની કવિતાની સંવેદના થોડી બદલાય ગઈ છે. ‘આઠમું દિલ્હી’ એક સુંદર રચના છે. એને આપણે ચાર ભાગમાં વહેંચી શકીએ, પ્રથમ ખંડમાં કવિએ દિલ્હીની ભવ્યતા આલેખી છે. બીજા ખંડમાં દિલ્હીનો ઈતિહાસ

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

ત્રીજા ખંડમાં દિલ્હીનું મહત્ત્વ અને ચોથા ખંડમાં વર્તમાન દિલ્હીની

પરિસ્થિતિનું હૂબહૂ ચિત્રણ કર્યું છે. ‘થર પર થર ખડકાયા’ થી કવિએ

‘ગઈકાલ તણી ધૂળ ઊઠે’ કહીને ભારતના ભાવિની ઉજ્જવળતા પ્રતિ અંગૂલિનિર્દેશ કર્યો છે. ત્રીજા ખંડમાં દિલ્હીનું મહત્ત્વ આંકતા કવિ કહે

છેઃ

“ગંગાએ કાશીને આપ્યું એક અનુપ મહત્ત્વ. દિલ્હીએ જમનામાં વેર્યાં ગંગાનાં સૌ તત્ત્વ. જાત્રાનું સ્થળ સર્વશ્રેષ્ઠ આ, આવે વીર ચતુર. વેપારીનાં આવે ઘોડા-પૂર;

અને કાશ્મીરી નૂર;

મીર દેશના દૂર”

ત્રણ ખંડો પછી કવિએ ચોથા ખંડમાં પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે. જુઓ કવિનો આજની દિલ્હી પ્રત્યેનો અણગમો -

“ભવિષ્યની કોદાળી જ્યારે નમશે

નવી પેઢીઓ હટશે કે અવગણશે જો ત્યાં સુધીમાં વિશ્વ નહિ શૂનકાર- એક ચરુના નકી થશે ટંકાર. રૂપિયા, પૈસા નયા નીકળશે;

ભાતભાતની મ્હોરો મળશે; નહિ જડશે તાજની છાપ. જડશે ચંદ્રક એક અનેક

નહિ જડશે શુદ્ધ વિવેક!”

આઝાદી પૂર્વેની આપણી સ્વાતંત્ર્યની કલ્પના કડડભૂસ તૂટી જાય છે.

‘આઠમું દિલ્હી’ માં વિવિધ પરિમાણે કવિની સર્જકતાનો પરિચય મળે

છે.

ગુજરાતી કવિતામાં કૃષ્ણલાલ શ્રીધરાણી જે અનેક નવ્ય ઉન્મેષો

પ્રગટાવ્યા છે તેનાથી ગુજરાતી કવિતા એમને કાયમ માટે યાદ કરતી રહેશે. ગુજરાતી કવિતામાં સૌન્દર્યરાગિતા અને ઈન્દ્રિયગમ્યાનું આવું આલેખન શ્રીધરાણી પૂર્વે ભાગ્યે જ થયું છે. આથી એમ ચોક્કસ કહી શકાય કે, અનુગાંધીયુગની પૂર્વપીઠિકા આ કવિની કવિતાઓ દ્વારા પણ

રચાઈ છે.

પ્રહ્‌લાદ પારેખ

બીજા મહત્ત્વના કવિ છે - પ્રહ્‌લાદ પારેખ ઈ.સ. ૧૯૪૦માં

પ્રહલાદ પારેખ ‘બારી બહાર’ કાવ્યસંગ્રહ લઈને આવે છે ને જાણે ગુજરાતી કવિતાની આબોહવા જ બદલાય જાય છે. પ્રહ્‌લાદ પારેખના

‘બારી બહાર’માં રચના સૌષ્ઠવ, છંદ, લય, સૌન્દર્યલક્ષીતા, ઈન્દ્રિયગ્રાહ્યતા તેમજ અનુભૂતિ અને અભિવ્યક્તિ-આદિમાં ઘણું નાવીન્ય કળાય છે. પ્રહ્‌લાદ પારેખ મુખ્યત્વે પ્રકૃતિ અને ઊર્મિનો કવિ છે. શ્રી પારેખની કવિતામાં ક્યાં નવા ઉન્મેષો પ્રગટ્યાં છે? તે જોતાં પહેલાં ફરી ગાંધીયુગની કવિતાને સંક્ષેપમાં જોવી જરૂરી છે. ગાંધીયુગની કવિતામાં બુલંદ સામાજિક સંપ્રજ્ઞતા, દીન-દલિત પ્રત્યેની કરુણા, દેશદાઝ, અસમાનતા કે પછી ક્ષૂદ્રવસ્તુ જોઈને આ યુગનો કવિ ચિંતનના ચાકડે

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

ચડી જાય છે. જ્યારે પ્રહ્‌લાદ પારેખ આ તમામ બાબતોને પૂર્ણતઃ સ્વીકારવાને બદલે પ્રકૃતિના નરવા સૌન્દર્યના રૂપને બાલસહજ માણે છે. આ કવિ પોતાની કવિતામાં વિશેષતઃ આંતરચેતનાના ચંક્રમણોનો આબેહૂબ ચિતાર આપે છે. એમની કવિતામાં સૌન્દર્યને પામવાની પ્રબળ ઝંખના અને ધખના છે.

આ સંગ્રહ નામધારી બીજું જ કાવ્ય ‘બારી બહાર’માં વર્ષોથી બંધ પડેલી બારીને ઊઘાડતા કહે છેઃ

“ વર્ષોની બંધ બારીને આજ જ્યારે ઉઘાડતો.

‘આવ’, ‘આવ’,- દિશાઓથી સૂર એ કર્ણ આવતો.”

વર્ષોથી બંધ રહેલી હૃદયરૂપી બારી ઊઘડતા કવિને દિશાએ દિશાઓથી

‘આવ’, ‘આવ’, નો નાદ સંભળાય છે ને પેલા અપરિહાર્ય સાદ સાથે ગતિ કરવા લાગે એવું ઈન્દ્રિયગમ્ય ચિત્ર ભાવકને અપૂર્વ સૌન્દર્યપાન કેફ ચડાવે છે. અહીં મનની બારી ખૂલતા કવિચિત્તમાં ચેતોવિસ્તાર થાય છે. બારી ખૂલતા મનની ક્ષિતિજો વિસ્તરવા લાગે છે અને એનો નશો કવિના અંગાંગે વ્યાપી જાય છે. કવિનો આ અનુભવ બે-શક વિલક્ષણ છે. કાન્તના ‘સાગર અને શશિ’ કાવ્યમાં અનુભવાયેલો આનંદોલ્લાસ અહીં ‘બારી બહાર’ માં પણ અનુભવાય છે. પ્રહ્‌લાદ પારેખનું આ સંવેદન

માત્ર લખવા ખાતરનું નથી, પણ એમાં તીવ્ર સંવેદનાના ભાવને ઘૂંટી

ઘૂંટીને સૌન્દર્યાનુભૂતિનો અહેસાસ કરાવ્યો છે. ‘બારી બહાર’માં આલેખાયેલું અંતરંગને સ્પર્શતુ પ્રકૃતિદર્શન ભાવકને અનુભૂતિના ઊંડાણ સુધી ખેંચી જાય છે. પ્રહ્‌લાદ પારેખનું તો જાણે એક જ લક્ષ્ય છે તે છે -

સૌન્દર્યાભૂતિને પામવી. ચો દિશાએથી આવતો સૌન્દર્યનો છાક જાણે કે,

‘અહાલ્લેક’ જગાવે છે, તેનું પાન કરતા કવિ ગાય છે,ઃ

“સુધાભરી તારક-પ્યાલીઓને આકાશથાળે લઈ રાત આવે; પંખી, વનો, નિર્ઝર, માનવીને પાઈ દઈ એ સઘળું ભુલાવે

મેં યે પીધી રજનિકરથી લેઈને એક પ્યાલી; અંગાંગે એ મદ ચડી જતો, આંખડી બંધ થાતી. તો યે સૌનો, ઉર મહીં સુણું, ‘આવ’નો એક સાદઃ ના બારી, ના ઘર મહી રહું, જાઉં એ સર્વ સાથ ”

આખા કાવ્યમાં પ્રકૃતિના વિધ્‌ વિધ્‌ ચિત્રાંકનો ઘણાં ધ્યાનાર્હ બને છે. અહીં કવિનો પ્રકૃતિપ્રેમ દૃશ્યનિર્માણશક્તિનો સુપેરે પરિચય મળે છે. કાન્તની યાદ અપાવે તેવા લાંબા કાવ્યોમાં ભાવ પ્રમાણેના છંદપલટા

પ્રહ્‌લાદે યોજ્યા છે. પ્રહ્‌લાદ પારેખની કવિ તરીકે વિશેષતા એ પણ

ખરી કે, જેટલા સિફતપૂર્વક છંદ યોજી શકે છે એટલા જ લયપલટા પણ. કવિ બારીએ ઊભા આકાશેથી ઊતરતું કિરણ, ઊઘડતા પુષ્પોની સુવાસ, પંખીઓનું ગાન, વહેતા ઝરણાનો નાદ, ભ્રમણ કરતી વાદળીઓ, ગિરિવર, જલધિદલ, વીજ, મેઘ અને ધનુ, કુસુમગાન - આ સૌ તત્ત્વો કવિચિત્તને લૂભે છે. અહીં કવિ પ્રકૃતિના અનવદ્યરૂપને તથા એની સૌન્દર્યઆભાને આ કંઠ માણે છે, હૈયામાં થતો હર્ષોલ્લાસ કવિતાની આ

પંક્તિઓમાં જુઓ

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

“પાસેથી કો ઝરણ વહતું; વાત એ જાય કે’તુઃ કેવું આભે ભ્રમણ કરતી વાદળી માંહી રે’તું; કેવું છૂપ્યું ગિરિવર તણા ગહેરે થૈ અશબ્દ છૂટ્યું કેવું જલધિજલનો સાંભળી ‘આવ’ શબ્દ.

. . . . . . . . . . . . . . . ઊંચે જોયું, - ગગનપટમાં વાદળી એક જાતી; સમ્રાજ્ઞી શી મૃદુલ ડગલે માર્ગ એ કાપતી’તીઃ વાતો કે’તી ઘડીક વીજની, મેઘ કેરા ધનુની, યાત્રા કેરી વિજન વનની, પર્વતોની, રણોની”

અહીં તાજગીભર કલ્પના પ્રકૃતિના આ સુંદરચિત્રોને સજીવતા અને ગતિ અર્પે છે. ગાંધીયુગની કવિતામાં પ્રકૃતિ અવશ્ય છે. પણ, પ્રહ્‌લાદ પારેખની

પ્રકૃતિકવિતામાં અનુભવાતો સૌન્દર્યનો છાક, એનો ઈન્દ્રિયગમ્ય સ્પર્શ

ગાંધીયુગની પ્રકૃતિ કવિતામાં ભાગ્યે જ અનુભવાય છે. પ્રહ્‌લાદ પારેખને થતો સૌન્દર્યનો અનુભવ કોઈ એક દિશાનો નથી, આ કવિ તો ચો- દિશાએથી સૌન્દર્ય આવકારે છે. જે ગાંધીયુગની પ્રકૃતિ કરતા નૂતન પરિમાણ રચે છે.

તો એક શૅક્સપીરિયનશૈલીમાં લખાયેલુું ‘સૂર્યોદય’ સાનેટ પણ

ઘણું ધ્યાનાર્હ બન્યું છે. કવિએ અહીં સૂર્યોદયની એના દૃશ્યની હૃદયંગમ કલ્પના કરી છે. પ્રભાતના પ્રથમ કિરણનું ઉદય થતા ક્ષિતિજ પર કોઈ અજબની તાજગી-ચેતના જાગી ઊઠે છે. કવિ કલ્પનાને મૂર્તરૂપ બક્ષતા

કહે છે.-

“અપાર જલ સિંધુનાં નિકટમાં હતાં વિસ્તર્યાં

અને તિમિર રાતનાં ગગનથી હતાં ઓસર્યાંઃ

પ્રતીક શુચિતા તણાં- અહીં તહીં ઝગે તારલા; સૂતેલ ટૂંટિયુ વળી, ક્ષિતિજ ઉપરે વાદળાં.”

પ્રહ્‌લાદ પારેખની કવિતામાં આવતી સૌન્દર્ય લહેરી ભાવકના સંવિદ્‌ને પણ સ્પર્શે છે. આ કવિની વિશેષતા એ છે કે, તેઓ ઠેર ઠેર સુરેખ રમતાં ચિત્રો મૂકીને સૌન્દર્યાનુભૂતિને સાદૃશ્ય બનાવે છે. કવિ અહીં તારાઓને શુચિતાનાં - શુદ્ધતાનાં પ્રતીક તરીકે ઓળખાવતા ‘પ્રતીક શુચિતા તણાં - અહીં તહીં ઝગે તારલા’ કહીને અનોખું કવિકર્મ પ્રગટાવે છે. પ્રહ્‌લાદ પારેખે અહીં સૂર્યોદય નિમિત્તે આલેખેલા કેટલાક દૃશ્યો કેવા સજીવ લાગે છે જુઓ -

“તહીં ક્ષિતિજ ઉપરે અજબ ચેતના જાગતી, અને વિવિધ રંગને પળપળે નભે છાંટતી; સુવર્ણ તણી લીટીઓ સકળ વ્યોમમાં આંકતી, જણાય નભ સાગરે ભરતી તેજની આવતી.”

સિંધુના મિલનની રેતી પર પડેલી સ્મરણભાત ભુંસાય નહીં તેવું વિચારી

‘વહે પવન મંદ વેગે અતિ’ આકાશમાં પાંગરતી રંગાવલી અને તેજ કિરણોનું વર્ણન પણ ઘણું હૃદયસ્પર્શી બન્યું છે. કાવ્યાન્તે કવિ કહે છે, - “ઊગે, પ્રભવસ્થાન એ સકલ ચેતનાનો, રવિ :

અપાર જલની સહુ હસી રહે તરંગાવલિ!”

જગતના પાલક એવા સૂર્યદેવનો કવિએ અહીં મહિમા આંક્યો છે. કાવ્યમાં

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

પ્રયોજાયેલ સજીવારોપણ કાવ્યભાવને વધુ કલાત્મકતા બક્ષે છે. પ્રહ્‌લાદ પારેખની કવિસુઝનું પરિચાયક આ સાનેટ સૂર્યોદયની મનોરમ કલ્પના દ્વારા જે સજીવતાનો સંસ્પર્શ કરાવે છે તે અનન્ય છે.

પ્રહ્‌લાદ પારેખનું ‘અવધૂત’ જેવું કાવ્ય પણ ઘણું હૃદયસ્પર્શી બન્યું છે. આ કવિ પાસે અગાવ નોંધ્યું તેમ પ્રકૃતિચિત્રોનું નિર્માણ કરવાની અજબની શક્તિ છે. ‘બારી બહાર’ કાવ્યસંગ્રહમાં અનેક પંક્તિઓ ઠેર ઠેર નયનરમ્ય ચિત્રો સર્જાયા છે. આ કાવ્યમાં ન્હાનાલાલની યાદ તાજી થાય તેવી વિરાટ અવધૂતની કલ્પના કરી છે. મહાકાળરૂપી આ અનાસક્ત અવધૂતના અનંત ઊડતા ઉપરણો છે - સ્વયમ્‌ માતરિશ્વા, ને શંખ છે

મેઘ. જુઓ કવિ કલ્પના -

“અસીમ અવકાશ માંહી નીરખું મહાકાળને, વિરાટ અવધૂતને, પરમએ અનાસક્તને; અનંત મહીં ઊડતો ઉપરણો રહે વાયુનો, અને કદીક મેઘ-શંખ ધરી હાથ એ ફૂંકતો.”

આ અસીમ અવકાશમાં વ્યાપ્ત એવા મહાકાળરૂપી અવધૂતે ઉપરણો વાયુના ધારણ કર્યા છે ને શંખ મેઘનો ફૂંકી રહ્યો છે. આ અવધૂતને કવિએ

‘નાચ તો નીરખું તારલાસંગમાં’, કદી ‘પ્રચંડ પૂર’માં તો કદી ‘ચંડ

વંટોળ’માં, તો ક્યાંક ભરતીના ડુંગરે કૂદતો અમૂર્તરૂપને મૂર્તરૂપ બક્ષ્યું છે. પ્રહ્‌લાદ પારેખે અહીં પ્રકૃતિના વિધ્‌ વિધ્‌ દૃશ્ય સાથે આ મહાકાળરૂપી અવધૂતનું જે સાયુજ્ય રચ્યું છે તે એટલું જ કલાત્મક પણ બન્યું છે.

કવિએ ત્રીજા ચતુષ્કમાં ‘ભયાનક વગાડતો કદીક વાદ્ય-

જ્વાલામુખી’ કહીને સરોવર, અવનિ, નદી, નિર્ઝરો આદિને નાચતા આલેખે છે. કવિ અંતિમયુગ્મમાં કહે છેઃ

“ઉમંગભેર કોઈ પાગલ ઊઠી મને નાચતો

વિરાટ અવધૂતને નીરખીને અનાસક્ત આ.”

અહીં અંતિમયુગ્મમાં કવિની સાનેટમાં જે અસાધારણ ચોટ આવવી જોઈએ એવો અહીં કશો ચમત્કાર અવશ્ય રચાતો નથી છતાં, કવિએ અહીં વિરાટ અવધૂતની જે કલ્પના કરી છે તે ઘણી હૃદયંગમ બની છે. અહીં કવિએ દોરેલું વિરાટ અવધૂતનું મનોરમ શબ્દચિત્ર ગાંધીયુગની કવિતામાં ભાગ્યે જ કળાય છે.

‘આજ’ જેવું કાવ્ય પ્રહ્‌લાદ પારેખની પ્રથિતયશોદાયી કૃતિ છે. અહીં કવિ કાન્તનું ‘સાગર અને શશિ’ અવશ્ય યાદ આવે છે. પ્રહ્‌લાદ પારેખે પોતાની ઉત્કટ અનુભૂતિને અભિવ્યક્ત કરવા ઈન્દ્રિયવ્યત્યયનો જે પ્રયોગ કર્યો છે તે અપૂર્વ છે. અહીં અભિવ્યક્તિ અને અનુભૂતિ ઉભયમાં આનંદોલ્લાસની પરાષ્ઠા પ્રગટે છે. આપણને સૂર્ય, ચંદ્ર, સરોવર, પર્વતો, ઝરણા, સમુદ્ર, શરદપૂર્ણિમા - જેવા અનેક પ્રકૃતિતત્ત્વોના સૌન્દર્યનો કેફ ચડે છે અહીં કવિને અંધારાનો મીણો ચડ્યો છે. ખુશબોભર્યા અંધકારથી આખી સમષ્ટિ જે રસોલ્લાસ અનુભવે છે. તેનું અભૂતપૂર્વ ઈન્દ્રિયગમ્ય અનુભવ પ્રહ્‌લાદ પારેખ અહીં આલેખે છે. જુઓ અંધકારનો

મઘમઘાટ કેવો ઈન્દ્રિયગમ્યતાનો અનુભવ કરાવે છે.-

“આજ અંધાર ખુશબો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

આજ આ શાલની મંજરી ઝરી ઝરી, પમરતી પાથરી દે પથારી”

આજ અંધકારમાં જે તાજગી તગતગે છે એનાથી કવિચિત્ત જ નહીં આખી

સૃષ્ટિ મઘમઘતી થઈ જાય છે. જગતના નિત્યક્રમ પ્રમાણે રાત-દિવસ, અજવાળું-અંધારું તો કાયમ જ હોય છે. પણ આજનો અંધકાર તો કવિને

ખુશ્બોભર્યો લાગે છે. આજ રાત જાણે સુગંધિત બની ગઈ છે. શાલીની

મંજરી ઝરતાં જાણે કે પમરાટની પથારી પથરાઈ ગઈ હોય એમ અહીં ચાક્ષુષની અનુભૂતિ ઘ્રાણેન્દ્રિય બને છે. કવિએ અહીં ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુનું અદ્‌ભુત સાયુજ્ય રચીને અનેરું કવિત્વ નિર્મ્યું છે. આનંદની આ ક્ષણોને આસ્વાદક્ષમ બનાવી છે. આ આનંદ તો છે દૈવાધીન. પ્રહ્‌લાદ પારેખ માત્ર અંધારને ખુશબોભર્યો આલેખીને અટકી જતા નથી એ તો આખી રાતનેયે સૌરભભરી બનાવી મૂકે છે એવી સુગંધનો ઈન્દ્રિયગમ્ય અનુભવ કરાવે છે. કવિને આ બધું અપાર્થિવ લાગે છે. કવિનું આ સંવેદન

માત્ર ઘ્રાણેન્દ્રિય બનવાને બદલે શ્રવણેન્દ્રિય પણ બને છે. કવિ અહીં મ્હેંકતા તારલાઓનું પણ અનુપમ દર્શન કરાવ્યું છે. એમ ચોક્કસ કહી શકાય કે, આ ગીતમાં શરૂઆતની આઠ પંક્તિમાં જે સૌન્દર્યસમાધિ છે તે નવમી પંક્તિથી સમાધિયોગ રચે છે. જુઓ આ પંક્તિઓ, -

“ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું જેહના

મઘમઘાટે નિશા આજ ભારી? ગાય ના કંઠ કો, તાર ના ઝણ ઝણેઃ ક્યાં થકી સૂર કેરી ફુવારી

અહીં કોઈ એવું પુષ્પ ખીલ્યું છે કે જેના મઘમઘાટથી રાત્રિ પણ આહ્‌લાદક બની ગઈ છે. પણ સવાલ એ છે કે એ આવ્યું ક્યાંથી? આનો જવાબ સમાધિયોગમાંથી જ મળે. કોઈ કંઠ ગાતો નથી કે ક્યાંય તાર વાગતા નથી તો પછી આ સૂર ક્યાંથી? એનો જવાબ કવિ જ કાવ્યાંતે આપે છે. “હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે, હતું,

હરિણ શું, તે મળ્યો આજ સૂર? ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું, આવિયો તે થઈ સુરભિ-પૂર?”

અહીં તૃપ્તિના ભાવની સાથે પૃચ્છાનો ભાવ પણ ગોપિત તો છે જ. હૃદય જેના માટે વ્યગ્ર બન્યું હતું તે જ આ સૂર છે. આ આનંદ તો સુરભિપુર થઈને પ્રગટાવ્યો છે.

પ્રહ્‌લાદ પારેખને પ્રકૃતિતત્ત્વ પ્રતિ અનેરો અનુરાગ છે. તેમણે

‘વર્ષા’, ‘આયો મેહુલિયો’, ‘શાને?’, ‘થાયે છે થેઈ થેઈકાર’, ‘શ્રાવણ’

- જેવા કાવ્યો નિમિત્તે પ્રકૃતિના અનવદ્યને અવનવાંરૂપોને ઉમંગભેર આલેખ્યાં છે. પ્રહ્‌લાદ પારેખને વર્ષાઋતુ પ્રત્યે વિશેષ આસક્તિ છે. એટલે એમની આ વર્ષા નિમિત્તેના કાવ્યોમાં પ્રકૃતિના સૌંદર્યનો અનેરો છાક અનુભવાય છે. ‘થાયે છે થેઈ થેઈકાર’ જેવાં ગીતમાં ગગન અને ધરાનું ઐક્ય રચતી કવિકલ્પના અનેરું કાવ્યપરિમાણ પ્રગટાવે છે. અહીં વર્ષા અને વીજના ગીતની અસરથી મોરલા થનથન નાચવા લાગે છે, ઝરણાંઓ રૂમઝૂમવા લાગે છે. વર્ષા તો આખી સૃષ્ટિ પર આનંદની હેલી વરસાવી રહી છે. આ આનંદની હેલીથી જે થેઈ થેઈ કાર થઈ રહ્યો છે

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

તેની સુંદર કલ્પના કરતા કવિ હલકભેર ગાઈ ઊઠે છેઃ

“કેવું અજબ છે આ વર્ષાનું જંતર! એને બાંધ્યા છે લખલખ તાર;

એ રે અનેકમાંથી એક જ ઊઠે છે આ હૈયા હલાવતો ઝંકાર!

ધરા ને ગગનમાં થાયે છે થેઈ થેઈકાર!”

આ વર્ષારૂપી કોઈ અજબનું જંતર વાગી રહ્યું છે. હૈયાને આનંદમગ્ન બનાવી મૂકે એવો કોઈ મીઠો આલાપનો ઝંકાર થતા હૈયુ હાથ રહેતું નથી, એ થૈઈ થૈઈ નાચી ઊઠે છે. કવિએ અહીં પવનનો પાવો, વીજનો ચમકાર અને ધરતી પર ચાલી રહેલ વણજારના અદ્‌ભૂત દૃશ્યો સર્જ્યાં છે. કવિતા અહીં કેટલુંક વર્ણન તો નૃત્યાત્મક લાગે છે. નૃત્ય અને લય અહીં અનેરું કલાસૌન્દર્ય રચે છે. ઘણું મનોગમ્ય બન્યું છે.

પ્રહ્‌લાદ પારેખ માનવમનના નાજુક-ઋજુ ભાવસ્પંદનોને,

પ્રકૃતિના નરવા સૌન્દર્યને બાળસહજ વિસ્મયથી માણે છે. કવિહૃદયમાં વિસ્તરતા સંવેદનને કવિ કર્ણમધુર લયમાં સહજભાવે ગોપે છે.

માનવધર્મની ગોપનશીલતા, લાગણીતત્ત્વ પ્રતિનું આકર્ષણ પ્રહ્‌લાદ પારેખ સુપેરે આલેખે છે. અત્યંત છટકણાભાવોને ‘હૈયું’ જેવી રચનામાં સહજ ને રમતિયાળપણે આલેખતા કવિ ગાઈ ઊઠે છે :-

“વજ્જર જેવા એને થાવું, ફૂલ સમા યે બનવું સાથઃ ક્યાં વજ્જર? ક્યાં ફૂલડું? તને બન્નેનો કરવો મેળાપ. બિન્દુનું ગાવું છે ગાન, સિન્ધુની યે લેવી તાનઃ દોસ્તી સૌ સંગાથે કરવી, નાનાં વા એ હોય મહાન.”

આ બધુ કહી દેવાની તાલાવેલી કવિને ભારે છે, એ પોતાને રોકી શકતા

નથી, એ ઝાલવા માગતા છતા એ હાથતાળી દઈને છટકી જાય એવા

નાજુકભાવોને કવિએ અસરકારક રીતે આલેખ્યાં છે.

માનવહૃદયની લીલીછમ લાગણીઓને સહજ રીતે આલેખવામાં આ કવિને અપૂર્વ સિદ્ધિ મળી છે. પ્રહ્‌લાદ પારેખનાં ગીતોમાં એક જાતની ઋજુતા છે, શિશુસહજ રમતિયાળપણું છે. એમનાં ગીતોમાં લયનું અનેરું કામણ છે. માનવતાવાદના પ્રણેતા રવીન્દ્રનાથ ટાગોરે જે સૌન્દર્યલક્ષીતા અનુબોધી તેની અસર સમગ્ર ભારતીય કવિતા પર પડે છે. અહીં ‘બારી બહાર’માં જે સૌન્દર્યનો સૂર રેલાયો છે તેનાં મૂળ છેક શાંતિનિકેતન સુધી પહોંચે છે. કવિની ઉત્કટ સૌન્દર્યરાગિતા એમનાં ગીતોમાં કલાત્મકરૂપ ધારણ કરે છે. પ્રહ્‌લાદ પારેખનાં ગીતોમાં ઈન્દ્રિયવ્યત્યય અને કલ્પનાના જે પરિમાણો રચાયા છે તે અભૂતપૂર્વ છે.

‘વરસે અનરાધાર’ ગીત ઘણું કર્ણમંજુલ ગીત છે. અહીં

આભધરાનું એકાકાર થતું રૂપ માઝમરાતના અંધારામાં કોઈ એકલ અવધૂત

મેહુલાના લખલખ તારને બજાવી રહ્યાં હોઈ એવું મનોહર ચિત્ર દોરતાં કવિ કહે છે, -

“વરસે અનરાધાર

રે મેહુલિયો વરસે અનરાધાર.

માઝમ તે રાતનાં અંધારાં ઘેરાયાં ને સૂનો પડ્યો છે સંસાર;

એકલ અવધૂત ઓલ્યો ઊભો મેહુલિયો બજવે છે લખલખ તાર રે મેહુલિયો વરસે અનરાધાર.”

‘કામિની’ જેવા ગીતમાં ચિત્ર-શ્રવણ દ્વારા કવિએ સૌરભપ્રીતિના

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

મધમઘાટને ઈન્દ્રિયગમ્ય રીતે આલેખ્યો છે. તો ‘દરિયાને’ ગીતમાં કવિએ

દરિયાને ફકીર કહીને સંબોધી તેને કાંઠે રચાતા સૌન્દર્યના લખલૂટ ખજાનાને

ભાવક સામે ઠાલવે છે. કવિએ અહીં સૌન્દર્યના અનવદ્યતત્ત્વોને આગવી રીતે ઉપસાવ્યા છે. સાચે જ, પ્રહ્‌લાદ પારેખની કવિતામાં પ્રકૃતિતત્ત્વોના સુરેખચિત્રો અનાયાસે જ ઉપસી આવે છે, એટલાં જ અનાયાસ ઉપસી આવે છે મનોગતભાવ. ‘એક છોરી’ ગીતરચનામાં કવિએ એક મુગ્ધાના

મુગ્ધભાવોને કુશળતાથી આલેખ્યાં છે. પ્રિયકાન્ત મણિયારનું ‘એક સોળ વરસની છોરી’ ગીત પણ ઘણું જ લોકપ્રિય બન્યું છે. અહીં પ્રહ્‌લાદ પારેખ એક મુગ્ધાના દેહસૌન્દર્યને આલેખતાં જે કલ્પનાઓ કરી છે તે આસ્વાદ્યક્ષમ છે. જુઓ-

“ એક છોરી.

કોરી ગઈ અંતર માંહી દેરી. આંખો તણાં બે નિજ ટાંકણાંથી, ને હાસ્ય કેરી લઘુ લે હથોડી, કોરી ગઈ અંતર માંહી દેરી એ એક છોરી.

. . . . . . . . . . . . . . . . . આવી, અને અંતર કોરી કોરી, દેરી બનાવી,

બની ગઈ દેવ સ્વયં પધારી!”

અહીં એક મુગ્ધાનું દેહરૂપ ઘડતરની કવિ કલ્પના ભાવકના અંતરમાં

રોમાંચ ઊભો કરે છે. કવિ એના માટે ‘દેરી’ શબ્દ વાપરે છે. અહીં

પ્રહ્‌લાદ પારેખે મુગ્ધાના મૌગ્દયને ઔત્સુક્યથી પોતીકી મુદ્રા ઊભી કરી જે ગાંધીયુગની કવિતામાં ક્યાંય જોવા મળતી નથી.

‘વિભાવરી’ જેવા ગીતમાં કવિએ રાત્રિના આહ્‌લાદકરૂપને ઘણું કલાત્મક બનાવ્યું છે. પ્રહ્‌લાદ પારેખની કલ્પનાસભર તાજગી વિભાવરીને સુશોભિત કરી મૂકે છે. જાણે કે, કોઈ પ્રણયોત્સુક આ વિભાવરીના ઝાંઝરમાંથી ઝાંકળના મોતી ખરી રહ્યાં હોય એવી સુંદર કલ્પના કરે છે. જુઓ કવિએ આલેખેલું આહ્‌લાદકરૂપ, -

“વિભાવરી, તારક સર્વ ગૂંથી અંધારરંગી નિજ ચૂંદડીમાં, સેંથો રચીને નભ-ગંગ કેરો, ધરી શશીપુષ્પ પ્રફુલ્લ, વેણીમાં.”

કોઈ અભિસારિકા સરખી પિયુને આલિંગવા જેમ મત્ત ચાલે ચાલી જતી હોય એવી સુંદર કલ્પના અહીં સાકારિત થતી અનુભવાય છે. અહીં વિભાવરીની કલ્પનામાં કવિએ મુગ્ધાના મુગ્ધકરરૂપ જેવું રાત્રિનું રૂપ આલેખ્યું છે. કોઈ મૃદુ મૃદુ અંગુલિ ફેરવીને શાંતિ તણું બીન બજાવતી જતી આ અભિસારિકા પહાડો, જંગલો, નિર્ઝરો - આદિમાં મુગ્ધતાના સૂર રેલાવતી છવાઈ જાય છે. પ્રકાશની આંખો પ્રાચિમાં ખૂલેને અંધકારમાં અટવાતી, શાંતિતણું બીન બજાવતી રાત્રિ વ્યાકુળ બનીને જાણે કોઈ પિયુને

મળવા દોડી જતી હોય એવું ચિત્રાત્મક દૃશ્ય કવિએ અસરકારક બનાવ્યું

છે. પ્રહ્‌લાદ પારેખે અહીં માનવહૃદયની લાગણીઓને એના

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ

મુલાયમભાવોને પણ અહીં સહજ રીતે આલેખ્યાં છે. જુઓ કવિની અભિવ્યક્તિ :

“પ્રકાશ-નેનો પ્રિય પ્રાણ કેરાં ધીમે ધીમે પૂર્વ મહીં ખૂલે છે; ત્યજી દઈને નિજ બીન, રાત્રિ વ્યાકુળ હર્ષે દિશ એ ઘસે છે.

લંબાવતો જ્યાં, પ્રિય, રશ્મિહસ્ત, રાત્રિ ઘરે જીવન ત્યાં સમસ્ત!”

રાત્રિ જાણે કે, પ્રકાશમાન થઈ ઊઠી છે. અહીં પ્રેમોમત્ત વિભાવરીની

કવિકલ્પના સહજ અને સ્વાભાવિક છે. અહીં કવિએ કોઈપણ પ્રકારનું પાંડિત્ય દર્શાવ્યા વિના ખૂબ સરળ છતાં પ્રહ્‌લાદ પારેખ રાત્રિનું અનુપમરૂપ કલાત્મક રીતે આલેખી શક્યાં છે.

પ્રહ્‌લાદ પારેખની આવી સૌન્દર્યાનુભૂતિ કરાવતી રચનાઓના આલેખન રવીન્દ્રનાથ ટાગોરની અસર તો અવશ્ય કળાય છે. આ ઉપરાંત પંડિતયુગના કવિ કાન્ત અને સંસ્કૃત કવિ કાલિદાસની અસર પણ ક્યાંક અવશ્ય જોઈ શકાય છે. પ્રહ્‌લાદ પારેખ વિશે ડા. દક્ષાબેન વ્યાસ નોંધે છેઃ

“સૂક્ષ્મ સંવેદનશીલતા, નાજુક છટકણાભાવોની મૃદુ માવજત, શિશુસહજ મૌગ્ધ્ય અને ઔત્સુક્ય, નિખાલસ-પોતીકી ભાવાભિવ્યક્તિ અને સ્વયંભૂ કલ્પનાવ્યાપારને સહારે થતો ઈન્દ્રિયવ્યત્યય પ્રહ્‌લાદની રચનાઓને સ્વચ્છ અને સુરેખ બનાવે છે. વાણીનું રમતિયાળ, રસળતું

લાલિત્યમય પોત એમને અન્ય કવિઓથી જુદા પાડે છે.”

પ્રહ્‌લાદ પારેખની કવિતામાંથી પસાર થતાં આ વિધાન યથાર્થ કરે છે.

પ્રહ્‌લાદ પારેખ રૂપકની પરિભાષામાં કે સજીવારોપણ દ્વારા અથવા વર્ણનના વૈશિષ્ટય કે પીંછીના લસરકાથી પ્રહ્‌લાદ પારેખને સુરેખ શબ્દચિત્રો બનાવવાનું વિશેષ ફાવ્યું છે. આ અર્થમાં પણ ગાંધીયુગની

પ્રકૃતિ-પ્રણય કવિતા કરતાં પ્રહ્‌લાદ પારેખની કવિતા વિશેષ પ્રકારની

સૌન્દર્યાનુભૂતિનો અવિર્ભાવ રચે છે.

‘મારા રે હૈયાને તેનું પારખું’ પ્રેમની આધ્યાત્મિકતાનું અને અધ્યાત્મ પ્રેમનું સુંદર ગીત છે. આ ગીતમાં પ્રગટતો સૂર શાંત શબ્દમાં અને સ્વસ્થ સંગીતમાં વહ્યો છે. આમ તો આ ગીતમાં બે વિભાગ પડી જતા દેખાય છે. એકમાં અંતર નથી જાણતું તેની વાત અને બીજામાં હૃદયને થતી પરખની વાત. તેમ છતાં આ બન્ને વચ્ચે કવિએ કોઈ વિરોધાભાસ રચ્યો નથી. કવિ શરૂઆતમાં કહે છે :

“ક્યારે રે બુઝાવી મારી દીવડી, ક્યારે તજી મે કુટિર, કઈ રે ઋતુના આભે વાયરા, કઈ મેં ઝાલી છે દિશઃ નહીં રે અંતર મારું જાણતું.”

આ દીવડી બઝાવી? ક્યારે કુટિર ત્યજી? કઈ મોસમ કે કઈ દિશા છે ? એની પણ, અંતરમાં કોઈ જાણ નથી તેવું કહી ત્રીજા અંતરાથી કહે છે - “વગડે ઊભી છે નાની ઝૂંપડી, થર થર થાયે છે દીપ;

તહીં રે જોતી મારી વાટડી, વસતી મારી ત્યાં પ્રીતઃ

મારા રે હૈયાને તેનું પારખું

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

કવિને આ અંધકારની પાર એક નાની અમથી ઝૂંપડીનો અહેસાસ છે. જાણે થરથરતો દીવો તેની રાહ જોઈ રહ્યો છે. એની કવિના મનને અવશ્ય જાણ છે. હૃદયનું પારખું એટલે બંધબારણાંની અંદર અને બહાર થતો આખા વિશ્વનો અનુભવ. આધ્યાત્મિક પ્રેમને આલેખતા આ ગીતમાં

પ્રહ્‌લાદ પારેખે લયનું સુંદર આલેખન ઘણું મનોગમ્ય બન્યું છે. અહીં

રવીન્દ્રરંગી સૌન્દર્યના દર્શન થાય છે.

પ્રહ્‌લાદ પારેખ પોતાના મનોગતભાવને ભાવક સમક્ષ ખુલ્લા

મૂકવા વિશિષ્ટ વર્ણનનો આશરો પણ લે છે. એમનાં ઘણાં કાવ્યોમાં આંતરપ્રાસ કે વર્ણસગાઈ કાવ્યને કલાત્મકતા બક્ષે છે. ‘અવધૂતનું ગાન’ રચનામાં અવધૂતનું નિરૂપણ કવિએ અવાજની મદદથી સાદૃશ્ય કરતાં

કહે છે -

“એક લંગોટી, એક ભંભોટી હાથમાં છે એકતારો; એક હરિનું નામ છે હોઠે, ગાનનો એક ફુવારો; હૈયે અમારે ગાનનો એક ફુવારો.”

ગાનના તારે ધરણીની સાથે સાંધીએ ઊંચા આભ; ગાનથી નાના હૈયાની સાથે કરીએ એક વિરાટ; અમારાં ગાન એ મિલનવાટ.”

પ્રહ્‌લાદે અહીં ઉચ્ચારણબળથી જ એનું ગાન શ્રાવ્ય બનાવ્યું છે. આવી દૃશ્ય-શ્રાવ્યની ઈન્દ્રિયગમ્ય અનુભૂતિ કવિતામાં સૌરભપ્રીતિનો અનેરો

મઘમઘાટ પ્રસરાવે છે. પ્રહ્‌લાદ પારેખનાં ગીતોમાં જે વિશેષતા જોવા

મળી છે તે એક પ્રકારની ઋજુતા ને બાલસહજતા એમનાં ગીતોમાં

અનાયાસે પ્રગટે તે છે. પ્રહ્‌લાદનાં ગીતો એકવાર આસ્વાદ કર્યા પછી

ભાગ્યે જ ભૂલી શકાય એવા છે. પ્રહ્‌લાદનાં ગીતોમાં ભાવની તીવ્રતા

સહેલાઈથી સાધી શક્યાં છે.

પ્રહ્‌લાદ પારેખ સૌન્દર્યનો પૂજારી છે. કુદરત સાથે તેનું નૈકટ્‌ય એમની અનેક કવિતામાં પ્રતિબિંબિત થાય છે. આવો કવિ બનાવટી ફૂલોને જુએ છે ત્યારે એને એમના પ્રત્યે દયા-અનુકંપા જાગી ઊઠે છે. યંત્રસંસ્કૃતિની કૃત્રિમતા સામેનો એમનો રોષ એમની સૌન્દર્યપ્રીતિને કારણે જ આવે છે.

‘બનાવટી ફૂલોને’ કાવ્યમાં કવિ રોષ ઠાલવતાં કહે છે :

“પરંતુ જાણ્યું છે, કદી વા માણ્યું છે,

શશીનું, ભાનુનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું?

વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું? ન જાણો નિંદું છું,

પરંતુ પૂછું છું :

તમારા હૈયાના ગહન મહીં યે આવું વસતું :

દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું?”

અહીં ફૂલોને રંગ અને આકાર તો મોહક છે પણ બગીચામાં જે ફૂલ કુદરતી રીતે શોભે છે એવો વૈભવ અહીં યંત્રસંસ્કૃતિમાં બનેલા આ કૃત્રિમ ફૂલોમાં

નથી.

કૃષ્ણને ઝંખતી રાધાના ચિત્રને ‘પસંદગી’ જેવા કાવ્યમાં કલાત્મક રીતે આલેખ્યું છે. કૃષ્ણ તો સર્વવ્યાપી છે. રાધા કૃષ્ણને શોધવા ચોમેર

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

ઘૂમી રહી છે. ત્યાં જ એને “એક અચંબો” આ સાનેટનો અભિજાત નાયક પોતાની પ્રિયાને ભલે હૃદયથી તો વિદાય આપી શકતો નથી. છતાં પોતાની પ્રિયાને કોઈ સુંદર પાત્ર મળે તો એની સાથે માળો ગૂંથી લેવાનું સહજભાવે જણાવે છે. કાવ્યનાયકના હૃદયની જુઓ નિર્મળ અભીપ્સા :

“કદી નહિ કહું, મને જ સ્મરણે સદા રાખજે, અને નયનપંથનું અવર વિશ્વ તું ત્યાગજે; પરંતુ ગગનાંગણે, અવનિમાં, અને સિંધુમાં,

મળે અધિક જે તને મુજ થકી, ઉર થાપજે.”

પોતે જે રીતે હળ્યાં, મળ્યાં એ બધું એક સ્વપ્ન ગણીને ભૂલી જવાનું જણાવે છે. કોઈ સારા સાથી સાથે જિંદગીના રથને આગળ વધારવાની સાચી શુભેચ્છા આપે છે. કવિનું આ સોનેટ ખરેખર નખશીખ- નકશીદાર સાનેટ બન્યું છે. અહીં કવિએ પોતાના આંતરમનને કુશળતાથી ઉદ્‌ઘાટિત કર્યું છે. તો ‘વાતો’ પણ એક નકશીદાર, શક્સપીરિયનશૈલીવાળું સૉનેટ છે. અહીં પ્રહ્‌લાદ પારેખ પ્રણયરસની અપાર્થિવમૃદુતાની કલાત્મક અને ઈન્દ્રિયગ્રાહ્ય માવજત કરી છે કે નિરકાર કૃતિ પોતે જ એક અલંકારરૂપ બની રહે છે. કાવ્યનાયકને લાગે છે કે જાણે નાયિકાના હૃદયમાંથી અવિરત વહેતો પ્રેમનો ઝરો તો આખા જગત માટે વહેતો હોય એમ લાગે છે. આખી સૃષ્ટિ એને પામવા તલપાપડ થઈ ગઈ છે, આથી તે પોતાની પ્રિયાને વારંવાર ‘હજુ ધીમે’ વાતો કરવાની શિખામણ આપે છે. જુઓ :

“હજુ ધીમે ધીમે, પ્રિય સખી! તહીં ઝાડ ઉપરે

સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે,

પ્રભાતે ઊઠી એ સકલ નિજને ગાન ધરશેઃ

કથા તારી મારી સકલ દિશ માંહી વહી જશે.”

આખું કાવ્ય કાનમાં ન કહેવાતું હોય એવો ફૂસફૂસાટ અહીં ભાવકને

સંભળાય છે.

