Youth World - Ank 2 - Part - 1 books and stories free download online pdf in Gujarati

યુથ વર્લ્ડ : અંક ૨ ભાગ ૧

અંક – ૨

ભાગ – ૧

ઓલનાઇન ગુજરાતી મેગેઝિન

Fb.com/YouthWorldOnline

આજનું મોતી

केवल वो लोग जो कुछ भी नहीं बनने के लिए तैयार हैं प्रेम कर सकते हैं.~ ઓશો ~

યુથ વર્લ્ડ વિશે

યુથવર્લ્ડની શરૂઆત ફેસબુક પેજ સ્વરૂપે થઇ હતી. પરંતુ જેમ જેમ વાંચકોનો સારો પ્રતિસાદ મળતો ગયો એમ એમ યુથ વર્લ્ડે વધારેને વધારે નવનીત પીરસવાનો પ્રયત્ન કર્યો. ફેસબુક પેજથી યુથવવર્લ્ડ GujjuWorld.net વેબસાઇટ પર આવ્યુ.

યૂથ વર્લ્ડ એ એવુ મેગેઝિન છે, જેમાં બધા યુવા લેખકો જોડાયેલા છે, જેમાં લગભગ બધા વિષયો સમાવી લીધા છે. વાચકોને દરેક અઠવાડિયે તરોતાજા અને નવીન રસપ્રદ આર્ટિકલ્સ પીરસવામાં આવશે. તમારા જ્ઞાનમાં વધારો કરશે અને અનેક વિધ માહિતી પૂરી પાડશે. યુથવર્લ્ડનો ગોલ હંમેશા વાંચકોને કંઇક નવુ અને અલગ પીરસવાનો રહ્યો છે. વધારે અને વધારે વાંચકો સુધી પહોંચવુ અને એમને કંઇક નવુ આપવુ એ યુથ વર્લ્ડનું ધ્યેય છે.


અનુક્રમણિકા

૧. હેવ અ સ્માઇલ

૨. ક્રાઇમ ફાઇલ્સ – પ્રવિણ પિઠડીયા

૩. કુદરતનો ઓટલો – મેહુલ સોની

૪. ભલે પધાર્યા – વિહિત ભટ્ટ

૫. વાર્તા વિશ્વ – ભાવિશા ગોકાણી

૬. ફિલ્મી કીડા – રવિ રાજ્યગુરૂ

૭. વર્લ્ડ સાયન્સ – હિરેન કવાડ


૧. હેવ અ સ્માઇલ

एक टी.वी. पत्रकार एक
किसान का इंटरव्यू
ले रहा था…
पत्रकार : आप बकरे को
क्या खिलाते हैं…??

किसान : काले को या
सफ़ेद को…??

पत्रकार : सफ़ेद को..

किसान : घाँस..

पत्रकार : और काले को.??

किसान : उसे भी घाँस..

पत्रकार : आप इन बकरों
को बांधते कहाँ हो.??

किसान : काले को या
सफ़ेद को…??

पत्रकार : सफ़ेद को..

किसान : बाहर के कमरे में..

पत्रकार : और काले को…??

किसान : उसे भी बाहर
के कमरे में…

पत्रकार : और इन्हें नहलाते
कैसे हो…??

किसान : किसे काले को
या सफ़ेद को…??

पत्रकार : काले को..

किसान : जी पानी से..

पत्रकार : और सफ़ेद को.??

किसान : जी उसे भी पानी से..

पत्रकार का गुस्सा सातवें
आसमान पर,
बोला : कमीने ! जब दोनों
के साथ सब कुछ एक
जैसा करता है, तो मुझसे
बार-बार क्यों पूछता है..
काला या सफ़ेद…????

किसान : क्योंकि काला
बकरा मेरा है…

पत्रकार : और सफ़ेद बकरा??

किसान : वो भी मेरा है…

पत्रकार बेहोश…
होश आने पे किसान बोला
अब पता चला कमीने
जब तुम एक ही news
को सारा दिन घुमा फिरा
के दिखाते हो हम भी
ऐसे ही दुखी होते है।


૨. ક્રાઇમ ફાઇલ્સ – પ્રવીણ પિઠડીયા

રોબરી - પ્રકરણ-૨

( આગળનાં પ્રકરણમાં વાંચ્યુઃ- એચ.એફ.સી.બેન્કની વાન છ પેટી જેટલી માતબાર કેશ લઇને એ.ટી.એમ.સેન્ટરમાં કેશ જમાં કરવા નીકળે છે. સોલા એ.ટી.એમ.માં કેશ ડીપોઝીટ કર્યા બાદ અચાનક તે વાન ગુમ થઇ જાય છે....હવે આગળ....)

એચ.એફ.સી.બેંન્કનાં મેનેજર રાજન શેટ્ટીને ઘડીભર કંઇ ગતાગમ પડી નહિં કે તેણે શું કરવુ જોઇએ. આટલા વર્ષની તેની નોકરીમાં આવી પરિસ્થિતિનો સામનો તેણે કયારેય કર્યો નહોતો. પહેલા તો તેને એવુ જ લાગ્યુ હતુ કે કદાચ વાન ટ્રાફીકમાં અટવાઇ હશે એટલે મંગલતીર્થ એ.ટી.એમ. સુધી પહોંચતા વાર લાગી હશે....પરંતુ અડધો કલાક વીતવા છતા અને ઘણા બધા ફોન કોલ્સ કરવા છતા જ્યારે તેને એ વાનના કોઇજ સગડ મળ્યા નહી ત્યારે તેણે આ ઘટનાની જાણ પોલીસને કરવી ઉચીત લાગી.

તેના મનમાં પહેલુ નામ ઉભર્યુ રોહિત શેખડાનું. તે તેનો મિત્ર હતો અને આ બેંન્કનો કસ્ટમર પણ....અને એથી પણ મહત્વની વાત એ હતી કે રોહિત શેખડા અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં ઇન્સ્પેક્ટર તરીકે ડ્યૂટી બજાવતો હતો.

“ હલ્લો રોહિત....હું રાજન શેટ્ટી ” તેણે ફોનમાં કહયુ. તેણે વધુ ઓળખાણ આપવાની જરૂર નહોતી કારણ કે તેઓ એક-બીજાને બહુ સારી રીતે જાણતા-ઓળખતા હતા.

“ હાં બોલને રાજન....કેમ અચાનક મારી યાદ આવી....?” રોહિતે સીધો જ પ્રશ્ન પુછયો. તેને એટલો તો ખ્યાલ હતો જ કે સાવ અમથા રાજને તેની ખબર-અંતર પુછવા ફોન કર્યો ન હોય.

“ યાર....ભારે ગરબડ થઇ ગઇ છે.” ધડકતા હ્રદયે રાજને કહયુ.

“ ગરબડ ! શેની ગરબડ?”

“ અમારી બેન્કની કેશ લઇને ગયેલી વાન ગુમ થઇ ગઇ છે યાર.... છેલ્લા કલાકથી તેનો કોઇ પત્તો નથી....”

“ શું વાત કરે છે....? કયારે બન્યુ આ...? તું વીગતે જણાવ...” અને રાજને શેખડાને બધુ જણાવી દીધુ.

“ ઓ.કે....હું આવુ છું....” શેખડાએ ફોન મુક્યો અને જીપ તૈયાર કરાવી. રાજન શેટ્ટીએ તેને જે કહયુ એ ઉપરથી આ મામલો ઘણો ગંભીર લાગતો હતો. મારતી જીપે તે એચ.એફ.સી.બેન્કની મુખ્ય બ્રાંચે પહોંચ્યો. જીપમાં તે ક્રાઇમ બ્રાંચના બીજા બે અફસરોને પણ સાથે લઇ આવ્યો હતો. બેંકમાં હજુ આ વાત ફેલાઇ નહોતી એટલે બેંકના બીજા કામો રાબેતા મુજબ જ ચાલતા હતા. શેખડા ઝડપથી શેટ્ટીની ઓફીસમાં પહોંચ્યો. રાજન શેટ્ટી તે વખતે ચારેબાજુ ફોન ઘુમડતો હતો. શેખડાને જોતા જ તે ઝડપથી ઉભો થયો.

