Youth World - Ank 6 books and stories free download online pdf in Gujarati

યુથ વર્લ્ડ અંક-૬

ધ્રુજવતો બંગલો

ભાગ :- 6

(અગાઉના પ્રકરણમાં આપણે જોયુ કે કશયપે મયુર, વિનય, સમીર, સોનાક્ષી, વૃંદા અને દિવ્યાએ ચાર મિત્રોને બરોડા પાસે આવેલા જંગલમાં રહેલા ભુત બંગલામાં એક રાત રોકાવાની શરત લગાવી હતી જયાં રાત્રે કોઇ જીવતુ રહી શકતુ ન હતુ અને શરત પુરી કરવા બધા મિત્રો વડોદરા પહોંચી ગયા હવે શુ થશે તે આગળ વાંચો)

“હાશ બરોડા પહોંચી ગયા. મયુર હવે જલ્દી હોટેલ જઇએ. મને તો બસમા ઉંઘ જ નથી આવી આખી રાત.” દિવ્યાએ કહ્યુ. “કેમ શું થયુ હતુ દિવ્યા? રાત્રે સપનામાં ભુત મહારાજના દર્શન થઇ ગયા હતા કે શું? વિનયે મજાક કરતા કહ્યુ. “અરે ના એવુ કાંઇ નથી પણ બસમા મને ઉંઘ જ બહુ ન આવે તો જરા થાકી ગઇ છું” દિવ્યાએ કહ્યુ. “હા યાર ચાલો હોટેલ. આખી રાત આ ભારેખમ સાડી પહેરી છે તો હું પણ કંટાળી ગઇ છું. આ દિવ્યાના મમ્મીને મનાવવામા બહુ મહેનત કરવી પડી છે.” સોનાક્ષીએ કહ્યુ. બધા સોનાક્ષીની વાત સાંભળી હસી પડયા. બધા રીક્ષામા બેસી હોટેલ પહોંચે છે અને તેણે અગાઉથી બુક કરાવેલા રૂમમા ચેક ઇન કરે છે. રાત્રીના બસમા મુસાફરીના કારણે બધા થાકી ગયા હતા એટલે આરામ કરી સાંજે નીકળવાનુ નક્કી કર્યુ. કશ્યપે બધાના મોબાઇલ પર બંગલાનુ પરફેક્ટ લોકેશન અને ત્યાં કેવી રીતે પહોંચવુ તે મોકલી આપ્યુ હતુ. સાથે સાથે નીકળતા પહેલા કશ્યપ સાથે એવુ નક્કી થયુ હતુ કે દરરોજ સવારે આ લોકોએ તેને મેસેજ કરી દેવાનો કે તેઓ બધા સુરક્ષીત છે અને તેમને કોઇ ખતરો નથી અને જરા પણ ખતરો કે મુશીબત જેવુ લાગે તો કશ્યપને જાણ કરી દેવાની જેથી તે સુરક્ષા ટીમ સાથે આ લોકોની મદદે આવી શકે. કશ્યપે ટીમને મદદની વાત કરી તો દીધી પણ તે ઇર્ષાળુ હતો અને તે ઇચ્છતો હતો કે આ સમગ્ર ટીમ હેરાન થાય. તેથી જાણી જોઇને તેઓને આ રીતે વાત કરી હતી, કશ્યપ જાણતો હતો કે ટીમનો કોઇ પણ મેમ્બર તેની હેલ્પ લેશે તો તેમનો અહમ ઘવાશે અને તેઓ પોતાના વટ ખાતર કશ્ય્પની હેલ્પ તો ક્યારેય પણ નહી માંગે અને સાચે બન્યુ પણ એવુ જ. બરોડા હોટેલ પર પહોંચી ગયા બાદ મયુરે કહ્યુ , “વિનય મારા ફોનમા તો બેટરી નથી, તારા ફોનમા બેટરી હોય તો જરા પહેલા ચંબુને ફોન કરી દે કે આપણે બધા અહી પહોંચી ગયા છીએ અને સાંજ પડ્યે જંગલના બંગલે પહોંચી જશુ. “એ સાલાને ફોન કરવાની શું જરૂર છે? એક વીક બાદ સીધા કોલેજમા જશુ તેની પાસે પાર્ટી લેવા માટે” સમીરે કહ્યુ. “કરવા દે ને ફોન યાર. તેને પણ ખબર પડે ને કે તેની વાતમા કોઇ દમ નથી અને આપણે બધા અહી મસ્ત એન્જોય કરી રહ્યા છીએ.” દિવ્યાએ કહ્યુ.