પ્રહ્‌લાદ પારેખની કવિતામાં માનવતાના ગુણગાન પણ હૃદયસ્પર્શી બને એ રીતે આલેખાયા છે. માનવની અવગણના અને અચેતનની પૂજા કવિ હૃદયને હલાવી મૂકે છે. સંપન્ન સમાજ છતાં તેનાથી થતો જોવા મળે છે. કૃષ્ણને ખોળી કાઢવા કહેનારી સખિને રાધા કહે છે.

“ખરી છે વાત તારી એ, સખી, મેં કૃષ્ણ શોધવા

મારાં આ નયણાંને મે ઘણીયે વાર મોકલ્યાં; પરંતુ એમ કે’તાં એ, જોઈ આવી ફરી ફરીઃ તહીં ના એક છે કૃષ્ણ, સેંકડો કા’ન છે તહીં; રચી છે રાસલીલાને, ઘણીયે ગોપીઓ લઈ.”

તો ‘ઘાસ અને હું’ કાવ્યમાં પ્રહ્‌લાદ પારેખ પ્રકૃતિ સાથે કવિચિત્તનું સાયુજ્ય અસરકારક રીતે ગૂંથે છે. કવિ સૌન્દર્યની સુખદ અનુભૂતિ આલેખતા કહે છે :-

“સાંજ વેળા તેજ, છાયા, ઘાસ, સૌ સાથે મળીને ખેલતાં : સાદ પાડી ચિત્તને મારા ય, સંગે લઈ જતાં! એમના એ ખેલને જોઈ રહું; ને હર્ષપુલકિત થઈ જાઉં.

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

પુલકને એ જોઈને લાગે મને કે ઘાસ જુદે રંગે, મારે અંગ,

નાનું રૂપ લઈ વ્યાપી રહ્યું!”

પ્રકૃતિસંગે રમતું કવિચિત્ત જે સૌન્દર્યાનુભૂતિ અનુભવે છે તે અપૂર્વ છે.

પ્રહ્‌લાદ પારેખની કેટલીક વિશેષતાઓમાં એમની જાદુઈ સરળતા પણ

ખરી. ‘જાણીતી અજાણી’ જેવી રચના પણ ઘણી ધ્યાનાર્હ બની છે. અહીં કવિહૃદયનો ઉદાત્તસ્નેહ આલેખાયો છે. અજાણી છતાં જાણીતી એવી નાયિકા માટે પ્રેમ-નેહ જન્મે છે. તેનુ નામ શું છે? એની પણ કવિને

ખબર નથી છતાં કવિ એને ભૂલવા તૈયાર નથી. કવિ કહે છે.

“કિન્તુ આજે નથી એ : મુજ મન મહીં ને, એ નથી એમ થાતું; એવું ક્યારે ન જાણ્યું, મુજ મન બધું રે બાલિકાએ ભર્યું’તું! જાયે ત્યારે જ થાયે : હૃદય મહીં હતો આવિયો સ્નેહ આ તો એના જાતાં વળી કાં હૃદયભરી, અરે, જાય તેનો જ થાતો?”

આમ છતાં કવિ હૃદયને અતૃપ્તિ વાગોળી વાગોળીને હિજરાઈ જવા દેતા હોય એમ નથી લાગતું. અહીં કવિએ સ્નેહતત્ત્વને કુશળતાથી આલેખ્યું છે. આ સ્નેહ ઉદાત્તસ્નેહ છે. તો ‘વિદાય’ જેવા સોનેટમાં પણ આવી જ

ભાવના આલેખાઈ છે. પ્રહ્‌લાદ પારેખની ઘણી કવિતામાં આવા સાત્ત્વિકભાવો સુપેરે આલેખન પામ્યાં છે. ‘વિદાય’ સોનેટના નાયકની આવી સાત્ત્વિક નિર્મળ નિખાલસતા ભાવકને સીધી જ સ્પર્શી જાય છે.દુર્વ્યવહાર જોઈને પ્રહ્‌લાદ પારેખ કહી ઊઠે છે-

‘હાથીને મણ, કીડીને કણ; એવું, ભાઈ, મનાયઃ

કીડી કેરા કણને, જોઉં છું, હાથી તણી જાય!

એની મને લાગે રે નવાઈ! શબનાં સરઘસ નીકળે, નહિ લે જીવતાં કેરી ભાળ; પૂતળાં કેરી પૂજા થાતી ને માનવ ઠેબાં ખાય! એની મને લાગે રે નવાઈ!”

માનવ તો ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે. કવિ જીવતા માનવની જે રીતે ઉપેક્ષા થાય અને પૂતળાં કેરી પૂજા થાય, એ જોઈ કવિનું ચિત્ત થથરી ઊઠે છે. આ ગીતમાં સંભળાતો સૂર એ સંપૂર્ણપણે ગાંધીયુગનો છે. પ્રહ્‌લાદ પારેખનું હૃદય માનવપારિજાતના સૌરભથી છલકાઈ જાય છે. કવિ હૃદય માનવીનું હૃદય છે. માનવ સાથે રહેવાનું કવિને જે સદ્‌ભાગ્ય પ્રાપ્ત થયું છે તેનું ગુણગાન કરતાં કવિ ગાય ઊઠે છે-

“રૂડું એથી આંહીં રહું માનવીની સાથમાં : કદી વળી સમજશે એ જ મારી વાતમાં. અને યાદ આવે : કોઈ કવિ તણું ગાણું છેઃ

માનવીની સાથ રે’વું, સે’વું એય લ્હાણું છે.”

‘રખડવા નીકળ્યો છું’ માં નિરુદેશે ભ્રમણ કરવાની કવિની અભીપ્સા

ઘણી કલાગત નીવડી છે. અહીં કેવળ રખડપટ્ટીમાં કવિ કોઈ સ્વાર્થ કે

પ્રપંચ વિના કેવળ રખડતા પ્રકૃતિના નયનરમ્યરૂપને માણે છે. પ્રહ્‌લાદ પારેખ પ્રકૃતિમાં વેરાયેલા તડકાના ચોસલાને ખાવાની ગગડાવી જવાની

મનીષા પ્રગટ કરતાં ગાઈ ઊઠે છે :

“એકાદ બે બટકાં લઉં એને ભરી

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

ને પછી તેની ઉપર

માટી તણી સોડમ ભરેલી હવા ગટગટાવી લઉં જરી.”

અહીં વર્ષા નથી પણ કેવળ વાદળાં છે. એનો મહિમા કવિ આંખ અને હૃદય બન્નેથી માણે છે. હવાની ગતિ શીતલ અને ધીમી છે જે હૃદયમાં ઈન્દ્રિયગમ્ય અનુભવ કરાવે છે. કવિ સતેજ ઈન્દ્રિયો સાથે જીવતો કવિજીવ છે. અહીં એક પ્રકારની હળવાશ અને આસાયેશનો પણ અનુભવ છે. કવિની આવી અનુભૂતિ ભાવકના સંવિદ્‌ને પણ સ્પર્શી જાય છે. અહીં શીતળ ધીમી ગતિની હવા, હરિયાળાં મેદાન, તડકાના ચોસલાં, સીમનું માધુર્ય, આદિ સૌન્દર્ય આંખ અને હૃદયથી પીવાની અભિલાષા ઘણી કલાત્મક બની છે. આ કાવ્ય વાંચતા રાજેન્દ્ર શાહનું

‘નિરુદ્દેશે’, નિરંજન ભગતનું ‘ફરવા આવ્યો છું’ જેવા કાવ્યોની યાદ આવી જાય છે. ઈન્દ્રિયગમ્ય કલ્પનોના તાજગીપૂર્ણ વિનિયોગની દૃષ્ટિએ આ કાવ્ય ઘણું નોંધનીય છે.

પ્રહ્‌લાદ પારેખ અનેક નવ્ય કલ્પનાના બળે ભાવકોને એના સૌન્દર્યરૂપનો સહજ અનુભવ કરાવે છે. પ્રહ્‌લાદ પારેખ ‘અકારણ અશ્રુ’ કાવ્યમાં અદ્‌ભુત કલ્પનાની તાજગી કરાવે છે. પ્રહ્‌લાદ પારેખ તારાઓને આંખો સાથે સરખાવે છે. આકાશમાંથી ખરતાં તારાઓને કવિએ અશ્રુબિન્દુ તરીકે કલ્પ્યાં છે. જુઓ કવિના કલ્પના -

“વેળા જતાં ક્ષણ, નીરખ્યું આભને ગાલ થૈને

વ્હેતું વેગે ધરણીદિશમાં તારલા-અશ્રુબિન્દુ

ને આ ક્યાંથી, ક્યમ નયનમાં આવતું અશ્રુ, મારા?

મિથ્યા પ્રશ્નો સકલ, બનતી સત્ય એ અશ્રુધારા.”

કવિની આ કલ્પનામાં ઘણું ઔચિત્ય પણ જળવાય રહે છે. કલ્પનાની તાજગી ભાવકના આંતરમનને પણ રસદ્રવતું બનાવી મૂકે છે. આ દૃષ્ટાંતોમાં માત્ર કલ્પનાનો વિલાસ જ નથી, અહીં તો કાવ્યગત ઔચિત્ય પણ એટલું જ પ્રતીતિજનક બને છે. પ્રહ્‌લાદ પારેખની કવિતામાં ચંદ્ર, તારા, અંધકાર, ધરતી, પવન, પર્વત-વગેરે સુંદર કલ્પનાઓથી ચાક્ષુષ થયા છે. આ બધાં પ્રકૃતિતત્ત્વોની કલ્પના ઘણી કળાગત પણ બની છે.

‘ચાંદરણાં’ જેવા કાવ્યમાં પોતાની ઓસરીમાં વેરાયેલા ચાંદરણાંને જોઈ

કવિ હૃદયંગમ કલ્પના કરતાં કહે છે :

“અહીં પડેલાં મુજ ઓશરીમાં, નિહાળતો ચાંદરણાં રહું હું :

પ્રકાશનાં પુષ્પો ભરી લઈને છાબે, હશે કોઈ ગઈ અહીંથીઃ પડી ગયાં એ મહીંથી હશે આ સહુ તેજ પુષ્પો?”

કવિએ અહીં પ્રકાશનાં પુષ્પોની કલ્પના દ્વારા અનેરુ કવિત્વ પ્રગટાવ્યું છે. પુષ્પ સૌન્દર્યનું પ્રતીક છે. તેમ પ્રકાશ જ્ઞાન અને પવિત્રતાનું પ્રતીક છે. પ્રહ્‌લાદ પારેખે આ ઊભય તત્ત્વોનો સુભગ સમન્વય રચ્યો છે. અહીં

‘તેજ પુષ્પોની છાબ ભરી લઈ જતી સ્ત્રીની કલ્પના પણ ભારે આકર્ષક છે. આ તારલાં કવિની સુખની સ્મૃતિ બનીને, અંતરને હસાવતાં કવિ હૃદયે

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

મધુર ધ્વનિ રેલાવી રહ્યાં છે. પ્રહ્‌લાદ પારેખના બીજા એક કાવ્ય ‘આઠમ- ચાંદની’માં પણ કેટલીક મધુર કલ્પનાઓ હૃદયંગમ બની છે. કવિના ચિત્તમાં પડેલી કેટલીક મધુર સ્મૃતિઓ આજ આવો વૈભવ જોઈને જાણે કે, બહાર રમવા નીકળી પડી છે. આઠમની રાત્રે કવિ વિજનપથ પર ઘર તરફ જઈ રહ્યાં છે. રસ્તામાં વીજળીના દીવાનો પ્રકાશ ઝળહળાં છે છતાં, કવિ હૃદય એક મધુર કલ્પનામાં સરી પડે છે, જાણે કે, રોશનીના દીવા બુઝાઈ ગયા અને આંતરવૈભવ છલકી ઊઠે છે. જુઓ કવિની

કલ્પના-

‘જરી જરી હું મલકી રહ્યો’તો, થંભી ગયો ત્યાં, ચમકી ગયો હું : એ વીજદીવા સહુ એક સાથ

ગયા બુઝાઈ!

પળેક વીતી ચમકેલ ચિત્તનીઃ બીજા પળે આઠમ-ચાંદનીની છટા નિહાળું રમણીય-મુગ્ધ, આનંદ ઘેલો..!’

કવિ અહીં ‘આનંદઘેલો!’ કહીને અટકી ગયા છે. છતાં ભાવક એનો અર્થ તરત પામી જાય છે. આમેયે આનંદની આટલી પરાકાષ્ઠા પછી ભલા કશું વિચારવા જેવું બાકી રહે ખરું? પ્રહ્‌લાદ પારેખે અહીં ચાંદનીના તેજ જે રીતે માણ્યું - અનુભવ્યું તેને કલાત્મકરૂપે આલેખ્યું છે. કવિને આ આઠમની ચાંદનીનું તેજ સૌમ્યને શીતલ લાગે છે. જે મન નિર્બળ બનીને

શું અનુભવે છે! જુઓ -

“એ શાન્ત એકાન્ત સમી બનેલી સૃષ્ટિ મહીં ત્યાં મુજ અંતરેથી આનંદમૂર્તિ, નભની પર શી, ચાલી બહાર -

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . જાગી ગઈ કોઈ અપૂર્વ ચેતના

મુજ રોમરોમે; આંખો મહીં આ મુજ, હર્ષ કેરાં ચળકંત મોતી.”

એ શાંત એકાંતમાં જે અલૌકિકતાના દર્શન થાય છે. આઠમની ચાંદની નિમિત્તે કવિને થયેલો અદ્‌ભુત આનંદમાં ભારોભાર કવિત્વ પડ્યું છે. કવિએ આ આનંદને અત્યંત સહજભાવે આલેખ્યું છે. આવી અભિનવ કલ્પના દ્વારા કવિ ભાવકોને સૌન્દયલોકમાં અવગાહન કરે છે. અહીં આઠમની ચાંદની નિમિત્તે કવિ ચિત્તમાં વ્યાપ્ત મધુર કલ્પના કવિની કવિત્વ શક્તિનું દ્યોતક પણ બને છે. અગાઉ નોંધ્યું તેમ, પ્રહ્‌લાદ પારેખની કવિતામાં આવા સૌન્દર્યની અભિનવ કલ્પનાઓ અપૂર્વ છે. પ્રહ્‌લાદ પારેખની કવિતામાં જે ઈન્દ્રિગમ્ય અનુભૂતિઓ પડી છે તેમાં માત્ર ભૌતિક અનુભવ જ નથી પણ રહસ્યમય અને આધ્યાત્મિક અનુભવની ઝાંખી પણ સહજ રીતે થાય છે.

‘સિંધુને’ કાવ્ય પણ ઘણું આસ્વાદક્ષમ બન્યું છે. આમ જોવા જઈએ

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

તો આ કાવ્ય એક સંવાદકાવ્ય જેવું છે. કવિ પ્રથમ કડીમાં સિંધુને પૂછે છે-

“અમાવાસ્યા આજે, ગગનપથ ચંદા ન વીસરે; તરંગોના શાને તુજ શરીર રોમાંચ ઊપડે? અને શાને આજે ખડક પર તું દીપ જગવે? વધા’વાને આભ કવણ પગલાં રત્ન ઝગવે?”

આજે અમાસ હોવા છતાં, આકાશમાં આજે ચંદ્ર ઊગવાનો નથી છતાં સિન્ધુના શરીરે આવો રોમાંચ કેમ સર્જાયો છે? શા માટે ખડક પર દીપનો ઝગમાટ? શા માટે આવા તરંગોના મોજા ઉછાળે? કવિને આવો પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. આમ તો સમુદ્ર પણ જાણે જ છે કે, આજે ચંદ્રોદય થવાનો નથી છતાં એને પૂર્ણિમાના મિલનની મધુરસ્મૃતિ એને જે રીતે

પ્રફુલ્લિત કરી દે છે, તેનાથી એ આજ ઉલ્લાસાનુભૂતિ પ્રગટાવી રહ્યો છે. જુઓ સિન્ધુનો પ્રત્યુત્તર :

“અમાસે જીવું છું પરમ સુખથી એ સ્મરણના અને પૂર્ણિમાએ ભરતી સુખની છે, મિલનના.”

ચંદ્ર નથી છતાં સિન્ધુના હૈયામાં પૂનમનો જે સંસ્મરણો છે તે જ આવો ઉલ્લાસ પ્રગટાવે છે. પ્રકૃતિકાવ્યમાં પણ કવિએ માનવજીવનના એક સનાતન રહસ્યને અહીં ઉદ્‌ઘાટિત કર્યું છે. એક વાત તો સ્પષ્ટ છે કે,

પ્રહ્‌લાદ પારેખના પ્રકૃતિકાવ્યો શુદ્ધ પ્રકૃતિકવિતા છે છતાં, તેમાં

માનવભાવો પણ કવિએ એટલા જ કવિકર્મ વડે ગૂંથી દીધાં છે. કવિ માટે

પ્રકૃતિનું અવનવુંરૂપ કોઈ બાહ્ય, જડતત્ત્વ નથી, પણ એના અસ્તિત્વ સાથે

સઘન રીતે ગૂંથાય ગયેલું જીવંત ને ચૈતન્યમયતત્ત્વ છે. પ્રહ્‌લાદ પારેખની

પ્રકૃતિકવિતા એમની કવિત્વશક્તિનું ઉત્તમ નિદર્શન છે. આ પ્રકૃતિતત્ત્વની સાથે કવિએ માનવહૃદયના અનેક ભાવોને કુશળતાથી આલેખ્યાં છે. આ કવિતાઓમાં કવિની ચિત્રનિર્માણની શક્તિનો ઉત્તમ ઉન્મેષ જોઈ શકાય છે. આવો આવિર્ભાવ ગાંધીયુગમાં ભાગ્યે જ કળાય છે.

‘આપણે ભરોસે’ ગીતમાં કવિએ આત્મા અને પરમાત્મા વચ્ચેના

સંબંધને આલેખ્યો છે. આત્મા એ જ પરમાત્માનું સાચું રૂપ છે. આપણે

માત્ર ‘રામભરોસે’ જેવા શબ્દનો ઉપરછલ્લો પ્રયોગ કરીએ છીએ. રામભરોસે રહેવા કરતા કવિ ખુદભરોસે રહેવાની વાતને આલેખે છે.

માણસ મહેનત ન કરે અને ખુદાને ભરોસે બેસી રહે તો કંઈ વળે ખરું?

કવિ કહે છે તેમ -

“ખુદનો ભરોસો જેને હોય નહિ રે તેનો

ખુદાનો ભરોસો નકામ; છો ને એ એકતારે ગાઈ ગાઈ કહે, તારે ભરોસે રામ!

એ તો ખોટું રે ખોટું પિછાણીએ.”

ઈશ્વર આપણાંથી જુદો હોઈ જ ન શકે. પ્રહ્‌લાદ પારેખે અહીં એકદમ સાદી અને સ્ ારળ બાનીમાં જીવ અને શિવ વચ્ચે કોઈ અંતર નથી, એ

ભાવને ઘૂંટી ઘૂંટીને ગાયો છે.

પ્રહ્‌લાદ પારેખ પાસેથી પ્રણયવિષયક સુંદરરચનાઓ પ્રાપ્ત થાય છે. ઘણીવાર તો એમની પ્રણયકવિતા અને પ્રકૃતિકવિતા અભિન્નપણે

પ્રગટે છે. પ્રહ્‌લાદ પારેખની પ્રણયકવિતાની વિશેષતા એ છે કે, એ સીધી

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

જ રીતે પ્રેમના ભાવોને પ્રગટાવવાની બદલે કવિને રહસ્યમય સંકુલ ભાવો ગાવા વધુ ગમે છે. પ્રહ્‌લાદ પારેખનું ‘માગણી’ કાવ્ય આ દૃષ્ટિએ તપાસવા જેવું છે. માનવગમનની માનવહૃદયની વિવિધ ભાવસ્થિતિઓ ગાવાનું આ કવિને વિશેષ ગમે છે. માનવની આ મોટી કમનસીબી છે કે એ ઈચ્છે તેવું બધું જ કરી શકતો નથી. કવિ કાવ્યનાયકનું મનોગત આલેખતા કહે

છે :

“આવે ત્યારે દઈ નવ શકું અંતરે જે ભર્યું તે, જાયે ત્યારે સહી નવ શકું અંતરે જે રહ્યું તેઃ દેવાનું હું દઈશ સમજી, એમ માની લઈને,

માગું છું કે - નવ નીરખતો રાહ નિષ્ઠુર થૈનેઃ”

આવા આલેખનમાં કાવ્યનાયકની વેદના, મૂંજવણ, આરજૂ, કવિએ સહજભાવે આલેખી છે. પ્રેમભાવને આલેખતી ‘વાતો’ રચના પણ ધ્યાનાર્હ બની છે. આ એક શૅક્સપિરિયન સાનેટ છે. અહીં કવિએ બે

પ્રેમીઓના મિષ્ટ સંલાપને સુંદર કલ્પનાલીલાથી ચાક્ષુષ કર્યો છે.

પ્રહ્‌લાદ પારેખની આવી રચનાઓમાં સહજતા અને નિખાલસતા

સહજભાવે પ્રગટે છે. પ્રકૃતિના નયનરમ્ય ચિત્રો આલેખનાર આ કવિ

માનવમનના હૃદયના ચિત્રો આલેખવામાં પણ એટલો જ પાવરધા છે.

પ્રેમની લાગણીઓ તો લજ્જામણીના છોડ જેવી છે એને અડવા જતા એ શરમાઈ કરમાઈ જાય. આવી મુલાયમ લાગણીઓને પ્રહ્‌લાદ પારેખે સલુકાઈથી આલેખી છે. ‘લહાણું’ કાવ્યમાં આલેખતાં કહે છેઃ

“સુંદરતા જોઈ મારું મન જ્યારે કોળી ઊઠે,

અફસોસ! પકડવા તેને બહુ લોક છૂટે.

.................................. એમને તો દિલ નહીં; અને, ધારો, દિલ હશેઃ

માનવીના દિલ સાથ મેળ એનો જામશે?”

પ્રહ્‌લાદ પારેખની કવિતામાં માનવહૃદયની લાગણીઓના સ્પર્શ્ય અસ્પર્શ્ય

ભાવોને ગાવામાં કૃતકૃત્યના અનુભવે છે.

પ્રહ્‌લાદ પારેખ પાસેથી કેટલીક કૃતિ એવી પણ મળે છે કે જે

માત્ર અનુવાદ ન બની રહેતા અનુસર્જન બની રહે છે. પ્રહ્‌લાદ પારેખે રવીન્દ્રનાથનાં કેટલાંક કથાકાવ્યો, બંગાળી ઢાળનાં ગીતો, વગેરેના અનુસર્જનો આપ્યાં છે. આ ઉપરાંત, કાન્ત અને કાલિદાસ જેવા કવિઓની પણ એમના પર પ્રબળ અસર છે. પ્રહ્‌લાદ પારેખના વ્યક્તિત્વને ઘડવામાં શાંતિનિકેતનનો ફાળો પણ અનન્ય છે. રવીન્દ્રનાથના વર્ષામંગલ કે શાંતિનિકેતનના વર્ષાઉત્સવોની પ્રેરણા લઈને કવિ ‘વર્ષા મંગલ’નાં ગીતો આપે છે. આવા ગીતોમાં રવીન્દ્રશાઈની અસર જોવા મળે છે. જુઓ રવીન્દ્રશાઈમાં આલેખાયેલું રવીન્દ્રસંગીત -

“નિશીથ અંધકારઃ

ઝરમર ઝરે શ્રાવણ ધાર. નિશીથ...

આજ આ તિમિર મેઘસૂરે

જાગી જાયે મન દૂરે દૂરે અધીર ખોજે એ કોનાં દ્વાર

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

કોને તે કારણે આ અભિસાર?

નિશીથ...”

‘સરવાણી’ પ્રહ્‌લાદ પારેખનો બીજો કાવ્યસંગ્રહ છે. જે ઈ.સ.૧૯૪૮માં પ્રગટ થાય છે. સરવાણીની કવિતામાં નિસર્ગ સૌન્દર્યની અનહદ અનુભૂતિનો સાક્ષાત્કાર થતો પમાય છે. કવિએ અહીં ઘણી રચનાઓમાં અગમ્ય રહસ્યમયતાને કુશળતાથી આલેખી છે. આ કાવ્યસંગ્રહમાં કવિ પર અન્યનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે.

પ્રહ્‌લાદ પારેખ સાચા અર્થમાં અનુગાંધીયુગની અરુણાઈનો સૂર રેલાવનારો પ્રથમ મહત્ત્વનો કવિ છે. પ્રહ્‌લાદ પારેખની કવિતા માત્ર કોઈ એક જ ઈન્દ્રિયને સ્પર્શતી નથી તે આંખ, કાન, નાકની કવિતા પણ બને છે. ભાવની ઈન્દ્રિયગ્રાહ્યતા, સૌન્દર્યાનુભૂતિ એમની આગવી વિશેષતા છે. પ્રહ્‌લાદ પારેખે માનવહૃદયના સૂક્ષ્મભાવોને સઘન રીતે આલેખ્યાં છે. સૂક્ષ્મ સંવેદનશીલતા, નાજુકભાવોનું આલેખન, મૌગ્ધ્ય અને નિખાલસતા તેમજ સ્વકીયમુદ્રા ધરાવતી ભાવાભિવ્યક્તિ આ કવિની વિશેષતા છે. તો કેટલીક મર્યાદાઓ પણ અવશ્ય છે, ભાષાની કચાશ છંદોની શિથિલતા - જેવા દોષો જોઈ શકાય છે. છતાં, આ મર્યાદાઓને બાદ કરતા આ કવિ પાસેથી જે વૈયક્તિક પ્રતિભા પ્રગટે છે તે અનન્ય છે. આટલી ચર્ચા પછી એટલું અવશ્ય કહી શકાય કે, પ્રહ્‌લાદ પારેખે

જે સૌન્દર્યલક્ષીતા, સૌન્દર્યાભિમુખતાના દર્શન કરાવ્યાં છે તે પછીના કવિ હરિશ્ચંદ્ર ભટ્ટમાં પણ વિકસે છે, ને ત્યાર પછીથી અનુગાંધીયુગના બે સમર્થ કવિમાંના રાજેન્દ્રશાહમાં વિશેષપણે પ્રગટે છે. અંતે ઉમાશંકર જોશીના

શબ્દોમાં કહું તો -

“... આમાં એમણે જે ઋજુકરુણ સુંદર કવિતા આપી છે એ માટે જે આપણે એમના જેટલા ઋણી રહીએ એટલું ઓછું છે. મને એમની કૃતિઓનો અભ્યાસ કરવાની તક મળી તેને પરિણામે જે વસ્તુઓ કહેવા જેવી સૂઝી તે અહીં રજૂ કરી છે. ભાઈશ્રી પ્રહ્‌લાદ પારેખની કૃતિઓનો વાચકોને રસાસ્વાદ કરાવવા ઉપરાંત નવીનતર કવિઓની - અને નવીનોની પણ રચનાઓને આ રીતનો અભ્યાસ કરવાની વૃત્તિને પોષણ

મળશે એવી આશા પણ સાથે સાથે ખરી.”

ઉમાશંકર જોશીની આ આશા ઈ.સ. ૧૯૪૦ માં ‘બારી બહાર’ની પ્રસ્તાવનામાં રજૂ કરી અને તે સાર્થક થાય છે.

હરિશ્ચંદ્ર ભટ્ટ આ ગાળા ઘણાં મહત્ત્વના કવિ છે. સૂરતના ઓલપાડ ગામના મોતાળા બ્રાહ્મણ એવા આ કવિની કાવ્યપ્રવૃત્તિ પ્રહ્‌લાદ પારેખની સાથે, એમના એક વર્ષ અગાવ શરૂ થઈ જાય છે. ઈ.સ.

૧૯૪૦માં “બારી બહાર” પ્રગટ થયો એ પૂર્વ હરિશ્ચંદ્ર ભટ્ટનો મુરલી ઠાકુર સાથે “સફરનું સખ્ય” પ્રકાશિત થઈ ચૂક્યો હતો. બીજા જ વર્ષે હરિશ્ચંદ્ર ભટ્ટને “કેસૂડો અને સોનેરુ” તથા “કોજાગ્રિ”નું પ્રકાશન થાય છે. હરિશ્ચંદ્ર ભટ્ટનો યશોદાયી કાવ્યસંગ્રહ “સ્વપ્ન પ્રયાણ” એમનું

મરણોત્તર પ્રકાશન છે. આ કાવ્યસંગ્રહમાં કાવ્યસંગ્રહોની કેટલીક રચનાઓ પણ સમાવેશ પામી છે. “સ્વપ્નપ્રયાણ” કાવ્યસંગ્રહથી આ કવિ

ઘણી ખ્યાતિ મેળવે છે. હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતામાં ગાંધીપ્રેરિત

સમાજાભિમુખતા ક્યાંય દેખાતી નથી. એ રીતે આ કવિ ગાંધીયુગના

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

કવિઓ કરતા જુદો પડે છે. તેમના ઉપર શ્રીધરાણી, બ.ક.ઠાકોર, રિલ્કે, હોલ્ડરલિન, દાન્તે, બોદલેર - જેવા કવિઓની ચોક્કસ અસર જોઈ શકાય છે. જોકે, એમના સમકાલીન પ્રહ્‌લાદ પારેખની કોઈ ખાસ અસર એમની કવિતામાં કળાતી નથી, છતાં બન્નેની કવિતા છંદપ્રભુત્વ, રચના સૌષ્ઠવ, ઈન્દ્રિયગ્રાહ્યતા - આદિમાં ઘણું સામ્ય દેખાય છે. શ્રીધરાણી કવિત્વસૂઝની સાથે શબ્દોનું નિર્માણ કરનારા કવિ છે તો પ્રહ્‌લાદ પારેખ મુખ્યત્વે પ્રકૃતિ અને ઊર્મિના કવિ છે જ્યારે હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતામાં અનુભૂતિની તીવ્રતાનો પ્રબળ આવેગ અનુભવાય છે. તેમની કવિતા પ્રેમ અને

પ્રકૃતિની સાથે સાથે અધ્યાત્મનો ભાવ પણ સુપેરે ગુંથાયો છે. એમની કવિતામાં ઊંડાણ અને વિસ્તારનું સાયુજ્ય છે. હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતામાં, એમની અભિવ્યક્તિમાં પદ્યની સફાઈ ને છંદની શિસ્તબદ્ધતા છે. પ્રણય,

પ્રકૃતિ, વિષાદ, ધર્મ જેવા વિષયો એમની કવિતામાં વિશેષપણે અનુભવાય છે. હરિશ્ચંદ્ર ભટ્ટ અંતર્મુખી કવિ હોઈ એમની કવિતામાં આત્મલક્ષીતા વિશેષ જોવા મળે છે. ડા. આર. એમ. વેગડા હરિશ્ચંદ્ર

ભટ્ટની સર્જકતા વિશે નોંધે છેઃ

“...હરિશ્ચંદ્રની કવિતામાં નિર્ભેળ કાવ્યત્વ સાથે કવિનું સ્વત્વ અનુભવાય છે. ઘુંટાઈને આવતું કવિત્વ અને પરિપક્વ સૂઝપૂર્વકની અભિવ્યક્તિ હરિશ્ચંદ્રને સમયની પાર લઈ જવાની ક્ષમતા ધરાવે છે... આ કવિમાં અનુગાંધીયુગની કવિતાનો અરુણોદય છે.”

હરિશ્ચંદ્ર ભટ્ટનાં પ્રણયકાવ્યો ઘણાં ધ્યાનાર્હ બન્યાં છે. ઉમાશંકર જોશી હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતાનો મુખ્ય તાર પ્રણય તથા ધર્મને ગણાવે

છે. હરિશ્ચંદ્રની કવિતામાં પ્રણયની ઝંખના અને ધખના બન્ને છે. કવિએ વૈશ્વિક એવી પ્રણયઝંખનાનો એની અબૂઝ વેદનાનો સાક્ષાત્કાર કરાવ્યો છે. કવિની આવી ઝંખના સાચુકલી છે. હરિશ્ચંદ્રની કવિતા અભિવ્યક્તિ અને વિષય પરત્વે વિશેષતઃ આત્મલક્ષી પ્રકારની છે. આપણે હરિશ્ચંદ્ર

ભટ્ટના જીવનમાં ડોકિયું કરીએ તો આવશ્ય પ્રતીત થાય કે, એમનું જીવન વેદનામય છે. દુઃખ, દર્દ અને વેદનાથી એમનું વ્યક્તિત્વ નિર્માયું છે.

પ્રવીણ દરજી એમની કવિતા માટે ‘કરુણમધુર સરોદનું ગાન’ એવો શબ્દપ્રયોગ કરે છે. એમની કવિતામાં રુદન છે પણ કરુણ મધુર. એમાં રોતલપણું કે રુરુદિશા નથી. એમની કવિતામાં વેદનાની સાથે એક અનોખી

ખુમારી પણ પ્રગટે છે. ‘સ્વપ્ન પ્રણાય’ની પ્રથમ રચના ‘મારા ઉરે કોઈ

અબૂઝ વેદના’માં જુઓ કવિની અબૂઝ વેદના -

“મારા ઉરે કોઈ અબૂઝ વેદના વર્ષો થયાં અંતર કોરતી હતી; યુગાન્તરોની અણદીઠ વાંછના

મથી રહી સર્જન પામવા નવાં.”

અહીં પ્રસન્નતા પણ છે જોકે, તે ક્ષણજીવી છે. કવિ માટે ‘અબૂઝ વેદના’ યુગયુગાન્તરોની છે. અહીં કવિની અણદીઠ વાંછના સતત ગતિમાટેની છે - ઉર્ધ્વગતિ માટેની છે. અહીં કવિની આંસમાં આંસુ અવશ્ય છે. પણ તેયે થીજી ગયેલાં છે. આ તો જાણે વેદનાને લઈને જ જન્મેલા કવિ છે, ને છતાં હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતાની વિશેષતા એ છે કે, એમાં ક્યાંય રોદણાવેડા તો નથી જ નથી. આ કવિ તો જાણે વેદનાને ગાનરૂપે અવતારવાની

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

અભીપ્સા સેવે છે. ‘લેબર્નમને’ કાવ્યમાં ગરમાળા નિમિત્તે કવિ કંઈક આવી જ અભિલાખ પ્રગટ કરતાં કહે છે :

“ક્ષમા ન માગું હું, જીવન અમ શાંતિવિમુખ આ

ધસ્યું જાયે કોઈ ઝરણ સમ વેરાન રણમાં.”

અહીં પીળા હળદર જેવા પુષ્પો કવિના આંતરભાવને સુપેરે પ્રગટાવે છે. કવિએ અહીં પ્રણયજીવની વૈફલ્યતાનું ગાન કર્યું છે.

હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતામાં આનંદની છાકમછોળ નથી પણ કોઈ પરદા પાછળ રહેલ વિષાદ આ ઉલ્લાસ તત્ત્વનું નિગરણ કરી લેતો હોય એમ લાગે છે. હરિશ્ચંદ્ર ભટ્ટની અનુભૂતિ એ કાન્તની અનુભૂતિ સાથે

ઘણું સામ્ય ધરાવે છે. આ બન્નેમાં જો કોઈ તફાવત હોય તો તે છે માત્ર અભિવ્યક્તિમાં. આ કવિ હૃદયના ભાવોને વ્યક્ત કરવા પ્રકૃતિનો સહારો

લે છે. આ કાવ્યમાં લેબર્નમનનું પુુષ્પ તેને આલંબન પૂરું પાડે છે.

ઉમાશંકર જોશી હરિશ્ચંદ્ર ભટ્ટનાં કાવ્યોને ‘પાણીદાર મોતીસમા’ કહે છે. હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતામાં માત્ર લાગણીના ઊભરા જ ઠલવાયા નથી પણ એ પછીથી જે પરિસ્થિતિ સર્જાય છે તેનું હૂબહૂ આલેખન છે. એક સામાન્ય ખ્યાલ એવો છે કે, લાગણીઓના ઊભરા ઠલવાયા પછી

લાગણી-ભાવ ઠરેલ કે નીતરેલા નીર જેવું સ્વચ્છ બની જાય છે. આ બાબત હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતાને લાગુ પાડી શકાય છે. રિલ્કે જેવા કવિએ

ઘૂંટાયેલી, નીતરાં નીર જેવી સ્વચ્છ ને તંદુરસ્તીની લાલીથી ભરપૂર કવિતા

આપી છે. આ કવિએ રિલ્કેને વાચ્યા હોઈ એની અસર હરિશ્ચંદ્ર ઉપર

પડે એ સ્વાભાવિક છે. અગાઉ નોંધ્યું તેમ, હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતામાં

માત્ર પ્રેમના ઊભરા નથી પણ ઊભરાઓ શમી જતા તે માત્ર ઉદ્‌ગાર રહેવાને બદલે કલાકૃતિરૂપે રૂપાંતરિત થઈને પ્રગટે છે. ‘પ્રણય ખાતર

પ્રણય’માં કવિ પ્રેમના વ્યાપકરૂપનો સાક્ષાત્કાર કરાવતા કહે છે :

“બધા પ્રેમે માર - જીવનસખી, મૈત્રી, જનનીના

થવા બંધુપ્રેમે - શિશુ ઉર મહીં જે નવ પ્રીછ્યું

મને સ્હેજે લાધ્યું નથી વીસરવું-મુગ્ધ પ્રણયે; શુચિ સૌન્દર્યોની પરખ તુજ આંખો મહીં મળી. અ રાગી - આસક્તિ, પ્રણયરતિની સિદ્ધિ ય મળી.”

કવિનું પ્રણયનું સંવેદન વ્યાપકપણે અહીં શુદ્ધ પ્રણયભાવે આલેખાયું છે. આ કાવ્યમાં કવિનો શુદ્ધ પ્રણય, સંયત ભાષા અને શિખરિણીનું સાયુજ્ય ધ્યાનાર્હ બને છે. ‘શુચિ સૌન્દર્યની પરખ...’ માં કવિને જે આંખો થકી જગતને જોવાની - એના સૌંદર્યને પામવાની દૃષ્ટિ મળી છે, એવી વ્યક્તિ સાથેની એકરૂપતા કવિની મરુભૂમિમાં પ્રેરણા બની વરસવાની અભીપ્સા સુપેરે વણાઈ છે. કવિનું વ્યક્તિત્વ જ એવું છે કે, તે સામેના વ્યક્તિના

માનવીના જીવનનું માંગલ્ય ઝંખે છે. સર્વત્ર માંગલ્ય ઝંખનારા આ કવિ દ્ધિપક્ષે નિરામયતા ઈચ્છતા ‘‘જીવન મંગલ તારું નિત્યે’’માં કહે છે.

“માનવ્ય મારું જગવ્યું, અવ ઓ કુમારી, થાજો શુભે, જીવન મંગલ તારું નિત્યે.”

કવિ સામેના પાત્રનું જીવન મંગલમય બને તેવી પ્રાર્થના કરે છે તેમાં કવિ

વ્યક્તિગત બંધનોથી મુક્ત બન્યાં હોય એવું પ્રતીત થાય છે.

‘‘તને અધિક શેં ન ચાહું’’ હરિશ્ચંદ્ર ભટ્ટની ઉત્તમ પ્રણયરચના

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

છે, એવું નથી પણ ગુજરાતી કવિતાની ઉત્તમ પ્રણયરચનાઓનો સંશય કરવો હોય તો આ કૃતિને અવશ્ય સ્થાન આપવું પડે. હરિશ્ચંદ્રની કવિતામાં વિષાદ અવશ્ય છે પણ આ વિષાદ માત્ર નિષ્ફળતાનો નથ પણ પ્રેમનું જે શુચિ સંપન્નરૂપ છે તેને વિષાદની પડ છે તેઓ વિસારતા નથી. કવિ અહીં વધુ સંતુલિત દેખાય છે. વિષાદને અપનાવ્યા પછી કવિને નવી દૃષ્ટિ મળે છે. ‘તને અધિક શેં ન ચાહું..’ કહીને પોતાને જે અરાગ ઉત્પન્ન થયો તે આંખો નિર્ઝર બની ગઈ તેનું અસરકારક આલેખન કર્યું છે. કવિને

પ્રણય દ્વારા વિશ્વના રહસ્યો શોધવાની અદ્‌ભુત શક્તિ મળી છે. કવિને તો બસ આટલું જ અભિપ્રેત છે :

“સુદૂર રહી પીયૂષો પ્રણયનાં તું વર્ષાવજે અને જીવનમાં સદા ય શુચિ ભાવથી પ્રેરજે.”

પ્રેમરસાયન પીધા પછી કવિને કોઈ અભીપ્સા રહેતી નથી. કવિ પ્રેમનો

કોઈ અનુદાર કરતા નથી. આમેયે વળી પ્રેમને તે કોઈ બંધન હોઈ શકે

ખરાં? પ્રેમ કોઈ બંધનમાં બંધાતો નથી. પરસ્પરનું સ્વાતંત્ર્ય જ પ્રેમને અપેક્ષિત છે. ‘પ્રેમના બંધને’ કાવ્યમાં પ્રેમ વિશેની કલ્પના જુઓ :

“પ્રેમનાં બંધને મારે કોઈને બાંધવા નથી;

પ્રેમમાં બંધનો હોય પ્રેમ તે પ્રેમ રે નથી.”

કવિની અદ્વૈતની ઝંખના નરનારીને ઘણાં નજીક લઈ આવે છે. સ્ત્રી- પુરુષ ઊભયને એકબીજા માટે આકર્ષણ હોય છે. સ્ત્રી-પુરુષ એકબીજા વિના અધૂરા છે. આ બન્ને માત્ર એક બીજા માટે છે. આથી જ કવિ જાણે

છાતી ઠોકીને કહે છેઃ

“કોણે સખિ! કેને ભૂરકી નાખી, હું નર ને તું નારી, અન્યે અન્યને કામણ કીધાં એક વિના બીજું ખાલી.”

હરિશ્ચંદ્ર ભટ્ટની અભિવ્યક્તિ જેટલી સરળ ને સહજ છે તેટલી જ

અસરકારક પણ છે. કવિએ અહીં સ્ત્રી-પુરુષના અવિનાભાવિ સંબંધની વાતને પોષક કલ્પનો દ્વારા કલાત્મક રીતે આલેખ્યાં છે.

હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતામાં પ્રણયની ભરતીનો જુવાળ પણ છે

જ છતાં, એમાં પ્રણયની ઝંખનાની તીવ્રતા અને કરુણતા તારસ્વરે રેલાયા કરે છે. આ કવિ ૧૯૨૭માં શરૂઆતની કવિતામાં “હૈયે છુપાઈ લટ કેશની કૈં વિખેરી” કહે છે પણ ધીમે ધીમે પ્રણયલીલાના રસના પૂર ઓસરે છે. કવિ એ પછીથી પ્રણયકાવ્યો અવશ્ય આપે છે પણ તેમાં પ્રણયલોકના સૂક્ષ્મ અવલોકનો છે ને આવી પ્રણયક્રીડાની જગ્યાએ હૃદયની વિગલિત દશા “આંખો ભરી ભરી પીધો”માં સુપેરે આલેખાઈ છે જુઓ

“આંખો ભરી ભરી પીધો રસ રૂપનો એ ને જે વધ્યો નયનના જલમાં વહ્યો’તો ને એ જ માત્ર તમને સહુને જણાયું.”

હરીન્દ્ર દવે આ કવિને ‘વિષાદની વસંતનો કવિ’ કહે છે એ એમની કવિતામાંથી પસાર થતા યથાર્થ લાગે છે - ‘જોઈશ આ હૃદય ભીતર’ કાવ્ય ઘણી નોંધનીય રચના છે. પ્રણય વિચ્છેદમાંથી જાગેલી આ વેદનાને કવિએ અસરકારક રીતે આલેખી છે જુઓ -

“એ જાય ક્યાં, ક્યમ ભૂલે દિવસોની મૈત્રી જ્યારે હવે નવ રહી ઊડવાની હામ?

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

તેં ખોળલે લઈ રમાડ્યું, હવે ખસેડે શાને પૂછે હૃદયને નહિ બીજી વાર?”

અહીં કલાપીના ‘તે પંખી ઉપર...’ કાવ્યની યાદ અવશ્ય આવી જાય છે.

જોકે, હરિશ્ચંદ્ર ભટ્ટે અહીં કાવ્યાંતે વિશુદ્ધ પ્રણયની સ્મૃતિને વિશિષ્ટ આકાર આપીને કલાત્મકતા બક્ષી છે. ‘ચિર વિષાદ ભર્યા’ કાવ્યમાં પણ કેન્દ્રસ્થાને તો પ્રણય છે. અહીં પણ કવિની આંખમાં વિષાદની અબૂજ વેદના તરવરતી દેખાય છે. છતાં, કવિ મનને હળવું ફૂલ કરવાની મથામણ કરતા હોય

એમ કહે છે :-

“ચિર વિષાદ ભર્યો નયનો મહીં તૃણ સમું હળવું ઉર શેં થશે? ઉદધિ-મર્મરમાં ભૂલવું બધું;

પ્રણય! જા, સઘળું સળગી ગયું... કટક જીવનમાં સ્મરનું લઈ

પ્રણય એક જ વેળ પધારજે, જીવનમાં ફરી એમ તું આવતાં હર થઈ દહવો, થવું ખાક વા.”