“ યાર બહુ મોટી આફત ત્રાટકી છે. વાનમાં છ પેટી છલોછલ કેશ ભરેલી હતી. અને હવે તેનો કોઇ જ પત્તો નથી. તું જલ્દીથી કંઇક કર નહીતર મારે આત્મહત્યા કરવી પડશે....” ઉશ્કેરાયેલા શેટ્ટીના સંયમનો બાંધ રોહિત શેખડાને જોતા જ તૂટી પડયો હતો.

“ વાન કોની હતી...? મતલબ કોઇ સિક્યુરીટી એજન્સીની કે બેંકની પોતાની હતી....?” શેખડાએ સમય ગુમાવ્યા વગર તેનું કામ શરૂ કર્યુ.

“ બ્રીક્સ સીક્યુરીટીઝની વાન હતી....”

“ તને કયારે ખબર પડી કે વાન ગુમ થઇ છે....?”

“ મેમનગરનાં મંગલતીર્થ પાર્ટીપ્લોટવાળા એ.ટી.એમ.સેન્ટરના ગાર્ડનો ફોન આવ્યો ત્યારે....”

“ હંમમ્....તે તપાસ કરાવી....? મતલબ કદાચ પંચર પડયુ હોય કે બીજો કોઇ પ્રોબ્લેમ આવ્યો હોય....?”

“ તપાસ કેવી રીતે કરું....? વાન સાથે ગયેલા બંને ગાર્ડના અને વાનના ડ્રાઇવરનો ફોન સતત બંધ જ આવે છે. જો કોઇ પ્રોબ્લેમ હોય તો કમ સે કમ ફોન તો લાગેને....!!! મને ગભરામણ થાય છે રોહિત.... જરૂર કંઇક ઘટના બની છે....” શેટ્ટીએ કહયુ.

“ અચ્છા રાજન....વાનમાં કેટલી કેશ હતી....?”

“ છ ટ્રંક....મતલબ છ કરોડ....”

“ વોટ....?” છ-કરોડ જેટલી માતબાર રકમ સાંભળતા બે-ઘડી તો રોહિત શેખડા પણ ચક્કર ખાઇ ગયો....

( ક્રમશઃ )

પ્રવિણ પીઠડીયા

વોટ્સએપ- ૯૦૯૯૨૭૮૨૭૮

૩. કુદરતનો ઓટલો – મેહુલ સોની

વાત પ્રકૃતિની

કુદરતના સાનિધ્યને માણવું આહલાદક લહાવો છે પરંતુ આજના આધુનિક યુગમાં આપણે અમૂલ્ય વસ્તુને ભુલતા જઈએ છીએ ત્યારે અચૂક મન થાય કે પ્રકૃતિને વારંવાર યાદ કરીને તેની નજીક પહોંચીએ.
લીલાછમ વૃક્ષો,ફોરમ ફેલવતા ફુલો,ખળખળ વહેતી સુંદરતમ નદીઓ,ઘુઘવાટા કરતો દરિયો, જોગંદર જેવા પર્વતો અને પર્વતોમાંથી ઝરમરતા ઝરણાંઓ, કલરવ કરતા પંખીઓ વગેરે પ્રકૃતિના મનભાવન અહેસાસો.
ચાર દિવાલોની વચ્ચે રહી કલ્પનાઓ કરવા કરતા કુદરતના અનમોલ ખજાનાને અવશ્ય માણવો જોઈએ. પ્રકૃતિ કહે છે:'તમે મારું રક્ષણ કરો હું,તમારું રક્ષણ કરીશ'
પરંતુ આપણે સગવડતા માટે પ્રકૃતિમાં રહેલા વૃક્ષોનું જાણે નિકંદન કાઢી રહ્યાં છીએ. પ્રકૃતિના સૌંદર્યનું બીજુ નામ છે પર્યાવરણ જેમાં આહલાદક જળાશયો,લહેરાતા વૃક્ષો,ભીની માટીની મહેકથી મહેકાવી દેતો વરસાદ,જેની લહેરને માણતા રહેવાનું સતત મન થતું રહે તેવા દરિયાના મોજા,એ અડાબીડ જંગલો એ જંગલોમાં રહેતા વન્ય પ્રાણીઓ,વાતાવરણ અને વાયું,અને ઘણું બધું પ્રકૃતિનું સૌંદર્ય બનીને પર્યાવરણ બને છે જેનું રક્ષણ કરવાની આપણી ફરજ છે. પરંતુ માણસ પર્યાવરણને ભુલીને પોતાની સગવડતા માટે ઘણી અમૂલ્ય વસ્તુ ગુમાવતો જાય છે! આજે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે,શારીરીક તેમજ માનસીક અને અર્થતંત્ર પર સમસ્યા પણ પ્રકૃતિના વિરુદ્ધ જવાથી જ વધતી જાય છે.જે દરેક વ્યક્તિ સમજી શકે છે.પર્યાવરણનું જતન કરવું જ જોઈશે જો આપણે આપણી નવી પેઢીને સુરક્ષિત રાખવી હશે તો! જો કે તે માટે પ્રયાસો થઈ રહ્યાં છે.વૃક્ષોના વાવેતર,વનીકરણ જેવા કાર્યક્રમો સરકારે હાથ ધર્યા છે. પરંતુ દરેક વ્યક્તિએ પર્યાવરણના જતન કરવા માટે જવાબદારી લેવી પડશે ત્યારે જ આપણે પ્રકૃતિનું રક્ષણ કરી શકીશું.
વધું પડતા કેમીકલોથી થતા પાક, અયોગ્ય ફળ-ફળાદી વગેરેમાં આપણે ચોકસાઈ કરીને યોગ્ય કરવા માટે દરેકે આગળ આવવું જરુરી બન્યું છે. પ્રકૃતિ હમેંશા એવું જ આપે છે,જેવું આપણે તેને આપીએ છીએ. શુધ્ધ હવા, જળ સપાટીની યોગ્ય જાળવણી,ઓર્ગેનિક ખેતી,કચરામાંથી ખાતર બનાવવું,પ્લાસ્ટીક બેગના બદલે કાગળ કે અન્ય બેગનો ઉપયોગ કરવો, શુધ્ધ હવામાન માટે વાહનો ચાર રસ્તા,ક્રોસીંગ પર કે જરૂરી ના હોય ત્યારે બંધ કરવા.જરૂર પુરતો વાહનોનો ઉપયોગ કરવો. વગેરે ઉપાયો વિચારી શકાય. જ્યારે વૃક્ષો કાપવાની જરૂરીઆત ઉભી થાય તો એક વૃક્ષ કાપીએ ત્યારે જ બે વૃક્ષ વાવી દેવા તેવો આગ્રહ રાખવો તો જ પ્રકૃતિનું રક્ષણ કરી શકીશું પ્રકૃતિ ખૂબ જ પ્રેમાળ છે એ "મા" છે માટે પોતાની માતાને આપણે સ્નેહ નહી કરીએ તો કોણ કરશે? અને પર્યાવરણને બચાવવું આપણી આગવી ફરજ છે!
સમાજમાં પર્યાવરણ માટેની જાગૃતી વધે - લોકો પર્યાવરણના જતનના કાર્યમાં સહકારી થાય તેવા હેતુથી 5 મી જૂનના રોજ "વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે.
વિશ્વમાં પ્રકૃતિના જતન માટેનો પ્રારંભ સૌ પ્રથમ 3જી સદીમાં સમ્રાટે કર્યો હતો.
પ્રકૃતિની મહત્વતાને સ્વીકારતા પ્રકૃતિ સંદર્ભના વન્ય પ્રાણી-જીવજંતુના રક્ષણ અંગેના નિયમો આજેય તેમના શિલાલેખોમાં જોવા મળે છે.પ્રકૃતિ સર્વત્ર છે અને તે માનવ જાતને મબલખ આપે છે.પરંતુ આપણે જ્યારે પ્રકૃતિની સાથે તાલ મેળવીશું ત્યારે પ્રકૃતિ આપણાને ખુશ રાખશે.પર્યાવરણ એટલે પરિ + આવરણ, 'પરિ' એટલે (આસપાસનું ચારે બાજુએ ફરતું)
પર્યાવરણ માટે દરેક લોકોએ જાગૃતિ લાવવી જ રહી. પ્રકૃતિ હમેંશા પોષણ આપે છે, ત્યારે સમય છે પ્રકૃતિની ગોદમાં જઈને પ્રકૃતિને સમજીએ પ્રકૃતિને માણીએ અને પ્રકૃતિનું જતન કરીએ."
પ્રકૃતિ એટલે મા અને મા એટલે મમતા"