“ઓ.કે. હુ ફોન કરુ છું. તમે લોકો આરામ કરો. આપણે સાંજ પડ્યે ત્યાં બંગલે જવા નીકળશું.” વિનય ફોન કરવા બહાર નીકળ્યો અને ગર્લ્સ તેના રૂમમા જતી રહી. બે રૂમ એક વીક માટે જ બુક કરાવ્યા હતા. તેઓએ નક્કી કર્યુ હતુ કે બે ચાર દિવસ બંગલે રહ્યા બાદ બરોડા પરત આવી મસ્ત ટ્રીપ એન્જોય કરશે. રૂમમા એક ડબલ બેડ અને એક એક સિંગલ બેડ હતો અને સોફા પણ હતા. વિનય અને મયુર બન્ને ડબલ બેડ પર સુતા અને સમીર સોફા પર જરા આડો પડ્યો. થોડી વારમા જ વિનય અને મયુર તો થાકને કારણે સુઇ ગયા. સમીરને તો ઉંઘ આવતી ન હતી તો તેણે સોનાક્ષીને મેસેજ કર્યો કે તે બહાર આવે. બન્નેએ રાત્રે બસમા જ નક્કી કરી લીધુ હતુ કે બસમા તેઓ આરામ કરશે અને હોટેલ પહોંચી બધા સુઇ ગયા બાદ બન્ને બહાર મળશે. સોનાક્ષીએ મેસેજ વાંચ્યા બાદ ઓ.કે. નો રીપ્લાય આપી બહાર આવી ત્યાં સામે જ રૂમની બહાર ઉભો સમીર તેની રાહ જોઇ રહ્યો હતો. તેઓ બન્ને એકબીજાને જોઇ હસી પડ્યા કેમ કે બન્ને ઉત્સાહમાં બહાર તો આવી ગયા પણ બન્નેની હાલત જોઇ લાગતુ હતુ કે બે માંથી એકે પણ બ્રશ પણ કર્યુ નથી અને નહાયા પણ નથી અને વીખરાયેલા વાળ સાથે બન્ને એકબીજાને મળવા બહાર દોડી આવ્યા. બન્ને ફરી રૂમમા જઇ ફ્રેશ થઇ બહાર આવ્યા અને નીચે હોટેલમા જઇ કોફી અને નાસ્તો મંગાવ્યા. “આ બધા ઉંઘણશીઓ તો બપોર સુધી ઉંઘતા જ રહેવાના છે તો ચાલને આપણે બન્ને ક્યાંક બહાર ફરવા જઇએ.” સમીરે કહ્યુ. “ના યાર થાકી જઇશુ. વળી રાત્રે પેલા બંગલે પણ પહોંચવાનુ છે અને કોઇ જાગી જશે અને આપણને નહી જુએ તો ફોન કરશે. એક કામ કર આપણે નાસ્તો કરી બાદમા હોટેલમાં પાછળ આવેલા બગિચામા બેસીએ." સોનાક્ષીએ કહ્યુ. “ગુડ આઇડિયા જાનુ. ફરવા તો બધા ફ્રેન્ડ્સ સાથે જવાનુ જ છે તારી સાથે તો મારે નિરાંતે બેસીને મન ભરીને વાતો કરવી છે.” સમીરે કહ્યુ. “થેન્ક્સ આપણે આવો ગોલ્ડન ટાઇમ મળ્યો છે તો મન ભરીને તેને માણીએ ફરી આવો સમય મળશે કે નહી તેની કાંઇ ખબર જ નથી. તેના કરતા આ સમયનો આપણે સદુપયોગ કરીએ.” સોનાક્ષીએ કહ્યુ. “તુ વિશ્વાસ રાખ, આપણે તો લાઇફ ટાઇમ સાથે જ રહેવાનુ છે.” સમીરે કહ્યુ. “યા ડીઅર, આઇ વીશ કે આમ જ બને.” સોનાક્ષીએ કહ્યુ. બન્ને નાસ્તો કરી પાછળ આવેલા પાર્કમા ગયા. પહેલી વખત બન્ને એકબીજાના હાથ પકડી તેઓ પાર્કમા નીકળ્યા. થોડીવાર વાતો કરી ત્યાં સોનાક્ષીનો ફોન વાગ્યો. ફોન રીસીવ કરતા જ વૃંદા બોલી , “ક્યાં છે સોનાક્ષી યાર તું? અમે તો તને શોધી રહ્યા છીએ. આર યુ ઓલ રાઇટ?” “યા આઇ એમ ઓલ રાઇટ. બસ હું રૂમમા જ આવુ છું. ઉંઘ આવતી ન હતી તો જરા બહાર આવી હતી.” સોનાક્ષીએ કહ્યુ. “યા આવી જા. અમે જાગી ગયા છીએ. એન્ડ બાઇ ધ વે મયુરે કહ્યુ કે સમીર પણ રૂમમા નથી. એ તારી સાથે છે કે શું?” વૃંદાએ પુછ્યુ. “હા, તે પણ મને અહી નીચે મળી ગયો હતો. કોફી પીતો હતો તેણે મને આગ્રહ કરી બેસવા કહ્યુ. અમે બન્ને આવીએ જ છીએ.” સોનાક્ષીએ કહ્યુ. “યુ બોથ આર વેરી નૉટી, બન્ને એકલતાનો મોકો શોધી જ લો છો. મને ખબર જ હતી કે તમે બન્ને સાથે જ હશો.” વૃંદાએ ધીરેથી કહ્યુ “બસ કર ચાપલી, હું આવુ જ છું” સોનાક્ષીએ હસતા હસતા ફોન કટ કર્યો આટલી વારમા બધા ઉઠી ગયા. આપણે સાથે રહેવાનો ચાન્સ પણ ન મળ્યો.” સોનાક્ષીએ ઉદાસ સ્વરે કહ્યુ. “આટલી વાર નથી થઇ મેડમ જરા ઘડિયાળમાં જુઓ અગિયાર વાગી ચુક્યા છે.” સમીરે હસતા હસતા કહ્યુ. “તારી સાથે સમયનું ક્યાં ભાન રહે છે મને? આઇ લવ યુ સો મચ સમીર” કહેતા સોનાક્ષીએ સમીરને ગાલ પર ચુંબન કર્યુ અને સમીરનો હાથ પકડી તેને ઉભો કરવા લાગી. સોનાક્ષીના ઓચિંતા ચુંબનથી સમીરને સુખદ આશ્ચર્ય થયુ. તે હોટેલ જવા માટે ઉભો તો થયો પણ જવા માટે તેનુ મન જરા પણ માનતુ ન હતુ. “ચાલ હવે ફટાફટ, બધા રાહ જોતા હશે.” સોનાક્ષીએ તેનો હાથ ખેચ્યો. “તારો સાથ છોડવાનુ મન જરા પણ થતુ નથી.” સમીરે કહ્યુ.