હરિશ્ચંદ્ર ભટ્ટ કામ અને પ્રેમના ભેદને જાણ્યા પછી પ્રેમના સૂક્ષ્મ સંવેદનોને અવલોકવા તરફ વળે છે. ‘દિગન્ત મહીં’ જેવા નાનકડા કાવ્યમાં પ્રણય કે તેની વિધ્‌ વિધ્‌ ભાવસ્થિતિઓ હૃદયની વિગલિત સ્થિતિનું સ્થાન કેવી રીતે લે છે તેનું આલેખન કરતા કહે છે, -

“દિગન્ત મહીં આથમ્યો સૂરજ, તેમ હૈયે ય તે,

છવાઈ અવ મ્લાનિ, ગ્લાનિ ભરતી દશેદિશને અફાટ રુદને ધુએ ઉદધિ પાય પૃથ્વી તણા.”

પૃથ્વી છંદમાં રચાયેલ આ મુક્તકમાં હરિશ્ચંદ્ર ભટ્ટે કાવ્યવેદનાના

વૈશ્વિકરૂપને કલોચિત બનાવ્યું છે. અહીં ઉદધિના કલ્પનમાં કવિની કવિત્વશક્તિનો સાક્ષાત્કાર થતો પમાય છે. ‘પ્રણયદાનની ગાઢી’ એમની એક ઉત્તમ પ્રેમકવિતા છે. અહીં કવિ પ્રેમના વિમર્શન તરફ ઢળતા પમાય છે અને એને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં મૂલવે છે. કાવ્યારંભે કવિ કહે છે -

“મુજ હૃદયના ભાવો જાણી, અજાણ બની રહી તુજ નયનની વિદ્યુત શાને હતી વરસાવતી?”

આવા માર્મિક પ્રશ્નથી નાયક પોતાના પ્રેમના પ્રતિઘોષને વ્યક્ત કરે છે. પોતાના તરફથી પ્રેમનો જે ધોધ વહે છે તેવું સામેના પાત્ર તરફથી બનતું નથી. અંતે અરૂપ રૂપની ગાથાની કે સનાતન પ્રેમની વાત કરતા કવિ

માર્મિક સૂચન કરતા કહે છે-

“વિધિવશ મળે સૌએ, સૌએ છૂટાં વિધિથી થવું; જીવતર મહીં થોડું જીવી, ઘણું ન બગાડવું; ગત વીસરવું, ભાવિ સાચું પુનઃ સરજાવવા.”

અહીં પ્રણયજનો માટે વિધિ-નિયતિ જ મહત્ત્વની પુરવાર થાય છે. હરિશ્ચંદ્ર ભટ્ટમાં વાસ્તવિકતાનો સહજ સ્વીકાર કરવાની હામ

છે. કવિ હકીકતોનો ઐહિક જીવનનો સહજ સ્વીકાર છે. કવિ હકીકતોથી

દૂર રહીને સૌન્દર્યના ગુણગાન કરતા નથી. પ્રણયની વિધ્‌ વિધ્‌ અવસ્થા રજૂ હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતામાં પ્રકૃતિ ઘણી સહાયક નીવડે છે. ‘સાધના’

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

કવિ હકીકત વાસ્તવિકતાથી દૂર રહી શ્રદ્ધાને ટકાવી રાખવા માગતા

નથી. જુઓ આ પંક્તિમાં તેનો બુલંદ પડઘો-

“સૌંદર્યમાં અચલ રહે નહિ મારી શ્રદ્ધા કે ફેંકીને જડ સુષુપ્ત શરીર એનું.”

હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતામાં આત્મસંવેદન સૌન્દર્યના પરિવેશમાં નિરૂપાય છે. હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતામાં ફરિયાદ નથી પણ વિષાદનું ઘનસ્વરૂપ છે. એમની અભિવ્યક્તિની વિલક્ષણતા જ એમને જુદાં તારવી આપે છે.

‘રાધા’ કાવ્યમાં રાધાની કૃષ્ણ માટેની આંતરવ્યથામાં અતૃપ્તિ અને આ અતૃપ્તિને યુગનો નહીં પણ યુગો-યુગોનો છે. કૃષ્ણ શોધમાં યમુના કિનારે ફરતી રાધા કૃષ્ણપુરુષને ઉરગોરસ આપવા આતુર છે. જુઓ રાધાની

પ્રતિક્રિયા -

“સખી શું પૂછે મુજને ઘડી ઘડી? એ પ્રીત એ અમૃતનેન - માધુરી અતૃપ્ત આજન્મ નિહાળતા હજી કહે મુરારિ મળશે તને તહીં? હૈયે જડી મૂરત લાખ યુગથી તો યે શમ્યો ના ઉરદાહ મારો.”

મૈથિલી કવિ વિદ્યાપતિના કાવ્યાધારિત આ કાવ્યમાં પ્રણયની

ઉદાત્તભાવના અહીં રજૂ થઈ છે.

ઘણીવાર હરિશ્ચંદ્ર ભટ્ટનાં કાવ્યોમાં પ્રેમઝંખનાની સાથે

ધર્મઝંખના પણ એકરૂપ થતી જણાય છે. ધર્મભાવનાના અનુષંગે

પ્રેમભાવના પ્રગટતી હોય તેવી કવિની કાવ્યસાધના છે. હૈયામાં પડેલ જડ, અચેતન ચેતનાને સૌંદર્યનો સ્પર્શ થતાં તેમાં ચેતનાનો ધબકાર થાય છે. આ અંગે ડા. આર. એમ. વેગડા નોંધે છે :

“એમની સંયોગશૃંગારની કવિતામાં વિરહની સૂક્ષ્મ સેર પસાર થતી હોય છે. એમની સાધના અદ્વૈત માટેની છે. પરંતુ દ્વૈત જ મુખર બનીને પ્રત્યક્ષ થતું રહ્યું. એમનો સંયોગ શરીરની ભૂૂમિકાએ અટકી જતો નથી. એમને મન શરીર તો કેવળ ધર્મ માટેનું સાધન જ છે. ધર્મનું સાધન એવા શરીરમાં જે આત્મા વિરાજમાન છે, તેની સાથેનું અનુસંધાન રચવા કવિ મથે છે.”

હરિશ્ચંદ્ર ભટ્ટ પોતાની કવિતામાં આત્મલગ્નના અદ્વૈતની વાત કરે છે. કવિને તો સ્વત્વ પ્રાપ્ત કરી સાધનાને ફળીભૂત કરવાની સતત ઝંખના રહે છે. ‘સાધના’ કાવ્યમાં એનું સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકાય છે :

“એ આત્મલગ્ન હું સાધી શકું કદાપિ?” કવિની પ્રેમસાધના આ રીતે આગળ વધે છે. કવિની આવી સાધના એમના અનેક કાવ્યોમાં વ્યાપકરૂપ બહાર નીકળીને કહે છે : “તને ચાહું છું હું? જગ સકળનો છું જ પ્રણયી.” હરિશ્ચંદ્ર ભટ્ટ પોતાની વેદનાને બિનંગતરૂપે આલેખે ને તેયે આટલું જ કલાત્મક પણ બને છે, એ જ આ કવિની ઉપલબ્ધિ છે. વસંતતિલકામાં લખાયેલું ‘ઉર દોલ’ કાવ્ય એનું ઉત્તમ ઉદાહરણ છે. આ કાવ્ય સાદગીભર્યાં સૌન્દર્યનું દ્યોતક બને છે જુઓ -

“જાણ્યા ન મુગ્ધ ઉરભાવ, ન પંથ પૂછ્યો, યાત્રી સામે રખડતા વનમાં, જનોમાં

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

પ્રસ્થાનને વરસ કૈંક વીત્યાં, હવે તો

ભૂલ્યા અમે પૂજનઅર્ચનના વિધિઓ. યાત્રા કરી જીવનતીર્થની એક માર્ગે,

ભાથું લઈ તપનું, મંદિરમાંહી આવી બાળ્યો બધો ધૂપ અમે સુખદુઃખનો ત્યાં; યાત્રી હવે જગતમાં ઘુમરેખ જેવાં.”

પ્રથમ ચતુષ્કમાં કવિ પોતાની જાતને આ જગતના એક યાત્રી તરીકે ઓળખાવી, પાછળ છૂટી ગયેલા પોતાના ભૂતકાળની વાત કરે છે. અહીં કવિએ ‘સ્વ’માંથી ‘સમષ્ટી’ સુધી પહોંચવાની મથામણ કરી છે. જગતની વચ્ચે કવિ પોતે જ પોતાને ‘યાત્રી’ તરીકે કલ્પીને પોતાની જીવનયાત્રા વિશે અભિપ્રાય બાંધતાં નિર્લેય કથન કરે છે ને તેયે કલામય બને છે.

પ્રકૃતિથી ઉદ્‌ભવતા સંવેદનો એમની પ્રણયકવિતા સાથે પ્રગાઢ સંબંધ ધરાવે છે. એમની કવિતામાં પ્રેમભાવ પ્રકૃતિની અનુષંગે અનાયાસે જ પ્રગટે છે. મંદાક્રાન્તા છંદમાં લખાયેલું એમનું ‘મેઘ’ કાવ્ય આ દૃષ્ટિએ તપાસવા જેવું છે. આ કાવ્ય માત્ર પ્રકૃતિકાવ્ય જ બની રહેતું નથી, પ્રકૃતિની સમાન્તરે એમાં માનવભાવ - પ્રણયભાવ સુપેરે ગુંથાયા છે. નભમાંથી વરસતા મેઘને જોઈને કવિના હૃદયમાં જુઓ કેવો ભાવ જાગે છે :

“આકાશે આ નભ મહીં તને વર્ષતાં જોઈ જોઈ પૃથ્વી જૂનાં જનઉર ઊઠે આશ વિશ્લેષભાન આ હૈયેયે સ્મરણ ઊઠતાં જન્મજન્માંતરોની આશાનાં કે વિરહ દુઃખનાં તે પ્રમાણી શકું ના. ”

આકાશમાંથી વરસતા વરસાદને કારણે ધરતીના હૈયે આનંદની રેલી- હેલી ચડે છે, તેમ માનવહૃદયમાં પણ એવો જ આનંદોલ્લાસ પ્રગટે છે. આ ઘનવર્ષણ માત્ર પૃથ્વીના હૈયાની જ નહીં પણ માનવના હૈયાની પણ દાહને પણ શમી જાય છે. આ કવિની વિશેષતા એ છે કે, તે વાસ્તવિકતાને ઉવેખીને સૌન્દર્યમાં શ્રદ્ધા ટકાવી રાખવા માગતા નથી. ‘સાધના’ રચનામાં એનો આવિર્ભાવ જુઓ :

“સૌન્દર્યમાં અચલ રહે નહિ મારી શ્રદ્ધા કે ફેંકીને જડ સુષુપ્ત શરીર એનું”

સંયોગની ક્ષણો કવિ માટે સૌન્દર્ય પામવાનું માધ્યમ બને છે.

હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતામાં શુદ્ધ પ્રકૃતિ કવિતા કહી શકાય એવી રચના

ઘણી ઓછી મળે છે. આ કવિને પુષ્પો ઘણાં પ્રિય છે. પણ આ પુષ્પો પણ

માનવહૃદયના સુકુમારભાવોને આલેખવામાં કવિને મદદરૂપ બન્યાં છે. અગાઉ ઉલ્લેખ કર્યો તેવા ‘લેબર્નમન’ કાવ્યમાં કવિએ ઉનાળા અને ગરમાળાના પીળાંચટ્ટાં, ‘રણ અને ઝરણ’ જેવા નયનરમ્ય ચિત્રો દોર્યાં છે. પીળાં ફૂલોની લટકતી હાંલ્લીઓની જેમ ઝુમખાઓને આલેખતાં કવિ

કહે છે :

“ઉનાળાના તાપે સડક પરથી હું તુજ નીચે જતાં, ફૂલો પીળાં હળદર સમાં જે રવડતાં ઊડી આવ્યાં તારાં મુજ અનુભૂતિના સ્મરણમાં

લઈ રાખ્યાં; આજે કંઈ દિવસ વીત્યે નજરમાં”

ગરમાળાના વૃક્ષ નીચેથી પસાર થતાં ફૂલો પર નજર પડતા કવિ અતીતમાં

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

ખોવાય જાય છે. તો કવિએ “સખ્ય” કાવ્યમાં પારિજાત અને કપાસના ફૂલો વચ્ચેનું સખ્ય કલ્પ્યું છે આ બન્ને ફૂલ અલગ અલગ ઋતુમાં ખીલે છે. કપાસ એ શિશિર ઋતુમાં ખીલે છે તો પારિજાત એ શરદઋતુમાં

ખીલે છે. કવિ પારિજાત વિશે કહે છે :

“સમીરનું જોર, અષાઢ મેઘનો ધરિત્રીને ભીંજવતો પ્રપાત શમે, ભરે આર્દ્ર મધુર ગંધથી

મારા વાડા મહીંનો નભ કલગી સમો ગર્વિલો પારિજાત.” અહીં કવિનું કવિત્વ સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. હરિશ્ચંદ્ર ભટ્ટે અહીં પારિજાતમાં બે ઉપમાનો પ્રયોજ્યાં છે. ‘નભ કલગી’ અને ‘ગર્વિલો’ દ્વારા પારિજાતનું આકાશમય ગૌરવ કવિએ અહીં કુશળતાથી આલેખ્યું છે. તો એની સામે કપાસ અંગે કહે છે :

“સાથી થઈને તહીં દેવ વૃક્ષનો

ઊભો હતો દેવકપાસ નાનડો,

લાવણ્ય હેમંતનું આથમે અને

લજ્જાઘેરી પધારે શિશિર તવ ખીલે નાનડો એ કપાસ.” દેવવૃક્ષનો સાથી એવો કપાસ પણ અહીં કેવું લાવણ્ય પ્રગટાવે છે. તેની કવિએ સુંદર કલ્પના કરી છે. દેવવૃક્ષની ઊંચાઈ અને કપાસની લઘુતા છતાં હેમંતના લાવણ્યની અનાક્રમક વિદાય અને લજ્જા ઘેરી શિશિરના આગમનને કવિએ સલૂકાઈથી આલેખીને કવિકર્મનું ઉત્તમ ઉદાહરણ પૂરું

પાડ્યું છે

‘કેસૂડો અને સોનેરું’ રચનામાં કવિએ કેસુડાને નંદકુવર સાથે અને સોનેરુને પાર્થસારથિ પીતાંબર સાથે સરખાવી કવિએ એમાં એકરૂપતા કલ્પી છે. અહીં કવિએ માત્ર પુષ્પોની બાહ્યસુંદરતા કે તેમના ગુણો જ નહીં પણ કવિએ તે ફૂલોમાં આરોપિત કરેલા દિવ્યગુણોની પ્રશસ્તિની કલ્પના કરી છે તે કમનીય છે. યૌવનોલ્લાસના રંગે રંગાયેલ આ કવિ કેસુડાની કલગીધારી આનંદ પામે છે. સોનેરુંને કવિ કેવી રીતે નિહાળે છે. જુઓ. “સ્મરણ” કાવ્યમાં -

“જોઉં મારા બાળને પ્રેમથી જે, સોનેરુને મેં દીઠો હેતથી એ. એનાં પીળાં ફૂલ વૈશાખ માંહે ખીલે છે ને એ વધાવે ગરીને નાચે, રાચે મુજ ઉર લઈ અંજલિ એની ભાવે.”

હરિશ્ચંદ્ર ભટ્ટ પાસેથી ઋતુઓના પણ કેટલાક મધુર શબ્દચિત્રો

મળે છે. આ કવિને વસંતઋતુ વધુ પ્રિય હોય એમ લાગે છે. ‘વસંતવેણુ’ કાવ્યમાં કવિનો વસંત પ્રત્યેનો પ્રેમ અનાયાસે જ આલેખન પામ્યો છે. કવિ વસંત પ્રેમને પ્રગટાવતા કહે છે :

“ગ્રીષ્મમાં બળતા વિયોગને ગાજે- વર્ષા આવે ત્યારે સ્મરણોમાં ન્હાજે,

એક વસંત સિવાય વસંતમાં બીજું કાંઈ ન ગાજે.”

હરિશ્ચંદ્ર ભટ્ટના ‘જીવને પ્રણય એમ હતો’માં બટમોગરાની સુગંધને

‘મિષ્ટ’ કહીને કવિએ ઈન્દ્રિયવ્યત્યય સાધે છે. પ્રેમની હયાતીમાં માનવીને કોઈ જરૂર રહેતી નથી. ઘણું બધું ભૂલી જવાય તો પણ પ્રણયતત્ત્વનું સ્પંદન

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

જે રીતે અનુભવાયું છે તે ભાગ્યે જ ભૂલી શકાય. અહીં મોગરા વિશેનું કવિનું સ્પંદન જુઓ :

“મિષ્ટ ગંધ બટમોગરાની કો

બાગ માંહી પ્રસરી રહે બધે.”

‘ચિર વિષાદભર્યો’ હરિશ્ચંદ્ર ભટ્ટની એક નોંધનીય રચના છે. અહીં કેન્દ્રમાં તો છે પ્રેમભાવ પણ કવિએ એને આલેખવામાં પ્રકૃતિનો ઉચિત વિનિયોગ કર્યો છે. કવિનું ચિત્ત પ્રણયની વિફલતાનો ભાવ અનુભવી રહ્યું છે. કવિ આ ભાવને કેસુડાની જેમ ‘વિજયભાવ’ કરવાની અભીલાખ સેવે છે. સમય વીતી ગયા પછી પ્રણય મળે તે શુ કામનો? એ પછીથી બધું જ નિરર્થક લાગે છે જુઓ કવિની મનીષા :

“ફક્ત એક જ ફાગણ માસમાં

ભભકમાં સળગે અહીં કેસૂડો;

પ્રણય, એમ જ તું વિજયી થજે ફક્ત યૌવનની જ વસંતમાં- ફરી પધારવું હોય, પધારજે

પ્રણય, તું અતિથિ લઈ આવજે.”

હાં, અહીં ફરી પધારવાનું કવિ પ્રણય ઈજન અવશ્ય આપે છે પણ તે

સંશુદ્ધ પ્રેમરૂપે - પવિત્રપ્રેમરૂપે - ઁઙ્મટ્ઠર્ંહૈષ્ઠ ર્ઙ્મદૃી રૂપે.

‘અયિ ગુલાબ’ કાવ્યમાં પણ પ્રણયની વિફલતાનું આલેખન થયું છે. કવિએ અહીં ગુલાબને એક સબળ પ્રતીકરૂપે પ્રયોજ્યું છે. સુકાઈ ગયેલા ગુલાબને સંબોધીને કવિએ ભૂતકાળ અને વર્તમાનકાળના -

ઊભયના તારને તે દ્વારા સાધવાનો યત્ન કરતાં કહે છે. -

“અયિ ગુલાબ! સુકાઈ ગયું છતાં

પ્રણયના સ્મરણે તુજને દીધું-

‘અવ શું કામ, શું કામ’ સુણ્યા છતાં

‘પ્રતીક એ’ કહીને કરમાં મૂક્યું.”

હરિશ્ચંદ્ર ભટ્ટે અહીં ગુલાબને સ્મરણશેષતાનું કે નિષ્ફળ પ્રેમના પ્રતીક તરીકે કલાત્મક રીતે આલેખ્યું છે. કવિએ અહીં ‘ઉભય-લોચન લાજ

ભર્યાં ઢળે’માં આલેખેલી ચિત્રાત્મકતા પણ એટલી જ રોચક બને છે. અહીં પ્રતીકાત્મકતા, ચિત્રાત્મકતા, દ્રુતવિલંબિત, ઉપેન્દ્રવ્રજા, ઈન્દ્રવ્રજાનું સાયુજ્ય ઘણું ધ્યાનાર્હ બન્યું છે. તો ‘પ્રથમાનારી’માં કવિએ પ્રકૃતિને નારી સ્વરૂપે આલેખી તેના પૂર્ણનારીરૂપને સુપેરે આલેખ્યું છે. આ વિશ્વરૂપેણી એવી નારીને ચારે દિશાના આછા શ્વેતવસ્ત્રોમાં ઢાંકીને કવિએ એના રૂપને આલેખ્યું છે. કવિ પ્રાતઃકાળનું ચિત્ર આલેખતાં કહે છે :

“પ્રાતઃકાળે સૂર્ય થૈને ચૂમું હું તારા હોઠો, ને સુહાગી કરું હું, સાંજે જાતાં કેશ સંમાર્જી તારા બાંધુ મોતી તારકોનાં લલાટે.” હરિશ્ચંદ્ર ભટ્ટની પ્રકૃતિ સાથેની આવી કલ્પના નાવિન્યપૂર્ણ છે. અપૂર્વ છે. કવિએ આ કાવ્યમાં પ્રણય અને પ્રકૃતિ વચ્ચે અનેરું સાયુજ્ય રચ્યું

છે.

હરિશ્ચંદ્ર ભટ્ટની ‘ક્રંદન’ રચના પણ આ દૃષ્ટિએ ધ્યાનાર્હ બની છે. આપણે ‘કાન્ત’, ‘કલાપી’માં સંભળાતું ક્રંદન છે કે, આજ સુધી સ્ત્રીને તે હૃદયેશ્વરી સમજતો હતો તે સ્ત્રી તો માયા સમાન છે. અહીં કવિની

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

મનોદશા વ્યક્ત કરતી પંક્તિઓ જુઓ -

“અરવ રવના સૂરે વિશ્વેે અનાહત નાદની કરુણ મધુરી વાયે કોઈ અગોચર બાંસુરી.”

આ અરવ સૂર સાંભળવાની કવિને અભીપ્સા તો છે જ. અરૂપ રૂપને પીવાની અદમ્ય તરસ ઊઠે છે. આ અરસરસને પામવાની કવિને પ્રબળ ઝંખના છે આથી જ કવિને પ્રશ્ન જાગે એ સ્વાભાવિક છે.

“શરીર-મન ને આત્માનાં એ અકારણ ક્રન્દનો. જાગ્યા ક્યાંથી, શમ ક્યાં, સતત ઝૂંઝવતો પ્રશ્ન માગે જવાબ?”

આવો પ્રશ્ન કવિને લાગે છે કે જ્યાં લગી દ્વૈત હશે ત્યાં સુધી ક્રન્દન રહેવાનું

જ.

હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતામાં પ્રગટતું આધ્યાત્મિક સંવેદન સાવ સાંકડા પટનું તો નથી જ નથી. એમની કવિતામાં વિધ્‌ વિધ્‌રૂપે પ્રગટતું આત્મજાગરણ ઘણું જ હૃદયસ્પર્શી બન્યું છે. તેમના ‘અનામીને’ કાવ્યમાં કવિની ખોજ ઈશ્વરની ઝાંખી કરવાની છે. કવિએ અહીં નિરંજન, નિરાકારી, અનામી એવા ઈશ્વરના સૂક્ષ્મને નિરાકારી તત્ત્વની કાવ્યમય

કરે છે.

“ધરાની કૂખ, ને નારી ક્યારે ક્યારેક જણાતાં તેમ આપણ બન્ને એ જાણશું; અન્ય કોઈએ જાણે ના તેમ તું આવી, અનામી! બીજ સોરજે.”

કવિએ ધરાની કૂખને પોતાના ચિત્ત સાથે ગૂંથીને પ્રેમતત્ત્વને વ્યાપક

પરિપેક્ષ્યમાં મૂકી કવિએ અસાધારણ કવિત્વ દાખવ્યું છે. અહીં કવિની

અનામી તત્ત્વની ખોજ અને એનું જ રટણ કરવાની કવિની અભીપ્સા અહીં સુપેરે પ્રગટે છે.

હરિશ્ચંદ્ર ભટ્ટ મુખ્યત્વે સંઘર્ષના કવિ છે. એમની કવિતામાં

સંઘર્ષની પરાકાષ્ઠા અનુભવાય છે. એમનો સંઘર્ષ માત્ર ધર્મ કે પ્રણય માટેનો નથી પણ ઊભયનો છે. આવો સંઘર્ષ કવિચિત્તને અકળાવી મૂકે છે ‘સ્વગત’ રચનામાં કવિચિત્તનું પ્રતિબિંબ સ્પષ્ટપણે પડ્યું છે. જુઓ -

“જે માર્ગ ત્યાગ, તપ, અર્પણ ને તૃષાનો આત્મા અને શરીરને અકળાવનારો, ને તૃપ્તિને અપૂરતી ગણી સીઝનારો, એ માર્ગ છોડ જીવને અકળાવનારો.”

હરિશ્ચંદ્ર ભટ્ટમાં દેહ અને આત્માની સભાનતા વિશેષ પ્રગટે છે. કવિએ અહીં એક જ પંક્તિમાં જુઓ તો ખરા કેટલું બધું એકસામટું કહી નાખ્યું છે. ‘જે માર્ગ ત્યાગ, તપ, અર્પણ ને તૃષાનો’ આ સાધના ખરેખર વિકટ છે. ત્યાગ કર્યા પછી જ તપ થઈ શકે, તપમાં તો બધું જ હોમી દેવાનું - અર્પણ કરી દેવાનું હોય છે, છેલ્લે બધી જ તૃષ્ણાઓ પર વિજયી થવાનું હોય છે. આ સાધના અઘરું અનુષ્ઠાન છે. આત્માજ્ઞાન વિશેની આવી પરાકાષ્ઠા ઘણી ઓછી ગુજરાતી કવિતામાં જોવા મળે છે. ‘ઉરદોલ’ રચનામાં પણ આવી જ સમર્પણભાવની અનુભૂતિ ઝિલાઈ છે. - જુઓ “યાત્રા કરી જીવનતીર્થની એક માર્ગે,

ભાથું લઈ તપનું, મંદરિમાંહી આવી બાળ્યો બધો ધૂપ અમે સુખદુઃખનો ત્યાં

“અનુગાંધીયુગની અરુણાઈના સૂર પ્રગટાવતા ત્રણ કવિઓ”

યાત્રી હવે જગતમાં ઘુમરેખ જેવાં.”

હરિશ્ચંદ્ર ભટ્ટના ‘સ્વગત’ પણ આવી જ દ્વિધામુક્તિની મથામણ આલેખાઈ છે. હરિશ્ચંદ્રની કવિતામાં આત્માનુભૂતિનો પ્રબળ આવિર્ભાવ પ્રગટે છે. કવિતા એ તો આત્માની પરિભાષા છે, એનો છેદ કરીને કવિતા લખી શકાય કે કેમ? એ એક મસમોટો પ્રશ્ન છે. આત્માથી અલગ રહી જીવન જીવવાનું પણ શક્ય નથી. આવો જ ધ્વનિ એમના ‘આંસુએ એક વેળા’ કાવ્યમાં તારસ્વરે પ્રગટે છે :

“આત્મા વેચી છતાંયે જીવન મહીનું શેં માગતો કાવ્યબાની?”

હરિચંદ્ર અનુગાંધીયુગના સંક્રાન્ત કાળે ઊભેલા એક પ્રતિભાવંત કવિ હતા. હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતામાં ગાંધીપ્રેરિત વિભાવના ક્યાંયે દેખાતી નથી. હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતાના કેન્દ્રમાં તો છે માનવ પ્રેમ, પ્રણય, અધ્યાત્મભાવ તેમજ વૈશ્વિક ભાવનાઓ. આ કવિની કવિતામાં સૌન્દર્યલક્ષી અભિગમ સાથે વેદનાગ્રસ્ત વ્યક્તિત્વ સુપેરે પ્રગટ્યા કરે છે. અંતમાં શ્રી ઉમાશંકર જોશી શબ્દો નોંધું તો -

“હરિશ્ચંદ્ર રચનાઓમાં પ્રગટ થતાં છંદકેફ લયનું નાજુક કલામય સંયોજન, વાણીની સઘન વેધકતા, બહોળા માનવસંસ્કૃતિવિસ્તારમાંથી યોજેલા સંદર્ભો ખ્યાલો અને ઉપાડેલા વિષયો, અભિવ્યક્તિની સચ્ચાઈ સિદ્ધ કરવા

માટેનો અથાક કલાશ્રમ, પ્રેમની આરત અને આત્મચિકિત્સક વૃત્તિપૂર્વકનું ધર્મશોધન - ‘સ્વપ્નપ્રયાણ’ ની સામગ્રીને કાવ્યરસિકો અને કાવ્યસૌન્દર્યશોધકો માટે કીંમતી બનાવી રહે છે

અનુક્રમણિકા

સોરઠી લોકસંસ્કૃતિનો ધબકાર : રમેશ પારેખનાં ગીતો

રમેશ પારેખનાં ગીતો

ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીએ ઈ.સ. ૧૯૩૭માં

‘સોરઠ તારાં વહેતાં પાણી’ નામની સોરઠીજીવનને આલેખતી વાતાવરણપ્રધાન નવલકથા આપી; તે આપણી પ્રથમ પ્રાદેશિક નવલકથાનું

માન મેળવે છે. આ નવલકથાના કેન્દ્રસ્થાને નાયક-નાયિકા નહિ પણ, સમગ્ર જનસમાજ છે. જો કે, આ પહેલાં ધૂમકેતુ સોરઠીજીવનને આલેખતી ટૂંકીવાર્તાઓ આપે છે. ત્યારબાદ મડિયા જેવા અનેક કથાકારોએ કથાસાહિત્યમાં સોરઠના જનપદને આલેખ્યો છે. કવિતાક્ષેત્રે દલપતરામ, કલાપી, કાન્ત, બોટાદકર, ઝવેરચંદ મેઘાણી, મનોજ ખંડેરિયા, શ્યામ સાધુ, અમૃત ‘ઘાયલ’ જેવા અનેક કવિઓએ ગુજરાતી કવિતાક્ષેત્રે અમૂલ્ય

પ્રદાન કર્યું છે. પણ, રમેશ પારેખે કવિતામાં જે રીતે સોરઠી તળપદા પરિવેશને રચ્યો છે, તેવો ભાગ્યે જ અન્ય કોઈ સોરઠી કવિઓની કવિતામાં દેખાયો છે. ઝવેરચંદ મેઘાણીને આપણે ‘લોકકવિ’ તરીકે ઓળખીએ છીએ, એ એમનાં સમગ્ર સર્જનને ધ્યાનમાં રાખીએ તો ઉચિત લાગે છે, પણ રમેશ પારેખની કવિતામાં સોરઠી પરિવેશ જે રીતે આલેખાયો છે તે કક્ષાએ ઝવેરચંદ મેઘાણીની કવિતામાં પણ નથી, એ સ્વીકારવું ઘટે જ

સોરઠી લોકસંસ્કૃતિનો ધબકાર : રમેશ પારેખનાં ગીતો

રમેશ પારેખ પાસેથી ‘ક્યાં’ ૧૯૭૦, ‘ખડિંગ’ ૧૯૭૯, ‘ત્વ’

૧૯૮૦, ‘સનનન’ ૧૯૮૧, ‘ખમ્મા આલા બાપુને’ ૧૯૮૫, ‘મીરાં સામે પાર’ ૧૯૮૬, ‘વિતાન સુદ બીજ’ ૧૯૮૯, ‘છ અક્ષરનું નામ(સમગ્ર કવિતા)’૧૯૯૧, ‘લે, તિમિરા! સૂર્ય’ ૧૯૯૫, ‘છાતીમાં બારસાખ’ ૧૯૯૮, ‘ચશ્માનાં કાચ પર’ ૧૯૯૯ જેવા કાવ્યસંગ્રહો તેમજ

‘હાઉક’ ૧૯૭૯, ‘ચીં’ ૧૯૮૦, ‘દરિયો ઝુલ્લમ ઝુલ્લા’ ૧૯૮૮,

‘હસીએ ખુલ્લમ ખુલ્લા’ ૧૯૮૮, ‘ચપટી વગાડતાં આવડી ગઈ’ ૧૯૯૭ વગેરે બાળકાવ્યસંગ્રહો પ્રાપ્ત થયા છે. આ કવિને ગુજરાત અને દિલ્હી અકાદમીના, ગુજરાત સાહિત્ય પરિષદના પારિતોષિકો પ્રાપ્ત થયા છે, તો ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત સુવર્ણચંદ્રકો પણ આ કવિને મળ્યાં છે.

રમેશ પારેખે ગુજરાતી કવિતાના અનેક કાવ્યપ્રકારો ખેડ્યાં છે, પણ એમની આગવી ઓળખ તો છે - એમનાં ગીતો. આ કવિનાં ગીતોએ ગુજરાતી કવિતામાં જાણે જાદુઈ દુનિયા રચી છે. આ કવિને અનેક વિશેષણોથી નવાજવામાં આવ્યાં છે. શ્રી રાજેન્દ્ર દવે રમેશ પારેખ માટે

‘રૂમઝૂમ કવિતાનો ઘટાટોપ વડલો’ કહે છે. તો શ્રી રમણલાલ જોશી

‘નિતાન્ત સૌન્દર્યથી મંડિત ગીતોના રચયિતા’ કહે છે. શ્રી ભગવતીકુમાર શર્મા રમેશ પારેખની કવિતાને ‘ગુજરાતી ઊર્મિકવિતાનું શિખર’ ગણાવે છે. જ્યારે ડા. નીતિન વડગામાએ એમના સર્જનમાં “લોકસંસ્કૃતિનો નૂતન આવિષ્કાર.” નિહાળ્યો છે. શ્રી વિનુ મહેતા ‘રમેશ પારેખ : શબ્દો વાવીને જેણે કવિતા ઉગાડી છે’ એવું વિધાન કરે છે. જ્યારે રઘુવીર ચૌધરી આ કવિને ‘સ્વભાવથી જ લોકકવિ’ ગણાવે છે. રજનીકુમાર

પંડ્યા રમેશ પારેખને ‘સંપૂર્ણ અભિવ્યક્તિનું વરદાન પામેલા કવિ’ કહે છે. જ્યારે સુરેશ દલાલ રમેશ પારેખની કવિ પ્રતિભાને ‘સર્જકતાથી ફાટફાટ થતો કવિ’ ગણાવી સન્માન બક્ષી, આ કવિની કાવ્યમય ઓળખ આપતાં કહે છે :

“રમેશ પારેખના શબ્દો

એ મીરાંની બાવરી આંખ છે;

રમેશ પારેખના શબ્દો

એ આલા ખાચરને આવેલા મોતિયાની ઝાંખ છે. ધોધમાર ગુલમ્હોર :

એ રમેશ પારેખનાં ગીત છે; સ્તનમાં ટહુકેલા મોરઃ

એ રમેશ પારેખની કવિતાનું કુંવારું સ્મિત છે.”

રમેશ પારેખ મુખ્યત્વે રોમેન્ટિક, સૌન્દર્યલબ્ધ અને

પ્રયોગશીલ વલણ ધરાવતો કવિ છે. રમેશ પારેખે ગુજરાતી કવિતાનાં અનેક સ્વરૂપો ખેડ્યાં છે. તેમાં, એક ગીતકવિ તરીકે તેઓ ખૂૂબ જ

લોકપ્રિયતા મેળવે છે. એમનાં ગીતોએ ગુજરાતી કવિતામાં જાદુઈ દુનિયા

રચી છે. આ કવિનાં ગીતોમાં ભાવ, અર્થ અને લયનું સૌન્દર્ય અપૂર્વ છે. એમનાં ગીતોએ ગુજરાતી ભાવકોને રીતસરનું ઘેલું લગાડ્યું છે. રમેશ પારેખની કવિતામાં સોરઠી પરિવેશ જે રીતે શબ્દબદ્ધ થઈ આવે છે તે જ આ કવિને લોકપ્રિયતા બક્ષે છે. આ કવિની કવિતામાં જે ઉન્મેષો પ્રગટ્યાં છે. રમેશ પારેખની કવિતામાં સોરઠી ભૂમિની, કવિના અતીતની, વતનની

સોરઠી લોકસંસ્કૃતિનો ધબકાર : રમેશ પારેખનાં ગીતો

મહેક અનાયાસે ભળીને આવે છે; આવાં ગીતોમાં આખો સોરઠ ભાવકની ચાક્ષુસ થયા વિના રહેતો નથી. આ કવિની કવિતામાં સોરઠી ગામડું છે ગઈકાલનું. એમની કવિતામાં તળપદો પરિવેશ, ગ્રામ્ય સંસ્કૃતિના સારાં- નરસાં વિવિધભાવો કાવ્યમયરૂપે પ્રગટે છે. શ્રી ગુણવંત ભટ્ટ રમેશ પારેખને ‘લોકકવિ’ તરીકે ઓળખાવી નોંધે છે :

“આ લોકકવિ પાસે સોનપંખીની ચાંચ જેવી રૂપાળી કલ્પનાઓ છે. ને એની કલ્પનાસૃષ્ટિમાં એક ભાત છે. ક્યાંક ડંખ છે, ક્યાંક વેદના ઠાલવી છે પણ ક્યાંય

લોકકવિ એનાથી છેટો થાતો નથી.”

રમેશ પારેખનાં ગીતોમાં લોકજીવનના અનેકવિધ

શબ્દચિત્રો મળે છે. લોકઢાળ અને ભાવ રમેશ પારેખનાં ગીતોમાં

લોકસંસ્કૃતિની - લોકપરંપરાની સુવાસ પ્રસરાવવાનું કાર્ય કરે છે. રમેશ પારેખનાં ગીતોમાં આવતો સોરઠી તળપદો પરિવેશ અને લોકસંસ્કૃતિનો આવિષ્કાર આ કવિને લોકપ્રિય બનાવે છે. રમેશ પારેખ આપણાં પ્રાચીન

ભજનો, લોકગીતો, ગરબીઓના ભાવ અને લયની વિવિધ તરેહો પોતાના ગીતોમાં સ્વકીય પ્રતિભાથી વણીને અનેરું કાવ્યત્વ સર્જે છે, એટલું જ નહિં, એમાંથી એક અનેરું ધ્વનિ પોત (ર્જીેહઙ્ઘ ્‌ીટેંિી) પ્રગટાવે છે. એમનાં ગીતોની ગૈયતા એટલી બળુકી છે કે, તે ભાવકની અંતઃ શ્રૃતિને સંવેદે છે. રમેશ પારેખની વિશેષતા એ છે કે, તેઓ માત્ર પરંપરિતભાવો કે લયને આલેખીને અટકી જતા નથી પણ એમાં પોતીકી પ્રતિભાના બળે એમાં નવ્ય ઉન્મેષો પ્રગટાવે છે; એટલું જ નહીં, આ કવિ ભાવકના

મનોગત સંસ્કારને જાગત્ત કરી જાણે જીભને ટેરવે રમતાં મૂકી દે છે.

આ કવિના પ્રથમ કાવ્યસંગ્રહ ‘ક્યાં’ ની બીજી જ રચના

‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં’ ગીત ખૂબ જ લોકપ્રિય બન્યું છે. અહીં કાવ્યનાયિકા છે ગામડા ગામની. અહીં ‘ઉમંગનો ઉપડતો ઉછાળ’માં કંઈક ખૂટ્યાની ઓછપની ધખના અને આરત ભાવકને ભાવવિહ્‌વળ બનાવવા સમર્થ બને છે. આ નાયિકા પોતાનો વણપ્રીછ્યો અભરખો એક ગોપવધૂ સમક્ષ ઠાલવતા કહે છે :

“ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછાં પડ્યાં રે લોલ, કમ્મખે દોથો ભરીને કાંઈ ટાંક્યાં ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ.

માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ કે જૂઈના રેલા દડે રે લોલ, સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ” અહીં આપણી લોકપરંપરાની વ્રતકથાઓનો સંદર્ભ સાંપડે છે. કુમારિકાઓ મનગમતા ભરથારને પામવા ગોરમાના જે વ્રત કરે છે તેને કવિએ અહીં કલાત્મક રીતે ગૂંથીને અનોખું ભાવવિશ્વ સર્જયું છે. અહીં ગીતમાં ભાવસૌન્દર્ય અને નાદસૌન્દર્યની સાથે-સાથે અર્થસૌન્દર્યમાં

એકીસાથે પાંગરતું કવિકર્મ આસ્વાદક્ષમ બન્યું છે.

રમેશ પારેખનાં ગીતોમાં ભાવ અને વિચાર ઊભયનું ઊંડાણ તો જોવા મળે છે જ પણ એમનાં ગીતોની નરી સરળતા આ કવિને

લોકપ્રિયતા બક્ષે છે. “દરિયાઉં શમણે આવ્યા...” કવિની લોકપ્રિય બનેલી

ગીતરચના છે. અહીં આલેખાયેલ પ્રણયાનુભૂતિના આવિષ્કારમાં

લોકસંસ્કૃતિની મીઠી સુવાસ મહેક મહેંકી ઊઠી છે. આ ગીતમાં

સોરઠી લોકસંસ્કૃતિનો ધબકાર : રમેશ પારેખનાં ગીતો

કાવ્યનાયિકાને વિયોગની સ્થિતિ વ્યાકુળ બનાવી મૂકે છે તેની વેદના અહીં તારસ્વરે અનુભવાય છે. અહીં કવિએ ‘એન કાંઈ’ અને ‘બાઈ’ જેવા ઉદ્‌બોધનથી સોરઠી ગ્રામ્ય સંસ્કૃતિનો પરિચય કરાવ્યો છે. જુઓ :

“એન કાંઈ દરિયાઉં શમણે આવ્યા કે તો ય આંખ કોરી મોરી રે લોલ, બાઈ, મારું નીંદરનું દૂધમલ મોતી કે દરિયા તાણી ગયા રે લોલ. બાઈ, મારે મોભે કળાયેલ રાત કે નળિયાં ગ્હેક્યાં કરે રે લોલ, ગ્હેકે ગ્હેકે આંગણાની પગથાર બે પાંદડાં બહેક્યાં કરે રે લોલ.” અહીં આખો દરિયો શમણે આવ્યો છતાં આંખ કોરીમોરી રહ્યાંની

અનુભૂતિ નાયિકાને ભાવવિહ્‌વળ બનાવી મૂકે છે. પ્રેમના આ ધસમસતા વહેણમાં એમની નીંદરનું દૂધમલ મોતી તણાઈ ગયું છે. આ ગીતમાં આવતો તળપદો પરિવેશ ઘણો હૃદયંગમ બન્યો છે. અહીં એનકાંઈ, દરિયાઉં,

મોભ, લોલ, પગથાર, બહેક્યાં, નળિયાં, ગ્હેક્યાં, ખડબડ, ઝમરખ, કંચવો, ભાત્યું, ચોપાટ, ગોટમોટ, પિંડિયું, દૈયણા - જેવા શબ્દોમાં સોરઠીય ધબકાર સ્પષ્ટ સંભળાય છે. રમેશ પારેખની વિશેષતા એ છે કે, તેઓ ગ્રામીણ-તળપદા પરિવેશને બળપૂર્વક ખેંચીને પ્રયોજતા નથી પણ સહજ ને સ્વાભાવિક રીતે પ્રયોજે છે. આ ગીતમાં નાયિકાની વિષાદભરી

મૂંઝવણભરી સ્થિતિની અનુભૂતિને ભાવક સમક્ષ રજૂ કરવાનો કસબ અભિનંદનને પાત્ર છે.