-મેહુલ સોનીmo:-
7567537800


૪. ભલે પધાર્યા – વિહિત ભટ્ટ

નમક હરામી

મેં ઘણા લોકો પાસે સાંભળેલું છે કે જો અંગ્રેજો આ દેશમાં ન આવ્યા હોત તો આ દેશમાં કદીય રેલ્વે પરિવહન શરૂ ન થયું હોત. તેમની આ વાત સાંભળીને હું પણ આશ્ચર્યચકિત થઇ જાઉં છું. હું પણ ઘણી વખત વિચારું છું કે અંગ્રેજોના ભારતવર્ષમાં રેલ ચલાવવા પાછળનું મુખ્ય કારણ આ દેશનો વિકાસ કરવું હતું કે પછી કોઈ અન્ય કારણ આના માટે જવાબદાર હતું. ખુબ વિચાર્યા બાદ મને મારી અસમંજસનો ઉત્તર ત્યારે મળ્યો જયારે એક દિવસ હું શ્રી રાજીવ દિક્ષિતના એક વ્યાખ્યાનને સાંભળી રહ્યો હતો. આ વ્યાખ્યાનમાં રાજીવભાઈએ કીધું કે જે સૌથી પહેલી રેલગાડી ભારતવર્ષમાં ચાલી હતી એ મુંબઈથી અમદાવાદની વચ્ચે ચાલી હતી. પ્રાયોગિક રીતે સૌપ્રથમ રેલગાડી ભારતવર્ષમાં ચાલી હતી એ મુંબઈ અને થાણા વચ્ચે ચાલી હતી પરંતુ એકવખત પ્રયોગ સફળ થયા બાદ જે રેલગાડી ચાલતી થઇ એ મુંબઈ અને અમદાવાદ વચ્ચે ચાલતી થઇ હતી. હવે અંગ્રેજોએ આ રેલ્વે પરિવહન શા માટે ચાલુ કર્યો એને જાણવા માટે આપણને ઇતિહાસના ઊંડાણમાં ડોકિયું કરવું પડશે.

ઇસવીસનની સોળમી સદીમાં પશ્ચિમ દિશામાંથી કેટલીક વિદેશી સભ્યતાઓની સાથે બ્રિટન દેશના કહેવાતા બ્રિટીશરોએ પણ ભારતવર્ષની ભૂમિ પર પગ મુક્યો. તેમનો ભારતવર્ષમાં પ્રવેશવાનો મુખ્ય ઉદેશ્ય ભારતીય પ્રજા સાથે વ્યાપારિક સંબંધોને વધુ મજબુત બનાવવાનો હતો અને તેના માટે અંગ્રેજોએ ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ ની સ્થાપના પણ કરી. આ વ્યાપારિક સંબંધોની આડશમાં ખરેખર તો વિદેશી પ્રજા ઈચ્છતી હતી કે પોતાનો માલ ભારતવર્ષના ગામે ગામ વહેચાય અને તેમાંથી તેમને મહતમ લાભ મળે અને આવું કરવા માટે તેઓએ રાજનીતિ અને કુટનીતિ બંનેનો ભલીભાંતિ પ્રયોગ કર્યો.

અંગ્રેજોએ આ મહેચ્છાઓ અને મહત્વકાંક્ષાઓને પરીપૂર્ણ કરવા માટે ભારતીય અર્થવ્યવસ્થાનો ઊંડો અભ્યાસ કર્યો. આ અભ્યાસ બાદ તેઓએ તારણ કાઢ્યું કે ભારતવર્ષમાં પોતાના વ્યાપારને સુદઢ બનાવવા માટે જરૂરી છે કે અહીની અર્થવ્યવસ્થાને જમીનદોસ્ત કરી દેવામાં આવે, પુરેપુરી રીતે ખલાસ કરી દેવામાં આવે. જો ભારતમાં વ્યાપાર સ્થાપવો હોય તો અહીના વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને પુંજીપતિઓને બરબાદ કરી દેવામાં આવે અને એક વખત અહીના વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને પુંજીપતિઓ બરબાદ થઇ જશે તો તેઓ આપોઆપ બ્રિટીશ વ્યવસ્થાના ગુલામ બની જશે. આ માટે તેમણે એક નીતિ અપનાવી જેને આજે પણ આપણે ‘ફ્રિ ટ્રેડ’ ના નામે ઓળખીએ છીએ.

અંગ્રેજોના મતે ફ્રિ ટ્રેડ એટલે કે બ્રિટનના માલનું ભારતવર્ષના ગામેગામ થતું વેચાણ, બ્રિટનના માલથી ભારતવર્ષની બજારો ઉભરાઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ અને ભારતીય લોકો દ્વારા આ બ્રિટનના માલનો વધુને વધુ ઉપભોગ થવો. ફ્રિ ટ્રેડની વ્યાખ્યા અહી જ સમાપ્ત થતી નથી. ફ્રિ ટ્રેડની નીતિ અંતર્ગત અંગ્રેજો ઈચ્છતા હતા કે ભારતવર્ષ જે ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ દ્વારા બનતી ઘણીબધી ફિનીશ પ્રોડક્ટ્સ માટે સારું એવું રો મટેરિયલ ધરાવતો સમૃદ્ધ દેશ છે ત્યાંથી એકપણ ડોલર ખર્ચ્યા વિના આ રો મટેરિયલને બ્રિટન સુધી પહોચાડવામાં આવે અને ત્યાં જે ફિનીશ પ્રોડક્ટ્સ બને એને ફરીથી ભારતવર્ષમાં લાવીને ઊંચા ભાવે વેંચી શકાય.

આ ફ્રિ ટ્રેડની નીતિ અંતર્ગત અંગ્રેજોનો મુખ્ય ઉદેશ્ય એ હતો કે ભારતીય અર્થવ્યવસ્થા પડી ભાંગે અને તેની જગ્યાએ અંગ્રેજી અર્થવ્યવસ્થા ભારતવર્ષમાં આસાનીથી પ્રવેશી શકે. અંગ્રેજો દ્વારા નક્કી કરાયેલી ફ્રિ ટ્રેડની નીતિને આ માટે ભારતવર્ષમાં પરવાનો પણ મળી ગયો. ૨૦-૨૦ વર્ષના ચાર્ટર ઇસ્યુ કરવામાં આવ્યા, આ ચાર્ટર એટલે કે અધિકાર પત્ર. ઇસવીસન ૧૬૦૦માં જે પ્રથમ ૨૦ વર્ષ માટે ચાર્ટર ઇસ્યુ થયો એનું નામ હતું ‘ફ્રિ ટ્રેડ માટેનું ચાર્ટર’.