“જવુ તો પડશે જ. હજુ તો એક વીક સાથે જ રહેવાનુ છે આપણે જાનુ." સોનાક્ષીએ કહ્યુ અને બન્ને હોટેલ રૂમ તરફ જવા નીકળ્યા. બન્ને પોતપોતાના રૂમમા ગયા. ગર્લ્સ તો તૈયાર થતી હતી. આ બાજુ બોયઝ રેડી થઇ ગયા હતા ત્યાં સમીર રૂમમા આવ્યો ત્યાં મયુરે કોમેન્ટ મારી , “શું સમીર ક્યાં ચાલ્યો ગયો હતો?” “અરે યાર નીચે ગયો હતો કોફી પીવા માટે. તમે બન્ને ઉંઘતા હતા તો એકલો જતો રહ્યો.” સમીરે જવાબ આપ્યો. “ગયો હતો એકલો અને આવ્યા તમે બન્ને સાથે, એ કાંઇ સમજાયુ નહી મને.” વિનયે કહ્યુ. “અરે યાર અમે બન્ને જસ્ટ અચાનક જ ભેગા થઇ ગયા તો મે સોનાક્ષીને કોફી પીવા બોલાવી હતી.” સમીરે જવાબ આપ્યો. “અરે મે ક્યાં સોનાક્ષીની વાત કરી? મને તો ખબર પણ નથી કે સોનાક્ષી તારી સાથે હતી.” મયુરે હસવા લાગ્યો. “હવે મજાક બંધ કર અને તારુ કામ કર ચાલ. હું રેડી થઇ જાંઉ છુ." સમીરે કહ્યુ અને બાથરૂમમા જતો રહ્યો. “તમે લોકો ફટાફટ રેડી થઇ નીચે આવજો. અમે લંચ માટે ઓર્ડર આપીએ છીએ. દસ મિનિટમા નીચે આવી જાઓ.” મયુરે ગર્લ્સના રૂમને નોક કરતા કહ્યુ. “ઓ.કે. અમે આવીએ છીએ, તમે જાઓ.” દિવ્યાએ જવાબ આપ્યો. વિનય મયુર અને સમીર નીચે જઇ લંચનો ઓર્ડર આપ્યો. ગર્લ્સ આવી ત્યાં સુધીમા લંચ પણ આવી ગયુ. “હે ગાઇઝ, જંગલમા જવાનુ શું નક્કી કર્યુ છે?” વૃંદાએ પુછ્યુ. “રહેવા દો ને જંગલમા જવાનુ. બરોડા આવ્યા છીએ તો અહી હરીએ ફરીએ અને મોજ કરીએ. પેલા ચંબુને ક્યાં ખબર પડવાની છે?” મયુરે કહ્યુ. “અરે યાર, હવે આવ્યા છીએ તો ચેલેન્જ પુરી કરી જ લઇએ.” સમીરે કહ્યુ.

શુ થશે જંગલમાં જઇને? ત્યા ખરેખર કોઇ ભુત પ્રેત છે કે કશ્યપે તેની ઇર્ષા માટે કોઇ જાળ બિછાવી છે? જાણવા માટે વાંચતા રહો “ધ્રુજવતો બંગલો” અને તમારા અભિપ્રાય જણાવતા રહેજો.

GOKANI BHAVISHABEN R.

વધુ આવતા અંકે..........