‘સોનલદેને લખીએ રે’ અને ‘સખી, તમે કોને પૂજ્યાં કે-’ જેવાં

ગીતોમાં સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિનો બળુકો અવાજ સંભળાય છે. રમેશ

પારેખ આપણાં પરંપરિત લોકઢાળ-લોકલય પાસેથી ધાર્યું કામ કઢાવી

જાણે છે, એટલું જ નહીં પણ, એમાં પોતીકી પ્રતિભાના બળે અનેરું કવિત્વ પણ પ્રગટાવી જાણે છે. આ કવિનાં ગીતોમાં લયહિલ્લોળની ચારુતા આકર્ષણ જન્માવે છે. રમેશ પારેખને ગ્રામીણ તળપદા જીવનનો હૂબહૂ પરિચય છે. ગ્રામ્યજીવનનો અનુભવ એમનાં ગીતોમાં આકર્ષણ જન્માવે છે. કલાસર્જનમાં અનુભવનું ભાથું ઘણું મહત્ત્વનું છે. અનુભૂતિમાં અભિવ્યક્તિનું એકાકાર થઈ જવું એ કલાકૃતિને કલાના ઉન્નતશૃંગે સ્થાપે છે. આ કવિને લોકલય-ઢાળનો વારસો ગળથૂથીમાંથી મળ્યો છે. રમેશ પારેખની કવિતામાં લયનું ફાટફાટ થતું સરોવર એમની કવિતાનો પ્રાણ બને છે. આ કવિએ લોકગીતનો લયહિલ્લોળ આત્મસાત્‌ કરીને પછી, એને સર્જનના સ્તરે પ્રયોજ્યો છે. આથી એમની કવિતામાં અનુભવાતું

લયનું પ્રચ્છન્ન આવર્તન હૃદ્ય બન્યું છે. અગાઉ નોંધ્યું તેમ, રમેશ પારેખની કાવ્યનાયિકાઓ મુખ્યત્વે લોકનાયિકા-ગ્રામીણકન્યા છે. રમેશ પારેખ આવી નાયિકાઓના મનોગતને લોકલયના સામંજસ્યથી આલેખી નિરાળું કાવ્યત્વ નિર્મે છે. ‘સખી, તમે કોને પૂજ્યા કે -’ ગીતની આસ્વાદ્ય પંક્તિઓ

માણો :

“સખી, તમે કોને પૂજ્યાં કે આંસુડાં દડદડ દડી પડે રે લોલ; સખી, તમે નીસરો બાવળ હેઠને તમને મોતી જડે રે લોલ. સખી, મારા મેણાંના દરબાર કે ભરચક ખાલી પડ્યા રે લોલ, અમને ડંખ્યા એકલવાસ ને ઝેર તોય નથી ચડ્યાં રે લોલ.”

“જોરાવર ગ્રામ કન્યાનું ગીત” માં રમેશ પારેખે કાવ્યનાયિકાના

મનોગતભાવોને માર્મિક રીતે આલેખ્યાં છે. ગીતમાં રહેલો જાનપદી

સોરઠી લોકસંસ્કૃતિનો ધબકાર : રમેશ પારેખનાં ગીતો

પરિવેશની તર-બ-તર કરી મૂકે એવી કાવ્યનાયિકાની મનોદશા, એનાં

ચંચળભાવો ઘણાં હૃદયસ્પર્શી બન્યાં છે. અહીં કવિએ સોરઠીય જનપદના

લાક્ષણિક ૈંર્ઙ્ઘૈદ્બજના વિલક્ષણ પરિચય કરાવ્યો છે :

“ઠોંસો મારું તો થાય ઠેં

એવા એક છોરા પર મરી પડું મેં!

આફ્‌ડી આફ્‌ડી કોળ્યું ચડે છ્‌ એનું ઊતરેલું ડાચડિયું જોઈ, નહીં તો એ છોરામાં એવું તે શું છે કે જે મારા બાવડામાં ન્હાય? સાવઝની ફટવે છે ફેં

ઈ હાથ મારા ખાઈ ગયા છોરાથી ભે?”

રમેશ પારેખ મુખ્યત્વે રોમેન્ટીક મિજાજના ઊર્મિકવિ છે. એમનાં છોકરા-છોકરીના ગમતીલાભાવોનાં ગીતો પણ ઘણાં આસ્વાદક્ષમ બન્યાં છે. આવાં ગીતોમાં પ્રણયની રંગદર્શિતા આલેખવામાં આ કવિને

લોકપરિવેશ ખાસ્સો ઉપયોગી નીવડે છે. લોકપરિવેશની સાથે એને અનુરૂપભાવ સર્જવાનો આ કવિ પાસે કીમિયા છે. ‘એક છોકરી પાસે એક છોકરો ગયો’. ગીતમાં રમેશ પારેખ પ્રણયાનુભૂતિની રંગદર્શિતાને સિફતપૂર્વક આલેખે છે. આપણી લોકપરંપરામાં ગુંથાયેલા કુમકુમઅક્ષત, કુંવારિકાઓની બોરડી પૂજવાની આસ્થા, કંટક અગિયારસના પૂજન પરચાની પારાયણ - જેવી લોકમાન્યતાઓને રમેશ પારેખ કાવ્યમયરૂપ બક્ષીને તેમાં કલાનું સર્જન કરે છે :

“એક છોકરી પાસે એક છોકરો ગયો એનાં પગમાંથી કાંટો કઢાવવા

કંકુને ચોખા લઈ ગામની કુંવારિકાઓ બોરડીઓ પૂૂજવાને જાતી, કંટક અગિયારસનાં પૂજનની, માત્યમની, પરચાની પારાયણ થાતી, અણસમજુ છોકરીઓ કાચી કાચી મૂછોને માંડ્યા મરદાનગી ચડાવવા. રમેશ પારેખનાં ગીતોમાં સોરઠીય જનપદ સહજ રીતે આવે છે.

આ કવિ સોરઠના તળપદા પરિવેશને પોતીકી રીતે આલેખી કવિતામાં નવ્ય પરિમાણો રચે છે. જેમને લોકકવિ કહેવામાં જરાયે ખચકાટ ન થાય એવા આ કવિએ પોતાની કવિતામાં સોરઠપ્રદેશની રુઢિઓ, પરંપરાઓ,

શ્રદ્ધા-અંધશ્રદ્ધાઓ આદિને કલાત્મક રીતે આલેખે છે. ભૂતપ્રેત જેવા વહેમોને આલેખતું ‘વળગ્યું છે ઝૂર, મારું ઝૂર કાઢો’ માં આ પ્રદેશનું

લોકમાનસ સુપેરે પ્રગટે છે. પ્રણયાનુભૂતિની ઉત્કટ અને પ્રતીકાત્મક અભિવ્યક્તિ માટે રમેશ પારેખ કોઈ સમાજસુધારક નથી કે નથી કોઈ કથાકાર કે, અંધશ્રદ્ધા, શુકન-અપશુકન ઉપર સુફિયાણી વાતો કરવા બેસે. આ કવિએ તો પોતે જે પરિવેશમાં જીવ્યા છે તેનો અનુભવનિચોડ કાવ્યમય આલેખવાનો યત્ન કર્યો છે. અહીં પ્રેમની લાગણી વ્યક્ત કરતી પંક્તિઓમાં જુઓ નાયિકાનું મનોગતઃ

“કોણ કોને ઝૂર્યું કે ને વળગ્યું છે ઝૂર, મારું ઝૂર કાઢો;

અમે ક્યાંથી વ્હોરીને આમ આવ્યા ઘેઘૂૂર, મારું ઝૂર કાઢો.

............................................... ઝૂર મેંદીની ભાત થઈ બેઠું, બેઠું રે મારું ઝૂર કાઢો, સાવ છાનકડી વાત હું તો વેઠું વેઠું રે, મારું ઝૂર કાઢો.”

ગુજરાતી કવિતામાં રાજેન્દ્ર શાહ, હરીન્દ્ર દવે, વિનોદ જોશી, પ્રદ્મન્ન

સોરઠી લોકસંસ્કૃતિનો ધબકાર : રમેશ પારેખનાં ગીતો

તન્ના આદિ કવિઓએ આવા વહેમોનો આધાર લઈને કાવ્યનાયિકાની

પ્રેમાનુભૂતિને કલાત્મક રીતે આલેખી છે.

‘ઓઢણીનું મહાભિનિષ્ક્રમણ’ - રમેશ પારેખની યશોદાયી ગીતરચના છે. અહીં ગ્રામ્યનારીની લોકમર્યાદાને કવિએ કાવ્યમય વાચા આપી છે. ગામડા ગામની નારી માટે લજ્જા એક ખાનદાની આભૂષણ ગણાય છે. આ ગોપવધૂને ડગલે ને પગલે લોકલજ્જા સતાવે છે. આ ગીતમાં ‘ઓઢણી’ની વાતને કવિએ મૂળમાંથી પકડી છે. અહીં ગીતના કેન્દ્રસ્થાને છે પ્રણયાનુભૂતિ. પ્રેમને આંધળો કહેવામાં આવે છે. પ્રણયના અંકુર ફુટ્યાં પછી એ ઘણી મર્યાદાઓ ત્યજી દે છે. ઓઢણી ઊડતા ઓરડા અને ઊંબરાની મર્યાદા વળોટે છે. રમેશ પારેખે અહીં પ્રણયઘેલી નારીની

લાગણીને માર્મિક રીતે આલેખી છે. જુઓ :

“ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે, ક્યાં હાલ્યાં?

ઓઢણીએ કીધું કે : ઊડવા...

ખીંટી બોલી કે તને અધવચ્ચે ઝાલીશું તો ઓઢણી ક્યે : હવે ઝાલ્યો, ઝાલ્યો! ઓરડાએ કીધું : અલી, મારી મરજાદ રાખ હું તને કઈ પા-થી સાલ્યો?

ના, નહીં જવા દઉં..ના, નહીં - એમ કહી હીંચકાએ માડ્યું કિચૂડવા”

રમેશ પારેખે અહીં આબરૂના ખોરડાને ઢળતું દેખાડી અનેરું કવિકર્મ બજાવ્યું છે.

રમેશ પારેખ ગીતોમાં શુકન-અપશુકનના ખ્યાલો પણ

સહજભાવે આલેખી એમાં સુંદર કવિત્વ પ્રગટાવ્યું છે. કાગડાનો અવાજ ગ્રામીણ પ્રજા માટે શુકન-અપશુકન ઊભય માટે જાણીતો છે. કાગડાનો અવાજ સારા-નરસા પ્રસંગોની આગાહીરૂપે લોકો ઓળખે છે. રમેશ પારેખની કવિતામાં કાગડાનો અવાજ એમની કાવ્યનાયિકા માટે શુકનવંતો છે. પિયુવિહોણી - વિરહવ્યથિત આ નાયિકાને કાગડાનો અવાજ હરખઘેલી બનાવી નાયિકાના મનોગતને સુપેરે આલેખે છે :

“સખી, મારા આંસુના સાથિયે બેસીને કાગડા બોલ્યા કરે રે લોલ,

ફળિયે લીલાછમ નાગરવેલ્ય કે

ઝરમર કંકુ ઝરે રે લોલ.”

અહીં કાગડાનો શુકનવંતો અવાજ નાયિકાના હૈયાને હરખાવી મૂકે છે. કાગડાનો અવાજ, સાથિયો, કંકુ, શેરિયુ, હથેળ્યુ, ચપટીક, છાનેરી, નાવણ, લોથપોથ - આદિ શબ્દોના આયોજનથી રમેશ પારેખ અહીં તળપદા પરિવેશને અસરકારક રીતે ઉપયોગી શક્યાં છે.

રમેશ પારેખનાં ગીતોમાં રહેલી સર્જક પ્રતિભા એક મોટા ગજાના ઊર્મિકવિની છે. આ કવિ લોકજીવનના ઊંડા મરમી ને જાણતલ છે. રમેશ પારેખની કવિતામાં સોરઠની ભાતીગળ સંસ્કૃતિની જે સુવાસ મ્હેકે છે તે સહજ ને સ્વાભાવિક છે. રમેશ પારેખ લોકસંસ્કૃતિને કવિતામાં ક્યાંય પણ બળજબરીથી ખેંચી લાવ્યા નથી. સોરઠના લોકવેણના ટહૂકાઓની જે મીઠાશ ભાવકને ગમી છે તેવું ઘણાં ઓછાં કવિ આલેખી શક્યાં છે. આ કવિની કવિતામાં લોકસંસ્કૃતિના જે શબ્દચિત્રો પ્રાપ્ત થાય

સોરઠી લોકસંસ્કૃતિનો ધબકાર : રમેશ પારેખનાં ગીતો

છે, તેમાં આ કવિની મૌલિકતા અને પ્રતિભા સોળે કળાએ ખીલી છે. આવાં લોકસંસ્કૃતિની મહેંક પ્રસરાવતાં ગીતોમાં કવિની નૂતન કલ્પનરાશિ,

લયવૈવિધ્ય, ઈન્દ્રિયગ્રાહ્યતા, પ્રતીક, લોકઢાળ અને લયની લીલયા

અસાધારણ અને અપૂર્વ છે. રમેશ પારેખનાં કાવ્યોમાં લોકગીતનો ઢાળ સર્જનાત્મક સ્તરે નવ્ય ઉન્મેષો પ્રગટાવે છે. ઘણીવાર તો રમેશ પારેખ

લોકગીતોની પ્રથમ પંક્તિ-ચરણને પ્રયોજી, એના ભાવ અને લયને

જાળવી રાખીને પોતીકી મુદ્રાથી એમાં અનેરું કવિત્વ પ્રગટાવે છે. ‘દાદા હો દીકરી’ ગીતમાં આ કવિએ લોકપ્રિય એવા લોકગીત :

“દાદા હો દીકરી, વાગડમાં નવ દેજો રે સૈ,

વાગડની વઢિયારી સાસુ દોયલી રે.”

આ લોકગીતનો લય પકડીને રમેશ પારેખ સુંદર કવિત્વ પ્રગટાવતું ગીત રચે છે. જે હૃદ્ય બન્યું છે.

“દાદા, હો દીકરી વાગડમાં ના દેજો રે સૈ, વાગડમાં સાસરની શે’રીયું રે સૈયર મોરી પાદર પરોઢ અમે પાણી ભરવા જઈએ રે સૈ, સીંચણ નાનું, પાણી પતાળ જઈ ઊતર્યાં રે સૈયર મોરી.”

કવિએ અહીં આખા વાગડપંથકનો પરિચય પોતીકા કવિકર્મથી કરાવ્યો છે. જે પેલાં લોકગીત જેટલો જ આસ્વાદક્ષમ નીવડે છે. તો રમેશ પારેખે બીજા એક જાણીતા લોકગીત :

“મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલો?

મોર ક્યાં બોલે? મોર ક્યાં બોલે? મારે ટાડલે

આ લોકગીતનો લોકઢાળ અને ભાવ પકડીને સુકવિકર્મ બજાવ્યું છે. રમેશ પારેખની વિશેષતા એ છે કે, તેઓ એ લોકગીતોનો ઢાળ અપનાવી એ ઢાળનું પુનઃસર્જન કરીને કવિત્વ નિર્મી શકે છે. જુઓ.

“અમે ઝબકોળ્યા હાથ તો ય ના ભીંજ્યા અમે ઝબકોળ્યા’તા હાથ મથોમથ- ઝબકોળી’તી બાથ તો ય ના ભીંજ્યા.”

પ્રણયાનુભૂતિના સંવેદનને કવિએ આ રીતે આલેખી તેમાં કવિતા પ્રગટાવે

છે. તો, -

“વા વાયાને વાદળ ઊમટ્યાં ગોકુળમાં ટહૂક્યાં મોર કે, રમવા આવો સુંદરવર શામળિયા.”

જેવા લોકગીતનો ઢાળ-લય અપનાવી કવિ કલ્પનાના રમ્ય ઉન્મેષને

સધિયારો આપે છે; ને તેમાંથી સર્જાય છે નવ્યકલાકૃતિ જુઓઃ

“-ને પાણી પીધેય કળ ના વળી એવા વાગેલા તડકાના માર છાંયડા વચ્ચે સળંગ અમે દાઝિયા.”

રમેશ પારેખ લોકગીતના લય-ઢાળની માફક આપણાં સંતોનાં

પ્રચલિત ભજનો-પદોનો ઢાળ અને ભાવ પોતાની ગીત-રચનામાં ગૂંથી એમાં કલાત્મકતા પ્રગટાવે છે. અત્રે નોંધવું જોઈએ કે, રમેશ પારેખ પોતાની કાવ્યકૃતિઓમાં માત્ર આધ્યાત્મિકતા પ્રગટાવવા જ આવો ઢાળ કે લય અપનાવતા નથી પણ આ કવિ પ્રેમભાવને પણ આવા ઢાળમાં

સોરઠી લોકસંસ્કૃતિનો ધબકાર : રમેશ પારેખનાં ગીતો

કલાત્મક રીતે ગૂંથી જાણે છે. એક વખત સંત-કથાકાર શ્રી મોરારિબાપુએ જાહેર રમેશપારેખને કહ્યું હતું -

‘આ કવિ કંઈક ભાળી ગયો લાગે છે!’

રમેશ પારેખ મોરારસાહેબના એક પ્રચલિત પદ :

“લાવો, લાવો કાગળિયો ને દોત લખીએ હરિને રે, એવો શો છે અમારો દોષ, નાવ્યા ફરી રે.”

આ એક પ્રચલિત ભજનને આધારે રમેશ પારેખ સુંદર પ્રણયગીત રજૂ કરે છે. રમેશ પારેખનાં ગીતોમાં મુખ્યવિષય છે... સ્ત્રી. આ સ્ત્રી કોઈ નવોઢા, રજસ્વલા કે ત્રાજવાં ત્રોફાવતી ગોપવધૂ છે. રમેશ પારેખ તો એને સોનલ જેવું કલાત્મક રૂડું-રૂપાળું નામ આપે છે. અહીં ‘સોનલદેને

લખીએ રે’ ગીતમાં કવિએ અનોખું કવિત્વ સર્જ્યું છે :

“લાવો, લાવો કાગળીયો ને દોત, સોનલદેને લખીએ રે, કાંઈ ટેરવામાં તલપે કપોત, સોનલદેને લખીએ રે.”

અહીં પ્રણયની નજાકતની સાથે ભાષાની કમનીયતા ઘણી હૃદયંગમ બની છે. કવિએ અહીં પોતાની કલ્પિત નારી સોનલદેને કાગળ લખવાની આતુરતા દર્શાવી, એના વગર પોતાની કેવી સ્થિતિ છે તેનું કલાત્મક આલેખન ઘણું રસપ્રદ બને છે. તો ‘હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે’ જેવા પ્રચલિત ભજનનો સધિયારો લઈ કવિ કેવું સુંદર કર્મકર્મ બજાવે છે, જુઓ :

“મનને પડતું રોકે છે બેઉ હાથ છતાં મન પડતું રે,

ભરી ભરી રે ઝઝૂમે કાંઈ બાથ છતાં મન પડતું રે

જેવા પદના ઢાળને લઈને રમેશ પારેખ સુંદર ગીત સર્જે છે. :

“બોલમા, બોલમા, બોલમા રે, રાધા-કૃષ્ણ વિના બીજું બોલમા રે.”

જેવા પદના ઢાળને લઈને રમેશ પારેખ સુંદર ગીત સર્જે છે :

“પાંદડું...પાંદડું...પાંદડું...રે એક ડાળી વિનાનું સાવ પાંદડું

પાંદડું યાને નવલખ જાળી

જાળીની ઉપર જાળિયાં રે... એક ડાળી વિનાનું સાવ પાંદડું.”

રાજા ભરથરી અને રાણી પિંગળાના જાણીતાં ભજનમાં રમેશ પારેખ

જુદાં-જુદાંરૂપોને ગીતમાં કલાત્મક રીતે આલેખે છે. અહીં કવિએ

પ્રણયસંવેદનને જુદાંજુદાંરૂપોમાં આલેખી, પ્રેમને જન્મ-જન્માંતર સુધી વિસ્તાર્યો છે. અહીં પણ કવિએ પોતાના કલ્પિતપાત્ર સોનલ નિમિત્તે

પ્રણયની આકાંક્ષા-અપેક્ષા, વ્યથા ને આતુરતાનું આલેખન કર્યું છે જે ઘણું

હૃદ્ય બને છે :

“ઓલા અવતારે સોનલ, તમે હતાં પંખણી ને અમે રે ભેંકાર મ્હોર્યો રૂખડો હોજી; તમે ડાળે આવીને લીલું બોલતાં હોજી.”

................................... આ રે અવતાર અમે એકલિયા ઓતર્યા ને બાવળના ઢૂવા ઊગ્યા જીભમાં હોજી,

કરતા કોણે ભૂલ્યાની કાળી જાતરા હોજી.

“સખી, તમે કોને પૂજ્યાં કે-” ગીતમાં કવિએ પ્રાચીન ગરબીના ઢાળમાં

સોરઠી લોકસંસ્કૃતિનો ધબકાર : રમેશ પારેખનાં ગીતો

વિરહિણી નાયિકાની વ્યથાને હૂબહૂ આલેખી છે. અહીં કવિએ ‘રે લોલ!’ જેવા ગરબીના લટકણિયા દ્વારા ગીતમાં માધુર્ય અને લાલિત્યનું કલામય આલેખન કર્યુ છે. કવિએ અહીં પ્રિયપાત્ર વિના, એના સંયોગ વિનાની જે મનોવ્યથા છે તેને કલાત્મક રીતે આલેખી છે. જુઓ -

“સખી, મારા જોણાંના દરબાર કે ભરચક ખાલી પડ્યાં રે લોલ અમને ડંખ્યા એકલવાસ ને ઝેર તોય નથી ચડ્યાં રે લોલ, સખી, મને એવું એવું કૈં થાય કે આમ કાંઈ હશે નહી રે લોલ, સખી, મને એવું એવું કૈં થાય કે એમ કાંઈ થશે નહી રે લોલ.”

રમેશ પારેખ પોતાનાં ગીતોમાં ‘રે’, ‘લોલ’, ‘રે લોલ’, ‘હોજી’,

‘હારે’ જેવા લોકગીતના લટકણિયા માત્ર શબ્દગત નહીં પણ ભાવગત અને અર્થગત સૌંદર્ય રચે છે. રમેશ પારેખનાં ગીતોમાં આમ તો ગીતની બાહ્યાકૃતિ સાથે સંકળાયેલા બે તત્ત્વો (જીેઙ્મીદ્બીહંજ)અને પ્રાસ (ઇરઅંરદ્બ) એમનાં ગીતમાં આંતરદ્રવ્ય સાથે ભળીને આવે છે. આ પૂૂરકો અર્થરિક્ત વર્ણ માત્ર માત્રામાન જાળવવા નહીં પણ ભાવ ઉપાડને ધક્કો

મારીને એમને કાવ્યની પરિકોટીએ પહોંચાડવામાં અદ્‌ભુત કામગીરી બજાવે છે. આ લટકણિયા આમ જોવા જઈએ તો સાવ સસ્તા ઉપકરણો છે. છતાં રમેશનાં ગીતોમાં એ કલાતત્ત્વની ઊંચાઈને આંબે છે. રમેશ પારેખને આ કળા હાથવગી છે. એમનાં અનેક ગીતોમાં એ કલાત્મક રીતે

પ્રયોજ્યા છે જુઓ કેટલાક ઉદાહરણો :

“વંચાતો જાય ક્યાંય કાગળ, જી રે જી રે... વંચાતો જાય ક્યાંય કાગળ;

રેલાતી શાહી જાય આગળ, જી રે જી રે... રેલાતી શાહી જાય આગળ.”

અથવા તો -

કે પછી -

“છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને સોનેરી ચોકલેટ કાઢી રે; છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાએ ફેંકી કૈં ચિઠ્ઠીઓ અષાઢી રે.”

અથવા -

કે -

“કાંધ રે દીધીને દેન દીધાં રે સોનલ દે... પોઢણાં દીધાં રે તમને રાખનાં હોજી, પળિયામાં ભમે મારી ધ્રૂજતી આંગળીયું ને ટેરવે જંગલ ઊગે આંખનાં હોજી. કાંધ રે દીધીને દેન દીધાં રે સોનલ દે...”

“સખી, મારા આંસુુના સાથિયે બેસીને કાગડો બોલ્યા કરે રે લોલ,

ફળિયે લીલીછમ નાગરવેલ્ય કે

ઝરમર કંકુ ઝરે રે લોલ.”

“વેળાવદરનો વાણિયો કે મૂવો વાણિયો રે, મને આંખ મારે, ફલાણા શેઠનો ભાણિયા રે, મૂવો ભાણિયો રે, મને આંખ મારે.”

કે પછી -

સોરઠી લોકસંસ્કૃતિનો ધબકાર : રમેશ પારેખનાં ગીતો

“સાંવરિયો રે મારો સાંવરિયો હું તો ખોબો માંગુને દઈ દે દરિયો.”

અહીં ‘રે’, ‘જીરે’, ‘લોલ’ જેવા આવર્તનો પ્રણયના વિવિધભાવો

સઘનરીતે વ્યક્ત કરે છે. ગીતમાંનાં કેન્દ્રવર્તીભાવને ઘૂંટવામાં એ

લટકણિયા ઘણાં મદદરૂપ બન્યાં છે.

રમેશ પારેખ પાસે સોરઠી ભાષાના શબ્દોનો ખજાનો છે. ઘણી વખત તો એમની કવિતામાં ભાષા ગદ્યાળુ લાગે એવો ભાસ પણ થાય છે. પણ રમેશ પારેખ એને ગીતમાં પ્રયોેજે છે ત્યારે એમાંથી અનેરું કલાવિધાન પ્રગટે છે. રોમેન્ટિક મિજાજ ધરાવતા આ કવિનું ‘સીમાણે સાવ લીલો નાઘેર’ રચના જુઓ :

“બપૈયા મોર સૂડા કાબર લેલાં તેતર મેનાની ગ્હેકને

લીલુકાંચ ચોમાસું વેળનું ચડ્યું ઝેર

હંઅઅ વાલમ, હાલ્ય સીમાડો સાવ લીલો નાઘેર.”

પ્રકૃતિના પરિપેક્ષ્યમાં પ્રણયભાવનું નિર્વહણ કરતું આ ગીત ઘણું હૃદ્ય બન્યું છે. અહીં સોરઠ અને એમાંયે ‘લીલી નાઘેર’ નો રચાતો તળપદો પરિવેશ અને પ્રેમોન્મત નાયિકાના મનોભાવને કવિએ કુશળતાથી વણી

લીધાં છે. ‘હંઅઅ વાલમ’ ‘હાલ્ય’ જેવા ઉદ્‌ગારો આપણને લોકજીવન

સાથે જોડી આપે છે.

‘ખમ્મા આલા બાપુને’ કાવ્યસંગ્રહમાં તો આખો કાઠિયાવાડ

જીવંત થયો છે. ‘કોરી ખંભે પછેડી’ ગીતમાં વિજય પ્રસ્થાન કરતા, ખભે

પછેડી અને માથે ખપ્પર લઈને ફરતા, મૂછને તાવ દઈને નીકળતા, શૂરવીરનું માર્મિક શબ્દચિત્ર કવિ રજૂ કરે છે.

“કોરી ખંભે પછેડી માથા બાંધણું મેલું

મૂછને દીધાં આપમેળે તાવ ઊખળે, મારા જીતવા... રૂપેરી નકશીવાળો નદ દઈને કાલ તૂટી ગયો તણ પેઢીનો હુક્કો,

ચોમાસે ઓણ ગઢીની ધાબડી ભીત્યું

ઝીંક ઝીલે તો હાઉં કે નીકર ભુક્કો જાતવંતા તોખારની ઘીચોઘીચ ઘોડાર્યે

માંખઘેરેલું ટાયડું રિયું છેલ્લું.”

આવું બીજું એક ઉદાહરણ ‘પાંદડું અને દરિયો’ ગીતમાં પણ કળાય છે. ગદ્યાળું લઢણ અને સોરઠીય ભાષાના કાકુઓ કથયિત્વને કેવું ધારદાર બનાવે છે તેનું આ ગીત સુંદર ઉદાહરણ છે. જુઓ.

“પાંદડાએ દરિયાને મ્હેણું માર્યું

બાયુંની જેમ તું તો કાઠાની રેતી પર કરે ફીણમોજાંની ગાર્યું પથ્થર પર માથાં પછાડમાં,

શું કોઈ તને બાંધે છે તોરણ કે ટોડે? વેત્તા વિનાનો તું કેવો કે પોતાને પરપોટે - પરપોટે ફોડે!

તારામાં એટલું જ પાણી કે કોઈ વ્હાણ ડુબાડ્યું, કોઈ વ્હાણ તાર્યું!”

રમેશ પારેખ કવિતામાં પ્રણયની જેમ પ્રકૃતિના વિવિધરૂપોને

સોરઠી લોકસંસ્કૃતિનો ધબકાર : રમેશ પારેખનાં ગીતો

પ્રતીકકલ્પનરૂપે રજૂ કરે છે. એ રજૂ કરવા માટે રમેશ પારેખ પાસે સબળ

માધ્યમ છે - સોરઠીય પરિવેશ. ‘ભીંડીબજારમાં’ કાવ્યમાં કુંજડી ગ્રામીણ નારીના હૃદયને વાચા આપનાર પ્રતીક બનીને આવે છે. જુઓ : “ભીંડીબજારમાં કુંજડી રે બોલે કુંજડી રે એના ટૌકાને સો-સો સલામ,

ભીંડીબજારમાં કુંજડી રે બોેલે કુંજડી રે એના ટૌકાને સો-સો સલામ”

રમેશ પારેખ પાસે સોરઠી તળપદીબાની અને વિશિષ્ટ શબ્દોનો

મોટો ભંડાર છે. વિનુ મહેતા આ અંગે નોંધે છે કે, -

“પાણી વિનાના પ્રદેશ સૌરાષ્ટ્રની પાણીદાર પેદાશ અને એનો જ એક વાણીદાર વંશજ એટલે આપણો એકમાત્ર કાવ્ય-રત્નઃ રમેશ પારેખ.”

સાચે જ, રમેશ પારેખનાં ગીતોમાં સોરઠી સંસ્કૃતિ, એની

લોકબોલીનો મિજાજ, એના લય-લહેકા-આ કવિએ એવી રીતે પ્રયોજ્યા છે કે હવે પછીના સોરઠી ગીતકારોને આ કવિના ચીલે ચાલવાની ફરજ પડશે. કારણ કે, ગીતની પરંપરામાં ન આવ્યા હોય એવા અનેક સોરઠી શબ્દો આ કવિની કલમે નવું જ ભાવજગત સર્જે છે. રમેશે સોરઠી તળપદા પરિવેશનો લીલોછમ્મ પરિસર યોજીને ગુજરાતી કાવ્યરસિકોને રીતસરના રસતરબતર કરી દીધાં છે. અંતમાં સાઈ મકરન્દના શબ્દો ટાંકું છું : “રમેશ ગુજરાત પર અમૃતમેઘ બની વરસ્યો છે, વિદ્યુત બની ચમક્યો છે અને દુધિયા વાદળસમો વિહર્યો છે; અત્યંત કુમાશથી માંડી કૌવત સુધી તેની વાણી વિસ્તરી છે.”

અનુક્રમણિકા

ગીત કવિ : અનિલ જોશી

ઈ.સ. બારમી સદીથી શરૂ થયેલી ગુજરાતી સાહિત્યયાત્રામાં આજપર્યંત જો કોઈ સાહિત્યસ્વરૂપ ટકી રહ્યું હોય તો તે છે - ઊર્મિકાવ્યો. નરસિંહ, મીરાં, દયારામ, નરસિંહરાવ દિવેટીયા, ન્હાનાલાલ, સુુન્દરમ્‌, ઉમાશંકર જોશી, મેઘાણી, પ્રહ્‌લાદ પારેખ, રાજેન્દ્ર શાહ, નિરંજન

ભગત, પ્રિયકાન્ત મણિયાર, જ્યંત પાઠક, રાવજી પટેલ, મણિલાલ, રમેશ પારેખ, અનિલ જોશી, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, જગદીશ જોષી, વિનોદ જોશી, કાનજી લાલપરિયા, મુકેશ જોશી - આદિ કવિઓએ આપણી ઊર્મિકાવ્યની પરંપરાને વધુ ઉજ્જવળ બનાવી છે એટલું જ નહીં પણ સમૃદ્ધિ પણ બક્ષી છે.

સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં રમેશ પારેખ અને અનિલ જોશી પાસેથી વીસમી સદીનાં ઉત્તમ ગીતો પ્રાપ્ત થયા છે. રમેશ પારેખનો ઉલ્લેખ એટલા માટે કરવો ઘટે કે, અનિલ જોશીની માફક આ કવિએ પણ ભાવસંવેદન, રચનારીતિ, લયવિન્યાસ - પરત્વે નિત નવા સ્થિત્યંતરો રચ્યાં છે. આ બન્ને કવિઓને ‘લયના કામાતૂર રાજવીઓ’ કે ‘લયના કામણગારા કવિઓ’ કહ્યાં છે. આ ઊભય કવિઓએ પરંપરાથી ફંટાઈને ગીત ક્ષેત્રે કંઈક અનોખા મુકામો ખડા કર્યાં છે; એટલું જ નહીં પણ ગીત

સ્વરૂપને લોકપ્રિયતા બક્ષી છે.

ગીત કવિ : અનિલ જોશી

અનિલ જોશી પાસેથી ઈ.સ. ૧૯૭૦માં ‘કદાચ’ અને ઈ.સ.

૧૯૮૧માં ‘બરફનાં પંખી’ જેવા બે કાવ્યસંગ્રહો આપ્યાં છે. બન્ને કાવ્યસંગ્રહમાં લગભગ ૭૫ જેટલી ગીતરચનાઓ આપીને અનિલજોશી એક ઉત્તમ ગીતકવિ તરીકેની ખ્યાતિ પામ્યાં છે. આ કવિની ગીતરચનાઓમાં એક નવો જ અને તાજગીભર્યો ઉઘાડ અનોખા પરિમાણો

સર્જે છે.

અનિલ જોશીની ગીતરચનાઓમાં પોતીકી મઘમઘતી સુવાસ અનુભવાય છે - જે અપૂર્વ છે. અનિલ જોશીની ગીતકવિતાનો લય, રાગ, ઢાળ, શબ્દ, સંગીત, અભિવ્યક્તિની તરેહ, વિષય, ભાવાનુભૂતિ - આદિ સંદર્ભે નવ્ય આવિર્ભાવો, નવી વિચારણા અને નવી દિશાઓ ઘણી ધ્યાનાર્હ બને છે. આ કવિ એક બાજુ પરંપરા સાથે અનુસંધાન જાળવી રાખે છે, તો આધુનિકતા સાથે પણ અનુસંધાન તાગવા મથે છે. અનિલ જોશીનાં ગીતોમાં પોતાના આત્મદર્શનથી છેક માનવમનના ભીતરના આંતરદર્શન સુધીનો વ્યાપ વિસ્તરે છે.

અનિલ જોશી પાસેથી ગીતસ્વરૂપ ઉપરાંત કાવ્યના ઘણાં સાહિત્યસ્વરૂપો પ્રાપ્ત થાય છે પણ એમની ખરી કવિપ્રતિભાના દર્શન તો થાય છે એમનાં ગીતોમાં જ.

‘કન્યાવિદાય’ અનિલજોશીની પ્રથિતયશ ગીતરચના છે. ગુજરાતી કવિતામાં ઉત્તમ ગીતોની પસંદગી કરવી હોય તો તેમાં

‘કન્યાવિદાય’ શિરોમણી સ્થાનનું અધિકારી બને તેવું અદ્‌ભુત કવિકર્મનો

નમૂનો છે. આ ગીતમાં આવતો ઉત્કૃષ્ટ લક્ષણાવ્યાપાર તો અનન્ય છે.

ભાવ અને લયની બાબતમાં તો આ ગીત ગીતકવિતામાં ઉત્તમ ઉન્મેષ છે. અહીં કવિએ કન્યાના અને એમના સ્વજનોના મનોગતભાવોને ઘણી કુશળતાથી આલેખ્યા છે. આપણી લોકપરંપરાને નજરમાં રાખી બિલકુલ સહજતાથી લખાયેલું આ ગીત એની પ્રથમપંક્તિના પ્રથમ શબ્દથી માંડીને અંતિમપંક્તિના અંતિમ શબ્દ સુધી ભાવકને જકડી રાખે તેવું અદ્‌ભુત કવિકર્મ અનિલ જોશીએ રચ્યું છે. અનિલ જોશીએ લગ્નપ્રસંગમાં આવતા અંતિમ પ્રસંગ ‘કન્યાવિદાય’ ને અહીં કેન્દ્ર રાખ્યો છે. અહીં કવિએ કન્યાના

મનોગતભાવોને અદ્‌ભુત રીતે આલેખ્યાં છે. જુઓ પ્રથમ પંક્તિ :

“સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.”

અહીં કવિએ ‘વર’ અને ‘કન્યા’ માટે ‘કેસરિયાળો સાફો’ અને ‘ઘરનું ફળિયું’ જેવો શબ્દપ્રયોગ કર્યો છે. અહીં કેસરિયાળા સાફામાં વરની ઉલ્લાસિતા અને આનંદોર્મિને કવિએ પ્રગટાવી છે, તો ‘ઘરનું ફળિયું’માં ફળિયાની ઉલ્લાસિતા, રંગદર્શિતા, એની જીવંતતા, દીકરીના લગ્ન તથા ચોમેર વ્યાપેલો ખાલીપો કવિએ અનેરા કવિકર્મથી પ્રગટાવ્યો છે. ‘ઘરચોળું’ પહેરીને બેઠેલી કન્યાના સંકુલ મનોભાવને આ કવિએ બરાબર પકડીને કલાત્મક રીતે આલેખ્યા છે. કવિ કન્યાના મનોજગતને ભાવક સમક્ષ

ખુલ્લુ મૂકતાં કહે છે :

“પાદર બેસી ફફડી ઊઠતી ઘરચોળાની ભાત, ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત.”

અહીં ‘પાદર બેસી ફફડી ઊઠતી ઘરચોળાની ભાત’માં કાંઈ ઘરચોળું ફફડી

ગીત કવિ : અનિલ જોશી

ઊઠતું નથી. અહીં ઘરચોળું પહેરીને બેઠેલી દીકરીનું હૈયું ફફડી ઊઠ્યું છે. જ્યાં આખું બાળપણ વીત્યું એવું પિતાનું આંગણું છોડતા કન્યાનું હૈયું ફફડી ઊઠ્યું છે. એને નવા જ પરિવાર વચ્ચે જવાનું છે ત્યાં કઈ રીતે પોતે રહી શકશે? એ ખ્યાલથી જ એ ફફડી ઊઠી છે. અનિલ જોશીએ કન્યાના ચિત્તમાં ઊભી થયેલી ફડકને ઘરચોળાની ભાતથી સાદૃશ્ય કરી છે, એ જ કવિની ચમત્કૃતિ ગણાવી શકાય. અનિલ જોશીનું ખરું કવિત્વ તો આ પંક્તિઓમાં જુઓ :

“જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે,

ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે.”

અહીં અંધકાર વ્યાપ્યો છે પણ એ પ્રકાશની અનુપરિસ્થિતિનો નહીં પણ

ખાલીપણાનો છે. દીવાને અજવાળાની શી જરૂર? દીકરીના કલબલાટથી

ઘરમાં, ફળિયામાં જે અજવાશ હતો ત્યાં આજે અંધકાર-શૂન્યાવકાશ સર્જાયો છે તેનું કવિએ હૂબહૂ આલેખન કર્યું છે. અનિલ જોશીએ અહીં કન્યાની, એના પરિવારની આંતર-બાહ્ય અનુભૂતિને દૃશ્યાત્મક કલ્પનો દ્વારા સાદૃશ્ય કરાવીને એક અનોખા કવિકર્મનો પરિચય આપ્યો છે.

‘બીકના બતાવો’ - અનિલ જોશીની યશોદાયી ગીતરચના છે.

ભયને ઓળંગીને નિર્ભય બનેલી અવસ્થાનું આલેખન કરતું આ ગીત

ઘણું જ આસ્વાદ્ય બન્યું છે. જીવનને જોવાનો અને જીવન અંગેનો કવિનો અભિગમ નોખો ને નિરાળો છે. જીવન એટલે શું? જીવન કઈ રીતે જીવવું? વગેરેનો પ્રત્યુત્તર આ કવિએ જરાપણ બોલકા બન્યા વિના આવ્યો છે. માણસ એકવાર ભયની-ડરની અવસ્થાને એકવાર ઓળંગી જાય

પછી એ એવી સ્વસ્થતા ધારણ કરી લે કે, એને કોઈપણ પ્રકારનો ભય રહેતો નથી. જેની પાસે કોઈ સમૃદ્ધિ હોય તેને લૂંટાઈ જવાનો ડર લાગે. જેમની પાસે કોઈ વૈભવ જ નથી એને તે વળી ડરનું શું કારણ? અહીં કવિએ પ્રતીકાત્મક રીતે આ વાતને કલાત્મક રીતે કથી છે જે હૃદ્ય પણ બને છે. કવિ કહે છે :

“મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી

મને પાનખરની બીક ના બતાવો!”

જે ડાળીમાં પર્ણ જ નથી તેને વસંત કે પાનખર આવવાથી-જવાથી કોઈ ફેર પડતો નથી. કવિએ અહીં નિર્ભયતાને કલાત્મકરૂપ બક્ષ્યું છે. આ કવિ તો ડરને વધુ ભયાવહ બનાવ્યા વિના ભયને દૂર કરવા મથે છે. કવિની માત્ર પર્ણ-ડાળખી મર્યાદિત તો નથી જ. કવિને તો અભિપ્રેત છે

માનવજીવન. માનવીય સંવેદનાઓ. હા, ક્ષણભર કંઈક ઓછપ લાગે એવી અનુભૂતિ થાય એ સ્વાભાવિક છે. જુઓ કવિ કહે છે તેમ -

“પંખી સહિત હવા ચાતરીને જાય

એવું આષાઢી દિવસોમાં લાગે આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં પણ મારામાં ઝાડ હજી જાગે

માળામાં ગોઠવેલી સળી હું નથી

મને વીજળીની બીક ના બતાવો!”

પાનખર ભલે આવી જાય પણ એનાથી કાંઈ બધું જ અસ્તિત્વ હણાય જાય

એવું નથી. કવિ કહે છે કે, ‘મારામાં ઝાડ હજી જાગે’ હજુએ આંતરચેતના

ગીત કવિ : અનિલ જોશી

તો જીવંત છે. માણસની ઘણી ઈન્દ્રિયો ધીમે ધીમે ઓજલ બનવા લાગે છતાં, આપણું સંપૂર્ણ જીવન પૂર્ણ થઈ જતું નથી. ભલે નાની સરખી કીડીનો ભાર ઝીલી શકાય એમ નથી છતાં, આંતરવૈભવ તો છલોછલ છે. બાહ્યસ્થિતિથી આંતરચેતનામાં કોઈ ફર્ક પડે નહીં.

ભાવ, ભાષા, લય અને ચિંતનને કારણે આ ગીત ઘણું આસ્વાદક્ષમ બન્યું છે. ભયને ઓળંગીને નિર્ભય બનેલી અવસ્થાનું ‘બીકના બતાવો’ ગીત આંતરવૈભવના અસ્તિત્વનું ગીત છે. સુરેશ દલાલ આ અંગે નોંધે છે :

“આ કાવ્યમાં સ્વસ્થતા છે, વેદનાને અતિક્રમ ગયાની. અને છતાંયે જો શબ્દો પર સ્ટેથોસ્કોપ મૂકો તો વેદનાનો ગુપ્ત ધબકાર સંભળાયા કરે.”

‘બરફનાં પંખી’ અનિલ જોશીની જ નહીં પણ સમગ્ર ગુજરાતી કવિતામાં

લોકપ્રિય બનેલી ગીતરચના છે. અહીં કવિએ માનવભાવોના આલેખન

માટે પ્રકૃતિ પાસેથી ધાર્યું કામ કઢાવ્યું છે. કવિને ‘પંખી’ ગમે છે. પંખીના

‘ટહૂકા’નું આકર્ષણ છે. એના ટહૂકે ટહૂકે પીગળવું એક અદ્‌ભુત અનુભવલીલા છે. કવિને મન કલાકૃતિ એટલે ટહૂકે ટહૂકે પીગળવા જેવી ઘટના. કવિએ અહીં સર્જનમાં ‘બિન અંગતતા’ના ખ્યાલને કલાત્મક રીતે રજૂ કર્યો છે. કવિ અહીં સર્જન પ્રક્રિયાને પંખીના ટહૂકા સાથે સરખાવે છે. ‘પીગળવું’ એ બરફનો સ્વભાવ છે જ્યારે ‘ટહૂકવું’ એ પંખીનો સ્વભાવ છે. અનિલ જોશીએ અહીં સવાર, બપોર, સાંજ એમ વિવિધ સમયના પરિમાણોના સંદર્ભે પંખીની અવસ્થા વર્ણવી છે

“અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યા

લૂમાં તરતો ઘોર ઉનાળો અમે ઉઘાડે ડિલે ઓગળતી કાયાનાં ટીપાં કમળપાંદડી ઝીલે

ખરતા પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યા!

અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યા.”