સૌ કોઈ જાણે છે એમ એ સમયે ભારતીય મસાલા અને ભારતીય કાપડ જગવિખ્યાત હતા. આ ફ્રિ ટ્રેડના નામે અંગ્રેજોએ ભારતીય કારીગરો ઉપર અમાનુષી અત્યાચાર ગુજાર્યા. તેઓએ કારીગરોના અંગુઠા અને હાથ કાપી નાખવા જેવા કૃત્યો આચર્યા જેથી કરીને કારીગરો ભારતીય હાથવણાટના કાપડો બનાવી ન શકે. આ સિવાય ફ્રિ ટ્રેડના નામે અંગ્રેજોએ ભારતીય ફિનીશ પ્રોડક્ટ્સ પર વધારે ને વધારે ટેક્સ લગાવ્યા તથા અંગ્રેજી માલને ટેક્સ ફ્રિ જાહેર કરી દીધા જેથી ભારતની બજારોમાં અંગ્રેજી પ્રોડક્ટ્સનું વેચાણ એટલું વધી ગયું કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને રો મટેરિયલ ઓછુ પડવા લાગ્યું.

ભારતની બજારો અંગ્રેજી કાપડથી ઉભરાવા લાગી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીને હવે વધુ કાપડ બનાવવા માટે કપાસની તાતી જરૂરિયાત ઉભી થઇ. ભારતવર્ષ ત્યારે કપાસના ઉત્પાદનમાં મોખરે હતો અને આજે પણ છે. આ કપાસને ભારતવર્ષમાં દરેક જગ્યાએથી ભેગું કરીને યુરોપ પહોચાડવા તથા ત્યાં જે કાપડ તૈયાર થાય એને ફરી ભારતવર્ષની બજારોમાં વહેચવા વ્યવસ્થાઓ ઉભી કરવાની આવશ્યકતા ઉભી થઇ.

ભારતના દરેક ખૂણેથી કપાસ એકઠું કરીને મુંબઈ બંદરગાહ પરથી જો વહાણ મારફતે યુરોપ મોકલવામાં આવે તો સમસ્યા હલ થઇ શકે એમ હતી. આમ ખૂણે ખૂણેથી કપાસ એકઠો કરીને તેને મુંબઈ બંદરગાહ સુધી પહોચાડવા માટે જ અંગ્રેજોએ રેલ્વે પરિવહન શરૂ કર્યો. પહેલી રેલ મુંબઈ અને અમદાવાદ વચ્ચે ચાલી એ એટલા માટે કે અહીનો જેટલો વિસ્તાર છે એ શ્રેષ્ઠ ક્વોલીટીના કપાસ માટે પ્રખ્યાત છે. અંગ્રેજોએ આ દેશના વિકાસ માટે રેલ્વે પરિવહન ચાલુ કર્યું એમ માની લેવું એ તો નરી મુર્ખામી કહી શકાય.

બીજી એક વાત જયારે જયારે યુરોપથી મુંબઈ કપાસ લેવા માટે ખાલી વહાણો આવતા તે રસ્તામાં ક્યારેક ક્યારેક ડૂબી જતા કારણકે ખાલી વહાણો પર તોફાનોનો સામનો કરીને ટકી રહેવાની ક્ષમતા ઓછી હોય છે. આ સમસ્યાના સમાધાન તરીકે અંગ્રેજો યુરોપના બંદરગાહથી વહાણોમાં નમક ભરી ભરીને મોકલતા જેથી કરીને એ ડૂબે નહિ. યુરોપથી નમક ભરીને આવતા જહાજો આ નમકને મુંબઈ બંદરગાહ પર ખાલી કરી દેતા અને ત્યાંથી કપાસ ભરીને યુરોપ તરફ રવાના થતા. આવી રીતે મુંબઈ બંદરગાહ પર નમકનો ઢગલો થઇ જતો.

આવા નમકના ઢગલાને જોઇને અંગ્રેજોને કુબુદ્ધિ સુજી. તેઓએ ભારતીય નમક પર ટેક્સ લાદયો અને અંગ્રેજી નમકને ટેક્સ ફ્રિ જાહેર કરતા બજારોમાં અંગ્રેજી નમકનું વેચાણ વધી ગયું. આમ અંગ્રેજોને બેવડો લાભ મળતો થયો પહેલો ભારતીય નમક પરના ઊંચા ટેક્સને લીધે મળતો લાભ અને બીજો અંગ્રેજી નમકના ધોમ વેચાણથી થતો લાભ.

અંગ્રેજોની આ નીતિ દક્ષિણ આફ્રિકામાં વકીલાતનું ભણતા એક ભારતીય વિદ્યાર્થીને ન ગમી તેનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી જેને આપણે મહાત્મા ગાંધી તરીકે પણ ઓળખીએ છીએ. ગાંધીજીની ઉમર એ વખતે ૨૦ કે ૨૧ વર્ષની હતી. તેમણે વિચાર્યું કે આ અંગ્રેજ લોકો કેટલા ક્રૂર છે, તેમની સામે કોઈક તો પગલા લેવા જ જોઈએ. ગાંધીજીનો આ સંકલ્પ ૬૨ વર્ષની ઉમરે ઇસવીસન ૧૯૩૦માં છઠ્ઠી એપ્રિલે દાંડીકુચ તરીકે પરિપૂર્ણ થયો.

ગાંધીજીએ કરેલા આંદોલનની ફલશ્રુતિ રૂપે ભારતીય નમક પરનો ટેક્સ હટાવવામાં આવ્યો. દેશવાસીઓ સ્વદેશી નમકનો ઉપયોગ કરતા થયા. પરંતુ દુખની વાત એ છે કે આજે આઝાદીના ૭૦ વર્ષે ફરી આપણે લોકો સ્વદેશી વસ્તુઓના બદલે વિદેશી વસ્તુઓનો આગ્રહ રાખતા થયા છીએ. આપણે લોકોતો નમક પણ વિદેશી કંપનીઓનું ખાઈ છીએ એટલે એમની જોડે કદી ‘નમક હરામી’ ન કરીએ. સ્વર્ગમાંથી જયારે આ બધું ગાંધીજી જોતા હશે તો ચોધાર આંસુએ રડતા હશે અને વિચારશે કે જે ભારતવર્ષના લોકો માટે મેં દાંડી સત્યાગ્રહ કર્યો એ જ દેશના મારા સંતાનો આજે નમક પણ વિદેશી કંપનીઓનું ખાય છે. આને દેશ પ્રત્યેની વફાદારી ન કહેવાય, આને ફક્ત અને ફક્ત નમક હરામી જ કહી શકાય.