અનિલ જોશીએ અહીં બરફનાં પંખીના પ્રતીક દ્વારા બિનઅંગતતાને સૂચવી છે. સ્વાનુભવ વિના તો કશું લખી જ ન શકાય પણ કવિતામાં એ સ્વાનુભવ અદૃશ્ય-ઓગળીને આવવો જોઈએ. ઓગળવું એટલે જ પીગળવું. ‘સ્વ’નું સંપૂર્ણ રૂપાંતર થાય તો જ એક ઉત્તમ કલાકૃતિનું સર્જન થાય. કવિ કહે છે તેમ આ અનુભવ પછી આંતરનો હોય કે બાહ્યનો. ઉઘાડા ડિલે બેસી જવું, કોઈ પણ ઢાંકપિછોડા વિના આ સર્જન કરવાનું હોય છે. કવિ તો

‘જલકમલવત્‌’ કહીને કમળના પર્ણો તળાવમાં - પાણી વચ્ચે રહેવા છતાં પાણીથી અલગ રહી તરી શકે એવું સર્જન થવું જોઈએ. કલાસર્જન સાધના વિના, તપ વિના થઈ શકે નહીં, તેનો નિર્દેશ અનિલ જોશીએ બરફનાં પંખી, ઘોર ઉનાળો, લૂ, કમળપાંદડી, લીલા-સૂકા જંગલ, નભ, કોયલ- આદિ પ્રતીક-કલ્પન દ્વારા અનોખું કવિકર્મ બજાવ્યું છે. આ ગીત સમગ્ર ગુજરાતી કવિતામાં અનન્ય સ્થાન ધરાવે છે એવું કહેવું અત્યુક્તિસભર તો નહીં જ ગણાય.

‘પારણાં’ ગીતમાં અનિલ જોશીએ ગ્રામજીવનનું વાસ્તવિક

ગીત કવિ : અનિલ જોશી

શબ્દચિત્ર આપણી સમક્ષ ખડું કર્યું છે. અહીં ગઈકાલના ગામડાની પરિણીત નાયિકાના મનોજગતને તાદૃશ રીતે આલેખી છે. કવિએ આપણી લોક પરંપરાના સંસ્કાર ઝીલીને, પરણીને સાસરે ગયેલી યુવતીઓના હૈયાના

ભાવોને વાચા આપવાનો સુંદર પ્રયત્ન કર્યો છે. એક બેજીવી નાયિકાના

મનોજગતનો હૂબહૂ ચિતાર આપતા કવિ કહે છે :

“સત્તર દા’ડાની મુને લાંઘણ હતી તો વળી પારણું, કરવાની જરી બેઠી. ‘!” હજી કોળિયો ભરું તિયાં સાસુજી બોલ્યાં :

‘વો, ઠાકોરજી પહેલાં જમાડો બે જીવસોતી મીં તો ઠાકોર જમાડ્યા બોલ્યા કિચુડ કિચુડ પંડ્યનાં કમાડો.’

અહીં કવિએ આપણી સંયુક્ત કુટુંબપ્રથામાં વહુની વાસ્તવિક દશાનું સુંદર શબ્દચિત્ર દોર્યું છે. સત્તર સત્તર દિવસથી એક બે જીવી નાયિકા ભૂખી હોય છતાં એણે સાસુ, સસરા, નણંદ, પતિ- સૌની અપેક્ષાઓ સંતોષવા સદા તત્પર રહેવું પડે. કવિએ નાયિકાની સૂક્ષ્મવેદનાને આલેખવા આપણી

લોકસંસ્કૃતિનો સહયોગ લઈને સુંદર ગીત રચ્યું છે.

તો ‘છાંટો’ ગીતમાં કવિએ પ્રણયની મીઠી મૂંઝવણ અને વેદનાને કુશળતાથી આલેખી છે. પ્રણયાનુભૂતિનો પ્રથમ સંસ્પર્શ અનુભવતી નાયિકાના મનોગતને આલેખતા કવિ કહે છે :

“પેલ્લા વર્સાદનો છાંટો મુને વાગિયા હું પાટો બંધાવાને હાલી રે...

વ્હેંત વ્હેંત લોહી મારું ઊંચું થિયું ને

જીવને તો ચડી ગઈ ખાલી રે...”

લોકગીતની નાયિકાની જેમ આ ગીતની નાયિકા પણ પેલ્લા વરસાદનો છાંટો વાગતા પાટો બંધાવવા ચાલી નીકળે છે. અહીં નાયિકાની કોમળતા અનુભવવા જેવી છે. પહેલા વરસાદનો છાંટો વાગવાની ક્રિયામાં મિલનની ઝંખના જાગત્ત થાય છે. છાંટો વાગતાની સાથે જ નાયિકાની ભીતર લોહી વેંતવેંત ઊછળવા લાગે છે ને જીવને ખાલી ચડી જાય છે. આ ગીતમાં પણ કવિએ આપણા ગ્રામીણજીવનનો ચિતાર આપ્યો છે. લગ્ન પછી દીકરા અને વહુ થોડી સ્વતંત્રતા મળે એ માટે સાસુ-સસરા જાત્રાએ નીકળે અથવા પોતાના સગાસંબંધીઓના ઘરે જતા હોય છે. અહીં નાયિકાને

મળેલું એકાંત ક્ષણજીવી નીવડે છે. હજુ તો પિયુ સાથે વધુ મન મળે ન

મળે ત્યાં તો સાસુ-સસરા આવવાની નાયિકાને ભીતિ લાગે છે. આથી જ

નાયિકા કહે છે :

“પિયુજી છાપરાને બદલે જો આભ હોત તો બંધાતી હોત હું ય વાદળી રે...

માણસ કરતા હું હોત મીઠાની ગાંગડી

તો છાંટો વાગ્યો કે જાત ઓગળી રે...”

અહીં પ્રણયાનુભૂતિમાં નાયિકા અદ્વૈતની ઝંખના સેવે છે તે ઘણી કળાત્મક બની છે. આખું ગીત ભાવાભિવ્યક્તિ અને લયહિલ્લોળને કારણે હૃદ્ય બને છે.

‘ખાલી શકુંતલાની આંગળી’ મુગ્ધાવસ્થાની મીઠી મૂંઝવણનું

ગીત કવિ : અનિલ જોશી

ગીત છે. અહીં કવિએ ‘પવન’ના પ્રતીક દ્વારા કાવ્યનાયિકાના પિયુના સ્વૈરવિહારીપણાનો નિર્દેશ કર્યો છે. આ કાવ્યનાયિકાને પ્રીતિનું કોઈ અભિમાન નથી. કવિએ કાવ્યની શરૂઆત ખૂબ અસરકારક રીતે કરી છેઃ

“કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી”

ખાલી શકુંતલાની આંગળી એટલે દુષ્યંતે આપેલી અંગૂઠી-મુદ્રા વિનાની આંગળી એવો સંદર્ભ અવશ્ય ખડો થાય. અહીં કવિને માત્ર એટલું જ અભિપ્રેત નથી. અહીં પોતે કોઈ શકુન્તલા નથી કે કોઈ દુષ્યંત એને મુદ્રિકા આપીને જતો રહ્યો! નાયિકા નાયકનું નામ આપવા તૈયાર નથી એની

મીઠી મૂંઝવણ જ કવિએ સલૂકાઈથી આલેખી છે. અહીં કવિએ ‘પવન’,

‘શકુંતલાની આંગળી’ જેવા પ્રતીકો ભાવકના હૃદયમાં વિસ્તરે એવી રીતે આલેખ્યો છે. ‘ગુલમહોર’ ના પ્રતીક દ્વારા પણ કવિ નાયિકાના

મનોગતને ખુલ્લુ મૂકતાં કહે છે :

“ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઈ એવું તો મન ભરી ગાતો કાંઈ એવું તો વન ભરી ગાતો,

જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર, ક્યાંક કાગડો થઈ ન જાય રાતો

આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી, સૂર થઈ ઊડી જાય વાંસળી કેમ સખી ચીંધવો પવન રે હું તો ખાલી શકુંતલાની આંગળી.” વન અને મન ઊભયને ભરી દેતો ગુલમ્હોર ધોધમાર વરસે એમ નાયિકાના હૈયામાં પ્રણય વર્ષા થઈ રહી છે. અહીં પ્રણયના પ્રથમ રોમાંચથી એવી તો હર્ષઘેલી થઈ ગઈ છે કે જાણે કાળો કાગડોએ ગુલમ્હોરના રંગ જેવો

થઈ ગયો છે.

‘મોરલો અધૂરો રહ્યો’ ગીતમાં ભગ્નહૃદયી નાયિકાની વેદનાને અનિલ જોશીએ કાવ્યમય આલેખી છે. આપણી લોકપરંપરામાંથી મળેલા

લયમાં કવિએ નાયિકાના વેદનાને ‘મોરલો અધૂરો રહ્યો’ નું આવર્તન કરીને સુપેરે પ્રગટાવી છે :

“હું તો અંધારે મોર બેઠી ભરવા ને મોરલો અધૂરો રહ્યો.

નથી સોયમાંથી નીકળતો દોરો ને મોરલો અધૂરો રહ્યો. પડી દોરામાં થોકબંધ ગાઠ્યું ને મોરલો અધૂરો રહ્યો. હું તો ગૂંચભર્યા દોરાનો ઢગલોને મોરલો અધૂરો રહ્યો.”

આપણે ત્યાં ‘મોરલા’ ને પિયુનું પ્રતીક માનવામાં આવે છે, તો સોય- દોરાનું કલ્પન પણ ઘણું બંધબેસતું છે. અહીં કવિએ નાયિકાની ઘુંટાતી વેદનાને કાવ્યમય બનાવી છે.

‘ઝીણાં ઝીણાં’ ગીતમાં અનિલ જોશીએ કોડભરી નાયિકાના અધૂરાં ઓરતાની વાતને કલાત્મક રીતે આલેખી છે. અહીં કવિએ અધૂૂરા

મનોરથોની વ્યથાને વિવિધ પ્રતીક-કલ્પન દ્વારા આલેખી છે :

“ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા કાયા લોટ થઈને ઊડી

માયા તોય હજી ના છૂટી

ડંખે સૂની મેડીને સૂનાં જાળિયાં.”

નાયિકાના જીવનમાં કોઈનું આગમન થયું પણ એ હજુ દૂર રહે છે.

ભગ્નપ્રણય દામ્પત્યમાં કોઈકે હૃદયમાં ઊંડો ઘા પાડ્યો છે. જાણે એની

ગીત કવિ : અનિલ જોશી

આખી કાયા લોટ બની ગઈ છે. જ્યારે ‘રીસાઈ જતી છોકરીનું ગીત’ માં કવિએ એક માનુની નાયિકાની ગર્વિલી મૂર્તિ સાદૃશ્ય કરી છે. આ નાયિકાને એકલતા વધુ ગમે છે. એ તો સ્પષ્ટ કહે છે :

“આખ્ખુંયે ગામ ભલે મેળામાં જાય હું તો એકલી રહીશ મારા ખેતરે આઠમના મેળામાં ફરતા ચગડોળ સમા

માણસની ભીડ મને છેતરે.”

આ નાયિકાને આઠમના મેળામાં ફરતા ચગડોળ સમા માણસની ભીડ

પર વિશ્વાસ નથી એને તો એકલતા જ વ્હાલી લાગે છે.

‘દરિયાનાં ગીત નથી ગાવા’ જેવા ગીતરચના તો તેના ભાવ અને લયને કારણે ઘણી લોકપ્રિય બની છે. આ ગીત પ્રણયમસ્તીનું જ ગીત છે. આ ગીતની નાયિકા માટે તો એનો સાજન જ સર્વેસર્વા છે. આથી જ તે અન્ય કોઈના ગીત ગાવાને બદલે માત્ર પોતાના પિયુનું જ સ્મરણ કરતા કહે છે :

“દરિયાનાં ગીત નથી ગાવાં

દરિયો તો મારા સાજનની આંખ જોયું ટીપું.”

ભાવાભિવ્યક્તિની દૃષ્ટિએ પણ આ ગીત ઘણું જ હૃદ્ય બન્યું છે. ગીતમાં રહેલું લાલિત્ય અને માધુર્ય ભાવકને મંત્રમુગ્ધ બનાવે છે. કવિતામાં ગોપવીને કહેવું એક કલા છે. અહીં ગીતનાયિકાના મનોગતભાવને અનિલ જોશીએ બહુ સલૂકાઈથી આલેખ્યા છે.

અનિલ જોશીએ આપણી પરંપરાનો સધિયારો લઈને કવિતા

આપીને જે લોકપ્રિયતા મેળવી છે એટલી જ લોકપ્રિયતા કવિને કવિતામાં આધુનિકતા પ્રગટાવવામાં પણ મળે છે. એમ કહી શકાય કે, અનિલ જોશી પરંપરા સાથે અનુસંધાન જાળવીને આધુનિકતાના આવિર્ભાવો પણ કવિતામાં એટલી જ સાહજિકતાથી પ્રગટાવે છે. આધુનિક માનવજીવનની અસંગતિઓ, માનવીની લાચારી, વિચ્છિન્નતા આદિ માનવવ્યથાને આ કવિ બહુ સહજતાથી આલેખે છે. અનુગાંધીયુગના કવિઓ કરતા આ કવિ ઘણાં જુદા પડે છે. કવિનો રામેન્ટિક, રંગદર્શી મિજાજ હોવા છતાં આ કવિ આધુનિક માનવીની વેદના, વિષાદ, અસંગતિ, જીવનમૂલ્યો આદિને પણ કુશળતાથી પ્રયોજે છે.

‘તુલસીનું પાંદડું’ ગીતરચના અનિલ જોશીની ઘણી લોકપ્રિય બનેલી કૃતિ છે. અહીં કવિએ આધુનિક માનવીના જીવનની અસંગતિઓ અને મૂલ્યહ્રાસની વેદનાને પ્રતીકાત્મક રીતે આલેખી છે.

‘મેં તો તુલસીનું પાંદડું બિયરમાં નાખી પીધું.’

‘તુલસી’ આપણી આસ્થાનું કેન્દ્ર છે. જ્યારે ‘બિયર’માં પાશ્ચાત્ય સંસ્કૃતિનો

ભૌતિકવાદ પ્રગટ થાય છે. આજનો માણસ ઘણીવાર જાણ્યે-અજાણ્યે બેહૂદું વર્તન કરે છે. એમનું વર્તન ક્યારેક તો વિકૃતિની હદ વટાવી દે તેવું હોય છે. આવા માણસને ધર્મ કે ઈશ્વરમાં આસ્થા રહી નથી. અહીં કવિએ માણસની વિકૃતિને વ્યંગાર્થમાં પ્રગટાવી છે. કવિ તો કહે છે :

“મેં તો વેશ્યાના હાથને સીતાનું છૂંદણું દીધું,

મેં તો તુલસીનું પાંદડું બિયરમાં નાખીને પીધું.”

અહીં ‘વેશ્યા’ના હાથમાં ‘સીતા’નું છૂંદણું દીધાના કલ્પનની વ્યંજના

ગીત કવિ : અનિલ જોશી

આજના આધુનિક માનવીની મૂલ્યહ્રાસની અસંગતિઓને સૂચવે છે. આજનો માણસ આપણી પવિત્ર આસ્થા એવી તુલસીના પાંદડાને પણ બિયરમાં નાખીને પીવાની કુચેષ્ટા કરે છે. ભાવાભિવ્યક્તિ અને

લયવૈવિધ્યની દૃષ્ટિએ આ ગીત ઘણું નોંધનીય બન્યું છે -

‘આડી બિલાડી એક ઊતરી’ ગીતમાં પણ કવિએ આજના

માણસનો માત્ર ભૌતિકવાદી અભિગમ કેવો સ્વકેન્દ્રી બની ગયો છે તેનો વ્યંગ રજૂ કર્યો છે. અહીં અનિલ જોશીએ આધુનિક રીતિનો સબળ પ્રયોગ કરીને માનવીની મલિનવૃત્તિઓને કળાત્મક રીતે આલેખી છે.

“કોઈ દિ’ નહીં ને ભાઈ નોકરીએ ચાલ્યા

ને આડી બિલાડી એક ઊતરી.

મારગમાં મોગરાનું ઊઘડેલું ફૂલ જોઈ

લેંઘામાં રામ રહ્યા મૂતરી.”

અહીં કવિ જરા વધુ બોલકા બન્યા હોય એવી અનુભૂતિ ચોક્કસ થાય છતાં, કવિએ વાસ્તવિકતાનું આલેખન સુંદર રીતે કર્યું છે. એમાં બે મત નથી. ‘રામ’ એક પત્નીવ્રતા હતાં જ્યારે આજનો માણસ રસ્તામાં કુમળી ફૂલ જેવી ઊઘડેલી છોકરીને જોઈને કામાતૂર બની જાય છે. આજનો

માણસ વાસનાનો કીડો બની ગયો છે તેનું વ્યંજનાસભર આલેખન ઘણું આસ્વાદ્ય બન્યું છે. આજનો માણસ કેવો દંભી બની ગયો છે? ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, મૂલ્યો આદિની આ જાડી ચામડીના માણસને કોઈ અસર થતી નથી. પોતે સંસ્કારી હોવાનો દંભ કરે છે ભાગેડુવૃત્તિને તાકતા કહે

છે :

“ચીકુની છાલ જેવી ચામડી ઓઢીને અમે છટકીને આમતેમ ભાગતા,

કામગરા માણસના ટોળામાં ચર્ચાતી.

નવરાની વાત સમા લાગતા.”

અહીં કવિએ માનવ જે ભાગેડવૃત્તિમાં રાચે છે, જે નગ્નતામાં રાચે છે એનો વ્યંગ ઘણો અસરકારક રીતે આલેખ્યો છે.

‘કાચો કુંવારો એક છોકરો’ રોમેન્ટિક મિજાજનું લાગતા આ ગીતમાં અનિલ જોશીએ ક્ષણવત્‌ જીવનની વાતને આલેખી છે.

“ઐ કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી

ને વાત ચાલી એવી તો ભાઈ ચાલી!

ઐ દરિયા ઉપર ઓલ્યા સપ્તર્ષિ જેમ સાત મચ્છર ઊડ્યા.

ને જાત મ્હાલી એવી તો ભાઈ મ્હાલી!

ઐ કાચો કુંવારો એક ..........”

માણસ સપ્તર્ષિઓની જેમ જીવનજીવ્યાની ભ્રાન્તિમાં જીવે છે પણ એનું જીવન તો મચ્છર જેવુ છે. ક્ષૂદ્ર જંતુ જેવું છે. અહીં કવિએ બાલ્ય, યૌવન, વૃદ્ધાવસ્થા અને મૃત્યુની ઘટનાનો સંકેત પણ આપ્યો છે. અહીં અનિલ જોશીએ માનવીના સમગ્ર જીવનની અસંગતિ, નિરર્થકતા, વંધ્યતા - આદિને કળાત્મક રીતે આલેખી છે.

‘વારતા’ રચનામાં કવિએ આધુનિક માનવીની વિસંગતિ અને વિષાદને સાદાઈથી આલેખ્યો છે. માણસના ‘હોવાની’ અસ્તિત્વની વાતને

આલેખતા કવિ કહે છે

“જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક, ફુગ્ગો ફૂટતા વાય રે ભળી જાય થૈ મૂક ધુમ્મસ જેવી વારતાને ધુમ્મસ જેવા લોક આગળ પાછળ કંઈ નથી આ સૂના ઘરને ચોક વારતા ને ધુમ્મસ જેવા લોક”

માનવ જીવન એટલે શું? ફુગ્ગામાં ભરેલી હવા જેમ ફુગ્ગો ફૂટી જતા પવનમાં ભળી જાય છે એમ માણસનું જીવન એનો પ્રાણ નીકળતા પંચતત્ત્વમાં ભળી જાય છે. કવિએ માણસના આવા ક્ષણભંગુર જીવનને

‘ઝાકળ’ જેવું કહ્યું છે. કવિએ અહીં ‘ઝાકળ’ના પ્રતીક દ્વારા

માનવજીવનની ક્ષણભંગુરતાને પ્રગટાવી છે.

અનિલ જોશીએ આધુનિક માનવીની હતાશા, નિરાશા, વિચ્છિન્નતા, વિષાદ, એકલતા - આદિ ભાવોને ગીતકવિતામાં કુશળતાથી આલેખ્યાં છે. તેમણે કેટલાંક ઉત્તમ ગીતો આપીને ગુજરાતી કવિતાઓને ધન્ય બનાવી છે. એમા બે મત નથી.

અનુક્રમણિકા

સામ્પ્રત ગુજરાતી ગઝલની ગતિવિધિઓ

સામ્પ્રત ગુજરાતી ગઝલ વિશે વાત કરતાં પહેલાં મારે થોડી ગુજરાતી સાહિત્યની વાત કરવી છે. ગુજરાતી સાહિત્યમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુુજરાતી સાહિત્ય એવા બે વિભાગ પાડવામાં આવ્યાં છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશેષતા એ છે કે, તેના પદ, ફાગુ, બારમાસી, પ્રબંધ, રાસ, રાસો, આખ્યાન, પદ્યવાર્તા, છપ્પા - આદિ સાહિત્યસ્વરૂપો ગુજરાતની કે ભારતવર્ષની ભૂમિની પેદાશ છે. જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્ય સ્વરૂપના નાટક, નવલકથા, નિબંધ, ટૂંકીવાર્તા, સાનેટ, કરુણપ્રશસ્તિ, પત્ર, ડાયરી, આત્મકથા, એકાંકી આદિ સાહિત્ય સ્વરૂપો પાશ્ચાત્ય દેશોની ભૂમિ પરથી ભારતીય ગુજરાત ભૂમિ ઉપર અવતરિત થયાં છે.

ગઝલ સાહિત્ય સ્વરૂપનું એથી જુદું છે. મૂળ અરબસ્તાનમાંથી આ સાહિત્યસ્વરૂપ ગુજરાતીમાં પ્રવેશે છે. ગઝલ અરબી, ફારસી અને અંતે ઉર્દૂભાષાની આંગળી પકડીને ગુજરાતીમાં પ્રવેશે છે. મૂળ ફારસી સ્વરૂપ ‘કસીદા’ માંથી ગઝલનો ઉદ્‌ભવ થયો મનાય છે. ‘કસીદા’ એટલે

‘પ્રશસ્તિ કાવ્ય’. કાળક્રમે ‘કસીદા’નું સ્વરૂપ ગઝલસ્વરૂપે જન્મે છે. એવું

સામ્પ્રત ગુજરાતી ગઝલની ગતિવિધિઓ

આપણા ગઝલ જાણકારો માને છે. ‘ગઝલ’ એટલે ‘પ્રિયતમા સાથે થતો

પ્રેમાલાપ’ કે ‘સ્ત્રી સાથેના સંવનનની વાણી’. પ્રિયતમા સાથે એકાંતમાં

થતી ગુફતેગૂ. પરંતુ આજે ગઝલ એક જ વિષય મર્યાદીત રહી નથી. ગુજરાતી સાહિત્યમાં ગઝલ એના શરૂઆતના તબક્કે થોડી

અસ્પૃહ્ય રહી હોય એવું લાગે છે. ‘ગઝલ’ના સ્વરૂપ વિશે આ તબક્કે

ખાસ કોઈ વિચારણા થઈ નથી. આ સ્વરૂપ વિશે ગઝલના પ્રથમ તબક્કામાં ગઝલ વિશે ખાસ વિચારાયું નથી; તેની પાછળ આપણી ગઝલ પ્રત્યેની સૂગ પણ જવાબદાર છે. એક વાત તો આપણે સ્વીકારવી જોઈએ કે, ગઝલને આપણે ત્યાં મુશાયરા મર્યાદિત ગણીને કે સસ્તી શબ્દાવલી ગણીને આપણે ગુજરાતી ગઝલને ચોક્કસ નુકસાન કર્યું છે. છતાં, ગુજરાતી ગઝલકારોએ કશો મોહ રાખ્યા વિના ગઝલો લખી છે તે ધન્યવાદને પાત્ર છે. છેલ્લાં બે-ત્રણ દાયકામાં ગઝલ સ્વરૂપ વિશે સુંદર વિચારણા થઈ છે. જ્યંત વ્યાસે ‘ગઝલઃ શિલ્પ અને સર્જન’, ડા. કાદરીએ ‘ગઝલ’, ડા. એસ. એસ. રાહીએ ‘ગઝલ સંજ્ઞા અને સંપ્રદાય’, ડા. ભગવતીકુમાર શર્માએ ‘ગઝલનો કરીએ ગુલાલ’, અમૃત ઘાયલે ‘ગઝલ : કલા અને કસબ’, ડા. મેરુ વાઢેળે ‘ગુજરાતી ગઝલ’, આ ઉપરાંત ચિનુ મોદી, ડા.

મણિલાલ પટેલ, ડા. રઈશ મનિઆર - આદિ વિધાનોએ ગઝલની

સ્વરૂપગત વિશેષતાઓની ચર્ચાઓ કરી છે. ગઝલના ઉદ્‌ભવ વિકાસથી

માંડીને ગુજરાતીમાં ગઝલનું અવતરણ, ગઝલમાં કાફિયા-રદીફ, છંદ, શે’ર, મત્લા-મક્તા, પ્રતીક, કલ્પન, પુરાકલ્પન, આધુનિકતા - આદિની વિશદ છણાવટ બને છે. આજે ગુજરાતી ગઝલ એની ચરમસીમાએ

લોકપ્રિય બને છે. આજે ગુજરાતી સાહિત્યના મૅગેઝિનોમાં ગઝલ

મોટોભાગ રોકે છે. જે કાવ્યસંગ્રહો પ્રગટ થાય છે તેમાંયે ગઝલો આવે જ. કવિસંમેલનોમાં ગઝલો વિશેષ દાદ મેળવે છે એ જ એની લોકપ્રિયતા સૂચવે છે. આજે ગઝલ માત્ર મુશાયરો મર્યાદિત રહી નથી. સામ્પ્રત ગુજરાતી કવિતામાં ગઝલે નિત નવાં આયામો રચ્યાં છે. આજે ગઝલ

માત્ર ઈશ્ક હકીકે કે ઈશ્ક મિજાજે પૂરતી મર્યાદિત ન રહેતાં એમાં અનેક નવાં વિષયો પ્રવેેશે છે. સામ્પ્રતકાળમાં ગઝલ ઘણી લોકપ્રિય બની છે. આ લેખ નિમિત્તે મેં કાફિયા-રદીફ, છંદ, ભાષાકર્મ, પ્રતીક, કલ્પન, પુરાકલ્પન, આધુનિકતા જેવાં તત્ત્વોને જોવાનો પ્રયાસ કર્યો છે.

ગઝલનું મુખ્ય અંગ છે - કાફિયા. ગઝલમાં રદીફ ન હોય તો ચાલે પણ કાફિયા વિના ગઝલ સંભવી શકે નહીં. કાફિયા શબ્દની ઉત્પત્તિ અરબી ભાષાના ‘કફૂ’ શબ્દ ઉપરથી થઈ છે. તેનો અર્થ ‘જવા માટે તૈયાર’ એવો થાય છે. ફિરાક ગોરખપુરી કાફિયાની સમજૂતી આપતા કહે છે, - “ગઝલના શે’રોમાં અંતમાં જે અંત્યાનુપ્રાસયુક્ત શબ્દ આવે

છે તેને કાફિયા કહેવામાં આવે છે.”

કાફિયા માટે એક બાબત ખૂબ અનિવાર્ય છે તે એ કે, કાફિયા અનાયાસે આવવા જોઈએ, તો જ એ ગઝલનું, એના પ્રત્યેક શે’રનું સૌન્દર્ય

ખીલી શકે. ખરાં અર્થમાં કાફિયા એ ગઝલકારની કવિપ્રતિભા છે, કાફિયા દ્વારા જ કવિની ગઝલસૂઝ-ગઝલપ્રતિભાના દર્શન થાય છે.

સામ્પ્રત ગઝલકારો કાફિયા પાસેથી પોતીકી રીતે કામ કઢાવે

છે. આદિલ મન્સૂરી, બરકત વિરાણી, મનોજ ખંડેરિયા, શ્યામ સાધુ,

સામ્પ્રત ગુજરાતી ગઝલની ગતિવિધિઓ

ચિનુ મોદી, રાજેન્દ્ર શુકલ, ભગવતીકુમાર શર્મા, નયન દેસાઈ - આદિ

ગઝલકારો કાફિયા દ્વારા ગઝલ સૌન્દર્યને અભૂતપૂર્વ રીતે ચિત્રિત કરે છે.

મનોજ ખંડેરિયાની અનેક ગઝલોના કાફિયામાં ભાવબોધ અને અર્થબોધ અસરકારક રીતે ગુંથાઈ આવે છે. જુઓ મનોજનો એક અસરકારક શે’રઃ “કવિતા તો છે કેસર વાલમા

ઘોળો સોનાવાટકડીમાં.”

તો મનોજ ખંડેરિયાની પ્રથિતયશ ગઝલ ‘વરસોનાં વરસ લાગે’માં

‘તોડવા’, ‘છોડવા’, ‘ફોડવા’, ‘ખોડવા’, ‘દોડવા’, ‘જોડવા’ - જેવા કાફિયા અર્થબોધની સાથે ભાવબોધ કરાવી અનોખા પરિમાણ સર્જે છે. કાફિયાનું અભૂતપૂર્વ આયોજન મનોજની પોતીકી પ્રતિભાનું પરિચાયક બની રહે છે. કહીએ કે, મનોજ ખંડેરિયાએ ગુજરાતી ગઝલમાં પ્રાણવાયું ફૂંકવાનું કામ કર્યું છે. એમના માટે તો -

“નથી દ્વાર કે દોસ્ત મારી દે તાળું કવિતા તો છલકાતું વરસાદી નાળું.”

અહીં ‘તાળું’, ‘નાળું’. ‘થાળું’, ‘વાળું’ - જેવા કાફિયા અર્થગત સૌંદર્યની

સાથે ભાવગત સૌન્દર્ય પણ રચે છે.

તો નયન દેસાઈની ‘હાં રે હાં ભાઈ’ ગઝલમાં કાફિયા-રદીફની અટપટી અને અનનવી રજૂઆત ઘણી ધ્યાનાર્હ બને છે :

“છાતી સોંસરવું સરકે કીડીનું નઘરું હાં રે હાં ભાઈ!,

પડે પથ્થર જેવાને પડછાયો ગભરું હાં રે હાં ભાઈ!”

આદિલ મન્સૂરી સાચા અર્થમાં આધુનિક ગઝલકાર છે. એમની ‘જ્યારે

પ્રણયની જગમાં...’ ગઝલ તો ખૂબ જ લોકપ્રિય બની છે. આ ગઝલકાર

પ્રણયની વાતને પોતીકા અંદાજમાં રજૂ કરે છે. આ ગઝલના પાંચેય શે’રઃ

“જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે, પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.”

અહીં ‘શરૂઆત’, ‘રજૂઆત’, ‘મુલાકાત’, ‘રાત’, ‘વાત’ જેવા કાફિયા ગઝલમાં નવો આયામ રચે છે.

ખલીલ ધનતેજવી એક ઊભરતા ગઝલકાર છે. એમની

કાફિયાની રજૂઆત, શૈલી ખૂબ જ ધારદાર ને ચોટદાર હોય છે. એમનો અવાજ બિલકુલ શોરબકોર વિનાનો ને છતાં બુલંદ હોય છે જુઓ એમનો આ શે’ર.

“આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને, એક અક્ષર પણ જો રદ, ખબર પડશે તને.”

અહીં આ ગઝલકાર ‘શાયદ’, ‘રદ’, ‘વદ’, ‘ઉપનિષદ’, ‘નારદ’,

‘હદ’- જેવા કાફિયા દ્વારા પોતીકી પ્રતિભાના દર્શન કરાવે છે. આધુનિક ગઝલકારો આપણાં ચિંતન, સૌન્દર્ય, રુચિ,કલા, બૌદ્ધિકતાને કાફિયાના નવા લય, રંગ અને ઉપકરણથી ઉજાગર કરવા મથે છે. કહેવાય છે કે, ગુજરાતી ગઝલની અભિવ્યક્તિનો રંગ સમયે સમયે બદલાતો રહ્યો છે. રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ના ગઝલસંગ્રહ ‘છોડીને આવ તું.’ની પ્રથમ ગઝલમાં જીવનને મોહમાયા-સ્વપ્ન ગણે છે. તેને ત્યાગી પણ શકાતાં

સામ્પ્રત ગુજરાતી ગઝલની ગતિવિધિઓ

નથી કે સાચવી પણ શકાય નહીં એવો ધ્વનિ પ્રગટાવે છે. ‘આવ’,

‘બતાવ’, ‘સ્વભાવ’, ‘મોકલાવ’, ‘પડાવ’ - જેવા કાફિયા દ્વારા નવો જ આયામ રચે છે જુઓ :

“સાકરની જેમ ઓગળી જઈશ હું ય પણ, છલકાતો કટોરો ભલેને મોકલાવ તું

‘મિસ્કીન’ સાત દરિયા કરી પાર એ મળે,

એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.”

ટૂંકમાં, સામ્પ્રત ગઝલકારો ગઝલમાં પરંપરિત કાફિયાને

પ્રયોજવાને બદલે તેમાં અપાર નાવિન્ય પ્રગટાવે છે.

આધુનિક ગઝલકારો ગઝલને તદ્દન નવા લેબાશમાં રજૂ કરે છે, તેમાં રદીફનો સિંહફાળો છે. ગુજરાતી ગઝલના પ્રથમ બે તબક્કામાં ગઝલની પ્રલંબિત રદીફના ખાસ પ્રયોગો થયા નથી. સામ્પ્રત ગઝલકારો ગઝલમાં રદીફને પોતીકી પ્રતિભાના બળે રચીને અનેક નૂતન સ્થિત્યંતરો રચે છે. રદીફ માટે મૂૂળ અરબી શબ્દ છે. ‘રદ્‌’ અરબીમાં એનો અર્થ થાય

‘પાછા ફરવું’ ‘ફરીથી લાવવું’ કે ‘ફરીથી આવવું’. ગઝલમાં બે-ત્રણ શબ્દ કે અર્ધાવાક્ય જેટલા શબ્દો પુનરાવર્તન પામીને પ્રત્યેક શે’રના અંતિમચરણમાં આવે છે. રદીફ ગઝલના મત્લા બન્ને મિસરામાં હોય છે. અને ગઝલાંત સુધીના તમામ શે’રમાં એ પુનરાવર્તન પામીને અનોખું ગઝલવિધાન પ્રગટાવે છે. કાફિયામાં શબ્દ બદલાય પણ રદીફમાં શબ્દ, વાક્યાંશ એ જ સ્વરૂપે જળવાય રહે છે.

સામ્પ્રત ગઝલકારોમાં મનોજ ખંડેરિયાએ રદીફ દ્વારા અનેરું

આકર્ષણ ઊભું કર્યું છે. એમની ગઝલોમાં ટૂંકી, મધ્યમ અને પ્રલંબ રદીફ અનોખા આયામ રચે છે. આવી રદીફમાં ભાવ અને અર્થનું સૌન્દર્ય પણ એટલું અસરકારક રીતે પમાય છે. એમની યશોદાયી ગઝલ ‘વરસોનાં વરસ લાગે’ ની ‘બેસું તો વરસોના વરસ લાગે’ જેવી રદીફ દ્વારા મનોજે અસાધારણ ગઝલત્વ નિર્મ્યું છે. જુઓ એમનાં બે’ક શે’ર :

“આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે, હુું એને ખોડવા બેસું તો વરસોના વરસ લાગે.

મને સદ્‌ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.”

તો ‘એમ પણ બને’, ‘રસ્તા વસંતના’ જેવી રદીફે તો ગુજરાતી ભાવકોને

મંત્રમુગ્ધ કર્યા છે. તો વળી ‘પીંછું’ જેવી એક અક્ષરી રદીફ દ્વારા પણ

મનોજ અનોખું અર્થસૌન્દર્ય ખડું કરી શક્યાં છે.

વ્રજ માતરીની ‘કોણ માનશે?’ ગઝલમાં ‘હતું કોણ માનશે’ રદીફમાં અર્થ સૌન્દર્યની સાથે ભાવસૌન્દર્ય અભિનવ આયામ રચે છે. જુઓ આ ગઝલનો મત્લાનો શે’ર :

“દુઃખ એય સુખ સમાન હતું કોણ માનશે?

મૃગજળમાં જળનું સ્થાન હતું કોણ માનશે?”

શેખાદમ આબુવાલાની ‘આદમથી શેખાદમ સુધી’ની રદીફ તો ખૂબ જ

લોકપ્રિય બની છે :

“માનવી ને આ જગત આદમથી શેખાદમ સુધી!

એ જ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી!

સામ્પ્રત ગુજરાતી ગઝલની ગતિવિધિઓ

એ જ ધરતી, એ જ સાગર! એ જ આકાશી કલા!

એ જ રંગીલી રમત આદમથી શેખાદમ સુધી!”

જે સંવેદનશીલ છે તે વ્યક્તિ ઊઘાડી આંખ રાખીને જ ભેદ સમજી શકે છે પણ જે જડ છે - સંવેદનહીન છે તેને કોઈ અસર થતી નથી. શેખાદમ આબુવાલાની ‘પરેશાન ઈન્સાન જોયા કરે છે’ જેવી લાંબી રદીફમાં

માનવીની પરેશાનીને આ ગઝલકારે ધારદાર રીતે આલેખી છે. જુઓ આ ભાવને શેખાદમ આબુવાલા કેવી રીતે સચોટ રીતે આલેખે છે : “કદી કંટકો છે, કદી ફૂલવાડી, પરેશાન ઈન્સાન જોયા કરે છે, સદા આંખ પોતાની રાખી ઉઘાડી, પરેશાન ઈન્સાન જોયા કરે છે. સ્વમાની કવિ કોઈ જગના ચરણમાં! ઉમંગી ઝરણ કોઈ વેરાનરણમાં? વસંતનો માલિક છે કોઈ અનાડી, પરેશાન ઈન્સાન જોયા કરે છે.” વેરાન રણમાં ઉમંગીઝરણનું શોષાઈ જવું એ તો વિધિની વક્રતા જ કહેવાય. શોભિત દેસાઈની ગઝલોમાં પણ પ્રલંબ રદીફ ધારદાર અભિવ્યક્તિ, ગઝલની રચનારીતિ- જેવી બાબતો ધ્યાન ખેંચે છે. તેમની એક ગઝલની લાંબી રદીફમાં અર્થ-ભાવ સૌન્દર્ય કલાત્મક બને છે જુઓઃ

“મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું, ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું. હતો જે આપણો સંબંધ એના પણ ભગ્ન અવશેષો, શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું.”

સામ્પ્રત ગઝલકારો લાંબી રદીફ દ્વારા જ ગઝલસૌન્દર્ય પ્રગટાવે એવું નથી. એક-બે શબ્દોની રદીફમાં પણ પરંપરિત શબ્દોથી ચીલો

ચાતરીને પોતીકી પ્રતિભાનાં દર્શન કરાવે છે. નયન દેસાઈની ‘ઘટના ઉર્ફે’ જેવી રદીફ ખૂૂબ જ અસરકારક બની છે. એમના બે’ક શે’ર માણોઃ “ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,

સંબંધો શમણાંના ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે. છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગેને સૂરજ તો એક પીળું ગૂમડું , ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે.”

અલગારી વ્યક્તિ ધરાવતા શ્યામ સાધુની ગઝલોમાં એમની ટૂંકી રદીફ ઘણી હૃદયંગમ બની છે. એમની ‘બની ગયો’ જેવી ગઝલની રદીફમાં પોતાના આંતરમનના ભાવોને ભાવક સમક્ષ હૂબહૂ આલેખ્યાં છે. શ્યામના ઘરે જઈ મેં એમની આંખમાં છલકાતાં આંસુઓ સાથે આ ગઝલને એમના મુખેથી સાંભળી છે, સાચે જ એમાં રહેલી સ્વાનુભવની વિરહ-વ્યથા શ્યામે ઘૂંટીને ગુજરાતી ગઝલપ્રેમી સામે અભિવ્યક્ત કરી છે. શ્યામ સાધુનું અંગત જીવન આપણી હિન્દી ફિલ્મની વાર્તાઓ જેવું છે. હજી શ્યામના અંગત જીવન પરથી પરદો કોઈ સંશોધક હટાવશે ત્યારે એમની ગઝલોમાં રહેલી અનુભૂતિની સચ્ચાઈને કારણે હજુ પણ એમની ગઝલ લોકપ્રિયતા પ્રાપ્ત કરશે જ. જુઓ આ ગઝલના બે-ત્રણ

શે’ર :

“તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,

મંજિલ વગરનો જાણે મુસાફર બની ગયો.

...........................................

મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોના સ્પર્શથી

સામ્પ્રત ગુજરાતી ગઝલની ગતિવિધિઓ

રસ્તે હું એ જ કારણે પથ્થર બની ગયો.

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું, સંસાર, આંખ મીંચીં તો નશ્વર બની ગયો.”

પ્રત્યેક વ્યક્તિ પ્રેમને ઝંખે છે. જેમના તરફ લંબાયેલો હાથ જો પાછો

ખેંચાય તો તે હૃદયમાં અસાધારણ ચોટ આપે છે. અહીં પ્રતિભાવ

‘આવકાર’નો નહીં પણ ‘અનાદર’નો છે. શ્યામની ગઝલનું પોત મુલાયમ

અને રેશમી છે.

આદિલ મન્સૂરીની લોકપ્રિય ગઝલ ‘જ્યારે પ્રણયની...’ માં

‘થઈ હશે’ જેવી રદીફમાં ભાવની અને અર્થની અભિવ્યક્તિની સાથે સાદગી અને સફાઈ પણ અનેરું સૌન્દર્ય પ્રગટાવે છે. આ ગઝલના પ્રત્યેક શે’ર અમૂલ્ય હીરાસમાન છે. માણો તેનાં બે’ક શે’ર :

“ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર, ઝૂલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં તારાં જ રૂપરંગ વિશે વાત થઈ હશે.”

આધુનિક સમયના ગઝલકારો રદીફમાં તળપદો પરિવેશ પણ અનાયાસે

લઈ આવી ગઝલ ક્ષેત્રે નવા આયામો રચે છે. ખાસ કરીને સોરઠના ગઝલકારો સોરઠી તળપદા શબ્દો પાસેથી ધાર્યું કામ કઢાવે છે. વિનોદ જોશીની એક ગઝલમાં સોરઠી તળપદો પરિવેશ અને સોરઠી બાની ધ્યાનાર્હ બને છે :

“ફાંસ જરા શી વાગી ગઈ ને વાંસ જેવડું ખટકે છે કંઈ અંદર અંદર

પરબારું લે, હડી કાઢતું હાંફી જઈને અટકે છે કંઈ અંદર અંદર.” તો ‘થમ્સ અપ’ જેવા અંગ્રેજી અને ‘રીંગણ’ જેવા ગુજરાતી શબ્દોને સમલૈંગિકતાના પ્રતીકરૂપે પ્રયોજી અદમ ટંકારવી બોલચાલની ભાષામાં

‘ઠે ઠુ ઠસ’ જેવી રદીફ પ્રયોજી ગઝલમાં શબ્દનિર્થકતાનો બોધ કરાવે છેઃ

“થમ્સ અપ રિંગણ ઠે ઠુ ઠસ, કાચી સમજણ ઠે ઠુ ઠસ”

અહીં ‘ઠે ઠુ ઠસ’ જેવી રદીફ દ્વારા વ્યંગ-કટાક્ષ સર્જીને આ ગઝલકાર શબ્દના અન્‌અર્થને તાકે છે.

તો, કેટલાક ગઝલકારો અંગ્રેજી શબ્દો અને રદીફ પ્રયોજીને

ગઝલમાં નવા પરિમાણો રચે છે. હર્ષદેવ માધવ ‘થેન્ક યુ’ જેવી રદીફ

દ્વારા અનોખો આયામ રચે છે :

“પ્રેયસીના હાથમાં મૃગજળ મળ્યાનું થેન્ક યુ, આંખમાં બે-ચાર રહેવા પળ મળ્યાનું થેન્ક યુ.”

ભગવતીકુમાર શર્માની ગઝલોમાં અંગ્રેજી શબ્દો આકર્ષણ જન્માવે છે. અંગ્રેજી શબ્દોને કારણે ભગવતીકુમારની ગઝલોમાં અવબોધનની સમસ્યા દેખાતી નથી. નગરજીવનની ગતિવિધિઓ આલેખવામાં સામ્પ્રત ગઝલકારોને અંગ્રેજી ભાષાના શબ્દો હાથવગા બન્યાં છે. આધુનિકનગરની સંવેદનાને પોકળ શબ્દોમાં આલેખી ભગવતીકુમાર શર્મા નૂતન પરિમાણ રચે છે. જુઓ શ્રી શર્માનો એક શે’ર :

“ટ્રાફિક, બ્રાફિક, હોર્નબોર્ન ને સિગ્નલ બિગ્નલ, ઈસુબિસુના ઘેટાંને પણ જડેબડે નહિ રસ્તો-બસ્તો

સામ્પ્રત ગુજરાતી ગઝલની ગતિવિધિઓ

દ્વિરુક્ત પ્રયોગ દ્વારા આ ગઝલકારે અનોખું ગઝત્વ નિર્મ્યું છે.