૫. વાર્તા વિશ્વ – ભાવિશા ગોકાણી

ધૃજવતો બંગલો – પ્રકરણ - ૨

કોલેજ પુર્ણ થયા બાદ બધા મિત્રો કેન્ટીનમા બેસી નાસ્તો કરતા હતા ત્યાં સોનાક્ષીએ કહ્યુ, “બોયઝ સાંભળો મારી વાત. આ કશ્યપ તો ગાંડો અને મુર્ખ છે તેની વાતને ગંભીરતાથી ન લેજો. આપણે ક્યાંય બંગલામા જવુ નથી. એ તો કહ્યા કરે બાકી તેની વાત માનવી કે ન માનવી તે આપણે નક્કી કરવાનુ છે. વિનય, “સોનુ તુ કેમ ડરે છે? અરે ભુત જેવુ કાંઇ હોતુ નથી અને તે આપણે સાબિત કરી તેને બતાવવુ છે અને તે ત્યારે જ સાબીત થશે જ્યારે આપણે તેણે કહ્યા મુજબ બંગલામા જશુ અને ત્યાં એક રાત રોકાણ કરશું.” “હા ફ્રેન્ડ્સ, આઇ થીન્ક સોનાક્ષી ઇઝ રાઇટ” વૃન્દાએ કહ્યુ. “અરે ગર્લ્સ મને એમ લાગે છે કે તમે એ ફેંકુની વાત સાંભળીને ડરવા લાગી છો એટલે જ આવા બહાના બતાવી ત્યાં જવાનુ ટાળો છો.” સમિરે કહ્યુ. “યસ ગર્લ્સ ,આ બધી માત્ર અફવાઓ અને મનના વિચારો છે બાકી ભુત ક્યાંય હોતા જ નથી અને એ ફીક્સ જ છે કે આપણી ટીમ ત્યાં જશે અને એ સાબીત કરી દેશે કે ત્યાં બંગલામા કોઇ ભુત બુત નથી.” મયુર બોલ્યો.

“તો પછી કશ્યપ કહેતો હતો તે મુજબ બધી હત્યાઓ કઇ રીતે થઇ?” સોનાક્ષીએ કહ્યુ. “અરે સોનુ, હત્યા થઇ છે કે નહી તે આપણે ક્યાં ખબર છે? કદાચ કશ્યપ આપણને ડરાવવા માટે આવા ખયાલી પુલાવ પકાવતો હોય અને આપણને બધુ કહેતો હોય તેવુ પણ બને અને માનો કે હત્યા થઇ પણ હોય તો એવુ પણ બને કે ત્યાં બંગલામા ગયેલા લોકો રાત્રે ફરવા નીકળા હોય અને કોઇ હિંસક પ્રાણીના શિકાર બન્યા હોય તે રીતે પણ તેમની હત્યા થઇ હોય અથવા ક્યારેક એવુ પણ બને કે કોઇ દુશ્મનાવટ કાઢવા માટે ત્યાં લઇ જઇ હત્યા કરી નાખી હોય અને પછી લાશને જંગલમા ફેકી દીધી હોય.એમ આઇ રાઇટ ગાઇઝ?” મયુરે કહ્યુ. “હા તારી વાત સાચી છે મયુર પણ સાચુ કહુ તો મને તો ડર લાગે છે ત્યાં જવાનો.” સોનાક્ષીએ કહ્યુ. “અરે સોનુ, તારે ક્યાં એકલીએ ત્યાં જવાનુ છે, અમે બધા તારી સાથે જ હશું.તો પછી ડર શાનો? અને બહુ ડર લાગતો હોય તો મારી સાથે રૂમમા રહેજે....હા......હા.......હા.... જસ્ટ જોકીંગ.” સમીરે સોનાક્ષીની વાત હવામા ઉડાડતા કહ્યુ. ચલો અત્યારે હવે મોડુ થાય છે,કાલે એક-બે લેક્ચર બંક કરી આ બાબતે આપણે ચર્ચા કરશું.ઓ.કે.ચલો બાય.” મયુરે કહ્યુ.

બપોરે હોસ્ટેલમા લંચ લીધા બાદ સોનાક્ષી અને વૃંદા રૂમમા જતા હતા ત્યાં નીચેથી કહેવામા આવ્યુ કે સોનાક્ષી માટે ફોન છે.સોનાક્ષીને ખબર જ હતી કે ફોન કોનો છે માટે તે દોડતી નીચે ગઇ. “હેલ્લો કેટલી વાર લાગે છે તને આવતા?ચાર વાગ્યે આપણે રેગ્યુલર જે જગ્યાએ મળીએ છીએ ત્યાં આવી જજે જાન.” સમીરે સામા છેડેથી કહ્યુ. “હા શ્યોર આવી જઇશ.” સોનાક્ષીએ કહ્યુ. હોસ્ટેલમા મેડમ સામે વાત કરવાની હોય તેથી વધુ વાત ન કરતા સોનાક્ષી રૂમમા ગઇ.સોનાક્ષી અને સમીર બન્ને એકબીજાને પ્રેમ કરતા હતા તેની તેના ગૃપમા વૃંદા સિવાય કોઇને ખબર ન હતી.તેઓ કોઇને ખબર ન પડે તે રીતે મળતા અને ક્યારેક સમીર લેડીઝનો અવાજ કરી સોનાક્ષીને ફોન પણ કરતો. સાંજે ચાર વાગ્યે ક્લાસીસનું બહાનુ કરી હોસ્ટેલથી થોડે દુર આવેલા કોફી હાઉસમા સમીરને મળવા ગઇ.જ્યાં સમીર તેની રાહ જોઇ રહ્યો હતો. “હાય સોનુ,કેટલા વખત પછી આપણે મળ્યા.આજે હું ખુબ જ ખુશ છું.” સમીરે તેનો હાથ પકડી કહ્યુ. “યા સમીર આજે હું પણ ખુબ જ ખુશ છું.તને મળે ઘણો સમય થયો.” સોનાક્ષીએ કહ્યુ. તને વેકેશનામાં ભી કહ્યુ હતુ કે એક વાર કોઇ બહાનુ કરી રાજકોટ આવ પણ તું આવી નહી. તારા વિના મને જરા પણ ગમતુ ન હતુ. “સોરી હું ન આવી શકી રાજકોટ. મે તને કહ્યુ જ હતુ કે મારા કાકાની દીકરીના લગ્ન હતા તો હું જરા પણ ફ્રી ન હતી અને વળી તને પપ્પાના ગુસ્સાની તો ખબર જ છે તે મને એકલીને તો કોઇ પણ સંજોગમા આવવા જ ન દે. “હા પરંતુ બરોડાની આ ટ્રીપનો મોકો તુ શું કામ ગુમાવવા માંગે છે? સમીરે કહ્યુ. “મીન્સ? હું સમજી નહી.” સોનાક્ષીએ કહ્યુ. ભુત પ્રેત હોય કે ન હોય એ બીજા નંબરની વાત છે. હવે તુ આવી રીતે ટ્રીપ માટે આવવાની ના કહેતી નહી. ત્યાં જવાના બહાને આપણે એક અઠવાડીયા સુધી સાથે રહેવા તો મળશે.” સમીરે કહ્યુ. “હા યાર તારી વાત તો સાચી છે પરંતુ મને આવી ભુત પ્રેત વાળી જગ્યાઓથી બહુ ડર લાગે છે.” સોનાક્ષીએ કહ્યુ. “સોનુ ડરે છે શું કામ? એ બધી માત્ર અફવાઓ છે અને આપણે ક્યાં એકલા જવાનુ છે? આવો મોકો આપણે ક્યારેય નહી મળે માટે પ્લીઝ તુ ના કહેતી નહી.” સમીરે તેને કહ્યુ. “ઓ.કે. બાબા ઓ.કે. તુ કહે છે તો ના નહી કહુ.”