સામ્પ્રત ગઝલકારો કલ્પનની વિભાવના દ્વારા અનેકવિધ્‌ પરિમાણો રચે છે. ગુજરાતીમાં ‘કલ્પન’ વિશે વિવિધ સંજ્ઞાઓ પ્રયોજાય છે. સુરેશ જોશી એમના માટે ‘ચિત્રકલ્પ’, ઉમાશંકર જોશી ‘મનોગત સંસ્કારચિત્ર’ આદિ સંજ્ઞાઓ પ્રયોજે છે. કલ્પનમાં ચિત્રાત્મકતા, મૂર્તતા, ઈન્દ્રિયગમ્યતા જેવા ગુણો ભાવકને આનંદાનુભૂતિ કરાવવા માટે સમર્થ છે. કલ્પનનો સીધો સંબંધ સંવેદન સાથેનો છે. કોઈપણ વસ્તુનો આપણા

માનસપટ પર જે પ્રભાવ પડે છે તેને વિવિચેકો ‘બિમ્બ’ કહે છે. એના

માટે ‘માનસચિત્ર’ જેવો પર્યાય પણ પ્રયોજાયો છે. આવા બિમ્બ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક ધારણાત્મક કે જે કેવળ કલ્પના દ્વારા ઉદ્‌ભવે છે. જ્યારે કેટલીક વસ્તુને આપણે પ્રત્યક્ષ નિહાળવાનો આનંદ લઈએ છીએ તે દૃશ્યાત્મક બિમ્બ છે. કલ્પન વિશે કહેવું હોય તો સરળ શબ્દમાં એમ કહી શકાય કે, ‘કલ્પન એટલે શબ્દોથી રચાયેલું ચિત્ર’.

ગઝલોમાં કલ્પનનો વિનિયોગ આધુનિક ગઝલની આગવી વિશેષતા બની રહે છે. આદિલ મન્સૂરી સાચા અર્થમાં આધુનિક ગઝલકાર છે. એમની ગઝલોમાં આધુનિકતા અભિનિવેશે પ્રગટે છે. એમની ગઝલોમાં કલ્પનનો વિનિયોગ પણ ધ્યાનાર્હ બને છે. એમની ગઝલોમાં અંધારાના ઘણાં કલ્પનો પ્રાપ્ત થાય છે. જુઓ અંધારાનું એક કલ્પન :

“પડઘાના અંતરો કદી કાપી શકાય ના, ઊંડાણ અંધકારનું માપી શકાય ના.”

નગરસંસ્કૃતિનો વિસ્તાર, માનવ વસ્તીવિસ્ફોટ, ઘોંઘાટ અને ધમાલભર્યું

જીવનાદિ વચ્ચે જીવતા માણસની એષણાઓ ન સંતોષાતા એ તણાવગ્રસ્ત અવસ્થામાં જીવે છે. આવા આધુનિક માનવીની વિચ્છિન્નતા, રિક્તતા, એકલતાદિને આધુનિક ગઝલકારો પ્રતીક-કલ્પનનો વિનિયોગ કરી ઈન્દ્રિયસંવેધ બનાવે છે. ભગવતીકુમાર શર્માની ગઝલોમાં આજના

માનવીની વ્યર્થતા, શૂન્યતા, એકલતા - આદિ તારસ્વરે પ્રગટે છે જુઓ

બે’ક શે’ર :

“છે અહીં ટ્રાન્ઝિસ્ટરની આમ્રકુંજ, ટહૂકે ટહૂકે તોય રૂંધાયા કરું, હું ડબલ-ડેકરના જંગલમાં સતત બેવડો ચહેરો લઈને ભટક્યા કરું પુશ બટન છું - હર ક્ષણો ઈનસ્ટન્ટ છું,

રિક્ત કોફી કપમાં છલકાયા કરું.”

અદમ ટંકારવી પાસેથી સૂર્યનાં અનેક ગતિશીલ કલ્પનો મળ્યાં છે. સૂર્યનું દૃશ્ય કલ્પન દ્વારા આ ગઝલકાર પ્રણયભાવને પ્રગટાવે છે. જુઓ અદમ ટંકારવીનું સૂર્યનું એક ગતિશીલ કલ્પન :

“થાય તારા નામનું મોંસૂઝણું, રોમ રોમ સૂર્ય ઝળહળ્યા કરે.”

આધુનિક કવિઓ ચિત્તની અમૂર્તતાને નૂતન કલ્પનાને આધારે

મૂર્તતા બક્ષવા મથે છે. મનની સાથે આ ગઝલકારો પ્રકૃતિનાં પણ નિતનવાંરૂપોને કલાત્મક રીતે આલેખી આસ્વાદ્ય બનાવે છે. રમેશ પારેખ આધુનિક ગઝલકાર પણ છે. ‘ચાંદની’ ગઝલમાં રમેશ પારેખ ચાંદનીના

સામ્પ્રત ગુજરાતી ગઝલની ગતિવિધિઓ

વિધ્‌ - વિધ્‌રૂપોને કલાત્મક રીતે આલેખે છે જુઓ એમનો શે’ર :

“પાનને તાલી દઈ પાછી વળેલી ચાંદની, વૃક્ષ નીચે થરથરે નીચે ઢળેલી ચાંદની.”

આધુનિક ગઝલકારો નવાં નવાં પ્રતીક કલ્પનો લઈને ગઝલમાં નવા આયામો રચે છે તેમાં કરસનદાસ લુહારનો એક શે’ર ટાંકવાનું મન થાય

છેઃ

“આંગળીને ટાચકે ફોડો તમે

નામ મારું એટલે એક ક્ષણ સચોટ.”

આધુનિક ગઝલકારો કલ્પનની જેમ પ્રતીક પાસેથી પણ ધાર્યું નિશાન તાકી કામ કઢાવે છે. આપણે ત્યાં પ્રતીક વિશે ઘણી વિચારણા થઈ છે. ‘જીઅદ્બર્હ્વઙ્મ’ શબ્દને આપણે પ્રતીક વિશે ઓળખીએ છીએ. લેન્ગર

પ્રતીક વિશે નોંધે છે : “જીઅદ્બર્હ્વઙ્મ” એટલે એવી કોઈ પ્રયુક્તિ જેના વડે આપણે તારવણી કરીએ છીએ. આપણે ત્યાં ‘પ્રતીક’ અને ‘પ્રતિરૂપ’ એક નથી એવું આજે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. પ્રતીક દ્વારા કવિ ‘જે અમૂર્ત અને અગ્રાહ્ય છે તેને મૂર્ત અને ગોચર સાધન દ્વારા ગ્રાહ્ય બનાવે છે. બાહ્ય જગતનાં અનેક સંવેદનો-તત્ત્વોની કવિના મનમાં જે અસર પડે છે તેને કવિ કોઈ અવસ્થાએ બાહ્ય પ્રતીકોનો સહારો લઈને કવિતામાં ઢાળે છે.

પ્રતીક કવિતામાં નવો સંદર્ભ રચે છે. પ્રતીકમાં અર્થને અનેકવિધ અર્થચ્છાયાઓથી ખચિત નિહારિકારૂપે વિસ્તારવાની કેન્દ્રોત્સાહી પ્રવૃત્તિ રહેલી છે. પ્રતીક દ્વારા અમૂર્તતાને મૂર્તતા પ્રાપ્ત થાય છે.

સામ્પ્રત ગઝલકારો પ્રતીકનો સર્વાધિક વિનિયોગ કરે છે. સનમ,

સુરા, સુરાહી, મઝધાર, પંખી, રણ, મૃગજળ, સૂર્ય, ચંદ્ર, ખંજર, ગુલ જેવાં પરંપરિત પ્રતીકોની સાથે આ ગઝલકારો નૂતન પ્રતીકો પણ વિનિયોજે છે. આ યુગના ગઝલકારો નૂતન પ્રતીકો પણ વિનિયોજે છે. આ યુગના ગઝલકારોને રેતીના અંબાર અને મૃગજળની કલ્પના દ્વારા રણને તરી જવાની વાતો કરવી ગમે છે. નાનું અમથું રણ પણ પાણી વચ્ચે આંસુના બંધારણ જેવું કલ્પવું આ યુગના ગઝલકારને ગમે છે. ચિનુ મોદીનો આવો જ સૂક્ષ્મભાવ કરો શે’ર જુઓ :

“પાણી વચ્ચે નાનું અમથું રણ હશે;

આંસુનું આ કેવું બંધારણ હશે.”

શોભિત દેસાઈ ગુજરાતી ગઝલમાં ઘણાં નવાં આયામો રચે છે. તેમણે

‘સસલા’ જેવા પ્રતીકથી અનોખી ચિત્રાત્મક અનુભૂતિ પ્રગટાવી છે.

મખમલના તાકાની માફક ઊઘડી જતા શરીરને કવિએ સસલાની ઉપમા આપીને ચંચળતાનો ચિત્રાત્મક અનુભવ કરાવ્યો છે :

“કોઈ સસલું ઊઘડતું હો જાણે, એમ અંધારામાં બદન છલકે.”

પ્રણય વિષય તો ગઝલનું હાર્દ છે. આધુનિક ગઝલકારો ગઝલમાં પ્રણયના

વિધ્‌ વિધ્‌ ભાવોને પ્રતીકાત્મક રીતે રજૂ કરે છે. અમૃત ‘ઘાયલ’ જેવા ગઝલકારની ગઝલોમાં તો પ્રણયના તોફાની તોરનાં ફેનિલ મોજાં ઉછળે છે. કવિ પ્રેમ અને દર્દ વિશે અનોખા ને પ્રભાવક પ્રતીકો યોજી અસાધારણ ગઝલત્વ સિદ્ધ કરે છે. જુઓ :

“પ્રેમ જેવા અવર નથી દીવો

સામ્પ્રત ગુજરાતી ગઝલની ગતિવિધિઓ

દર્દ જેવું અવર દીવેલ નથી.”

આધુનિક ગઝલકારો રણનું પ્રતીક અભિનિવેશપૂર્વક આલેખે છે. શ્યામ સાધુની ઘણી ગઝલોમાં પ્રતીકાત્મક અભિવ્યક્તિ ઘણી ધ્યાનાર્હ છે. આ ગઝલકારની કલ્પના ઉજ્જવળ રણનેય પળવારમાં ઉપવન બનાવી શકે છે. શ્યામનું રણ વિશેનું પ્રતીક જુઓ કેવું પ્રભાવક બને છે

“કમળ જેવું કશુંક વાવી દીધું છે, નર્યા રણનેય છલકાવી દીધું છે.”

મનોજ ખંડેરિયાની ‘પીંછું’ ગઝલમાં આવતું ‘પીંછા’નું પ્રતીક સમગ્ર

માનવ અસ્તિત્વનું પ્રભાવક પ્રતીક બની જાય છે. અહીં ભાવની સૂક્ષ્મતા પણ એટલી જ સઘન રીતે નિરૂપાઈ છે. પંખીની પાંખમાંથી ખરી પડતું પીછું માનવઅસ્તિત્વનો વિલય પ્રતીકાત્મક રીતે સૂૂચવે છે. મનોજે નભમાં ઊડતા પંખીની પાંખમાંથી હવામાં આભમાંથી ઊતરતા પીંછાની અદ્‌ભુત કલ્પના કરી છે. અહીં ભાવનું ઊર્ધ્વીકરણ જોઈ શકાય છે. જુઓ એમનો એક શે’ર :

“ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં, ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીંછું”

એસ. એસ. રાહી હવે આપણાં નવતર ગઝલકાર નથી. આજે ગુજરાતી ગઝલકારોમાં ડો. રાહીનું નામ ઘણું મહત્ત્વનું છે. ઘણા કવિઓ પરંપરિત

પ્રતીકો પાસેથી પોતીકી રીતે કામ કઢાવે છે. જુઓ એસ .એસ. રાહીની

ગઝલનો આ શે’ર

“પ્રીત સાગરની બહુ મોંઘી પડી, હું જ ત્યાં ડૂબ્યો ને ટાપુ થઈ ગયો.”

અહીં દૃશ્યની મનોહારિતામાં માધુર્ય અને પ્રેમની ઝાંખી થાય છે. ‘સાગર’

અને ‘જટાયુ’ દ્વારા આ ગઝલકાર નવ્ય કલ્પનની તાજગી કરાવે છે.

મનોજ ખંડેરિયાની ગઝલોમાં પણ પ્રતીક કલ્પન અનાયાસે પ્રગટે છે. એમની ગઝલોમાં સૂર્યનું પ્રતીક અનેકાધિક વખત પ્રયોજાયું છે. સર્વત્ર ઝળાહળ કરી મૂકે એવા સૂૂરજને પામવાની મથામણ જુઓ આ શે’રમાં કેવું ગઝલત્વ ધારણ કરે છે :

‘સૂર્ય મારા લોહીમાં ઓગળીને કોણ મારી રગરગે તડકો કરે.’

‘મરીઝ’ની ગઝલોમાં પ્રતીકાત્મક અભિવ્યક્તિ નૂતન પરિમાણો રચે છે. ઘણાં સાંપ્રત ગઝલકારો ભલે પરંપરિત પ્રતીકોને ગઝલમાં પ્રગટાવે પણ એમાંયે કવિનું રજૂઆતનું કૌશલ્ય પોતીકું હોય છે. ‘મરીઝ’ની કેટલીક ગઝલોના શે’રમાં એકથી વધુ પ્રતીકો પણ કલાત્મક રીતે ગુંથાય આવે છે. જુઓ આ શે’ર અહીં એક નહીં પણ ચાર-ચાર પ્રતીકો એક સાથે આવ્યા

છે :

“કહો દુશ્મનને દરિયાની જેમ હું પાછો ફરી આવીશ, એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે.”

અહીં ‘મરીઝે’ દરિયો, ઓટ, કિનારો, ઘર જેવાં પ્રતીકોના સહયોગથી

જીવનની સંલગ્ન ઘટનાઓને આવરી લઈને એક અસાધારણ ખુમારીભરી રજૂઆત કરી છે. આવી ખુમારી અમૃત ‘ઘાયલ’ સિવાયના ગુજરાતી

સામ્પ્રત ગુજરાતી ગઝલની ગતિવિધિઓ

ગઝલકારોમાં ભાગ્યે જ અનુભવાય છે. સ્વયંગૌરવની વાતને કવિએ અહીં સિફતપૂર્વક આલેખી છે.

ફૂૂલો આમ તો પરંપરિત પ્રતીક ગણાય છે. આમ છતાં આધુનિક

ગઝલકારો આ પ્રતીક દ્વારા અનેક નવા આયામો રચે છે. મોટાભાગના કવિઓને પ્રકૃતિ પ્રત્યે અદમ્ય આકર્ષણ હોય એ સ્વાભાવિક છે. પ્રેમની અનુભૂતિને આલેખવામાં ફૂૂલ પ્રબલ પ્રતીક બને છે. ‘મરીઝ’ ફૂલના પ્રતીક દ્વારા પોતાની થતી ઉપેક્ષાનું મૂલ્યાંકન કરતાં દાવો કરે છે. જુઓ મરીઝનો એક ચોટદાર શે’ર :

“ખુશ્બુથી તર કરી શકું મહેફિલને હું ‘મરીઝ’, દે ફૂલ જેમ જો કોઈ થોડી જગા મને.”

મરીઝે અહીં આખી મહેફિલને ખુશ્બુથી તર-બ-તર કરવાની પોતાની ક્ષમતા હેસિયત રજૂ કરી છે. કવિનો આવો ખુમાર ‘મરીઝ’ની આગવી ઓળખ બન્યો છે.

હરીન્દ્ર દવેની ગઝલોમાં પણ પરંપરિત પ્રતીકો આવે છે છતાં, હરીન્દ્રનો કહેવાનો અંદાજ બિલકુલ નિરાળો છે. હરીન્દ્ર દવે પોતાની ગઝલોમાં આવતા પ્રતીક વિશે કહે છે :

“ગઝલનાં પરંપરાગત પ્રતીકોનો ત્યાગ નથી કર્યો પણ ગઝલમાં નવાં પરિમાણ આપોઆપ પ્રગટ્યાં ત્યારે રોકવા પણ નથી.”

હરીન્દ્ર દવે સભાનતાપૂર્વક પરંપરિત પ્રતીકોનો વિનિયોગ કરતા નથી

પણ અનાયાસે ગઝલમાં વણાય જાય તો તેને રજૂ કરવાનો અવસર ચૂકતા

પણ નથી. ‘યાદ નથી’ગઝલના ચોથા શે’રમાં હરીન્દ્ર દવેએ આપણાં પરંપરિત એવાં બુલબુલ અને પિંજરનાં પ્રતીકો પ્રયોજ્યાં છે. અહીં વાત છે પિંજરમાં પુરાયેલા પંખીની, પિંજરમાં પંખી ગમે તેટલી પાંખો ફફડાવે તો પણ એને પિંજરમાંથી મુક્તિ મળતી નથી. હરીન્દ્ર દવે એને વિશાળ ફલક પર મૂકી આપે છે. દુનિયાને પિંજર સાથે સરખાવી હરીન્દ્ર દવે નવો જ અર્થ પ્રગટાવે છે. જે ઓ એમનો આ શે’ર :

“દુનિયાની સહે ઝૂઝે તેને હું એ જ કરું છું આખરમાં, કે પાંખ પછાડી પિંજરમાં પંખી થાતું આઝાદ નથી.”

તો મનોજ ખંડેરિયાની પ્રથિતયશ ગઝલ ‘વરસોનાં વરસ લાગે’માં દંભી

માનવને કરતું બુકાનીનું પ્રતીક તો ખૂબ જ લોકપ્રિય બન્યું છે. આજનો

માણસ ઔપચારિકતાનાં અનેક આવરણો નીચે દંભી અને આડંબરના વાઘા પહેરીને ફરે છે તેને તાકતાં મનોજ કહે છે :

“ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.”

ટૂંકમાં, સાંપ્રત ગઝલકારોએ પ્રતીક પાસેથી ધાર્યું કામ

કઢાવ્યું છે. કહીએ કે પ્રતીકથી ગુજરાતી ગઝલ સભર-સભર બની છે.

પ્રતીક-કલ્પનની જેમ પુરાકલ્પન (સ્અંર) પણ ગુજરાતી કવિતામાં નૂતન

ભાવસંદર્ભો રચે છે. સામ્પ્રત ગઝલકાર ગઝલમાં ચમત્કૃતિ લાવવા વર્તમાનની સાથે ભવ્ય ભૂતકાળને કલાત્મક રીતે વણી લે છે. આપણે ત્યાં

‘રામાયણ’, ‘મહાભારત’, ‘ભાગવત’ જેવા ગ્રંથો તેમજ આપણી

લોકકથાઓનાં પાત્રો પણ પુરાકલ્પન કવિપ્રતિભાનો ઉન્મેષ છે. પુરાકલ્પન

સામ્પ્રત ગુજરાતી ગઝલની ગતિવિધિઓ

રજૂ કરનાર કવિ માટે પ્રથમ શરત એ છે કે, તેની આ પ્રયુક્તિ કૃતિમાં ઓગળીને આવવી જોઈએ. જો આ પ્રયુક્તિ સમગ્ર કવિતામાં ધબકી ઊઠે તો જ તે કલાકૃતિ ઉઠાવદાર બની શકે. વળી, કલાકારે એ પણ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈ અપરિચિત કે અલ્પપરિચિત

ઘટના કે વ્યક્તિ હશે તો તેનો અર્થબોધ થવામાં મુશ્કેલી સર્જાશે.

સામ્પ્રત ગુજરાતી ગઝલમાં પુરાકલ્પનનો કલોચિત વિનિયોગ થયો છે. રાધા, કૃષ્ણ, સાવિત્રી, પાર્વતી, કંસ, પૂતના, જરાસંઘ, કુબ્જા, કૈકય, ભરત, અહલ્યા, શકુન્તલા, દુષ્યંત, ઓથેલો, ઈડિપસ - જેવાં પાત્રો કે સીતાહરણ, લંકાદહન, સમુદ્રમંથન, કળિયુગ, કુરુક્ષેત્ર જેવી

ઘટનાઓ વ્યાપક પ્રમાણમાં પુરાકલ્પનરૂપે આવતી હતી. આ યુગના ગઝલકારો આ પરંપરિત (સ્અંર)નો વિનિયોગ તો કરે છે સાથે સાથે કેટલાક નવા ભાવકો અર્થ સંદર્ભ રજૂ કરતાં પુરાકલ્પનો દ્વારા અનોખું કવિકર્મ પ્રગટાવે છે.

આધુનિક કવિઓ જીવનની ક્ષણભંગુરતાને કવિતામાં સુપેરે ગુંથે છે. માણસ પોતે જ પોતાનાથી અણજાણ્યો, અપરિચિત બની ગયો છે. આજનો માણસ પોતાનામાં ખોવાવાને બદલે પોતાનાથી ખોવાતો જાય છે. આજના માણસની આવી વિષાદપ્રેરક ભાવાવસ્થા - મનઃસ્થિતિ ગઝલકારો આબાદ રીતે રજૂ કરે છે. મુકુલ ચોકસીના એક શે’રમાં કંઈક આવો જ ભાવ પ્રગટે છે :

“સ્હેજ લક્ષ્મણરેખા ઓળંગી અને ત્યાં જ મારું અપહરણ કોણે કર્યું?”

રાજેન્દ્ર શુકલ ગઝલોમાં પોતીકી મુદ્રા અને પોતીકી ઓળખ ઊભી કરી શક્યા છે. રાજેન્દ્ર શુકલએ ગુજરાતી ગઝલમાં આધ્યત્મિકતાને પોતીકી રીતે આલેખી છે. કવિ તુલસીદાસની “ચિત્રકૂટ કે ઘાટ પર...” રચનાથી ભાગ્યે કોઈ અજાણ હશે રાજેન્દ્ર શુકલ પોતાની કાવ્યસાધનાની વાત સુંદર પુરાકલ્પન દ્વારા રજૂ કરે છે :

“સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે;

તિલક કોઈ આવીને કરશે અચાનક.”

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ની ગઝલોમાં પરંપરાગત પુરાકલ્પનોનો વિનિયોગ જોવા મળે છે. સીતા, ઊર્મિલા, સાવિત્રી, ગીતા, ઉર્વશી,

મેનકા, અહલ્યા જેવાં સ્ત્રી પાત્રો ગઝલકારો માટે હાથવગાં પુરાકલ્પનો છે. રાજેશ વ્યાસની ગઝલનો આ શે’ર જુઓ જેમાં સીતા અને જટાયુનો સંદર્ભ સાંપડે છે :

“હર પળ સીતા હરણ થતું રહે જોઉં છું, હર પળ જટાયુ જેટલો લાચાર હોઉં છું.”

તો અદમ ટંકારવીની ગઝલમાં અયોધ્યામાં રામ પુનઃ પધારે ત્યારે એક ધોબી સીતાની પવિત્રતા ઉપર પ્રશ્નાર્થ કરે છે તેને કેન્દ્રમાં રાખી શ્રી ટંકારવી સુંદર સંદર્ભ ટાંકતાં કહે છે :

“તું વસે છે ધોબીઓના શહેરમાં

ને સતત તારા ઉપર એક આળ છે.”

ચિનુ મોદીની ગઝલોમાં પ્રતીક કલ્પનની માફક પુરાકલ્પન પણ નવ્ય પરિમાણ રચે છે. કૃષ્ણ ગોવર્ધનપર્વત ટચલી આંગળીએ ટોળ્યો હતો તે

સામ્પ્રત ગુજરાતી ગઝલની ગતિવિધિઓ

પુરાણપ્રસિદ્ધ વાતને ઈર્શાદ પોતીકી રીતે રજૂ કરી નૂતન આયામ પ્રગટાવતા કહે છે :

“પ્હાડનો પણ બોજ ઝીલે ટેરવે, એ હવે તો બુંદ પણ ખમાતું નથી.”

જે ટેરવું ગોવર્ધન પર્વતને ઉપાડી શકે તે હવે એક બુંદને પણ ઝીલી ન શકવાની અસમર્થતા ‘ઈર્શાદ’ માર્મિક રીતે અભિવ્યક્ત કરે છે.

મનોજ ખંડેરિયાની ગઝલોમાં પુરાકલ્પન પ્રતીકકલ્પનની માફક

નૂતન આયામ રચે છે. આ ગઝલકાર આપણી નજર સમક્ષ કર્ણની શાપિત

ઘટનાને તાદૃશ કરતાં માનવજીવનની ઝાંખી કરાવતાં કહે છે જુઓ :

“રથનું પૈડું ગળવા લાગ્યું, જીવન શાપિત ઘટના સરખું”

મનોજે કર્ણની શાપિત ઘટના સાથે માનવજીવનને મૂકીને અનોખું કવિકર્મ

બજાવ્યું છે. મનોજના બીજા શે’ર પણ અવલોકો :

“નથી જીતતો સૂર્ય ઊગવાની આશા, અહીંનો સમય છે શકુુનિનો પાસો.”

. . . . . . .

“લે કવચ-કુંડળ હવે આપી દીધાં,

મેં જ મારા હાથ બે કાપી દીધાં”

. . . . . . . “હશે શબ્દ, જે ભેટશે બાથભીડી, ગરમ લોહના સ્તંભ પર જોઈ કીડી

સામ્પ્રત ગઝલકારો ગઝલને નવા નવા પરિવેશમાં મૂકી નૂતન આયામો

પ્રગટાવે છે. આધુનિક ગઝલકારો ભાષાકર્મથી પણ ગઝલને નૂતન પરિવેશમાં રજૂ કરી ભાવસાતત્ય અને અર્થસાતત્યને સાર્થક રીતે આલેખવાનો પ્રયાસ કર્યો છે. છતાં, એક બાબત નોંધવાનું મન થાય છે કે, આજ ગઝલક્ષેત્રે ભાષાકર્મ ક્ષેત્રે થતા પ્રયોગો ગઝલના સ્વરૂપને નષ્ટભ્રષ્ટ પણ કરી શકે છે. જોકે, ગુજરાતી ગઝલમાં છેલ્લા બે-ત્રણ દાયકામાં જે

ભાષા-પરિભાષા આલેખી છે તે તપાસવા જેવી છે. નયન દેસાઈની ગઝલોમાં એક નવો જ પરિવેશ પમાય છે. તેમની લોકપ્રિય ગઝલ ‘પિયર ગયેલી ભરવાડણ’માં પરંપરાગત શબ્દો, પરિવેશમાં જેણે કે, નૂતન શ્વસનતંત્ર ધબકી રહ્યું છે. જુઓ. :

“તાણ ભાભુજીએ કીધી’તી નકર કોણ બોલ્યું’તું કે મહિયર સાંભરે?

મા! મને ગમતું નથી આ ગામમાં હાલ્ય, બચકું બાંધ, આયર સાંભરે.”

અહીં ‘ઢોલિયો’, ‘કાંબિયુ’, ‘તાણ’, ‘ભાભુજી’, શિરામણ, વાસીદું, દી’, પાધર, લૈ જેવા તળપદા શબ્દો છતાં ગઝલમાં કવિના સર્જનાત્મક ઉન્મેષો પ્રગટે છે.

મનહર મોદી આપણા સમર્થ ગઝલકાર છે. તેમની ગઝલોમાં

પ્રયોગશીલતાનો ઉન્મેષ અસાધારણ છે. એમની ગઝલોમાં ભાષાગત તોફાનો ભાવકને ચોંકાવે એવાં છે. આ તોફાનોને ઉલેચી એની ભીતર જતા ગહન-ગંભીર અર્થ સાગરજળની પ્રતીતિ કરાવે છે. જુઓ એમની

ગઝલનો એક શે’ર

સામ્પ્રત ગુજરાતી ગઝલની ગતિવિધિઓ

“એમણે મુજ સ્થાન સમજાવી દીધું, આંગળીથી નખ કરીને વેગળા.”

રાજેન્દ્ર શુકલ શરૂઆતમાં ગઝલ પરંપરાગત લઢણથી અવશ્ય લખે છે, પણ પછી એમની ગઝલમાં પ્રયોગશીલતાના અનેક આયામો કળી શકાય છે. આજે તેઓ ગુજરાતી ગઝલમાં પોતીકી ઓળખ ધરાવે છે. એમની ગઝલોમાં બોલી અને પોતીકું ભાષાકર્મ આગવી ઓળખ ઊભી કરે છે.

જુઓ આ શે’ર :

“જંતરને બાઝ્‌યાં છે જાળાં જાઈ હવે ગળવા હેમાળા”

એમની ‘સંચારિણી દીપશિખા’ ગઝલ ઘણી ધ્યાનાર્હ બની છે. શબ્દ અર્થ અર્થ, એમની ભાષાસંપતિ અસાધારણ છે. તત્સમ્‌ની સાથે આધ્યાત્મિક

ભાવાનુભૂતિ ઘણી હૃદ્ય બનાવતો આ શે’ર જુઓ.

“દીપશિખા સંચારવતી કે

ચંપકવરણી ગઝલ સદેહા, અનગળના અભિષેક સરીખો, આઠ પ્રહર અજવાસ ઝરે છે.”

તો, બોલચાલની ભાષા પણ ગઝલમાં નૂતન આયામ પ્રગટાવે છે. આવી ગઝલમાં બોલચાલની ભાષા ઓગળીને ગળાઈને આવે છે. છતાં, તેમાંથી અર્થ સુંદર રીતે પ્રગટે છે. કૈલાસ પંડિતની ગઝલોમાં આવો આયામ કેવું સુંદર પરિણામ લાવે છે

કે પછી -

“ફૂલ જેવું ક્યાં રહ્યું,

ઘાસને સૂંઘો હવે!”

“ન આવો છો મળવા, ન ઘરમાં રહો, અમારે ક્યાં જાવું? ખરાં છો તમે!”

ભગવતીકુમાર શર્માની ગઝલોમાં દ્વિરુક્ત શબ્દપ્રયોગો પણ ગઝલમાં

નવ્ય પરિમાણો રચે છે. આ ગઝલકારની ગઝલોમાં શબ્દો જાણે રમતા-

ભમતા, નાચતા-કૂદતા આવીને ગઝલની પંક્તિમાં ચપોચપ બેસી જાય છે. ઘણાંને આ શબ્દરમત લાગવાનો સંભવ છે પણ, સાચા અર્થમાં આ ગઝલકારની ગઝલમાં અર્થનિષ્પન્ન થતો પમાય છે. જુઓ એમની

‘ગઝલ-બઝલ’ રચનાનો એક શે’ર :

“કલમબલમ ને ગઝલબઝલ સૌ અગડમ્‌ બગડમ્‌, અર્થબર્થ સૌ વ્યર્થ, ભાવ તો ડોલો બોલો.”

તો ચિનુમોદીની ગઝલોમાં તળપદો એમાંયે ખાસ કરીને અમદાવાદી પરિવેશ અને બોલીના શબ્દપ્રયોગનો વિનિયોગ થતો પમાય છે. એમની એક ગઝલમાં ઠીંગરાઈ ગયેલી સંવેદનાની અનુભૂતિને ઈર્શાદ બોલચાલના

‘સાલ્લા’ જેવી રદીફથી ધારદાર અભિવ્યક્તિ સાધે છે :

“આ પર્વતની પીઠ ઉપર પાણીએ પાડ્યા સોળ સાલ્લા,

લાજ લાજ ‘ઈર્શાદ’ કે તારો સૂરજ ટાઢોબોળ સાલ્લા.”

ઘણી વખત એવું કહેવાય છે કે, આધુનિક કવિઓ પાશ્ચાત્ય

વિચારધારાથી પ્રભાવિત થઈને પરંપરાનો છેદ ઉડાડી દીધો. છતાં આવો

સામ્પ્રત ગુજરાતી ગઝલની ગતિવિધિઓ

આક્ષેપ માત્ર આક્ષેપ જ રહે એવાં કેટલાંયે ઉદાહરણ આપણી કવિતામાં પડ્યાં છે. આધુનિક કવિઓએ આપણી લોક પરંપરાનો સમૂળગો છેદ ઉડાડ્યો નથી. લોકોની રુઢિઓ, એની પરંપરા, એનાં ખ્યાલો ગઝલોમાં પણ સુપેરે પ્રગટી નવા આયામ રચે છે. મનોજ ખંડેરિયાની ગઝલોમાં

લોકોની શ્રદ્ધા-અંધશ્રદ્ધા, શુકન-અપશુકન જેવી બાબતો કલાત્મકરૂપે

પ્રગટે છે. જુઓ તેના બે’ક શે’ર :

“હવે કાટ સોનાના દાતરડે લાગ્યો, કહો કઈ રીતે વાઢવા જાઉં વીડી”

કે પછી -

“બાકી ન આવવાનું હવે કોઈ પણ અહીં, બોલે છે કેમ તોય હજી કાગડાને પૂછ”

આધુનિક ગઝલકારોએ ગઝલોમાં જે નવ્ય પરિમાણો રચ્યાં તેમાં,

નાની, મધ્યમ અને લાંબી બહર પણ ધ્યાનાર્હ બને છે. મુખ્યત્ત્વે મધ્યમ કદની બહરમાં ગઝલ વધુ પ્રમાણમાં લખાતી હોય છે. ટૂંકી અને લાંબી બહરમાં ગઝલલેખન એક પડકાર બની જાય છે. કૈલાસ પડિતની નાની બહરમાં લખાયેલી ગઝલનો શે’ર જુઓ :

“હા, ભલે, મળશું નહીં, ફોન તો કરજો હવે ફૂલ જેવું ક્યાં રહ્યું,

ઘાસને સૂંઘો હવે.”

તો, મનોજ ખંડેરિયાએ ત્રણેય પ્રકારની બહરમાં ગઝલો રચી છે. મનોજને

એક જ માપનું છંદોવિધાન ફાવતું નથી. મનોજ પરંપરાને ઓળંગી

છંદપ્રયોગ કરી જાણે છે. જુઓ ટૂંકી બહરનો એક શે’ર :

“હું વસુ વનરાઈમાં, પર્ણની તન્હાઈમાં

હું સમયની ફૂંક છું, શબ્દની શરણાઈમાં”

મનોજ ખંડેરિયા ટૂંકી બહરમાં માત્ર એક-બે કે ત્રણ આવર્તનો દ્વારા ઘણી અસરકારકતા ઊભી કરી શકે છે. ટૂંકી બહરમાં લખાયેલી ગઝલો પણ મનોજ ખંડેરિયાને પ્રતિષ્ઠા અર્પે છે. મનોજની લાંબી બહરમાં રચાયેલી ગઝલો પણ ઘણી લોકપ્રિય બની છે. જૂનાગઢમાં જે આપણો ધાર્મિક - સાંસ્કૃતિક વારસો સદીઓથી સચવાયેલો હતો તે આજે નામશેષ બની ગયો છે, તેનો વસવસો માર્મિક રીતે પ્રગટાવતા કહે છે :

“જિંદગીના રૂપાળા ચહેરા ઉપર

ઉઝરડા ઉઝરડા સેંકડો ઉઝરડા, કોણ છાના પગે આવી મારી ગયું ન્હોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી.”

રમેશ પારેખે પણ ગુજરાતી ગઝલોમાં અનેક નવા આયામો પ્રગટાવ્યાં છે. તેની મધ્યમ અને લાંબી બહરમાં લખાયેલી ગઝલો ઘણી ધ્યાનાર્હ બની છે. ‘મેળો’ ગઝલના આ શે’ર માણો :

“કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઉમટતા, કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે

સામ્પ્રત ગુજરાતી ગઝલની ગતિવિધિઓ

આ પથ્થર વચ્ચે તરણાંનું હિજરાવું લાવ્યો તું ય ‘રમેશ’ સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.”

નયન હ. દેસાઈએ પણ ગઝલક્ષેત્રે નિતનવા પ્રયોગો કર્યાં છે તેમની ‘ઘટના

ઉર્ફ’ રદીફવાળી પ્રલંબ બહરની ગઝલ તો ખૂબ જ લોકપ્રિય બની છે : “વજ્જરની છાતી ના પીગળે, આંસુ જેવું પાપણને કૈં અટકે તો પણ, આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે.”

ટૂંકમાં, આધુનિક ગઝલકારોએ ગઝલક્ષેત્રે અનેક નવા આયામો રચ્યાં છે. તેમાં કાફિયા-રદીફ, છંદવિધાન, પ્રતીક, કલ્પન, પુરાકલ્પન,

ભાષાકર્મ, આદિક્ષેત્રે આ યુગના ગઝલકારોએ જે સ્થિત્યંતરો સર્જ્યાં છે.

તે એક સંશોધનનો વિષય છે. એટલું ચોક્કસ કહેવું જોઈએ કે, સામ્પ્રત ગઝલકારોએ ગઝલના સ્વરૂપને ગુજરાતીપણાના રંગે રંગી દીધી છે. તે હવે અરબી-ફારસી-ઉર્દૂનું જ સ્વરૂપ રહ્યું નથી. આશા રાખીએ ગુજરાતી ગઝલનું ભાવિ ઉજ્જવળ હો. ગઝલનો જય હો.

અનુક્રમણિકા

ગુજરાતી ગઝલકારોમાં ગરવા ગિરનારનાં શૃંગ સમાન : મનોજ ખંડેરિયા

જૂનાગઢ દુનિયાભરમાં જાણીતું બન્યું છે. અહીંના સિંહ, કેસર કેરી, ગરવો ગિરનાર, દામોકુંડ, નરસિંહ આદિએ જૂનાગઢને જગતભરમાં પ્રસિદ્ધિ અપાવી છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં શ્યામ સાધુ અને મનોજ ખંડેરિયાએ પણ જૂૂનાગઢને પ્રતિષ્ઠા અર્પી છે. આ ઊભય કવિઓની વિશેષતા એ છે કે, ઊભયના જન્મ-મરણ, કવનમાં ઘણું નિકટપણું છે આ બન્ને કવિઓએ ગુજરાતી ગઝલને પણ એટલી જ સમૃદ્ધિ

બક્ષી છે.

મનોજ ખંડેરિયા મારો પ્રિય કવિ છે. વ્યવસાયે વકીલ અને ઉદ્યોગપતિ એવા આ ગઝલકાર પાસેથી “ અચાનક” (૧૯૩૦), “અટકળ”, અને “હસ્તપ્રત” (૧૯૯૧) જેવા કાવ્યસંગ્રહોમળે છે.

મનોજ પાસેથી ગઝલ ઉપરાંત, ગીત, અછાંદસ, દીર્ઘકાવ્ય, મુક્તક, અંજનીકાવ્યાદિ કાવ્યસ્વરૂપો મળે છે પણ એમની આગવી ઓળખ તો છે

ગુજરાતી ગઝલકારોમાં ગરવા ગિરનારના શૃંગસમાન : મનોજ ખંડેરિયા

એક ગઝલકાર તરીકેની. આ ગઝલકારે ગઝલક્ષેત્રે અનેક નવા આયામો રચ્યાં છે. કહીએ કે ગુજરાતી ગઝલની ભીતર પ્રાણવાયુ ફૂંક્યો છે. આ ગઝલકાર પરંપરા સાથે અનુસંધાન જાળવીને આધુનિકતા અને

પ્રયોગશીલતાને પણ અભિનિવેશે પ્રગટાવે છે. એટલું જ નહીં પણ, મનોજ

ખંડેરિયાએ ગઝલક્ષેત્રે પોતીકી-આગવી ઓળખ ઊભી કરી છે. અગાવ ગઝલની આવી વ્યાખ્યા થતી કે, ‘ગઝલ એટલે પ્રિયતમા સાથે એકાંતમાં થકી ગુફતેગૂ.’ જો કે, આધુનિક ગઝલકારો આટલા નાના વિષયમાં બંધિયાર રહેવાને બદલે તેમાં અપાર વિષયવૈવિધ્ય લઈને આવે છે. મનોજ

ખંડેરિયા ગુજરાતી ગઝલક્ષેત્રે પ્રવેશે એ પહેલાં બાલશંકર કંથારિયા, કલાપી, શયદા, નસીમ, સગીર, પતીલ, મરીઝ, ઘાયલ, શૂન્ય પાલનપુરી, ગની દહીંવાલા, બરકત વિરાણી, બેફામ, રતિલાલ અનિલ, સૈફ પાલનપુરી, જલન માતરી, રુસ્વા મઝલૂમી, કિસ્મતકુરેશી, હરીન્દ્ર દવે જેવા ગઝલકારોએ ગઝલને ગુજરાતીતા અપાવી દીધી હતી. આવા સમયગાળામાં દરમ્યાન મનોજ ખંડેરિયા “અચાનક” સંગ્રહ લઈને આવે છે. એટલું જ નહીં પણ એક સિધ્ધહસ્ત ગઝલકાર તરીકે પ્રસ્થાપિત થાય છે. મનોજે ગુજરાતી ગઝલમાં પોતીકી મુદ્રા ઉભી કરી છે. તેમની ગઝલોમાં શબ્દ, કલમ, કાગળ, ઋતુઓ, પીંછું, શાહી, ખડીયો, સૂર્ય વગેરે અનોખું આકર્ષણ સર્જે છે. મનોજ ખંડેરિયાએ ગઝલોમાં અભિનિવેશપૂર્વક કુમાશ

લાવવાનો પ્રયત્ન કર્યો; તે પણ માત્ર ભાવની જ નહી પણ ભાષાની કુમાશ પણ અર્થ પૂર્ણ રીતે લાવે છે. મનોજ ભલે આજે ક્ષરદેહે હયાત નથી પણ તેમને અક્ષરદેહે તો મનોજ સદા જીવંત રહેશે.

આ ગઝલકારને શબ્દ અને કવિતા તો તેમના માટે પ્રાણવાયુ

છે. તેમનો આ શે’ર જુઓ એ જ બોલકો બની મનોજની શબ્દોપાસનાની ઓળખ કરાવે છે :

“શબ્દ અમારી તક્ષશિલા ને કવિતાને સમજ્યા નાલંદા.”

કવિ માટે તો શબ્દો જ સર્વેસર્વા હોય છે. મનોજ ખંડેરિયા શબ્દની કિંમત

જાણે છે. પ્રત્યેક શબ્દ અણમોલ હોય છે એની સમજ આ ગઝલકારને છે. જે વ્યક્તિ કામધેનુ સમાન શબ્દોનું સાન્નિધ્ય પ્રાપ્ત થયું હોય તેનો ભલા બીજું જોઈએ પણ શું? કવિ શબ્દ દ્વારા ફૂલ જેવી ઋજુતા રજૂ કરી શકે તો શબ્દના સહારે ભયાવહતા કે કરાલતા પણ રજૂ કરી શકે મનોજ ખંડેરિયાને

મન શબ્દો તો ગંગાજળ જેવા પવિત્ર અને શીતળ છે. તેઓ એક શે’રમાં શબ્દોનું માંગલ્યગાન કરતા કહે છે :

“રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા.”

શબ્દનું માંગલ્ય ઝંખતા આ કવિની કવિતા પ્રત્યેની પ્રેમાળવૃત્તિ કહીએ કે, કવિતાના માંગલ્ય માટેનો કવિનો પક્ષપાત એમની ગઝલોમાં ઠેર ઠેર પામી શકાય છે. ગુજરાતી ગઝલોમાં આપણી પૂજા અર્ચના સાથે સંકળાયેલ કુમકુમ અક્ષતની ધારદાર માંડણી ભાગ્યે જ મનોજ પૂર્વ કે પછી પણ જોવા મળે છે. મનોજ લાઘવતામાં પણ અસરકારક વેધકતા ઉભી કરી જાણે છે. જે ગઝલકાર લાઘવની કળામાં હથોટી ધરાવતો હોય તે ગઝલ અસરકારક રીતે લખી શકે, એટલું જ નહીં તેના પ્રત્યેક શે’રમાં યાદગાર

ગુજરાતી ગઝલકારોમાં ગરવા ગિરનારના શૃંગસમાન : મનોજ ખંડેરિયા

બની જાય. જુઓ મનોજ ખંડેરિયાનો એવો જ એક યાદગાર શે’ર :

“કવિતા તો છે કેસર વાલમ!

ઘોળો સોના-વાટકડીમાં.”

ટૂંકી બહરમાં લખાયેલી આ આખી ગઝલ ધ્યાનાર્હ બને છે. અહીં આવેગની

મુખરતા નથી પણ ભાવનીસૂક્ષમ વ્યંજનામાં અને હું કવિત્વ ઊઘડ્યું છે.