બન્ને કોફી પીતા પીતા પ્રેમભરી વાતો કરી પાંચ વાગ્યે છુટા પડ્યા. બીજે દિવસે કોલેજમા:- “હેય ગાયઝ, આજે આખો દિવસ આપણે આપણી ટ્રીપ વિષે વિચારવાનુ છે માટે આજે આખો દિવસ કોલેજ બંક.”મયુરે કહ્યુ. “અરે યાર, તમે બધા આ બકવાસ પ્લાન પર વિચારવાનુ બંધ કરો અને આપણ સ્ટડી પર ધ્યાન આપો. હમણા આપણી યુથ કોમ્પીટીશન પણ આવવાની છે.” વૃંદાએ કહ્યુ. “વન્દા, તુ પણ ડરી ગઇ? (ગૃપના મેમ્બર્સ તેને મજાકમા વન્દા કહેતા) અરે આપણી ટોળકી તો ચેલેન્જ લેવા માટે અને તેને પાર પાડવા માટે આખી કોલેજમા પ્રખ્યાત છે. અને તમે આ રીતે ડરી જાઓ તે કેમ શક્ય છે?" સમીરે કહ્યુ. હા યાર તમે બન્ને કેમ આટલી ડરો છો? મને તો ડર જેવુ કાંઇ લાગતુ નથી. સો જસ્ટ બી ચીલ અને તમારે બન્નેએ સાથે આવવાનુ જ છે નહી તો હું નારાજ થઇ જઇશ અને આપણી ફ્રેન્ડશીપ પણ ખત્મ થઇ જશે.” દિવ્યાએ કહ્યુ. “અરે યાર તુ પણ કયાં આવી વાતમા આવી ને મયુરનો સાથ આપે છે? અને ફ્રેન્ડશીપ પુરી કરવાનુ કેમ કહે છે?” વૃંદાએ કહ્યુ. “તો શું કરુ યાર? આટલી બધી ગંભીરતાથી પેલા ફેકુની વાતમાં ધ્યાન ના આપ અને ચલો અમારી સાથે. કશ્યપની ચેલેન્જ પણ આપણે જીતી જશુ અને એ બહાને આપણે નાની ટુરમાં પણ એન્જોય કરશું. બહુ મજા આવશે.” દિવ્યાએ કહ્યુ. “હા યાર,વૃન્દા તું એમ જ વિચાર ને કે આપણે ત્યાં માત્ર ફરવા જ જઇએ છીએ. ત્યાં કોઇ ભુત છે તેવુ તમે વિચારવાનુ જ બંધ કરી દો એટલે આપોઆપ તમારા મગજમાંથી ડર નીકળી જશે.” સમીરે કહ્યુ. બધા મિત્રોએ વૃન્દાને ખુબ સમજાવી અને તેમની મિત્રતાની કસમ આપી બંગલે જવા માટે મનાવી. ઠીક છે તમે બધા આટલી જીદ કરો છો તો અમે આવવા માટે રાજી છીએ. પણ ધ્યાન રાખજો ક્યાંક લેવા ના દેવા ન પડી જાય.” વૃંદા બોલી. “યે હુઇ ના બાત. ચલ મયુર બધા માટે કાંઇક નાસ્તો મંગાવ આવ્યા ત્યારથી બસ ભુખ્યા પેટે ચર્ચા જ કરી રહ્યા છીએ. હવે મારાથી ભુખ સહન થાય તેમ નથી. નાસ્તો કરતા કરતા આપણે ત્યાં કઇ રીતે અને ક્યારે જવુ તે બાબતે વિચારીએ.” દિવ્યાએ કહ્યુ. મયુરે બધા માટે તેમની ફેવરીટ આઇટમ પફ અને કોલ્ડ ડ્રીંકસ મંગાવી લીધા. બધા નાસ્તો કરવાનુ શરૂ કર્યુ. “ત્યાં જવાનુ આપણે નક્કી તો કર્યુ છે પણ મારા મનમાં એક પ્રશ્ન છે.” વૃંદા બોલી. “એ પ્રશ્નાર્થ ચિહ્ન વન્દા........હજુ શું મનમા કાંઇ પ્રોબ્લેમ છે કે હજુ ડરે જ છે તું એકલી?” વિનયે તેની મજાક કરતા કહ્યુ. “અરે ના એવુ કાંઇ નથી. મારો પ્રશ્ન તો સાંભળ પછી મારી મજાક કરવાનુ શરૂ કરજે.” વૃંદાએ કહ્યુ. “આપણે ત્યાં એક વીક માટે જવાનુ છે,રાઇટ? તો આપણે કાંઇક સ્ટ્રોંગ બહાનુ તો કરવું પડશે ને? એમ કાંઇ આપણે ફરવા જવાનુ કહેશું તો આપણે રજા નહી મળે.” વૃંદાએ કહ્યુ. “હા રાઇટ. તારો પ્રશ્ન તો એકદમ સાચો જ છે. ત્યાં જવા માટે આપણે બહુ સ્ટ્રોંગ અને કોઇને પણ શક ન જાય તેવુ બહાનુ કરવુ પડશે નહી તો આપણા ઘર કે હોસ્ટેલમાથી આપણને એક વીક જવાની પરમિશન નહી મળે. અને ઉપરથી યુથ કોમ્પીટીશન પણ નજીક આવે છે તો કોઇ રીતે આપણે રજા નહી મળે.” વિનયે કહ્યુ. “હા રાઇટ, એ જ તો વાત છે. તમે ઘરે રહો છો તેને તો બહુ વધારે પ્રોબ્લેમ ન થાય બાકી અમારા જેવા હોસ્ટેલમા રહેનારાને તો હજારો પ્રશ્નનો જવાબ આપવો પડે અને એમા પણ જો આપણું જુઠ પકડાઇ ગયુ તો બહુ મોટી આફત આવી પડે.” સોનાક્ષીએ કહ્યુ. “ઓ.કે. પણ જસ્ટ અત્યારે એ વિચારો કે આપણે ક્યારે ત્યાં જવુ.” મયુરે કહ્યુ. “આજે સોમવાર છે. આપણે આવતા રવિવારે સાંજના સમયે બરોડા જવા નીકળીએ અને બરોડાથી સવારે તે બંગલાના સ્થળે પહોંચી જશું” દિવ્યાએ કહ્યુ. “યા રાઇટ અને આ ચાર પાંચ દિવસમા આપણે શું બહાનુ કરી નીકળવુ તેનો પણ ઉપાય મળી રહેશે.” સમીરે કહ્યુ. “ઓ.કે. ડન. પણ બહાનુ જરા સમજી વિચારીને નક્કી કરજો નહી તો અમારે હોસ્ટેલમા પ્રોબ્લેમ થઇ જશે.” વૃંદાએ કહ્યુ. હા ચલો, હવે નીકળીએ નહી તો હોસ્ટેલમા મેડમ ચીક ચીક કરશે.” સોનાક્ષી અને વૃંદાએ કહ્યુ. “હા યાર બહુ લેટ થઇ ગયુ, મારે અને મયુરને પણ કમ્પ્યુટર ક્લાસમા જવાનુ છે.” વિનયે કહ્યુ. “ઓ.કે. બાય એવરીબડી.”

વધુ આવતા અંકે................

ગોકાણી ભાવિષા રૂપેશકુમારbrgokani@gmail.com


૬. ફિલ્મી કીડા – રવિ રાજ્યગુરૂ

વેકેશન ફંડા – શોર્ટ ફિલ્મોમાં લોંગ ફ્યુચર

મિત્રો, આજ યુથ વર્લ્ડ મેગેઝિનની તૃતીય કૃતિમાં હું સૌ પ્રથમ તો આપ સૌનું ‘ફિલ્મીકીડા’ કૉલમમાં સ્વાગત કરું છું. આજે આપણે શોર્ટ ફિલ્મોમાં રહેલા ભવિષ્ય વિશે વાતો કરીશું. હાલો ત્યારે...