મનોજની ગઝલોમાં તો કેસરસમી મીઠાશ અને કમનીયતા વહે છે. આ ગઝલકારને શબ્દરૂપી તીર તાકતા આવડે છે. મનોજ જે ઘરામાં તીર મારે છે તે સુક્કીભઠ્ઠ નથી પણ રસાળ છે. એથી જ તો એની ગઝલધરામાંથી શીતળ ઝરો ફૂટીને વહે છે ને ભાવકને પણ તરબતર કરી મૂકે છે. મનોજ

ખંડેરિયાનો શબ્દ પ્રત્યેનો પક્ષપાત જુઓ કેટલાંક શે’રમાં કેવો ચોટદાર ને

ધારદાર બન્યો છે.ઃ

કે પછી - અથવા તો

“કોઈ સમયના વચગાળામાં શબ્દો જન્મ્યા પરવાળામાં”

“શબ્દની આ તો સુરંગ જીવલેણ, પગ જરા મૂકો તો ફુરચા થઈ જશે?”

“શબ્દ તરછોડીને આવું કઈ રીતે?

હું મને તોડીને આવું કઈ રીતે?”

આવા તો અનેક દૃષ્ટાંતો મનોજ ખંડેરિયાની કાવ્યરાશિમાં પડ્યાં છે. કવિતા અનુભૂતિનો વિષય છે. આ બાહ્ય અનુભૂતિ કરતા આંતર

અનુભૂતિ વિશેષ અસરકારક હોય છે. એમાંયે અંતરાનુભૂતિને ગઝલત્વ બક્ષવું એ અઘરૂં અનુષ્ઠાન છે. મનોજ ખંડેરિયાને મન ગઝલ લાક્ષાગૃહના

મહેલ જેવી છે. એમાં સળગી જવાની બીક તો રહે જ છે, ને જે આ

મહેલમાં સ્વેચ્છાએ પ્રવેશે તે જ સાચી કવિતા આપી શકે. મનોજ

ખંડેરિયાએ આવું સુકર્મ સાહસ કર્યુ છે ને ગુજરાતી કવિતાને ન્યાલ કરી

દીધી છે. જુઓ એક શે’ર :

“વસ્યા લોહીમાં ગામ નવસો નવાણું, કવિતા વગરનું ન એકેય થાણું.”

શબ્દ પ્રત્યેની પ્રેમાળવૃત્તિ અને સર્જનપ્રક્રિયાને ભાવ એમની પ્રસિધ્ધ ગઝલ

‘એમ પણ બને’ માં અસરકારક રીતે ઝિલાયો છે. કવિતા અમસ્તી નથી બનતી, તેમાં તેનાં કવિએ સંપૂર્ણ તન્મયી બની જવું પડે. સર્વસ્વ ત્યજી દેવું પડે. ત્યાં સુધી કે, આ જિવાતા જીવન અને વ્યવહારજગત સાથેનો નાતો તોડીને પોતાના દેહનું ભાન ભૂલી જવાનું હોય છે. માત્ર કલમ પકડતા જ કે શબ્દ લખતા જ ગઝલ નિર્માઈ જતી નથી એમાં તો આખે આખો હાથ નરસિંહની મશાલ થઈને સળગી જાય પછી જ અસરકારક કવિતા નીપજે. જુઓ મનોજ ખંડેરિયાની સર્જનપ્રક્રિયા વિશેની સમજ : “પકડો કલમને કોઈ પળે એમ પણ બને,

આ હાથ આખે આખો બળે એમ પણ બને.”

ગઝલ સર્જવા માટે તો સ્વયંમ્‌ને ભૂલી જવાનું હોય છે. ગઝલકાર દેહની વેદના ભૂલી જાય, જિવાતી ક્ષણને પણ ઓગાળી નાખે એ જ શબ્દનો

મહિમા આંકી શકે. આવા કવિઓની શબ્દરૂપી મોરલીના તાનમાં કયો

ગુજરાતી ગઝલકારોમાં ગરવા ગિરનારના શૃંગસમાન : મનોજ ખંડેરિયા

ભાવક કે પરિપ્લાવિત થયા વિના રહે? મનોજને શબ્દની શરણાઈમાં વહેવું ગમે છે. મનોજ ખંડેરિયા એક પ્રયોગશીલ અને આધુનિક ગઝલકાર પણ છે. તેમને એક જ માપના છંદવિધાનમાં રાચવું ફાવતું નથી. તે પરંપરાને ઓળંગીને છંદપ્રયોગ કરી જાણે છે. મનોજ ટૂંકી, મધ્યમ અને

લાંબી લહરમાં અસરકારક ગઝલો આપે છે. જુઓ ટૂંકી બહરનો એક

શે’રઃ

“હું વસું વનરાઈમાં

પર્ણની તન્હાઈમાં હું સમયની ફૂંક છું શબ્દની શરણાઈમાં”

તો મનોજ ખંડેરિયા મધ્યમ અને લાંબી બહરમાં પણ સુંદર ગઝલો રચે

છે. જુઓ એક લાંબી બહરનો શે’ર :

“આંગણુ ગડબડ્યું, ડેલી બોલી પડી, ભીંત મૂંગી રહી,

ઘર વિશે અવનવી વાત સહુએ કરી, ભીંત મૂંગી રહી.”

અગાઉ નોંધ્યું તેમ, મનોજ એક પ્રયોગશીલ ગઝલકાર છે. ગઝલક્ષેત્રે તેમણે અનેક નવા પરિણામો રચ્યાં છે. મનોજની ગઝલોનું શિલ્પવિધાન એમને પ્રયોગશીલ ગઝલકાર તરીકે પ્રસ્થાપિત કરે છે. તેમણે ગઝલમાં નાની-મધ્ય-લાંબી બહેર, કાફિયા, રદીફ તેમજ વિવિધ છંદવૈવિધ્ય ક્ષેત્રે ઘણું સૂઝપૂર્વકનું કાર્ય કર્યું છે. ટૂૂંકી બહરમાં રચાયેલી ગઝલોમાં માત્ર બે-ત્રણ આવર્તનો દ્વારા મનોજ ઘણી અસરકારકતા ઊભી કરી શકે છે જુઓ ટૂંકી બહરનો એક શે’ર :

“શબ્દો ખૂશ્બૂ અસલી જાણે, ડોલર ફૂલની ઢગલી જાણે. કોણ ગયું કાગળના રસ્તે

અક્ષર-ર્‌હી ગઈ પગલી જાણે.”

તો કાફિયા-રદીફ સંયોજન તો મનોજ ખંડેરિયાને આગવી પ્રતિષ્ઠા અર્પે છે. મનોજ ખંડેરિયા કાફિયા અને રદીફના આયોજનથી ગઝલની સચોટ રીતે કાફિયા-રદીફની પ્રાપ્તિમાં અને તેના નિર્વહણમાં રહેલી હોય છે. જે ગઝલમાં અસાધારણ ચોટ ઊભી કરી છે. મનોજની પ્રથિતયશ કૃતિ ‘વરસોના વરસ લાગે’ ગઝલમાં વિશિષ્ટ રદીફની લાક્ષણિકતા ઘણી ધ્યાનાર્હ બની છે. સૂક્ષ્મભાવ વ્યાપારને આલેખતી આ રચનામાં કવિએ જે સુંદર કલ્પનો રજૂ કર્યા છે. તેના પ્રત્યેક શે’ર હૃદયંગમ બન્યા છે. આજે

માણસ કેવો બની ગયો છે? માણસ પ્રત્યેક ક્ષણે નિત નવા ચહેરા-મ્હોરાં

ધારણ કરે છે. ઈશ્વરે બનાવેલી સૃષ્ટિમાં મનુષ્ય જેવા પ્રાણીને સમજવું

ઘણું અઘરું છે. આજનો માણસ ઔપચારિકતાના અનેક આવરણો નીચે જીવે છે. દંભ અને આડંબરના વાઘા પહેરી ફરનારા માણસને પામી શકાતો નથી. મનોજ ખંડેરિયા માણસને તાકીને કહે છે :

“ક્ષણોનો તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.”

અહીં દંભી માનવને મુખર કરતું બુકાનીનું પ્રતીક ઘણું મર્મવેધક

બન્યું છે. બુકાનીમાં આવૃત્ત એવો ચહેરો જાણવામાં તો આખી જિંદગી

ગુજરાતી ગઝલકારોમાં ગરવા ગિરનારના શૃંગસમાન : મનોજ ખંડેરિયા

પસાર થઈ જાય તો યે એના સાચા સ્વરૂપને પામી શકતું નથી. તો માણસે ધારણ કરેલા મૌનને, એની મુલાયમતાને મુખર કરવા પ્રયોજાયેલું દૃશ્ય કલ્પન આ ગઝલના બીજા શે’રમાં કેવું ચોટદાર બને છે :

“કમળ-તંતુ સમા આ મૌનને તું તોડમાં નાહક, ફરીથી જોડવા બેસું તો વરસોના વરસ લાગે”

અહીં મનોજ ખંડેરિયાએ મૌનની મૂર્તતા અને મુલાયમતા

દર્શાવવા યોજેલું દૃશ્યકલ્પન ઘણું મનોહારી બન્યું છે. આ ગઝલના પાંચેપાંચ શે’ર ઘણાં હૃદયસ્પર્શી બન્યાં છે. અહીં કવિએ દૃશ્યકલ્પનની સાથે શ્રૃતિગ્રાહ્ય કલ્પનોનું અદ્‌ભુત આયોજન કર્યું છે. આખી ગઝલમાં

મનોજનું કવિકર્મ પણ નોંધનીય છે : ‘બેસું તો વરસોનાં વરસ લાગે’ જેવી

લાંબી રદીફ ગુજરાતી ગઝલમાં ભાગ્યે જ આટલી લોકપ્રિય બની છે. આ ગઝલના કાફિયા અને રદીફ ઊભયમાં મનોજની કવિપ્રતિભા સોળે કળાએ

ખીલી ઊઠી છે, એટલું જ નહીં આખી ગઝલ આપણી ઈન્દ્રિયોને સ્પર્શી

છે અને ભાવકને તરબતર કરી દે છે.

‘દરવાજો ખોલ’ ગઝલ પણ મનોજખંડેરિયાની ધ્યાનાર્હ ગઝલ છે. અહીં ‘જેવું છે, દરવાજો ખોલ’ નો પ્રલંબ રદીફ ઘણી અસરકારક બની છે. અહીં કશાક અનાગતત્ત્વને પામવાની કવિની જિજીવિષા ઘણી અસરકારક બને છે. કંઈક પામવાની મથામણ ‘દરવાજો ખોલ’ નો સાદ પાડીને પ્રગટે છે. આ સાદ તો છે - અંતરાનુભૂતિનો. જે બાહ્ય કે સ્થૂળ ઉપકરણોથી જ નહીં પણ. આંતરચક્ષુથી જ પામી શકાય છે. મનોજ

ખંડેરિયા પ્રતીક - કલ્પનનો સમુચિત વિનિયોગ કરી ભાષાકર્મથી ગઝલને

આધ્યાત્મિક શિખરે પહોંચાડે છે. જુઓ મત્લાનો શે’ર :

“કૈં ઝળહળ ઝળહળ જેવું છે, દરવાજો ખોલ, આ મરવું ઝાકળ જેવું છે, દરવાજો ખોલ.”

મનોજ અહીં શે’રની પ્રથમ પંક્તિમાં “ કૈં ઝળહળ ઝળહળ જેવું છે” એવી કંઈક ગર્ભિત વાત કરી, તરત બીજી પંક્તિમાં ‘આ મરવું ઝાકળ જેવું’ કહીને જીવનની ક્ષણભંગુરતાને સૂચવે છે. આ ગઝલના પ્રત્યેક શે’ર પાસાદાર મોતીસમાન છે. ગઝલનો મક્તાનો શે’ર પણ એટલો જ

વેધક છે.

“શબ્દો સાંકળ ખખડાવે છે કૈં વર્ષોથી,

એ કામ જરા પળ જેવું છે, દરવાજો ખોલ.”

જીવન તો અવિરત વહેતું રહે છે. છતાં, પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. થાય પણ કઈ રીતે? કારણ કે, તે શબ્દાતીત છે. મનસાતીત છે. આ કવિ

માત્ર શબ્દોથી જ બંધ દરવાજાની સાંકળ ખોલવાની વાત કરતો નથી. કોઈક આંતર સ્ફૂરણાથી જ એ સહસા એક પળમાં ખૂલી જશે, એવો ધ્વનિ પ્રગટાવે છે.

‘રસ્તા વસંતના’ તો મનોજ ખંડેરિયાની યશોદાયી રચના છે.

મનોજે અહીં વસંતના જેવી રદીફ પસંદ કરી ભાવ અને વિચારનું ઐકય સાધી કેટલાક અનોખા આયામ રચ્યાં છે. ગઝલની શરૂઆત ખૂબ જ આકર્ષણ જન્માવે એવા અંદાજથી કવિ કરે છે. જુઓ આ ગઝલનો

મત્લાઅ્‌ઃ

“આ ડાળ ડાળ જાણે છે કે, રસ્તા વસંતના,

ગુજરાતી ગઝલકારોમાં ગરવા ગિરનારના શૃંગસમાન : મનોજ ખંડેરિયા

ફૂલો એ બીજું કૈ નથી પગલા વસંતના.”

અહીં એક ડાળ નહીં પણ ‘ડાળ-ડાળ’ એકોએક ડાળ - પ્રત્યેક ડાળમાં

મહોરેલાં મ્હેકતાં ફૂલો, એની વાંકી ચૂકી લીલીછમ ડાળી, એની સૌરભ બધું શું છે? મનોજ ખંડેરિયા અપૂર્વ કલ્પના રજૂ કરે છે - એ તો વસંત પસાર થઈ રહી છે તેના પગલાં છે. વસંતના પડેલા રંગભર્યા, સુગંધભર્યા પગલાંને કવિએ અનોખા કવિકર્મ દ્વારા આલેખી, એના માનવમનમાં જાગેલાં ભાવસંવેદનો સંચલનોના ઉન્માદને અસરકારકતા બક્ષી છે. આ ગઝલનો બીજો એક શે’ર માણો :

“મલયાનિલોની પીંછીં ને રંગો ફૂલોના લૈ, દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના.”

આ વસંતનો મીઠઓ સંસ્પર્શ તો કવિ હૃદયમાં પ્રિયતમાનાં સંસ્મરણોના અબીલ ગુલાલ ઊડાડી રહ્યો છે. રંગ અને સુવાસથી થયેલો આહ્‌લાદ કવિને તરબતર કરી મૂકે છે.

મનોજ ખંડેરિયાની ગઝલોમાં આવતી લાંબી રદીફની માફક ટૂંકી રદીફ પણ ઘણી અસરકારક હોય છે. મનોજ એક શબ્દી રદીફ પર કલમ ચલાવે છે. જો કે આવો વિશેષત પદાર્થલક્ષી કે ભાવવાચક હોય છે. ભગવતીકુમાર શર્મા એક શબ્દી રદીફને આવકારતા કહે છે :

“આધુનિક ગઝલકારોએ એક શબ્દી રદીફો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આનું સારું પરિણામ એ આવ્યું કે તેનાથી ગઝલમાં ભાવ સાતત્ય જળવાવાની સંભાવના સર્જાઈ, સાથોસાથ આમાંથી ભયસ્થાન એ વર્તાયું કે આવી કેટલીક ગઝલો ફારસી છંદમાં રચાયેલા લઘુનિબંધ જેવી નીવડી

‘પીછું’ રદીફવાળી ગઝલ મનોજની ધ્યાનાર્હ ગઝલ છે. પીછાંનું આવું

પ્રતીકાત્મક આલેખન મનોજ પૂર્વેની ગઝલોમાં ભાગ્યે જ થયું છે. જુઓ આ શે’ર :

“ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં

ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીછું.”

તો સમય જેવી રચનામાં રદીફ પણ એટલી જ અસરકારક બની છે. કવિએ અહીં સમયની વિવિધ અવસ્થાએ આલેખીને, માણસ કેવો સમયઆધીન છે તેની વિવશતા સુપેરે પ્રગટાવી છે. માણસ સમયની ગતિની સાથે દોડે છે, હાંફે છે. હાથમાં મૂકેલી મહેંદી પરથી લગ્નજીવન કેવું જશે? એ કહી શકાય નહીં, તે તો સમય આવ્યે જ ખબર પડે. જાુઓ આ શે’રમાં સમયની અવસ્થાનું તાદૃશ આલેખન

“કેવોક રંગ આવશે? એવા વિચારમાં

મેદી મૂકેલ હાથને જોયા કરે સમય.”

મનોજ ખંડેરિયાએ રદીફની માફક કાફિયા દ્વારા પણ અનોખા કવિકર્મનો પરિચય કરાવ્યો છે. સમયમાં ‘દોડ્યા’, ‘હાંફ્યા’, ‘જોવા’,

‘થોભ્યા’, ‘આવ્યા’ - જેવા કાફિયા દ્વારા આધુનિક ગઝલકારો પ્રતીકો

દ્વારા પણ ગઝલો અર્થગંભીર મુદ્રા ઉપસાવી અનેરું ગઝલત્ત્વ સિધ્ધ કરે

છે. આગળ વાત કરી તે ‘પીછું’ ગઝલ મનોજ ખંડેરિયાની ઉત્તમ

પ્રતીકાત્મક રચના છે. આકાશમાં ઊડતાં પંખીની પાંખમાંથી ખરી પડતાં પીંછાને કવિએ ગગનમાંથી જે રીતે ઉતરતું બતાવ્યું છે, તેમાં મનોજની કવિ પ્રતિભાને ઉન્મેષ કળી શકાય છે. મનોજની ગઝલમાંનો પીંછું ચિત્તના

ગુજરાતી ગઝલકારોમાં ગરવા ગિરનારના શૃંગસમાન : મનોજ ખંડેરિયા

ચેતોવિસ્તારનું વાહક બનતો આ શે’ર કેવો પ્રતીકાત્મક બને છે :

“શેવાળ પાણી ભીંત પગથિયાં ફરે છે ગોળ, પીંછું ફરકતું જે પળે ઉતરે છે વાવમાં.”

મનોજની ગઝલોમાં પ્રતીક-કલ્પન આયાસપૂર્વકના નહીં પણ સહજ છે. એમની ગઝલોમાં સૂર્ય પ્રતીક તરીકે અનેકાધિ વખત પ્રયોજાય છે. સર્વત્ર ઝળહળ કરી મૂકે એવા સૂરજને પામવાની કવિની મથામણ જુઓ આ શે’રમાં કેવું ગઝલત્વ ધારણ કરે છે :

“સૂર્ય મારા લોહીમાં ઓગળીને કોણ મારી રગે રગે તડકો કરે.”

મનોજ ખંડેરિયા ગઝલોમાં પ્રતીક કલ્પનની માફક પુરાકલ્પન પણ નૂતન આયામ રચે છે. આ ગઝલકાર પુરાણકથા કે પુરાકથામાંથી એવાં પાત્રો કે પ્રસંગોને આધારે તેનું અલાયદું અર્થઘટન કરીને નૂૂતન અર્થછાયા પ્રગટાવે છે :

“રથનું પૈડુ ગળવા લાગ્યું

જીવન શાપિત ઘટના સરખું.”

અહીં આપણી નજર સામે કર્ણની શાપિત ઘટના તાદૃશ થાય છે. જીવનની એક અવસ્થા કે જ્યાં જીવનની છેલ્લી ઘડી પૂર્ણ થતી હોય. કર્ણ માટે કુરુક્ષેત્રમાં ખરાં સમયે વિદ્યા ભુલાઈ જવી એ એક શાપિત ઘટના છે કવિએ આ શાપિત ઘટના સાથે માનવજીવનને મૂકીને અનોખું કવિકર્મ બજાવ્યું છે. તો બીજી એક ગઝલનો શે’ર શકુનિની કપટનીતિને સમયના સંદર્ભમાં મૂકી સમયની મહત્તા રજૂ કરે છે

“નથી જીતતો સૂર્ય ઊગવાની આશા અહીંનો સમય છે શકુનિનો પાસો.”

સમય સમય બલવાન છે નો ખ્યાલ મનોજ ગઝલમાં વેધક રીતે આલેખે

છે. મનોજ ખંડેરિયાને બીજા શે’ર અવલોકો :

“લે કવચ-કુંડળ હવે આપી દીધાં

મેં જ મારા હાથ બે કાપી દીધાં.”

“સુંદરી જેવી ઈચ્છાનું શાસન, આ હૃદય દેશ તો કામરૂ છે.”

“હશે શબ્દ, જે ભેટશે બાથભીડી, ગરમ લોહના સ્તંભ પર જોઈ કીડી.”

“એમ પણ બને” ગઝલના મત્લાના શે’રમાં રાસલીલા જોવામાં તદ્રૂપ બની ગયેલા નરસિંહ મહેતાનો હાથ સળગી ગયો હતો તેનું પુરાકલ્પન તો ખૂબ જાણીતું બન્યું છે :

“પકડો કલમને કોઈ પળે એમ પણ બને, આ હાથ આખે આખો બળે એમ પણ બને”

મનોજ ખંડેરિયાએ ગઝલોમાં છંદોનો ભરપૂર પ્રયોગ કર્યો છે. શિખરિણી છંદના ગઝલને ઢાળવાને પ્રયાસ કરનાર મનોજે ઝૂલણા છંદમાં વહેતી આ ગઝલ મનોજની કવિપ્રતિભાની પરિચાયક બની રહે છે. જૂનાગઢમાં જે આપણો ધાર્મિક સાંસ્કૃતિક વારસો સદીઓથી સૂચવાયેલો છે તે આજે

ગુજરાતી ગઝલકારોમાં ગરવા ગિરનારના શૃંગસમાન : મનોજ ખંડેરિયા

નામઃશેષ બની ગયો છે. તેનો વસવસો મનોજ ખંડેરિયા માર્મિક રીતે રજૂ કરે છે. ઝૂલણા છંદમાં વહેતી ભક્તિની ભીનાશથી પરિપ્લાવિત થતો

પ્રથમ પહોર આજે વિસરાઈ ગયો તેનું દર્દ મનોજ આ રીતે વ્યક્ત કરે છેઃ

“પાછલી રાતની ખટકડી એ હજી

એ તળેટીને એ દામોદર કુંડ પણ, ઝૂલણા છંદમાં નિત પલળતો

પ્રથમ પ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી.”

તો, આજનો માણસ અનેકવિધ આક્રમણોનો ભોગ બન્યો છે. એમનું જીવન વિચ્છિન બની ગયું છે. શીર્ણ-વિશીર્ણ અને લોહીલુહાળ બનેલું જીવન મનોજે આ ગઝલમાં જ દ્વિરુક્ત શબ્દના સહયોગે અસરકારક રીતે આલેખે છે જુઓ આ શે’ર :

“જિંદગીના રૂપાળા ચહેરા ઉપર

ઉઝરડા ઉઝરડા સેંકડો ઉઝરડા કોણ છાના પગે આવી મારી ગયું ન્હોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી.”

મનોજ ખંડેરિયા ગઝલોમાં પ્રતીક, કલ્પન કે પુરાકલ્પનો દ્વારા અનોખા આયામો રચે છે તો મનોજ આપણી લોકપરંપરાને પણ ભૂલ્યા નથી. એમની ઘણી ગઝલોમાં આપણી લોકસંસ્કૃતિની સુવાસ પ્રગટે છે. લોકજીભે ગવાતા-જિવાતા જીવનના વિધ્‌ વિધ્‌ ભાવોનું મનોજની ગઝલોમાં સુંદર ગઝલીકરણ થયું છે. એટલું જ નહીં પણ અનેરું કાવ્યત્વ પણ પ્રગટાવે

છે. જુઓ આ શે’ર

“હવે કાટ સોનાના દાતરડે લાગ્યો, કહો કઈ રીતે વાઢવા જાઉં વીડી.”

“અહીં નહીં જાઉં વીડી વાઢવ રે લોલ!” લોકગીતનું સ્હેજે સ્મરણ થી આવે છે. અહીં ભાવસંદર્ભ જુદો છે, છતાં મનોજ ગઝલ દ્વારા નવા નવા

ભાવ સંદર્ભ રચે છે. મનોજ ખંડેરિયાને લોકજીવનનો પરિચય છે. લોકોની રૂઢિઓ, એની પરંપરાઓ, એના ખ્યાલાદિ પણ મનોજે ગઝલમાં કલાત્મક રીતે આલેખ્યાં છે. લોકોની રૂઢિઓ, શ્રદ્ધા-અશ્રદ્ધા, શુકન-અપશુકન જેવી બાબતને અભિનિવેશે આલેખતાં કહે છે :

“બાકી ન આવવાનું હવે કોઈ પણ અહીં

બોલે છે કેમ તોય હજી કાગડાને પૂછ.”

મનોજ ખંડેરિયાની ગઝલો ગુજરાતી ગઝલોમાં ખૂબ જ લોકપ્રિય બની છે. તેની સમૃધ્ધિ વિશે ઘણું સંશોધન થઈ શકે એમ છે. એક વાત તો સ્પષ્ટ છે ગુજરાતી ગઝલકારોમાં મનોજ ખંડેરિયાનું સ્થાન ગરવા ગિરનારને શૃંગ સમાન છે. મનોજ માટે ગઝલલેખન એમના જ શબ્દોમાં

જુઓ :

“બે ઘડી આ ગઝલ ગમી તો બસ

દોસ્ત અહીં થાવું છે અમર કોને.”

અંતે ડા. નીતિન વડગામાના શબ્દો ટાંકું છું,

“... પરિચિત પ્રચલિતભાવોનું પણ નવ્યરૂપે થતું પ્રસ્તુતીકરણ; કલ્પન,

પ્રતીક, પુરાકલ્પન જેવાં ઉપકરણોથી પ્રગટી અભિવ્યક્તિની નજાકત; પોતીકા ભાષાકર્મથી ગઝલની થતી માવજત અને એ બધાં થકી સિધ્ધ થતું

ગુજરાતી ગઝલકારોમાં ગરવા ગિરનારના શૃંગસમાન : મનોજ ખંડેરિયા

ગઝલનું સુકુમારરૂપ, મનોજને ગુજરાતી ગઝલના ગિરનાર સમા ઉન્નત શૃંગ તરીકે સ્થાપી આપે છે.”

અનુક્રમણિકા

અમૃત ઘાયલની ગઝલોમાં બાદશાહી ખુમારી

ગઝલોમાં કવિતામાં ગઝલ સાહિત્યસ્વરૂપની શરૂઆત થઈ ત્યારથી આજપર્યંત ગઝલે અનેક નવા પરિમાણો સર્જ્યાં છે. ગુજરાતીમાં ગઝલની શરૂઆત બાલાશંકર કંથારિયાથી થાય છે. ‘કલાપી’ જેવા કવિએ તો ગઝલને ખૂબ લોકપ્રિયતા અપાવી છે. મણિલાલ અને ‘સાગર’ જેવા ગઝલકારો પણ ગઝલના સ્વરૂપને લોકપ્રિય બનાવવામાં યથાકિંચિત્‌ ફાળો આપે છે. આ પ્રથમ તબક્કો. જ્યારે ઈ.સ. ૧૯૨૦ પછી તેમાં ‘શયદા’,

‘નસીમ’, ‘બેકાર’, ‘પતીલ’, ‘અસીમ’, ‘રાંદેરી’ જેવા ગઝલકારોએ ગઝલને માત્ર વિકસાવી જ નહીં પણ એ સ્વરૂપને લોકપ્રિયતા અપાવી. ગઝલનો ત્રીજો તબક્કો ઈ.સ. ૧૯૪૨ની આસપાસથી શરૂ થાય છે. તેમાં

‘મરીઝ’, અમૃત ‘ઘાયલ’, ‘સૈફ શૂન્ય પાલનપુરી’, ‘કિસ્મત કુરેશી’,

‘બેફામ’, ‘જલન માતરી’, રુસ્વા મઝલૂમી આદિ ગઝલકારો ગઝલને

અમૃત ‘ઘાયલ’ની ગઝલોમાં બાદશાહી ખુમારી

લોકપ્રિયતા બક્ષે છે. આ સમયગાળામાં ગઝલ લગભગ સોળે કળાએ

ખીલે છે. તેમાં ભાષા, છંદ, અલંકાર, પ્રતીક, કલ્પનાદિનું અપારવૈવિધ્ય ધ્યાનાર્હ બને છે. આ પછીનો ગાળા ઈ.સ. ની ૧૯૬૦ પછીથી શરૂ થાય છે તે છે - સામ્પ્રત ગઝલનો.

અમૃત ‘ઘાયલ’ ગુજરાતી ગઝલમાં ગઝલ સમ્રાટનું બિરુદ પામ્યાં છે. ગુજરાતી ગઝલની અંતરંગ છટા જાણે અમૃત ‘ઘાયલ’ની વાણીમાં ગુંથાઈ ગઈ છે. તેમણે ગુજરાતી ગઝલને અજબ-ગજબના રંગો વડે રંગી છે. કહીએ કે, તેમણે આસમાની ચૂંદડીમાં ગઝલરૂપી તારલા ટાંક્યા છે. અમૃત ‘ઘાયલ’ની ગઝલોમાં સૌન્દર્ય અને માધુર્યનો સુભગ સમન્વય રચાયો છે. ભાવ, ભાષા, અને અભિવ્યક્તિમાં અમૃત ‘ઘાયલે’ પોતીકી

મુદ્રા ઉપસાવી છે. આ ગઝલકારે શબ્દરૂપી પીંછીના છંટકારે અનેક ચિત્રોરૂપી ગઝલો સર્જી છે. ગુજરાતી ગઝલને લોકપ્રિયતા બક્ષવામાં અમૃત

‘ઘાયલ’ અનન્ય કામ કર્યું છે.

અમૃત ‘ઘાયલ’ની ગઝલોમાં મને આકર્ષે છે એક તો એમનો

ખરો મિજાજ-બાદશાહી ખુમારી. એમની ગઝલોની છાબ છલકાતો

મયપરસ્તીનો કેફ એમની બીજી આગવી વિશેષતા છે. તો ત્રીજી બાબત તેમની ગઝલોમાં પ્રગટતો પ્રણયની મીનાકારીનો મદલોલ. અહીં મારે વાત કરી છે એમની ગઝલમાં આવતી બાદશાહી ખુમારીની. ગુજરાતી ગઝલમાં અનેક રંગો પૂરનાર ‘ઘાયલ’નો મિજાજ કંઈક જુદો જ છે. એમનો અસ્સલ મિજાજ એટલે એમની ગઝલોમાં પ્રગટતી એમની બાદશાહી

ખુમારી. આથી જ આ કવિ પોતાની તમામ ગઝલ સંગ્રહના સમ્મુચય

ગ્રંથનું નામ ‘આઠો જામ ખુમારી’ રાખી શકે છે. જુઓ તેમનો આ શે’ર એમાં અમૃત ‘ઘાયલ’નું વ્યક્તિત્વ ઉપસી આવે છે. :

“લાગું છું ખાલી પણ ‘ઘાયલ’

ભરપૂર ભરેલો માણસ છું.”

આ ગઝલકારે જિંદગીને ચલમની માફક ભરી-ભરીને પીધી છે. કહીએ જિંદગીનો કસ કાઢીને પીધો છે. જિંદગીને જાણી છે-માણી છે. અમૃત ‘ઘાયલ’ ને હું ઘણી વાર મળ્યો છું. આ કવિ પોતાની મસ્તીમાં જ જીવ્યા છે. જિંદગીને મસ્તીમાં જ ચકચૂર બનીને માણી છે, એનો કેફ આ ગઝલકારને આઠો પ્રહર મદમસ્ત બનાવે છે. અમૃત ‘ઘાયલ’ ના જીવનમાં અતૃપ્તિ-પ્યાસને કોઈ સ્થાન નથી, થોડું ઘણું સુખ પણ આ ગઝલકારને પર્યાપ્ત છે. જિંદગીમાં ભલે થોડું સુખ મળે પણ આ કવિને તો એટલું જ બસ છે. ‘ઘાયલ’ સાહેબ તેમનો આ શે’ર વારંવાર કહેતા :

“જિંદગાનીને માણીને સૂતો છું, હર જમાનાને જાણીને સૂતો છું, કોઈ ઈચ્છા ન કોઈ આશા છે, શાંતિની સોડ તાણીને સૂતો છે.”

અમૃત ‘ઘાયલ’ને અલગારી રખડપટ્ટી ગમે છે. પોતાની જ મસ્તીમાં આ ગઝલકાર રંગાયા છે. આથી જ કહે છે :

“મસ્તીમાં ડૂબેલો માણસ છું,

હું રંગે રંગાયેલો માણસ છું,

ઘેઘુર બનેલો માણસ છું

અમૃત ‘ઘાયલ’ની ગઝલોમાં બાદશાહી ખુમારી

અલગારી અકેલો માણસ છું”

અમૃત ‘ઘાયલ’ની અનેક ગઝલોમાં તેમની આત્મવાન દોલત, અને દૈવત ઊભયની પ્રતીતિ થતી રહે છે. એમની ગઝલમાં જે ખુમાર પ્રગટે છે એવો ખુમાર ભાગ્યે જ અન્ય ગઝલકારોની ગઝલોમાં જોવા મળે છે. એમની ગઝલોમાં કવિનો અંતસ્તાપ નહીં બલ્કે આત્મનિષ્ઠ ભરપૂર શ્રદ્ધાનો બુલંદ રણકો સંભળાય છે. અંતરાત્માની ખુમારી જુઓ આ શે’રમાં કેવી બુલંદસ્વરે સંભળાય છે.

“માહ્યલો મબલખ ખજાનો છે ભર્યો, હું નથી ખાલી ખુશીની ખાણ છું.”

આ કવિ જિંદગીના અમરત્વને જાણે પામી ગયા છે. અમૃત ‘ઘાયલ’ની ગઝલોમાં અનુભૂતિ સચ્ચાઈનો રણકો સુપેરે પ્રગટતો રહે છે. એમની ગઝલોમાં જે ખુમાર પ્રગટે છે. આ કવિનો આંતરવૈભવ ભર્યો ભર્યો છે. પોતાની પાસે ખુમારીનો જે વૈભવ છે તે બાદશાહો પાસે પણ નથી. આ ગઝલકાર ખૌમાર્ય પ્રગટાવતા કહે છે :

“આમ તો છું ફકીર પણ ‘ઘાયલ’ ચાકરો બાદશાહ રાખું છું.”

આ કંઈ જેવી તેવી વાત નથી. જીવનના અનેકવિધ રંગોને પચાવી જાણનાર ‘ઘાયલ’ પાસે સાદી, સરળ ને છતાં ચોટદાર ને બળકટ બાની છે. એમની ગઝલોમાં ભાષાનું પોત પણ અનેક રંગોથી રંગાયેલું છે. એક વખત કવિ વિનોદ જોશીના એ પ્રશ્નના જવાબ તેઓએ જણાવ્યું હતુંઃ “મારી સર્જકતા- વિશેષતઃ ગઝલની પરિભાષામાં

કહું તો આઉર્દ-આયાસ કરાવડાવતી નથી, પણ આમદ - સહજ નિર્મિત માટે પ્રેરે છે.”

‘ઘાયલ’ જીવને અને મૃત્યુ ઊભય ઘટનાને બાલસહજ જુએ છે. જિંદગીમાં

કોઈ અધૂરપ હોય તો પણ તેને મધૂરપમાં બદલી નાખવાનો સમર્થ પુરુષાર્થ કરે છે. તેમને જીવનમાં કાંઈ ખૂટે છે તેની કોઈ ફરિયાદ જ રહેતી નથી. પોતાના જીવનમાં છલોછલ આનંદ ઊભરાતો હોય એવી ખુમારી

પ્રગટાવતા કહે છે :

“ભાગ્ય ફૂટી ગયું છે, તો શ્વાસ ઉપર જીવી જશું, શીશે તૂટી ગયો ભલે, જામ હજુ ચિકાર છે.”

આવી ઝિંદાદિલી ધરાવતા કવિમાં ભાગેડુવૃત્તિ ન હોય એ સ્વાભાવિક છે. આ કવિ તો દુનિયાની દુર્દશા પર પોતાની હૈયાની આગ ઠાલવવાનું પણ ચૂકતા નથી. જિંદગી તો એવી છે તેમાં ક્યાંક જીત મળે તો ક્યાંક હાર પણ મળવાનો સંભવ છે. સાચો માણસ એ છે તે આવી ઊભય સ્થિતિમાં સમતોલ રહી શકે. ઘણીવાર પોતાની જીત થઈ તો ઘણીવાર પોતે મ્હાન પણ થયા છે ત્યારે પણ કવિને કોઈને કોઈ સહારો પ્રાપ્ત થાય

છે જુઓ :

“‘ઘાયલ’ સદાય હસતી એની નજર કનેથી,

મેં મુફલિસીમાં પુષ્કળ તાકાત મેળવી છે.”

‘ઘાયલ’ પોતે એક બિન્દુ માત્ર છે. છતાં, આ કવિ માત્ર એક અંશ જ બની રહેવા માગતા નથી. આવી બાદશાહી ખુમારી ધરાવતા કોઈ ફકીર બાદશાહ જ મળી આવે. આવા ફકીરને ભલા કોણ મ્હાત કરી શકે

અમૃત ‘ઘાયલ’ની ગઝલોમાં બાદશાહી ખુમારી

આવા બાદશાહને ભલા કોણ પ્રભાવિત કરી શકે? આવો જ કંઈક ભાવ

પ્રગટાવતા ‘ઘાયલ’ સાહેબ કહે છે :

“ઊંચકે કોણ પંથ ભૂલ્યાને?

આપમેળે જ ઊંચકાયો છું

મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’

શૂન્ય કરતાં તો હું સવાયો છું.”

આવા કવિને કોઈપણ જાતની સહાય નથી જોઈતી. એ તો વટથી-ખુમારીથી

જીવવાનું જ પસંદ કરે છે. આવો જ કંઈક ભાવ આ શે’રમાં જોવા મળે

છે.

“હું અસત્યમાં તો નહીં ભળું, ચળ્યા મેરુ છો, હું નહીં ચળું, કે સહાય, પણ નહીં જોઈએ, ભલે સાવ અસહાય છું.”

અમૃત ‘ઘાયલ’ સાવ ભાગ્ય પર ભરોસો રાખીને બેસી રહેવા માગતા

નથી. એ તો ક્યારેક વિધાતા સામે પણ પડકાર ફેંકે છે. જો વિધાતા તેમને કોઈ ચીજથી વંચિત રાખશે તો તે નિયતિ સામે પણ પડકાર ફેંકશે. જુઓ કવિની ખુમારી :

“વંચિત વધુ રહીશ સુરાથી તો માનજે,

માર્યો તરસનો મૂર્તસુુરાલય બની જઈશ, ઓ કાળ, ફાવશે નહીં હંફાવી તું મને,

હું જો થયો હતાશ, હિમાલય બની જઈશ.”

જે કંઈ જીવન મળ્યું છે, જિંદગી મળી છે તેનાથી અમૃત ‘ઘાયલ’ સંતુષ્ટ

છે. જેમને સંતોષ જ મહત્ત્વનો હોય તેને વિશેષ મહત્ત્વાકાંક્ષા રહેતી

નથી. પુરુષાર્થ અને ભાગ્યના બળે જે કાંઈ મળ્યું તે પર્યાપ્ત છે, એવો

સંતોષ ‘ઘાયલ’ના અધિતમ શે’રમાં જોવા મળે છે. :

“બસ, આમ આનબાનથી જિવાય તો ય બસ, અંઘેરો ફફડતા, શાનથી સિવાય તો ય બસ આ જામમાં છે એથી વધારે ન જોઈએ,

આ જામમાં છે એટલું પિવાય તો ય બસ.”

અમૃત ‘ઘાયલ’નું વ્યક્તિત્વ જ એવું હતું કે, તેઓ કોઈપણ

સંજોગોમાં બાંધ-છોડ કરવા તૈયાર નથી. એ જે વસ્તુને ઈચ્છે છે ત્યારે

મેળવી શકે છે અને જે નથી જોઈતી એ વસ્તુને સહજતાથી ત્યાગી શકે છે. સારા-માઠાં ગમે તેવા દિવસો હોય તો પણ ‘ઘાયલ’ સાહેબ જીરવી જાણે છે. એ તો કહે છે :

“સારા નરસા દિવસો એ તો ઈચ્છાના ઓછાયા છે,

મારા આ દુર્ભાગ્યને સાજન ઈચ્છું તો સહોગ કરું.”

આ ખમીરવંતા કવિને માત્ર ભાગ્યના જ સહારે બેસી રહેવું જરા પણ પસંદ નથી. આ ગઝલકારતો ભાગ્ય કરતા પણ પુરુષાર્થને વિશેષ મહત્ત્વ આપે છે. પોતાનું ભાગ્ય પોતે જ ઘડી લેવા સમર્થ છે. આવો જ ભાવ

પ્રગટાવતો આ શે’ર માણો :

“થાબડો પીઠ અને અમને એરણ આપો,

ભાગ્ય એ નિજનું ઘડી લેશે જરા ધણ આપો.”

અમૃત ‘ઘાયલ’ ની ગઝલમાં આત્મવાન દોલતનો રણકો વિશેષ સંભળાય છે. એમની ગઝલોમાં જે ખુમાર પ્રગટે છે તે અનુભૂતિજન્ય છે. પોતે

અમૃત ‘ઘાયલ’ની ગઝલોમાં બાદશાહી ખુમારી

માત્ર શાયર જ નથી પણ પોતાની શાયરીમાં સંજીવની જેવો જાદુ રેલાવવાની શક્તિ ધરાવનાર શાયર છે. જે પથ્થર જેવા હૃદયના માણસને પણ બેઠા કરી શકવા સમર્થ છે. જુઓ એમના જ શબ્દો :

“અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું,

મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું, આ મારી શાયરી એ સંજીવની છે ‘ઘાયલ’ શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું.”

અમૃત ‘ઘાયલ’ની ગઝલોમાં એમની ખુમારી એક આગવી ઓળખ બનીને આવે છે. કોઈ સંશોધક ગઝલકાર અમૃત ‘ઘાયલ’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરશે ત્યારે એમની ગઝલોમાં નિરૂપિત બાદશાહી ખુમારી એક મહત્ત્વ

લાક્ષણિકતા ગણવી પડશે. આ ગઝલકાર યૌવને શરમાવે એવો કેફ

એમની જૈફ વયે પણ વહેવડાવતા. જુઓ એવો એક શે’ર :

“‘ઘાયલ’ સાંભળીને મને, ડોલી ન ઊઠે કાં સભા,

મારી ગઝલના જામમાં જિંદગીનો ખુમાર છે.”

અમૃત ‘ઘાયલ’ સાચા અર્થમાં ગઝલ સમ્રાટ છે. એમની ગઝલોમાં આવતી બાદશાહી ખુમારીને સલામ.

અનુક્રમણિકા

‘આશાસ્પદ કવિયિત્રી : પ્રજ્ઞાબેન વશી’

ઈ.સ. ૨૦૦૨માં ‘સ્પન્દનવન’ કાવ્યસંગ્રહ આપ્યા પછી ઈ.સ.

૨૦૦૯ની પૂર્વસંધ્યાએ ત્રણ-ત્રણ કાવ્યસંગ્રહ આપનારા શ્રીમતી પ્રજ્ઞાબહેન વશી ‘આકાશે સફર’ (ગઝલ સંગ્રહ), ‘શ્વાસ સજાવી બેઠાં’ (ગીત અને અછાંદસસંગ્રહ) તથા ‘પિકનિક’ (બાળકાવ્યસંગ્રહ) આપે છે. આ કવિયિત્રી સ્વરૂપને વફાદાર રહેવાનો સભાન પ્રયાસ કરે છે, એટલું જ નહીં પણ એમની આ મથામણ ઘણી જગ્યાએ રંગત પણ જમાવે છે. જોકે, તેમની તમામ રચનાઓમાં સત્ત્વશીલ કલાગતમૂલ્યોની માવજત થવી હજુ બાકી છે, છતાં એમની પાસેથી કેટલીક સુંદર કાવ્યરચના પ્રાપ્ત થઈ છે, જે એમને એક કવિયિત્રી તરીકે પ્રસ્થાપિત કરે છે.