યુવા વર્ગની અમર્યાદિત શક્તિ, અત્યારે વેકેશનને કારણે ફાઝલ પડી છે, ત્યારે આજે તેમણે ‘ક્રિએટિવ કમ ઇનોવેટિવ’ કામ કરવાની ચેલેન્જ આપવી છે. દેશમાં લોકશાહી શાસનવ્યવસ્થાને કારણે સહુ કોઈને પોતાનો વિચાર રજૂ કરવાની છૂટ છે, ચાહે તે મૌખિક રીતે બોલીને રજૂ કરો કે અમારી જેમ લખીને કે સૌથી વધુ રસપ્રદ-દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી...

ડિયર યંગ ફ્રેંડ્ઝ, તમારે ઘણું કહેવું છે અને ઘણા બધા વિષયો પર, પણ એ લોકો સુધી પહોંચાડવા માટે તેને સારી માવજત કરીને સુંદર ફોર્મેટમાં રજૂ કરવું પડે અને તે પણ શક્ય તેટલી ઓછી સમયમર્યાદામાં કારણ કે યુ નો લોકો બહુ ‘બિઝી’ હોય છે. મતલબ શોર્ટ ફિલ્મ બનાવીને, શોર્ટ ફિલ્મનો બાયોડેટા જોઈએ તો..

શોર્ટ ફિલ્મની સમયમર્યાદા: શોર્ટ ફિલ્મની લઘુત્તમ સમયમર્યાદા ૩૦ સેકન્ડની હોય છે, જ્યારે મહત્તમ ૩૦ મિનિટની હોય છે.

શોર્ટ ફિલ્મના પ્રકાર: શોર્ટ ફીલ્મોના મુખ્ય ચાર પ્રકાર છે.

  • કાલ્પનિક (fiction)
  • વાસ્તવિક (Non-Fiction)
  • દસ્તાવેજી (Documentary)
  • જાહેરાત (એડ-ફિલ્મ)
  • શોર્ટ ફિલ્મ અંગેના કોર્સીસ: ફિલ્મ મેકિંગ, માસ મીડિયા, માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ જેવા અભ્યાસક્રમોમાં શોર્ટ ફિલ્મ બનાવવાની પ્રક્રિયાને સિલેબસના એક ભાગરૂપે શીખવવામાં આવે છે. શોર્ટ ફિલ્મ બનાવવા અંગેના વર્કશોપ મોટાં શહેરોમાં નિયમિત સમયાંતરે યોજાતા હોય છે, જેનો સમયગાળો આશરે 10 દિવસથી શરૂ કરીને એક માસનો હોય છે.

    શોર્ટ ફિલ્મ બનાવવાની પ્રક્રિયા: સૌ પ્રથમ શોર્ટ ફિલ્મ – કાલ્પનિક કથાચિત્ર પર આધારિત બનાવવી છે કે વાસ્તવિક હકીકત પર આધારિત બનાવવી છે તે નક્કી કરો. કાલ્પનિક–કથાચિત્ર બનાવવા માટે મજબૂત સ્ટોરી જોઈએ. જ્યારે હકીકત પર આધારિત વાસ્તવિક ફિલ્મમાં સ્ટોરી તૈયાર હોવાથી, તેની રજૂઆત ચોટદાર જોઈએ. યાદ રાખો સાંપ્રત ઘટનાઓને આધારે જાગૃતિ (અવેરનેસ) ફેલાવતી શોર્ટ ફિલ્મોને સારું માર્કેટ મળી રહે છે. આ થઈ વિષયવસ્તુની વાત.

    હવે તૈયાર કરો સ્ટાર કાસ્ટ. નો, નો, સ્ટાર કાસ્ટ એટલે માત્ર તખ્તા પર અભિનય કરનારાઓ જ નહીં પણ સાથોસાથ બેક સ્ટેજ આર્ટિસ્ટ, લેખક, ગીતકાર, ગાયક, સંગીતકાર, ગાયક, સંગીતકાર, નિર્માતા, દિર્ગદર્શકથી માંડીને કેમેરા, કોશચ્યુમ, મેક-અપ વગેરે પ્રોપર્ટીને મેનેજ કરનારા વગેરે. શક્ય હોય ત્યાં સુધી અવેતન/ માનદસેવા આપનાર મિત્રો સંબંધીની ટીમ બનાવો. હવે રોલ કેમેરા રેડી? ગેટ, સેટ, ગો. ‘એક્શન’ અને જોતજોતામાં વેકેશનમાં જ તૈયાર થઈ જશે એક તદ્દન ફ્રેશ શોર્ટ ફિલ્મ સાથોસાથ તમારી લેખન, અભિનય, સંગીત, ગાયનકલાને ખીલવવાની મળશે તક. હવે સોશિયલ મીડિયા જેવા કે youtube/FB પર તેને અપલોડ કરી દો અને લાઈક/ડિસલાઇક, ક્મેન્ટ મેળવો.

    સારી માવજત પામેલી શોર્ટ ફિલ્મને સરકારી/અર્ધસરકારી સંસ્થા કે બિનસરકારી વ્યવસ્થા તંત્ર (NGO) ખરીદે છે અને બે-ચાર નવી ફિલ્મ વધુ બજેટમાં બનાવી શકાય તેટલી કિંમત પણ આપે છે. જેમ કે ગુજરાત રાજ્યની છેલ્લી વિધાનસભાની ચૂંટણી વખતે વધુ મતદાન કરવા પ્રત્યે અવેરનેસ દર્શાવતી દસેક શોર્ટ ફિલ્મ ઇલેક્શન કમિશને ખરીદી હતી. તે જ પ્રમાણે જ્યારે ગુજરાતમાં ગુટખા પર પ્રતિબંધ મુકાયો ત્યારે પંદરેક જેટલી શોર્ટ ફિલ્મ સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટ દ્વારા ખરીદાઈ હતી. આ સિવાય NGO દ્વારા પણ મોટાં પ્રમાણમાં શોર્ટ ફિલ્મો ખરીદાય છે. ઉપરાંત નિયમિત સમયાંતરે શોર્ટ ફિલ્મોની કોમ્પિટિશન પણ યોજાય છે, જેમાં ‘વિજેતા’ બનવા બદલ ‘પુરસ્કાર’ પણ મળે છે.

    આ સિવાય પણ પોતાનું આગવું સર્જન કરવાનો આનંદ અને પોતાની જે તે કળાનો વિકાસ કરવાની સાથોસાથ સર્જનાત્મકતા (ક્રીયેટિવિટી) ખીલે તે બોનસમાં.

    શોર્ટ ફિલ્મના સર્જકોને મળતી તક:

  • અગાઉ કચકડા પર થતી શૂટિંગની ટેક્નોલોજી, ડિજિટલ કેમેરાના આગમન બાદ સરળ, સસ્તી અને સર્વવ્યાપક બની છે. મોટાં-ભરખમ કેમેરાને બદલે હેન્ડીકેમથી શૂટિંગ થઈ શકે છે. અરે, આપ મોબાઈલ ફોનથી પણ શૂટિંગ કરી શકો!
  • ભણતા ભણતા, વેકેશન દરમિયાન આ શોખને ‘પોકેટમની’ની મર્યાદામાં રહીને પોષી શકાય છે.
  • જેમ માઉન્ટ એવરેસ્ટ ચડતાં પહેલાં સાપુતારા, પાવાગઢ, આબુ જેવા નાનાં નાનાં લક્ષ્યાંકો સિદ્ધ કરવા પડે છે, તેમ સાહેબ, ભલે તમે ‘ગુરુદત્ત, સત્યજિત રાય’ બનવા માંગતા હો, પણ તેની શરૂઆત તો તમારે શોર્ટ ફિલ્મથી જ કરવી રહી.
  • સાંપ્રત સમસ્યા જેમ કે ભ્રષ્ટાચાર, મતદાન, સ્ત્રીઓના હક્ક, સ્ત્રી ભ્રૂણહત્યા, પર્યાવરણ, ખાધ્ય વસ્તુઓમાં ભેળસેળ, રાષ્ટ્રીય એકતા પરની શોર્ટ ફિલ્મો ‘ઇન ડિમાન્ડ’ છે.
  • સારી શોર્ટ ફિલ્મો સ્પર્ધામાં ઈનામ સહિત પુરસ્કૃત થાય છે. સરકાર કે NGO દ્વારા ખરીદાય છે કે સ્પોન્સર થાય છે.
  • અમુક કોર્સમાં ‘શોર્ટ ફિલ્મો’ બનાવવી એ અભ્યાસક્રમનો એક ભાગ છે. મતલબ શોખ પણ પૂરો થાય અને ડિગ્રી પણ મળે!
  • શોર્ટ ફિલ્મોમાં ડોક્યુમેન્ટરીની માર્કેટ ઘણું મોટું છે. ગુજરાત રાજ્ય, ગુજરાત યુનિવર્સિટી વગેરેનાં 50 વર્ષ પૂર્ણ થવા બદલ અનેક ડોક્યુમેન્ટરી ફિલ્મો બની ચૂકી છે. તે જ પ્રમાણે સારી શોર્ટ ફિલ્મોનાં સર્જકોને કોઈ સ્કૂલ/કોલેજ કે બેન્કનાં 25 વર્ષ પૂર્ણ થવા બદલ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનું કામ મળી શકે છે.
  • માત્ર શોખ તરીકે જ શોર્ટ ફિલ્મો બનાવનારને તેમના અન્ય કોઈ પણ અભ્યાસક્રમમાં ‘પ્રેઝન્ટેશન’ કરવામાં સરળતા રહે છે.
  • ‘ટર્મ્સ એન્ડ કંડિશન્સ’ એપ્લાય: બહારથી ‘ગ્લેમરસ’ દેખાતી શોર્ટ ફિલ્મોની કરિયરના મૂળમાં શ્રમરૂપી પરસેવો રહેલો છે. શોર્ટ ફિલ્મોમાં જેટલો સમય ઓછો તેટલો શ્રમ વધુ અને હા, શોર્ટ ફિલ્મોને ‘કરિયર’ તરીકે ગંભીરતાથી જોવી જરૂરી છે.

    રવિ એ. રાજ્યગુરૂ

    ઈ-મેઈલ :


    ૭. વર્લ્ડ સાયન્સ – હિરેન કવાડ

    આઇન્સ્ટાઇનની સ્પેશ્યલ રીલેટીવીટી થિઅરી

    વિજ્ઞાન એ આંખો આજી દે એટલુ ફેસીનેટીંગ છે. એવુ બની શકે કે તમારો અને તમારા એક બીજા ફ્રેન્ડની ઘડિયાળ અલગ અલગ સમય પ્રમાણે ચાલતી હોય. તમારો સમય ધીમો ચાલતો હોય અને તમારા ફ્રેન્ડનો તમારા કરતા વધુ જડપી? હા આ શક્ય છે. ભૌતિકશાત્રીઓએ આ સાબિત પણ કર્યુ છે.

    આઇન્સ્ટાઇને એની બે મહાન થિઅરી આપી એમાંની એક છે થિઅરી ઓફ સ્પેશ્યલ રીલેટીવીટી. એ મુજબ ધારી લો કે લાઇટની સ્પીડ વેક્યુમમાં કોન્સ્ટન્ટ છે. લાઇટની સ્પીડથી વધારે સ્પીડ કોઇ જ વસ્તુની નથી. બીજુ કે ફીઝીક્સના નિયમો બધે જ સરખા છે. આ બે ધારણાઓ પર આ થિઅરી આધારિત છે.

    રીલેટીવીટી એટલે સાપેક્ષતા. થિઅરી મુજબ જ્યારે કોઇ એક વસ્તુ/વ્યક્તિ કે પદાર્થ એક જ દિશામાં ગતિ કરતો હોય છે ત્યારે એનો સમય બીજા પદાર્થની સાપેક્ષે ધીમો ચાલે છે. બે મિત્રો લઇએ મિહિર અને મયુર જેની ઉંમર સરખી છે. મિહિર વડોદરાના કોઇ સ્થળે ઉભો છે અને મયુર એની કાર લઇને કોઇ એક જ દિશામાં ગતિ કરે છે તો મિહિરની સાપેક્ષે મયુરનો સમય ધીમો હશે. પરંતુ જો મયુર લાઇટની સ્પીડની ૯૦% જડપે ગતિ કરશે તો એનો સમય મિહિરની સાપેક્ષે ૪૦% ધીમો ચાલશે. એટલે જો મયુર એક વર્ષ સુધી આ જ જડપે ગતિ કરી હશે તો એ આવશે ત્યારે મિહિરની ઉંમર મયુરની ઉંમર કરતા ૪૦% વધારે હશે.

    થોડોક ટપ્પો ના પડ્યો ને? ફોક્સ ધેટ્સ અ રીલેટીવીટી. જ્યારે તમે ગતિમાં હોવ છો ત્યારે તમારો સમય ધીમો ચાલતો હોય છે. અલબત આપડા બધાનો સમય અલગ અલગ હોય છે. એ એટલો સુક્ષ્મ હોય છે કે આપણે એને મહેસુસ નથી કરી શકતા. પરંતુ જ્યારે અવકાશયાત્રીઓ કે કોઇ ઉપગ્રહો અવકાશમાં મોકલવામાં આવે છે ત્યારે આ ગણતરીઓ કરવી જરૂરી હોય છે. તમે જે મોબાઇલમાં GPS સીસ્ટમનો ઉપયોગ કરો છો એ એક્ચ્યુલી આ થિઅરીની ગણતરીના આધારે જ ચાલે છે. કારણ કે અવકાશમાં રહેલા ઉપગ્રહનો સમય આપણા કરતા ધીમો ચાલે છે.

    સ્પેસમાં રહેલા ઉપગ્રહ અને પૃથ્વી પર રહેલ વ્યક્તિના સમય વચ્ચએ ફરક હોય છે. એ બન્નેને આ થિઅરીના આધારે સીન્ક કરવામાં આવે છે જેથી કોમ્યુનીકેશન એક સમય પર થઇ શકે. આ થિઅરીના આધારે બીજા ઘણા વૈજ્ઞાનિક ઉપકરણો કામ કરે છે. આ થિઅરી ફેસીનેટીંગ એટલા માટે છે કે પહેલીવાર એણે ખ્યાલ આપ્યો કે બે વ્યક્તિઓનો સમય એકબીજાની સાપેક્ષે અલગ હોઇ શકે.

    આ થિઅરી મુજબ જો તમે લાઇટની જડપે ગતિ કરતા હોવ તો બીજા પદાર્થની સાપેક્ષે તમારો સમય લગભગ થંભી જાય. કોઇ આવુ ઉપકરણ બનાવો યાર. આનાથી પણ વધારે ફેસીનેટીંગ થીઅરી છે આઇન્સ્ટાઇનની થિઅરી ઓફ જનરલ રીલેટીવીટી. એ આવતા અંકે.


    અમને સંપર્ક કરો

    જો તમે પણ ગેસ્ટ કોલમમાં લખવા માંગતા હો અથવા મેગેઝિન વિશેની વધુ માહિતી માટે અમને સંપર્ક કરો. જો તમને અમારા મેગેઝિનનો કન્ટેન્ટ ગમ્યો હોય તો રેવ્યુ અને રેટીંગ આપવાનું ભૂલતા નહિ. પ્લીઝ શેર એન્ડ સ્પ્રેડ વર્ડ.

    Facebook Pages

    Fb.com/YouthWorldOnline

    Fb.com/GujjuWorld.net

    Website

    Email Address