મને પ્રજ્ઞાબહેનની કવિતામાં એક બાબત સૌથી વિશેષ સ્પર્શી તે છે - એમનાં કાવ્યોમાં આલેખાયેલ અનુભૂતિની સચ્ચાઈ. શુદ્ધ કવિતા અમસ્તી જન્મતી નથી. તેમાં અનુભૂતિની સાથે કળાગતમૂલ્યોની પણ

માવજત થવી એટલી જ આવશ્યક છે. પ્રજ્ઞાબહેનની કવિતામાં ભલે

પૂર્ણિમાનો સોળે કળાએ થતો અજવાસ ભલે ન હોય પણ એમાં બીજ-

ત્રીજનો ચમકારો તો છે જ. જે પૂર્ણિમા તરફની અવસ્થા સૂચવે છે

‘આશાસ્પદ કવિયિત્રી : પ્રજ્ઞાબેન વશી’

‘શ્વાસ સજાવી બેઠા’ - એમનો ગીત-અછાંદસ રચનાઓનો સંગ્રહ છે. ભલે આ સંગ્રહની બધી જ કવિતાઓમાં ભૈ..ભૈ..થઈ જાય એવું તો નથી છતાં, એમાંની ઘણી કૃતિઓ ભાવકને આનંદાનુભૂતિ કરાવે છે. કવિતા-સાહિત્યાદિનો મુખ્ય ઉદ્દેશ પણ ભાવકને આનંદાનુભૂતિ કરાવવાનો જ છે. ક્રોચે કહે છે તેમ, “પ્રત્યેક વ્યક્તિ કલાકાર છે.” પ્રત્યેક વ્યક્તિના જીવનમાં અનેક નાની-મોટી ઘટનાઓ બને છે તેને કારણે એમનાં હૃદયમાં ઘણાં સંવેદનો પ્રગટે છે. હૃદયમાં ઊમટતી ઊર્મિઓ સ્પંદનોથી પરિપ્લાવિત થવાની ધન્ય ઘડી તો દરેક વ્યક્તિના જીવનમાં આવતી જ હોય છે. પણ, તમામ વ્યક્તિ એને કલાનું રૂપ બક્ષી શકતી નથી, આથી, જે-તે વ્યક્તિને થતો અલૌકિક આનંદ ‘સ્વ’ સુધી જ સિમિત રહે છે. કવિ- કલાકાર તેને ભાવક સુધી પહોંચાડે છે. એટલું જ નહીં પણ એને ‘સમ્‌ સંવેદન’નો અનુભવ પણ કરાવે છે.

પ્રણય અને પ્રકૃતિ કલાકારો માટે પક્ષપાતી વિષયો રહ્યાં છે.

પ્રેમનું સ્પંદન પ્રત્યેક હૃદયને સ્પર્શે છે. પ્રેમની અતૃપ્તિ અને પરિતૃપ્તિ,

પ્રેમમાં વિરહ અને મિલન, જેવા વિધવિધભાવો કવિતામાં નિત નવા સ્થત્યંતરો રચતા રહે છે. પ્રજ્ઞાબહેનની ‘મૂઈ! ઝરમરનું શું?’ ઘણી સુંદર ગીત રચના છે. આ ઝરમર તે વળી કઈ? આ કળી ના શકાય એવી

ભીતરમાં ટપકતી મુગ્ધાવસ્થાની મીઠી ઝરમર છે. એનું કાર્ય તો છે અવિરત ટપકતુું રહેવાનું. જે યૌવન સહજ પણ ખરું. મુગ્ધાવસ્થામાં તો આવી આહ્‌લાદક ઝરમર ન ટપકે તો જ નવાઈ! અહીં કાવ્યનાયિકાના હૈયામાં જાગતાં ઝીણાંઝીણાં સ્પંદનોનો ઝરકાર એમના હૃદયને-ચિત્તને ભીતરથી

તરબતર કરી મૂકે છે. મનમાં વ્યાપ્ત મીઠો આહ્‌લાદ હેતરૂપી ઝરણામાં વહેવા લાગે છે. ભીતરમાં ટપક...ટપક... થતાં ભીના સંવેદનો નાયિકાના ચિત્તને ચોપાસથી ઘેરી વળે છેે. વીજળીના ચમકારા, મેઘધનુના રંગોની બિછાત - આ બધું કાવ્યનાયિકાને આનંદવિભોર બનાવી મૂકે છે, તેનું આ કવિયિત્રીએ કલાત્મક આલેખન કર્યું છે. જુઓ મુગ્ધાના મુગ્ધકભાવો : “વીજને ચમકારે એ સપનાંઓ ગૂંથી લઈ

ને મેઘધનુ રંગે રંગાઈ એવી ગઈ

કે પછી કોરાં એ સોળ વરસ ભીનાં થઈ ઉમ્બર આવીને અટકે!

મૂઈ! ઝરમરનું શું? અહીં પલળેલું મન પછી ભટકે.”

આ કવિયિત્રીને આવી મીઠી લાગણી માટે પક્ષપાત છે. આવા ભીના

ભીના સ્પંદનોના પ્રવાહમાં આ કવિયિત્રીને તણાવું ગમે છે. અહીં આ ગીતમાં કાવ્યનાયિકાના ભીતરના આનંદગાનને પ્રજ્ઞાબહેન કલાત્મકરીતે આલેખે છે, તે હૃદયંગમ ને આસ્વાદ્ય પણ બને છે.

“ભીની લાગણી કે આવ..” ગીત રચનામાં પણ પ્રણયાનુભૂતિનો કંઈક આવું જ સંવેદન કંડારાયેલું છે. નાયિકાને ઝીણા ઝરમરતા હૈયાના હેતમાં ભીંજાવું ગમે છે. અહીં કવિયિત્રીએ રૂપકોનો પણ કલોચિત વિનિયોગ કર્યો છે, એમાં અનેરું કવિત્વ પણ સર્જાય છે. જુઓ :

“બ્હાવરી ઝરમરને ભીતરી ઝરમરનાં

મેઘધનું એવા ઉભરાય,

સાથ સાથ શ્રાવણની હેલી માણીશું પછી હૈયા તો હાથમાંથી જાય

‘આશાસ્પદ કવિયિત્રી : પ્રજ્ઞાબેન વશી’

નયનોની વીજને ચમકારે એક થવાં સંવેદન ઝીલીશું નેમથી,

ભીની લાગણી કે આવ, ભીતર પ્રેમથી.”

અનાયાસ ભીતરથી પ્રેમરૂપે પ્રગટતી લાગણીને પ્રજ્ઞાબહેન આવકારે છે, અને એને સત્કારે પણ છે. ને વાત પણ બિલકુલ સાચી છે. માણસ ભીતરમાં ઊમટેલા તોફાનને કઈ રીતે ઠારી શકે! જે ઘટનાઓ બાહ્ય બને છે તેને સૌ કોઈ અવલોકી શકે પણ જે ભીતરમાં સર્જાય છે - ઘટે છે તેને બહારથી જોઈ શકાય નહીં, તેનો માત્ર અનુભવ જ થઈ શકે. આવા સંવેદનો માત્ર અનુભૂતિજન્ય છે. આવો જ કંઈક ભાવ ‘ભડકે બળે એનું શું?’ ગીતમાં આ કવિયિત્રીએ કાવ્યનાયિકાના આંતરભાવને કલાત્મક રીતે પ્રગટાવ્યા

છે.

“સળગે છે બ્હાર એને હોલવી શકાય, પણ અંદર સળગે છે એનું શું?”

ઘણાં કવિઓએ આપણી ભાતીગળ સંસ્કૃતિની મીઠી સુવાસને કવિતામાં વહેતી મૂકી છે. આપણા લોકસાહિત્યએ અનેક કલાકારોને કલાનું ભાથું પૂરું પાડ્યું છે. ઘણી વખત ચર્ચા થાય કે શીષ્ટસાહિત્ય શ્રેષ્ઠ કે

લોકસાહિત્ય શ્રેષ્ઠ? - સવાલનો જવાબ સાપેક્ષ છે. લોકગીત તો લોકના હૃદયની વાણી છે. જે છે તે સહજભાવે પ્રગટે છે. જ્યારે શીષ્ટ સાહિત્યમાં બધુ અનાયાસે પ્રગટતું નથી, અહીં કવિ પોતાના સંવેદનને ભાવક સુધી પહોંચાડી તેને સાર્વત્રિક બનાવવા મથે છે. જ્યારે લોકગીત તો સાર્વજનિક છે. લોકવાણી છે. આ સંગ્રહમાં કવિયિત્રી “ડોલરિયો સંગ ડોલરિયો” ગીતમાં આપણી ભાતીગળ સંસ્કૃતિને આ ગીતમાં પ્રગટાવે છે. એમાં

એમની સર્જકપ્રતિભાનો ઉન્મેષ જોવા મળે છે :

“ડોલરિયો સંગ ડોલરિયો

મનભાવન રંગ ડોલરિયો

આંખે સુરખિ, લાલ ગુલાબી, રંગ રંગ રંગી ડોલરિયો, રગ રગ ઊમટી સૂરજ લાલી, રંગ રંગ રંગી ડોલરિયો, વાસંતી રંગ એવાં ચઢ્યાં છે, રંગ રંગ રંગી ડોલરિયો, સગપણના સ્પંદન મઢ્યાં છે, રંગ રંગ રંગી ડોલરિયો, નેણનાં જાદુ લાગે નવરંગ

મનભાવન રંગ ડોલરિયો.”

‘શ્વાસમાં સજાવીએ’ ઘણી આસ્વાદ્ય ગીતરચના છે. અહીં

કાવ્યનાયિકાની ભીતરની મીઠી મૂંઝવણને કલાત્મક રીતે આલેખીને

પ્રજ્ઞાબહેને સુંદર કવિત્વનો નમૂનો આપ્યો છે. વર્ષોથી બંધ એવી હૈયાની બારીને આ કવિયિત્રી ખુલ્લી મૂકતાં કહે છે :

“સપનાનાં હિંડોળે ઝૂલી લઈએ ને પછી ઈચ્છાઓ આંખમાં જગાવીએ સગપણનાં મીઠા ઝૂલા ઝુલાવીએ સનમ,

મીઠી મૂંઝવણ શાં પ્રેમને વધાવીએ.”

સંવેદનરૂપી લિપિની ઓકળી પુરાવીને, ઉરનાં આવકારથી સગપણના

મીઠાં ઝૂલાએ ઝૂલાવવાની-ઝૂલવાની કવિહૃદયની મનીષા અહીં કલાગત બની છે. ભીતરમાં જે પડ્યું છે તે ઠેકો મારીને બહાર આવ્યા વિના રહે

ખરું? ‘ઠેકો મારી આવ્યું’ ગીતમાં કાવ્યનાયિકાના મનોગતભાવોને આ

‘આશાસ્પદ કવિયિત્રી : પ્રજ્ઞાબેન વશી’

કવિયિત્રી કુશળતાથી કંડારે છે. “ સા થી સાં” સુધીના સૂરોનું જ્ઞાન આ કવિયિત્રી ને છે. આથી જ કદાચ ગીત જેવા સ્વરૂપનું એમને વળગણ હોય. કાવ્યનાયિકાના હૈયાની ભીતર જાગેલાં સ્પંદનો આખરે હોઠ ઉપર આવી જાય છે જે હૃદ્ય બને છે :

“વરણાગી એક ગીત મજાનું ઠેકો મારી આવ્યું, આવી કાનમાં કહેતું, મુજને સૂરમાં કેમ ના ઢાળ્યું? હું કહેતી કે ક્યાં છે સ્હેલું, સૂરમાં ગાતાં રહેવું, જીવન જેવું તું પણ, ઉપર નીચે થાતું રહેતું, સાવ નજીવા કારણથી પણ, તાર તૂટે છે તારાં, આગળ-પાછળ, આજુ બાજુ, કંપન ઝીણાં ઝીણાં

લયમાં આગળ સ્હેજ વધે ત્યાં, તાલમાં તૂટી જાણ્યું. આવી કાનમાં કહેતું...”

પ્રજ્ઞાબહેન સ્ત્રી હોઈ નારીની કેટલીક કરુણ વાસ્તવિકતા એમની કવિતામાં અનાયાસે પ્રગટે છે. એમનાં ગીતોમાં પ્રગટતા નારીહૃદયના

ભાવો ભાવકની સહાનુભૂતિ મેળવવા માટે આલેખાયા નથી, આ કવિયિત્રી નારીના સારા-નરસા ભાવને અનુભૂતિની સચ્ચાઈની મહોર

મારીને પ્રગટાવે છે. એમની કેટલીક કવિતામાં આવેશ, જુસ્સો, પ્રગટ

થાય એ પણ એટલો જ સ્વાભાવિક ને સહજ છે. ‘મા! છુ હું તારો શ્વાસ’,

‘છે કોઈ ઉત્તર?’, ‘ભડકે બળે એનું શું?’ જેવી રચનાઓમાં પ્રજ્ઞાબહેને નારીજીવનની કેટલીક કડવી સચ્ચાઈ આલેખી છે. ‘ભડકે બળે એનું શું?’ રચનામાં સીતા, દ્રૌપદી, ઊર્મિલા, રાધા, રુકમણી - આદિના

શ્વાસોની અકળામણને આ કવિયિત્રી વાચા આપતા કહે છે. “રોજેરોજ શ્વસતી’તી સીતા, ઊર્મિલાને દ્રોપદી શ્વાસોમાં હોળી, રાતોની રાત પછી ઉઝરડા ઢાંકવા જાત એણે મૌનમાં ઝબોળી

ખોલે જો મૌનના કિલ્લાનું મ્હોં, ભેદ ભડકે બળે એનું શું?”

તો ‘છે કોઈ ઉત્તર?’ સ્ત્રીભ્રૂણહત્યાને લગતી ગીતરચના છે. એક સ્ત્રી જે

માતૃત્વમાં પુત્ર અને પુત્રી માટે પક્ષપાત કરી જ ન શકે. અહીં નારી હૈયામાં જે વેદના છે તે સુપેરે કાવ્યમાં પ્રગટે છે એટલું જ નહીં પણ ભાવકના સંવિદ્‌ને પણ સ્પર્શી જાય છે. અહીં સ્ત્રી સહજ વેદના છે, તો ક્યાંક આક્રોશ અને ઉપાલંભ પણ છે. પ્રજ્ઞાબહેન માર્મિક પ્રશ્નો ભાવક સામે મૂકતા કહે

છે :

“‘મા’ કહીને સાદ કરે એવા અમૃતને તે કેમ તું પચાવી ન જાણે? ધગધગતા શસ્ત્રોનાં રિક્તમ ચકામાને સામી છાતીએ લગાવે? દેખતી આંખોએ પાટા બાંધીને પછી ગાંધારી જેમ કૈ સ્હેવાય કે?

મા! પછી મારા વગર પણ જીવાય કે?” અહીં ‘પગલીની પાડનાર’ અને ‘પગલીનો પાડનાર’ વચ્ચેનો જે ભેદ સમાજમાં પ્રવર્તી રહ્યો છે, તેની સામે કવિયિત્રીનો આક્રોશ પ્રગટ થયા વિના રહેતો નથી. ‘મા! હું છું તારો શ્વાસ..’ ગીતમાં પણ ગર્ભમાં રહેલી દીકરીનો આંતર્નાદ સ્પષ્ટ પડઘાય છે. ગર્ભ રહેલી દીકરી એક વખત આ દુનિયામાં આવવાની તક માગતા કહે છે :

“બ્હારની દુનિયા જોવાની મા! એક મને તક આપ! છું હું તારો શ્વાસ મા! મુજને પલકો પર ઝુલાવ

‘આશાસ્પદ કવિયિત્રી : પ્રજ્ઞાબેન વશી’

છું હું તારો શ્વાસ મા મુજને...”

કેટલીક સારી ગીતરચનાઓની સાથે ઘણી નબળી ગીતરચના આ કવિયિત્રીને એક સારા ગીત કવિ તરીકે પ્રસ્થાપિત કરી શકતા નથી. દા.ત. ‘કૈ વાસંતી જેવું...’ ગીતમાં સા થી સાં સુધીનું નિયોજન દ્વિરુક્ત

પ્રયોગોના ભારેખમ પ્રયોગોને કારણે કારગત નીવડતું નથી. તો

‘સ્પંદનવન’ અને ‘આકાશે અક્ષર’ જેવા ગઝલસંગ્રહો આપનારા આ કવિયિત્રીના ગીતોમાં ગઝલગંધી સુવાસ એમનાં ગીતોને કંઈક અંશે નબળા બનાવે છે. ‘ભીની લાગણી કે આવ...’ જેવું ગીત એમનો નમૂનો છે.

છતાં, અહીં એક વાત નોંધવી રહી કે, પ્રજ્ઞાબહેનનાં ગીતોમાં અનુભૂતિની સચ્ચાઈ છે. જે ભાવકને સ્પર્શી જાય છે. ‘શ્વાસ સજાવી બેઠાં’ કાવ્યસંગ્રહમાં પ્રણય, પ્રકૃત્તિની સાથે-સાથે નારીની સમસ્યાઓ, સ્ત્રી ભ્રૂણહત્યા, ગોપજીવન આતંકવાદ, ચિંતન જેવા વિષયોમાં એમની કવિપ્રતિભા ચમકે છે. એમ કહી શકાય કે, પ્રજ્ઞાબહેન ભલે કોઈ ઉચ્ચ ગીતકવિ તરીકે હાલમાં ખ્યાતિ પ્રાપ્ત ન કરતા હોય પણ એ દિશામાં

પ્રજ્ઞાબહેન જઈ રહ્યાં છે. સારા ગીતકાર થવાની આ કવિયિત્રી પાસે પ્રતિભા તો છે જ છે.

‘શ્વાસ સજાવી બેઠા’ કાવ્યસંગ્રહમાં ગીતો ઉપરાંત, લગભગ અરધોઅરધ અછાંદસરચનાઓ છે. તેમની આ અછાંદસરચનામાં એમની વ્યક્તિ સુપેરે પ્રગટે છે. પોતે એક સ્ત્રી હોવાના નાતે નારીહૃદયની

લાગણીઓને વાચા આપવામાં એમને ખાસ્સી સફળતા મળી છે. તો

વ્યવસાયે શિક્ષક હોવાના સંબંધે શિક્ષણજગતના કેટલાક પ્રશ્નોને પણ

તેઓ સારી રીતે કાવ્યમય રજૂ કરી શક્યા છે. “કોનો વાંક” રચનામાં સ્નેહ અને કરુણાના પાઠ ભણાવતા ભણાવતા એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને ડહાપણ અને વ્યવહારુજ્ઞાનના જે ઓસડિયા પાયા છે છતાં પેલાં કરમાયેલાં ફૂલોને પોતે હસાવી શકતાં નથી તેનો રંજ એમને સાલે છે. પણ એક સમી સાંજે :

“ટન્‌ન્‌ન્‌નો એવો જાદુ ફેલાયો કે એ બાળ ફૂલો પૂરજોશમાં એવા ખીલી ઊઠ્યાં જાણે ચોમેર રંગને સુગંધ”

આપણી જે શિક્ષણપદ્ધતિ છે તેની સામે પ્રજ્ઞાબહેન કોઈ અંગૂલિનિર્દેશ કરે છે. સાચે જ, આજની શિક્ષણપદ્ધતિ આપણે વર્ષો પૂર્વે નક્કી કરેલી

ઘરેડ પ્રમાણે જ ચલાવે છે અને આપણે ચાલ્યા કરીએ છીએ. આજે તેમાં

ધરમૂળથી પરિવર્તન લાવવાની તાતી જરૂરિયાત છે. ‘ભીનો નિબંધ’ અને પરિવર્તન લાવવાની તાતી જરૂરિયાત છે. ‘ભીનો નિબંધ’ અને ‘ટન્‌ન્‌ન્‌ન્‌ ટન્‌ ટન્‌ન્‌ન્‌ન્‌ ટન્‌’ જેવી રચનામાં પણ શિક્ષણ જગતના પ્રશ્નોને આ કવિયિત્રિએ વાચા આપી છે. જોકે, આવી રચના પ્રજ્ઞાબહેનની કોઈ કાવ્યપ્રતિભા ઉપસતી નથી, પણ અનુભવે શિક્ષણના પ્રશ્નોને કવિતાના ઢાંચામાં ઢાળવાનો સુયત્ન કર્યો છે. ‘ભીનો નિબંધ’ માં વર્ગખંડમાં વર્ષાઋતુ વિશે નિબંધ લખાવતા બહારના વર્ષાસૌન્દર્યથી બાળકો જે રીતે વર્ષામય બની ગયા આ બન્ને ઘટનાને પાસે-પાસે મૂકીને પરસ્પર વિરોધાવીને શિક્ષણમાં રહેલી કૃતકતાને અહીં વેધક વાચા આપતા કહે છે

‘આશાસ્પદ કવિયિત્રી : પ્રજ્ઞાબેન વશી’

“વર્ગખંડની બહાર ઝરમર ઝરમર વર્ષાની હેલી અનરાધાર...

..................... નિબંધ ઉપર ચર્ચા કરી કરીને થાકું છું...

......................

મારા એકેય પ્રશ્નનો ઉત્તર અપાતો... વર્ષાએ પાણી ફેરવી દીધું

‘વર્ષાઋતુ’ના નિબંધ પર.”

‘સોનાનો ઝૂડો’ રચનામાં નારીત્વની વેદનાની વાતને આ કવિયિત્રી બહુ સલૂકાઈથી દે છે. આજનો પુરુષ પોતાની સ્ત્રીને સોનાના

મહેલની ચાવી પકડાવી દઈને એ જ મહેલમાં પૂરવા મથે છે. એ સ્ત્રીને વખતોવખત કિંમતી ભેટ આપીને એને પિંજરમાં જ ખુશ રાખીને પુરુષ બહાર ભ્રમરવેશે ફરતો રહે છે. જ્યારે નારી મેનાની માફક સોનાના

પિંજરમાં કેદ બની જીવતી રહે છે. અહીં પ્રજ્ઞાબહેને આવી આદર્શ

પતિવ્રતાની લાચાર મનઃસ્થિતિને આલેખતા કહે છે :

“આ ખંડિયા મહેલમાંથી

ઊડી જાય એ બીકે

મસમોટું સોનાનું પાંજરું પકડાવી

પોપટ તો મન ફાવે ત્યાં

એ...જાય ચલ્યો... દહીંનો ઘોડો... રમતો... ભણતો... છૂટો.”

અહીં પુરુષ સમોવડી નારીના જીવનના કારુણ્યને કળાત્મક રીતે આલેખી

સુંદર કવિતા નિર્મે છે. તેમના ‘નારીઃ અવસ્થા’ની ‘ઢીંગલી’, ‘કઠપૂતળી’ અને ‘ટેકણલાકડી’ જેવી ત્રણેય રચનાઓ માણવા જેવી છે. અહીં કવિયિત્રીએ દીકરીની ત્રણ જુદી જુદી માથે ઠોકેલી જવાબદારી અને અવસ્થાઓને આલેખી છે. જે આસ્વાદક્ષમ બને છે.

સંગ્રહના અંતે મૂકેલાં કેટલાંક હાઈકુઓ પણ ધ્યાનાર્હ બન્યાં છે. આવા હાઈકુમાં સ્ત્રીજીવનને લગતા કેટલાક પ્રશ્નોને વાચા આપી છે. એક બાજુ પુરુષપ્રધાન સમાજ નારીની દેવીસ્વરૂપ પૂજા કરે છે અને બીજી બાજુ નારીને હજુએ અબળાના રૂપે નિહાળે છે, જુઓ આ હાઈકુ :

“બેન, દીકરી

મા, પત્ની શક્તિ રૂપે તો ય અબળા!”

‘આકાશે અક્ષર’ એમનો ગઝલસંગ્રહ છે. અગાવ ‘સ્પન્દનવન’ નામનો ગઝલસંગ્રહ આપી ચૂકેલા આ કવિયિત્રી ત્રીજો ગઝલનું સ્વરૂપ

પ્રમાણમાં માફક આવ્યું લાગે છે. સુરત જેવા શહેરમાં ભગવતીકુમાર શર્મા, જયંત પાઠક, કિસન સોસા, રવીન્દ્ર પારેખ, નાનુભાઈ નાયક, ડા. રઈશ મનિયાર, ડા. મુકુલ ચોકસી, નયન દેસાઈ, બકુલેશ દેસાઈ, કિરણ ચૌહાણ - જેવા કવિઓએ ગઝલમાં સારું એવું કાઠું કાઢ્યું છે. વારંવાર યોજાતા મુશાયરાઓ કવિ સંમેલનોનો આ કવિયિત્રીને વારસો

‘આશાસ્પદ કવિયિત્રી : પ્રજ્ઞાબેન વશી’

પ્રાપ્ત થયો છે. ‘સ્પન્દનવન’ ગઝલસંગ્રહનો એક યાદગાર શે’ર યાદ આવે

છે. જેમાં પ્રજ્ઞાબહેને જે અભીપ્સા પ્રગટ કરી છે તે ધ્યાનાર્હ બની છે :

“તું કશો વિસ્ફોટ કર મારી ભીતર,

મારું નિજી પોખરણ દઈ દે મને ?” અર્થઘનતા અને સચોટપણું એમની ગઝલમાં સ્પષ્ટપણે કળી શકાય છે. આ ગઝલકારની કેટલીક ગઝલોમાં ભાવની નજાકત છે. એમની ગઝલોમાં વિષયનું વૈવિધ્ય પણ ખરું, હા, એમાં નારીહૃદયની સંવેદનાઓ વિશેષ છે. છતાં, એમની ગઝલોમાં સ્ત્રીહૃદયની કેવળ પોચટતા નથી. પ્રણય,

પ્રકૃતિ, ચિંતન, પ્રભુ આદિ વિષયોની માવજત એમની ગઝલોમાં સુપેરે ઝિલાઈ છે. ઘણી વખત કોઈને મળવા માટે કારણની જરૂર હોતી નથી. બસ મળવું જોઈએ એવો સૂર જુઓ એમના આ શે’રમાં સુપેરે પ્રગટે છે.ઃ “અકારણ - સકારણ મળીએ, ચાલો ને,

ભીતરથી ભીતરમાં સરીએ ચલોને,”

તો, આ ગઝલકારા પ્રેમ અને ઘૃણાને સામસામે મૂકીને તેઓ તગઝઝૂલને બરાબર તાકે છે. જુઓ .

“હું જ મારામાં નથી તો શું થયું?

બિંબ મારું આંખથી તુજ જોઉં છું.”

ગઝલ એક એવું સ્વરૂપ છે તેમાં અનુભૂતિની સચ્ચાઈનો રણકો સ્પષ્ટપણે સંભળાતો ન હોય તો એ ગઝલ સારી કવિતા બનતી નથી. કવિતામાં અનુભૂતિ સુખની હોય કે દુઃખની, હર્ષની હોય કે શોકની પણ એમાં સચ્ચાઈ હોવી જોઈએ. કવિતા કલા વિશે ઘણીવાર એવું પણ

કહેવામાં આવે છે કે, તેમાં અંગતતાને સ્થાન નથી. કાલરિજ જેવા

મીમાંસકે તો ‘બિન અંગતતા’નો સિદ્ધાંત આપ્યો છે. પરંતુ સાચા અર્થમાં અંગત સંવેદન વિના કવિતા બને કે કેમ? એ એક મૂંઝવતો પ્રશ્ન છે. એક વાત તો બિલકુલ સાચી છે કે, કવિતામાં આવતું અંગતતત્ત્વ ભાવકને આનંદ આપવા સક્ષમ હોય તો એમાં કોઈ વાંધો હોઈ જ ન શકે! આ ગઝલકાર સુરતમાં આવેલ રેલના સાક્ષી છે. પોતે જોયેલ પૂરની વિનાશકતાને ગઝલમાં રજૂ કરતા આ કવિયિત્રી કહે છે :

“પાંપણનાં બંધ તૂૂટે તો હાથોના ટેકા કરીએ, પણ આ પાળા માનવસર્જિત, વિસ્ફોટથી તોડ્યા!”

પાણી વચ્ચે રહીને પણ પાણી માટે તરસતા સુરતીઓની વેદનાને આ ગઝલકારા અસરકારક રીતે આલેખી શક્યા છે. સુરતી લાલાઓની

ઝિંદાદીલી પણ દાદ માગી લે તેવી છે. આટ-આટલી ખાના ખરાબી પછી

પણ સુરત ગણતરીના દિવસોમાં જે રીતે ઊભું થઈ ગયું તે સાચે જ આશ્ચર્યજનક ગણાવી શકાય. જુઓ આ શે’રમાં સુરતીઓની પડકારને ઝીલવાની તાકાત -

“વિસર્જનને કોઠે પાડી ફિનિક્સ પંખી જેવા, સર્જનનો ઈતિહાસ રચીને, રાખ મહીં પણ ફાલ્યાં.!”

માનવી આખરે તો એક પ્રાણી જ છે. સામાજિક પ્રાણી. ઈશ્વરની સામે તો તે પામર અને લાચાર જ છે. માણસ નિયતિ સામે લડે-ઝઘડે. એની સામે બાથ ભીડે એ ખરો પણ, ‘ધાર્યુ તો ધણીનું જ થાય છે.’ ઈશ્વર જ સાચો તારણહાર છે. ઘણાં બુદ્ધિવાદીઓ ઈશ્વરના અસ્તિત્વ સામે પ્રશ્ન

‘આશાસ્પદ કવિયિત્રી : પ્રજ્ઞાબેન વશી’

ઉઠાવી, પોતાનો તર્ક રજૂ કરી પોતે બુદ્ધિશાળી હોવાના દાવો રજૂ કરે છે. આપણાં દેશમાં શક્ય છે, દરેક વ્યક્તિને સ્વતંત્રતા છે કે, તે પોતાનો મત રજૂ કરી શકે. ઈશ્વર હોવાનો પુરાવો આજ સુધી કોઈને મળ્યો નથી. કારણ કે, એ પ્રયોગશાળામાં પ્રયોગ કરવાનું કોઈ ખનિજદ્રવ્ય નથી. ઈશ્વર અનુભૂતિનો વિષય છે. કોઈ બાળકને એમ પૂછવામાં આવે કે, તું તારી માને કેટલો પ્રેમ કરે છે? બતાવ? તો બાળક એનો જવાબ આપી શકશે નહીં. પ્રેમ અનુભૂતિનો વિષય છે. તેમ, ઈશ્વર પણ અનુભૂતિનો વિષય છે. ‘જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ’, ‘જેવુ અન્ન તેવો ઓડકાર’. જે હૃદય સાથે સંકળાયેલા ભાવો છે તેના મૂળ શોધવા જનારને નિરાશા જ હાથ મળશે. પ્રજ્ઞાબહેન આસ્થાવાદી છે. એ ઈશ્વરના રૂપને સ્વીકારે છે.

આથી જ કહે છે :

“જ્યારે ઈશ્વર હાથ હેઠા મૂકતો

માનવ લાચાર થૈ ને લડખડે”

‘ડુંગર દૂરથી રળિયામણા’ કહેવત ઘણી સાર્થક છે. માણસ એક એવું પ્રાણી છે કે જે વારંવાર પોતાનો ચહેરો બદલતો રહે છે. માણસને પામવો ઘણો અઘરો છે. દૂરથી જે રૂડું-રૂપાળું લાગે એ નિકટથી જોતાં કદાચ કદરૂપુ પણ હોઈ શકે. આ ગઝલકારા જિંદગીના સત્યને જાણે છે તેનો આવિર્ભાવ આ શે’રમાં સહજ રીતે પ્રગટે છે :

“ઓળખ્યાનો કર નહીં દાવો હવે, કોણ? કોણ? ક્યાં પરખતું હોય છે?”

પ્રજ્ઞાબહેનની ગઝલોમાં મને જે વિશેષ સ્પર્શે છે તે છે એમની ગઝલોમાં

આવતું સાદુ-સીધું કથન. માણસ માણસ ક્યાં સુધી ખંજરોનો નાગોનાચ ચલાવશે? ક્યાં સુધી રાવણવૃત્તિને પંપાળશે? ક્યાં સુધી અહમ્‌ ‘હું’ વાદને પંપાળશે? આ ગઝલકારા તો આવી નફરતરૂપી સોગાતોને ધુત્કારી

મનાવીને માનવી બનવા પ્રેરે છે. માણસે જો જગતનો સર્વનાશ રોકવો હશે તો એમણે સાચો માનવી બનવું પડશે. માનવી બનવા માટે તેણે પ્રેમ અને શાંતિનો માર્ગ જ અપનાવવો પડશે. ‘હવે’ ગઝલમાં પ્રજ્ઞાબહેને કંઈક આવો જ ધ્વનિ પ્રગટાવતા કહે છે :

“છે હજી અવકાશ શાંતિ-પ્રેમનો

ઘાતકી ઉન્માદ સંકેલો હવે.”

વેર-ઝેરની વૃત્તિ માણસને પાંગળો બનાવી દે છે. ઈર્ષા અને અસૂયાવૃત્તિને કારણે માણસાઈનું હીર હરાઈ ગયું છે ત્યારે માણસે મીઠાશ થઈને ઓગળવું જ રહ્યું ને ખારાશ થઈને વહેવું પડશે. પ્રેમના પંથે પીગળી જવાની ખેવના એમના આ શે’રમાં સલૂકાઈથી પ્રગટી આવે છે.

“વેર-ઈર્ષ્યાનો હિમાળો ના નડે,

પ્રેમ હો તો પ્રેમથી હું પીગળું”

જીવનની ગતિ તો ન્યારી છે. એ જ સ્તો છે - ખુદાની કમાલ. આજનો માણસ ટેકનોલોજીનો વિકાસ કરીને મોટો બણગાફૂંક બની ગયો છે. લાખો વરસની શોધયાત્રા પછી પણ આજે એ બ્રહ્માંડનો એક ટકો જાણકારી પણ મેળવી શક્યો નથી ને છતાં મોટો જાણતલ બની ગયાના વહેમમાં ફર્યા કરે છે. અરે, બ્રહ્માંડની તો ઠીક પોતાની પાસે ખુદની પણ વિશેષ જાણકારી નથી એ બ્રહ્માંડને, એના રહસ્યને શું જાણી શકવાનો?

‘આશાસ્પદ કવિયિત્રી : પ્રજ્ઞાબેન વશી’

“કૈં જ સમજાશે નહીં” ગઝલમાં આવો જ કંઈક ભાવ પ્રગટાવતા

પ્રજ્ઞાબહેન કહે છે :

“કરી જાદુગરી એ હાથથી છટકી જશેને કૈં જ સમજાશે નહીં, સજા કૈં આકરી એ હાથથી છટકી જશે ને કૈં સમજાશે નહીં.”

ગઝલ સાહિત્ય સ્વરૂપ જેટલું સરળ લાગે એટલું સરળ નથી. ગઝલકારે પોતાના વિચારતંતુઓને એક જ સેરમાં પરોવવાના હોય છે. ક્યાંક પ્રથમ પંક્તિમાં વિધાન કરી બીજી પંક્તિમાં એ વિચારતંતુને દલીલો- તર્ક દ્વારા એનું ખંડન કે મંડન કરવાનું હોય છે. તેમાં દલીલ પ્રબળ હોવી જોઈએ. એ સમર્થનની હોય કે પછી એના વિચ્છેદનની એમાં ગઝલકારની

પ્રતિભા ઝળકે છે. ગઝલના પ્રત્યેક શે’ર જુદાં જુદાં હોવા છતાં તેમાં વિષય-વિચારતત્ત્વનું નૈકટ્‌્ય અનિવાર્ય છે. ગઝલકારે તો પ્રત્યેક શે’ર દ્વારા અનોખું કવિકર્મ દાખવવાનું હોય છે. ગઝલકાર પોતાના કવિકર્મ દ્વારા જે રૂપનિર્માણ સ્પષ્ટપણે પ્રગટતું નથી, શ્રી બકુલેશ દેસાઈ આ અંગે

નોંધે છેઃ

“આ ગઝલકારા ગઝલના ભાવ પક્ષે તો ઠીક ઠીક સમૃદ્ધ છે પરંતુ બંધારણ તેમજ માળખાગત વૈશિષ્ટથી તેમણે વધુ સજ્જ થવાનું બાકી છે. કાફિયા તેના ચયન સંબંધે અને તેમનું યથાયોગ્ય નિર્વહન કરવા તેમણે વધુ સૂઝ દાખવવી ઘટે.”

આમ છતાં, પ્રજ્ઞાબહેનનું કવિત્વ સાવ નબળું પણ નથી. એમાં એક સારા કવિ થવાની પ્રતિભા તો અવશ્ય છે જ. શ્રી રવીન્દ્ર

પારેખ એમને આવરતા નોંધે છે :

“ગીત, કૃતિ, પ્રકૃતિ, સંસ્કૃતિ, સ્ત્રી, સૃષ્ટિ, વૃષ્ટિ, દૃષ્ટિનું અપારવૈવિધ્ય ગીત, ગઝલ, અછાંદસ, હાઈકુ જેવા પ્રકારોમાં જે વ્યાપ સાથે જણાય છે તે, જે દિવસે ઊંચાઈ અને ઊંડાણ પણ સિદ્ધ કરશે તેવી આશા બંધાવે છે.”

“પિકનિક પર્વ” એમનો બાળકાવ્યસંગ્રહ છે. પ્રજ્ઞાબહેનને અહીં વિષયની ખોટ નડી નથી. વળી હાઈસ્કૂલમાં એક શિક્ષિકા હોવાના નાતે પણ બાળસહજ વૃત્તિ-પ્રવૃત્તિ અને સંવેદનોને એમણે નિકટથી નિહાળ્યા છે. ‘શ્વાસ સજાવી બેઠા’ જેવા સંગ્રહમાં પણ કેટલીક બાળગીતની રચનાઓ ધ્યાનાર્હ બની છે. “ભાર વગરનું ભણતર” એક સુંદર બાળગીતરચના છે. આજે શિક્ષણ ભારે થઈ ગયું છે. (ચોપડા-નોટબૂકના વજન અને તગડી ફી વગેરેને કારણે પણ.) પુસ્તકોના ભાર વહન કરતા બાળકોને જોતા આપણા મુખમાંથી અરેરાટી નીકળી જાય એવી આજની આપણી શિક્ષણપદ્ધતિ અને કેટલીક વખત વાલીઓની પણ ઘેલશાને કારણે બાળકની સ્થિતિ દયનીય બની જતી હોય છે. એમાંયે આજે તો વિદેશી

ભાષાના મોહને કારણે તો બાળકની નીંદર જ હરામ થઈ ગઈ છે. એમની રમતના ડબ્બા ગૂલ થઈ ગયા છે. આ ગીતમાં આ કવિયિત્રીએ બાળહૃદયને વાચા આપી છે :

“ભાર વગરનું ભણતર ભણવા ચાલ્યા ભોલુરામ

કાંધે બોરી બિસ્તર મણનાં ઊંઘ કરે હરામ!

‘આશાસ્પદ કવિયિત્રી : પ્રજ્ઞાબેન વશી’

દાદા કહે કે સંસ્કૃત, ઊર્દૂ મૂળરૂપ કહેવાય, હિન્દુસ્તાની ના શીખે તો પણ ના સ્હેવાય ડેડી કહે ગ્લોબલ બનવા ઈંગ્લિશમાં તું સ્પીક ને શિક્ષણનાં આકા કહે કે ચારે ભાષા શીખ ચારે ભાષા ભણતા ભણતા ભાંગી ગઈ છે હામ

ભોલુરામની ગુજરાતીની છૂટી સાવ લગામ

ભાર વગરનું ભણતર...”

આ ગીત ‘પિકનિક પર્વ’ કાવ્યસંગ્રહમાં પણ સમાવાયું છે.

બાળકાવ્યો લખવા જેટલા સરળ છે એટલા જ મુશ્કેલ પણ. બાલ્યાવસ્થા વટાવીને યુવાવસ્થાને પછી વૃદ્ધાવસ્થાએ પહોંચેલા વ્યક્તિના અનુભવો, જિંદગીની ગતિવિધિઓ ઘણીખરી બદલાઈ ગઈ હોય છે. વળી જમાનો પણ બદલાયો હોય તેથી બદલાતા જમાનાનું બાળક પણ થોડું જુદું પડવાનું. મોટી ઉમરે બાળકાવ્યો લખવા અશક્ય તો નથી પણ મુશ્કેલ અવશ્ય છે. બાળકાવ્ય લખનારા કવિએ તો તલવારની ધાર પર ચાલવા જેવું છે. બાળકોને ગમે તેવા, બાળકો ગણગણી શકે એવા કાવ્યો લખવાનું કામ પ્રજ્ઞાબહેને કર્યું છે. એક વાત તો ખરી કે, પ્રજ્ઞાબહેન બાલ્યકાળ વટાવીને આવેલા તાજા તરુણોને ભણાવે છે, જે હજુ બાળપણ ભૂલ્યા નથી. જે હજુ પણ નાના બાળકો જેવી કેટલીક હરકત, રમત અનાયાસે કરી બેસે છે. બાળગીતોમાં બાળકોને બાંધી રાખે-જકડી રાખે એવો સરળ

ભાવ આવવો અનિવાર્ય છે. બાળકોને જ્ઞાન-ઉપદેશ ગમતા નથી છતાં,

ઘણાં કવિઓ બાળકને જ્ઞાનની ગોળી સરળતાથી પીવડાવી દે છે. પ્રજ્ઞાબહેન

બાળકને જાણે ઉપદેશ આપતા કહે છે :

“ચોકલેટ ખા ખા કરતો રહેતો

દાંત સડ્યેથી નાખે રાડું.”

બાળગીતોમાં બાળસહજ શબ્દભંડોળ, તેની સમજમાં આવતી

ભાષા, અચરજ પમાડે તેવો ભાવ, ધીંગામસ્તી કરવા પ્રેરે એવો લય આદિ આવવા અનિવાર્ય છે. બાળકની દુનિયા જુદી છે, એના ભીતરના રંગ પણ જુદાં છે. ને એમની કલ્પનાઓ પણ અલગ છે. એને રાજકુમાર, રાજકુમારી, ઢીંગલા-ઢીંગલી, સોનપરી, જાદુઈ દુનિયા વગેરે ગમે છે. બાળકને ચોપડીમાં માથું ઘાલીને બેસી રહેવાને બદલે અબ્બો-ડબ્બો, આંબલી-પીપળી, ફેરફૂદરડી, ઢીંગલા-ઢીંગલીના લગ્ન જેવી રમતો ગમે છે. બાળકને મમ્મી-પપ્પાના જ્ઞાન ઉપદેશ ગમતા નથી. આ ગીતમાં

પ્રજ્ઞાબહેન બાળમાનસને આલેખતા કહે છે :

“પપ્પા થોડાં વાંકા વળજો, ઘોડો ઘોડો રમીએ,

મમ્મી થોડી વાંકી વળજે, ઘોડો ઘોડો રમીએ, દાદા જો ડંગોરો આપે દાદા દાદા રમીએ દાદી પણ જો ચશ્માં આપે દાદા દાદી રમીએ.”

બાળગીતો ભારજલ્લાં તો ન જ હોવા જોઈએ. બાળગીતોમાં બાળકોની ફરિયાદ પણ વિષય બનીને આવે છે. તેને શું ગમે? અને શું નથી ગમતું તેની વાતો સહજતાથી પ્રગટતી હોય તો બાળક અવશ્ય ઝૂમી ઊઠે જુઓ

‘કિટ્ટા’ ગીતમાં બાળસહજ ફરિયાદ :

‘આશાસ્પદ કવિયિત્રી : પ્રજ્ઞાબેન વશી’

“મારું જે નહિ માને ચોકલેટ પણ ન આપે એવી જિદ્દી મમ્મી! તારી સાથે કિટ્ટા રોજ રોજ હરાવે ધારેલું જ કરાવે એવા જિદ્દી પપ્પા તમારી સાથે કિટ્ટા”

‘પિકનિક પર્વ’નાં બાળગીતોમાં ભલે એવી જાદુઈસૃષ્ટિની કવિતા નથી છતાં, બાળકોને ગમે તેવી રચનાઓ તો છે જ. ક્યાંક ક્યાંક ભારેખમ શબ્દોનો બોજ બાળકોએ ખમવો પડે છે. છતાં બાળકો ગમે તેવી સૃૃષ્ટિ

પ્રજ્ઞાબહેન આ સંગ્રહમાં સર્જી શક્યાં છે. મારી બે નાની દીકરીઓ ‘પિકનિક પર્વ’ ની ઘણી પંક્તિઓ ગણગણે એ પ્રજ્ઞાબહેનની બાળકવિ તરીકેની જ સફળતા લેખાશે.

પ્રજ્ઞાબહેન વશીએ એક સાથે ત્રણ કાવ્યસંગ્રહો આપીને ગુજરાતી કવિતામાં પ્રવેશ કર્યો છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. આશા રાખીએ હજુએ સુંદર સાહિત્યસર્જન આ કવિયિત્રી પાસેથી પ્રાપ્ત થાઓ.